________________
૧-૧૩-૧૪-૧૫]
વકૅક્તિછવિત ૩૩ સ્વભાવયુક્ત વસ્તુ જ વર્ણન કે કથનને વિષય બની શકે છે. તમે જે એ સ્વભાવકથનને જ અલંકાર કહો તે તે ગાડાવાળાનાં વચનને પણ સાલંકાર (કાવ્ય) કહેવાને વારે આવે, કારણ, તેમાં સ્વભાવવર્ણન હોય જ છે. એ જ વાત બીજી યુક્તિ એટલે કે દલીલથી કહે છે—
૧૩ શરીરને જ અલંકાર કહે તે એ બીજા શાને શણુગારે? કઈ કદી પોતાના ખભા ઉપર ચડી શક્તા નથી.
કઈ પણ વસ્તુનું વર્ણન કરવું હોય તે તેને સ્વભાવ જ વર્ણવો પડે. અને તે તે વર્ષ વિષય એટલે કે શરીર થયું. એ શરીરને જ જે તમે અલંકાર કહે તે એના સિવાય બીજું શું રહે છે જેને એ શણગારે? (પિતાને જ શણગારે એમ કહે તે એ તર્કવિરુદ્ધ છે. કારણ) કેઈ પિતે પિતાના ખભા ઉપર ચડી શકે નહિ. શરીર જ શરીરના ખભા ઉપર ચડે એવું કદી બનતું. નથી. કારણ, (સ્થિર રહેવું અને ચડવું) એ બે ક્રિયાઓ પરસ્પર વિરોધી છે.
બે ઘડી દલીલને ખાતર માની લઈએ કે સ્વભાવ એ અલંકાર છે, તેયે–
૧૪ સ્વભાવને જે અલંકાર માનીએ તે તેના સિવાયને કેઈ બીજ અલંકાર જાયે હેય ત્યારે કાં તે તે બંનેને ભેદ સ્પષ્ટપણે જણાશે અથવા અસ્પષ્ટપણે જણાશે.
૧૫ | ભેદ જે સ્પષ્ટપણે જણાય તો બધે જ સંસૃષ્ટિ છે, અને અસ્પષ્ટપણે જણાય તો બધે જ સંકર છે, એમ માનવું પડશે અને પછી બીજા અલંકારેને અવકાશ જ નહિ રહે.