________________
૩૨ વક્તિછવિત
[૧-૧૨ અહીં સ્વભાતિવારી પૂર્વપક્ષ એમ કહે છે કે તમે જ પહેલાં એવું પ્રસ્થાપિત કર્યું છે કે અલંકાર સાથેનું અખંડ વાય જ કાવ્ય કહેવાય છે (૧-૬), (એટલે કે આ અલંકાર્ય અને આ અલંકાર એવું નથી.) છતાં અહીં કેમ આમ કહો છો? (એટલે કે અહીં સ્વભાવવર્ણન જો અલંકાર હોય તે અલંકાર્ય શું રહે, એમ કેમ પૂછે છે? અમે પણ તમારી પેઠે માનીએ છીએ કે અલંકાર્ય અને અલંકાર એ ભેદ કાવ્યમાં હેતે જ નથી.)
એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે અમે એમ કહ્યું છે એ વાત સાચી, પરંતુ ત્યાં તે અલંકાર્ય અને અલંકાર એવા વિભાગ સાચેસાચ ન હોવા છતાં સમજણ સ્પષ્ટ કરવા માટે એવા વિભાગ પાડયા હતા. વાક્ય અખંડ હોવા છતાં તેના પદ અને વાક્ય અથવા પદ અખંડ હોવા છતાં તેના વર્ણ અને પદ એવા વિભાગ સમજણ સ્પષ્ટ કરવા માટે પાડીએ છીએ તેવું એ છે, એમ અમે પહેલાં કહ્યું જ છે. આ જ વસ્તુ બીજી રીતે આમ કહી શકાય
૧૨ સ્વભાવના ઉલેખ વિના તે કઈ વસ્તુની વાત જ ન થઈ શકે. કારણ, સ્વભાવ વગર તે વસ્તુ જ નિરૂપા બની જાય.
સ્વભાવના ઉલ્લેખ સિવાય તે કોઈ વસ્તુની વાત જ ન થઈ શકે. અહીં વસ્તુ એટલે વર્ય વિષય. કેમ ન થઈ શકે? તે કે સ્વભાવ વગરનું વસ્તુ નિરુપાખ્ય થઈ જાય છે, એટલે તેનું વર્ણન જ થઈ શકતું નથી, તે શબ્દવાઓ જ રહેતું નથી. કારણ, સ્વભાવ શબ્દની વ્યુત્પત્તિ એવી છે કે જેના વડે કથન કે જ્ઞાન થાય તે ભાવ. જેના વડે પિતાનું એટલે કે કોઈ વસ્તુનું કથન અથવા જ્ઞાન થાય તે સ્વભાવ. એટલે એ સ્વભાવ જ દરેક વસ્તુના વર્ણન અને જ્ઞાન રૂપે વ્યવહારનું કારણ થઈ પડે છે. સ્વભાવ વગરની વસ્તુ તે સસલાના શિંગડાની પેઠે શબ્દ અને જ્ઞાનને અગોચર બની જાય છે. મતલબ કે તેનું વર્ણન કે જ્ઞાન થઈ શકતું નથી. કારણ,