________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૫૧
અકબરશાહના હુકમથી છ ફરમાન લખવામાં આવ્યાં. તેમાંથી એક ગુજરાતમાં સાહિબખાનને મોકલવામાં આવ્યું. બીજું માલવદેશમાં, ત્રીજું અજમેર, ચોથે દિલીપુર, પાંચમું લાહોર-મુલતાન મોકલાયાં. અને ૬ઠું પોતાની પાસે રાખ્યું.
આમ શ્રાવણ વદ ૧૦થી ભાદરવા સુદ ૬ સુધીના બાર દિવસમાં અસંખ્ય જીવો ઊગરી ગયા. “હજી પણ કાંઈક માગો.” ત્યારે હરિગુરુએ ડામર તળાવ માગ્યું. તે બાર ગાઉના ઘેરાવામાં છે અને માછલાંથી ભરેલું છે. ત્યાં કોઈ જાળ નાખે નહીં. ત્યાં એક દિવસ જીવહિંસા ન થાય એનું ફળ મોક્ષપ્રાપ્તિ.
તે રાત્રે મુનિ ધનવિજય છડીદાર લઈને ડામર તળાવ આવ્યા ને લોકોને જાળ નાખતા અટકાવ્યા. ફરી અકબર હીરને કહે છે, “જો આ વિશ્વમાં બારે માસ કોઈ કોઈને મારે નહિ તો કેવું સારું ! એવો કોઈ દિવસ આવશે ખરો જ્યારે કોઈ કોઈને ખાય નહીં ?” હીર કહે છે “પયગંબરનો જન્મ થાય ત્યારે સહુને સુખશાતા થાય.” બાદશાહ કહે છે, “અમે મુગલ રાક્ષસ જેવા છીએ અને ખૂબ ગુસ્સો-હિંસા કરીએ છીએ. પણ હું ધીરેધીરે છોડીશ જેથી સૌને સુખ થાય.”
(ઢાળ ૫૮ - દેશી ઇલગાની.) શાહ અકબર હુકમિ હુઆ, લખીઆં ખટ ફરમાન;
એક ગુજ્જર દેસે ગયું, શિર ધરે સાહિબખાન;
અકબર રે હીર ગુરુ રે લખી લખી દીએ ફરમાન. ૧૨૯૭ માલવ દેશમાં મોકલ્યું, આવ્યું એક અજમેર;
એક દિલીપુર વર્ચિ, ફરતો નિત ઢંઢેર. અકબર. ૧૨૯૮ લાહોર મુલતાન મંડલિ, ગયું પંચમ ફરમાન; - છઠ્ઠ પાસે રાખ્યું સહી, ઠોરિ કોરિ ગુરુમાન. અકબર. ૧૨૯૯ શ્રાવણ વદી દસમી થકી, પળે દિવસ વળી બાર;
ભાદ્રવા શુદિ છઠ્ઠિ લગિ, ઉગરે જીવ અપાર. અકબર. ૧૩૦૦ ભી કચ્છ માંગો હીરજી, માંગ્યું ડામર તલાવ;
બાર ગાઉ તે ફરતું સહી, ભરીઉં મછેિ સાવ. અકબર.૧૩૦૧ ઓભી મિ છોડ્યો સહી કોઈ ન ડારે જાલ;
એક દિનનું ફલ એટલું, મુગતિ સંત દે ફાલ. અકબર.૧૩૦૨ તેણી રાતિ મુનિ ધનવિજય, લીધા છડીદાર ત્યાંહિ;
ડામર તલાવ આવી કરી, જાલ મને કીઆ માંહિ. અકબર. ૧૩૦૩ ફરી અકબર કહિ હરનિ, જો જગિ બારે માસ;
કો કિસકે મારે નહિ, વે દિન જગમાં ખાસ. અકબર. ૧૩૦૪
પા. ૧૨૯૭.૩ લખી (એક વાર) ૧૩૦૧.૨ સર્વ ૧૩૦૨.૨ શત દે