________________
૩૪ વક્તિજીવિત
. [૧-૧૪-૧૫ | સ્વભાવને જે અલંકાર માનીએ તે, એટલે કે વસ્તુને પિતાને
જે સ્વભાવ હોય તેને જ અલંકાર માનીએ અને તેના સિવાય કોઈ બીજો અલંકાર જાયે હોય તે બે સ્થિતિ સંભવે. કઈ? તે કે કાં તે સ્વભાક્તિ અને તે સિવાયના બીજા અલંકારના ભેદનું જ્ઞાન સ્પષ્ટપણે થાય અથવા કોઈ વાર અસ્પષ્ટપણે થાય. જે એ જ્ઞાન સ્પષ્ટપણે થાય તે બધાં જ કાવ્યમાં એકમાત્ર સંસૃષ્ટિ અલંકાર જ છે એમ માનવું પડશે. અને જે એ જ્ઞાન અસ્પષ્ટપણે થાય તે બધાં જ કાવ્યમાં એકમાત્ર સંકર અલંકાર જ છે એમ માનવું પડશે. તે એમાં બગડી શું ગયું? એમ કહેતા હે તે કહેવાનું કે તે બીજા અલંકારોને અવકાશ જ નહિ રહે. એટલે કે ઉપમા વગેરે બીજા અલંકારને ક્યાંય સ્થાન જ નહિ મળે. અને તેથી તેમની વ્યાખ્યા કર્યાને પણ કશો અર્થ નહિ રહે. જે સંસૃષ્ટિ અને સંકર એ બેને જ બીજા અલંકારેને વિષય માની લઈએ (એટલે કે બીજા બધા અલંકારે સંસૃષ્ટિ અને સંકર રૂપે જ મળશે, સ્વતંત્ર રૂપે નહિ, એમ માની લઈએ) તે તેથી પણ કશું રંધાતું નથી. કારણ, (સ્વભાક્તિને અલંકાર માનનાર) આચાર્યોએ જ એવું સ્વીકાર્યું નથી. એટલે આકાશચર્વણ જેવી આ મિથ્યા ચર્ચા આગળ ચલાવવાને અર્થ નથી.
ફરીથી પ્રસ્તુત વાત ઉપર આવીએ તે કોઈ પણ વસ્તુનું કાવ્યવ્યાપારના વિષય તરીકે વર્ણન કરવું હોય તે સહદને આનંદ આપે એવા તેના સ્વભાવનું જ કાવ્યના વિષયભૂત શરીર તરીકે વર્ણન કરવું જોઈએ અને તેમાં યચિત સૌદર્યવર્ધક અલંકાર
જ જોઈએ. માટે પહેલાં (નવમી કારિકામાં કહ્યું છે કે પિતાના સ્વભાવના સૌંદર્યને લીધે સહદને આનંદ આપતે હોય તે અર્થ”, અને (દસમી કારિકામાં કહ્યું છે કે એ બંને શબ્દ અને અર્થ) તે અલંકાર્ય છે”
આમ, શબ્દ અને અર્થના સાચા અર્થ જણાવ્યા એટલે (સાતમી કારિકામાંની) કાવ્યની વ્યાખ્યામાંના એક શબ્દ “શ દાર્થોની