________________
૨૭૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પંડિતના વચનને સત્ય માનતો રાજા ઊડીને સ્વસ્થાને આવ્યો. રાજા સભામાં આવીને બેઠો જ હતો ત્યાં પાછો પેલા યોગીનો અવાજ સંભળાયો. રાજાએ બોલાવી તેને જમવાનું આમંત્રણ આપ્યું ને તેને સાથે લઈ તિલકશ્રીના મહેલે જમવા આવ્યો. જમવાની તૈયારી થવા લાગી, છ પાટલા બાજોઠ અને થાળ મંડાયા. પછી સાહસી રાજાએ તલવાર ઉગામી યોગીની જટા પકડી કહ્યું “પેલી સ્ત્રીને પ્રગટ કર.” એટલે ગભરાઈ ગયેલા યોગીએ સ્ત્રીને પ્રગટ કરી પછી રાજાએ તેવી જ રીતે તે બાઈને પુરુષ પ્રગટ કરવા કહ્યું એટલે એણે પણ પુરુષ પ્રગટ કર્યો. પછી રાજાએ રાણીને કહ્યું “સાંકળ ખખડાવ,” તેણે એમ કર્યું. એટલે કામાનંદ બારણું ખોલી અંદર આવ્યો. રાજા સિવાય બધા ભય અને વિસ્મયથી જોઈ રહ્યા. રાજાએ બધાંને જમવા કહ્યું. જેમ તેમ તેમણે ખાધું. પછી પેલા યોગીએ તે સ્ત્રી તેના પ્રિયતમને આપી ને પોતે વૈરાગ્ય પામી સદાચારી યોગી બન્યો. રાજાએ પણ તિલકમંજરીને કામાનંદ સાથે રવાના કરી. પછી ભરી સભામાં અશ્વપ્લત આદિ શ્લોક કહેનાર પંડિતને સોનું ઝવેરાત આપી સત્કાર્યા.
विक्रमप्रियतमापि यदेकस्तम्भसौधमुषिता कुलटाभूत् । स्त्रीजनस्तदुचितोप्यतियलात् स्वरतिं न विजहात्यतिलोलः ॥
અર્થ - એકતંભવાળા મહેલમાં રહેલી વિક્રમ જેવા રાજાની રાણી પણ કુલટા થઈ, કારણ કે અતિ પ્રયત્નપૂર્વક રાખી હોય છતાં સ્ત્રીઓ અતિલોલુપ હોવાને કારણે પરપુરુષની રતિ છોડી શકતી નથી.
આ પરદર્શની (પરધર્મી)નું દષ્ટાંત કુમારપાળ રાજાએ શ્રી હેમચંદ્રસૂરિજીએ સંભળાવી કહ્યું કે “રાજા, સ્ત્રીચરિત્રની બાબતમાં તમે આગ્રહ છોડી દો.” છતાં જયારે રાજાએ જીદ કરી તો આચાર્યશ્રીએ કહ્યું “ઠીક રાજા, આજે સાંજે આ નગરમાં વસુદત્ત નામનો બ્રાહ્મણ મૃત્યુ પામશે, તેની પાછળ બળી મરીને સતી થનાર તેની પત્નીનું ચરિત્ર મહાદેવના મંદિરમાં જઈ જે જોશે તેને સ્ત્રીચરિત્ર સમજાશે.” આ સાંભળી રાજાએ તે જોવાની ઇચ્છા જણાવી. ગુરુમહારાજે ઘણો સમજાવ્યો પણ રાજા ન માન્યો ને મહાદેવના મંદિરમાં જવા તૈયાર થયો. આ તરફ ખરેખર જ તે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો ને તેની પછવાડે તેની સ્ત્રી બળીમરી સતી થવા તૈયાર થઈ. તેને સમજાવવાની રઝકમાં રાત્રિ થઈ જતાં મૃતકની ક્રિયા સવારે કરવાનું રાખી સહુ વિખરાયા. પેલી સતી તો શંકરના મંદિરમાં પતિના શબને ખોળામાં લઈ બેઠી રહી. રાજા પણ પૂર્વથી જ મંદિરમાં ગુપ્ત સ્થાને આવી સંતાઈ ગયો. રાત જામી ગઈ.
ત્યાં કોઈ સુંદર-સુરીલા કંથી ગાતો જવાન ત્યાં રાતવાસા માટે આવ્યો. તેના કંઠની મોહક હલકથી તે સ્ત્રી મુગ્ધ થઈ ને પતિનું માથું જમીન પર મૂકી તેની પાસે આવી બેઠી. થોડી જ વારમાં તેઓ એકબીજા પર મુગ્ધ થઈ ગયાં. ને તે સ્ત્રી પતિના શબની સામે જ તે ગાયક સાથે વિકારથી ઉત્તેજિત થઈ વિલાસ કરવા લાગી. સાવ બેહૂદુ ને બીભત્સ દશ્ય નજરે જોઈ રાજા ગુરુના ગુણ ગાતો ત્યાંથી નીકળ્યો અને મહેલમાં આવી શાંતિથી સૂઈ ગયો. સવારે તો તે સ્ત્રી ચિતા રચાવી