________________
શ્રી હીરવિજયસૂરિરાસ
આણે કેવું કુકર્મ કર્યું ! ગુરુની સામે થયો. મુનિવરને કષ્ટમાં નાખ્યા.
ધ્રુજતા ધૃજતા નાસતા હીરગુરુને લોંકામતના દેવજીએ આશ્રય આપ્યો. એણે હીરગુરુને કહ્યું કે “તમે અહીં નિરાંતે રહો. અહીં કોઈ ભય નથી. તમને કોઈ પકડે એમાં જેનશાસનની અવહેલના થાય. એ જો હું ન થવા દઉં તો મને ઘણું પુણ્ય થાય.”
આ બાજુ પકડવા આવેલા સિપાઈઓ કચેરીમાં ગયા અને કહેવા લાગ્યા કે અમને મુઠ્ઠીએ મુકીએ માર્યા. હીરજી નાસી ગયો. અને કચેરીને પણ તે માનતો નથી.” આ સાંભળી કોટવાળ ઘણો ગુસ્સે થયો.
શોરબકોર મચી ગયો. દરવાજો દેવાઈ ગયો. સિપાઈઓ બધું લૂંટવા લાગ્યા. ઘરઘરમાં ફરીને જુએ છે. દેવજી મોખરે થયા હતા એટલે તેમને તથા હીરગુરને બધી જગાએ શોધે છે. પણ તે મળતા નથી. એટલે ખિન્ન થયેલા તેમણે હાથમાં આવ્યા તે ધર્મસાગર અને શ્રુતસાગર બન્નેને પકડ્યા. બાંધીને ઘણા માર્યા. નાકમાંથી લોહી નીકળવા માંડ્યું. પછી કહ્યું કે, “આ મરી જશે. ગુરુ તો ભાગી ગયા.” એમ કહી બન્નેને છોડ્યા. ઘણા દિવસે આ ધમાલ બંધ થઈ. પછી ગુરુ મહારાજના માથેથી દુઃખ દૂર થયું. સં. ૧૬૩૬માં આ બનાવ બન્યો.
દુહા) અનુકરમેં ગુરુ આવીઆ, અમદાવાદ મઝાર;
મીઠી ગુરુની દેશના, સુણતાં નર ને નાર. ૫૭૨ (ઢાળ ૩૨ – દેશી પ્રણમું પાસકુમાર રે - રાગ ગોડી) સુણે નર નારી વૃંદ રે, હરની દેશના; પુરજન દાને વરસતા એ.
પ૭૩ વિચે વિઘન એક હોય રે, સૂર મયંક પરે,
જિમ રાહ કરતો આપદા એ. પ૭૪ Uણ દષ્ટાંતે જોય રે, રાજનગર માંહે; જલધર તે તાણી રહ્યો એ.
પ૭૫ હાકિમ સાહેબખાન રે, અતિ કરડો નહિં; - તેડું હીરને મોકલ્યું એ.
૫૭૬ પુહુતો હીરસૂવિંદ રે, મળ્યા જઈ ખાનને, દુઆ દેઈ ઊભા રહ્યા એ.
૫૭૭ પૂછી મેઘની વાત રે, કયું નહિ બરસતા; તુહ્મ જલધર ખીલ્યા સહીએ.
૫૭૮ હર કહે સુણ મીર રે, સુભટ જિકો હોય;
સોઈ વછે સંગ્રામને એ. પા. પ૭૩.૧ ઈદ રે પ૭૭.૨ દુઆ કરી
૫૭૯