Book Title: Updesh Prasad Part 04
Author(s): Vishalsensuri
Publisher: Virat Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/022160/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ITE આ ઉપદેશપ્રાસાદ (ભાગ) લેખક : શ્રી વિરાટ T બી . Page #2 -------------------------------------------------------------------------- ________________ ૐ હો અહં નમઃ શાસનસમ્રાટ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી સદ્ગુરુભ્યો નમઃ પીયૂષપાણિ આચાર્યવર્ય શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી સદ્ગુરુભ્યો નમઃ વિરાટ પ્રકાશન છેતાલીસમું આચાર્ય શ્રીમદ્ વિજયલક્ષ્મીસૂરીશ્વરજી વિરચિત ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ (ભાગ ચોથો) ગુર્જર ભાવાનુવાદ -: પ્રેરક ઃ મધુર ઉપદેશક-રાજેશ્વર રાજશેખરસૂરીશ્વરજી મ. -: આયોજકઃ બાલમુનિ બાલમુનિ શ્રી ધનંજયવિજયજી મ.સા. શ્રી અરિંજયવિજયજી મ.સા. - લેખકઃ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયવિશાલસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ (શ્રી વિરાટ્) Page #3 -------------------------------------------------------------------------- ________________ -: પ્રકાશક : શ્રી વિરાટ પ્રકાશન મંદિર ઠે. શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન, તળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦. પ્રાપ્તિસ્થાનો શ્રી પીયૂષપાણિ પાર્શ્વનાથ તીર્થધામ મુ. વરસાવા, પો. મીરા, જી. થાણા, મહારાષ્ટ્ર, પીન-૪૦૧૧૦૪. Ph.: 022-28457414, M : 09820898653 | શ્રી વિશાલ જૈન કલા સંસ્થાના (જૈન મ્યુઝિયમ) તળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦ M : 8128941641 ભરત ગ્રાફિક્સ ૭, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. Ph. : 079-22134176, CM : 9925020106 આવૃત્તિ - પાંચમી વીર સં. ૨૫૩૭ - વિ.સં. ૨૦૬૭ - નેમિ સંવત ૨૮ • ઈ.સ. ૨૦૧૦ પ્રચારાર્થે કિંમત : રૂા. ૨૦૦-૦૦ સેટ ભાગ ૧ થી ૫ - કિં. રૂા. ૯૦૦-૦૦ મુદ્રકઃ ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, મો : ૯૯૨૫૦૨૦૧૦૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય આચાર્યદેવેશ રાજેશ્વર રાજશેખરસૂરીશ્વરજી મ.સા.નો સંક્ષિપ્ત પરિચય વિછીયા (ઝાલા) નિવાસી દશાશ્રીમાળી ઝવેરી શિવલાલ નાગરદાસ - માતા કાંતાબેનની કુક્ષીએ ઈન્દોરમાં જન્મ્યા ને મુંબઈમાં મોટા થયા. શ્રી રમેશભાઈ દીક્ષિત થયા પહેલા પોતાના મોટાભાઈ વિશાલવિજયજીના પ્રભાવમાં રહ્યા. ત્રણ વર્ષ તેમની પાસે રહ્યા અને કર્મગ્રંથ, તત્ત્વાર્થ, સંસ્કૃત બુક આદિનો સુંદર અભ્યાસ કર્યો. તેમની પરિપક્વતા જાણી મહાસુદ-૧૩ ના રોજ કીનોલી (મુરબાડ) મુકામે આ. શ્રી પ્રિયંકરસૂરિજી મ.સા.ના વરદ્ હસ્તે દીક્ષા વડીદીક્ષા થઈ. નામ રાખ્યું રાજશેખરવિજયજી. મુનિ શ્રી વિશાલવિજયજીના શિષ્ય તેર વર્ષના નાનકડા રાજશેખરવિજયજી દીક્ષાદિનથી જ ગુરુ સંગાથે વિચરતા રહ્યા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમની કુશાગ્ર બુદ્ધિ ખીલતી રહી. ડહાપણ ઝળકતું રહ્યું. સમર્પણભાવમાં આત્મા રંગાતો રહ્યો. થોડા વખતમાં જ વ્યાકરણ-ન્યાય-સિદ્ધાંતસાહિત્ય-સ્તવનો-સજ્ઝાયોનો અદ્ભુત અભ્યાસ કર્યો. તેઓશ્રીનો સુમધુર કંઠ દહેરાસર-ઉપાશ્રયને મંત્રમુગ્ધ કરતો રહ્યો. તેઓશ્રી અદ્ભુત કાર્યદક્ષતા ધરાવતા હતા. એ સમયે ગુરુમ. સાથે કોઈની પણ સહાય વીના આખું હિન્દુસ્તાન વિચર્યા અને શાસન પ્રભાવનાના મહાન કાર્યો-તીર્થયાત્રાઓ કરી. પૂ. મેરુસૂરિજી મ., પૂ. દેવસૂરિજી મ., પૂ. હેમચંદ્રસૂરિજી મ.ની નિશ્રામાં પોતાના ગુરુમહારાજ સાથે મોટા યોગો કર્યા અને આચાર્યપદવી સુધી પહોંચ્યા. આમ શ્રી રાજશેખરસૂરિજી સર્જક અને વ્યાખ્યાનદાતા તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સંવત ૨૦૩૦ માં ગુરુ મહારાજની નિશ્રામાં રહીને પાલીતાણામાં મ્યુઝીયમ માટે ટ્રસ્ટ કાયમ કર્યું. આ સંસારનું એકમાત્ર જૈન મ્યુઝીયમ છે. પાલીતાણામાં આવ્યા અને મ્યુઝીયમ ન જોયું તેણે કશું નથી જોયું એમ કહેવું પણ અસ્થાને નહિ ગણાય. આવા અલૌકિક મ્યુઝીયમની સ્થાપના-વિકાસ-જાળવણી આદિમાં તેઓશ્રીનો અનન્ય ફાળો હતો. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ. રાજશેખરસૂરિજી મ. પોતાના ગુરુમહારાજની સાથે પડછાયાની જેમ રહ્યા. એક દિવસ પણ ગુરુથી છુટા પડેલ નહિ. સં. ૨૦૬૫ નું ચોમાસુ ગુરુમહારાજની નિશ્રામાં ભાયંદર મુકામે કર્યું. શાંત સુધારસ ગ્રંથના આધારે અભુત વ્યાખ્યાનો આપ્યા. હજારોની મેદની આવતી. સ્તવન-સઝાયોમાં તો તેમની માસ્ટરી હતી. પ્રતિક્રમણમાં તેઓશ્રી સ્તવન-સઝાય પ્રકાશે ત્યારે મોટી સંખ્યામાં આવેલ ભાવુકવર્ગ ડોલવા લાગે. સરલતા-સહજતાપરોપકારીતા-વિચક્ષણતા આદિ ગુણો જોઈ ધન્યતાનો અનુભવ થાય. ગુરુકૃપાએ જૈન મ્યુઝીયમની સ્થાપના કરી. તે આજે કરોડો રૂપિયામાં પણ ન થઈ શકે. તેમની કલ્પના બુદ્ધિ પણ અચરજ પમાડે તેવી હતી. ગુરુકૃપાથી દાદાગુરુની સ્મૃતિમાં શ્રી પિયૂષપાણિ પાર્શ્વનાથ તીર્થધામ નામનું મહાન તીર્થ મુંબઈ (દહીંસર પાસે)માં સ્થાપન કર્યું. જે આખા દેશમાં પ્રસિદ્ધ છે. પર મા છેલ્લા ચોમાસામાં ભાયંદર મુકામે હજારો શ્રાવકોની પર્ષદામાં વ્યાખ્યાન આપતા. ૪૫ આગમની તપશ્ચર્યાની ક્રિયા કરાવતા તેમજ પ્રતિક્રમણમાં સ્તવનો સઝાયથી સહુને ડોલાવતા. આમ ભાયંદર મુકામે તેઓશ્રી સહુના વહાલા થયા. તેઓ કલા મર્મજ્ઞ દિર્ઘદૃષ્ટા અને સમય આવે સહુને સાચવી લેનાર હતા. તેઓશ્રીને એકાદ વરસથી સામાન્ય હાર્ટની તકલીફ હતી. ડૉક્ટરે કહેલું બહુ ચિંતા જેવું નથી દવા લેજો ને સાચવજો. પણ આશો સુદ ૧૩ ના વિજય મુહૂર્તે તેઓ ઈચ્છા વિના ગોચરી માટે બધા સાથે બેઠા, વાપર્યા વિના જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમની પાલખીને શ્રી પીયુષપાણિ તીર્થમાં લઈ જવાઈ. ૨૫ હજાર માણસ સાથે હતું ને પાંચ હજાર માણસો તો વરસતા વરસાદે પીયુષપાણિ સુધી પહોંચ્યા. જય જય નંદા, જય જય ભદાના જયઘોષપૂર્વક શેઠ શ્રી રતિલાલ જેઠાભાઈ સલોત પરિવારે સારો એવો ચઢાવો બોલી અગ્નિદાહનો લાભ લીધો. રાજેશ્વર રાજશેખરસૂરિજી સદેહે આપણી સાથે નથી, પણ તેમને આરંભેલ કાર્યો આપણે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાના છે. - આચાર્ય શ્રી વિશાલસેનસૂરિ (વિરાટુ) Page #6 -------------------------------------------------------------------------- ________________ વિશ્વભરમાં એક માત્ર અદ્વિતીય અને અલૌકિક જૈન મ્યુઝીયમ શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન -: પ્રેરણા - આશીર્વાદ - માર્ગદર્શન :કલાવિદ્ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિશાલસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ (શ્રી વિરાટ્) ઉદ્દેશ અને હેતુ ૧. સર્વને સુવિદિત છે કે અર્થલોલુપ તત્ત્વો પ્રાચીન જૈન કલાકૃતિઓ, હસ્તપ્રતો, મૂર્તિઓ આદિની ચોરી કરીને કે કરાવીને તેને મામુલી કે મોંઘી કિંમતે વેચી નાંખે છે. ૨. આ પણ સુવિદિત છે કે કલા-મૂલ્યના અજ્ઞાનના લીધે વ્યક્તિગત કે સંઘના જ્ઞાનભંડારોમાં દસ્તાવેજી હસ્તપ્રતો, કલાકૃતિઓ આદિનો ઉધઈ, ભેજ, વાંદા આદિ વિનાશ કરે છે. ૩. એવું પણ બને છે કે સંઘના જ્ઞાનભંડારોમાંથી આવી દુર્લભ વસ્તુઓ ચોપડે નોંધાયેલી હોવા છતાં ય, તે કોની પાસે છે તેની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. ૪. અને આ પણ જગજાહેર છે કે જગ્યાના અભાવે તેમજ આવી દુર્લભ કૃતિઓના ઐતિહાસિક મહત્ત્વના જ્ઞાનના અભાવે તે દરિયામાં પણ પધરાવી દેવાય છે. આ ચિંતાજનક પરિસ્થિતિને શક્ય તમામ પ્રયાસોથી રોકવા તેમજ સમાજને પ્રાચીન સાહિત્ય કલા અને સંસ્કૃતિના વારસાનું યથાર્થ મહામૂલ્ય સમજાવવા તેમજ સાધનોની મર્યાદામાં રહીને જ્યાંથી પણ તેવો પ્રાચીન વારસો મળે ત્યાંથી તે મેળવીને તેનું યોગ્ય જતન કરવાનો આ સંગ્રહાલયનો મુખ્ય અને વિશાળ શુભ ઉદ્દેશ છે. આ ઉપરાંત વર્તમાન સાહિત્ય, કલા અને સંસ્કૃતિને શિલ્પ, ચિત્ર અને અક્ષરમાં અંકિત કરીને ભાવિ પેઢીને આજનો દસ્તાવેજી વારસો આપવાની અમારી નેમ અને સંનિષ્ઠ પ્રયત્ન છે. -સંગ્રહાલયના લાભ (૧) ગૌરવવંતા જૈન ઈતિહાસ અને જૈન વિભૂતિઓ વિષે દસ્તાવેજી અને પ્રત્યક્ષ જ્ઞાન અને માહિતી મળે છે. (૨) પ્રાચીન શિલ્પ, રંગ, રેખા, શૈલી, લીપી આદિ શીખવા મળે છે. (૩) તત્કાલિન વેષ, વ્યવહાર, વિચાર વગેરેની ઐતિહાસિક જાણકારી મળે છે. નિવેદક : ટ્રસ્ટીઓ 16 શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન (જૈન મ્યુઝીયમ) તળેટી રોડ, પાલિતાણા-૩૯૪૨૭૦, આવી મહત્ત્વાકાંક્ષી યોજના માટે આપનો સહકાર અપેક્ષિત છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૐ હો અહં નમઃ કાંઈક પ્રાસ્તાવિકો પરમ ઉપકારી તીર્થંકર પરમાત્માએ વિશ્વના એકાંતહિતને માટે જે કલ્યાણકારી વાણી ફરમાવી, તે અનેક પાત્રોમાં ઝીલાઈ આજે પણ કલ્યાણમાર્ગને પ્રશસ્ત કરી રહી છે. ઉપદેશ વિના-બોધ વિના અંધારું છે. મુખ્યતાએ બોધ આપવાના અધિકારી ગીતાર્થ ગુરુ મહારાજો છે. ઉપદેશ આપવાની કળામાં સાધુઓ નૈપુણ્ય અને જ્ઞાન મેળવે એ ઉદ્દેશથી વ્યાખ્યાનલેખનના કુશળ આલેખનકાર આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયલક્ષ્મસૂરીશ્વરજી મહારાજાએ ઉપદેશપ્રાસાદ એટલે ઉપદેશનો મહેલ નામનો આ મહાગ્રંથ વરસ દિવસના વ્યાખ્યાનોની ગોઠવણપૂર્વક રચ્યો છે, આ ગ્રંથને મહેલની ઉપમા લઈ યથાર્થ નામાભિધાન અર્પે છે. આ મૂળગ્રંથ સરળ સંસ્કૃતમાં છે. તેમાં વિપુલ સાહિત્યનું સંકલન અને ઘણું બધું તત્ત્વ ભર્યું છે. પોતાના ગુરુભાઈ શ્રી પ્રેમવિજયજીની પ્રેરણાથી તેમણે આ ગ્રંથ રચી ઘણો ઉપકાર કર્યો છે, કેમકે વર્તમાનમાં પણ ઘણા સાધુ-મુનિરાજો આદિ આ ગ્રંથના આધારે વ્યાખ્યાન વાંચવાની શરૂઆત કરી શક્યા છે. ઘણી જરૂરી હોઈ આ પાંચમી નવી આવૃત્તિ છપાવાઈ. પ્રસ્તુત ગ્રંથની આ પાંચમી આવૃત્તિ જ આ ગ્રંથની લોકપ્રિયતાનું પ્રતિક છે. | મુખ્ય ગ્રંથ પણ ખંડમાં વહેંચાયેલા છે. પ્રથમ ખંડમાં સમ્યક્ત્વનું સ્વરૂપ, બીજા ખંડમાં દેશવિરતિ-શ્રાવકધર્મનું સ્વરૂપ અને ત્રીજા ખંડમાં સર્વવિરતિ-મુનિધર્મનું સ્વરૂપ વર્ણવેલું છે, આ ત્રણે ખંડને પાંચ ભાગમાં વહેંચી ગુજરાતી ભાષાંતર રૂપે જૈનધર્મ પ્રસારક સભાએ વર્ષો પહેલા છપાવેલ, જે આજે દુપ્રાપ્ય છે. ભાષાનું સૌષ્ઠવ ને વિષયનું સરલ-વિશિષ્ટ નિરૂપણ થાય, કથાઓને થોડી મઠારવામાં આવે તો ગ્રંથ વધારે ઉપકારક થાય એ ઉદેશથી આ પાંચે ભાગો અમે નવેસરથી લખ્યા છે, આમાં વધારે કાંઈ કહેવાપણું રહેતું નથી. કારણ કે ગ્રંથ પોતે જ પોતાની વાત કહેશે. શ્રાવક માત્રના ઘરમાં આ પાંચે ભાગ હોવા જરૂરી છે. એક આખા વરસનો આમાં નિત્ય નવો સ્વાધ્યાય છે, ૩૬૦ દિવસ પ્રમાણે ૩૬૦ વિષયો-તેનું નિરૂપણ અને તે પર ૩૬૦ જ્ઞાનબોધવર્ધક આકર્ષક કથાઓ છે, જે ઘણો બોધ આપશે ને ઉપકાર કરશે. ૧૦ વર્ષ પૂર્વે છપાયેલા આ પાંચ ભાગોની ઘણા વખતથી ઘણી માંગણી હતી, સ્થાનકવાસી-તેરાપંથી ઘણાં સાધુ-સાધ્વીજીની પણ માંગ હતી. સાચા અર્થમાં આ ગ્રંથો સાચા ગ્રાહકનાં હાથમાં પહોંચે તેવા ગૌરભર્યા આશયથી આ ગ્રંથોનું પડતર ભાવે વેચાણ રાખેલ છે. લિ. શ્રી મહાવીરસ્વામી જન્મકલ્યાણક દિવસ આ. વિશાલસેનસૂરિ (શ્રી વિરાટ) પાલીતાણા Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થઈ ચૂક્યો છે શ્રી વિરાટ્ પ્રકાશનના અદ્ભુત ગ્રન્થો ભગવાન મહાવીરની અંતિમ દેશના (ભાગ ૧ તથા ૨) શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવિશાલસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રેરક પ્રવચનો આવૃત્તિ ત્રીજી કિંમત માત્ર રૂા. ૧૦૦-૦૦ (ભાગ ૧ તથા ૨ ની રૂા. ૨૦૦-૦૦) પ્રાપ્તિસ્થાનો શ્રી પીયૂષપાણિ પાર્શ્વનાથ તીર્થધામ વરસાવા, પો. મીરા, જી. થાણા, મહારાષ્ટ્ર, પીન-૪૦૧૧૦૪. Ph. : 022-28457414, M: 09820898653 ♦ પ્રેરક પ્રવચનો -: આ ગ્રન્થની વિશિષ્ટતાઓ : શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન (જૈન મ્યુઝિયમ) તળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦ M : 8128941641 • ૮૦૦ થી અધિક પેજ • સુંદર ગેટ અપ ♦ નયનરમ્ય મુદ્રણ • પાકું બાઈન્ડીંગ Page #9 -------------------------------------------------------------------------- ________________ 0 વિષયાનુક્રમ પૃષ્ઠ પ૯ - w છે w જ w . . ૭૫ ........... વિષય | પૃષ્ઠ વિષય પૂજાનો વિધિ... | વેશ્યાનું સ્વરૂપ ... દમયંતીની કથા ............... .......... ૧| પ્રિયંકર રાજાની કથા.................... શ્રી જિનેશ્વરદેવની દીપક પૂજા ............ ૭ | ધાડ પાડનાર છ પુરુષોનું દષ્ટાંત ......... દીપપૂજા વિષે ધનાનું દષ્ટાંત .............. ૮ વિચાર્યા વિના કાર્ય ન કરવું............ જ્ઞાનાભ્યાસ કરવો ...................... | ઉતાવળે કામ કરવું નહિ................ યવઋષિની કથા ........................ ૧૦| પાંચ કારણો............................૬૬ જ્ઞાનની વિરાધના ત્યજો ..................૧૪] ભવિતવ્યતા અંગે રાવણની કથા......... ગુણમંજરી અને વરદત્તની કથા...........૧૬ કર્મ પરિણામની પ્રબળતા ............ અભયદાન ............. ............. રત્નચંદ્રનું દષ્ટાંત.................... અભયદાન ઉપર દષ્ટાંત ................ ૨૩| કાલાદિક પાંચ કારણો ............... ગોવાળનું દૃષ્ટાંત . .... ૨૪ કુલ્લકકુમારનું દૃષ્ટાંત . ........ અનુકંપાદાન અંગે જગડુશાનું દષ્ટાંત ......૨૬ | મનુષ્ય જન્મની દુર્લભતા. દાનધર્મની દેશના ....................... ૨૭ | ભાવ વંદનની સફળતા................. પાત્ર દાનની મહત્તા . ૩૧ | શીતલાચાર્યનું દષ્ટાંત .................. ધન્નાજીનું દૃષ્ટાંત....... | નવ નિયાણાનો ત્યાગ કરવો ...... ચાર પ્રકારનો ધર્મ ................ | તામલી તાપસનું દષ્ટાંત................ ધર્મતત્ત્વને ગ્રહણ કરવું....................૪૦ | જ્ઞાન-ક્રિયાથી મોક્ષ .................... કપિલમુનિની કથા ...................... ૪૦ દૃષ્ટાંત ...... .............. નિરતિચાર મુનિજીવનનું ફળ ............ ઉપદેશ માટે યોગ્યતા જરૂરી છે.......... પુંડરિક-કંડરિકની કથા ................... | કદાગ્રહનો ત્યાગ કરવો ............... સારી સોબત કરવી.................. ૪૬ | | ગોઠામાહિલનું દષ્ટાંત ............... પ્રભાકર વિપ્રનું દૃષ્ટાંત .. સર્વ વિસંવાદી આઠમો નિહવ........ આંતરિક છ શત્રુઓનો ત્યાગ .............૧ | શ્રતનિંદકનું ચરિત્ર ................... - ૧૦૨ અપ્રમત્ત બનવું ..... | વચનથી બંધાયેલ કર્મનો વિપાક........ સેલકમુનિનું દષ્ટાંત.. ૫૪| અમરદત્ત અને મિત્રાનંદની કથા........ ૧૦૫ કાર્તિક પૂર્ણિમાનું મહાભ્ય.......... | માનનો ત્યાગ કરો.................... દ્રાવિડ-વારિખિલ્લની કથા ...............૫૭] બાહુબલિનું દૃષ્ટાંત ........ . ૮૩ 2પ m 6 6 0 .૯૪ N ....... Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષય માયાપિંડથી થતા દોષો અષાઢાભૂતિમુનિનું દૃષ્ટાંત અતિ લોભ ન કરવો . સાગરશેઠનું દૃષ્ટાંત . લોભનો ખાડો પુરાતો નથી સુભૂમ ચક્રવર્તિનું દૃષ્ટાંત ક્રોધપિંડનું સ્વરૂપ લોભપિંડનું સ્વરૂપ સિંહકેસરીયાનું દૃષ્ટાંત દશમા અહ્વા (કાળ) પચ્ચક્ખાણના ભેદ અને તેનું ફળ કુવિંદ વણકરની કથા પ્રત્યાખ્યાનના ૧૦ પ્રકારો દામન્તકનું દૃષ્ટાંત .. વ્રત ભાંગવાનું કટુ ફળ મત્સ્યોદરની કથા મૌનએકાદશીનું મહાત્મ્ય સુવ્રતશેઠની કથા. શંકા ત્યાગો .. આષાઢાચાર્યનું ઉદાહરણ મિથ્યાત્વના ભેદો મિથ્યાત્વ છોડવું મુશ્કેલ છે. ગોશાળાનું દૃષ્ટાંત પરમાત્માની આશાતનાનું ફળ . જ્ઞાનાચારનો પ્રથમ આચાર...... શ્રી સાગરાચાર્યનું દૃષ્ટાંત અકાળે સ્વાધ્યાયથી હાનિ બીજો આચાર વિનયાચાર. આર્ય સ્થૂલભદ્ર આચાર્ય શ્રી ચંડરુદ્રાચાર્યનું દૃષ્ટાંત પૃષ્ઠ વિષય ૧૧૪ | ત્રીજો જ્ઞાનાચાર-બહુમાન ૧૧૪ બે નૈમિત્તિકનું દૃષ્ટાંત... ૧૧૭ | શ્રી કુમારપાળ મહારાજાનું દૃષ્ટાંત ૧૧૭ | ચોથો આચાર-ઉપધાન વહન ૧૧૯ | યોગનું બહુમાન ૧૧૯ | યોગ વહનની સ્થિરતાનું દૃષ્ટાંત ૧૨૩ | અનિદ્ઘન-પાંચમો આચાર ૧૨૬ | રોહગુપ્તની કથા . ૧૨૬ | વ્યંજનાનિહ્નવ-છઠ્ઠો શ્રુતાચાર સમ્રાટ્ અશોક અને કુણાલ પૃષ્ઠ ૧૮૯ ૧૯૦ ૧૯૨ ૧૯૪ ૧૯૯ ૨૦૧ ૨૦૬ ૨૦૭ ૨૧૨ ૨૧૪ ૨૧૬ ૨૧૮ ૨૧૮ ૨૧૯ ૨૨૦ ૨૨૪ ૨૨૪ ૨૨૮ ૧૫૦ સૂત્રનો-શ્રુતનો હિતકારી અર્થ કરવો .. ૧૫૪ ક્ષુલ્લકમુનિનું દૃષ્ટાંત ૧૫૪ ભેરીનું દૃષ્ટાંત ૨૨૮ ૨૩૨ ૨૩૪ ૧૫૯ | દર્શનાચારનો પ્રથમાચાર-નિઃશંક ૧૬૬ | શ્રી ગંગાચાર્યનું દૃષ્ટાંત . ૨૩૪ ૧૬૬ | દર્શનાચારનો બીજો આચાર-નિ:કાંક્ષા .... ૨૩૯ ૨૩૯ ૨૪૧ ૧૨૯ | વિદ્યાધરનું દૃષ્ટાંત ૧૩૨ | અર્થાનિĀવ સાતમો શ્રુતાચાર ૧૩૬ | શ્રી હેમચંદ્રસૂરિજીનું દૃષ્ટાંત ૧૩૮ | ભરડાનું દૃષ્ટાંત ૧૪૧ | કુંડકોલિકનું દૃષ્ટાંત ૧૪૨ | શ્રુત-અર્થ અનિહ્નવ-આઠમો શ્રુતાચાર ૧૪૮ | શ્રી અભયદેવસૂરિજી ૧૭૦| ક્ષુલ્લકમુનિનું દૃષ્ટાંત ૧૭૨ | મુનિ અશ્વમિત્રજીની કથા ૧૭૪ | દર્શનાચા૨નો ત્રીજો આચાર૧૭૮ | નિર્વિચિકિત્સા ૧૮૩ | ભોગસાર શ્રાવકનું દૃષ્ટાંત.. ૧૮૪ | દર્શનાચારનો ચોથો આચાર ૧૮૬ | અમૂઢદૃષ્ટિત્વ . ૨૪૪ ......... ૨૪૪ ૨૪૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ૩૦૦ •.. ૩૦૪ વિષય પૃષ્ઠ વિષય લેપશ્રેષ્ઠીનું દષ્ટાંત ..................... ૨૪૯ | રજાસાધ્વીનું દષ્ટાંત.................. ૨૯૫ દર્શનાચારનો પાંચમો આચાર | ચારિત્રાચારનો ત્રીજો આચારધર્મજનની પ્રશંસા ..... ૨૫૭| એષણાસમિતિ ............ શ્રી કામદેવ શ્રાવકની કથા............. ૨૫૮ | મુનિ ધનશર્માનું દષ્ટાંત ............... ધર્મીજનની પ્રશંસા (૨) ............... ૨૬૧ ચોથો-પાંચમો ચારિત્રાચાર............ શ્રી હેમચંદ્રસૂરિજી..................... ૨૬૧| શ્રી ધર્મરુચિનું ઉદાહરણ .............. દર્શનાચારનો છઠ્ઠો આચાર-સ્થિરીકરણ .. ૨૬૮ | ત્રણ ગુપ્તિ ........................ મહારાજા કુમારપાળનો પ્રબંધ .......... ૨૬૯ | | મનોગુપ્તિ ઉપર જિનદાસ શેઠનું દૃષ્ટાંત . ૩૦૪ સ્થિરીકરણ . ...................... ૨૭૪ | સાતમો ચારિત્રાચાર-વચનગુપ્તિ. . ૩૦૪ કુમારપાળ રાજાનું દષ્ટાંત .............. ૨૭૪ | ચારિત્રાચારનો આઠમો અતિચારદર્શનાચારનો સાતમો ભેદ કાયગુપ્તિ ............................ ૩૦૬ સાધમિકવાત્સલ્ય.. | તપાચાર ... રાજા કુમારપાળનું દષ્ટાંત ............ ૨૮૨ | મર્ષીમુનિનું દષ્ટાંત ...................... ૩૦૯ પત્નીનું પતિવાત્સલ્ય .................. ૨૮૪ | લેમર્થીએ પાછો વિચિત્ર અભિગ્રહ લીધો. ૩૧૦ દર્શનાચારનો આઠમો આચાર-પ્રભાવના. ૨૮૭ | તપસ્યાની યથાર્થતા.................... ૩૧૩ ચારિત્રાચારના આઠ પ્રકાર પહેલો તપાચાર-અનશન .............. ૩૧૫ પ્રથમ ઈર્યાસમિતિ..................... ૨૯૧) ધન્યમુનિનું દષ્ટાંત .................... ૩૧૮ શ્રી વરદત્તમુનિનું ઉદાહરણ ............ ૨૯૩ | બીજો તપાચાર-ઉણોદરી ............... ૩૨૦ ચારિત્રાચારનો બીજો આચાર તપાચારનો ત્રીજો આ રેપ .... ૩૨૧ ભાષાસમિતિ | દઢપ્રહારીની કથા .. ...... ૩૨૨ ૨૮૨] તપાચાર ............. ૩૦૮ •. ૨૯૪) Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૐ હ્રીં અર્જુ નમઃ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે શ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજી મહારાજા વિરચિત ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ ચોથો (ગુજરાતી વિવરણ) ૨૧૨ પૂજાનો વિધિ निश्चयाद् भव्यजीवेन, पूजा कार्या जिने शितुः । दमयन्त्येव कल्याण, सुखसंततिदायिनी ॥ ભાવાર્થ :- “ભવ્ય પ્રાણીએ દમયંતીની જેમ સુખ અને કલ્યાણની પરંપરાને કરનારી જિનેશ્વરની પૂજા અવશ્ય કરવી જોઈએ.” દમયંતીની કથા નિષધ કોસલાનગરીનો રાજા હતો અને ભીમ વિદર્ભ દેશનો. નિષધ રાજાને બે પુત્રો હતા. એકનું નામ નળ અને બીજાનું નામ કુબે૨. ભીમ રાજાને સંતાનમાં માત્ર એક પુત્રી જ હતી. તેનું નામ દમયંતી હતું. દમયંતી લગ્ન યોગ્ય ઉંમરની થતાં તેના પિતા ભીમરાજાએ તેનો સ્વયંવર યોજ્યો, ભીમરાજાના આમંત્રણથી સ્વયંવરમાં સેંકડો રાજકુમારો, મંત્રીપુત્રો અને શ્રેષ્ઠીપુત્રો આવ્યા. દમયંતીએ આ સૌમાંથી નિષધરાજાના પુત્ર નળના કંઠે વરમાળા પહેરાવી, ભીમરાજાએ નળ દમયંતીનાં ધામધૂમથી લગ્ન કર્યાં અને જમાઈને અનેક હાથી, ઘોડા, રત્નો, સુવર્ણ વગેરે આપ્યાં. પછી શુભ દિવસે પિતાએ પુત્રીને ભીની આંખે સાસરે વળાવી. નળ દમયંતીને લઈને પોતાના રાજ્ય કોસલા આવવા નીકળ્યો, તેમની સાથે અન્ય કુટુંબીજનો અને સ્નેહીજનો પણ હતા. જાન ચાલતી ચાલતી એક જંગલમાં આવી પહોંચી. Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ જંગલમાં સુરક્ષિત સ્થાને પડાવની વ્યવસ્થા કરતાં કરતાં જ સૂર્યાસ્ત થઈ ગયો. ગાઢ જંગલ અને સૂર્યાસ્તનો સમય, આગળનો રસ્તો તેમજ આજુબાજુનું કંઈ સ્પષ્ટ દેખાવું મુશ્કેલ બન્યું. અંધકારના લીધે સૌ મૂંઝવણ અનુભવી રહ્યા. કયા રસ્તે જવું? ક્યાં પડાવ નાંખવો? ત્યાં અચાનક નવવધૂ દમયંતીએ પોતાના કપાળ પરના સૌભાગ્યતિલકને લૂછ્યું. તિલક લૂછતાં જ તેમાંથી પ્રકાશનાં કિરણો પ્રકટ્યાં. અંધારું થોડુંક દૂર થયું. તિલકના એ તેજમાં દમયંતીએ સામે જોયું, તો ત્યાં તેણે એક વૃક્ષ નીચે એક મુનિને ધ્યાનમાં સ્થિર ઊભેલા જોયા. તેણે એ પણ જોયું કે એક હાથી તેની સૂંઢથી મુનિના શરીરને ઘસી રહ્યો હતો. લાગતું હતું કે એ હાથી મદોન્મત્ત બન્યો હતો. અને પોતાના મદને સૂંઢથી મુનિના શરીરને ખરડી રહ્યો હતો. મદના કારણે ત્યાં ભમરાઓનું ઝુંડ મુનિના શરીર પર મંડરાઈ રહ્યું હતું અને એ ભમરાઓ તેમના શરીરને ડંખ મારી રહ્યા હતા. પરંતુ મુનિ તો પોતાના ધ્યાનમાં સ્થિર અને અડોલ ઊભા હતા. દમયંતી સંસ્કારી હતી. નળ પણ સંસ્કારી હતો. બન્નેએ મુનિ પાસે જઈને ભાવથી વંદના કરી. અન્ય સ્નેહીજનો અને પરિજનોએ પણ વંદના કરી. મુનિએ સૌને “ધર્મલાભ આપ્યા અને ધર્મદેશના આપી. નળના મનમાં જિજ્ઞાસા સળવળતી હતી કે પોતાની પત્ની દમયંતીના સૌભાગ્યતિલકમાંથી તેજ કેવી રીતે પ્રકટ્યું? મુનિશ્રીએ દેશના પૂરી કરી. ત્યારે નળે વિનયપૂર્વક પોતાની જિજ્ઞાસા જણાવી. મુનિશ્રી બોલ્યા: “હે નળ ! દમયંતીએ કોઈ એક ભવમાં આત્મોલ્લાસપૂર્વક પાંચસો આયંબિલ કર્યાં હતાં. એ તપ દરમિયાન તેણે ભાવિ તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાની ઉત્કટ ભાવથી વિધિપૂર્વક પૂજા કરી હતી. તપની પૂર્ણાહુતિ થતાં તેણે ભવ્ય ઉજમણું કર્યું હતું. એ ઉજમણામાં તેણે ચોવીસ તીર્થંકરના ભાલ પ્રદેશમાં રત્નજડિત સુવર્ણતિલક ચડાવ્યાં હતાં. એ ભવમાં તેણે જે ઊછળતા હૈયે અને શુદ્ધિપૂર્વક જિનપૂજા કરી હતી. આથી એ પુણ્યના પ્રભાવથી આજે દમયંતીના સૌભાગ્યતિલકમાંથી તેજ કિરણો પ્રકટ્યાં છે. દમયંતીનો પૂર્વભવ જાણીને સૌની જિનેશ્વર દેવ પ્રત્યેની ભાવના વધુ સુદૃઢ બની. સૌએ દમયંતીની વિશુદ્ધ અને ઉલ્લસિત જિનપૂજાની અનુમોદના કરી. આ પછી નળ જાન સાથે સહીસલામત કોસલાનગરી આવી પહોંચ્યો. સમય જતાં નિષધ રાજાએ નળને પોતાના રાજ્યની જવાબદારી ભળાવી દીધી અને પોતે દીક્ષા લીધી. દીક્ષા જીવનમાં સંયમ ધર્મનું ઉત્કૃષ્ટ પાલન કરીને જે સ્વર્ગે ગયા. આ દરમિયાન મળે ન્યાય અને નીતિથી રાજ્યનું સંચાલન કરીને સૌનાં દિલ જીતી લીધાં. નળની વધતી જતી સત્તા અને લોકપ્રિયતાથી તેનો નાનો ભાઈ કુબેર અદેખાઈની આગમાં બળવા લાગ્યો અને નળરાજાનાં છિદ્રો જોવા લાગ્યો. એક દિવસે કુબેરે નળરાજાને ઘૃત (જુગાર) રમવા લલચાવ્યો. નળ રમવા તૈયાર થયો ત્યારે ઘણાએ તેને કુબેરની જાળમાં ન ફસાવવા સમજાવ્યો. Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ પરંતુ નળે કોઈની વાત માની નહિ અને કુબેર સાથે જુગાર રમવા બેઠો. પાસા ફેંકાતા ગયા. નળ એક પછી એક બાજી હારતો ગયો. કહ્યું છે કે હારેલો જુગારી બમણું રમે. નળ જીતવા માટે વધુ રમતો ગયો. પણ દરેક બાજીમાં કુબેરની જ જીત થતી ગઈ. નળ ઘણું બધું હારી ગયો. રાજ્ય પણ હારી ગયો. તોય નળે રમત બંધ ન કરી. જીતવાની આશાએ અને લાલચે તેણે છેલ્લો દાવ ખેલ્યો. આ દાવમાં નળે પત્ની દમયંતીને હોડમાં મૂકી. નળ દમયંતીને પણ હારી ગયો. ત્યારે કુબેરે હરખાતાં કહ્યું : “ભાઈ ! હવે બાજી સમેટી લો. તમે બધું જ હારી બેઠા છો. હવે તમે મને આ રાજ્ય અને તમારી પત્ની આપી દો અને અહીંથી બીજે ચાલ્યા જાવ.” કુબેરને પત્ની આપી દેવાની માંગણીથી સૌ ચોંકી ઊઠ્યા. વડીલોએ કુબેરને ખૂબ સમજાવ્યો. છેવટે તેણે માન્યું અને તેણે નળને દમયંતી પાછી આપી દીધી. તેને લઈને નળ પહેરેલે જ કપડે નગર બહાર નીકળી ગયો. ચાલતાં ચાલતાં બન્ને એક મોટા જંગલમાં આવ્યાં. ચાલીને બન્ને થાકી ગયાં હતાં. આથી એક ઝાડ નીચે બન્ને જણ ભોંય પર જ સૂતાં. પરંતુ નળને ઊંઘ નહોતી આવતી. જુગારમાં સર્વસ્વ હારી જવાથી નળ હવે સાવ કંગાળ થઈ ગયો હતો. અનેક ચિંતાઓ તેને સતાવવા લાગી. સૌથી વધુ ચિંતા તેને દમયંતીની થવા લાગી. આજની ભીષણ ગરીબાઈમાં પત્નીનું ભરણપોષણ કરવાની તેનામાં શક્તિ ન હતી. બહુ વિચારના અંતે તેણે એક કપરો નિર્ણય લીધો. દમયંતી ઘસઘસાટ સૂઈ ગઈ છે તેની ખાતરી કરીને તેણે તેના પાલવ ઉપર પોતાના જ લોહીના અક્ષરથી કકળતા હૈયે અને આંસુભીની આંખે લખ્યું. “પ્રિયે ! આમ તને છોડીને જતાં મારો જીવ જરાય નથી ચાલતો. પરંતુ એ સિવાય બીજો કોઈ ઉપાય મને જણાતો નથી. આજની સ્થિતિમાં હું તને મારી સાથે રાખી શકું તેમ નથી. જો, અહીંથી વટવૃક્ષની તરફ કુંડિનપુર જવાનો રસ્તો છે અને જમણી તરફ કેસૂડાના ઝાડ પાસે થઈને કોસલાનગરી તરફ જવાનો રસ્તો છે. આ બેમાંથી સાસરે કે પિયરે તારે જ્યાં જવું હોય ત્યાં તું જજે.” આટલું લખીને પોતાનાં આંસુને લૂછતો લૂછતો નળ દમયંતીને ઘનઘોર રાતે અને ગાઢ બિહામણા જંગલમાં એકલી મૂકીને ચાલી નીકળ્યો. તેનાથી જરાય ચલાતું ન હતું. પત્નીને છોડવાની વેદનાથી તેના પગ ભારે થઈ ગયા હતા. છતાંય પરાણે પગને ઢસડતો અને રડતો રડતો એ સતત ચાલતો જ રહ્યો. ચાલતાં ચાલતાં જ સવાર પડી. એ સવારમાં તેણે દાવાનળ જોયા. દાવાનળમાં બળતા પ્રાણીઓના આક્રંદ સાંભળ્યા. ત્યાં જ તેણે એક માનવ અવાજ સાંભળ્યો : “હે ઈશ્વાકુ કુળના મુકુટમણિ નળનરેશ ! મારું રક્ષણ કર ! મારું રક્ષણ કર !” પોતાનું નામ સાંભળીને નળે એ અવાજની દિશા તરફ ધ્યાનથી જોયું. તો ત્યાં એક ઝાડની ઘટામાં બળતા એક સાપને જોયો. તેણે જોઈને નળે પૂછ્યું : “હે નાગરાજ ! તમે મારું નામ કેવી રીતે જાણ્યું? અને તમે અમારા જેવી માનવવાણી પણ બોલી શકો છો? તમે કોણ છો?' Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ સાપે કહ્યું: “હે નળ! પૂર્વભવના સંસ્કારથી હું તારું નામ જાણું છું અને માનવવાણી બોલું છું પણ એ બધી વાતો પછી કરીશ. તમે મને પહેલાં આ આગમાંથી બચાવી લો.” નળ તુરત જ ઝાડ પાસે ગયો અને આગની જ્વાળામાંથી સાપને પોતાના હાથથી પકડીને બહાર ખેંચી કાઢ્યો. આગમાંથી બહાર આવતાં જ સાપે નળને જોરથી ડંખ માર્યો. નળ ચીસ પાડી ઊઠ્યો. થોડીવારે તેણે આંખ ખોલીને જોયું તો પોતાનું અસલી રૂપ અદૃશ્ય થઈ ગયું હતું અને તે કૂબડો બની ગયો હતો. એક તો સાપના ઝંખની વેદના અને તેમાં આવું કૂબડાનું કુરૂપ. નળ આથી ભેંકાર રડવા લાગ્યો. ત્યારે સાપે કહ્યું : હે નળ ! તું રડ નહિ. શાંત થા. હું સાપ નથી. હું તારા પૂર્વભવનો પિતા છું. માયા કરીને મેં તને તારા જ હિત માટે છેતર્યો છે. તારા પરના રાગના લીધે હું બ્રહ્મદેવલોકમાંથી આવ્યો છું. હે વત્સ! હજી તારે ભરતાઈનું રાજ્ય ભોગવવાનું છે. તું આ શ્રીફળ અને કરંડિયો તારી પાસે રાખ. શ્રીફળમાંથી વસ્ત્રો કાઢીને અને કરંડિયામાંથી અલંકારો કાઢીને પહેરીશ એટલે તને તારું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થશે.” આમ કહીને નળની વિનંતીથી તેને સુસુમારપુરી નગરી પાસે મૂકીને એ દેવતા અદશ્ય થઈ ગયો. નળ સુસુમારપુરીમાં પગ મૂક્યો ત્યારે ત્યાં ચોતરફ હાહાકાર મચ્યો હતો. એક હાથી મદમાં ગાંડોતૂર બન્યો હતો અને તેની અડફેટમાં આવતા દરેકને તે કચડી નાંખતો હતો. નળે એ હાથીને સામેથી ધસમસતો આવતો જોયો અને તેણે પોતાના બુદ્ધિ કૌશલ્યથી એ હાથીને વશ કરી લઈને એક સ્થાને બાંધી દીધો. ત્યાર પછી એ નગરીના રાજા દધિપર્ણ પાસે ગયો. તેનો ઉચિત વિનય કર્યો અને વિનંતી કરી : “હે કૃપાળુ રાજન્ ! હું નળરાજાનો રસોઇયો છું. નળરાજા જુગારમાં સર્વસ્વ હારી જતાં તે પોતાની રાણીને લઈને ક્યાંક ચાલ્યા ગયા છે. આથી હું આપની પાસે કામની અપેક્ષાએ આવ્યો છું. હું સૂર્યપાક રસોઈ જાણું છું. તો આપ મને આપની સેવામાં રાખી લો.” દધિપર્ણ રાજાએ તુરત જ કૂબડા નળને પોતાને ત્યાં રાખી લીધો. એક દિવસ આ કૂબડો રાજાના બાગમાં ફરી રહ્યો હતો. ત્યાં એક બ્રાહ્મણે તેને બે શ્લોક સંભળાવ્યા : अनार्याणामलज्जानां, दुर्बुद्धिनां हतात्मनाम् । છાં મળે નાચેવ, ય: સુપ્તામત્યપ્રિયામ્ विश्वासस्य वल्लभां स्निग्धां, सुप्तामेकाकिनी वने । त्यक्तुंकामोपि जातः किं, तत्रैव हि न भस्मसात् ॥२॥ ભાવાર્થ :- “જે નળરાજાની જેમ સૂતેલી પત્નીનો ત્યાગ કરે છે તે માણસને અનાર્ય પુરુષોમાં નિર્લજ્જતામાં, દુબુદ્ધિમાં અને આત્મબમાં પ્રથમ રેખા સમાન જાણવો. સ્નેહવાળી Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પત્નીને વિશ્વાસ પમાડી અને પછી છેતરીને જંગલમાં એકલી ઊંઘતી મૂકીને તજી જવાની ઇચ્છાવાળો નળ તે જ સમયે બળીને કેમ ખાખ ન થઈ ગયો ?” શ્લોકો સાંભળીને કૂબડાએ બ્રાહ્મણની પ્રશંસા કરી અને તેને થોડીક દક્ષિણા પણ આપી. પછી તેણે પૂછ્યું : ‘હે ભૂદેવ ! તમે ખરેખર વિદ્વાન છો. તમારી જેમ મને પણ એમ જ થાય છે કે પત્નીને ઊંઘતી છોડી જનાર નળરાજા ત્યાં ને ત્યાં જ કેમ બળી ન ગયો ? પણ ભૂદેવ ! તમને આ બધી કેવી રીતે ખબર પડી ? શું તમે નળરાજાને મળ્યા છો ? રાણી દમયંતીને મળ્યા છો ? આ અંગે તમે કંઈ પણ જાણતા હો તો મને કહો.” બ્રાહ્મણે કહ્યું : ‘તમે તો નળરાજાના રસોઇયા હતા, આથી તમને નળરાજાની ચિંતા થાય તે સ્વાભાવિક છે. મને જેટલી ખબર છે, તે હું તમને કહું. રાણી દમયંતી સવારે જાગ્યાં અને બાજુમાં નળરાજાને ન જોયા તેથી તેમને ધ્રાસકો પડ્યો. બેબાકળી નજરે આજુબાજુ જોયું, ત્યાં તેમની નજર પાલવ પર લખેલા લોહીના અક્ષરો પર પડી. એ લખાણ તેમણે વાંચ્યું. પતિ સુરક્ષિત છે તે જાણીને તેમના હૈયે શાંતિ થઈ. પછી તેમને પોતાના પિયર જવાનું નક્કી કર્યું અને એ તરફ ચાલવા માંડ્યું. રસ્તે ચાલતાં તેમને એક મોટા સાર્થ-કાફલાનો ભેટો થયો. ત્યાં જ ચોરોએ એ કાફલાને લૂંટવાનો પ્રયાસ કર્યો. દમયંતીએ એ સમયે એવો જોરથી હાકોટો પાડ્યો કે ચોરો ગભરાઈને કોઈને લૂંટ્યા વિના જ ત્યાંથી ભાગી છૂટ્યા. દમયંતીના આ સત્ત્વ અને શક્તિ જોઈને સાર્થપતિએ તેને પ્રણામ કર્યા. તેની ખબર-અંતર પૂછી તેનો પરિચય મેળવ્યો. ‘આ તો નળરાજાની રાણી' એમ જાણતાં સાર્થપતિએ તેનો ખૂબ જ આદર-સત્કાર કર્યો અને એક રાજમાતાની જેમ તેમને સાચવવા લાગ્યા. દમયંતીએ વિચાર્યું : વર્ષાનો સમય છે. મારા લીધે સાર્થને તેમના સ્થળે પહોંચવામાં વિલંબ થશે, આથી હું એકલી જ ચાલી નીકળું' આમ વિચારીને સાર્થપતિને જણાવ્યા વિના તે નીકળી પડી. રસ્તામાં કોઈ રાક્ષસે ઉપદ્રવ કર્યો. પરંતુ દમયંતી રાક્ષસથી જરા પણ ભય ન પામી. વીરતાથી રાક્ષસનો સામનો કર્યો. દમયંતીની હિંમત જોઈને રાક્ષસે ખુશ થઈને કહ્યું : “હે દેવી ! તું જરા પણ અમંગળ ન વિચારીશ. તને તારા પતિનો સમાગમ બાર વરસે થશે.’ આ પછી દમયંતી કોઈ પર્વતની ગુફામાં રહેવા લાગી. ત્યાં તેણે શ્રી શાંતિનાથ ભગવાનની માટીની પ્રતિમા બનાવી. આ જિનેશ્વર ભગવંતની દમયંતી વિધિપૂર્વક અને ભક્તિપૂર્વક ત્રિકાળ પૂજા કરતી. હંમેશાં તપમાં રહેતી. ભૂમિ પર પડેલાં પાકાં ફળથી તે પેટપૂર્તિ કરીને પોતાના દિવસો ધર્મધ્યાનમાં પસાર કરતી. થોડા દિવસ બાદ પેલો સાર્થપતિ પોતાના સાર્થકાફલા સાથે એ ગુફા પાસે આવી પહોંચ્યો. દમયંતીને તપ અને ધર્મધ્યાનમાં રત જોઈને તે વધુ પ્રભાવિત બન્યો. તેની પાસેથી ઉપદેશ શ્રવણ કરીને તે જૈનધર્મી બન્યો. આ સાથે જ એ જંગલમાં રહેતા પાંચસો તાપસોએ પણ જૈનધર્મ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અંગીકાર કર્યો. આમ ત્યાં તાપસપુર નામનું એક નાનકડું નગર બની રહ્યું. એક સમયે ત્યાં ત્રિકાળજ્ઞાની આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિજી વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા. દમયંતીએ ઉલ્લાસથી ગુરુભક્તિ કરી અને વિનયથી પૂછ્યું: “હે ભગવંત ! આજ મારાં કયાં કર્મ ઉદયમાં આવ્યાં છે કે જેથી મારા પતિનો વિયોગ થયો છે? આપ તે કહેવા મારા પર અનુગ્રહ કરો.” આચાર્ય ભગવંતશ્રીએ કહ્યું : “પૂર્વભવમાં તું મમ્મણ નામના રાજાની વીરમતિ નામે માનીતી રાણી હતી. એક દિવસ તમે બન્ને મહેલની બહાર ક્યાંક જવા માટે નીકળ્યાં. રસ્તામાં સામે તને સર્વ પ્રથમ એક મુનિ મળ્યા. અને તે અપશુકન માન્યા. આથી તેં એ મુનિને બાર ઘડી સુધી રોકી રાખ્યા. પછીથી એ મુનિને તેં ખમાવ્યા. એ ભવમાં મુનિને બાર ઘડી સુધી રોકી રાખીને તેં જે કર્મ બાંધ્યું હતું તે તને આ ભવમાં ઉદયમાં આવ્યું છે. આ કર્મના પરિણામે તને તારા પતિનો બાર વરસ સુધી વિયોગ રહેશે. મુનિ ભગવંતની અવહેલના કરવાથી કેવા કર્મ બંધાય છે તે પોતાના જ પૂર્વભવથી જાણીને દમયંતી હવે વધુ ઉત્કટ ભાવથી ગુરુભક્તિ કરવા લાગી. એક દિવસ તેને કોઈએ ખબર આપ્યા: “હે રાજમાતા ! થોડીવાર પહેલાં જ મેં આપના પતિદેવને જોયા હતા. આ સાંભળતાં જ દમયંતી એ દિશામાં દોડી. ત્યાં રસ્તામાં કોઈ રાક્ષસીએ ઉપદ્રવ કર્યો. પરંતુ દમયંતીના શિયળના પ્રભાવથી રાક્ષસી તેનું કંઈ જ અહિત કરી શકી નહિ. ત્યાંથી ચાલતી તે અચલપુરમાં આવી. તે નગરમાં ચંદ્રયશા રાણી રહેતી હતી. આ રાણી તેની માસી હતી. માસીએ ભાણેજનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. તેની પાસેથી તેની આપવીતી સાંભળી. માસીએ તરત જ કુંડિનપુર પોતાની બેનને જાણ કરી. પોતાની પુત્રીની ભાળ મળતાં જ ભીમરાજા અચલપુરમાં આવ્યો અને દમયંતીને પોતાને ત્યાં લઈ ગયો. આમ હે પાકવિદ્ ! તારા નળરાજાની રાણી આજ તેના પિયરમાં સહીસલામત છે.” દમયંતી ક્ષેમકુશળ છે અને તેનાં મા-બાપને ત્યાં છે એ જાણીને કૂબડાના વેષમાં રહેલા નળના હૈયે ટાઢક થઈ. તેના હૈયા પરથી ઘણો મોટો ચિંતાનો ભાર ઊતરી ગયો. થોડા દિવસ બાદ ભીમરાજાનો એક દૂત દધિપર્ણ રાજા પાસે આવ્યો. ત્યાં તેણે સૂર્યપાક રસોઈનો આનંદ માણ્યો. આ દૂતે કુંડિનપુર જઈને ભીમરાજાને અને દમયંતીને સૂર્યપાક રસોઈનાં વખાણ કર્યાં. આ સાંભળીને દમયંતીનું હૈયું બોલી ઊઠ્યું. “નક્કી એ નળ જ હોવા જોઈએ. તેમના સિવાય બીજું કોઈ જ સૂર્યપાક રસોઈ રાંધી શકતું નથી. એ રસોયો નળ જ છે કે બીજો કોઈ તેની ખાતરી કરવા માટે દમયંતીએ સુસુમારપુર નગરે બીજો એક દૂત મોકલ્યો. દૂતે પાછા આવીને કૂબડાનું નખશિખ વર્ણન કર્યું. એ જાણીને દમયંતીને ખાતરી થઈ ગઈ કે એ કૂબડો જ મારો ભર્તાર છે. નળરાજાને સાચા સ્વરૂપે પામવા માટે ભીમરાજાએ દમયંતીનો ફરી સ્વયંવર યોજ્યો. આ ખબર મળતાં જ નળે ત્યાં જવાની વ્યવસ્થા કરી લીધી. દપિપર્ણ રાજાનો સારથિ બનીને તે Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ સ્વયંવરમાં આવ્યો. ત્યાં કૂબડાના વેષમાં જ રહીને નળે દધિપર્ણ અને ભીમરાજાને સૂર્યપાક રસોઈ જ જમાડી. રસોઈ જમીને દમયંતીની રહી સહી શંકા પણ દૂર થઈ ગઈ. બીજું બાર વરસ પણ હવે પૂરાં થયાં હતાં. મુનિ-વચનમાં દમયંતીને શ્રદ્ધા હતી કે બાર વરસ બાદ તેને તેનો પતિ જરૂર પાછો મળશે. સમય જોઈને દમયંતી કૂબડા પાસે ગઈ અને શરમાતા શરમાતાં કહ્યું: “હે નાથ ! તે સમયે તો આપ મને ઊંઘતી મૂકીને ચાલ્યા ગયા હતા. પરંતુ આજે તો હું જાણું છું. વળી હું આજે જંગલમાં નહિ, પણ રાજમહેલમાં છું. આપની સાથે વાતો કરું છું. પૂરેપૂરી સજાગ અને સભાન છું. તો કહો મારા સ્વામિન્ ! હવે આપ મને કેવી રીતે છોડી જઈ શકશો.” કૂબડાએ આંસુભીની આંખે દમયંતી સામે જોયું. હવે તેનાથી તેનો વિયોગ અને વ્યથા સહન ન થઈ શક્યાં. તેણે ઝડપથી શ્રીફળમાંથી કપડાં કાઢ્યાં અને કરંડિયામાંથી અલંકારો કાઢ્યા. એ પહેરતાં જ એને પોતાનું મૂળ રૂપ અને સ્વરૂપ પ્રાપ્ત થયું. પોતાની સામે નળરાજાને જોઈને સૌ આનંદવિભોર બની ગયા. ભીમરાજાએ તુરત જ તેમને સિંહાસન પર બેસાડ્યા અને પ્રાર્થના કરી: “આપ આ રાજયનો સ્વીકાર કરો.” દધિપર્ણ રાજાએ પણ હાથ જોડીને કહ્યું: “હે રાજનું! મને આપ ક્ષમા કરજો. અજ્ઞાનતાથી જ મેં આપની પાસે રસોઈનું કામ કરાવ્યું.” થોડા દિવસ બાદ નળરાજા દમયંતી સાથે પોતાની કોસલાનગરી તરફ જવા નીકળ્યો. સાથે પરિવાર અને સેના પણ હતી. નાના ભાઈ કુબેરને લડાઈમાં હરાવ્યો અને તેને અભયદાન આપ્યું. આમ નળરાજા ભરતાધનો સ્વામી થયો. સમય જતાં નળરાજાએ પુષ્કર નામના પુત્રને પોતાનું રાજ્ય સોંપી દીધું અને દમયંતીની સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા જીવનમાં સંયમનું ઉત્કૃષ્ટ પાલન કરીને નળ દમયંતી બન્ને સ્વર્ગને પામ્યાં. આમ આ દમયંતીની કથા વાંચી અને સાંભળીને ગૃહસ્થોએ શ્રી જિનેશ્વર ભગવાનની નિત્ય અને નિયમિત પૂજા કરવા દઢ થવાનું છે. પૂજાના પ્રભાવથી દમયંતી દુઃખમાં પણ સુખી થઈ. જિનપૂજાનો પ્રભાવ અચિંત્ય છે. આથી શ્રી જિનેશ્વરદેવની પૂજા અંતરના ઉમળકાથી અવશ્ય નિયમિત કરવી. ૨૧૩ શ્રી જિનેશ્વરદેવની દીપક પૂજા जिनेन्द्रस्य पुरो दीपपूजां कुर्वन् जनो मुदा । लभते पृथराज्यादि संपदं धनदुःस्थवत् ॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ um ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ભાવાર્થ - “જિનેશ્વરદેવની પાસે આનંદથી દીપ પૂજા કરનાર માણસ નિધન ધનાની જેમ વિશાળ રાજ્ય સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે.” દીપપૂજા વિષે ધનાનું દૃષ્ટાંત મગધ દેશમાં પદ્મપુર નામના નગર પર કલાકેલિ નામના રાજાનું શાસન હતું. પૂર્વભવના પુણ્યોદયથી તેની પાસે પાંચ લાખ ઘોડા, છસો મદોન્મત્ત હાથી અને અસંખ્ય રથ વગેરે હતા. • આ નગરના રળિયામણા પદ્મવનમાં એક ભવ્ય જિનમંદિર હતું. એક દિવસે આ વનમાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ પોતાના વિશાળ શિષ્ય પરિવાર સહિત પધાર્યા. ભગવંત માટે દેવોએ સમવસરણની રચના કરી. તેની બાર પર્ષદામાં કલાકેલી રાજા અને નગરજનો ભગવંતની ધમદશના સાંભળવા બેઠા. ભગવંતે માલકોષ રાગમાં દેશનાનો પ્રારંભ કર્યો : મહ જિણાણે આણં, મિચ્છુ પરિહર ધરહ સમ્માં; છવિહ આવત્સયંમિ, ઉજ્જતો હોઈ પઈ દિવસ. “હે ભવ્ય જીવો! જિનેન્દ્રની આજ્ઞાનો અમલ કરો. મિથ્યાત્વનો ત્યાગ કરો, સમ્યકત્વનો સ્વીકાર કરો અને દરરોજ છ પ્રકારના આવશ્યક કરવા માટે ઉદ્યમી બનો.” પલ્વેસુ પોસહવયં, દાણું સીલ તવો આ ભાવો અ; સઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા અ. “પર્વ તિથિએ પૌષધવ્રત કરો અને દાન, શીલ, તપ, ભાવના, સ્વાધ્યાય, નમસ્કાર, પરોપકાર અને યતના (જયણા) કરો.” જિણપૂઆ જિણથુણણ, ગુરુથુઆ સાહમિઆણ વછલ્લ સવ્યવિરઈ મણીરહ, એમાઈ સઢ કિચ્ચાઈ. જિનપૂજા, જિનેશ્વરની સ્તુતિ, ગુરુની સ્તુતિ, સાધર્મિક વાત્સલ્ય અને સર્વવિરતિનો મનોરથ કરો. શ્રાવકનાં આ કર્તવ્યો છે.” શ્રાવકનાં છ આવશ્યક નિત્ય કર્તવ્યો સમજાવીને, શ્રી પાર્શ્વપ્રભુએ કર્મ અને આત્માના સ્વરૂપની સમજણ આપી; તેઓશ્રીએ ફરમાવ્યું કે જીવ આઠ કર્મોથી લેપાયેલો છે. કર્મના કારણે તે સંસારમાં વિવિધ ગતિઓમાં, વિવિધ સમય માટે પરિભ્રમણ કરતો રહે છે. સકલ કર્મનો નાશ થાય તો જ આત્માનું આ ભવભ્રમણ અટકે. જીવે પાપકર્મથી પણ મુક્ત થવાનું છે અને પુણ્યકર્મથી પણ મુક્ત થવાનું છે. આત્મા જયારે સ્વ-સ્વરૂપને પામે છે ત્યારે તેના સંસારનો-ભવ પરંપરાનો અંત આવે છે. શ્રી વીતરાગ ભગવંતની પ્રેરક દેશના સાંભળીને ઘણાંએ તે જ સમયે ચારિત્ર અંગીકાર કર્યું (દીક્ષા લીધી). ઘણાએ શ્રાવકના બાર વ્રતના નિયમ લીધા. આ સમયે કલાકેલી રાજાએ Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ વિનયથી પ્રભુને પ્રાર્થના કરી : “હે કરુણાનિધાન ! દયાસિંધુ! આ ભવે મને રાજ્ય સંપદા મળી છે, તે મને કયા કર્મના ઉદયથી પ્રાપ્ત થઈ છે, તે કહેવા મારા પર કૃપા કરશો.” શ્રા પાર્શ્વનાથ પ્રભુએ કહ્યું : “હે રાજન્ ! જિનેશ્વર ભગવંત સમક્ષ આત્મોલ્લાસથી દીપપૂજા કરવાથી તને આ ભવે રાજયસંપદા મળી છે. તારો પૂર્વભવ તને કહું છું, તે તું સાંભળ. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભારતમાં અંગ નામનો દેશ છે. તેમાં રમા નામની નગરી છે. જિતારી નામે તેનો રાજા હતો. આ જ નગરમાં ધના નામનો એક વણિક રહે. ધનો ગરીબ અને કંગાળ હતો. એક વખત એ નગરના એ ઉદ્યાનમાં બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન અઢાર ગણધર, અઢાર હજાર સાધુ અને છત્રીશ હજાર સાધ્વીઓના પરિવાર સહિત પધાર્યા. દેવતાઓએ તેમના માટે સમવસરણ રચ્યું. સુવર્ણ સિંહાસન પર બેસીને પ્રભુએ ધર્મદેશના આપી. भजे जीवा वि बज्झति, मुच्चंति य तहे व च । सव्वकम्म खवेउण, सिद्धिं गच्छइ नीरया ॥ “જીવો સંસારથી બંધાય છે તેમ તેઓ સંસારથી મુક્ત પણ થાય છે અને સકળ કર્મનો ક્ષય કરીને સિદ્ધિપદ-મોક્ષને પામે છે.” ભગવાનની પર્ષદામાં ધનો પણ બેઠો હતો. તેને ઉદ્દેશીને જ ભગવાને કહ્યું: “જે ભવ્ય જીવ જિનેન્દ્રની પૂજા કરે છે તે રાજ્યલક્ષ્મીને પામીને કાળક્રમે મોક્ષે જાય છે.” ધન્નાએ આ સાંભળીને મનમાં દઢ સંકલ્પ કર્યો: “આજથી હું રોજ જિનેશ્વર ભગવંતની દીપપૂજા કરીશ.” ઘરે જઈને તેણે ઘીનો દીપ તૈયાર કર્યો. સ્નાન કરીને અને ચોખ્ખાં વસ્ત્ર પહેરીને તે જિનમંદિરમાં ગયો. ત્યાં તેણે અનેરા ઉલ્લાસથી પ્રભુજીની દીપપૂજા કરી અત્યંત ભાવથી દીપપૂજા કરવાથી ધન્નાએ મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. ધન્નો મરણ પામ્યો. મરીને એ રાજકુળમાં જન્મ પામ્યો. હે રાજન્ ! એ ધન્નાનો જીવ તે તું જ છો.” કલાકેલિ રાજા, પોતાના પૂર્વભવને સાંભળીને ખૂબ જ ભાવથી શ્રી જિનેશ્વર ભગવંત સમક્ષ વિધિપૂર્વક ઉલ્લાસથી દીપપૂજા કરવા લાગ્યો. આ રાજા અનેક પ્રકારનાં સુખ ભોગવીને કાળક્રમે મોક્ષ જશે. ધન્ના વણિકનું આ નાનકડું જીવન ઘણું જ પ્રેરક અને બોધક છે. દીપ એ જ્ઞાનનું પ્રતીક છે. દીપક અંધકારને દૂર કરે છે. જેના હાથમાં દીપ-દીવો છે તે કદી અંધારામાં અટવાતો-અથડાતો નથી. સરળતાથી તે પોતાના માર્ગે જઈ શકે છે. એ જ પ્રમાણે જે આત્માને જાણે છે, જેની પાસે આત્મજ્ઞાનનો દીપ છે, તેના જ્ઞાનનો પ્રકાશ જેના હૈયે પ્રગટે છે તે સંસારમાં ભટકતો નથી. દીપપૂજા કરીને અંતરમાં આત્મજ્ઞાનનો દીપ પ્રજ્વલિત કરવાનો છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ૨૧૪. જ્ઞાનાભ્યાસ કરવો ज्ञानं शिक्षयेदल्पं हि, भवेत्तत्न निरर्थकम् । स्वल्पाक्षर महिम्नापि, यवेन जीव रक्षितः ॥ થોડું જ્ઞાન શીખવાથી પણ તે નકામું જતું નથી. કારણ કે થોડાક જ્ઞાનના મહિમાથી પણ યવ નામના રાજર્ષિએ પોતાના જીવનની રક્ષા કરી હતી.” યવ ઋષિની કથા વિશાળાનગરીનો યવ નામે રાજા હતો. તેને ગર્દભિલ્લ નામે એક પુત્ર અને અણુમલ્લિકા નામે એક પુત્રી હતી. તેના પ્રધાનનું નામ દીર્ઘપૃષ્ઠ હતું. યવ રાજાને એક રાતે સુવિચાર આવ્યો. આજે મને રાજ્ય મળ્યું છે, મારી પાસે અઢળક સંપદા છે. નીરોગી શરીર છે. પરિવારમાં ય બધાં સુખી છે. આ બધું કંઈ મને એકાએક વિના મહેનતે મળ્યું નહિ જ હોય. પૂર્વભવમાં મેં જરૂર કોઈ સુકૃત્ય કર્યું હશે. ધર્મની આરાધના કરી હશે. તેના પુણ્ય-પ્રભાવથી જ આ બધું હું આજ ભોગવી રહ્યો છું. હવે મારી ઉંમર થઈ છે. મૃત્યુ ક્યારે પણ આવી શકે તેમ છે. આથી હવે મારે ઘડીના ય વિલંબ વિના ધર્મની આરાધનામાં લાગી જવું જોઈએ.” - આમ વિચારીને બીજા દિવસે પુત્રને રાજગાદી ભળાવીને તેણે દીક્ષા લીધી. દિક્ષા અવસ્થામાં યવ રાજા તીવ્ર તપ કરવા લાગ્યા. તપ સાથે ગુરુ મહારાજની સાથે વિહાર પણ કરતા. ગુરુ ભગવંત તેમને જ્ઞાનાભ્યાસ કરવા ઘણું સમજાવતા. ત્યારે દરેક વખત યુવા રાજર્ષિ કહેતાઃ હવે આ ઘરડે ઘડપણ હું શું ભણી શકવાનો. મને કંઈ યાદ પણ નથી રહેતું અને ઢળતી ઉંમરે ભણીને પણ હું કેટલું ભણી શકવાનો... ? એક દિવસ ગુરુએ લાભનું કારણ જોઈને શિષ્ય યવમુનિને તેમના સંસારી પુત્રને પ્રતિબોધ આપવા જવાની આજ્ઞા કરી. યવમુનિ ઊંડી ચિંતામાં પડી ગયા. સંસારી પુત્રને શું બોધ આપવો? કેવી રીતે તેને પ્રતિબોધ પમાડવો? પોતાને તો ઉપદેશ વગેરેનું જ્ઞાન ન હતું. શું કરવું? છતાંય ગુરુ ભગવંતની આજ્ઞા માથે ચડાવીને તે વિહારમાં સતત વિચારતા રહ્યા. વિહાર કરતાં કરતાં યવમુનિ એક ખેતર પાસે આવ્યા. તે સમયે એક ગધેડો જવ ખાવા માટે ખેતરમાં ઘૂસ્યો. તેને જોઈને ખેતરનો રક્ષક બોલ્યો ओहांवसि पहावसि, ममं चेव निरखसि ।। लखिओ ते अभिप्पाओ, जवं लखेसि गद्हा ॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ હે ગર્દભ ! તું ઉતાવળે આવે છે અને મને જુએ છે પણ મને તારા મનની વાતની ખબર પડી ગઈ છે કે તારે જવનું ભક્ષણ કરવું છે.” યવમુનિએ ધ્યાનથી આ ગાથા સાંભળી આગળ વિહારમાં ગોખતાં ગોખતાં તેને કંઠસ્થ કરી લીધી. થોડેક આગળ જતાં તેમણે કેટલાક છોકરાઓને મોઈ દંડા રમતા જોયા. રમનાર બાળકે જોરથી મોઈ ફટકારી. મોઈ એવી જગાએ પડી કે બાળકોએ શોધી તો પણ ન મળી. એક છોકરો શાંત ઊભો હતો. તેણે મોઈ શોધી નહિ. બીજા છોકરાઓને મોઈ શોધતાં જોઈ તે બોલ્યો : अओ गया तओ गया, जाइज्जति न दीसई । . अम्हे न दिट्ठि तुम्हे न दीट्ठि, अगडे छुढा अणुलिया ॥ “અહીંથી ગઈ ત્યાંથી ગઈ. શોધવા છતાંય ન મળી. અમે જોઈ નથી. તમે પણ જોઈ નથી. પણ તે અણુલ્લિકા (મોઈ) ખાડામાં છે.” યમુનિને આ ગાથા સાંભળવાની મજા આવી. આ ગાથા પણ તેમણે કંઠસ્થ કરી. આમ વિહાર કરતાં તે વિશાલાનગરી પાસે આવ્યા. રાતના તેમણે એક કુંભારને ત્યાં રાતવાસો કર્યો. કુંભારને ત્યાં ઉંદરો હતા. તેમને આમતેમ દોડાદોડ કરતા જોઈને કુંભારે એક ઉંદરને કહ્યું. सकुमालय कोमल मुद्दलया, तुम्हे रत्ति हिंडणसीलणया । अम्ह पसाओ नत्थि ते भयं, दिहपिट्ठाओ तुम्ह भयं ॥ કોમળ અંગવાળા હે ભદ્ર! રાતે ચાલવાનો તારો સ્વભાવ છે પણ તારે અમારો ભય રાખવાનો નથી. તને દીર્ઘપૃષ્ઠ (સાપ)નો ભય છે.” યવમુનિને આ ગાથામાં રસ પડતાં તેણે પણ કંઠસ્થ કરી લીધી. ત્રણ ત્રણ ગાથાઓ મોંએ કરીને યવમુનિ નગરમાં આવી પહોંચ્યા ત્યારે તેમના સંસારી પુત્ર ગર્દભિલ્લ રાજાના રાજ્યમાં કંઈક બીજી જ રાજરમત ખેલાઈ રહી હતી. નગરનો રાજમંત્રી દીર્ઘપૃષ્ઠમહત્ત્વાકાંક્ષી હતો. તેને નગરીના રાજા બનવું હતું અને રાજકુંવરી અણુમલ્લિકાને પરણવું હતું. આથી તેણે ગર્દભિલ્લ રાજાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું અને અણુમલ્લિકાનું અપહરણ કરાવીને તેને એક ભોંયરામાં નજરકેદ કરાવી. રાજાએ એકની એક રાજકન્યા શોધવા નગરનો ખૂણેખૂણો ફેંદાવ્યો. પણ ક્યાંય રાજકન્યાની ભાળ ન મળી. આ જ સમયે યવમુનિ નગરમાં પધાર્યા. આની જાણ થતાં રાજમંત્રી દઈપૃષ્ઠને ફાળ પડી. તેને થયું : “યવમુનિ એક વખત આ જ નગરના રાજા હતા. દીક્ષા લઈને તેમણે ઉગ્ર અને આકરી તપશ્ચર્યા કરી છે. આથી જરૂર તેમને ત્રિકાળજ્ઞાન થયું હશે. ગર્દભિલ્લ તેમને પુત્રી વિષે પૂછશે તો નક્કી મારું કાવતરું પકડાઈ જશે. પછી મારા માટે જીવવું શક્ય નહિ રહે. મને પકડી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પાડીને રાજા મારો વધ કરશે. આથી ઉત્તમ આ છે કે રાજા અને યવમુનિ બને મળે નહિ તેવું જ કંઈક કરું...” અને દીર્ઘપૃષ્ઠ વહેલી સવારમાં જ રાજા પાસે પહોંચ્યો. પ્રણામ કરીને ગંભીર ચહેરો રાખીને કહ્યું : “હે રાજન્ ! મને ખૂબ જ ખેદજનક અને ચિંતાજનક ખબર મળ્યા છે. રાજયના ગુપ્તચરો ખબર લાવ્યા છે કે આપના પિતાશ્રી અત્રે પધાર્યા છે અને તેમનો ઇરાદો તમારી પાસેથી રાજ્ય લઈને એ બીજાને આપી દેવાનો છે.” રાજાએ સ્વસ્થતાથી કહ્યું: “હે અમાત્ય ! એમાં ખેદજનક કે ચિંતાજનક મને કશું જણાતું નથી. તેમનું રાજય છે. ભલે તે લઈ લે અને તેમને ઠીક લાગે તેને આપી દે.” “હે રાજનું! હવે તમારા પિતાનું રાજય નથી, એ તમને આપ્યું એટલે એ તમારું થઈ ગયું. પિતા હોય તેથી શું થઈ ગયું? તમારું રાજ્ય લઈ લેવાનો તેમને કોઈ અધિકાર નથી અને બીજી એક ખાનગી વાત તમને કહું. આ રાજ્ય લઈને તેમનો ઇરાદો બીજા પુત્રને આપી દેવાનો છે. હું આપને પૂછું કે આ બીજો પુત્ર ક્યાંથી એકાએક ફૂટી નીકળ્યો? આપ તો તેમના એકના એક જ પુત્ર હતા. તો હવે આપ જ વિચારો કે આ ખેદજનક અને ચિંતાજનક ખબર નથી?' આમ પ્રધાને મીઠું મરચું ભભરાવીને કાચા કાનના રાજાના મનમાં ઝેર રેડ્યું. રાજાના મનમાં આથી શંકાનો કીડો સળવળ્યો અને હકીકત સાચી હોય તો પિતાની હત્યા કરવાનો નિર્ણય કરીને, તે પોતાના પિતા યવમુનિ પાસે ગયો. રાતના સમયે તે કુંભારના ઘરમાં સંતાઈ રહ્યો અને પિતા-મુનિની હિલચાલ જોઈ રહ્યો ત્યાં યવમુનિ સ્વાધ્યાય કરતાં પેલી પ્રથમ ગધેડાવાળી ગાથા બોલ્યા. ગાથા સાંભળી રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો. પિતા માટે તેને માન ઊપજયું. કારણ પિતાએ જોયો ન હતો છતાંય તેમને ખબર પડી હતી કે પોતે આવ્યો છે. એટલું જ નહિ પોતાના આવવાના ઇરાદાની પણ તેમને ખબર પડી ગઈ છે. આમ માનવાનું કારણ એ હતું કે તેણે ગાથાનો અર્થ આ પ્રમાણે કર્યો. “હે ગભિલ્લ! તું ઉતાવળો ઉતાવળો આવ્યો છે તે હું જાણું છું અને મને એ પણ ખબર છે કે તું યવમુનિની હત્યા કરવા આવ્યો છે.