________________
૨૧૦
* શ્રાવક કવિ ઋષભદાસકૃત
હીર કહે તન બિન ખુદા, નહિ લોચન મુખ કાન;
અવરણી અરૂપી રે સદા, તેજપુંજાહ જ્ઞાન. ૧૮૩૫ તેણી તસલીમ કેડી પર કરી, દેહી તો હતી આંહિ;
મરીચ લેબ કિમ લ્યાવીઓ, બગલ ન હતી ત્યાંહિ. ૧૮૩૬ ખાન હસ્યો ખોટું લહી, ન ર્યો ફરી જબાપ;
ઘણું વખાણ્યો હીરને, ખુશી થયો નબાબ. ૧૮૩૭ નાદાન નહિ હમ પાતશા, વે હૈ પાકા પીર;
ગુણ દેખી સચ્ચા કીઆ, બોહોત નિવાજ્યા હીર. ૧૮૩૮ હમપે તુલ્બ કછુ માગીયે, હર કહે કરિ મહેર;
ગરજ અધ્યારે કચ્છ નહિ, તુમ દેતે બહુ ખેર. ૧૮૩૯ ના કછુ માગો હીરજી, માગ્યો જગડુશાહ
મુરીદ એ મહારો અછે, જો તુહ્મ દિલમેં આય. ૧૮૪૦ તેડ્યો ખાને વાણીઓ, આપ્યો ગુરુને હાથ;
લાખ રૂપિયા એ લેવા અતિ, ઓ ભી છોડે સાથ. ૧૮૪૧ ઘણી ઘણી મુકાવતો, દીયે સરપા બહુમાન;
હીર વચન જગમાં ભલું, રીજયો આજમખાન. ૧૮૪૨ કવિતા પંડિત જગ ઘણા, બુઝવે નારી બાલ;
પ્રાંહિ પંડિત તે નહિ, સમજાવે ભૂપાલ. ૧૮૪૩ ઘર સુરા રણ પંડિતા, ગામ ગમારાં ગોઠ;
રાજ સભામાંહિ બોલતાં, થર થર કંપે હોઠ. ૧૮૪૪ લાખે એક લખેશ્વરી, સહસે એક સુજાણ;
અબજે એક વક્તા લહું, વેધું કરિ વખાણ. મોઢે માગ્યું જે દીયે, નાપે રાખ્યો શરણ્ય;
પૂછ્યા ઉત્તર જે દીયે, એ જગ વિરલા ત્રશ્ય. ૧૮૪૬ ઉત્તર નરતો આપતો, કરતો હીર સબાબ;
જગસાહ મુંકાવીઓ, બુઝવ્યો ઘણું નબાબ. ૧૮૪૭ ખાને વાલ્યા હીરને, વાજીત્ર તણો નિર્દોષ;
શ્રાવક જન સહુ હરખીયા, હરખ્યા પુરજન લોક. ૧૮૪૮. ધર્મ કાજ સબળાં થયાં, ખરચ તણો નહિ પાર;
ભવિક લોકને ઉદ્ધર્યા, હરે કર્યો વિહાર. ૧૮૪૯
૧૮૪૫
ટિ, ૧૮૩૯૨ ખેર = ખેરાત, દાન ૧૮૪૨.૧ સરપા = સરપાવ, શાબાશી બદલ આપવામાં
આવતો પોશાક, ઈનામ.