SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૮૫ પુસ્તક ભણી રહ્યાં છે. એ સ્વપ્નનો વિચાર કરતાં લાગ્યું કે એમને ચાર સારા શિષ્ય મળશે. અનુક્રમે એ સ્વપ્ન ફળ્યું. શ્રીવંત શાહે – પોતે, પત્ની, પુત્રી, ચાર પુત્રો, બેન, બનેવી અને ભાણેજ એમ દસ જણાંએ મળીને સંયમ લીધો ને મનુષ્ય અવતાર સફળ * કર્યો. ચારે પુત્રો નરરત્નો હતા. તેમાંના એક કુંઅરજી હીરસૂરિના પટ્ટધર વિજયાનંદસૂરિ થયા. બીજા ભાઈ ધારો પંન્યાસ ધર્મવિજય, ત્રીજા અજો પંડિત અમૃતવિજય અને ચોથા ભાઈ મેઘો મેરવિજય ગણિ થયા. આ બધા લાલબાઈ માતાના પુત્રો હતા. પુત્રી સહેજશ્રીઆ સાધ્વી બન્યાં. બહેન રંગશ્રીઆ બન્યાં. બનેવી શાર્દૂલ ઋષિ થયા. ભાણેજ ભક્તિવિજય સાધુ થયા. લાલબાઈ માતા (શ્રીવંત શાહનાં પત્ની) લાભશ્રી સાધ્વી થયાં. કુંવરજી (જે વિજયાનંદસૂરિ થયા)એ જિનધર્મ દીપાવ્યો. જગ આખું એમના ગુણ ગાવા લાગ્યું કે એમણે શ્રીવંત શાહનું નામ રાખ્યું. શ્રીવંત શાહે પ૭ મણ ઘી ખરચ્યું. ૨૦ ગામના લોકો ભેગા મળ્યા. તેમની ભક્તિ કરી અને હીરને હાથે દીક્ષા લીધી. આ જ ગામમાં વરસંગ શાહ નામનો એક ધનાઢ્ય, નવયુવાન વેપારી હતો. એનાં વેવિશાળ છે. ઘેર પકવાન બનાવ્યાં છે. મૃગનયણી સ્ત્રીઓ ગાન કરે છે. મોટા મંડપ ને દ્વારે તોરણ બાંધ્યાં છે. સગાં સ્ત્રીપુરુષો ભોજન લે છે. એ પ્રસંગે વરસંગ ઉપાશ્રયે પહોંચ્યો. માથે ઓઢીને નવકાર ગણતો હતો ત્યારે એક કુમારિકા નારી સાધુને વાંદવા આવી (એ વરસંગની પત્ની હતી.) તેણે વરસંગને ઓળખ્યો નહીં. ભ્રાંતિમાં એણે નરસંગને સાધુ માનીને વાંદ્યો. ત્યારે એક શ્રાવક હસ્યો. કહે, ‘તમને તમારી જ પત્ની વાંદે છે. તો હવે સંસારમાં શીદને પડો છો ? તમને એ ચેતવે છે. ત્યારે વરસંગે કહ્યું કે “તું મને શું હસે છે ! એ મને વાંદશે એવું જ કરીશ.” પોતે ઘેર આવ્યો ને જાહેર કર્યું કે “હું પરણું તો મને જિનની આણ છે.” માતાપિતા સમેત પરિવાર મળ્યો. કહે “તું કેમ પરણવાની ના પાડે છે ? ક્ષણમાં એવો શો વૈરાગ્ય આવ્યો ? અવસર આવે સંસાર ત્યજજો.” વરસંગ કહે “એ અવસર આવ્યો જ છે. જે બોલ બોલ્યો છું તે પાળવો જ રહ્યો. પત્નીના ઉપાલંભથી ધન્નો હેજે રોકાયો નહીં. એકમન થઈ સંયમ લીધો. જ્યારે એ કન્યા મને વાંદી ગઈ ત્યારે શ્રાવકે મને ઉપાલંભ આપ્યો છે (મહેણું માર્યું છે). એટલે હવે જો થોડીપણ લાજશરમ હોય તો ગૃહસ્થાશ્રમ માંડું નહીં. માટે હે માતાપિતા, મને ફરી કાંઈ કહેશો નહીં. કાં તો સંયમ કાં આત્મઘાત.” પછી તેણે ચારે આહારનો ત્યાગ કર્યો એટલે (માબાપે) (દીક્ષા માટે) અનુમતિ આપી. વિવાહ માટે જે પકવાન હતાં તે સાધર્મિકોને જમાડ્યાં. ધન ખરચીને સંયમ લીધો. હીરગુરુએ તેમને દીક્ષા આપી. તે વરસિંગ પંન્યાસ થયા. એમને ૧૦૮ શિષ્યો થયા. એ બધો જ હીરનો પરિવાર થયો. હીરના ભાગ્યનો પાર નથી. હીરગુરુ શિરોહીમાં રહ્યા ત્યારે દેવની પેરે એમનો મહિમા વધ્યો. કારણ એવું બન્યું કે રાસુલતાને સાવલાને કેદમાં રાખ્યા. ઘણા દિવસ વીતી ગયા. ગુના વિના એનો દંડ માગે છે. ને એને છોડે નહીં. સઘળા શ્રાવકો દુભાયા. ધન આપવાને બદલે અન્ય કાંઈ ઉપાય વિચારીએ. સુપાર્શ્વનાથની પૂજા આરંભી. સહુ શ્રાવકો આયંબિલતપ કરવા લાગ્યા. તોયે તે છૂટતો નથી. એકવાર એમ બન્યું કે કોઈ સાધુએ અંડિલ ભૂમિ પડિલેહી નહીં. ત્યારે
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy