________________
કે વક્રોક્તિજીવિત નતથી ડરતા હોય છે. એમ જે હોય અને તેમના મનને આનંદ આપવાનું કાવ્યનું કામ હોય તે તે તેમના રમકડા જેવું બની જાય, એવું કોઈ કહે માટે કહે છે કે (કાવ્ય) ધર્માદિ પુરુષાર્થોને ઉપદેશ આપે છે એટલે તેની પ્રાપ્તિનું નિમિત્ત પણ બને છે.
અહીં કઈ એમ પૂછે કે એવા પુરુષાર્થોને ઉપદેશ કરનાર બીજાં શાસ્ત્રોએ શે અપરાધ કર્યો કે તેમને છેડીને તમે કાચની ભલામણ કરે છે ? – તે કહેવાનું કે કાવ્ય સુકુમાર એટલે કે સુંદર, હૃદયને હરી લે એવી પદ્ધતિએ, શિલીએ કહેવાયું હોય છે. અભિજાતને આનંદદાયક હોવા ઉપરાંત એ (સત્કાર્યમાં) પ્રેરનાર હોય છે, એટલે ધર્માદિ પુરુષાર્થોની પ્રાપ્તિને ઉપાય બની જાય છે. વળી, શાસ્ત્રોની રચનારીતિ કઠોર હોય છે, તેમને ધર્માદિને ઉપદેશ સમજ મુશ્કેલ હોય છે, એટલે એ ઉપાય હોવા છતાં, એવા લેકેને માટે એ નકામે થઈ પડે છે.
અહીં કોઈ એ પ્રશ્ન કરે કે તમે રાજપુત્રોને જ શા માટે વિચાર કરે છે, સામાન્ય વાચકોને કેમ નથી કરતા? તે કહે છે કે રાજપુત્રે વૈભવ પ્રાપ્ત કરીને આખી પૃથ્વીને વહીવટ કરવાની સત્તા પ્રાપ્ત કરે છે, એટલે તેઓ જે ઉત્તમ ઉપાયને ઉપદેશ પામ્યા ન હોય તે ઉછું ખલ થઈ જઈને બધા જ ઉચિત. વ્યવહારને ઉચ્છેદ કરનારા બની જઈ શકે છે, તેથી તેમને જ્ઞાન, આપવા માટે, કવિઓ, ભૂતકાળમાં થઈ ગયેલા સચ્ચરિત્ર રાજાએનાં ચરિત્રે તેમને નમૂને પૂરો પાડવા કાવ્યમાં ગૂંથે છે. આમ, શાસ્ત્ર કરતાં જુદું અને વધારે મહત્વનું પ્રજન કાવ્ય માટે છે જ.
પુરુષાર્થની પ્રાપ્તિરૂપ મુખ્ય પ્રયજન જવા દઈએ તેય, લેકવ્યવહાર ચલાવવા માટે નેકર, મિત્ર, સ્વામી વગેરેને રીઝવવા વગેરેનું કામ પણ એના વગર સારી રીતે થઈ શકે એમ નથી. માટે કહ્યું છે કે