________________
૧૧-૯]
વતિજીવિત ર૧
એક જ અને બીજા શબ્દો હોવા છતાં વિવક્ષિત અર્થને જે એકમાત્ર વાચક હોય તે જ શબ્દ કહેવાય, અને જે પિતાના સ્વભાવના સૌદયથી સહૃદયને આનંદ આપે એ હેય તે જ અર્થ કહેવાય.
કાવ્યમાં તે તે જ શબ્દ કહેવાય જે કાવ્યને ગ્ય બધી સામગ્રી ધરાવતું હોય. જે વિવક્ષિત અર્થને એકમાત્ર વાચક હોય, જે અર્થ કહેવા ધાર્યો હોય તેને વ્યક્ત કરનારો જે એકમાત્ર શબ્દ હોય અર્થાત તે અર્થને વ્યક્ત કરનારા બીજા અનેક શબ્દ હોવા છતાં જે એક જ શબ્દ કવિને ઈષ્ટ અર્થ (છાયા) બરાબર વ્યક્ત કરતે હોય તે જ શબ્દ કહેવાય. તેથી જ્યાં સામાન્યનું કથન કરવાનું હોય ત્યાં વિશેષનું કથન કરનાર શબ્દ નહિ ચાલે. જેમ કે –
“હે મકરાકર સમુદ્ર, મજઓથી ઊછળતા પથ્થરના કઠોર પ્રહારોથી તે આ રત્નનું અપમાન ન કર. શું (એ રત્નમાંના જ એક) કૌસ્તુભરને સ્વયં પુરુષોત્તમને તારી આગળ યાચના માટે હાથ લંબાવવાની ફરજ નથી પાડી?” (ભલ્લટશતક-૬૨) ૨૫
આ કલેકમાં શરૂઆત રત્ન સામાન્યની એટલે કે બધાં જ રત્નની પ્રશંસાથી કરી છે, પણ પછી ઉપસંહાર કૌસ્તુભ એમ એક વિશેષ રત્નનું નામ દઈને તેની ખાસ પ્રશંસા કરીને કર્યો છે, તેથી શરૂઆત અને ઉપસંહાર વચ્ચે વૈષમ્ય પદો થયું છે અને તે સુંદર લાગતું નથી. એમ પણ કહી શકાય એમ નથી કે કઈ એક રત્નમાં જે ગુણે હોય તે સર્વસામાન્ય બધાં જ રત્નમાં પણ હેય જ. કારણ કે–
ઘેડા, હાથી, લેખંડ, લાકડું, પથ્થર, વસ્ત્ર, સ્ત્રી, પુરુષ અને પાણી – એમાં પરસ્પર જે અંતર હોય છે તે બહુ મોટું હોય છે.” (તત્રાખ્યાયિકા, ૧-૪૦) ૨૬