________________
૧૬૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ “મિથ્યાત્વ એક, બે, ત્રણ, ચાર, પાંચ, દશ એમ અનેકવિધ પ્રકારનું છે.” શ્રી વીતરાગદેવ પ્રરૂપિત જીવાદિ તત્ત્વો પર અશ્રદ્ધા રાખવી તે એક પ્રકારનું મિથ્યાત્વ.
બે ભેદ : વ્યક્તમિથ્યાત્વ અને અવ્યક્તમિથ્યાત્વ, પ્રમાણ વાક્યો દ્વારા અને દાખલા દલીલથી એકાંત પક્ષની પુષ્ટિ કરનારા એવા સ્પષ્ટ ચૈતન્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિયાદિ જીવોનું મિથ્યાત્વ તે વ્યક્તમિથ્યાત્વ કહેવાય અને જે મોહનીય કર્મની પ્રકૃતિ સ્વરૂપ અનાદિકાલીન સમ્યગ્દર્શન આદિ આત્માના ગુણોને ઢાંકનાર અને જીવની સાથે સર્વકાળે સતત રહેલું હોય છે તેને અવ્યક્તમિથ્યાત્વ કહેવાય છે. આ પ્રકારનું મિથ્યાત્વ અસંજ્ઞી એવા એકેન્દ્રિયાદિ તેમજ નિગોદના જીવોને હોય છે.
દ્રવ્ય અને ભાવથી એમ પણ બે પ્રકારે મિથ્યાત્વ છે. જેમાં બાહ્યાચાર મિથ્યાત્વ જેવાં હોય પણ અંતરમાં સમ્યકત્વ હોય તો તે દ્રવ્યમિથ્યાત્વ કહેવાય અને સર્વજ્ઞ તીર્થકરોનાં વચનનો અનાદર કે અવિશ્વાસ કરવો તે ભાવમિથ્યાત્વ કહેવાય. આ જ પ્રમાણે વ્યવહારમિથ્યાત્વ અને નિશ્ચયમિથ્યાત્વ એવા બે ભેદ પણ જાણવા.
ચાર ભેદઃ ૧. લૌકિક દેવગત મિથ્યાત્વ, ૨. લૌકિક ગુરુગત મિથ્યાત્વ, ૩. લોકોત્તર દેવગત મિથ્યાત્વ અને ૪. લોકોત્તર ગુરગત મિથ્યાત્વ.
દા.ત., બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ગણેશ, ગોત્રદેવ, ક્ષેત્રદેવી આદિ લૌકિક દેવોને પૂજવામાનવા તે લૌકિક દેવગત મિથ્યાત્વ, અને જોગી, સંન્યાસી, બાવા, તાપસ, બ્રાહ્મણ આદિ લૌકિક ગુરુને માનવા-સત્કારવા-પૂજવા તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ કહેવાય.
વિતરાગદેવની માનતાપૂર્વક યાત્રા કરવી તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે. દા.ત. હે તીર્થંકર પરમાત્મા ! (શંખેશ્વરજી, કેશરિયાજી આદિ) જો મારું અમુક કાર્ય સિદ્ધ થશે તો હું અષ્ટપ્રકારી પૂજા ભણાવીશ કે શાંતિસ્નાત્ર ભણાવીશ કે અમુક રકમ શુભ ખાતે ખર્ચાશ વગેરે વગેરે) આમ સંસારનાં ભૌતિક સુખો માટે વીતરાગ ભગવંતને માનવા-પૂજવા-સ્તુતિ કરવી તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે.
આમ અવિવેકપૂર્ણ માનતા કે સ્તુતિ કરનારા અજ્ઞાની જીવો અવિકારી, અવિનાશી વિતરાગદેવને દૂષણ આપે છે. જે મૂઢ જીવને આવાં મિથ્યાત્વો વળગ્યાં છે તેવા જીવો સંસારમાં કશું જ પામતા નથી. ભવ્ય જીવોએ યાદ રાખવું કે લોકોત્તર દેવમાં લૌકિક દેવની સ્થિતિ સ્થાપીને તેમને કહેવું કે “હે પ્રભુ ! આપની જ બધી કૃપા છે. આપની ઇચ્છાથી જ સંસારમાં બધું સુખદુઃખ મળે છે. આપ જ સુખ-દુઃખના દાતા છો, તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે.
આ ઉપરાંત, પરમતના લોકોએ જિનપ્રતિમાને ગ્રહણ કરીને તેને પોતાની રીતે સ્થાપી હોય તેવી પ્રતિમાને માનવી-પૂજવી-સ્તવવી, તેમજ રાતના પ્રતિમાજી હવણ વગેરે કરવા,