—અહીં રાજાના ગાથાના મૂળ શબ્દ ગર્દભનો અર્થ ગર્દભિલ્લ કર્યો અને યવનો અર્થ યવમુનિ કર્યો. થોડીવાર બાદ યવમુનિ બીજી ગાથા બોલ્યા. ત્યાં રાજાએ અષ્ણુલિયા (મોઈ)નો અર્થ અણુમલ્લિકા કર્યો. આ ગાથા સાંભળીને તેને ખબર પડી ગઈ કે કોઈએ પોતાની પુત્રી અણુમલ્લિકાને ભોંયરામાં સંતાડી છે. આવી રહસ્ય સભર ગાથાઓ સાંભળીને પિતા માટે તેને વધુ માન થયું. પરંતુ પુત્રીને કોણે સંતાડી હશે? ત્યાં જ યવમુનિ ત્રીજી ગાથા બોલ્યા. તેમાં દીર્ઘપૃષ્ઠનું નામ સાંભળીને રાજા ચમક્યો. અહીં તેણે સાપના બદલે વ્યક્તિવાચક નામનો અર્થ કર્યો. પિતાશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તારે Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દીર્ઘપૃષ્ઠથી ભય રાખવાનો છે. પિતાશ્રી પાસેથી અપરોક્ષ સ્પષ્ટ વાત સાંભળીને ગર્દભિલ્લની તેમના વિષેની બધી શંકાઓ દૂર થઈ ગઈ અને ગુપ્તવાસ છોડીને પિતા-મુનિ સમક્ષ છતો થયો અને તેમને ત્રિવિધે ખમાવ્યા. ૧૩ યવમુનિ તો સંસારી પુત્ર પાસેથી બધી વાત જાણીને વિચારમાં પડી ગયા. તેમને તો કલ્પના પણ ન હતી કે પોતાના અલ્પજ્ઞાનથી પુત્રનું આમ અણધાર્યું પરિવર્તન થશે. પણ યવમુનિ એ સમયે મૌન જ રહ્યા. પુત્ર પિતા-મુનિને વિધિવત્ વંદના કરીને રાજમહેલમાં ગયો અને રાતોરાત જ તેણે સુભટો ને પ્રધાન તેમજ તેના પુત્રના ઘરે જડતી લેવા મોકલી આપ્યા. તો જડતીમાં પ્રધાન-પુત્રના ભોંયરામાંથી રાજપુત્રી મળી આવી. આથી સવારે રાજાએ પ્રધાનને અને તેના પરિવારને દેશનિકાલ કર્યા. આ કામ પતાવીને તે પિતા-મુનિ પાસે ગયો. તેની સમક્ષ વ્રત નિયમ આદિ લીધાં. આમ પોતાના અલ્પજ્ઞાનનો આવો વિસ્મયજનક પ્રભાવ જોઈને, યવમુનિ તે પછીથી જ્ઞાનાભ્યાસમાં વધુ રસથી પ્રવૃત્ત બન્યા. અલ્પજ્ઞાનથી દરેક વખતે પ્રભાવ પડે જ એવું નથી. ક્યારેક તેનું વિપરીત પરિણામ પણ આવે છે. કહ્યું છે કે - ‘જેણે સિદ્ધાંતનો અભ્યાસ કર્યો નથી અને સાંભળીને પોતાની બુદ્ધિ મુજબ જવાબ આપે છે તે લોકોમાં મૂર્ખમાં ખપે છે. આ અંગેનું દૃષ્ટાંત ‘કલ્પવૃત્તિ'માં આ પ્રમાણે છે. એક ગચ્છના આચાર્યે પોતાના આયુષ્યનો અંત નજીકમાં જાણીને, પોતાના એક શિષ્યને પોતાની પાટ પર સ્થાપિત કર્યો. આ શિષ્યનું પોતાનું આગવું કંઈ જ્ઞાન ન હતું. પરંતુ ગુરુના મહિમાથી તેની પણ બોલબાલા થવા લાગી. એક સમયે વિહાર કરતા આ નવા આચાર્ય પૃથ્વીપુર નગરમાં પધાર્યા. ત્યાંના શ્રાવકોએ તેમનો ધામધૂમથી સત્કાર કર્યો. આ નગરમાં એક સમયે બ્રાહ્મણોનું પ્રભુત્વ હતું. પરંતુ સમર્થ જૈનાચાર્યોએ વાદવિવાદ અને શાસ્ત્રાર્થ કરીને તેમનું પ્રભુત્વ ઓછું કરી નાંખ્યું હતું. આ નવા આચાર્ય વિદ્વાન નથી એવી સાચી હકીકત બ્રાહ્મણોના ધ્યાનમાં આવી. તેમણે તેમને શાસ્ત્રાર્થ માટે પડકાર કર્યો. આચાર્ય રાજદરબારમાં ગયા. શાસ્ત્રાર્થ શરૂ થયો. બ્રાહ્મણ પંડિતે પ્રથમ પ્રશ્ન પૂછ્યો : ‘હે ભગવન્ ! પુદ્ગલને કેટલી ઇન્દ્રિય હોય ?’ નવા આચાર્યે ગુરુ પાસે શાસ્ત્ર અભ્યાસ કર્યો ન હતો. માત્ર સાંભળ્યું હતું. તેના ઉપર મનન, ચિંતન કશું જ કર્યું ન હતું. તેમને યાદ આવ્યું. ગુરુએ એક દિવસ કહ્યું હતું કે ‘પુદ્ગલ એક સમયે લોકાંત સુધી જાય છે.’ તેમણે અત્યારે પોતાની બુદ્ધિથી વિચાર કર્યો કે ‘પંચેન્દ્રિય વિના આટલી બધી વિરાટ શક્તિ બીજા કોનામાં હોય ?' આથી તેમણે જવાબમાં કહ્યું : ‘હે ભદ્ર ! પુદ્ગલને પાંચ ઇન્દ્રિય હોય છે.’ આ જવાબથી તેમનું અજ્ઞાન ખુલ્લું પડી ગયું. શાસ્ત્રાર્થમાં હારી ગયા. તેમની અને જૈનધર્મ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ દરેકે આ પ્રમાણે કરવી જોઈએ : ન્યાય અને નીતિથી ઉપાર્જિત કરેલા ધનથી જિનાગમ તેમજ જિનેશ્વરાદિના જીવન ચરિત્રોના ગ્રંથોનું ઉત્કૃષ્ટપણે પ્રકાશન કરાવવું. એવા ધર્મગ્રંથો ગીતાર્થ મુનિ ભગવંતો પાસે વંચાવવા. ગ્રંથવાંચનના પ્રારંભ પ્રસંગે જ્ઞાનોત્સવ કરવો. ગ્રંથો અને શાસ્ત્રોનું વિધિપૂર્વક પૂજન કરવું. તેમનું ઉમળકાપૂર્વક યોગ્ય સન્માન કરવું. વ્યક્તિની જેમ તેમને સાચવવા અને સન્માનવા. પંડિત શાસ્ત્રી, ધાર્મિક શિક્ષક એવા શ્રુતજ્ઞાનદાતાઓને અન્ન, વસ્ત્ર અને વસવાટ આદિ આપી તેમનું બહુમાન કરવું. તેમને પૈસાની ચિંતા ન રહે અને પ્રેમથી નચિંત મને તેઓ શાસ્ત્રાભ્યાસ કરાવી શકે તેવી શક્ય તમામ સુવિધાઓ તેમને આપવી તેમજ ભણનારને વિદ્યાર્થીને જ્ઞાન પ્રત્યે રસ અને રૂચિ વધે, ભણવા પ્રત્યે તેમનો ઉત્સાહ વધે તે માટે વિદ્યાર્થીઓને પણ પ્રસંગે પારિતોષિકો અને પુરસ્કાર વગેરે આપવા. એવું સાંભળ્યું છે કે દુષમ કાળમાં બાર વરસનો ભયંકર દુકાળ પડ્યો. એ સમયે સિદ્ધાંત અને સૂત્રોને વિસ્તૃત અને ઉચ્છિત થઈ જતાં તે સર્વને બચાવી લેવા નાગાર્જુન, સ્કંદિલાચાર્ય આદિ સમર્થ આચાર્યો અને શ્રમણોએ પાટલીપુત્રમાં ભેગા થઈને શાસ્ત્રો લખાવ્યાં. આમ સુખી અને સંપન્ન જીવોએ આત્મકલ્યાણપ્રદ એવાં પુસ્તકો અને ગ્રંથો લખાવવા, છપાવવા અને તેની પ્રભાવના કરવી. શ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી પેથડ સંઘવીએ એકાદશાંગી (૧૧ આગમ ગ્રંથ) સાંભળવાની શરૂઆત કરી. પાંચમા અંગ શ્રી ભગવતી સૂત્રમાં જ્યાં જ્યાં “હે ગૌતમ !” એવું પદ આવ્યું ત્યાં ત્યાં પેથડ સંઘવીએ તે પદ અને ગ્રંથની સોનામહોર મૂકીને પૂજા કરી. આ આગમ ગ્રંથમાં છત્રીસ હજાર વખત “હે ગૌતમ !' પદ આવે છે. પેથડ સંઘવીએ તેટલી સોનામહોર મૂકીને જ્ઞાનની અપૂર્વ પૂજા-ભક્તિ કરી. ત્યાર પછી તેટલી જ સોનામહોરોનો વ્યય કરીને તેણે બધા આગમ ગ્રંથો લખાવ્યા અને તેને મૂલ્યવાન રેશમી વસ્ત્રોમાં બાંધીને ભરૂચ, સૂરગિરિ, માંડવગઢ, આબૂ વગેરે સ્થાનોમાં ખાસ ભંડાર કરાવીને સુરક્ષિત રખાવ્યાં. શ્રી પરમાતુ કુમારપાળ રાજાએ સાતસો લહિયાઓ બેસાડ્યા હતા. અને તેમની પાસે છ લાખ અને છત્રીસ હજાર શ્લોક પ્રમાણ આગમની સાત પ્રતો સોનેરી અક્ષરોથી લખાવી હતી. પોતાના તારક ગુરુ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત સાડા ત્રણ કરોડ શ્લોકની પણ તેમણે એકવીશ પ્રતો લખાવી હતી. આ ઉપરાંત એકવીશ જ્ઞાનભંડાર પણ બંધાવ્યા હતા. કહ્યું છે કે : વર્તમાન સમયમાં કાળના અનુભાવથી તેમજ બુદ્ધિની મંદતાથી પુસ્તક વિના જ્ઞાન રહી શકતું નથી. માટે શ્રાવકોએ પુસ્તકો લખાવવાં જોઈએ. જિનપ્રતિમા ભરાવવાથી જેટલું પુણ્ય થાય છે, તેનાથી વધુ પુણ્ય સિદ્ધાંતોને લખવાલખાવવાથી તેમજ તેનું શ્રવણ-મનન કરવાથી થાય છે. કારણ કે જ્ઞાનથી જ શ્રી જિનેશ્વર ભગવંતનો Page #26 -------------------------------------------------------------------------- ________________ | ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ અને જૈન ધર્મનો પરિચય થાય છે. આથી જ જ્ઞાનભંડારો ધર્મની દાનશાળાની જેમ શોભે છે. ગુરુ વિના શિષ્યની જેમ પુસ્તકો વિના વિદ્વત્તા આવતી નથી.” ગુરુનો આવો ઉપદેશ સાંભળીને વસ્તુપાળ મંત્રીએ અઢાર કરોડ દ્રવ્ય ખર્ચીને ત્રણ ભવ્ય જ્ઞાનભંડાર બંધાવ્યા હતા. થરાદના સંઘવી આભુ નામના શ્રેષ્ઠીએ પણ ત્રણ કરોડના ખર્ચે તમામ સૂત્રોની એક એક પ્રત સોનેરી અક્ષરોથી અને બીજા ગ્રંથો સાહીથી લખાવ્યા હતા. કહ્યું છે કે “જે કોઈ સિદ્ધાંતનાં પુસ્તકો લખાવે છે તેઓ દુર્ગતિને પામતા નથી. તેઓ મૂંગા, જડ અને મંદબુદ્ધિ બનતા નથી.” ક્યારેક શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન કરતાં પણ અતિશાયી જણાય છે. કહ્યું છે કે “શ્રુતના ઉપયોગમાં વર્તવા છતાં છદ્મસ્થ મુનિએ લાવેલો આહાર કદી અશુદ્ધ હોય તો પણ તેને કેવળી વાપરે છે. કારણ કે તેમ ન કરે તો શ્રતનું અપ્રમાણપણું થઈ જાય.” . આથી સમ્યફપ્રકારે સૂત્રાર્થના ઉપયોગપૂર્વક નિરંતર સર્વ અનુષ્ઠાન કરવા. ઉપયોગ વિનાની ક્રિયા દ્રવ્યક્રિયામાં પરિણમે છે. જ્ઞાનની વિરાધના કરવાથી જે અશુભ જ્ઞાનાવરણીય કર્મ બંધાયું હોય છે. તે જ્ઞાનપંચમી તપનું આરાધન કરવાથી નાશ પામે છે. કહ્યું છે કે “ઉત્સુત્રની પ્રરૂપણાથી સૂત્રના અવળા ખોટા અર્થ કરવાથી, ક્રોધ કરવાથી, અનાભોગથી અને હાસ્યથી થયેલ જ્ઞાનની વિરાધનાથી બંધાયેલ કર્મો જ્ઞાનપંચમીના વ્રતની આરાધનાથી નાશ પામે છે.” આ વ્રતની આરાધના કરવા માટે ગુણમંજરી અને વરદત્તની કથા પ્રેરક અને બોધક છે. તે આ પ્રમાણે - ગુણમંજરી અને વરદત્તની કથા ભરતક્ષેત્રમાં પદ્મપુર નામનું નગર હતું. અજિતસેન નામે આ નગરનો રાજા હતો. રાણી યશોમતિથી તેને એક પુત્ર થયો. તેનું નામ વરદત્ત પાડવામાં આવ્યું. આઠ વરસની ઉંમરે તેને અધ્યાપક પાસે ભણવા મૂક્યો. પરંતુ તેને એકેય અક્ષર યાદ નહોતો રહેતો. વરદત્ત યુવાન થયો ત્યારે તેને કોઢનો રોગ થયો. કોઢથી તેનું શરીર સુકાતું ગયું. આ જ નગરમાં અતિ ધનાઢ્ય સિંહદાસ રહેતો હતો. કપૂરતિલકા સાથેના લગ્નજીવનથી તેને એક પુત્રી થઈ. તેનું નામ ગુણમંજરી. પૂર્વના અશુભ કર્મના ઉદયથી ગુણમંજરી નાનપણથી જ મૂંગી અને રોગી હતી. શ્રેષ્ઠી સિંહદાસે પુત્રીના મૂંગાપણા અને રોગને દૂર કરવા તમામ પ્રકારના ઉપચાર કરાવ્યા. અનેક બાધા આખડી રાખ્યાં. પરંતુ પુત્રીના મૂંગાપણામાં કે રોગમાં તસુમાત્ર પણ સુધારો થયો નહિ. એક સમયની વાત છે. નગરમાં ચાર જ્ઞાનધારી શ્રી વિજયસેન આચાર્ય પધાર્યા.રાજા અજિતસેન રાજ પરિવાર સાથે તેમજ સૌ નગરજનો તેમની ધર્મવાણી સાંભળવા ગયા. આચાર્યશ્રીએ દેશના આપતાં ફરમાવ્યું: Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ક્ષપનાર : વર્ષ, વહૂમિર્ષ વટfમ: | यत्तदुच्छवासमात्रेण, ज्ञानयुक्तस्त्रिगुप्तवान् ॥ “નારકીના જીવો જેટલાં કર્મને ઘણાં બધાં કરોડો વરસે ખપાવે છે, તેટલાં કર્મને મન, વચન અને કાયાની ગુપ્તિના ધારક જ્ઞાની માત્ર એક શ્વાસોશ્વાસમાં ખપાવે છે.” અને “છઠ્ઠ, અટ્ટમ, દશમ, દુવાલસ વગેરે તપ કરનાર અબુધ-અજ્ઞાની જીવના આત્માની જેટલી શુદ્ધિ થાય છે તે કરતાં અનેક ગણી શુદ્ધિ દરરોજ જમતા એવા જ્ઞાનીની થાય છે.. જ્ઞાન પાંચ પ્રકારનું છે. તેમાં શ્રુતજ્ઞાન પોતાના અને પારકા માટે ઉપકારી હોવાથી શ્રેષ્ઠ છે. બાકીનાં ચાર જ્ઞાન મૂંગાં છે. તાત્પર્ય કે તે ચાર જ્ઞાન સ્વસ્વરૂપને કહેવા સમર્થ નથી. જ્યારે શ્રુતજ્ઞાન તો પોતાને તથા પારકાને પ્રકાશ કરવામાં દીવાની જેમ સમર્થ છે અને આ શ્રુતજ્ઞાન બીજાને આપી પણ શકાય છે અને બીજા પાસેથી તે લઈ પણ શકાય છે. પરંતુ બાકીનાં ચાર જ્ઞાન ન તો બીજાને આપી શકાય છે કે ન તો તે બીજા પાસેથી લઈ શકાય છે. તીર્થંકર નામકર્મ પણ ધર્મદેશના આપવાથી નિર્જરા પામે છે. આથી ભવ્ય જીવોએ અધ્યયન શ્રવણ વગેરેથી શ્રુતજ્ઞાનની સાધના અને આરાધનામાં નિરંતર જાગ્રત રહેવું. સતત ઉદ્યમી બનવું જે અજ્ઞાની જીવ મન, વચન અને કાયાથી જ્ઞાનની આશાતના કરે છે, તેઓ રોગી થાય છે. શૂન્ય-મંદ મનવાળા થાય છે. આશાતનાના પાપકર્મથી તેવા જીવો અનેક ભવમાં ભટક્યા કરે છે. કહ્યું છે કે : अज्ञानतिमिरग्रस्ता, विषयामिषलंपटाः । भ्रमति शतशो जीवा, नानायोनिषुदुःखिताः ॥ “અજ્ઞાનરૂપી અંધકારથી ગ્રસ્ત અને વિષયરૂપી માંસમાં લંપટ એવા સેંકડો જીવો અનેકવિધ યોનિમાં દુઃખીપણે પરિભ્રમણ કર્યા કરે છે.” આચાર્યશ્રીની ધર્મદેશના પૂરી થયા બાદ સિંહદાસ શ્રેષ્ઠીએ વિનયથી પ્રાર્થના કરી, “હે ભગવંત! મારી પુત્રી મૂંગી અને રોગી છે તો તે કયા કર્મબંધથી તે આ વેદના પામી છે, તે કહેવા કૃપા કરશો.” શ્રેષ્ઠીની પ્રાર્થનાનો સ્વીકાર કરીને આચાર્યશ્રીએ ગુણમંજરીનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો : ધાતકીખંડમાં ખેટકપુર નામે નગર હતું. તેમાં જિનદેવ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેની પત્નીનું નામ સુંદરી હતું. તેમને ચાર પુત્રો અને ચાર પુત્રી હતી. ઉંમર યોગ્ય થતાં તે સૌને Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ અધ્યાપક પાસે ભણવા મૂક્યાં. પરંતુ આમાંથી કોઈને ભણવામાં રસ ન હતો. બધાં જ અવિનયી પ્રમાદી અને ઉદ્ધત હતાં. તે બધાં અધ્યાપકને સતાવતાં અને જ્ઞાનની મજાક-મશ્કરી કરતાં. આથી એક દિવસ અધ્યાપકે તે દરેકને સોટી મારીને સજા કરી. સંતાનોને ઘરે રડતાં આવેલાં જોઈને મા સુંદરીએ અધ્યાપકને ગાળો આપી અને ભણતરની, જ્ઞાનની ઠેકડી કરી. તેણે પતિને પણ કહ્યું : “છોકરાઓ ભણે તોય શું અને ન ભણે તોય શું ? આ દુનિયામાં જ્ઞાનની કશી જ કિંમત નથી. જ્ઞાનથી કંઈ પેટ ભરાતું નથી, પેટ તો પૈસાથી જ ભરી શકાય છે.” જિનદેવે સુંદરીને સમજાવ્યું કે જે માતા-પિતા પોતાનાં સંતાનોને ભણાવતાં નથી તે માતાપિતા સંતાનોના શત્રુ સમાન છે. કારણ કે જેમ હંસની સભામાં બગલો શોભતો નથી, તેમ વિદ્વાનોની સભામાં અજ્ઞાની પુત્રો પણ શોભતા નથી.” સુંદરીએ આ સાંભળીને જિનદેવનો ઊલટો ઉધડો લીધો. જિનદેવ મૌન રહ્યો. સમય જતાં સંતાનો મોટાં પરણાવવા યોગ્ય થયાં. ત્યારે જિનદેવે સુંદરીને કહ્યું : “તેં સંતાનોને ભણાવ્યા નહિ અને અધૂરા ભણતરે ઉઠાડી લીધા. આથી જો હવે તેમની સાથે સગપણ બાંધવા કોઈ તૈયાર થતું નથી. તેં તેઓને અભણ અને અજ્ઞાની રાખીને બધાંનો ભવ બગાડ્યો.” સુંદરી આથી ગુસ્સે થઈ ગઈ. તે બરાડી ઊઠી : “એમાં તમારો જ વાંક છે. બાપ તેવા બેટા. દીકરી તો મા જેવી હોય છે. દીકરા અભણ રહ્યા તેમાં તમારો જ દોષ છે. અત્યારે એ માટે તમે મને શા માટે દોષ આપો છો ?’’ જિનદેવને આથી ગુસ્સો ચડ્યો. તે મોટેથી બોલ્યો : “પાપિણી ! મારી સામું બોલે છે ?’ આની સામું સુંદરી એટલા જોરથી તાડૂકી : ‘પાપિણી હું નથી પરંતુ પાપી તમારો બાપ છે કે જેણે તમને નકામા આ જગત પર પેદા કર્યા.” આવું કઠોર અને કર્કશ સાંભળીને જિનદેવનો પિત્તો ગયો. તેણે એક પથ્થર ઉપાડીને સુંદરીને માથામાં માર્યો. પથ્થર મર્મસ્થાને વાગવાથી સુંદરી તત્કાળ જ મૃત્યુ પામી. એ સુંદરી તે જ તારી આજની પુત્રી ગુણમંજરી છે. ગયા ભવમાં તેણે જ્ઞાનની વિરાધના કરી હતી, જ્ઞાનની ઉપેક્ષા અને મજાક કરી હતી, જ્ઞાનીનું અપમાન કર્યું હતું. તેમને ગાળો આપી હતી. આથી એ પાપકર્મના કા૨ણે આજ તે મૂંગી અને રોગી બની છે.” પોતાનો પૂર્વભવ સાંભળતાં જ ગુણમંજરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. ગત ભવના પાપ માટે તેને પારાવાર પસ્તાવો થયો. તે માથું કૂટીને રડવા લાગી. આ જોઈને સિંહદાસ શ્રેષ્ઠીએ ગુરુ ભગવંતને પુનઃ વિનંતી કરી : “હે પૂજ્યવર ! આપે રોગ તો બતાવ્યો. હવે આપ તેનો ઉપચાર પણ બતાવો. મારી પુત્રી એ પાપકર્મથી કેવી રીતે મુક્ત બની શકે. તે માટે આપ કોઈ વ્રત-તપ બતાવો.” Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૯ આથી આચાર્ય ભગવંતે કહ્યું : હે શ્રેષ્ઠીવર્ય ! જ્ઞાનપંચમી વ્રતની વિધિપૂર્વક આરાધના કરવાથી સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. આ વ્રતની વિધિ આ પ્રમાણે છે ઃ કારતક સુદ પાંચમે ઠવણી અથવા નંદિનું સ્થાપન કરીને તેની સમીપે આઠ સ્તુતિ વડે દેવ વાંદવા. પછી જ્ઞાન-પંચમીનો તપ અંગીકાર કરવાનો આલાવો ગુરુમુખે સાંભળીને તે તપ કરવો. આ તપ પાંચ વરસ અને પાંચ મહિના કરવાનો હોય છે. તપના દિવસે સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું. પાંચ મૂળભેદ તથા એકાવન ઉત્તરભેદે એકાવન લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ઠવણી ઉપર પુસ્તક મૂકીને તેની એકાવન પ્રદક્ષિણા કરવી અને એકાવન ખમાસમણા દેવાં. તે દિવસે નવું સૂત્ર કે શાસ્ત્ર ભણવું, ભણાવવું કે શ્રવણ કરવું. જ્ઞાનપંચમીના દિવસે પૌષધ ન કર્યો હોય તો પાટ ઉપર પુસ્તકની સ્થાપના કરીને તેની જમણી બાજુ પાંચ દિવેટનો દીવો કરવો. પુસ્તકની સામે પાંચ સાથિયા કરવા. જ્ઞાનભંડારોની પૂજા કરવી. શાનદ્રવ્યની વૃદ્ધિ કરવી અને ‘ૐૐ હ્રીં નમો નાણસ્સ' આ મંત્રનો બે હજાર વખત જાપ કરવો. દરેક માસની પાંચમે આ પ્રમાણે તપ અને જાપ ન કરી શકાય તો દર કારતક સુદ પાંચમે તો આ પ્રમાણે તપ જપ અવશ્ય કરવાં. અથવા તે દિવસે જિનેશ્વર અને ધર્મ-ગ્રંથની સન્મુખ ચૈત્યવંદન કરીને શક્રસ્તવ કહીને ‘મતિજ્ઞાનારાધનાર્થે કરેમિ કાઉસ્સગં' કહીને વંદન અને અન્નત્થ સૂત્રો બોલીને એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી નમોડર્હત્ કહીને ગંભીર ભાવે આ સ્તુતિ બોલવી. अष्टाविंशतिभेदभिन्नगदितं ज्ञानं शुभाद्यं मतिः । सप्रज्ञाभिनिबोधकश्रुतनिधिर्हेतुश्च बुद्धिप्रभे ॥ पर्यायाः कथिता इमे बहुविधा ज्ञानस्य चैकार्थिनः । सम्यग्दर्शनिसत्कमाप्तकथितं वंदामि तद्भावतः ॥ “પ્રથમ મતિજ્ઞાન અઠ્ઠાવીશ પ્રકારનું કહ્યું છે. તે શુભકારી છે. ચાર પ્રકારની પ્રજ્ઞા સહિત છે. આભિનિબોધક છે, શ્રુતજ્ઞાનનો હેતુ છે. બુદ્ધિ, પ્રભા વગેરે તેના પર્યાયો ઘણા પ્રકારના છે. આ જ્ઞાન સમકિતધારીને હોય છે. તીર્થંકર પરમાત્માએ કહેલા આવા મતિજ્ઞાનને હું ભાવથી વંદન કરું છું.” પછી ચૈત્યવંદન ઉપરોક્ત કહ્યા પ્રમાણે કરીને “શ્રુતજ્ઞાનારાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ’ કહીને વંદન અને અન્નત્યં બોલીને, એક નવકા૨નો કાઉસ્સગ્ગ કરીને આ પ્રમાણે સ્તુતિ બોલવી. अन्यज्ज्ञानचतुष्टयं स्वविषयं नैवाभिधातुं क्षमं । श्रीमत्केवलिनोऽपि वर्णनिकरज्ञानेन तत्त्वं जगुः ॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ स्पष्टं स्वात्मपरप्रबोधनविधौ सम्यक् श्रुतं सूर्यवद् । भेदाः पूर्वमिताः श्रुतस्य गणिभिर्वन्द्याः स्तुवे तान्मुदा ॥ “શ્રુતજ્ઞાન સિવાયનાં બીજાં ચારે જ્ઞાન પોતાના વિષયને કહેવા સમર્થ નથી. શ્રીમાન્ કેવળી પણ વર્ણ સમુદાયના જ્ઞાનથી જ તત્ત્વ જણાવે છે. વળી, સમ્યક્ શ્રુતજ્ઞાન જ સૂર્યની જેમ પોતાને તેમજ પરને બોધ કરવામાં સ્પષ્ટ છે. તે જ્ઞાનના ૧૪ ભેદ છે. ગણધરો પણ તેને વંદન કરે છે. આવા શ્રુતજ્ઞાનની હું આનંદથી સ્તુતિ કરું છું.” પછી ત્રીજું ચૈત્યવંદન કરીને, “અવધિજ્ઞાનારાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ” કહીને પૂર્વોક્ત પ્રમાણે કાઉસ્સગ્ગ કરવો અને આ પ્રમાણે સ્તુતિ બોલવી : अल्पं तत्पनकावगाहनसमं चासंख्यलोकाभ्रगं । ज्ञानं स्यादवधेश्च रूपिविषयं सम्यग्दृशां तच्छुभम् ॥ देवादौ भवप्राप्तिजं नृषु तथा तिर्यक्षु भावोद्भवं । पड्भेदाः प्रभुभिश्च यस्य कथिता ज्ञानं भजे तत्सदा ॥ “ત્રીજા અવધિજ્ઞાનની અવગાહના જઘન્યથી સૂક્ષ્મ વનસ્પતિકાયના શરીર જેટલી છે અને ઉત્કૃષ્ટપણે અસંખ્ય લોકાકાશ પ્રમાણ છે. તે જ્ઞાનરૂપી દ્રવ્યને જાણી શકે છે. સમ્યગ્દષ્ટિ જીવને તે શુભકારી હોય છે. તે દેવ તથા નારકીને ભવ પ્રત્યયે હોય છે અને મનુષ્ય તથા તિર્યંચને ભાવ થકી એટલે ગુણ પ્રત્યયે ઉત્પન્ન થાય છે. પ્રભુએ તેના છ ભેદ બતાવ્યા છે, આવા અવધિજ્ઞાનને હું હરહંમેશ સ્તવું છું.” ચોથું ચૈત્યવંદન કરીને ‘મનઃપર્યવજ્ઞાનારાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ' કહીને પૂર્વોક્ત પ્રમાણે કાઉસ્સગ્ગ કરીને આ પ્રમાણે સ્તુતિ બોલવી : : साधूनामप्रमादतो गुणवतां तूर्यं मनःपर्यवं । ज्ञानं तद्द्द्विविधं त्वनिंद्रियभवत्तत्स्वात्मकं देहिनाम् ॥ चेतोद्रव्यविशेषवस्तुविषयं द्वीपे च सार्धद्वि । सकृज्ज्ञानगुणांचितान् व्रतधरान् वंदे सुयोगैर्मुदा ॥ “અપ્રમત્ત ગુણસ્થાને રહેલા સાધુઓને ચોથું મનઃપર્યવજ્ઞાન હોય છે. તેના બે ભેદ છે. તે ઇન્દ્રિયોના વિષયવાળું નથી પણ આત્મવિષયી છે. અઢી દ્વીપમાં રહેલાં પ્રાણીઓના ચિત્તદ્રવ્યમાં રહેલી સર્વ વસ્તુના વિષયને જાણે છે. તે જ્ઞાનને ધારણ કરનારા ગુણી મુનિઓને હું આનંદથી ભાવપૂર્વક વંદના કરું છું.” Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ પછી પાંચમું ચૈત્યવંદન કરી કેવલજ્ઞાનારાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ” કહીને પૂર્વોક્ત પ્રમાણે કાઉસ્સગ્ન કરીને, આ પ્રમાણે સ્તુતિ બોલવી : निर्भेदं विशदं करामलकवज्झेयं परिच्छेदकं । लोकालोकविभासकं चरमचिन्नाप्तं व्रजेत्स्वात्मतः ॥ निद्रास्वप्नसुजागरातिगदशं तुर्या दशां संगतं । वंदे कार्तिकपंचमीसितदिने सौभाग्यलक्ष्यास्पदम् ॥ “પાંચમું કેવલજ્ઞાન છે. તે એક જ પ્રકારનું છે. કરામલકના જેવું નિર્મળ છે. સર્વ વસ્તુનો તે વિચ્છેદ કરનાર છે. લોક તથા આલોકને પ્રકાશ કરનાર છે. જ્ઞાનવાળાના આત્મા થકી કોઈ વખત પણ પ્રાપ્ત થયા પછી જુદું પડતું જ નથી અને જે જ્ઞાન નિદ્રા, સ્વપ્ન અને જાગૃતિ એ ત્રણે દશાને ઉલ્લંઘીને ચોથી ઉજાગર દશાને પામેલું છે, એવાં સૌભાગ્યલક્ષ્મીના સ્થાનરૂપ કેવલજ્ઞાનને હું કારતક સુદ પાંચમના દિવસે વંદના કરું છું.” ઉપરોક્ત પ્રમાણે ૬૫ માસ સુધી તપ કરીને, તેના પારણાંના દિવસે ચૈત્યનાં, જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપયોગી દરેક ઉપકરણો પાંચ પાંચ મેળવીને ઉદ્યાપન-ઉજમણું કરવું. આ પ્રમાણે આચાર્ય ભગવંતશ્રીનો ધર્મોપદેશ સાંભળીને ગુણમંજરીએ જ્ઞાનપંચમી તપની આરાધના કરવા માંડી. વ્રત-તપની વિધિ જાણ્યા બાદ અજિતસેન રાજાએ પણ પોતાના વરદત્ત પુત્રનો કર્મોદય કહેવા વિનંતી કરી. તેનો સ્વીકાર કરીને આચાર્ય ભગવંતશ્રીએ વરદત્તનો પૂર્વભવ કહ્યો : વરદત્તના પૂર્વભવની કથા ભરતક્ષેત્રમાં શ્રીપુર નગરમાં વસુ નામના શ્રેષ્ઠીને વસુમાર અને વસુદેવ નામે બે પુત્રો હતા. એક દિવસ તેમણે જંગલમાં એક પ્રભાવક ધર્મગુરુની ધર્મદેશના સાંભળી. તેનાથી વૈરાગ્ય પામીને બન્નેએ માતાપિતાની અનુજ્ઞા અને આશીર્વાદ મેળવીને દીક્ષા લીધી. દીક્ષિત જીવનમાં નાના વસુદેવ મુનિએ ઉત્સાહપૂર્વક ખૂબ જ જ્ઞાનાભ્યાસ કર્યો. તે દરરોજ પાંચસો સાધુઓને વાંચના આપતા. એક દિવસ રાતે તે સંથારામાં સૂતા હતા. ત્યાં કોઈ શિષ્ય આવીને આગમના કોઈ સૂત્રનો અર્થ પૂછ્યો. તેને જવાબ આપ્યો. ત્યાં બીજા શિષ્ય આવીને બીજો પ્રશ્ન પૂછ્યો. આમ એક પછી એક ઘણા શિષ્યોએ તે રાતે તેમને પ્રશ્નો પૂછ્યા. આથી તે બરાબર શાંતિથી સૂઈ શક્યા નહિ. ત્યારે એક પળે તેમને વિચાર આવી ગયો કે “મારા મોટાભાઈ મુનિને છે કોઈ આવી ચિંતા ને ઉપાધિ? તે અત્યારે કેવી નિરાંતની ઊંઘ માણે છે. નિરાંતે તે ખાય છે અને આરામથી જીવે છે. મને પણ એવી નિરાંત અને આરામનું સુખ મળે તો ?” આવું વિચારીને તેમણે બાર દિવસનું મૌન પાળ્યું. આમ કરીને તેમણે ભારે પાપકર્મ બાંધ્યું. આ પાપની Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ તેમણે પછી કોઈ જ આલોયણા ન લીધી અને કાળધર્મ પામ્યા. આમ વસુદેવ મુનિ જ્ઞાની તો બન્યા પણ પાછળથી રૌદ્ર ધ્યાનથી જીવ્યા અને તેવા ધ્યાનમાં જ તે મૃત્યુ પામ્યા. “હે રાજન્ ! એ વસુદેવમુનિ તે આજ તારો વરદત્ત પુત્ર થયો છે. અશુભ ધ્યાનના કર્મથી તે આજ રોગથી રિબાય છે અને જ્ઞાન તેમને ચડતું નથી. આ કર્મનો ક્ષય કરવા માટે તેણે પણ જ્ઞાનપંચમી વ્રતનું આરાધન કરવું. એ તપના પ્રભાવથી તેનો રોગ પણ દૂર થશે અને તેને જ્ઞાન પણ ચડશે.’” ત્યારબાદ વરદત્ત અને ગુણમંજરીએ વિધિપૂર્વક જ્ઞાનપંચમીની આરાધના કરવા માંડી. તપના પ્રભાવથી બન્ને નીરોગી થઈ ગયાં. ગુણમંજરી બોલતી થઈ. વરદત્ત બુદ્ધિમાન થયો. સમય જતાં વરદત્ત સ્વયંવરમાં આવેલ એક હજાર રાજકન્યાને પરણ્યો અને ખૂબ રાજ્યસુખ ભોગવ્યું. અને છેલ્લે પોતાના પુત્રને રાજગાદી સોંપીને તેણે દીક્ષા અંગીકાર કરી. ગુણમંજરીના પણ જિનચંદ્ર નામના યુવાન સાથે લગ્ન થયાં. સમય જતાં તેણે પણ દીક્ષા લીધી. કાળક્રમે વરદત્ત અને ગુણમંજરી મરીને વૈજયંત નામના અનુત્તર વિમાનમાં ઉત્તમ દેવ થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને વરદત્ત વિદેહ ક્ષેત્રમાં પુંડરિકિણી નગરીમાં અમરસેન રાજાની રાણી ગુણવતીની કુક્ષિએ શૂરસેન નામે પુત્રરૂપે જન્મ પામ્યો. યુવાન વયે તે અનેક રાજકન્યાઓને પરણ્યો. તેના પિતાએ તેને રાજ્યની જવાબદારી સોંપી. એક દિવસ તેના નગરના એક ઉદ્યાનમાં શ્રી સીમંધરસ્વામી ભગવંત સમોસર્યા. ભગવાને ધર્મદેશનામાં જ્ઞાનપંચમી તપનો મહિમા વર્ણવ્યો અને કહ્યું કે “ભવ્ય જીવોએ વરદત્તની જેમ આ વ્રતનું ઉલ્લાસપૂર્વક ઉત્કટ ભાવથી આરાધન કરવું જોઈએ.” આ સાંભળી શૂરસેને પૂછ્યું કે “હે ભગવંત ! આ વરદત્ત કોણ હતો ?” ભગવંતે વરદત્તની કથા કહી. ભગવંત મુખે પોતાનો પૂર્વભવ જાણીને શૂરસેને આ ભવે પણ જ્ઞાનપંચમીની આરાધના કરી. તેણે દસ હજાર વરસ સુધી રાજ્યની જવાબદારી સંભાળી અને પછીથી શ્રી સીમંધર પરમાત્મા પાસે દીક્ષા લીધી. એક હજા૨ વરસ સુધી તેમણે ઉત્કૃષ્ટપણે ચારિત્ર્ય ધર્મનું પાલન કર્યું અને કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ બાજુ ગુણમંજરીનો જીવ દેવલોકમાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં રમણી નામના વિજયમાં અમરસિંહ રાજાની રાણી અમરવતીની કુક્ષિએ સુગ્રીવ નામે પુત્ર રૂપે ઉત્પન્ન થયો. સુગ્રીવ વીશ વરસનો યુવાન થયો. ત્યારે તેને રાજ્ય ભળાવી તેના પિતાએ દીક્ષા લીધી. સુગ્રીવે ભરચક્ક રાજસુખ ભોગવ્યું. અનેક રાજકન્યાઓ સાથે ભોગ ભોગવ્યા. તેનાથી તેને ચોરાશી હજાર પુત્રો થયા. સમય જતાં તેણે પણ રાજસુખનો ત્યાગ કરીને દીક્ષા લીધી. એક લાખ વરસ સુધી ચારિત્ર ધર્મનું સુંદર પાલન કરીને કેવળજ્ઞાન પામી તે પણ મોક્ષે ગયા. આમ જ્ઞાનપંચમી વ્રતની આ કથાથી ભવ્ય જીવોએ બોધ લેવાનો છે કે જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ સવિશેષ છે. સંસારનો-ભવભ્રમણનો અંત કરવા માટે સમ્યજ્ઞાન અત્યંત અનિવાર્ય છે. જ્ઞાન વિના જીવનમાં ઘોર અંધારું છે. જ્ઞાન વિના જીવ વિવિધ યોનિઓમાં ભમ્યા કરે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ માનવજન્મ મુક્તિ મેળવવા માટે છે. આ માટે જ્ઞાનની આરાધના કરવી જોઈએ. તે માટે જ્ઞાનપંચમીનો દિવસ ઉત્તમોત્તમ છે. તે દિવસથી દરેક મુમુક્ષુ આત્માએ વિધિપૂર્વક જ્ઞાનપંચમી વ્રતનું આરાધન શરૂ કરવું જોઈએ. આ તપના પ્રભાવથી ભૌતિક વૈભવ અને ઐશ્વર્ય તો આપોઆપ પ્રાપ્ત થાય જ છે. પરંતુ તેના પુણ્યાનુબંધી પુણ્યથી જીવ કાળક્રમે સકળ કર્મનો ક્ષય કરીને સિદ્ધિગતિને-મોક્ષને પામે છે. ૨૧૬ અભયદાન अभयं सर्वसत्त्वेभ्यो यो ददाति दयापरः । तस्य देहाद्विमुक्तस्य, भयं नास्ति कुतश्चन ॥ જે દયાળુ સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે તે મનુષ્ય દેહથી મુક્ત થાય છે. અર્થાત્ મૃત્યુ પામે ત્યારે પણ તેને કોઈથી ભય રહેતો નથી.” અભયદાન ઉપર દૃષ્ટાંત જયપુરમાં ધનો નામનો માળી રહેતો હતો. તેણે દયાભાવથી પ્રેરાઈને બેઇન્દ્રિય એવા પાંચ પૂરાને અભયદાન આપ્યું. ધનો માળી મરીને કુલપુત્ર થયો. તે ઉંમરલાયક થાય તે અગાઉ જ તેનાં માતા-પિતા મરણ પામ્યાં. આથી અનાથ કુલપુત્ર પરદેશ જવા માટે નીકળ્યો. રાત પડતાં તેણે જંગલમાં એક વડવૃક્ષ નીચે રાતવાસો કર્યો. આ વડવૃક્ષ ઉપર પાંચ યક્ષો રહેતા હતા. તેમાંથી એક યક્ષની નજર અચાનક કુલપુત્ર ઉપર પડી. તેને જોતાં જ એ યક્ષ તેને ઓળખી ગયો: “અરે! આ તો આપણા પૂર્વભવનો ઉપકારી છે.” જ્ઞાનના ઉપયોગથી તેણે કુલપુત્રનું ભવિષ્ય જાણ્યું. આથી તેણે કુલપુત્રને કહ્યું : “આજથી પાંચમા દિવસે તને રાજ્ય મળશે. તું રાજા બનીશ.” આ જાણી તેના આનંદનો પાર ન રહ્યો. સવારે ત્યાંથી તે આગળ ચાલ્યો. પાંચમા દિવસે તે વારાણસીનગરીના પાદરે પહોંચ્યો. એ અરસામાં એ નગરીનો રાજા મરણ પામ્યો હતો. હાથણી કળશ લઈને નવા રાજાને શોધી રહી હતી. કુલપુત્રને જોઈને હાથણીએ તેના પર કળશ ઢોળ્યો. આથી પ્રજાજનોએ તેને નગરીનો રાજા બનાવ્યો. રાજ્ય મળતાં જ તે ભોગવિલાસમાં ડૂબી ગયો અને રાજ્યની બધી જવાબદારી પ્રધાનોને સોંપી દીધી. એક સમયે તે નગર ઉપર દુશ્મન રાજયે ચડાઈ કરી. એ વખતે કુલપુત્ર જુગાર રમવામાં તલ્લીન હતો. પ્રધાને આવીને નગરની રક્ષા કરવાનું કહ્યું. રાણીએ પણ યુદ્ધમાં જવા માટે પાનો ઉ.ભા.-૪-૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ચડાવ્યો. તોય કુલપુત્રે ઠંડે કલેજે આટલું જ કહ્યું : ‘હે કલ્યાણી ! તું શું કરવા ચિંતા કરે છે ? ચિંતા તો પેલા યક્ષોએ કરવાની છે. તેમણે મને રાજ્ય અપાવ્યું છે. એ રાજ્ય તેમને રાખવું હશે તો રાખશે. નહિ તો ભલેને આ રાજ્ય જતું રહે.” કુળપુત્રની આ શ્રદ્ધા અને ભક્તિ જોઈને યક્ષો અતિ પ્રસન્ન થયા. તેમણે તુરત જ દુશ્મન રાજાને તેની સમક્ષ હાજર કર્યો અને નમાવ્યો. આ જોઈને નગરજનો વગેરેના આશ્ચર્યની અવધિ ન રહી. સૌ કોઈ બુલંદીથી કુલપુત્રની કીર્તિગાથા ગાવા લાગ્યા. થોડા સમય બાદ નગરમાં જ્ઞાની, ગીતાર્થ ગુરુ ભગવંત પધાર્યા. કુળપુત્ર રાજ પરિવાર સાથે તેમની ધર્મદેશના સાંભળવા ગયો. દેશના પૂરી થયે તેણે પોતાનો પૂર્વભવ પૂછ્યો. જ્ઞાની ભગવંતે કહ્યું : ‘હે રાજન્ ! ગયા ભવે તેં પાંચ પૂરાનું રક્ષણ કર્યું હતું. તેમને તેં અભયદાન આપ્યું હતું. એ પૂરા મરીને યક્ષો થયા. તેઓએ જ પૂર્વભવના તારા ઉપકારને યાદ કરીને આજ તારા રાજ્યનું રક્ષણ કર્યું છે.' આ સાંભળીને રાજાએ નગરભરના કૂવા, તળાવ, સરોવર વગેરે જળાશયોમાં ગળણીઓ મુકાવી અને સર્વત્ર અહિંસાની ઘોષણા કરાવી. હિંસા કરવી એ મહાપાપ છે. જેઓ માંસભક્ષણ કરે છે તેઓ પોતાના પેટને મરેલાં જાનવરોની કબર બનાવે છે. જીવવાનું સૌ કોઈને ગમે છે. મરવાનું કોઈને ય ગમતું નથી. “વિષ્ટામાં રહેલા કીડાને અને સ્વર્ગમાં રહેલા દેવ અને ઇન્દ્ર આ બધાંયને જીવન એક સરખું પ્રિય છે અને મૃત્યુનો ભય પણ તે સૌને સમાન છે. ખરાબ યોનિમાં જન્મેલા ક્ષુદ્ર જીવ પણ મરવાને નથી ઇચ્છતો. કારણ ખરાબ પૃથ્વીમાં પણ પ્રાણીઓને પોતપોતાનો આહાર સ્વાદવાળો જ લાગે છે.” આથી, સુજ્ઞ અને વિવેકી જનોએ કોઈપણ જીવનો, કોઈ પણ નિમિત્તે કે બહાનાથી વધ ન કરવો જોઈએ. હિંસક વ્યક્તિ દુઃખી થાય છે અને અનંતો સંસાર કરે છે. આ અંગે ગોવાળનું દૃષ્ટાંત ઘણું પ્રેરક અને બોધક છે. ગોવાળનું દૃષ્ટાંત નાગપુરનગરમાં માધવ નામનો ગોવાળ હતો. ગાયો ચરાવવા તે રોજ જંગલમાં જતો. એક દિવસ ગાયો ચરી રહી હતી અને તે એક ઝાડ નીચે સૂતો હતો. ત્યાં તેના માથામાંથી એક નાનકડી જૂ ખરી પડી. તેને જોઈ એ બબડ્યો ઃ ‘આ જૂ મારું લોહી પી જાય છે. આને તો રિબાવી રિબાવીને જ મારી નાંખવી જોઈએ. આ વિચારનો તેણે તત્ક્ષણ અમલ કર્યો. એ જૂને તેણે બાવળની સૂક્ષ્મ-તીક્ષ્ણ સળી (શૂળ) પર પરોવીને મારી નાંખી. જીવ-વધના આ પાપનું ફળ તેને તે જ ભવમાં મળ્યું. ચોરીના આરોપ હેઠળ તે રાજસુભટોના હાથમાં પકડાઈ ગયો. રાજાએ તેને શૂળીએ ચડાવી દીધો. શૂળી પર ભારે વેદના ભોગવીને તે મરણ પામ્યો. આ પછી તે લગાતાર ૧૦૭ ભવ સુધી ચોરીના આરોપને લીધે શૂળીની શિક્ષા પામ્યો અને દરેક સમયે રિબાઈ રિબાઈને મર્યો. Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૫ ૧૦૮ મા ભવે માધવ ગોવાળનો કર્મ-બંધ પાતળો પડ્યો. આ ભવમાં તેણે તાપસી દીક્ષા અંગીકાર કરી. દીક્ષા જીવનમાં નિઃસંગપણે વ્રતનું આરાધન કરતાં તેને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. એક દિવસ એવું બન્યું કે તે ધ્યાન ધરી રહ્યો હતો. ત્યારે કોઈ ચોર તેની પાસે ચોરીના અલંકારો મૂકી ગયો. ચોરની તપાસમાં આવેલા રાજસુભટોએ તેની પાસે એ અલંકારો જોઈને તેને જ ચોર સમજીને બાંધીને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને શૂળીની સજા ફરમાવી. - માધવ ગોપાળ જાણતો હતો કે પોતે અલંકાર ચોર્યા નથી અને પોતે ચોર નથી જ. પરંતુ વિર્ભાગજ્ઞાનથી પોતાના પૂર્વભવને જાણીને તે હસતા મોંએ શૂળી પર ચડી ગયો. આ સમયે તેણે પોતાના આત્માની નિંદા કરી. ચોરી માટે તેને કોઈનો દોષ ન વિચાર્યો. પોતાના જ પૂર્વકર્મને દોષ આપ્યો અને સમતાભાવે વેદના સહન કરી શુભ ધ્યાનમાં જ તે મૃત્યુ પામ્યો. આથી મરીને તે દેવ થયો. ભવ્ય જીવોએ આ ગોવાળનું દષ્ટાંત જાણીને કોઈપણ નાના કે મોટા જીવની ક્યારેય કોઈપણ સંજોગોમાં હિંસા ન કરવી જોઈએ. હિંસાના પાપથી દુર્ગતિ થાય છે. જ્યારે અહિંસાથી સુગતિ થાય છે. આથી વિવેકજનોએ અભયદાન આપવામાં હરહંમેશ તત્પર અને ઉત્સાહી બનવું જોઈએ. - દાનના પાંચ પ્રકાર છે: ૧. અભયદાન, ૨. સુપાત્રદાન, ૩. અનુકંપાદાન, ૪. ઉચિતદાન, ૫. કીર્તિદાન. પ્રથમનાં બે અભયદાન અને સુપાત્રદાનથી મોક્ષ મળે છે. જ્યારે બાકીના ત્રણ પ્રકારનાં દાન દેવાથી સાંસારિક સુખોપભોગ મળે છે. અભયદાનઃ બંધનથી, વધથી, અતિભારથી, મારથી, ઉપેક્ષાથી અને ઉદાસીથી વગેરે દુઃખોથી રિબાતા, પીડાતા અને દુઃખી થતા જીવોને તે દુઃખમાંથી છોડાવવા-મુક્ત કરવા તે અભયદાન છે. સુપાત્રદાનઃ સુ એટલે સારું. પાત્ર એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રિ-રત્નનું સ્થાન. સુ એટલે અતિશયે કરીને પાત્ર એટલે પાપથી રક્ષણ કરનાર. આ પ્રમાણે અન્વયાર્થ સંજ્ઞાવાળું સુપાત્રદાન દુર્લભ છે. અનુકંપાદાનઃ દીન અને દુઃખી, ગરીબ અને કંગાળ, રોગી અને બીમાર લોકોને પાત્ર કે અપાત્રનો વિચાર કર્યા વિના માત્ર દયાભાવથી પ્રેરાઈને સહાનુભૂતિથી તેમને અન્ન, વસ્ત્ર, વસવાટ, ઔષધ વગેરે આપવા તે અનુકંપાદાન છે. કહ્યું છે કે – दानकाले महेभ्यानां; किं पात्रापात्रा चिंतया । दीनाय देवदूष्याधु, यथादात् कृपया प्रभुः ॥ “દાતારને દાન આપવા સમયે પાત્ર-અપાત્રનો શા માટે વિચાર કરવો જોઈએ? જુઓ ભગવાન મહાવીરે કૃપાથી બ્રાહ્મણને અર્થે દેવદૂષ્ય આપી દીધું.” Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ અનુકંપાદાન અંગે જગડુશાનું દૃષ્ટાંત દુષમ-દુકાળના સમયમાં જગડુશાએ પણ માત્ર દયા અને અનુકંપાથી અઢળક ધાન્ય અનેક રાજાઓને આપ્યું હતું. આ અંગે ઇતિહાસમાં નોંધાયું છે કે જગડુશા નામના શ્રાવકે દુકાળના સમયમાં વિશળરાજાને આઠ હજાર મુંડા, હમીર રાજાને બાર હજાર મુંડા અને દિલ્હીના સુલતાનને એકવીશ હજાર મુંડા અનાજ આપ્યું હતું. તે સમયે જગડુશાએ ૧૧૨ દાનશાળા ખોલી હતી. ત્યાં એ રોજ સવારે સૌને દાન આપતા. ખાનદાન ઘરની સ્ત્રીઓ દાન લેતાં લજવાય અને ખચકાય નહિ આથી તેમની અને દાન લેનાર વચ્ચે એક પડદો બાંધવામાં આવ્યો હતો. એક દિવસ વિશળરાજા પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે વેષ બદલીને દાન લેવા ગયા. પડદામાં તેમણે હાથ ધર્યો. એ ખુલ્લી હથેલી જોઈને જગડુશા વિચારમાં પડી ગયા. તેમને થયું ‘આ તો કોઈ રાજાનો હાથ લાગે છે. ખૂબ જ ભાગ્યશાળી છે. આ વ્યક્તિ પણ દુકાળના કારણે આજે આપનારનો હાથ લેવા માટે લંબાયો છે. આથી મારી ફરજ છે કે તેની જિંદગીભરની ગરીબી દૂર થઈ જાય તેવું જ કંઈક તેમને આપું.' અને જગડુશાએ પોતાની આંગળી પરની એક રત્નજડિત વીંટી વેશધારી વિશળરાજાના હાથમાં મૂકી દીધી. એ જોઈ રાજાએ પુનઃ ડાબો હાથ ધર્યો. એ હાથમાં પણ જગડુશાએ એવી જ બીજી રત્નજડિત વીંટી મૂકી દીધી. રાજા બન્ને વીંટી લઈ રાજમહેલમાં આવ્યો. બીજે દિવસે વિશળદેવ રાજાએ જગડુશાને સન્માનથી રાજ્યસભામાં બોલાવ્યો. પેલી બે વીંટી તેમને બતાવીને પૂછ્યું. “શ્રેષ્ઠી ! આ શું છે ?” ત્યારે જગડુશાએ કહ્યું : सर्वत्र वायसाः कृष्णाः सर्वत्र हरिताः शुकाः । सर्वत्र सुखिनां सौख्यं, दुखं सर्वत्र दुःखिनाम् ॥ “કાગડાઓ સર્વત્ર કાળા જ હોય છે, પોપટો બધે જ લીલા હોય છે, સુખી પુરુષોને સર્વત્ર સુખ હોય છે અને દુઃખી પુરુષોને સર્વત્ર દુઃખ જ હોય છે.” આમ કહીને જગડુશા રાજાને પ્રણામ કરવા ગયો, પરંતુ રાજાએ તેમને તેમ કરતાં અટકાવ્યા અને તેમને હાથી પર બેસાડીને સન્માનપૂર્વક . વિદાય આપી. આમ આ ત્રીજું અનુકંપાદાન છે. આજે આવા અનુકંપાદાનની અતિ જરૂર છે. ઉચિતદાન : યોગ્ય અવસરે ઇષ્ટ અતિથિને, દેવ-ગુરુના આગમનની, નવનિર્મિત જિનપ્રાસાદ અને જિનપ્રતિમાના પ્રતિષ્ઠાદિ મહોત્સવની વધામણી આપનારને, લેખક-કવિ આદિ સાહિત્યકારોને, શિક્ષક-પંડિત-શાસ્રીઓને, વિદ્યાર્થીઓને, કલાકારોને પ્રસન્ન ચિત્તે આપવું તેને ઉચિત દાન કહેવાય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દષ્ટાંત જૂનાગઢ નરેશ ખેંગાર જંગલમાં શિકારે ગયો. ત્યાં તેણે ઘણાં સસલાંઓનો શિકાર કર્યો. મરેલાં સસલાંઓને તેણે ઘોડાઓનાં પૂછડે બાંધ્યાં. નગરમાં પાછા ફરતાં તે રસ્તો ભૂલી ગયો. ત્યાં તેણે ઝાડ નીચે એક જણને સૂતેલો જોયો. ખેંગારે તેની પાસે જઈને પૂછ્યું: “ભાઈ ! હું રસ્તો ભૂલી ગયો છું. તું મને સાચો રસ્તો બતાવીશ?” પેલાએ પૂછનાર સામે જોયું. તેની નજર પૂછડે લટકતાં સસલાંઓ પર પડી. રસ્તો બતાવતાં તેણે કહ્યું. જીવ વધંતા નરગ ગઈ, અવધંતા ગઈ સગ્ગ; હું જાણું દો વાટડી, જિણ ભાવે તિણ લગ્ન. જીવનો વધ-હત્યા કરનાર નરકે જાય છે અને દયા પાળનાર સ્વર્ગે જાય છે. મને તો માત્ર આ બે રસ્તાની ખબર છે. તો ભલા ! તને જે ગમે તે રસ્તે તું જા. 'ખેંગાર આ સાંભળી ખુશ થઈ ગયો. પેલાનું નામ પૂછ્યું. કહ્યું : “ચારણ દુદળ. ખેંગારે તરત જ જીવદયા પાળવાની પ્રતિજ્ઞા લીધી અને ચારણને રાજસભામાં બોલાવીને તેનું સન્માન કર્યું તેને અશ્વો તથા એક ગામ ભેટ આપ્યું. કીર્તિદાન: પોતાની નામના અને યશ વધે અને વિસ્તરે તે માટે ગરીબ, ભિખારી આદિને આપવું તે કીર્તિદાન કહેવાય છે. આ દાનની વિશેષ સમજ આપવાની જરૂર છે ખરી? આજકાલ આ જ દાનની બોલબાલા છે. દાન મૂચ્છ અને મોહ ઉતારવા માટે આપવાનું છે. પુણ્ય પણ કર્મ છે. જીવે તો સકળ કર્મથી મુક્ત થવાનું છે. પાપકર્મનો ક્ષય કરવાનો છે. તો પુણ્યકર્મનો પણ ક્ષય કરવાનો છે. પુણ્યાઈથી પ્રાપ્ત થયેલા પૈસાનો શક્ય તેટલો વધુ વ્યય સુપાત્રદાન, અભયદાન વગેરે દાન કરવામાં કરવો જોઈએ. કહ્યું છે કે : “સુપાત્રદાન અને અભયદાન કરવાથી દાતા મુક્તિ (મોક્ષ) પામે છે, અનુકંપાદાન કરવાથી સુખ પામે છે, ઉચિતદાનથી પ્રશંસા પામે છે અને કીર્તિદાન કરવાથી દાતા સમાજમાં પ્રતિષ્ઠામોટાઈ પામે છે.” ૨૧૦ દાન ધર્મની દેશના श्राद्धानां पात्रभक्तानां, कार्पण्यदोषमुक्तये । देशना दानधर्मस्य, देया तीर्थहितेच्छुभिः ॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ “સુપાત્રની ભક્તિ કરનારા શ્રાવકોને કંજૂસાઈરૂપ દોષનું નિવારણ કરવા માટે, તીર્થના હિતેચ્છુ સાધુઓએ દાનધર્મની દેશના આપવી.” દાનધર્મની દેશના આ પ્રમાણે છે : યોગ્ય સમયે સુપાત્રને થોડું પણ દાન આપ્યું હોય તો તે મોટું ફળ આપનાર બને છે. ચંદનબાળાએ ભગવાન મહાવીરસ્વામીને અડદના થોડાક જ બાકુળા વહોરાવ્યા હતા. તો પણ તેનાથી ચંદનબાળાનાં પાપોનો નાશ થયો હતો. ભગવાન મહાવીરનો અભિગ્રહ લગભગ (પાંચ મહિના પચ્ચીશ દિન) છ મહિને પૂરો થયો. ચંદનબાળાએ ભગવાનને બાકુના વહોરાવ્યા. તે સમયે દેવતાઓએ સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી. આથી ધનાવહનું ઘર દેવતાઈ સુવર્ણથી ભરાઈ ગયું. આ જોઈને પાડોશમાં રહેતી એક ડોશીએ વિચાર્યું: “માત્ર અડદના થોડાક દાણા એક કૃશકાય તપસ્વીને આપ્યા તો તેને આટલી બધી સમૃદ્ધિ મળી, તો હું કોઈ તગડા અને બલિષ્ઠ તપસ્વી સાધુને ઘી-સાકરવાળો આહાર વહોરાવું તો ન જાણે મને કેટલી બધી ઋદ્ધિ મળે ?' અને એક દિવસ ડોશીએ ખીર રાંધી. પછી કોઈ એક તગડા-જાડા સાધુને હોરવા માટે બોલાવી લાવી. ખીર વહોરાવીને તેણે તરત જ ઊંચે આકાશમાં જોયું. આથી સાધુએ પૂછ્યું :“મા ! આકાશમાં ઊંચે શું જુવો છો?” ડોશીએ સાચેસાચું જણાવ્યું. સાંભળીને સાધુએ કહ્યું : “મા ! કોઈ ઉત્કૃષ્ટ અને ઉગ્ર તપસ્વી હોય અને સામે તેને વહોરાવનારના ઉચ્ચ ઉમદા અને નિઃસ્વાર્થ ભાવ હોય તો જ તેવા મંગળ પ્રસંગે દેવતાઓ સુવર્ણવૃષ્ટિ કરે છે. મારું તપ, તમારા સ્વાર્થી ભાવ અને આધાર્મિક આહારના દાનથી તો તમારા ઘરમાં પથ્થરની વૃષ્ટિ થશે.” આમ કહીને સાધુએ એ ડોશીને પ્રતિબોધ પમાડી. નામને યોગ્ય હોય તે જ શ્રેષ્ઠ પાત્ર છે. પાત્રની પરીક્ષા અંગે યુધિષ્ઠિર અને ભીમ વચ્ચે થયેલો સંવાદ રોચક અને પ્રેરક છે. એક દિવસ ભીમસેને ધર્મરાજા યુધિષ્ઠિરને પૂછ્યું. હે રાજનું! એક મૂર્ખ છે પણ તપસ્વી છે. બીજો વિદ્વાન છે પણ ભ્રષ્ટ છે. તે બન્ને બારણે ઊભા છે, તો તેમાંથી કોને દાન આપવું?” યુધિષ્ઠિરે કહ્યું છે ભીમ ! તપનું સેવન તો સુખેથી થઈ શકે છે પણ વિદ્યા તો મહાકષ્ટથી ભણાય છે. માટે હું વિદ્યાનો સત્કાર કરીશ. માત્ર તપનું શું પ્રયોજન છે?” ભીમસેને કહ્યું: “હે રાજા યુધિષ્ઠિર ! જેમ કૂતરાના ચામડાની મસકમાં ભરેલું ગંગાજળ અને મદિરાના ઘડામાં ભરેલું દૂધ કામ આવતું નથી, તેમ કુપાત્રમાં રહેલી વિદ્યા શું કામની? આ સાંભળીને સભામાં બેઠેલા કૃષ્ણ બોલ્યા: “માત્ર વિદ્યાથી પાત્ર કહેવાય નહિ તેમજ માત્ર તપથી પણ પાત્ર કહેવાય નહિ. જેની પાસે વિદ્યા અને સદાચાર બને છે તેને જ સુપાત્ર Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ કહેવાય છે.” આમ સુપાત્રને દાન આપવું જોઈએ. આ દાન પણ શુભ અને શુદ્ધભાવથી આપવું જોઈએ. કહ્યું છે કે - दाताव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे । क्षेत्रे काले च भावे च, तद्दानं सात्त्विकं स्मृतम् ॥ “દેવા યોગ્ય એવું દાન પણ અનુપકારીને દેવાય અને યથાયોગ્ય ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરીને અપાય તે દાન સાત્ત્વિક કહેલું છે.” આવું દાન શાલિભદ્ર આપ્યું હતું. यस्तु प्रत्युपकराय फलमुदिश्य वा पुनः । प्रदीयते परिक्लिष्ट स्तहानं राजसं स्मृतम् ॥ “જે દાન ઉપકારના બદલામાં પ્રત્યુપકારની ભાવનાથી આપવામાં આવે અથવા કોઈપણ બદલાની કામનાથી દાન આપવામાં આવે તે રાજસ્-દાન કહેવાય છે.” આવું દાન પેલી ડોશીએ ચંદનબાળાને જોઈને આપ્યું હતું. क्रोधाबलाभियोगाद्वा, मनोभावं विनापि वा । यद्दीयते हितं वस्तु, तद्दानं तामसं स्मृतम् ॥ “ક્રોધથી, બળાત્કારથી અથવા મનના ભાવ વિના સારી વસ્તુ પણ દાનમાં આપે તો તેને તામસ-દાન કહ્યું છે.” આવું દાન શ્રેણિક રાજાની દાસી કપિલાએ આપ્યું હતું. કોઈ પણ પ્રકારની કામના કે સ્વાર્થ વિના દાન કરનારા અને નિષ્કપટપણે આજીવિકા ચલાવનારા દુર્લભ અને વિરલ છે.” નિષ્કામ દાનનું દષ્ટાંત એક તાપસે એક ભક્તને કહ્યું: “મને તારે ત્યાં ચાતુર્માસ માટે રહેવા દે.” ભક્ત કહ્યું : તમે તે માટે મારો કોઈ પ્રત્યુપકાર-વળતો બદલો ન આપવાના હો, તો તમે ખુશીથી મારે ત્યાં ચાતુર્માસ માટે રહો.” તાપસે ભક્તની શરત માની લીધી. ચોમાસાની એક રાતે ચોરો આવ્યા અને ભક્તનો એક ઘોડો ચોરી ગયા. ચોરેલા ઘોડાને લઈ જતાં સવાર પડી. આથી ચોરોએ એ ઘોડાને જંગલમાં એક જગાએ બાંધી દીધો. યોગાનુયોગ એ સવારે તાપસ જંગલમાં એક વૃક્ષ પાસે કુદરતી હાજતે આવ્યો. તેણે ભક્તનો ઘોડો જોયો. પાછા ફરીને તેણે ભક્તને કહ્યું: “જંગલમાં હું મારું એક વસ્ત્ર ભૂલી ગયો છું તે તમે જલદીથી લાવી આપશો?' ભક્ત મારતા ઘોડે ત્યાં પહોંચ્યો. ત્યાં તેણે પોતાનો ઘોડો જોયો. જોઈને એ વાત પામી Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ગયો. ઘરે આવીને તેણે તાપસને વિનયથી કહ્યું: “હે તપસ્વી! તમે આ જ મારી ભક્તિનો બદલો વાળ્યો છે. આથી આપ હવે રહેવાની બીજે વ્યવસ્થા કરી લેજો. કારણ ઉપકારીને આપેલું દાન નિષ્ફળ જાય છે.” નિષ્કપટ જીવનારનું દષ્ટાંત એક રાજાએ ધર્મની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. દાન લઈને કોણ ભોજન કરે છે. તેની તેણે સેવકો દ્વારા તપાસ કરાવી. આ માટે તેણે ઢંઢેરો પિટાવ્યોઃ “રાજા લાડુ આપે છે, તે આવીને દરેકે લઈ જવા.” આ ઘોષણા સાંભળીને ઘણા લાડુ લેવા આવ્યા. રાજાએ દરેકને પૂછ્યું: “તમે શાનાથી જીવો છો ?' એકે કહ્યું “હું મુખથી જીવું છું.” બીજાએ કહ્યું: “હું પગ વડે જીવું છું.' ત્રીજાએ કહ્યું હાથથી જીવું છું.' ચોથાએ કહ્યું: “લોકોની કૃપાથી જીવું છું.' પાંચમા જૈન સાધુએ કહ્યું: ‘હું મુધાથી જીવું છું.” રાજાએ પૂછ્યું: ‘એ કેવી રીતે? દરેકે સ્પષ્ટતા કરી. પહેલાએ કહ્યું: “હું માણસોને કથા કહું છું. કથાથી મારી આજીવિકા ચાલે છે, આથી હું મુખથી જીવું છું.” બીજાએ કહ્યું: “હું ખેપિયો (પોસ્ટમેન) છું. લોકોના સંદેશા પહોંચાડવા માટે એક સ્થળેથી બીજે સ્થળે ફરું છું. આમ હું પગેથી જીવું છું.” ત્રીજાએ કહ્યું: “હું લહિયો છું. મારી આજીવિકા હાથના લીધે ચાલે છે, આથી હું હાથથી જીવું છું.” ચોથાએ કહ્યું: “હું ભિક્ષુક છું. આથી લોકોની કૃપાથી જીવું છું.' પાંચમા જૈન સાધુએ કહ્યું: “હું ગૃહસ્થનો પુત્ર છું. વૈરાગ્યભાવથી મેં દીક્ષા લીધી. આથી જે સમયે જેવો આહાર મળી જાય તેનાથી ચલાવી લઉં છું. માટે હું મુધાજીવી છું.” પાંચેયના જવાબ પર વિચાર કરતાં રાજાને લાગ્યું કે, ખરેખર આ સાધુનો ધર્મ જ સર્વ દુઃખનો નાશ કરનાર અને મોક્ષને આપનાર છે અને તેણે જૈનધર્મ અંગીકાર કર્યો. ધનની શોભા દાનથી જ છે. ધન હોય પણ જે દાન નથી કરતો, તેનું ધન પથ્થર સમાન છે. તે ધન નથી ધનપતિનું કલ્યાણ કરવું કે નથી બીજાનું પણ કલ્યાણ કરતું. મમ્મણ શેઠ ખૂબ જ શ્રીમંત હતો. તેણે સોનાના બળદ કરાવ્યા. તેનાં શીંગડાં માટે મમ્મણે કાળી મજૂરી કરી અને અંતે એ બળદો પૃથ્વીમાં જ ધરબાઈ ગયા. ધન હતું પણ મમ્મણે સુપાત્રદાન ન કર્યું. પરિણામ શું આવ્યું? દાન દુશ્મનને આપ્યું હોય તો તે દાન દુશ્મનાવટનો અંત લાવે છે. સેવકને આપવાથી સેવક ભક્તિવાન થાય છે. રાજાને આપવાથી ઉત્કૃષ્ટ સન્માન પામી શકાય છે. ભાટ-ચારણ કે કવિને દાન દેવાથી સર્વત્ર યશ ફેલાય છે. તેમાંય સુપાત્રદાન તો ખૂબ જ કલ્યાણકારી બને છે. કહ્યું છે કે : “જળમાં તેલ, ખલ પુરુષોમાં છાની વાત, સુપાત્રમાં થોડું પણ દાન, ડાહ્યા પુરુષમાં વિદ્યા Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૩૧ અને સત્પુરુષ સાથે પ્રીતિ અલ્પ હોય તો પણ ઘણા વિસ્તારને પામે છે.' – આ સંબંધમાં કોઈ પ્રશ્ન કરે કે દાન દેતાં પાત્ર કે અપાત્રનો શા માટે વિચાર કરવો જોઈએ ? જે માગે તેને આપવું જોઈએ. વરસાદ શું સમાન ભૂમિને જોઈને વરસે છે ? એ તો સર્વત્ર વરસે છે. તો પછી દાતાએ શા માટે પાત્ર-અપાત્રનો વિચાર કરવો જોઈએ ? આનું સમાધાન આ પ્રમાણે છે ઃ વિરસો રિસો અંબુહર, વરસીડાં ફળ જોઈ; ધંતુરે વિષ ઈક્ષુરસ, એવડો અંતર હોય. ‘હે વરસાદ ! તું ભલે ગમે ત્યાં વરસ, પણ તારા વરસ્યાનું ફળ જરા જો. તારા જળથી ધતુરામાં ઝેર પેદા થાય છે અને શેરડીમાં ઈક્ષુરસ ઉત્પન્ન થાય છે. આમ પાત્રમાં અને અપાત્રમાં અંતર પડે છે.’ ૨૧૮ પાત્રદાનની મહત્તા पात्रे यच्छति यो वित्तं, निजशक्त्या सुभक्तितः । सौख्यानां भाजनं सस्याद्यथा धन्योऽभवत्पुराः ॥ ‘જે માણસ પોતાની શક્તિ પ્રમાણે ભક્તિપૂર્વક પાત્રને દાન આપે છે તે ધનાની જેમ સર્વ સુખને પામે છે.’ ધનાનું દૃષ્ટાંત પ્રતિષ્ઠાનપુરમાં એક વણિક ડોશી અને પુત્ર રહેતાં હતાં. ડોશી ખૂબ જ ગરીબ હતી. તેનો પુત્ર લોકોનાં ઢોર ચરાવતો. તહેવારના દિવસે બીજાના ઘરમાં ખીર અને મીઠાઈ થતી જોઈને પુત્રે મા પાસે ખીર ખાવાની જીદ કરી. ખીર માટે રડતા પુત્ર અને ડોશીની પાડોશીઓને દયા આવી. તેમણે ખીર માટેની ડોશીને ચીજ-વસ્તુઓ આપી. ડોશીએ તેનાથી ખીર બનાવીને પુત્રને આપી અને પોતે કોઈ કામે બહાર ગઈ. ત્યાં માની ગેરહાજરીમાં એક તપસ્વી સાધુ ભગવંત ડોશીની ઝૂંપડીએ પધાર્યા. પુત્ર હજી ખીર ખાવા જતો હતો. સાધુને જોઈ તે ઊભો થયો. વિનયથી ઊભા થઈ તેણે કહ્યું : ‘પધારો ભગવંત ! અને આ શુદ્ધ ખીર વ્હોરો.' પુત્રે ઉલ્લાસથી બધી જ ખીર વ્હોરાવી દીધી. ડોશી પાછી આવી. તેણે પુત્રની ભક્તિની વાત જાણી. આથી ફરીથી તેણે બીજી ખીર Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ બનાવી. પુત્ર એ બધી જ ખીર એકલો ઝપાટાબંધ ખાઈ ગયો. વધુ ખાવાથી તેને ઝાડા થયા અને પેટમાં સખત દુઃખાવો ઊપડ્યો અને આ રોગમાં જ એ રાતે તે મરણ પામ્યો. મરતાં અગાઉ તેણે ઉલ્લસિત હૈયે સુપાત્રદાન આપ્યું હતું. આથી તેનો જીવ તે જ નગરના ધનસારના ઘરે ચોથા પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેના જન્મ બાદ ઘરમાં ધનની ખૂબ જ વૃદ્ધિ થઈ, આથી તેનું નામ “ધનો' પાડ્યું. બીજા ત્રણ પુત્રોની અપેક્ષાએ ધનો વધુ વિનયી, વિવેકી અને ગુણિયલ હતો. આથી તે માતા-પિતાનો વધુ લાડકો બન્યો હતો. બીજા મોટા ભાઈઓથી આ પક્ષપાત સહન ન થતો. એક દિવસ એ બધા પિતા પાસે ભેગા થયા. મોટાએ પિતાને પૂછ્યું : “ધનો સૌથી નાનો છે. તોય તમે તેને અમારાથી વધુ કેમ આદર આપો છો?' પિતાએ કહ્યું : “એ નાની જરૂર છે પરંતુ તેનામાં ગુણો વિશેષ છે. તેથી તેને વધુ આદર આપું છું’ આથી અદેખા ભાઈઓ એક સાથે બોલી ઊઠ્યા: “પિતાજી ! જો એમ જ કારણ હોય તો તમે એના અને અમારા ગુણોની પરીક્ષા લો.' પિતાએ પુત્રોની પરીક્ષા કરવા દરેકને બત્રીશ બત્રીશ સોનામહોર આપતાં કહ્યું: ‘લો, આ સોનામહોરો અને તેટલાથી વેપાર કરીને નફો રળી લાવો.” ધનાએ બત્રીશ મહોર આપીને તગડો, બલિષ્ઠ અને નીરોગી પાડો ખરીદ્યો. આ પાડાને રાજપુત્રના પાડા સાથે લડાવવા ત્રણ હજાર સોનામહોરની શરત લગાડી. ધનાએ પાડાને બરાબર તાલીમ આપી હતી. આથી તે શરતમાં ત્રણ હજાર સોનામહોર જીતી ગયો. તે તેણે પિતાજીને પાછી આપી. બીજા ભાઈઓએ કંઈ ને કંઈ વેપાર કર્યા. પરંતુ તેમાં તેમને ખોટ ગઈ. ધનો રહેતો હતો એ નગરમાં જ એક ખૂબ ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. સ્વભાવે તે કંજૂસ હતો. ધનને તેણે ઘરમાં દાઢ્યું હતું અને રત્નોને પોતે વાપરતો તે પલંગમાં સંતાડ્યાં હતાં. એ પલંગને તે દાટેલા ધનના ખાડા પર જ રાખતો અને તેના ઉપર સૂઈ રહેતો. મરણ સમયે તેણે પુત્રોને કહ્યું : “મરી જઉં ત્યારે મને આ પલંગ સાથે જ બાળજો.” પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રો પિતાના મૃતદેહને પલંગ પર જ બાંધીને લઈ ગયા. ચાંડાલે પોતાના હક્કથી એ પલંગ માગ્યો. પિતાની ઇચ્છાને માન આપવા પુત્રોએ પલંગ આપવા ના પાડી. આથી ચાંડાલ સાથે તેમને ઝઘડો થયો. છેવટે વડીલોની સમજાવટથી એ પલંગ ચાંડાલને આપી દીધો. ચાંડાલ એ પલંગ લઈને ચૌટામાં વેચવા આવ્યો. ધનો ત્યારે ત્યાં જ હતો. તેણે પલંગ જોયો. પોતાની વિદ્યાથી તેણે જોયું કે પલંગમાં છૂપો ખજાનો છે. તેણે તરત જ મોં માંગ્યા દામ આપી પલંગ ખરીદી લીધો. ઘરે લાવીને તેને તોડ્યો તો તેમાંથી અનેક મૂલ્યવાન રત્નો મળ્યાં. ધનો આથી રાતોરાત માલદાર થઈ ગયો. ધનાના આ ભાગ્યને ભાઈઓ સહન ન કરી શક્યા. તેઓએ ધનાને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું. આની ગંધ તેમની પત્નીઓને આવી. ભાભીઓને દિયર હાલો હતો. તેમાંથી એકે ધનાને ચેતવી દીધો. આથી ધનો રાતે ચુપચાપ ઘર છોડી ગયો. