________________
૧-૪]
વક્રોક્તિજીવિત ૭
વ્યવહાર કરનારાઓને નવા ઔચિત્યપૂર્ણ વ્યવહારનું સૌદર્ય સત્કાયના જ્ઞાન વગર પ્રાપ્ત થતું નથી.
વ્યવહાર એટલે કાચાર, તેને પરિસ્પદ એટલે ક્રિયાઓના કમરૂપ વ્યાપાર. તેનું સૌદર્ય, વ્યવહાર કરનારાઓને સત્કાવ્યના જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. એને અર્થ એ છે કે મોટા રાજા વગેરેના વ્યવહારનું વર્ણન કરવાથી તેને અંગભૂત બધા મુખ્ય અમાત્ય વગેરેના પોતપોતાના ઉચિત વ્યવહાર પણ નિપુણપણે વર્ણવાઈ જાય છે, એટલે બધા જ વ્યવહાર કરનારાઓને પિતાના વ્યવહારનું શિક્ષણ મળી રહે છે. તેથી સુંદર કાવ્યના અભ્યાસ પાછળ શ્રમ કરનાર સૌ કોઈ વ્યવહારનું સૌંદર્ય પ્રાપ્ત કરીને ઉત્તમ ફળ પામે છે.
ત્રીજી કારિકામાં ધર્માદિને એટલે કે ચતુર્વર્ગને કાવ્યનું પ્રયોજન કહ્યું છે, પણ તે પરંપરાથી પ્રયોજન છે. કાવ્યથી ચતુર્વર્ગની પ્રાપ્તિના ઉપાયનું જ્ઞાન થાય છે, અને એ જ્ઞાન દ્વારા ચતુર્વર્ગની પ્રાપ્તિ થાય છે. આમ, કાવ્યને સીધે સંબંધ એ જ્ઞાન સાથે છે અને ચતુર્વર્ગ સાથે તે એ જ્ઞાન મારફતે પરંપરાથી સંબંધ છે. તે ઉપરાંત, એ પ્રયજન કાવ્ય વાંચતાંની સાથે જ સિદ્ધ થતું નથી, પણ અમુક સમય વીત્યા પછી સિદ્ધ થાય છે, અને એની પ્રાપ્તિથી થતું આનંદ પણ કાવ્ય વાંચતાંની સાથે જ નહિ, પણ પુરુષાર્થની સિદ્ધિ પછી એટલે કે અમુક સમય વીત્યા પછી જ થાય છે. એટલે એના કરતાં જુદું, એટલે કે કાવ્ય વાંચતાંની સાથે જ સિદ્ધ થતું, સહૃદયના હદયસંવાદને કારણે સુંદર અને તે જ સમયે એટલે કે કાવ્ય વાંચતાં જ રમણીય લાગે એવું બીજું એક પ્રોજન કહે છે –