________________
વક્રોક્તિજીવિત ૧૫ સંબંધ રહેલ હોઈ, એ બે વચ્ચે સાહિત્યને, સહિતભાવને કદી અભાવ હોતે જ નથી, તે કહેવાનું કે એ વાત સાચી, પણ અહીં જે પ્રકારનું સાહિત્ય અભિપ્રેત છે તે વિશિષ્ટ પ્રકારનું છે. કેવું? તે કે વકતાને લીધે વિચિત્ર ગુણો અને અલંકારોની સંપત્તિ પરસ્પરની સ્પર્ધા કરતી હોય એવું. તેથી–
જેમના બધા ગુણ સમાન છે એવા બે મિત્રોની જેમ પર સ્પરની સંગતિમાં રહેલા શબ્દાર્થ જેમાં પરસ્પરની શોભા વધારતા હોય એવી રચનાને કાવ્ય કહી શકાય. ૧૮
પછી અરુણના આગમનને લીધે જેનું બિંબ ઝાંખું પડી ગયું છે એ ચંદ્ર સંગથી થાકી ગયેલી સ્ત્રીના ગાલ જે ફીકે થઈ ગયે.” ૧૯
આ લેકમાં અરુણના આગમનને લીધે ઝાંખા પડી ગયેલા ચંદ્રની અને કામગથી થાકેલી સ્ત્રીના ગાલની ફીકાશના સામ્યનું સમર્થન કરવાને લીધે પરિપુષ્ટ થયેલે (ઉપમા) અર્થાલંકાર અત્યંત સુંદર લાગે છે. ઉપરાંત, એમાં હવે પછી જેનું નિરૂપણ કરવામાં આવનાર છે તે વર્ણવિન્યાસની વક્રતારૂપ (અનુપ્રાસ) શબ્દાલંકાર પણ અત્યંત રમણીય છે. અને આ શ્લેકમાં વર્ણવિન્યાસની શેભાથી ઉત્પન્ન થતી લાવણ્ય નામના ગુણની સંપત્તિ તે છે જ, એવું જ બીજું ઉદાહરણ
લીલાકમળની પેઠે પૃથ્વીમંડળને માથા ઉપર ધારણ કરીને શેષ શેષ પુરુષના પુરુષાર્થને ભારે ઉપહાસ કર્યો છે.” ૨૦
આ શ્લેકમાં અપ્રસ્તુતપ્રશંસારૂપ અર્થાલંકારના સૌંદર્યથી રચાતું અને અનાયાસ રચાયેલા યમકાનુપ્રાસ(શબ્દાલંકાર)થી શોભતું તથા સમર્પકત્વ એટલે પ્રાસાદિક્તાને (પ્રસાદગુણને કારણે સુભગ એવું કેઈ અપૂર્વ કાવ્યસૌંદર્ય સહૃદયને આનંદ આપે છે.
આ કારિકામાં “સારા” એવું દ્વિવચન વાપર્યું છે તે વાગ્યે અને વાચકની આખી જાતિને બેધ કરાવે છે. (એને અર્થ એ