________________
૧૦ વકૅક્તિજીવિત
વક કવિવ્યાપારવાળા, તાકિદેને આહ્લાદ આપનારા બધમાં સાહિત્યપૂર્વક (સાથે) રહેલા શબ્દાર્થ તે કાવ્ય,
શબ્દાર્થ તે કાવ્ય, એટલે વાચક (શબ્દ) અને વાચ્ય (અર્થ) મળીને કાવ્ય થાય છે. (શબ્દ અને અર્થ) બે મળીને એક (કાવ્ય) થાય છે એ તે વિચિત્ર વાત છે. તેથી કેટલાક એમ માને છે કે કવિના કૌશલે રચેલા સૌદર્યાતિશયવાળા શબ્દને જ કાવ્ય કહેવાય.
જ્યારે બીજા કેટલાક એમ માને છે કે રચનચિગ્યને લીધે ચમત્કાર ઉત્પન્ન કરનાર અર્થને જ કાવ્ય કહેવાય. એ બંને પક્ષેનું આ(વ્યાખ્યા)થી ખંડન થઈ જાય છે. કારણ કે જેમ પ્રત્યેક તલમાં તેલ હોય છે તેમ શબ્દમાં અને અર્થમાં દરેકમાં તદ્વિદાહલાદકારિત્વ હોય છે, નહિ કે કેઈ એકમાં જ. જેમ કે –
આનંદદાયી સુંદર ચંદ્રમા જેવા મુખવાળી, સુંદર હાવભાવે સાથે વાત કરનારી, લાલ ચરણવાળી હે સુંદરી, પુષ્કળ મણિમેખલાને અવાજ કરતી અને નિરંતર – પુરને મનહર ઝંકાર કરતી તું જ્યારે તારા પ્રિયતમને ઘરે જાય છે ત્યારે તારા એ જવાથી મને અકારણ વ્યથા શા માટે થાય છે?” ૯, ૧૦
પ્રતિભાના દારિદ્રય અને દૈન્યને કારણે અત્યંત સ્વલ્પ સૂક્તિવાળા એટલે કે જેની પાસે કહેવા વર્ણવવા જે કોઈ વિષય નથી તેવા કવિએ અહીં વર્ણસામ્યની રમત જ માત્ર સાધી છે, (આ માટે મૂળ લેક જ જે જોઈએ) પણ એમાં અર્થ સૌંદર્યની કણી પણ નથી.
આ જે નવી જુવાનીમાં આવેલી, ઊભરાતા યૌવનવાળી તથા સુંદર કાન્તિવાળી કોઈ કાન્તાની કામના કરનાર કઈ તરુણની ઉક્તિ હોય કે “હે તરુણી, તું તારા પ્રિયતમને ઘેર જતી હોય છે