________________
૧૮ વકૅક્તિજીવિત
[૧-૭ તેની સાથે વાત કરવામાં સાંજ વિતાવી, અને કામદેવથી ઉત્સાહિત તેના દેહાર્પણ દ્વારા રાત પણ પૂરી કરી, છતાં એને હજી પણ તમારી પ્રતીક્ષામાં) વાટ ઉપર નજર માંડી રહેલી જોવા માટે મારું મન કેમ ઉત્કંઠિત થઈ રહ્યું છે?” (તાપસવત્સરાજચરિત’, ૧-૬૮) ર૩
આ લેકમાં હજી પણ તેને આવી રીતે જોવા માટે મારું મન કેમ ઉત્કંઠિત થઈ રહ્યું છે? – એમ વાક્ય પૂરું થયું હોવા છતાં અથવા પ્રેમાસમતોત્સવ” (અથવા પ્રેમને ઉત્સવ કદી સમાપ્ત થતું જ નથી) એવું વસ્તુ જોડી દીધું છે, તેથી આગલાં વાક્યોમાં પણ જાણે નવો પ્રાણ પુરાયે છે.
જોકે ઉપરના બંને કમાં શબ્દ અને અર્થના સાહિત્યનું પ્રાધાન્ય રહે એ રીતે જ વાક્યોની રચના કરેલી છે, તેમ છતાં એમાં કવિપ્રતિભાની પ્રૌઢિ જ પ્રધાનપણે પ્રગટ થાય છે.
(આ બંને કેમાં અર્થની સાથે બીજા અર્થનું પરસ્પર સ્પધી સાહિત્ય સચવાયેલું છે પણ “કલા સંસારમાં તે સચવાયેલું નથી તેથી તે ક સહૃદયેના હૃદયને આનંદ આપી શકતું નથી.) એ જ રીતે. શબ્દનું બીજા શબ્દ સાથે સાહિત્ય ન સચવાયું હોય એવું ઉદાહરણ–
બૌદર્યે તેમના દેહને શોભિત કર્યો, એ સૌદર્યને પૂર્ણ યૌવનના સહકારે શેજિત કર્યું), એ(પૂર્ણ યૌવન)ને કામદેવની લક્ષમીએ (શબિત કર્યું) અને એ(કામદેવની લક્ષ્મી)ને પ્રિયસંગમથી શોભતા મદે (શભિત કરી છે..” (શિશુપાલવધ, ૧૦-૩૩) ૨૪
આ ક્ષેકના ઉત્તરાર્ધમાં કવિએ કહેવું એમ જોઈતું હતું કે પ્રિયસંગમે કામદેવની લક્ષ્મીને શોભાવી, તેને બદલે (મદે શોભાવી એમ કહ્યું છે અને પછી) “મદ કે તે કે “દયિતસંગમથી શોભતે’ એમ કહ્યું છે. એટલે કે “દયિતસંગમથી શોભતા મદે લક્ષમીને