________________
૨૬૪
- શ્રાવક કવિ ઋષભદાસકૃત
વિમલહર્ષ ઉપાધ્યાય અને સોમાવિજય મુનિ, તમે બન્ને બધામાં અગ્રેસર છો. તમે તપાગચ્છને દીપાવજો. વિજયસેનસૂરિ ઘણા પુણ્યશાળી છે. તમે બધા સંપીને ચાલજો તો દિવસેદિવસે તમારી પ્રતિષ્ઠાની સંપત્તિ વધતી જશે.
આટલું કહીને હીરસૂરિ આત્મસાધનામાં લીન બન્યા. અતિચાર આલોવ્યા. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, બાર ભેદે તપાચાર, વીર્યાચાર - આ પાંચે આચારમાં લાગેલા અતિચારોને ખમાવે છે.
જીવન, મરણ, ઈહલોક, પરલોક સંબંધી જે કામ ભોગવાંછા થઈ હોય તે પાપ મિથ્યા થાઓ.”
(ઢાલ ૮૯ – સરગે સરપ ન સોધ્યો પામીયે રે. રાગ-મારૂણી.) * વિમલહર્ષ વાચકને તેડીઆ રે, ભાખે એમ ગુરુ હર ધીરો રે;
ગંભીરો રે જેસિંગ હજીય ન આવીઓ રે. ૨૩૩૪ કલ્યાણવિજય ઉવઝાય અંતે નવિ મલ્યા રે, જે જિનશાસનથંભ ધોરી રે;
જેસિંગજી રે ! કુણ અવસરી અલગ રહ્યા રે. ૨૩૩૫ મુજ ઉછંગ જે નાહાનપણિ ઊછર્યો રે, | વિજયસેનસૂરિ સિંહ હા નવિ મલીઓ રે;
નવિ ટલિઓ રે, ભાવિ અવશ્ય પદારયૂ રે. ૨૩૩૬ વિમલહર્ષ ઉવઝાય પરમુખ સહુ સુણો રે, ચિંતા મ કરો કોઈ માહારી રે;
તુલ્તારી રે જેસિંગ આયા પૂરસ્ય રે. ૨૩૩૭ શૂરવીર સત્યવાદી ભાયગનો ધણી રે, મહિમાવંત પુણ્યવંત મોટો રે; લોટો રે અમૃતનો જેસિંગજી રે.
૨૩૩૮ વિદ્યા ચૌદ ને આગમ-અરથ લહિ ઘણા રે, તુલ્લે કરજો તસ સેવ જતિયો રે !
અતિઓ રે છોરુ પરિ તુમ પાલયે રે. ૨૩૩૯ તુર્ભ સાધ સકલ મુજ લાજ વધારજો રે, ચાલજો જેસિંગ કહિણિ રહીયે રે;
કહીયે રે વારવાર મ્યું ? તુહ્મ તણે રે. ર૩૪૦
ટિ. ૨૩૩૮.૧ ભાગનો ધણી = ભાગ્યવંત