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ફરતો ફરતો ધનો રાજગૃહી નગરીમાં આવી પહોંચ્યો. અહીં તે એક ઉદ્યાનમાં ગયો અને પ્રવાસનો થાક ઉતારવા એક વૃક્ષ નીચે જઈને સૂતો અને ઘસઘસાટ ઊંઘી ગયો. થોડી વારે ત્યાં ઉદ્યાનનો રક્ષક આવ્યો. તેણે ઉદ્યાનમાં જે જોયું તેથી ઘડીક તો તે માની ન શક્યો. ઘણા સમયથી ઉદ્યાનના રંગ શોભા ચાલ્યા ગયા હતા. વૃક્ષો હતાં, પરંતુ તેના પર પાંદડાં કે ફૂલ કશું જ ન હતું. ઉદ્યાન સાવ ઉજ્જડ હતું. તેના બદલે અત્યારે તેની આંખ સામે વૃક્ષો પર પાંદડાં હતાં. ફૂલ હતાં. એક અનેરી હેકથી ઉદ્યાન મહેકી રહ્યું હતું. આ જોઈને ઉદ્યાન-રક્ષક આશ્ચર્યમાં પડી ગયો. અને તેણે તરત જ દોડી જઈને ઉદ્યાન માલિક કુસુમપાળને વધામણી આપી : “હે રાજનું ! આપણા ઉદ્યાનમાં એક માણસ આવીને સૂતો છે. તેના સૂઈ ગયા પછી આપણું ઉજ્જડ ઉદ્યાન ફરી ફળફૂલથી ખીલી ઊડ્યું છે. આ સાંભળીને કુસુમપાળ જાતે ઉદ્યાનમાં આવ્યો. ધનાને તે માનપૂર્વક પોતાને ત્યાં તેડી ગયો અને પોતાની પુત્રીને પણ તેની સાથે પરણાવી. આ વિસ્મયજનક ઘટનાની જાણ થતાં રાજા શ્રેણિકે પણ પોતાની પુત્રી ધનાને પરણાવી અને અનેક ગામો પણ ભેટ આપ્યાં. આ ઉપરાંત રાજગૃહીના અતિ ધનાઢ્ય શાલિભદ્રના સ્વજનોએ પણ શાલિભદ્રની બહેન સુભદ્રાને ધના સાથે વરાવી. ધનો રાજવૈભવ માણતો મહેલના ઝરૂખે ઊભો હતો ત્યાં તેની નજર કેટલાક કંગાળો ઉપર પડી. ધ્યાનથી જોયું તો તેને પ્રતીતિ થઈ કે અરે ! આ તો મારાં જ કુટુંબીજનો ! તે તરત જ નીચે દોડ્યો. પિતા પાસે જઈને તેમને પ્રણામ કર્યા. મોટાભાઈઓ અને ભાભીઓને પણ તે પગે લાગ્યો અને સૌને પ્રેમથી અને આદરથી પોતાને ત્યાં લઈ આવ્યો. પોતાના મોટાભાઈઓને પૂરતું ધન આપ્યું અને તેમને સૌને સુખી કર્યા. થોડા સમય બાદ ભાઈઓનો અદેખો સ્વભાવ સળવળી ઊઠ્યો. તેમણે પિતાને કહ્યું - આપણી મિલકતના તમે આજે જ ભાગ પાડો. અમને અમારો ભાગ જોઈએ છે.” પિતાએ કહ્યું: કયા ધનનો હું ભાગ પાડું? આ બધું ધન તો ધનાનું છે. મારું કે આપણે તેમાંથી કશું જ નથી. તો તમે જ કહો, હું આ ધનના કેવી રીતે ભાગ પાડી શકું ?' પણ પુત્રો, અદેખાઈથી અંધ બન્યા હતા. તેમણે કહ્યું: “ના, આ ધન આપણા બધાનું છે. તે ઘેરથી ભાગી ગયો ત્યારે તે તમારાં કેટલાંક રત્નો ચોરી ગયો હતો. એ રત્નોમાંથી તેણે આ બધું ધન મેળવ્યું છે. આથી આ ધન તમારું છે અને તેના ઉપર અમારો પણ અધિકાર છે. માટે તમે અમારો ભાગ આપી દો અને તમે એ ભાગ નહિ આપો ત્યાં સુધી અમે મોંમાં અન્નનો દાણો પણ લેવાના નથી.” પિતા શું બોલે ! તે મૌન રહ્યા. ધનાને આની ખબર પડી. તેણે ફરીથી ચુપચાપ ઘર છોડી Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દીધું. ચાલતાં ચાલતાં તે કૌશાંબીનગરીમાં આવ્યો. આ નગરીના રાજાનું નામ શતાનિક હતું. તેને મૃગાવતી નામે સુશીલ રાણી હતી. ધનો કૌશાંબીના માર્ગો પર ફરી રહ્યો હતો ત્યાં તેણે રાજઘોષણા સાંભળી: રાજાના ભંડારમાં એક અમૂલ્ય રત્ન છે. તેની જે કોઈ સાચી પરીક્ષા કરશે તેને રાજા એકસો હાથી, પાંચસો ઘોડા અને પાંચસો ગામ સહિત પોતાની સૌભાગ્યમંજરી નામની પુત્રીને પરણાવશે.” ઢંઢેરો સાંભળી ધનો રાજસભામાં ગયો. શતાનિક રાજાએ આપેલ રત્નની તેણે સાચી પરીક્ષા કરી આપી. આથી તેની વિદ્યાથી પ્રસન્ન થઈને જાહેર કર્યા પ્રમાણે પોતાની પુત્રી પરણાવી અને પાંચસો-પાંચસો હાથી, ઘોડા અને ગામ પણ આપ્યાં. ધનો મહાન પુણ્યશાળી હતો. બીજી વખત પહેરેલ કપડે ઘર છોડ્યું તો પણ તેના ચરણે લક્ષ્મી સામેથી આવીને આળોટવા લાગી. ધનાએ એક દિવસ જનસેવા માટે તળાવ ખોદાવ્યું. તળાવ ખોદવા આવનાર પુરુષને રોજની બે અને સ્ત્રીને રોજની એક દિનારની મજૂરી આપતો અને તે સૌને પોતાને રસોડે મફત જમાડતો. પોતે રોજ જાતે આ ખોદકામની નજર રાખતો. એક દિવસ તેણે મજૂરોની વચ્ચે પોતાનાં કુટુંબીજનોને તગારાં ઊંચકતાં જોયાં. ઓળખાઈ ન જાય તેવી રીતે ધનો તેમની પાસે ગયો. પૂછ્યું: “તમારા ચહેરાની કાંતિ જોઈને જણાય છે કે તમે ઊંચા કુળના છો. તમને વાંધો ન હોય તો મને કહેશો કે તમે કોણ છો અને ક્યાં રહો છો? શેઠનો આવો વત્સલ અવાજ સાંભળીને પિતા ધનાસારે આંસુભીના અવાજે કહ્યું: “શેઠ! અમારો ખૂબ જ સુખી સંસાર હતો. મારો નાનો પુત્ર ધનો ખૂબ જ ભાગ્યશાળી અને ગુણવાન હતો. પરંતુ તેના મોટાભાઈઓની ઈર્ષા અને દ્વેષથી આજ અમારી આવી કંગાળ હાલત થઈ છે. ધનો ઘર છોડીને જતો રહ્યો આથી મેં તેની બે પત્નીને તેમના પિયર મોકલી આપી. તેની ત્રીજી પત્ની.જે શાલિભદ્રશેઠની બહેન હતી, તેને મેં મારી સાથે રાખી. આજ અમારી સાથે ધનો હોત તો અમારે અને તેની પત્નીને આ મજૂરી કરવાનો સમય ન આવ્યો હોત. પણ અમારું જ ભાગ્ય ફૂટી ગયું હોય ત્યાં શું કરવું?' આપ ઉદાર છો, એટલે આપ અમને પૂછો છો. મારી આપને એક વિનંતી છે કે અમારાથી છાશ વિના ખવાતું નથી તો આપ કૃપા કરીને અમને રોજ છાશ મળે તેવું કરજો.” ભલે. તમારી વહુઓને મારે ત્યાં મોકલજો. તમને રોજ છાશ મળે તેવી વ્યવસ્થા કરી આપીશ.” ધનાએ પ્રેમ અને સહાનુભૂતિથી કહ્યું. એ પછી બધી વહુઓ વારાફરતી ધનાને ત્યાં છાશ લેવા જવા લાગી. સુભદ્રા પણ તેનો વારો આવતાં ગઈ. તેને જોઈને ધનાએ અજાણ્યા બનીને પૂછ્યું : “હે ભદ્રે ! તું કોણ છે અને તારું નામ શું છે? સુભદ્રાએ શરમાઈને નીચા મોંએ કહ્યું: “હે શેઠ ! મને શરમમાં ન નાંખો. મારી કથા લાંબી છે. હું ગોભદ્ર શેઠની પુત્રી અને શાલિભદ્રની બહેન છું. તમારા જ નામધારી સાથે મારાં લગ્ન થયાં. અમારો સંસાર સુખી હતો. પરંતુ કુટુંબમાં ફલેશ થવાથી તે એક દિવસ મને કહ્યા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ વિના ઘર છોડી ગયા. ત્યારથી હું મારા સસરાની સેવા કરું છું અને મારા નાથના મિલનની રાહમાં દિવસો પસાર કરું છું?' તારો પતિ ચાલ્યો ગયો તો તું બીજાં લગ્ન શા માટે નથી કરી લેતી? તારી ઇચ્છા હોય તો મારા ઘરે રહી જા. હું તને તારા પતિ કરતાંય વધુ સુખ અને વૈભવમાં રાખીશ.' ધનાએ સુભદ્રાને લલચાવવાનો પ્રયત્ન કર્યો. સુભદ્રા આથી ગુસ્સે થઈ ગઈ. તે દૃઢતાથી બોલી : “શેઠશ્રી, આપને કદાચ ખબર નહિ હોય પરંતુ ખીલેલા પુષ્પની બે જ ગતિ હોય છે. કાં તો તે ભગવાનની પૂજાના ઉપયોગમાં આવે છે. કાં તો તે જમીન પર ખરી પડે છે. તે જ પ્રમાણે ખાનદાન સ્ત્રીની પણ બે જ ગતિ હોય છે. તેના શરીરનો સ્પર્શ માત્ર તેનો પતિ જ કરે છે અથવા અગ્નિ જ તેને આખા શરીરને સ્પર્શે છે. માટે હવે આપ ફરીથી આવી અનુચિત માંગણી ક્યારેય ન કરશો.” આમ સુભદ્રાની પતિભક્તિ અને તેનું શુદ્ધ ચારિત્ર જોઈને ધનાએ તરત પોતાની સાચી ઓળખ આપી. સામે સાક્ષાત્ પતિને જોઈ તે હર્ષથી રડતી તેના પગે પડી. ધનાએ તેને પ્રેમથી ઊભી કરી. આંસુ લૂક્યાં અને ઘરે લઈ જઈને તેને પોતાની મુખ્ય પત્ની બનાવી. એ પછી તેણે પોતાનાં માતા-પિતા અને ભાઈઓને પણ સન્માનપૂર્વક પોતાના ઘરે બોલાવી લીધાં. આ ઘટનાને ત્રણે ભાભીએ અવળી રીતે વિચારી: “આપણાં સાસુ-સસરાને અને સ્વામીને આ ધનાએ કેદ કર્યા છે માટે શતાનિક રાજા પાસે જઈને, તેની ફરિયાદ કરવી જોઈએ.” રાજાએ ફરિયાદ સાંભળીને ધનાને ત્યાં કોટવાળ મોકલ્યો અને કહ્યું : “ફરિયાદીના કુટુંબીજનોને તમે તત્કાળ મુક્ત કરો ધનાએ વળતું કહ્યું: “હે કોટવાળ ! રાજાને જઈને કહેજો કે મેં કોઈને કેદ કર્યા નથી. હું કદી કોઈને અન્યાય કરતો નથી અને મારા કુટુંબના મામલામાં રાજાને વચમાં પડવાની જરૂર નથી.” રાજાને આ સાંભળી પોતાનું અપમાન લાગ્યું, તેણે સુભટોને ધનાને જીવતો પકડી લાવવા આદેશ કર્યો. પરંતુ ધનાએ એ બધા સુભટોને હરાવી દીધા, આ જોઈ પ્રધાને રાજાને કહ્યું : “હે રાજન્ ! આ ધનો શેઠ સદાચારી, ન્યાયી અને ધર્માત્મા છે. પરસ્ત્રીનો સહોદર છે. આથી ફરિયાદી સ્ત્રીઓની પૂછપરછ કરવાથી સત્યની જાણ થશે. - પ્રધાને ત્રણેય સ્ત્રીને પૂછ્યું: “ધના નામનો તમારો કોઈ સ્વજન છે?' ત્રણેયે કહ્યું: “હા, છે પરંતુ ઘણા સમયથી અમારા એ દિયર અમને છોડીને જતા રહ્યા છે. તે જીવે છે કે નહિ, તેની પણ અમને ખબર નથી.' પ્રધાને બીજો પ્રશ્ન પૂછ્યો : “તમે તમારા દિયરના શરીરનાં કોઈ વિલક્ષણ લક્ષણને ઓળખો છો?' ત્રણેયે કહ્યું: “હા, અમારા દિયર નાના હતા ત્યારે અમે તેમને નવરાવતા હતા. ત્યારે અમે તેમના પગમાં કમળનું ચિહ્ન જોયું હતું.” Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પ્રધાને ધનાને રાજસભામાં માનપૂર્વક બોલાવ્યો. પેલી ત્રણ સ્ત્રીઓને પણ હાજર રાખી. તેમણે નમીને ધનાએ પૂછ્યું : “મને શ્રેણિક રાજાનો જમાઈ ધારીને બોલાવ્યો છે કે શું? ત્રણેય સ્ત્રીઓએ કહ્યું: “ના. અમે તમારા પગ ધોઈને નક્કી કરવા માંગીએ છીએ કે તમે અમારા દિયર છો કે બીજા કોઈ?” હું પરસ્ત્રી સાથે બોલતો પણ નથી, તો પછી તમને હું મારા પગનો સ્પર્શ કેમ કરવા દઉં? ના, મારે પરસ્ત્રીના સ્પર્શનું પાપ કરવું નથી.” ધનાએ મક્કમતાથી કહ્યું. છેવટે પ્રધાને બીજા પાસે ધનાના પગ ધોવડાવ્યા. જોયું તો પગમાં કમળનું ચિહ્ન હતું. આ જોઈ ત્રણેય સ્ત્રીઓને ખાતરી થઈ કે આ ધનો જ પોતાનો ચાલ્યો ગયેલો દિયર છે. દિયરને સામે જોઈને તેમના આનંદનો પાર ન રહ્યો. ધનાએ પણ ત્રણે ભાભીને પ્રણામ કર્યા અને તેમને બહુમાનપૂર્વક પોતાના ઘરે લઈ ગયો અને પોતાના ભાઈઓને પાંચસો ગામ આપ્યાં. એ પછી ધનો પોતાની ચાર પત્નીઓને લઈને કૌશાંબી નગરી છોડીને રાજગૃહી નગરીમાં આવીને સ્થિર થયો. અહીં બીજા ચાર શ્રેષ્ઠીઓએ પોતાની એક એક પુત્રી ધનાને પરણાવી. આમ ધનાને હવે આઠ પત્નીઓ થઈ. એક દિવસ રાજગૃહીમાં આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરિ પધાર્યા. તે ચાર જ્ઞાનના ધારક હતા. ધનો સપરિવાર તેમને વંદન કરવા ગયો. તેમની દેશના પણ સાંભળી. છેલ્લે તેણે વિનયથી પૂછ્યું : “હે ભગવંત ! મારા ત્રણેય ભાઈઓ કયા કર્મથી નિધન થયા ?' આચાર્ય ભગવંતશ્રીએ તેમનો પૂર્વભવ કહ્યો : “કોઈ એક ગામમાં ત્રણ ભાઈઓ લાકડાંના ભારા વેચી પોતાનો ગુજારો કરતા. એક સમયે તેઓ બપોરના જમવા બેઠા હતા. ત્યાં કોઈ માસક્ષમણના તપસ્વી સાધુ ગોચરી માટે પધાર્યા. ત્રણેય ઉમળકાથી તેમને છોરાવ્યું. પણ પછી તે પસ્તાવો કરવા લાગ્યા : “અરેરે ! આપણે ભારે ભૂલ કરી. બધું જ ખાવાનું સાધુને આપી દીધું. સાધુ વગર મહેનતે બધું લઈ ગયા અને આપણે હવે આજ ભૂખે રહેવાનો વારો આવ્યો. આમ દાન દીધા બાદ પસ્તાવો કર્યો તેથી તમારા ત્રણેય ભાઈઓ વારંવાર નિર્ધન બન્યા.” આ સાંભળીને સુભદ્રાએ વિનયથી પૂછ્યું: “હે ભગવંતું ! ક્યા કર્મથી આજ મારે માથે માટી ઊંચકવી પડી? ભગવંતશ્રીએ કહ્યું : “ધનો પૂર્વભવમાં ડોશીનો પુત્ર હતો, ત્યારે તમે પહેલી ચારેય પત્નીઓ તેની પાડોશણ હતી. ધનાએ ખીર માંગી અને તેની માતા ગરીબાઈથી રડી રહી હતી. આથી તમારામાંથી એકે તેને દૂધ, બીજીએ ચોખા, ત્રીજીએ ખાંડ અને ચોથીએ તેજના આપ્યા હતા. આ પુણ્યથી તમે આ ભવે રાજપુત્રીરૂપે જન્મ પામ્યાં. Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પૂર્વભવમાં તારે એક દાસી હતી. એ દાસી છાણાં માથે ઉપાડી રહી હતી. માથા પર ભાર વધુ થઈ ગયો. તેણે વધુ ભાર ન ઉપાડવા કહ્યું. આથી તે ગુસ્સે થઈને કહ્યું : “તું મોટી શેઠાણી ખરીને, તે તારાથી આટલાં છાણાંય ન ઊપડે?” તારાં આ કડવાં વેણથી તને અશુભ કર્મબંધ થયો. શુભ કર્મના ઉદયથી તું શાલિભદ્રની બહેન થઈ, પરંતુ પેલા અશુભ કર્મના ઉદયથી આ ભવમાં તારે માટી ઊંચકવી પડી.” પોતાના પૂર્વભવ જાણી સૌ ધર્મસાધનામાં વધુ ઉદ્યમી બન્યાં. ધનાની આ કથામાંથી પ્રેરણા લઈને, સુપાત્રને ઉમળકાથી અને આત્માના ઉલ્લાસથી દાન આપવું અને દાન આપ્યા પછી ક્યારેય પસ્તાવો ન કરવો. ૨૧૯ ચાર પ્રકારનો ધર્મ दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्रं शुभभावना च । ___ भवार्णवोत्तारणयान पात्रं, धर्मं चतुर्धा मुनयो वदन्ति ॥ મુનિઓ એ સંસારસાગરમાં તરવાને વહાણ સમાન ધર્મના ચાર પ્રકાર-સુપાત્રદાન, નિર્મળ શીલ, વિવિધ પ્રકારનો તપ અને શુભભાવ કહ્યા છે.” સુપાત્રદાન વિષે અગાઉ વિચારી ગયા, હવે અત્રે નિર્મળશીલની વિચારણા કરીએ. શીલની સુરક્ષા માટે સતી સીતાનું જીવન જૈન અને અજૈન બન્નેમાં સુપ્રસિદ્ધ છે. રાવણે સીતાનું અપહરણ કર્યું. તેની પોતાની કરવા રાવણે અનેક લાલચો આપી. ભય પણ બતાવ્યો. પણ સીતાએ રાવણને જરાય મચક ન આપી, પોતાના શિયળની તેણે અભૂતપૂર્વ રક્ષા કરી. કહ્યું છે કે : “અપવાદના ભયથી સીતાએ અગ્નિમાં પ્રવેશ કર્યો પરંતુ તે સમયે અગ્નિ પણ જળ જેવો શીતળ થઈ ગયો. તેમાં માત્ર સુદઢશીલનો જ મહિમા કારણભૂત છે.” આમ સીતાજીના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાના શીલધર્મની સુદઢ રક્ષા કરવી જોઈએ. શીલવ્રતના દઢ પાલન માટે કળાવતી, શીલવતી, સુભદ્રા, સુદર્શન શેઠ, બૂસ્વામી તેમજ વિજયશેઠ અને વિજયાં શેઠાણીનાં જીવનચરિત્રો ખૂબ જ પ્રેરણાદાયી છે. શીલવ્રતનું પાલન શ્રાવક અને શ્રાવિકા બન્નેએ કરવાનું છે. પુરુષે પરસ્ત્રીગમનનો અને સ્ત્રીએ પરપુરુષગમનનો ત્યાગ કરવાનો છે. સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરી શકાય તો એ સર્વોત્તમ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ છે. નહિ તો લગ્ન કરીને સ્વદારા સંતોષ રાખવો. પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ પ્રત્યે બ્રહ્મચર્યની નવવાનું સાવધપણે રક્ષણ કરવું. કામવૃત્તિ-વિષયની વાસના વિકરાળ છે. સંયમ અને સાધનામાં આ વૃત્તિ અને વાસના બાધક છે. આથી તેનું નિયમન કરવું. વૃત્તિઓ અને વાસનાને છૂટો દોર ન આપવો. જેઓ નિર્મળપણે શીલવ્રતનું પાલન કરે છે તેઓ શુભગતિ પામે છે અને આ લોકમાં પણ તેઓ યશ અને કીર્તિ મેળવે છે. તપનો મહિમા જીવનમાં દાનધર્મ અને શીલધર્મની જેમ તપધર્મ પણ કરવો જરૂરી છે. તીર્થકરો તે જ ભવમાં મુક્તિ પામનાર હતા. છતાંય તેમણે તપ કર્યો હતો. તપ કરવાથી કર્મોનો ક્ષય થાય છે, આત્મા નિર્મળ અને નિર્મમ બને છે અને ક્રમશઃ સકલ કર્મ ક્ષય થવાથી પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી ઋષભદેવે એક વરસ સુધી અને ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુએ છ માસ સુધી ઉપવાસ કરીને વિહાર કર્યો હતો. તપથી ઈષ્ટ મનોરથોની આપોઆપ સિદ્ધિ થાય છે. ચક્રવર્તી રાજાઓ અઠ્ઠમ તપ કરીને જ માગધ, વરદામ, ગંગા, સિંધુ અને પ્રભાસ વગેરેના અધિષ્ઠાતા દેવોને પ્રસન્ન કરે છે. તપથી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. છ ખંડને જીતનાર શ્રી સનકુમાર ચક્રવર્તીને તપના પ્રભાવથી ખેલોષધિ આદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. તેમને કોઢ થયો ત્યારે તે રાજર્ષિ હતા. દેહ છતાંય તે દેહાતીત હતા. આથી તેમણે પોતાના રોગની ચિકિત્સા ન કરાવી અને રોગને સમભાવથી સહન કરતા રહ્યા. દેવો પરીક્ષા લેવા આવ્યા ત્યારે તેમણે પોતાના જ થંકથી કોઢવાળી આંગળીને રૂપાળી કરી બતાવી. કહ્યું છે કે – “વિષયોથી વિરક્ત થઈને જેઓએ મોક્ષનું ફળ આપનારો તપ કર્યો છે, તેવા તત્ત્વજ્ઞાનીઓએ જ માનવદેહનું ફળ પ્રહણ કર્યું છે.” આ દેહ મળ-મૂત્ર વગેરે અશુચિઓથી ભરેલો છે. માંસ, મજજા, લોહી અને હાડકાંનો બનેલો છે. આ દેહમાંથી આત્મા ચાલ્યો જતાં દેહને બાળી નાંખવામાં આવે છે. કેટલીક પરંપરામાં તેને દાટી દેવામાં આવે છે. આમ દેહ અસાર છે. પરંતુ જેઓ આ દેહનો ઉપયોગ તપ કરીને કર્મનો ક્ષય કરે છે તેઓ દેહને સારભૂત બનાવે છે. કહ્યું છે કે – सो अ तवो कायव्वो, जेण मणो मगुणं न चिंतेइ । जेण न इंदियहाणि, जेण य जोगा न हायंति ॥ જે તપ કરવાથી મન અવગુણનું ચિંતન ન કરે. જેના વડે ઇન્દ્રિયો હાનિ ના પામે અને જેનાથી મન, વચન અને કાયાના યોગ ક્ષીણ ન થાય એવો તપ કરવો અને આવો તપ પણ માત્ર કર્મની નિર્જરાના હેતુથી જ કરવો.” વિશેષમાં ભગવાન શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કે – “આ લોકસંબંધી સુખ-સંપત્તિ મેળવવા માટે તપ ન કરવો, પરલોકમાં સુખ મેળવવાની કામનાથી તપ Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૩૯ ન કરવો, લોકો વાહવાહ કરશે તેવી લાલસાથી તપ ન કરવો, પરંતુ માત્ર કર્મની નિર્જરા કરવાના હેતુથી જ તપ કરવો.” વિવેક વિના કરેલા તપથી દેહનું દમન થાય છે. તામલી તાપસે જેટલો તપ કર્યો તેટલો તપ જૈનધર્મની વિધિ પ્રમાણે કર્યો હોત તો તે સિદ્ધિને પામ્યો હોત, પરંતુ અજ્ઞાનતાથી તેણે તપ કર્યો એટલે એ તપ નિષ્ફળ ગયો. તપસ્વીઓએ તપમાં ક્રોધ ન કરવો જોઈએ. ક્રોધ એ એક આગ છે. તપ ચંદનના કાષ્ઠ છે. તપરૂપી ચંદનકાષ્ઠમાં ક્રોધરૂપી આગનો તણખો પણ પડે તો એ કાષ્ઠને બાળીને ખાક કરી નાંખે છે. કહ્યું છે કે ‘જેમ એક દિવસનો તાવ છ માસના તેજ સમૂહને હણે છે તેમ ક્રોધ કોટી પૂર્વ વડે ઉપાર્જન કરેલ સુકૃતનો પણ એક ક્ષણમાં નાશ કરે છે.’ આથી તપસ્વીઓએ જરા માત્ર પણ ક્રોધ ન કરવો. : તપ પૂરો થયા બાદ તપસ્વીઓએ ઉદ્યાપન (ઉજમણું) કરવું જોઈએ. ઉદ્યાપન કરવાથી મહાફળ મળે છે. કહ્યું છે કે :- ‘જેમ દોહદ પૂર્ણ કરવાથી વૃક્ષ અને છ રસના ભોજનથી શરીર વિશેષ શોભા પામે છે, તેમ વિધિપૂર્વક ઉઘાપન કરવાથી તપ પણ વિશેષ શોભાયમાન થાય છે.’ लक्ष्मीः कृतार्था सकलं तपोऽपि, ध्यानं सदोच्चैर्जिन बोधिलाभः । जिनस्य भक्तिजिनशासन श्रीर्गुणाः स्युरुद्यापनतो नाराणाम् ॥ “વિધિપૂર્વક ઉજમણું-ઉદ્યાપન ક૨વાથી લક્ષ્મી કૃતાર્થ થાય છે, તપ સફળ થાય છે. ઊંચા પ્રકારનું ધ્યાન પ્રાપ્ત થાય છે, જિનેશ્વર સંબંધી બોધિરત્નનો લાભ થાય છે, જિનેશ્વરની ભક્તિ થાય છે અને જિનશાસનની શોભા વધે છે. આમ ઉઘાપન કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે.’’ શ્રી પેથડ સંઘવીએ નવકાર મંત્રની આરાધના માટે ઉઘાપન-ઉજમણું કર્યું હતું તે સમયે પેથડે સુવર્ણમુદ્રિકા, મણિ, મુક્તાફળ, પ્રવાળા, સર્વ જાતિનાં ફળ વગેરે દ્રવ્ય, સર્વ પ્રકારના પકવાન, ચંદરવા, ધ્વજાઓ વગેરે અડસઠની સંખ્યામાં મૂક્યાં હતાં, તે જોઈને લાખો લોકોએ તપની અને જૈનધર્મની પ્રશંસા કરી હતી. આ પ્રમાણે તપસ્વીઓએ તપ પૂર્ણ થયા બાદ યથાશક્તિ ઉઘાપન-ઉજમણું કરવું જોઈએ. ભાવધર્મનો મહિમા दानं तपस्या शीलं नृणां भावेन वर्जितम् । " अर्थहानि: क्षुधापीडा, कायक्लेशश्च केवलम् ॥ “ભાવ વિના દાન કરવાથી દ્રવ્યની જ હાનિ થાય છે. ભાવ વિનાના તપથી માત્ર દેહને જ પીડા થાય છે અને ભાવ વિનાના શીલવ્રતથી તો માત્ર કાયક્લેશ જ થાય છે; આમ ભાવ વિનાના આ ધર્મોથી કંઈ જ ફળ મળતું નથી.” ઉ.ભા.