________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
૨૪૯ ધનાઢ્ય થયો. તેણે ધર્મમાં પ્રમાદ ન કર્યો. પત્ની સહિત શ્રાવકધર્મ પાળી તે પ્રાંતે સ્વર્ગે ગયો. થોડા જ ભવો પછી તે મુક્તિ પણ પામશે.
જેમ ભોગસારે વિકટ પરિસ્થિતિમાં પણ ધર્મક્રિયામાં વિચિકિત્સા દૂરથી વર્જી. અન્ય અન્યમતી કે અધર્મીના વચને ધર્મના ફળમાં સંદેહ કર્યો નહીં. આવેલી આપદા પાપકર્મથી આવી છે, શુભાનુષ્ઠાનનું શુભ ફળ અવશ્ય મળે જ છે, તેવો વિશ્વાસ રાખ્યો, તેમ ધર્માર્થીએ પણ દઢતા રાખવી, આવા જીવોનું સાંનિધ્ય દેવો પણ કરે છે.
૨૦૧ દર્શનાચારનો ચોથો આચાર અમૂટર્દષ્ઠિત્વ मिथ्यादृशां तपः पूजा-विद्यामन्त्रप्रभावनाम् ।
दृष्ट्वा मुह्यति यो नैव, सोऽमूढदृष्टिः सम्मतः ॥१॥ અર્થ - મિથ્યાદર્શનીઓના તપ, પૂજા, વિદ્યા તેમજ મંત્રાદિકના પ્રભાવ જોઈ જે મોહ નથી પામતો તે અમૂઢદષ્ટિ કહેવાય. લેપશેઠના દાંતથી આ બાબત વધારે સ્પષ્ટ કરવામાં આવે છે.
લેપશ્રેષ્ઠીનું દષ્ટાંત રાજગૃહીનગરીમાં એક શેઠ રહે. નામ તેનું લેપ શેઠ. તે મિથ્યાત્વધર્મમાં રચ્યો પચ્યો રહે. તેના ગુરુ શિવભૂતિ. તેના ઉપદેશ શેઠે વાવડી, કૂવાઓ, તળાવ તથા કૂંડો કરાવ્યા. તે જળાશયોમાં નાન કરતો, યજ્ઞ-યાગ-હોમાદિ કરાવતો, વેદવાક્યનું શ્રવણ કરતો ને તેના મર્મને જાણવા જિજ્ઞાસુ રહેતો. તે ધર્મમાં બતાવેલાં ૮૩ આચરણો ધર્મબુદ્ધિથી કરતો. તેના ગુરુ બીજા દેશમાંથી પાછા આવતા ત્યારે તે મોટી ઋદ્ધિ-સિદ્ધિ સાથે ચાર-પાંચ યોજન સામે જતો ને ઠાઠથી નગરપ્રવેશ કરાવતો.
એકવાર રાજગૃહનગરનાં ગુણશીલ ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીરદેવ પધાર્યા. તેમને વિંદના કરવા ને વાણી સાંભળવા જિનદત્ત નામનો મિત્ર લેપશેઠને આગ્રહ કરી પ્રભુ પાસે લઈ આવ્યો. પરમાત્માની પ્રતિભા અને સર્વવ્યાપી જ્ઞાન જોઈ-જાણી શેઠે પ્રભાવિત થઈ પૂછ્યું કે “હે પ્રભો ! મારા ગુરુ અધ્યાત્મનું વર્ણન કરે છે તે આપ કરો છો તેથી જુદું છે. તો તેમનું કથન સત્ય છે કે અસત્ય ?” પ્રભુએ કહ્યું “શ્રેષ્ઠી ! અધ્યાત્મના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકાર છે. તેમાં પ્રથમના ત્રણ ભેદો ભાવઅધ્યાત્મના કારણરૂપ છે. જે પુરુષમાં ભાવઅધ્યાત્મ રહેલું છે તેની સિદ્ધિ નિશ્ચિત છે. પ્રથમના ત્રણ ભેદનો અધ્યાત્મથી સિદ્ધિ સાંપડતી નથી. કોઈ કહે કે “હું અધ્યાત્મવિદ્ છું ને આત્મિક સુખ અનુભવું છું.”તો તે ઉચિત નથી. કારણ કે શબ્દઅધ્યાત્મમાં