________________
૬૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
દેખી અચંબહ વાત અપાર, તવ બૂઝ્યા વણોતર ચાર; ઇંદ્ર જિસ્યા નર બૂડ્યા આજ, આપણ રહી સ્યું કરસ્યું કાજ. ૪૯૨ નવે જણા હુઆ એકે ધાત, કાગળ તવ લખીઓ ખંભાત; પાછો લેખ લખે ગુરુરાય, એક શ્રાવિકા દેજો દીક્ષાય. એહવો લેખ ગયો જેણીવાર, શાહ અભેરાજ તવ કરે વિચાર; છાનો ઊઠી આવે આંહિં, ત્રંબાવતી ગુરુ હીર છે જ્યાંહિ. ઊતર્યા શાહ વાઘજીને ઘરે, ફુલેકાં ચઢતાં બહુ પ;
૪૯૩
૪૯૪
૪૯૫
અસવારી આડંબર સહુ, જોવા લોક મિલે તિહાં સહુ. ખુંપ તિલક નિત નવી ભાય, તીન માસ ઈમ ઉચ્છવ થાય; સહમીવત્સલ કીધા બહુ, યાચક જન પહિરાવ્યા સહુ. મહિમંદી પાંત્રીસ હજાર, ખરચી સફળ કર્યો અવતાર;
૪૯૬
છતી ઋદ્ધિનો મૂકણહાર, શ્રેણિકસુત જિમ મેઘકુમાર. ગયસુકુમાલ ઢંઢકુમાર, જંબૂપ મૂક્યો સંસાર;
થાવચ્ચાની પેરેં કરે, વાજંતે વનમાં સંચરે. કંસારીપુર શોભે ત્યાંહિં, આવ્યા સરોવર આંબા જ્યાંહિ; રાયણ ફૈખતળે સંયમલીધ, હીરવિજયસૂરી હાથે દીધ કુંડલ ખુંપ ઉતારે હાર, નરનારી નયણે જલધાર;
મુકે પટોલાં પામરી ચીર, મુનિજન લોચન મૂકે નીર. ગંગા બહિની તજે શિણગાર, પંખીજન રોવે તિણિવાર;
૪૯૭
૪૯૮
૪૯૯
૫૦૦
સાંભરી સહુને રાજીમતી, કોણ વર્ષે સંયમ લે સતી. અમરાદે થે તિહાં દીક્ષાય, જિમ જગ અભયકુમરની માય; નામેં સુનંદા શ્રેણિકનાર, પુત્રમોહેં ન રહી સંસાર. તિમ અમરાદે શ્રમણી હોય, અભરાજ સંયમ લ્યે સોય; ૠષભદત્ત જિમ જંબૂ પૂંઢિ, મોહેં સંયમ લીધો ઊઠી. ભોજાઈ વાણોતર ચ્યાર, તિણે મૂક્યો સંસાર અસાર;
ઇક્ષકાર જિમ સંયમભાર, સેવક ચ્યારતણો પરિવાર. કાર્તિક શેઠ થે સંયમવાટ, સેવક સાથે સહસ ને આઠ; અભયરાજ લિયે સંયમભાર, વાણોતર તિહાં પૂંઠે ચ્યાર. ૫૦૫ મેઘકુમાર તણી એ કથા, જિણે પદારથ મૂક્યા છતા;
હીરહાથે થે સંયમભાર; ભાર પ નાંખ્યો શણગાર.
૫૦૧
૫૦૨
૫૦૩
૫૦૪
૫૦૬
પા. ૪૯૨.૧ અચભઈ ૪૯૬.૨ લહિણાં બહુ ૪૯૯.૧ મિલી આવ્યા સરોવરિ જ્યાંહિ ૫૦૧.૨ કુંણભે
ટિ. ૪૯૨.૧,૨ બૂડ્યા = બોધ પામ્યા ૪૯૯.૨ ડુંખ = વૃક્ષ