________________
૧-૭]
વકૅક્તિજીવિત ૧૯ શોભાવી” એમ કહ્યું છે. એથી જે “દયિતસંગમ' શબ્દને પ્રાધાન્ય મળવું જોઈતું હતું તે સમાસને ભાગ બની જતાં ગૌણ બની ગયે છે, અને તેથી એ કાવ્ય રસજ્ઞોને આનંદ આપે એવું જ રહ્યું નથી. વળી, કાવ્યની શોભા માટે યોજેલે દીપકાલંકાર અંતે જતાં લગભગ તૂટી જાય છે. એટલે પ્રકમભંગને કારણે રસિકેને ઉત્પન્ન થતું વરસ્ય અનિવાર્ય બની જાય છે, અર્થાત, તેને લીધે રસિકોને વિરસતાને અનુભવ થયા વગર રહેતું નથી. આ દોષ ટાળવે હોય તે તમામમૂાને બદલે સંતનમ્ એ પાઠ સહેલાઈ. થી લઈ શકાય એમ છે.
અને તો અર્થ એ થાત કે લક્ષ્મીને મદે શોભાવી અને એ મદને દયિતસંગમે શોભાવ્યું. એમ કરવાથી પ્રક્રમભંગને દેષ પણ ટળત અને દયિતસંગમને પ્રાધાન્ય પણ મળત.
આ બંને ઉદાહરણમાંથી દરેકમાં પ્રધાનપણે (શબ્દ કે અર્થ. માંથી કોઈ એકના સાહિત્યને અભાવ બતાવે છે. (જેમ કે અપાર સંસારમાં અર્થના બીજા અર્થ સાથેના સાહિત્યને અને વાતામાં શબ્દના બીજા શબ્દ સાથેના સાહિત્યને અભાવ દર્શાવ્યું છે.) પણ ખરું જોતાં, એ બંનેમાંથી કેઈ એકના સાહિત્યને અભાવ બીજાના સાહિત્યના અભાવમાં પરિણમે છે. તેથી અર્થ પિતે ફૈર્યો હોય તે પણ તેને વ્યક્ત કરવાને સમર્થ શબ્દને અભાવે મરેલા જે જ રહે છે, અને તે જ રીતે, શબ્દ પણ વાક્યોચિત (ચમકારક) અર્થના અભાવે બીજાને વાચક બનીને વાક્યને વ્યાધિરૂપ થઈ પડે છે. વધુ વિસ્તાર કરવાની જરૂર નથી.
હવે પ્રસ્તુત મુદ્દો ફરી હાથમાં લઈએ.
ઉપરની ચર્ચાને સાર એ કે બંધમાં પ્રયોજાયેલા પરસપરની સ્પર્ધા કરતા શબ્દાર્થ તે કાવ્ય. હવે આગળ કહે છે કે –
એ બંધ કે? તે કે વકકવિવ્યાપારશાલી. એટલે કે શાસ્ત્ર વગેરેમાં શબ્દ અને અર્થને જે જાણીતે ઉપયોગ થાય છે તેના કરતાં જુદો જ, છ પ્રકારની વકતાવાળે, કવિવ્યાપાર એટલે તેને