________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
માનવજન્મ મુક્તિ મેળવવા માટે છે. આ માટે જ્ઞાનની આરાધના કરવી જોઈએ. તે માટે જ્ઞાનપંચમીનો દિવસ ઉત્તમોત્તમ છે. તે દિવસથી દરેક મુમુક્ષુ આત્માએ વિધિપૂર્વક જ્ઞાનપંચમી વ્રતનું આરાધન શરૂ કરવું જોઈએ. આ તપના પ્રભાવથી ભૌતિક વૈભવ અને ઐશ્વર્ય તો આપોઆપ પ્રાપ્ત થાય જ છે. પરંતુ તેના પુણ્યાનુબંધી પુણ્યથી જીવ કાળક્રમે સકળ કર્મનો ક્ષય કરીને સિદ્ધિગતિને-મોક્ષને પામે છે.
૨૧૬
અભયદાન अभयं सर्वसत्त्वेभ्यो यो ददाति दयापरः ।
तस्य देहाद्विमुक्तस्य, भयं नास्ति कुतश्चन ॥ જે દયાળુ સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે તે મનુષ્ય દેહથી મુક્ત થાય છે. અર્થાત્ મૃત્યુ પામે ત્યારે પણ તેને કોઈથી ભય રહેતો નથી.”
અભયદાન ઉપર દૃષ્ટાંત જયપુરમાં ધનો નામનો માળી રહેતો હતો. તેણે દયાભાવથી પ્રેરાઈને બેઇન્દ્રિય એવા પાંચ પૂરાને અભયદાન આપ્યું. ધનો માળી મરીને કુલપુત્ર થયો. તે ઉંમરલાયક થાય તે અગાઉ જ તેનાં માતા-પિતા મરણ પામ્યાં. આથી અનાથ કુલપુત્ર પરદેશ જવા માટે નીકળ્યો. રાત પડતાં તેણે જંગલમાં એક વડવૃક્ષ નીચે રાતવાસો કર્યો.
આ વડવૃક્ષ ઉપર પાંચ યક્ષો રહેતા હતા. તેમાંથી એક યક્ષની નજર અચાનક કુલપુત્ર ઉપર પડી. તેને જોતાં જ એ યક્ષ તેને ઓળખી ગયો: “અરે! આ તો આપણા પૂર્વભવનો ઉપકારી છે.” જ્ઞાનના ઉપયોગથી તેણે કુલપુત્રનું ભવિષ્ય જાણ્યું. આથી તેણે કુલપુત્રને કહ્યું : “આજથી પાંચમા દિવસે તને રાજ્ય મળશે. તું રાજા બનીશ.” આ જાણી તેના આનંદનો પાર ન રહ્યો.
સવારે ત્યાંથી તે આગળ ચાલ્યો. પાંચમા દિવસે તે વારાણસીનગરીના પાદરે પહોંચ્યો. એ અરસામાં એ નગરીનો રાજા મરણ પામ્યો હતો. હાથણી કળશ લઈને નવા રાજાને શોધી રહી હતી. કુલપુત્રને જોઈને હાથણીએ તેના પર કળશ ઢોળ્યો. આથી પ્રજાજનોએ તેને નગરીનો રાજા બનાવ્યો. રાજ્ય મળતાં જ તે ભોગવિલાસમાં ડૂબી ગયો અને રાજ્યની બધી જવાબદારી પ્રધાનોને સોંપી દીધી.
એક સમયે તે નગર ઉપર દુશ્મન રાજયે ચડાઈ કરી. એ વખતે કુલપુત્ર જુગાર રમવામાં તલ્લીન હતો. પ્રધાને આવીને નગરની રક્ષા કરવાનું કહ્યું. રાણીએ પણ યુદ્ધમાં જવા માટે પાનો
ઉ.ભા.-૪-૩