________________
વક્રાક્તિજીવિત રહ
કેટલે સુધી જવાનું છે ? એમ વાર વાર પૂછીને રામની આંખમાંથી પહેલી વાર આંસુ વહાવ્યાં.” (બાલરામાયણ, ૨-૩૪)૩૩
આ શ્લાકમાં સત્ (વારે વારે) એટલે કે ક્ષણે ક્ષણે અને આજે કેટલે સુધી જવાનું છે' એમ કહેવારૂપ કાર્ય સીતાના સ્વભાવની કોઇ મહત્તા પ્રગટ કરતું નથી કે રસપરિષ પણ સાધતું નથી. કારણ કે સીતા સહજ ભાવે જ ભારે ઔચિત્યબુદ્ધિથી (વનમાં) જવા તૈયાર થઇ હતી, તે સુકુમારતાને કારણે, આવા વિચાર મનમાં સ્ફુર્યો હાય તાયે મેઢેથી ઉચ્ચારે એવી કલ્પના પણ સહૃદયા કરી શકે એમ નથી. એ જ રીતે, ક્ષણે ક્ષણે કહેવાને લીધે રામની આખામાંથી પહેલી વાર આંસુ વહેવા લાગ્યાં એ પણ મધબેસતું લાગતું નથી. કારણ, એક વાર સાંભળતાં જ રામની આંખમાં આંસુ આવી જાય એમાં જ ઔચિત્ય છે. આ શ્ર્લોક અત્યંત રમણીય હોવા છતાં કવિની સહેજ જ ગફલતને કારણે બગડી ગયા છે. માટે અહીં ‘વામ્' એવા પાઠ કરી લેવા જોઇએ. (એટલે કે એ ત્રીજા ચરણના પાઠ ન્તવ્યમાચવા છુવાળા' એમ કરી લેવા જોઇએ,) એટલે એના અર્થ “આજે કેટલે સુધી જવાનું છે” એમ અવશપણે કહીને સીતાએ પહેલી વાર રામની આંખમાં આંસુ આણ્યાં” એવા થશે.
૧-૯]
એટલે (કાવ્યની ઉપર આપેલી વ્યાખ્યામાં શબ્દ અને અર્થ આવા વિશિષ્ટ લક્ષણવાળા જ (એટલે કે તે પ્રસંગે કવિને અભિપ્રેત હાય તેવા ભાવ વ્યક્ત કરનારા જ) લેવા જોઇએ. તા‘તૈયા’ અને ‘અપાર્થ’ વગેરે દોષા દાખલ થશે જ નહિ. અને માટે તેનું જુદું વર્ણન કરવાનું રહેતું નથી.
‘કાવ્યપ્રકાશ'માં તૈયાની સમજૂતી એવી આપી છે કે રૂઢિ કે પ્રયાજત ન હેાવા છતાં કવિ પેાતાની સ્વેચ્છાએ લક્ષણા કરે ત્યારે આ દોષ આવે છે. જેમ કે — “હે તન્વી, તારું મુખ શરપૂર્ણિમાના ચંદ્રને લપડાક લગાવે છે.” અહીં મુખ લપડાક લગાવી શકે નહિ એટલે મુખ્યા ખાધિત થાય છે અને હરાવે છે એવા અં લક્ષણાથી લેવામાં આવે છે. પણ એવી