________________
૩૦ વક્રોક્તિજીવિત
[૧-૧૦ રૂઢિ નથી તેમ અહીં પ્રયોજન પણ નથી એટલે અહીં નેયાર્થષ થયે છે. હારની અતિશયતા બતાવવી એ અહીં પ્રયોજન છે એવું કહી શકાય એમ નથી, કારણ, ચંદ્ર ઉપમાન હોઈ ગુણમાં ચડિયાતો છે, અને તેને ઉતારી પાડવાથી મુખને જ ઉતારી પાડવા જેવું થાય છે.
ભામહ પ્રમાણે “અપાર્થ એટલે અર્થ વગરનું. એ દોષ શબ્દમાં તેમ જ વાકયમાં સંભવે છે. જ્યારે છૂટક છૂટક શબ્દોને અર્થ થતો હેય પણ તે શબ્દો ભેગા થતાં તેમાંથી અર્થ ન નીકળતો હોય ત્યારે શબ્દગત અપાર્થ દેષ ગણાય. જેમ કે, “ઝાડ, રસ્તા, પથ્થર, પાણી.”આમાં દરેક શબ્દને અર્થ થાય છે, પણ એ ચાર ભેગા થતાં કશો અર્થ નીકળતો નથી. એ જ રીતે, જ્યારે પ્રત્યેક વાક્યને અર્થ થતો હોય પણ તે ભેગાં થતાં તેમાંથી કશો અર્થ નીકળતું ન હોય ત્યારે વાWગત અપાથદોષ ગણાય. જેમ કે, “દેવે સમુદ્રને પી જાય છે. હું જરાથી પીડાઉ છું. આ વાદળો ગજે છે. હરિને ઐરાવત પ્રિય છે. આ ચારેય વાક્યોમાંના દરેકને -સ્વતંત્ર રીતે અર્થ થાય છે, પણ એ ચાર ભેગાં થતાં તેમાંથી કશો સંબદ્ધ અર્થ નીકળતું નથી. એટલે એ વાક્યગત અપાર્થ દેષનું દષ્ટાંત છે.
આમ, કાવ્યમાં પ્રજાતા શબ્દો અને અર્થોનું સ્વરૂપ તેમના પ્રસિદ્ધ સ્વરૂપ કરતાં જુદું જ હોય છે એમ કહ્યા પછી વધુમાં કહે છે કે કાવ્યમાં માત્ર એટલું જ પૂરતું નથી, તેમાં જુદા જ પ્રકારનું વૈચિગ્ય કહેતાં સૌદર્ય પણ હોવું જોઈએ.
કહે છે –
એ બંને (શબ્દ અને અથ) તે અલકાય છે, અને વિદગ્ધતાપૂર્વકની નશીલીરૂપ વક્રોક્તિ જ એમને અલંકાર ગણાય છે.
એ બંને એટલે કે શબ્દ અને અર્થ બંને તે અલંકાર્ય એટલે કે અલંકૃત કરવા જેવા, અર્થાત્ કોઈ શોભા વધારનાર અલંકારથી શણગારવા જેવા છે. તે શણગાર અથવા અલંકાર કર્યો? તે કે (શબ્દ અને અર્થ) બે હોવા છતાં તેમને અલંકાર તે એક જ છે. તે કે? તે કે વક્રોક્તિ જ પ્રસિદ્ધ કથનથી જુદી જ વિચિત્ર