________________
૨૬૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
લાગ્યા. પણ ‘સહુ પ્રથમ કોનું નામ લખવું' એની વિમાસણ થઈ. ભીમાશાએ પણ વિચાર્યું ‘આ બધા તો મહાસૌભાગ્યશાલી છે ને મોટા મોટા લાભ લેશે. મારે પણ આ અવસ૨ ખોવો જોઈએ નહીં.' તેની ચેષ્ટાથી મંત્રીએ પૂછ્યું : ‘મહાનુભાવ શું વિચારો છો ?’ તેણે કહ્યું ‘મને પણ લાભ લેવાની ઘણી ભાવના થાય છે. પણ મારી પાસે તો માત્ર સાત જ રૂપિયા છે ને જીવનભરની આ જ કમાણી છે.'
:
આ સાંભળી મંત્રી ભીમાને ભેટી પડ્યા ને બોલ્યા : “શેઠિયા ! ધન્ય છે તને, પ્રથમ નામ કોનું લખવું ? હું તેની વિમાસણમાં હતો. અમે શું ખરચવાના હતા ? તેં તો તારી બધી જ મૂડી આપી દીધી. પહેલું નામ તમારું. શેઠ ભીમા કુંડલિયા રૂપિયા સાત અમે બધાં અહીં ભેગા થઈ વાત તો ઘણી કરી પણ કોઈએ પોતાની મૂડીનો મોટો ભાગ કાઢ્યો નથી ત્યારે તમે તમારી બધી જ કમાણી આપી દીધી” સાંભળી બધા શેઠિયાઓ હર્ષ અને લજ્જા પણ પામ્યા.
મંત્રીએ બહુમાન કરતાં ભીમાને ૫૦૦ રૂપિયા અને ત્રણ ઉત્તમ વસ્ત્રના તાકા આપવા માંડ્યા. પણ ભીમાએ તે ઘણો આગ્રહ છતાં ન લીધા ને ઘરે આવ્યો. તેની પત્ની સ્વભાવની જરા આકરી હતી છતાં ભીમાએ ધીરે ધીરે તેને બધી વાત કરી. પુણ્યોદયે સ્ત્રીને પણ સારા ભાવ પ્રગટ્યા. તે બોલી “સિદ્ધગિરિના જીર્ણોદ્ધારના ભાગી થવાનું સૌભાગ્ય મેળવ્યું તે તો ઉત્તમ કામ કર્યું પણ મંત્રીશ્વરનું દ્રવ્ય ન લઈને તો તમે ઘણું જ સારું કર્યું.”
આ સાંભળી ભીમાને સંતોષ થયો એકવાર ગાય બાંધવા ખીલો ખોદવા જતાં ધરતીમાંથી ચરૂ નીકળ્યો. તેમાંથી ચાર હજાર સુવર્ણમુદ્રા નીકળી. તેણે પત્નીને કહ્યું “આ જો પુણ્યોદય ! આ ધન પણ આપણે ધર્મ-પુણ્યમાં જ ખરચીએ તો કેમ ?” પત્ની સંમત થઈ ને ભીમાશા ચરૂ લઈ પહોંચ્યા મંત્રીશ્વર પાસે. બધી વાત જણાવી તીર્થોદ્ધાર માટે આપવા લાગ્યા. મંત્રીએ ના કહી. ભીમાશાએ આગ્રહ કર્યો. મંત્રીએ કહ્યું કે “પર્યાપ્ત ધન થઈ ગયું છે માટે હવે તમે ઘેર જાવ.” આ રકઝકમાં રાત પડી ગઈ. બેમાંથી એકે માનતા નથી. ત્યાં કપર્દીયક્ષ પ્રગટ થઈ બોલ્યો “ભીમાશા ! તમારી પ્રભુભક્તિ ને પુષ્પોથી ઉત્તમ પૂજા જોઈ હું ઘણો આનંદિત થયો છું. આ સોનામુદ્રાનો ચરૂ તમને જ આપ્યો છે. તમે ઘરે જાવ ને સુખે રહો” યક્ષ પછી અદૃશ્ય થયો. બન્ને વિસ્મય-આનંદ પામતાં સૂઈ ગયાં. સવારે ભીમાશાએ શ્રી આદીશ્વર ભગવાનની પુષ્પો ને રત્નોથી પૂજા કરી પછી ચરૂ લઈ ઘરે આવ્યો. સગૃહસ્થની જેમ તે રહેવા ને દાનપુણ્યમાં સંપત્તિ વાપરવા લાગ્યો.
આ તરફ મંત્રીશ્વરે શુભ મુહૂર્તમાં પ્રાચીન કાષ્ઠના જિનાલયનું વિસર્જન કરાવી ખાતમુહૂર્ત કરી સોનાની વાસ્તુમૂર્તિ વિધિવત્ પધરાવી અને મોટી શિલા સ્થાપન કરી. જિનમંદિરનું કામ જોરશોરથી આરંભ્યું તે પાષાણમય દહેરાસર બે વર્ષે તૈયાર થયું. ચૈત્ય પૂર્ણ થયાના સમાચારવધામણી આપનારને મંત્રીએ સોનાની ૩૨ જીભ આપી ને આનંદ વ્યક્ત કર્યો. તે આનંદોત્સવ ચાલતો હતો ત્યાં એક બીજા માણસે આવીને ખબર આપ્યા કે “દુઃખની વાત છે કે ગમે તે કારણે