________________
૧૪ વક્રોક્તિજીવિત
[૧-૭ પરસ્ત્રીઓના કટાક્ષેથી બીતે એ ચંદ્ર, નવા કમળના કંદના અંકુરની કાન્તિવાળી કળાઓને એક બે ત્રણ એમ ધીમે ધીમે પ્રગટ કરતે જાણે છાને માને ઊગી રહ્યો છે.” ૧૪
આ બે શ્લેકે વચ્ચેનું અંતર સહદને સમજાય એવું છે એટલે તેઓ જ એને નિર્ણય કરે.
શ્રી દાસગુપ્ત બીજા લેકને ચડિયાત ગણે છે અને મોટા ભાગના વાચકને પણ એમ જ લાગશે, છતાં નેધવું જોઈએ કે આચાર્ય વિશ્વેશ્વર અને ચૌખંબા આવૃત્તિના સંપાદક શ્રી રાધેશ્યામ શર્મા પહેલા કલેકને ચડિયાત લેખે છે.
આ ઉપરથી એમ નક્કી થયું કે કેવળ રમણીય શબ્દથી કે કેવળ રમણીય અર્થથી પણ કાવ્ય બનતું નથી. એટલે કહ્યું છે કે –
બીજા અનેક આલંકારિક રૂપકાદિ (અર્થના) અલંગ કારનું અનેક રીતે નિરૂપણ કર્યું છે. સ્ત્રીનું મુખ સુંદર હોય તેયે અલંકાર વગર શોભતું નથી.” ૧૫
બીજા રૂપકાદિ (અર્થના) અલંકારોને બાહ્ય કહે છે. નામ અને ક્રિયાપદના વ્યાકરણશુદ્ધ પ્રગને જ તેઓ વાણીના અલંકાર માને છે.” ૧૬
એને જ સૌશબ્દ કહે છે. અર્થાલંકાર એવા નથી. પણ અમને તે શબ્દના અને અર્થના બંને પ્રકારના અલંકાર ઈષ્ટ છે.” ૧૭ (આ લે કે ભામહના “કાવ્યાલંકાર'માં (૧/૧૫-૧૭) આવે છે.)
આથી શબ્દો અને અર્થો બંને ભેગા મળીને કાવ્ય થાય છે એમ થયું. આ રીતે, બંને મળીને કાવ્ય થાય છે એવું પ્રસ્થાપિત થયા છતાં, કોઈ વાર એ બેમાંથી કેઈ એક સહેજ ઊણે હાય તેયે કાવ્ય ગણાઈ જાય, માટે કહે છે કે હિતૌ - બંને સહિતભાવથી, સાહિત્યથી રહેલા હોવા જોઈએ.
અહીં કોઈ કદાચ એમ કહે કે એ બંને વચ્ચે વાગ્યવાચકને