________________
૪ વતિજીવિત
[૧-૧-૨.
ઉત્તમ કવિઓના મુખચંદ્રરૂપ નાટયમંદિરમાં નૃત્ય કરનારી અને મનહર ઉક્તિઓ રૂપી (સાવિાદિ ચાર પ્રકારના) અભિનથી ઉજજવલ એટલે કે શેભતી એવી દેવીને વંદન કરું છું.
આ વાક્યને અર્થ એ થયો કે જે નટી ઉત્તમ કવિઓના મુખચંદ્રરૂપ નાટ્યમંદિરમાં હાવભાવયુક્ત અભિનયપૂર્વક નૃત્ય કરતી. શેભે છે, તેને વંદું છું. એનું તાત્પર્ય એ છે કે અહીં પ્રસ્તુત વિષય અપૂર્વ કાવ્યાલંકારની રચના કરવી એ છે, એટલે તેની
અધિષ્ઠાત્રી દેવી અને આવા પ્રકારની રમણીયતાથી હૃદય હરી લેનારી વાણુરૂપ સરસ્વતીની સ્તુતિ કરું છું.
આ પ્રમાણે નમસ્કાર કર્યા પછી હવે વક્તવ્ય વસ્તુનાં વિષયભૂત નામ, વિષય અને પ્રજન જણાવે છે.
વાણીને (ગ્રંથને) વિષય નક્કી કરવા માટે, મકાન બાંધવા પહેલાં દોરી બાંધવામાં આવે છે તેમ, (મંગલાચરણ પછીના), પહેલા કલેકમાં નામ વગેરે કહે છે. ૬
આ અંતરàક છે. ()
લોકોત્તર ચમત્કારકારી વૈચિય સિદ્ધ કરવા માટે કાવ્યના આ કેઈ અપૂવ અલંકારની રચના કરવામાં આવે છે.
અલંકાર(ગ્રંથ) રચવામાં આવે છે. કેને? તે કે કાવ્યને... કવિને કર્મ તે કાવ્ય. તેને. પ્રાચીન અલંકારો (અલંકારગ્રંથ) અસ્તિત્વ ધરાવે છે જ, પછી (ન) અલંકાર(ગ્રંથ) રચવાની શી. જરૂર છે? એમ જ પૂછે તે કહેવાનું કે આ (અલંકાર) અપૂર્વ છે. પહેલાં જે કહેવાઈ ગયું છે તેનાથી જુદું જ અમારે કહેવાનું છે. પણ અપૂર્વતા તે ઉત્કૃષ્ટની પણ હય, અને નિકૃષ્ટની પણ હોય, એટલે કહે છે કે આ તે કઈ અલૌકિક વિશેષતા ધરાવે છે. એ