________________
શ્રી હીરવિજયસૂરિરાસ
તમે જાઓ વઢઢ્યું અમે એહસ્ય, રાખું ખ્યત્રી લાજ
જેમલ પતા રહ્યા પણ માંડી, છાંડી ગયો મહારાજ. ૭૬૩ જાણે વાત અકબરશા જ્યારેં, ત્યારેં પુરુષ હકારે; ગજ મોટા ગાજતા ત્યાંહિ, પોળેિ માથાં મારે.
૭૬૪ ભાજિ પોળિ ગઢ ભેળો જ્યારિ, હિન્દુ હુઆ હોસીઆર;
સોળ ઝમર હોય ત્યાંહાં મોટા, પાપ તણો નહિ પાર. ૭૬૫ ચંદ્રા રૂપવતી રૂદ્રાણી, ચિત્રકોટની રાણી;
વીરમતી વાઘેલી બળતી, હોમે અગનીમાં પ્રાણી. ૭૬૬ બહુ નારિ સુત સાથે દાધી, વર્ણવતાં દુખ લાગે;
મહા પાતિગ જાણીને પંડિત, કવિતા પાછો ભાગે. ૭૬૭ જયમલ પતા ગજ અશ્વ હણીનિ, અકબર સામ્યા ધાય;
વઢતા કિમે ન પાછા ભાગિ, જો શતખંડ એ થાય. ૭૬૮ શાહ અકબર દેખી ખુસી થાએ, કયા લડતે દો ભાઈ;
ન લડો ગઢ દેઉં તુમ પીછા, હુમાઉ કેરી દુહાઈ. ૭૬૯ જયમલ પતા કહિ ન રહું વઢતા, પાછા પાય ન દેરૂં;
નારી પુત્ર ગઢ માલ ગમાડી, જીવી કાણું કરેણ્યું. ૭૭૦ શૂરપણું દેખી શાહ હરખ્યો, ઝાલો જીવતા દોય;
જયમલ પતા તે હાર્થિ ન આવે, વઢી શત ખંડ જ હોય. ૭૭૧ શાહ અકબર ગઢમાં જઈ પેસે, તામ કષાય અઘોરી; ચિતોડકી મત કુત્તી છોડો, સબકું મારો ઠોરી.
૭૭૨ મહાજન મિલવા કારણિ આવે, તે જમ ઘરિ પુડુચાવે; | હણી નારી ગઢ ચિત્રોડ કેરી, જે મોતી જ વધાવે. પાડી કોટ લગાડ્યાં મંદિર, સબળ પાપ તિહાં કીધું;
સમ ખાએ ખવરાવે તેહના, પાતિગ લોક પ્રસીધું. ૭૭૪ અસ્સો કાળ જગ સરીખો અકબર, કેહી પરિ તેહને મિલમ્યું;
જે જાઓ તે જાઓ ભાઈ, અમે તો પાછા ટળસું; ૭૭૫ અકબર શાહ ગઢ લેઈ વળીઓ, ગર્ભવતી એક નારી;
મારી ભોમિ પડી તે દીઠી, દયા હુઈ મન મઝારી. યા ખુદા મિ બડા દોઝખી, કીની બોહોત બુજગારી;
ઇસ કરણીથી બીહસ્ત ન પાઉં, હોઈગી બોહોત ખોરી. ૭૭૭ કરડી આંગળી શીશ ધુણાવે, આગરેમેં જબ આવે;
ચિત્રોડ ગ્રહવા મહુરત આપ્યું, તે મહાતમા તિહાં જાવે. ૭૭૮ પા. ૭૭પ.૧ જમ સરીખો ૭૭૭.૧ અલ્લા ખુદા ટિ. ૭૬૫.૨ ઝમર = વિક્ષોભ ૭૭૭.૧ દોઝખી = નરકગામી ૭૭૭.૨ ખોઆરી = ખુવારી
૭૭૩
૭૭૬