________________
૭૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
વંછે વૈદ્ય બહુ રોગ રે, મૃત્યુક બાંભણા; સાધુ સુભિક્ષને વંછતા એ.
જો હોય અન્ન સુગાલ રે, ટુકડા કોઈ દીએ; તો ક્યું મેઘકું ખીલીયે એ ? ખીલી ન શકે કોય રે, જ્યં જગ આઉખા; ઘટે વધે નહિં તિલ વળી એ. ઇમ હોય વાત વિચાર રે, ગયો તવ કુંવરજી; ખાન મોહોત બહુ આપીઓ એ. બોલ્યો તવ - વેગે ત્યાંહિ રે, ઝવેરી કુંઅરજી; કુણ જલ ખીલે દોષિઆ એ. ઇનકા પંથ જ તેહ રે, સબકું સુખ વંછે; જલધર બિન સુખ કયું કહું એ. સમજિઓ સાહેબખાન રે, હીરનેં વાળીઓ; લેઈ કુંઅરજી આવીઓ એ. ઉચ્છવ હુઆ અપાર રે, દાન દિયે ઘણાં; યાચકજન સુખીઆ કર્યા એ. પૂજા લુંછણાં દામ હૈ, વહેંચી આપતા; ચઢ્યો કુંઅરજી ટુંકડી એ. કુંઅરજી ઝવેરી જેહ રે, હાકી ઉઠીઓ; હું લાવ્યો ગુરુ હીરને એ. તું કુણ માણસ માંહિ રે, નાસી કિમ ગયો; હાજ૨ હુઓ હવડાં વળી એ. કુંઅરજી ટુંકડી ત્યાંહિ રે, ચૂકી બોલિયો; લાવ્યો તો વળી લાવજે એ.
આઠ દિવસ વનમાંહિ રે, તે ઘાલી કરી; ગયો તલાર કને પાધરો એ.
ફૂંક્યા તેહના કાન રે, તિષ્ણે કહ્યું ખાનનેં; લેવા ઠામ દમડી તણો એ. મોકલ્યા બંદા તામ રે, ઝવેરીવાડમાં; આવ્યા હીરને ઝાલવા એ.
સાહ્મો હીરનો હાથ રે, વલવા કલ પડે; રાઘવ ગંધપ વિચ થયો એ.
૫૮૦
૫૮૧
૫૮૨
૫૮૩
૫૮૪
૧૮૫
૫૮૬
૫૮૭
૫૮૮
૫૮૯
૫૯૦
૫૯૧
૫૯૨
૫૯૩
૫૯૪
૫૯૫
પા. ૫૮૧.૧ તે દીએ ૫૮૬.૨ હીરનેં બોલીઓ ૫૯૨.૧ વચમાંહિ રે ૫૯૫.૨ ગંધવ ટિ. ૫૯૨.૨ તલાર = કોટવાલ ૫૯૫.૨ ગંધ્ર૫ = ગંધર્વ