________________
વક્રાતિજીવિત ૨૭ આ લેકમાં કયા મુનિ? તે વાલ્મીકિ એમ માત્ર નામ દેવાને બદલે “નિષાદે મારી નાખેલા પંખીને જેવા માત્રથી ઉત્પન્ન થયેલ જેમને શેક લેકત્વને પામ્યું હતું તે” એમ કહ્યું છે, એમાં કવિને અભિપ્રાય એ છે કે એવા એ મુનિ, આવી દશામાં આવી પડેલી જનક રાજાની પુત્રીને જોઈને જરૂર વિવશ બની જાય અને તેમના અંતરમાં જે ભાવ જાગે તે કરુણરસને પરિપષ કરવામાં ઉપયોગી નીવડી સહુદના હૃદયને આનંદ આપનાર થઈ પડે.
આમ, અહીં વાલ્મીકિને એ એક ગુણ વર્ણવ્યો છે, જે રસપરિ. પિષમાં ઉપકારક થઈ સહૃદયને આનંદદાયક થઈ પડે.
એવું જ ત્રીજું ઉદાહરણ–
છું સ્વામીને પ્રિય સહદ હું મેઘ, સૌભાગ્યવંતી ! આવ્યો તારી નિકટ હૃદયે ધારી સંદેશ તેને ગઈ ઘેરું અધીર અબળા વેણ છોડવાને થાક્યાપાડ્યા પથિકગણના પાયામાં વેગ પ્રેરું.” ૩૨
| ('મેઘદૂત-૨-૩૯, અનુવ પૂજાલાલ) આ લેકમાં પહેલું સંબેધન (વિધવે) જ યક્ષપત્નીને આશ્વાસનનું કારણ થઈ પડે એવું છે. (“વિધ –“સૌભાગ્યવતી એ શબ્દથી એવું સૂચવાય છે કે તારો પતિ સાજસમે છે.) “મને તારા પતિને મિત્ર જાણજે એ શબ્દો મેઘની પિતાની ઉપાદેયતા સૂચવે છે. એ મિત્ર પણ સામાન્ય નથી, “પ્રિ” છે. એથી એવું સૂચવાય છે કે હું બધી વિઠંભકથા – ગુપ્ત વાતને પણ પાત્ર છું. આમ, (પહેલા ચરણમાં) તેને આશ્વાસન આપી, ઉન્મુખ બનાવી, તેને સંદેશો લઈને તારી પાસે આવ્યા . એમ કહીને પ્રસ્તુત વાત શરૂ કરે છે. સંદેશાને ‘દરનિતિ” (એટલે કે હૈયામાં રાખેલે) કહ્યો છે, એનાથી સંદેશે સાચવવાની એની સાવધાનતા સૂચિત થાય છે. કદાચ યક્ષપત્નીને એવી શંકા થાય કે સંદેશ પહોંચાડ વામાં કુશળ બુદ્ધિવાળા કોઈ બીજાને કેમ ન મેક? માટે કહે. છે કે આ બાબતમાં હું જ કુશળ છું. હું “વુવા એટલે પાણીને