Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
४८
વધતું જાય છે, અને છેવટે આત્મશુદ્ધિની પરમ પરાકાષ્ટાને પ્રાપ્ત કરી તે પરમ યોગી શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે-સિદ્ધ બને છે. આ સમત યોગશાસ્ત્રનું નિરૂપણ એ જ વાત સિદ્ધ કરે છે.
જેહ અહંકાર મમકારનું બંધન, શુદ્ધ નય તે દહે દહન જેમ ઇંધન; શુદ્ધ નય દીપિકા મુક્તિ મારગ ભણી, શુદ્ધ નય આથિ છે સાધુને આપણી. શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હોયડે રમે; મલિન વચ્ચે યથા રાગ કુંકુમ તહીન વ્યવહાર ચિત્ત એડથી નવિ ગુણ.”–શ્રી યશોવિજયજી
આમ પરમાર્થપ્રત્યયી ગમાર્ગનું યથાર્થ દર્શન આ ગષ્ટિરૂપ દિવ્ય નયનથી જ થઈ શકે. પરમ ભાવિતાત્મા આનંદઘનજીએ ભાખ્યું છે તેમ “જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર.' આ દિવ્ય નયનની પ્રાપ્તિ કેમ થાય? જે પામેલ હોય તેની પાસેથી પમાય. દીવામાંથી દીવો થાય. કુવામાં હોય તે હવાડામાં આવે. દેખતે હોય તે જ માર્ગ દેખાડે. આંધળે કેમ દેખાડે? આંધળે તે પોતે ખાડમાં પડે ને બીજાને પાડે. એટલે આ દિરય નયનની પ્રાપ્તિ તે ગદષ્ટિરૂપ દિવ્ય ચક્ષુને પામેલા સાક્ષાત્ દૃષ્ટા એવા ભાવગી સદ્દગુરુથી જ થાય, નહિ કે દષ્ટિઅંધ એવા અસદૂગુરુથી. આંધળાની પાછળ આંધળા દોડયા જાય એવી અસદ્દગુરુરૂપ અંધ પુરુષપરંપરા પાસેથી દિવ્ય નયનની આશા રાખવી તે આકાશકુસુમવત્ છે. શ્રી આનંદઘનજીના શબ્દોમાં “પુરુષપરંપર અનુભવ જેવતાં રે અોઅંધ પલાય. કારણ કે જ્યાં લગી મિથ્યાત્વ ટળ્યું નથી, દર્શન દૂર થયા નથી અને સમ્યગદષ્ટિ ખૂલી નથી, ત્યાંલગી પરમાર્થથી દૃષ્ટિઅંધપણું જ કહેવા યોગ્ય છે આ મિથ્યાત્વરૂપ દષ્ટિઅંધપણું તે જન્માંધપણા કરતાં પણ ખરાબ છે; જન્માંધ છે અને દેખતો જ નથી, પણ મિથ્યાદષ્ટિ અંધ છે અને અનર્થ દેખે છે! એટલે આવા દૃષ્ટિઅંધ અસદ્દગુરુ તો પોતે ઉન્માર્ગે જતા હોઈ બીજાને ઉન્માર્ગે દોરી ખાડમાં પાડે, દુર્ગતિની ગર્તામાં નાંખે; માટે સન્માર્ગે જવા માટે તે સદ્ગુરુનું જ નયન-દોરવણી જોઈએ.
વળી દષ્ટિ દૃષ્ટિરાગથી રંગાયેલી હેય, કમળાવાળી હોય, અથવા આડે રંગીન કાચ ધર્યો હોય તે દર્શન પણ તેવું જ રંગાયેલું (Coloured vision) થાય છે, યથાર્થ થતું નથી. તેમ છવની દૃષ્ટિ જો દષ્ટિરાગથી રંગાયેલી હોય, તે તેનું દર્શન પણ તેવું જ રંગાયેલું-વિપર્યસ્ત હોય છે, સમ્યફ હેતું નથી. ઘણી વખત લેકે દષ્ટિરાગની પુષ્ટિને પણ સમ્યગ દષ્ટિપણું માની લેવાની ભ્રાંતિગત ભૂલ કરે છે પણ એ બને કેવળ જૂદી જ વસ્તુ છે, કારણ કે દષ્ટિરાગથી જે દર્શન થાય છે તે તેવા રાગભાવથી રંગાયેલું ને મલિન હોઈ અસમ્યફ હોય છે, અને સમ્યગદષ્ટિથી જે દર્શન થાય છે તે રાગભાવના અનરંજન વિનાનું નિર્મલ ને સ્વચ્છ હાઈ સમ્યફ હોય છે. દાખલા તરીકે–પિતાના કુલધર્મના