________________
વક્રોક્તિછવિત ૨૫ આ લેકમાં હાથીઓને કીડા જેવા કહ્યા છે એથી તિરસ્કાર અને મેઘને રજકણ જેવા કહ્યા છે એથી અનાદર વનિત થાય છે. બધા એમ કહેવાને ઇવનિ એ છે કે કઈ પણ મામૂલી સિંહ પણ એમ કરે. એથી અવહેલા ધ્વનિત થાય છે. જાતિ” શબ્દને માત્રથી વિશેષિત કર્યો છે એથી દેવીના સિંહને ગર્વ ધ્વનિત થાય છે. “હેવાકને લેશ” કહ્યો છે, એથી અલ્પતા, તુચ્છતા સૂચિત થાય છે. આમ, આ શ્લેકમાં વપરાયેલા આ બધા શબ્દો વિવક્ષિત અર્થને જ બધ કરાવવાની ક્ષમતાનું સૂચન કરે છે. “ઘટાબંધ શબ્દ દેવીના સિંહની મહત્તા પ્રતિપાદન કરવા વપરાયે હોઈ તેના મહત્વનું સૂચન કરે છે.
એથી ઊલટું, જ્યાં પદાર્થના વિશેષરૂપનું કથન કરવાની જરૂર હોય ત્યાં તે વિશેષતાનું પ્રતિપાદન કરનાર વિશેષણ ન વપરાય તે કાવ્યની શોભાને હાનિ પહોંચે છે. જેમ કે–
“જે(ચિંતામણિ)ની આગળ વિધાતાની આખી સૃષ્ટિ નિરર્થક લાગે છે, જેના ઉત્કર્ષના પ્રતિસ્પધીની કલ્પના કરવી એ પણ જેનું ભારેમાં ભારે અપમાન છે, જેની સંપત્તિ પ્રાણીઓના મનેરની પહોંચની બહાર છે, અને જેની છાયા પડતાં મણિ બની ગયેલા પથ્થરો વચ્ચે એ ચિંતામણિ પથ્થર ગણાય એ જ ઉચિત છે.” ૨૯
આ શ્લેકમાં “આભાસ (છાયા) શબ્દ પિતે જ “માત્ર વગેરેથી વિશિષ્ટ થવા માગતા હોય એમ લાગે છે, એટલે અહીં "છાયામાત્રળીકૃતારમનું મસ્તિચરમતિયોજિતા' એવું પાઠાંતર સ્વીકારવું જોઈએ. આ વાત વાચક વકતાના પ્રકારના સ્વરૂપનિર્ણય વખતે (બીજા ઉમેષમાં, ડગલે ને પગલે પ્રગટ થશે, એટલે અહીં લંબાણ કરતા નથી.
આમ, કાવ્યમાં પ્રાતા શબ્દ કેવો હે જોઈએ તે ઉદાહરણ સાથે સમજાવ્યા પછી હવે કાવ્યમાં પ્રયોજાતા અર્થની વાત કરે છે.