Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
४७ III તાત્પર્ય એગદષ્ટિથી દિવ્ય વેગમાર્ગદર્શન. આમ ભક્તિયોગ, જ્ઞાનયોગ ને કમગની સમ્યક વ્યવસ્થારૂપ ગમાર્ગનું યથાર્થ દર્શન સમ્યક એવી યુગદષ્ટિથી જ થાય છે; આ દિવ્ય નયનથી જ જિનમાર્ગનું દિવ્ય દર્શન થાય છે. આ પરમાર્થ દષ્ટિ વિના તે બધુંય અંધારૂં છે. “આંખ વિનાનું અંધારું રે એ લેક્તિ અહી પરમાર્થમાગમાં સાવ સાચી જણાય છે. દષ્ટિઅંધતા ટળી ન હોય ત્યાંસુધી આધ્યાત્મિક એવા મોક્ષમાર્ગનું અથવા જિનના મૂળમાર્ગનું દર્શન થાય નહિં; જિનને આ અધ્યાત્મપ્રધાન પરમાર્થમાગ દેખવા માટે તે આ દિવ્ય ગદષ્ટિનું ઉન્મીલન થવું જોઈએ, અને જીવની દૃષ્ટિઅંધતા ટળવી જોઈએ. આ અંતરંગ માર્ગનું દર્શન ગાડરીઆ પ્રવાહ જેવી બહિરંગ એવદષ્ટિથી ન જ થઈ શકે. એટલા માટે જીવની એ ગતાનુગતિક ગાડરીઆ પ્રવાહ જેવી લૌકિક ઓઘદૃષ્ટિ દૂર કરાવી, દિવ્ય જિનમાર્ગના યથાર્થ દર્શનાથે આધ્યાત્મિક દ્રષ્ટિ અપવા માટે જ, અને યોગબિન્દુના પ્રાંતે “ો: સ્તાવો ઢોવર ” લેક યોગદષ્ટિવાળે થાઓ !—એ પિતાના આશિર્વચનને જાણે ચરિતાર્થ કરવાને અર્થે જ આર્ષદ્રષ્ટા મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ આ “ગદષ્ટિસમુચ્ચય' ગ્રંથનું નિર્માણ કરેલું દશ્ય થાય છે. કારણ કે તેવી દષ્ટિના અભાવે અલૌકિક આધ્યાત્મિક માગને પણ ગતાનુગતિક લેકો લૌકિક દૃષ્ટિએ–ઘદૃષ્ટિએ દેખે છે ! મહાત્મા આનંદઘનજી પિકાર કરી ગયા છે કે “ચરમ નયણુ કરી મારગ જેવતે રે, ભૂલ્યા સયલ સંસાર.”
પણ જિનને–વીતરાગને રત્નત્રયીરૂપ મૂળમા તે કેવળ શુદ્ધ આત્મપરિણતિરૂપ હોઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમાર્થ માર્ગ છે, અંતરંગ ભાવમાગે છે. જાતિ-વેષના ભેદ વિના જે કંઈ પણ આ યક્ત મોક્ષમાર્ગ સાધે છે, આત્મામાં પરિણમાવે છે, તે જ મોક્ષ પામે છે. અર્થાત્ શુદ્ધ આત્માને જાણ, શ્રદ્ધા ને આચરે એ જ એક સનાતન નિશ્ચય સાધ્ય લક્ષ્યમાં રાખી, સમસ્ત દ્વાદશાંગીને સારરૂપ “શુદ્ધ નયદીપિકા' પ્રત્યે નિરંતર દૃષ્ટિ ઠેરવી, તેના સતસાધનરૂપ પરમાર્થ સાધક શુદ્ધ વ્યવહારને જે સેવે છે, નિશ્ચય-વ્યવહારને સમન્વય સાધે છે, તે જ મોક્ષ પામે છે. કારણ કે સ્વરૂપભ્રષ્ટ થવાથી જ આત્માનું સંસાર પરિભ્રમણ થયું છે, અને સમસ્ત વ્યવહારનું પણ પ્રધાન ને એક જ પ્રોજન આત્માને સ્વરૂપમાં આણી “નિજ ઘર” પધરાવવાનું છે. એટલે વ્યવહા૨ સમ્યગદર્શન–જ્ઞાનચારિત્રરૂપ વ્યવહાર રત્નત્રયીની ઉત્તરોત્તર શુદ્ધિ દ્વારા આ સ્વરૂપ આપણરૂપ પ્રથમ ભૂમિકા નિજ પદ પ્રાપ્ત કરી, જીવ નિશ્ચયરત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને સાધક-સાધુ બની, ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને-દશાઓને સ્પર્શતે સ્પર્શ મોક્ષમાર્ગે આગળ
*"जह जिणमयं पवज्जह मा ववहारणिच्छए मुयए ।
Uા વિના ૪િ= તિર્થં અomળ ? ” – આર્ષવચન “सुद्धो सुद्धादेसो णायव्वो परमभावदरिसीहिं । વવાણિયા કુળ ને ટુ દિવા માગે છે – શ્રી સમયસાર, ગા. ૧૨