________________
વક્રોક્તિજીવિત ૧૭
પરસ્પરની સ્પર્ધા કરતાં, અત્યંત રમણીય વાક્યો ગૂંથવામાં આવ્યાં છે, તે કઈ અપૂર્વ સૌંદર્યને પોષે છે. પણ માર્ગ વાધવઝનમ્ એ અવાંતર વાક્ય બીજા અવાંતર વાક્યોની સહેજ પણ બરોબરી કરી શકે એવું નથી, અને તેથી તે સહદને આનંદ આપે એવું નથી; એક વાક્યમાં ઉપયોગી થઈ શકે એવા અનેક રમણીય વાક્યો એકી વખતે કુરતાં હોય ત્યારે વાક્યને અર્થ પૂરો કરવા (બથવા પાદપૂર્તિ માટે તેના જેવું બીજુ વાક્ય મેળવવા પ્રયત્નપૂર્વક પ્રતિભાને કસવી પડે છે (પણ અહીં કવિએ એ પ્રયત્ન કર્યો નથી અને મારા વાધવનનમ્ એવું નબળું વાક્ય મૂકી દીધું છે. એથી લેકના સૌંદર્યને હાનિ પહોંચી છે.) અહીં પણ પ્રસ્તુત વસ્તુના જેવું બીજું વસ્તુ સહેલાઈથી મળી શકે એમ છે – મારા વાધવઝનને બદલે ધિમપિ વિનામુત વિધિપૂ (વિધિને કહેતાં વિધાતાને તેના ઉત્તમ સર્જનના નાશથી શોકમગ્ન) એવું વાક્ય મૂકી શકાત.
પહેલાં સૂઝેલા પદાર્થના જેવો બીજો પદાર્થ મળે અસંભવિત લાગે ત્યારે કવિઓ કોઈક બીજી જ વધુ સુંદર અપૂર્વ શિલીથી વર્ણન કરી કેઈ અનિર્વચનીય કાવ્યસૌદય પ્રગટ કરે છે. જેમ કે
કૈલાસ પર્વતને ઉપાડે, પિતાના અનેક કંઠોની ઝાડી કાપી નાખવી, ઈન્દ્રને કારાવાસમાં પૂર, પુષ્પકનું અપહરણ કરવું,” (બાલરામાયણ, ૧-૫૧) ૨૨
આ રીતે રાવણનાં પરાક્રમોનું વર્ણન કરીને પહેલાં વર્ણવેલી વસ્તુઓને અનુરૂપ બીજી વસ્તુ મળવી અસંભવિત લાગતાં “દશા
” (આવી બધી તે જેની રમત છે) એવું વાક્ય મૂકી દીધું છે અને તેને લીધે પહેલાંનાં બીજાં વાક્યો પણ કઈ અપૂર્વ સૌંદર્યને પામે છે. એવું જ બીજું ઉદાહરણ -
તેના મુખચંદ્રનું દર્શન કરતાં દિવસ પૂરો કર્યો,