Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
४४
દ્રવ્ય આજ્ઞાનો અધિકાર-હળુકમી, મંદકષાયી, મંદવિષયી, અતીત્રપરિણામી, અંતરંગ વૈરાગ્યવાસિત, સાચા માર્ગજિજ્ઞાસુ, તીવ્ર તત્ત્વપિપાસુ, એવા ઉત્તમ ગુણલક્ષણસંપન્ન અપુનબંધકાદિx દશાવિશેષને પામેલા મુમુક્ષુઓને જ છે એમ શ્રી હરિભદ્રસૂરિએ ચકખે ચકખું કહ્યું છે, કારણ કે તેવી પ્રધાનરૂપ દ્રવ્ય ક્રિયા જ કથારૂપ વિશિષ્ટ ભાવ ઉત્પન્ન કરવાને ગ્ય એવી હોય છે. આ અપુનબંધકાદિ દશા પૂર્વે સમૃદુ-બંધકાદિને તે અપ્રધાનરૂપ દ્રવ્ય ક્રિયા હોય છે, કારણ કે તે દ્રવ્ય આજ્ઞાનું પાલન પણ અનુપગપણેક્રિયાજડપણ કરે છે, એટલે તેઓ દ્રવ્યથી પણ અત્રે મોક્ષમાર્ગની યોગ્યતા ધરાવતા નથી.
અનુપયોગો દ્રશૈ” અનુપયોગ–ઉપયોગ રહિતપણું તે દ્રવ્ય એ વ્યાખ્યા પણ ઉક્ત સર્વ વસ્તુને પુષ્ટ કરે છે. આમ વિશિષ્ટ ભાવને ઉત્પન્ન કરનારી પ્રધાન દ્રવ્ય ક્રિયાને જ શાસ્ત્રકારે ગમાર્ગમાં સ્થાન આપ્યું છે,–નહિં કે અનુપયેગવંત કિયાજડ એવી અપ્રધાન દ્રવ્ય કિયાને. મિત્રાદષ્ટિ આદિ પહેલી ચાર દૃષ્ટિમાં દ્રવ્ય વંદનાદિ છતાં તેને યેગમાર્ગમાં ગણી તેનું રહસ્ય પણ એ જ છે કે તેમાં ભાવજનન મેગ્યતાવાળી પ્રધાન દ્રવ્ય ક્રિયા હોય છે. આમ આવી દ્રવ્ય ક્રિયાને પણ અત્ર યથાયોગ્ય સ્થાન છે જ, કારણ કે દ્રવ્યને સાધ્ય લક્ષ્ય પણ ભાવ જ છે, દ્રવ્યના આલંબને પણ ભાવ પર જ ચઢવાનું છે, અને ભાવ પર આવ્યું જ છૂટકે છે. આ ભાવ એટલે આત્મભાવ, આત્મામાં તથારૂપ જ્ઞાનદર્શન-ચારિત્રાદિ ગુણનું ભવન-પરિણમન, આત્મસ્વભાવ પરિણતિ. આખો જિનમાર્ગ મુખ્યપણે આ ભાવ પર રચાયેલ છે, ભાવ એ જ એનું જીવન છે, તે ન હોય તે ખાલી ખોખું જ રહે છે. “મારિયાઃ પ્રતિદઢત્તિ માવશૂન્યા: ' દ્રવ્ય અને ભાવની તુલના કરતાં શ્રી ગદષ્ટિસમુચ્ચયકારે કહ્યું છે કે શુદ્ધ ભાવ અને ભાવશૂન્ય ક્રિયા એ બેની વચ્ચે સૂર્ય અને આગીઆ જેટલું અંતર છે. “શુદ્ધભાવ ને શૂની કિરિયા, બહુમાં અંતર કેતેજી? ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી.”—. દ. સઝાય. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધમ રુચિહીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન ?ચંદ્રાનન.”—શ્રી દેવચંદ્રજી, અપુનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાયે જિનઆણા, મારગ ભાષે જાણુ.”– શ્રી યશોવિજયજી.
જેટલું આ દ્રવ્ય ક્રિયા માટે સત્ય છે તેટલું જ દ્રવ્યશ્રુતજ્ઞાન માટે પણ છે, કારણ કે શાસ્ત્ર એ જ્ઞાનપ્રાપ્તિના ઉત્તમ નિમિત્તરૂપ-સાધનરૂપ હોઈ ઉપચારથી તેને જ્ઞાન કહ્યું છે, માટે એકલા દ્રવ્યશ્રુતજ્ઞાનના શુકપાઠ જેવા શુષ્ક જ્ઞાનથી કાંઈ જ્ઞાન થયું કહેવાતું નથી, પણ જે તેનું ઉત્તમ નિમિત્ત પામી આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે અર્થાત
"एते अहिगारिणो इह ण सेसा दव्वओ वि जं एसा। રૂચી કોયાણ રેતાળ ૩ ઘાત્તિ | ” શ્રી પંચાશક,