Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૪૬
છે, તેા કેાઈ કેવળ - શુષ્કજ્ઞાની ' થઈ પડયા છે, ને પાતે મેાક્ષમાર્ગ આરાધે છે એમ માને છે,જે દેખી પરમ કૃપાળુ સહૃદય સંતજનેને કરુણા ઉપજે છે. અત્રે જે ક્રિયાજડ લેક છે તે પ્રાયઃ બાહ્ય વ્યવહાર સાધનને સાધ્ય માની બેઠા છે ને મુખ્ય નિશ્ચય સાધ્યને ભૂલી ગયા છે. એટલે તેઓ અનુપયેાગપણે ક્રિયાજડપણે યંત્રવત્ બાહ્ય દ્રવ્ય ક્રિયા કર્યાં કરે છે, પણ નિજ સ્વરૂપની સાધક એવી અંતરંગ આત્મપરિણતિરૂપ ભાવક્રિયાનેઅધ્યાત્મક્રિયાને પ્રાયે સ્પર્શતા નથી, કંઈ પણ અતભેદ અનુભવતા નથી, વળી તેઓ જ્ઞાનમાગ ના નિષેધ કરે છે. અને જે શુષ્કજ્ઞાની જનેા છે, તે શુષ્કજ્ઞાનની સુક્કી લૂખી ‘વાતેા’ જ કરે છે, અધ-મેક્ષ આદિ કલ્પના છે એમ કહે છે, પણ પાતે તે મેહાવેશમાં ને સ્વચ્છ દે વત્ત છે; તેએ નિશ્ચયનય · માત્ર શબ્દની માંહ્ય’ ગ્રહે છે અને સર્વ્યવહારના લેાપ કરે છે; તેઓ જ્ઞાનદશા પામ્યા નથી ને સાધનદશા છેડી દ્યે છે; આવા ‘નામ અધ્યાત્મી ’શુષ્કજ્ઞાનીઓના જે સંગ પામે તે પણ મૂડી જાય.
X
66
t
જ્ઞાનદશા પામ્યા નહિ, સાધન દશા ન કાંઈ;
પામે તેના સ`ગ જે, તે બૂડ ભવમાંહિ.
નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નેય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેાય. ''—શ્રી આત્મસિદ્ધિ
આમ ક્રિયાજડ જીવા વ્યવહારના આગ્રહી હેાઈ નિશ્ચયનિરપેક્ષ હાય છે, તેથી માક્ષમાગના અધિકારી છે; અને શુષ્કજ્ઞાની જીવા નિશ્ચયના આગ્રહી હેાઇ વ્યવહાર-નિરપેક્ષ વર્તે છે, તેથી તેઓ પણ મેાક્ષમાના અનધિકારી જ છે. આ ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની બન્નેય ‘મ્હારું તે સાચું' એમ માનનારા મતાથી જ છે, પણ ‘સાચું તે મ્હારું' એમ માનનારા આત્માથી નથી. પણ સાચા આત્માથી હોય તે તે પરમાર્થ રૂપ નિશ્ચય અને તેના સાધક સદ્વ્યવહારનેા સુમેળ જ સાધે; નિશ્ચયવાણી સાંભળી સત્ સાધન છેાડી દીએ નહિ, પણ નિશ્ચયને નિર ંતર લક્ષ્યમાં રાખી, તે જ સત્ સાધને સેવ્યાં કરે અને આમ જ્ઞાન ને ક્રિયા એ બન્ને નયની પરસ્પર તીવ્ર મૈત્રી કરવી, શુદ્ધ આત્મજ્ઞાન ને રાગદ્વેષરહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતિરૂપ ક્રિયાને-ચારિત્રનેા સમન્વય સાધે, તે અવશ્ય શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેાક્ષની સિદ્ધિ થાય. શ્રી યશાવિજયજીએ સુભાષિતમાં કહ્યુ છે તેમ ક્રયાગના સમ્યક્ અભ્યાસ કરી, જ્ઞાનયેાગને સમાશ્રિત થયેલા પુરુષ ધ્યાનયેાગ પર ચઢી માક્ષયેાગને પામે, ' ×
“ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાથે; વચનનિરપેક્ષ વ્યવહાર સ`સાર ફુલ, સાંભળી આદરી કાંઈ રાચે ’”—શ્રી આનંદઘનજી.
कर्मयोगं समभ्यस्य, ज्ञानयोगं समाश्रितः । ध्यानयोगं समारुह्य, मोक्षयोगं प्रपद्यते ।। "
—શ્રી અધ્યાત્મસાર.