________________
ઉન્મેષ પહેલે વન્યાલકની પેઠે આ ગ્રંથના પણ બે ભાગ છે: મૂળ કારિકા અને તેના ઉપરની વૃત્તિ. આ બંને ભાગ કુંતકે પોતે લખેલા છે. શરૂઆત વૃત્તિના મંગલાચરણથી થાય છે.
કેવળ શક્તિના પરિસ્પદ રૂપી સાધનથી ત્રણે લેકના વૈચિત્ર્યરૂપ ચિત્રકર્મ કરનાર શિવને આપણા નમસ્કાર છે. ૧
ત્રણ લેકના પદાર્થોને તત્વ(જેવા છે તેવા મૂળ સ્વરૂપ)ની દષ્ટિએ જ વિચાર કરવામાં આવે છે તેમાં આશ્ચર્ય જેવું કશું છે જ નહિ. પલાશનાં ફૂલ સ્વભાવથી જ લાલ હોય છે. ૨
જે કઈ પિતાની બુદ્ધિથી જ એ પદાર્થોનું સ્વરૂપ યથારુચિ નક્કી કરે તે એ માત્ર પ્રૌઢિવાદ છે. વસ્તુનું સાચું સ્વરૂપ એવું નથી. ૩
આવા નિબંધ અને બેટા તર્કને આદર કર્યા વગર હું સાહિત્યના અર્થરૂપી સુધાસાગરને સાર પ્રગટ કરું છું. ૪
જેથી સાહિત્યતત્વ અને સાહિત્યની રચના એ બંને પાસાની ચર્ચા કરતે આ ગ્રંથ તવિદોને અભુત આનંદ અને ચમત્કારને અનુભવ કરાવે. ૫
અહીં કુંતક સાહિત્યને લગતા બે મત રજૂ કરે છેઃ (૧) જે વસ્તુના યથાતથ વર્ણનને જ સાહિત્ય માને છે, અને (૨) જે એમ માને છે કે કવિ તે બ્રહ્મા જે સ્વતંત્ર સર્જક છે, તે વસ્તુતત્વની દરકાર કર્યા વગર ગમે તેવું વર્ણન કરી શકે છે. આ બંને મતે એને ગ્રાહ્ય નથી. એટલે એ પિતાને મત આ ગ્રંથમાં રજૂ કરે છે, અને તેમાં સાહિત્યતત્વની અને સાહિત્યનિર્માણની ક્રિયાની પણ એ ચર્ચા કરવા માગે છે. - ગ્રંથના આરંભે અભિમત દેવતાને નમસ્કાર કરવાને રિવાજ છે. એટલે ગ્રંથકાર તેને જ ઉપક્રમ કરે છે.