________________
૧-૧૧]
વક્રોક્તિજીવિત ૩૧ એટલે સૌંદર્યયુક્ત વર્ણનશૈલી તે વક્રોક્તિ. એને જ વૈદથભંગિ. ભણિતિ પણ કહે છે. વૈદધ્ય એટલે કવિકર્મનું કૌશલ. તેની ભંગિ એટલે શોભા અથવા શૈલી. તે પૂર્વક કથન કરવું તે દધ્યભંગિભણિતિ. સૌદર્યયુક્ત વર્ણનશૈલી તે જ વક્રોક્તિ.
અત્યાર સુધી જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે શબ્દ અને અર્થ જુદા છે અને તેમને તેમનાથી જુદા એવા કોઈ અલંકારથી શણગારવાનાં છે એમ નથી, પરંતુ વક્રતાપૂર્વક અથવા સૌંદર્યમય રીતે તેમનું કથન કરવું એ જ તેમને અલંકાર છે. કારણ, એને લીધે જ તેમાં વિશેષ શોભા આવે છે. વકતાની સમજૂતી આપતી વખતે અમે તેનાં ઉદાહરણ આપીશું.
અહીં કદાચ કઈ એ વાંધ ઉઠાવે કે વક્રોક્તિ એ જ એકમાત્ર અલંકાર છે, બીજે કઈ અલંકાર છે જ નહિ, એવું તમે કહો છે એ પ્રસિદ્ધ સિદ્ધાંત વિરુદ્ધ છે. કારણ, બીજા પ્રાચીન આચાર્યોએ સ્વભાક્તિ નામને બીજો અલંકાર પણ ગણવેલ છે. અને એ અત્યંત રમણીય એટલે કે ગળે ઊતરે એવું છે.
પણ ગ્રંથકારને એ માન્ય નથી, એટલે એનું નિરાકરણ કરવા કહે છે –
૧૧ જે આલંકારિકે સ્વભાકિતને અલંકાર કહે છે તેમને તે પછી અલંકૃત કરવા જેવું બીજું શું રહે છે?
જે આલંકારિકે સ્વભાક્તિને અલંકાર કહે છે એટલે કે સ્વભાવના અર્થાત પદાર્થના જે ગુણધર્મ તેના કથનને જ અલંકાર ગણી લે છે તેમની બુદ્ધિ એટલી ચિટ છે કે તેઓ વિવેક કરવાની મહેનત ટાળે છે, અને તેથી તેમના કથનમાં રહેલી અસંગતિ તેઓ જોઈ શકતા નથી. ખરું જોતાં, સ્વભાવેક્તિ એટલે શું? તે કે સ્વભાવનું કથન. સ્વભાવ એ તે વર્ણવવાની વસ્તુ છે. એને જ જે. અલંકાર ગણે તે તેના સિવાય બીજું શું કાવ્યશરીર તરીકે બાકી રહે, જેને અલંકૃત કરવાનું હોય? કશું જ નહિ.