________________
૨૮ વક્તિજીવિત
[૧-૯ વહન કરનાર છું. એમ કહીને પિતે સંદેશાનું વહન કરી શકે એમ છે, એવું સૂચન કર્યું છે. વળી, હું કેવું ? તે કે “પ્રવાસીઓના સમૂહને ઉતાવળ કરાવું છું. એટલે કે તેઓને વહેલા વહેલા ઘરભેગા થવા પ્રેરું છું. કેવા પ્રવાસીઓને? તે કે “વિશ્રામ કરતા'. એટલે કે જેઓ થાકી ગયા છે, વિશ્રામ કરે છે.) ઉતાવળ કરી શકે એમ નથી એવા. વૃન્હાનિ – “સમૂહને શબ્દ એમ સૂચવે છે કે હું અનેક પ્રવાસીઓને આ પ્રમાણે ઉતાવળ કરાવું છું એટલે મને એને અભ્યાસ કહેતાં મહાવરે છે. (હું એમાં પાવર છું.) કેવી રીતે ઉતાવળ કરાવું છું? તે કે માત્રાધેર્ધ્વનિમિઃ ‘ગંભીર અને મધુર ધ્વનિથી”. એટલે કે વિદગ્ધ દૂતના પ્રચક શબ્દ જેવા માધુર્યથી રમણીય અવનિ વડે. ક્યાં વિશ્રામ કરતા? તે કે “માર્ગમાં. એનું સૂચન એ છે કે હું તે જે કોઈ મળી જાય તેને ગમે તેમ કરીને ઝટ ઘેર જવા પ્રેરું છું. તે પછી મારા મિત્રના પ્રેમને ખાતર પ્રયત્નપૂર્વક હું ઉતાવળ કેમ ન કરાવું? પ્રવાસીઓના સમૂહ કેવા? તે કે “અબલાની વેણીને છેડવાને ઉત્સુકી. અહીં “અબલા શબ્દથી તેમની પ્રિયતમાઓની વિરહદના સહન કરવાની અશક્તિ સૂચવાય છે. વેણુ છોડવાને ઉત્સુક એમ કહેવાથી તેમના મનને પત્ની પ્રત્યેને અનુરાગ કહેતાં પ્રેમ ધ્વનિત થાય છે. એટલે આ
કને અર્થ એ થયું કે ભાગ્યવશાત્ વિરહ વેદના વેઠતાં અને પરસ્પર અનુરાગવાળાં બધાં પ્રેમીજનેને સમાગમનું સુખ પ્રાપ્ત કરી આપવારૂપ મિત્રકાર્ય કરવાનું મારું હમેશનું વ્રત છે. અહીં કવિએ મેઘરૂપ પદાર્થને જે સ્વભાવનું વર્ણન કર્યું છે તે જ, ખરું જોતાં, એ પ્રબંધમાં મેઘદૂતરત્વનું જીવિત છે. એટલે એ કાવ્ય કાવ્યમર્મને અત્યંત આલાદક થઈ પડે છે.
એથી ઊલટું, જેમાં અર્થ સહદને આનંદ આપે એ ન હોય, તેવું ઉદાહરણ
અધ્યા નગરીની ભાગોળે જ ઉતાવળે ઉતાવળે બેચાર ડગલાં ચાલીને શિરીષ જેવી કે મળ સીતાએ “આજે