________________
૮ વક્રોક્તિ જીવિત
[૧-૫
કાયામૃત રસ કાવ્યના ચિત્તમાં ચારે પુરુષાર્થના ફલના આસ્વાદથી પણ ચડી જાય એ ચમકાર પેદા કરે છે, એટલે કે ફરી ફરીને આનંદ આપે છે.
આનું તાત્પર્ય એ છે કે આ જે ચતુર્વર્ગના ફલને આસ્વાદ, ઉત્તમ પુરુષાર્થ હેઈને બધાં શાસ્ત્રોના પ્રજન તરીકે પ્રસિદ્ધ છે, તે પણ આ કાવ્યામૃતની ચર્વણ કહેતાં અનુભવના ચમત્કારની એક કલાની સુધ્ધાં સહેજ પણ બરાબરી કરી શકે એમ નથી. શાસ્ત્રો સાંભળવામાં કઠેર, બોલવામાં કઠણ, સમજવામાં મુશ્કેલ વગેરે દેથી દૂષિત હેઈ, વાંચતી વખતે અત્યંત કષ્ટદાયક હોય છે. તે વાંચતાંવંત સુંદર ચમત્કાર ઉત્પન્ન કરનાર કાવ્યની લેશ પણ સ્પર્ધા કરી શકે એમ નથી, એવું પણ આમાંથી ફલિત થાય છે. આ જ વાત નીચેના બે અંતરપ્લેકમાં કહી છે.
શાસ્ત્ર કડવા ઔષધની પેઠે અવિદ્યારૂપી વ્યાધિને નાશ કરે છે અને કાવ્ય આનંદ આપનાર અમૃતની પેઠે અવિવેકરૂપી રેગને દૂર કરે છે. ૭
જેને લીધે કાવ્ય વાંચતી વખતે અને ત્યાર પછી પણ રસને કારણે આનંદદાયક થઈ પડે છે તેને જ હવે વિચાર કરવામાં આવે છે. ૮
કાવ્યની સાચી સમજણ માટે અહીં અલંકાર અને અકાયને અલગ પાડીને તેનું વિવેચન કરવામાં આવે છે પણ સાચી વાત એ છે કે સાલ કાર હેય તે જ કાવ્ય કહેવાય. જેનાથી અલંકૃત કરાય તે અલંકાર એ વિગ્રહ કરીએ તે