________________
૧૨ વક્તિજીવિત
[૧-૭ કરવાનું) છે, કારણ કે તેઓ અંધકારમાં પ્રકાશતા નથી” એ અહીં હેતુ છે. (આમ, આ કેઈ નૈયાયિકનું અનુમાનવાક્યમાત્ર બની રહે છે, કાવ્ય બનતું નથી.)
અહીં કોઈ એ પ્રશ્ન કરે કે તે પછી અહીં દષ્ટાંત કેમ નથી આપ્યું? તે એને જવાબ એ છે કે તર્કશાસ્ત્રને અનુસરીને એ આપોઆપ જ ચિત્તમાં સ્ફરે છે માટે. જેમ કે કહ્યું છે કે
“અજ્ઞાનીઓને માટે દષ્ટાંતમાં સાધ્ય અને હેતુ કહેવામાં આવે છે, પણ તદ્વિદો માટે તે એકલે હેતુ જ કહે જોઈએ.” ૧૨
(વળી, એ શ્લેકમાં વપરાયેલું) વિવધતિ રૂપ રિ ઉપસર્ગ સાથેના ધા ધાતુનું રૂપ છે. એને અર્થ “કહે છે” એવો થાય છે. અને એ અર્થ અહીં સ્પષ્ટરૂપે બંધબેસતે થતું નથી. કારણ, પ્રારાવામાન્ચ ન વુર્વત્તિ (પ્રકાશસ્વાભાવ્ય કરતા નથી, એવું વાક્ય થાય (જે સંગત નથી.) વળી, “પ્રકાશસ્વાભાવ્ય” શબ્દ પણ ચિત્ય એટલે કે અશુદ્ધ જ છે. પ્રકાશ જેને સ્વભાવ છે તે પ્રકાશસ્વભાવ, તેને ભાવ એમ કહેવા ભાવવાચક “ધ” પ્રત્યય લગાડીએ તે પૂર્વપદની વૃદ્ધિ થવી જોઈએ. (એટલે કે “પ્રાકાશસ્વાભાવ્ય” શબ્દ છે જોઈએ.) જે સ્વભાવને ભાવ તે “સ્વાભાવ્ય” એમ કરી પછી તેને પ્રકાશની સાથે સમાસ કરીએ તે “પ્રકાશસ્વાભાવ્ય” એ શબ્દ તે બને, પણ એમાંયે “સ્વભાવ જે ભાવવાચક શબ્દ છે તેને બીજે ભાવવાચક પ્રત્યય લગાડવો પડે છે. અને એ પ્રાગ ઝાઝો થત નથી, એટલે એ શબ્દ બનાવી પ્રકાશ જેને સ્વભાવ છે એવું તે “પ્રકાશ સ્વાભાવ્ય” એ વિશેષણસમાસ બનાવ પણ ઉચિત નથી.
ઉપરાંત, એ ક્ષેકના ત્રીજા ચરણમાં અર્થ સમજવામાં બાધા ઉત્પન્ન કરે એવા વધુ પડતા સમાસે અત્યાચારરૂપ થઈ પડે છે અને સહૃદયને આનંદ આપતા નથી. “રવિવ્યાપાર એવા સમાસમાં રવિને પ્રાધાન્ય મળવું જોઈએ તે મળતું નથી, તે ગૌણ બની જાય છે. વે વ્યાપાર એવું પાઠાન્તર જી એ દોષ ટાળી શકાત.