-૪-૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ભરત ચક્રવર્તી જેવી ભાવના ભાવવી જોઈએ. જેથી ભોગો ભોગવ્યા છતાં પણ તે ભાવનાથી મુક્તિ મળે. મરુદેવા માતાએ એકાસણું પણ ક્યારેય નહોતું કર્યું, છતાંય પ્રબળ અને ઉદાત્ત ભાવનાથી તે જ ભવમાં મોક્ષે ગયાં. પ્રસન્નચંદ્ર મુનિ, વલ્કલચિરિ અને ગૌતમસ્વામી પ્રતિબોધિત પંદરસો તાપસોને માત્ર ભાવથી જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. કહ્યું છે કે : થોડું પણ અનુષ્ઠાન ભાવની વિશુદ્ધિથી કર્યું હોય તો તે કર્મમળને હણે છે. કારણ ઉદય પામતો નાનો સૂર્ય પણ અંધકારના સમૂહનો નાશ કરે છે.” આ ભાવ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારનો છે. જિનાજ્ઞાના પાલન માટે કશી પણ કામના વિના, સંસાર તરી જવા, કર્મનો ક્ષય કરવા, સ્વ-સ્વરૂપને પામવાના હેતુથી જ ધર્મ કરાય તે પ્રશસ્ત ભાવ છે. જે ધર્મ આ લોક કે પરલોકમાં કંઈક ભૌતિક પ્રાપ્તિ માટે કરવામાં આવે; કોઈનું વેર લેવા, દેવોને રીઝવવા કંઈક તપ-ધર્મ કરવામાં આવે તો તે અપ્રશસ્ત ભાવ છે. તે ચિત્તની એકાગ્રતા રાખી, મનને શુભ અને શુદ્ધ રાખી, મનને માત્ર આત્મામાં પરોવી રાખીને જ જીવો મોક્ષે ગયા છે. ભાવ વિનાના ચિત્ત કે નથી કોઈ જ સિદ્ધિપદને પામ્યું નથી, આથી “મનના ભાવ સહિત ઉત્તમ દાન આપવું, દુઃખથી પાળી શકાય એવું નિર્મળ શીલ પાળવું, કષ્ટથી કરી શકાય તેવો તપ કરવો અને મનને સ્થિર રાખીને શુભ ભાવના ભાવવી.” ©e ૨૨૦ ધર્મતત્ત્વને ગ્રહણ કરવું विवेकवान्नरः कश्चित् स्वाभावाद्धर्मतत्त्वकम् । शीघ्रं विज्ञाय गृह्णाति, कपिलाह्वगुरोरिव ॥ કપિલ નામના ગુરુની જેમ કોક વિવેકી પુરુષ જ સ્વભાવથી ધર્મના તત્ત્વને જાણીને તેને તરત જ ગ્રહણ કરે છે.” કપિલમુનિની કથા કાશ્યપ રાજપુરોહિત હતો. રાજા અને પ્રજા બને તેનું ઘણું સન્માન કરતા. રાજા જિતશત્રુ પણ તેનો આદર-સત્કાર કરતો. તેનું આયુષ્ય ટૂંકું તેથી તે યુવાન વયે અવસાન પામ્યો. આ સમયે તેના પુત્ર કપિલની ઉંમર ઘણી નાની હતી. આથી જિતશત્રુ રાજાએ એક બીજા બ્રાહ્મણને રાજપુરોહિત બનાવ્યો. આ નવો પુરોહિત અક્કડથી ઘોડા પર બેસતો, માથે છત્ર રખાવતો અને ઘણા સેવકો સાથે Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૪૧ તે રાજસભામાં જતો. કાશ્યપની પત્ની યશા તેને જોતી અને તેનું હૈયું ચચરી ઊઠતું, આંખમાં આંસુ આવી જતાં. માને આમ અવારનવાર રડતી અને નિઃસાસા ભરતી જોઈને પુત્ર કપિલે એક દિવસ તેનું કારણ પૂછ્યું. મા યશાએ પુત્રને ખોળામાં બેસાડીને તેને વહાલથી પંપાળતાં પંપાળતાં કહ્યું – “વત્સ ! આ નવા રાજપુરોહિતને જોઉં છું અને મને તારા પિતાની યાદ આવે છે. તારા પિતા પણ આવા જ ઠાઠમાઠથી રાજસભામાં જતા. આપણાં નસીબ વાંકાં કે તે ઘણા જલદી પરલોક સિધાવી ગયા. તારી ઉંમર નાની અને તારી પાસે કોઈ વિદ્યા નહિ આથી રાજાએ નવા બ્રાહ્મણને તારા પિતાનું પદ આપ્યું. તારા પિતાની યાદથી અને તને તેમનું પદ ન મળ્યું તેથી મને રડવું આવી જાય છે. એ પદ મને શી રીતે મળે મા !?' “બેટા, એ પદ મેળવવા માટે તો તારે ખૂબ ખૂબ વિદ્યાભ્યાસ કરવો પડે. તારા પિતાની જેમ તું ચૌદ વિદ્યાનો પારંગત બને તો તને તારા પિતાનું રાજપુરોહિતનું પદ પાછું મળે.' “મા! હું જરૂર પિતા જેવો ચૌદ વિદ્યાનો પારંગત બનીશ. પણ એ માટે હું કોની પાસે વિદ્યાભ્યાસ કરું ? “વત્સ ! આ માટે તારે મારી ગોદ છોડીને શ્રાવસ્તીનગરમાં જવું પડશે. ત્યાં ઇન્દ્રદત્ત નામના ઘણા મોટા વિદ્વાન પંડિત રહે છે. તેમની પાસે જઈને તેમને પગે લાગીને વિદ્યાભ્યાસ કરાવવા માટેની તેમને પ્રાર્થના કર. તારા પિતાના એ મિત્ર છે. તેમની તું સેવા કર. તે તને જરૂર બધી જ વિદ્યામાં પારંગત બનાવશે.” અને બીજા દિવસે જ શુભ ચોઘડિયે અને શુભ શુકન જોઈને કપિલ શ્રાવસ્તીનગર જવા ઊપડ્યો. માતાએ પ્રેમભીની આંખે પુત્રને મંગળ આશીર્વાદ આપ્યા. ઇન્દ્રદત્ત પંડિતે મિત્ર-પુત્ર કપિલને પ્રેમથી આવકાર્યો અને તેને વિદ્યાભ્યાસ કરાવવા માંડ્યો. કપિલ પંડિતને ત્યાં ભણતો અને શ્રાવસ્તીના શ્રેષ્ઠી શાલિભદ્રના ઘરે બને સમય જમવા જતો. જમાડવાનું અર્થાત્ પીરસવાનું કામ શેઠની એક દાસી કરતી. બપોરે અને સાંજે કપિલનું રોજ જમવા આવવું, રોજ દાસીનું પીરસવું, કપિલ પણ યુવાન અને દાસી પણ યુવાન અને બન્નેનાં રૂપ આંખને ગમે એવાં. રોજરોજના પરિચયથી અને બોલવાની બન્ને વચ્ચે છૂટ વધતાં બન્ને એકમેકની નજીક આવ્યાં. એકમેક વચ્ચે પ્રેમ બંધાતો ગયો. એકાંત મળતાં બન્ને યૌવન સહજ છૂટ લઈ લેતાં. પ્રેમાંધ બનેલી દાસીએ એક દિવસ એકાંત જોઈને કપિલને કહ્યું: “હે પ્રિયે ! હું તમને મનોમન વરી ચૂકી છું. તમે જ મારા પતિ અને પરમેશ્વર છો. પરંતુ તમે વિદ્યાર્થી અને નિર્ધન પણ છો. સંસારનો વ્યવહાર ચલાવવા તો ધન જોઈએ. તમે અનુમતિ આપો તો આપણાં લગ્ન ન થાય ત્યાં સુધી હું બીજા પુરુષનું સેવન કરું. ધન માટે જ હું આમ કરવા માંગું છું. એ પુરુષનો હું પતિ તરીકે સ્વીકાર નહિ કરું.” Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દાસીની વાત ને વિનંતી સાંભળી કપિલે કહ્યું: “પ્રિયે ! મારા માટેના તારા પ્રેમને હું સમજું છું. પરંતુ હું આવું ન વિચાર. આવું સીથી ન કરાય.” દાસીએ ત્યારે જીદ ન કરી. કપિલની વાત માની લીધી. થોડા દિવસ બાદ શહેરમાં જાહેર ઉત્સવનો દિવસ હતો. દાસીને તેમાં ભાગ લેવો હતો. પરંતુ તે માટે પહેરવા સારાં કપડાં ને ઘરેણાં ન હતાં. વેણી લાવવા જેટલા પણ પૈસા ન હતા, દાસીએ રડતાં રડતાં કપિલને આ બધી વાત કરી અને ઉત્સવમાં લઈ જવા જીદ કરી. કપિલે કહ્યું : “પણ પ્રિયે ! હું પૈસા ક્યાંથી લાવું?” હું તેનો ઉપાય બતાવું છું દાસીએ ઉત્સાહથી કહ્યું : “પ્રિયે ! પૈસા નથી તેથી ઉદાસ ન બનો. આ નગરમાં ધનો નામનો શ્રેષ્ઠી રહે છે. સવારના સૌ પ્રથમ તેને જે જગાડે, તેને તે બે માસા સુવર્ણ આપે છે. તો તમે કાલે સૌથી છેલા અને પહેલા જઈને એ શ્રેષ્ઠીને ઉઠાડો અને એ સુવર્ણ લઈ આવો.” દાસીની વાત કપિલને ગળે ઊતરી ગઈ. આખી રાત તેણે અજંપામાં ગાળી, અને બ્રાહ્મ મુહૂર્ત પહેલાં જ તે છાનોમાનો પંડિતના ઘરેથી નીકળીને ધના શ્રેષ્ઠીના ઘરે જવા નીકળી પડ્યો. ગગનમાં ત્યારે તારાઓ ચમકતા હતા અને ચોતરફ અંધકારનું સામ્રાજય હતું છતાંય કપિલ પોતાની ધૂનમાં ચાલ્યો જતો હતો. ત્યાં રાજ્યના કોટવાળોએ તેને પકડી લીધો અને રાજા પ્રસન્નજિત સમક્ષ વહેલી સવારના હાજર કર્યો. કપિલે વિનયપૂર્વક પેટ છૂટી બધી વાત કહી. રાજાને પ્રતીતિ થઈ કે યુવાન ચોર નથી. ચોરી કરવાનો તેનો ઇરાદો નથી. તેથી રાજાએ કહ્યું: “હે મહાત્માનું ! તમારી નિખાલસતા અને સચ્ચાઈથી હું પ્રસન્ન થયો છું. માટે તમને જે જોઈએ તે નિઃસંકોચ માંગો હું તમને તે પ્રેમથી આપીશ.” કપિલના આનંદનો પાર ન રહ્યો. તે બોલ્યો : “આપની ઉદારતાને ધન્ય છે. રાજનું! આપ માંગવાનું કહો છો તો મને વિચારવાનો થોડોક સમય આપો” રાજાએ કહ્યું : “ભલે ભદ્ર! એમ કરો. વિચારીને માંગો.” કપિલ વિચારવા માટે રાજાના અશોકવનમાં ગયો. તેનું મગજ અનેક વિચારો અને વિકલ્પોથી ધમધમી રહ્યું. વિચારતાં વિચારતાં અચાનક જ તેને ઝબકાર થયો : “અરેરે ! હું આ શું કરી રહ્યો છું? હું તો અહીં વિદ્યાભ્યાસ કરવા આવ્યો છું. મારે રાજપુરોહિતનું પદ મેળવવું છે. તેના બદલે હું આ પ્રેમના ફંદમાં ક્યાં ફસાઈ ગયો? એ ફંદમાં મેં કેટકેટલાંનો દ્રોહ કર્યો ! ગુરુદેવનો વિશ્વાસઘાત કર્યો, માતાનો વિશ્વાસઘાત કર્યો. જેના ઘરનું અનાજ ખાધું એ ઘરના શ્રેષ્ઠી સાથે પણ મેં બનાવટ કરી. ઓહ ભગવાન ! મેં આ શું કર્યું? શું કર્યું? ધિક છે મારી વાસનાને ! આમ ઉહાપોહ કરતાં કરતાં કપિલને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનનો પ્રકાશ થતાં જ તેને પોતાના પરમ ને ચરમ કર્તવ્યની યાદ તાજી થઈ. આત્મધર્મની ઓળખ થઈ અને બીજો Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૪૩ કશો જ વિચાર કર્યા વિના કપિલે માથાના વાળનો લોચ કર્યો. તે જ સમયે દેવતાઓએ તેને શ્રમણનો વેષ આપ્યો. એ વેષ પહેરીને કપિલ રાજસભામાં હાજર થયો. તેને જોઈને રાજાની આંખો પહોળી થઈ ગઈ. “હે મહાત્મન્ ! તમે આ શું કર્યું?” “રાજન્ ! જે કરવું જોઈએ તે જ મેં કર્યું છે. આજ સુધી હું મારો ધર્મ ભૂલ્યો હતો. એ ધર્મ મને જડી ગયો. મને મારા આત્માનું દર્શન થઈ ગયું છે. તમે મને માંગવા કહ્યું હતું તો હું માગું છું કે તમે મારા માટે શાસન દેવતાઓને પ્રાર્થના કરો કે તેઓ સૌ મારા આત્માના ઉદ્ધારમાં સહાયક થાય.” આટલું કહીને કપિલે રાજાને ધર્મલાભના આશીર્વાદ આપ્યા અને પાછું જોયા વિના ત્યાંથી કપિલમુનિ નગરી છોડી ગયા. વનમાં જઈને ઉત્કટ તપ અને ધ્યાન ધર્યું. છ મહિને કપિલમુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એક દિવસ કેવળી કપિલમુનિને લાગ્યું કે બલભદ્ર વગેરે પાંચસો ચોર પ્રતિબોધ પામી શકે છે. આથી ઉગ્ર વિહાર કરીને તે રાજગૃહીનગરીની નજીકના એક ભયાનક જંગલમાં જઈ પહોંચ્યા. પોતાના પડાવે કુશ મુનિને આવેલા જોઈને ચોરના સરદાર બલભદ્રે પૂછ્યું : “હે મુનિ ! તમને નૃત્ય કરતાં આવડે છે ' - પાંચસો ચોરના જીવનોદ્ધારનો લાભ જોઈને કપિલમુનિએ કહ્યું: “કોઈ વાજિંત્ર વગાડે તો હું નૃત્ય કરીશ.” બલભદ્રે કહ્યું : “કોઈ વાજિંત્ર તો અમારી પાસે નથી પણ અમે તમને હાથની તાલીઓનો તાલ આપીશું. એ તાલે નૃત્ય કરજો.” ચોરોએ તાલીઓના તાલ પાડ્યા અને કપિલમુનિ ઉપયોગપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. તેમની સાથે ચોરો પણ નાચવા લાગ્યા. સૌને તાનમાં આવેલા જોઈને મુનિએ વૈરાગ્યપ્રેરક ગીત ગવડાવ્યું. સંસારની અસારતા સમજાવતા એ ગીતની પંક્તિઓ સૌ ગાવા લાગ્યા. એ ગીત ગાતાં ગાતાં સૌના હૈયે થયું કે આજ સુધીનું આપણું જીવન વ્યર્થ ગયું. હવે બાકીનું જીવન સફળ કરવા આપણે આ મુનિનું શરણ અંગીકાર કરવું જોઈએ, અને પાંચસો ચોરોએ નૃત્ય બંધ કરીને મુનિના ચરણે પોતાનું જીવન સમર્પણ કર્યું. કેવળી કપિલમુનિએ સૌને દીક્ષા આપી, દેવતાઓએ સૌને મુનિવેષ આપ્યો. કપિલમુનિનું આ દષ્ટાંત સાંભળીને, ભવ્ય જીવોએ તમામ વ્યવહારમાં વિવેકને સદા અને સર્વત્ર જાગ્રત રાખવાનો છે. પોતે જે વિચાર કરી રહ્યો છે તે સારો વિચાર છે કે ખરાબ? પોતે જે કામ કરી રહ્યો છે તે કામ કરવું યોગ્ય છે કે અયોગ્ય? પોતે જે બોલી રહ્યો છે તે બોલવું ઉચિત છે કે અનુચિત? પોતે જે વર્તી રહ્યો છે તે વર્તન ઠીક છે કે અઠીક? તેમ વિચારવા, બોલવા અને વર્તાવથી પોતાના આત્માનું અહિત તો થતું નથી ને ! વગેરેનો સમુચિત ને સમ્યફ નિર્ણય કરવો જોઈએ અને જેનાથી આત્માનું હિત થાય તેવા જ વિચાર, વાણી અને વર્તન રાખવાં જોઈએ. O Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૨૧ નિરતિચાર મુનિજીવનનું ફળ बहुकालं व्रतं चीर्णं सातिचारं निरर्थकम् । एकमपि दिनं साधोर्व्रतं शुचि शुभंकरम् ॥ “અતિચાર સહિત ઘણા સમય-વર્ષો સુધી વ્રતનું આચરણ કર્યું હોય તો પણ તે નિરર્થક છે અને માત્ર એક જ દિવસ પવિત્રપણે અર્થાત્ અતિચાર રહિત મુનિવ્રતનું પાલન કર્યું હોય તો પણ તે શુભ ફળ આપે છે.” પુંડરિક-કંડરિકની કથા પુંડરિક અને કંડરિક બન્ને સગા ભાઈઓ, મહાપદ્મ રાજાના બન્ને પુત્ર, પિતાએ દીક્ષા લેતાં અગાઉ મોટા પુત્ર પુંડરિકને રાજગાદી અને નાના પુત્ર કંડરિકને યુવરાજ પદવી આપી. થોડાં વરસો બાદ તેમના નગરમાં એક મહાજ્ઞાની શ્રમણ પધાર્યા, તેમના ઉપદેશથી બન્ને ભાઈઓને સંસાર પર વૈરાગ્ય-ભાવ ઉત્પન્ન થયો. કંડરિકે કહ્યું : ‘મોટાભાઈ ! મને હવે સંસાર અસાર લાગે છે. હું તો દીક્ષા લઈશ.’ પુંડરિકે પ્રેમથી કહ્યું : ‘કંડરિક ! તારી ઊંચી ભાવનાની હું અનુમોદના કરું છું. પરંતુ દીક્ષા લેવાની તારી હજી ઉંમર નથી, તું નાનો છું. તેં હજી સંસારનાં સુખ જોયાં પણ નથી. તને ખબર નથી કે મન કેવું ચંચળ અને તોફાની હોય છે. યુવાનીમાં મનને સંયમમાં રાખવું ખૂબ જ કઠણ છે. માટે તું તારા મનને બરાબર કેળવ અને એ પછી તું દીક્ષા લેજે. અત્યારે તો તું જ રાજ્ય સંભાળ અને મને દીક્ષા લેવાની અનુમતિ આપ. કારણ ભોગો પરથી મારો રસ હવે ઊતરી ગયો છે.” આમ કંડરિકને મોટાભાઈએ ઘણું સમજાવ્યો. પણ તે દીક્ષા લેવા મક્કમ રહ્યો. આથી પુંડરિકે તેને ધામધૂમથી દીક્ષા અપાવી અને પોતે અનાસક્તભાવથી રાજ્યની જવાબદારી સંભાળવા લાગ્યો. દસ-બાર વરસ બાદ કંડરિક મુનિ પોતાના ગુરુ ભગવંત સાથે પોતાને વતન પધાર્યા. મોટાભાઈ પુંડરિક નાનાભાઈ મુનિને વંદન કરવા ગયો. તેણે જોયું કે તપથી મુનિનું શરીર સાવ હાડપિંજર જેવું થઈ ગયું છે. ભક્તિભાવથી તેણે મુનિના પગ દબાવ્યા. પગનો સ્પર્શ થતાં તેને લાગ્યું કે મુનિના શરીરમાં તો અનેક રોગો ઘર કરીને બેઠા છે. આથી ગુરુની આજ્ઞા અને અનુમતિ લઈને તે કંડરિક મુનિને સારવાર કરવા માટે પોતાના રાજમહેલમાં લઈ આવ્યો. કુશળ રાજવૈદોએ મુનિની ઉત્તમ સારવાર કરી. પુંડરિકે પણ પોતે તેમની સેવા-ચાકરી કરી. યોગ્ય ઔષધ અને ઉત્તમ સાર-સંભાળથી થોડા જ સમયમાં મુનિના બધા જ રોગો નિર્મૂળ થઈ ગયા. નીરોગી થતાં જ કંડરિક મુનિ રાજભોગમાં લોલુપ બની ગયા. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ભોજનમાં તેમને એવો ચટકો લાગ્યો કે તે મુનિ આચારને ભૂલી ગયા અને રાજમહેલમાં જ રોકાઈ ગયા. એક દિવસે પુંડરિકે વિનયથી કહ્યું : “હે પૂજ્યવર ! આપના તપ અને ત્યાગને ધન્ય છે ! આપ તો સતત ઉગ્ર વિહારી છો. આપના ઉપદેશથી હજારો જીવો પ્રતિબોધ પામ્યા છે. આપ મને પણ કંઈક ઉપદેશ આપો.” આ સાંભળીને કંડરિક મુનિ પોતાની લોલુપતા માટે શરમાવા લાગ્યા અને બીજે જ દિવસે ત્યાંથી વિહાર કરીને ગુરુ ભેગા થઈ ગયા. પરંતુ ગુરુ સાથે રહેવા છતાંય તેમનું મન કૂદાકૂદ કરવા લાગ્યું. તપ થાય નહિ, જાપમાં જીવ ચોટે નહિ, ધ્યાન તરત જ તૂટી જાય અને મન સતત વિકારમાં ઘૂમરાયા કરે. આથી એક દિવસ છાનામાના જ ગુરુને છોડીને પોતાના ગામના ઉદ્યાનમાં આવી ગયા. સાધુનાં ઉપકરણો સંતાડી દીધાં અને વિષયવિકારની વિહ્વળતાથી લીલાછમ ઘાસ પર આળોટવા લાગ્યા. આ વાતની જાણ કોઈએ પુંડરિકને કરી. પુંડરિક આવ્યો. તેણે બે હાથ જોડી વિનયથી કહ્યું: “હે તપસ્વી! આમ વિહ્વળ ન બનો. ક્ષણિક આવેગના માટે મૂલ્યવાન મુનિજીવન બરબાદ ન કરો અને જો આપ મન પર સંયમ ન જ રાખી શકો તેમ હો તો તમારો મુનિવેષ મને આપો અને આ રાજપાટ તમે સંભાળો.” - કંડરિક મુનિએ તરત જ મુનિવેષ ઉતારીને રાજપોષાક પહેરી લીધો અને હાથી પર બેસીને રાજમહેલમાં આવ્યા. અહીં હવે કોઈ મર્યાદા ન હતી. પૂરી સ્વતંત્રતા હતી. ભરપૂર સગવડો હતી. કંડરિકે બેફામ જીવવાનું શરૂ કર્યું. ન ખાવાનો વિવેક રાખ્યો. ન પીવાનો વિવેક રાખ્યો. સ્ત્રી સેવનમાં પણ અકરાંતિયા બન્યા. આનું દુષ્પરિણામ જે આવવું જોઈએ તે જ આવ્યું. સવાર પડતાં તો તે થાકીને લોથપોથ થઈ ગયા. પેટમાં પીડા ઊપડી. આંખો ઝાંખી થઈ. નસે નસ તૂટવા લાગી. મન બેચેન અને બેબાકળું બન્યું. સેવકોને હુકમ કર્યો. તે સમયસર આવ્યા નહિ. આથી તેમનો પિત્તો ફાટ્યો. રાડારાડ કરી મૂકી. એમને શૂળીએ ચડાવાની ધમકી આપી. એક બાજુ શારીરિક વેદના. બીજી બાજુ ભોગના વિચારો અને ત્રીજી બાજુ હિંસાના વિચારો. આ બધા રૌદ્ર અને આર્તધ્યાનમાં જ તે મૃત્યુ પામ્યા. મરીને સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના પાથડામાં ઉત્પન્ન થયા. આ બાજુ પુંડરિકે અભિગ્રહ કર્યો: “ગુરુ ભગવંત પાસે જઈને દીક્ષા લઈશ પછી જ મોંમાં અન્ન-પાણી લઈશ.” અને અડવાણા પગે ગુરુને મળવા ચાલી નીકળ્યા. એક તો મોટી ઉંમર. ઉઘાડા પગે કદી ચાલેલા નહિ. ક્યારેય તપ કરેલો નહિ. માથે વૈશાખી લાલચોળ તાપ. ઉઘાડા પગ અને ભૂખ્યું પેટ. છતાંય આ બધી વેદના હસતા મોંએ સહન કરતા તે ગુરુ પાસે પહોંચ્યા. ગુરુએ તેમને દીક્ષા આપી. એ દિવસે ઉપવાસ કર્યો. બે દિવસના ઉપવાસ સાથે ઉગ્ર પાદવિહાર. તેમાં આ ત્રીજો ઉપવાસ. રાજર્ષિની આંખે અંધારાં આવવા લાગ્યાં. હાડકે હાડકું તૂટવા લાગ્યું. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ છતાંય તે મનથી દુઃખી ન થયા. પ્રસન્ન ચિત્તે આત્માનું ધ્યાન ધરતા રહ્યા. ચોથે દિવસે પારણામાં લુખ્ખો આહાર મળ્યો. તેના સેવનથી તેમની તબિયત ભયાનક રીતે બગડી પણ પુંડરિક મુનિએ સમતા ન ગુમાવી. પ્રસન્ન ચિત્તે નવકાર મંત્રનું રટણ સતત કરતા રહ્યા અને જાપ જપતાં જપતાં જ કાળધર્મ પામ્યા. અંતિમ સમયે શુભ અને શુદ્ધ ધ્યાન ધરવાથી તે મરીને સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવ તરીકે નવજન્મ પામ્યા. આ કથા વિષે છઠ્ઠા અંગમાં કહ્યું છે કે “હજાર વરસ સુધી દીર્ઘ સંયમ પાળવા છતાં ય જો અંત સમયે અશુદ્ધ અને અશુભવિચાર ને ભાવ કરવામાં આવે તો તે કંડરિકની જેમ નરકે જાય છે અને માત્ર થોડો જ સમય ચારિત્ર અંગીકાર કરીને જે તેનું શુદ્ધ પાલન કરે છે તે પુંડરિક ઋષિની જેમ પોતાનું કાર્ય સિદ્ધ કરે છે. આમ સમ્યક્ રીતે ચારિત્ર પાળીને કેટલાક જીવો થોડા સમયમાં પણ મોક્ષગતિને પામે છે અને બીજા અતિચાર સહિત (શિથિલાચારી બનીને) ઘણા કાળ સુધી ચારિત્ર પાળવા છતાંય તે સિદ્ધિપદ-મોક્ષને પામતા નથી.’ આ દૃષ્ટાંત-કથાથી મુમુક્ષુ જીવોએ બોધપાઠ લેવાનો છે કે દીક્ષા લીધા પછી નિષ્કલંક સાધુ જીવન જીવવાનું છે. મોહ અને માયાના પ્રસંગો આવે તો પણ તેમાં ફસાવાનું નથી. લોભથી લલચાવાનું નથી. વિષયથી વ્યાકુળ બનવાનું નથી. વેદનાઓ આવે તો તેથી વ્યગ્ન અને વ્યથિત થવાનું નથી. પ્રસંગ સુખનો હોય કે દુઃખનો, માન મળે કે અપમાન મળે દરેક સ્થિતિમાં મનની સમતુલા અકબંધ રાખીને સતત સર્વત્ર ને સદાય આત્મધ્યાનમાં જ સ્થિર ને લીન રહેવાનું છે. ૨૨૨ સારી સોબત કરવી उत्तमाधमयोः संगफलं लब्धं परीक्षयां । પ્રમાળ વિઝેળ, તત: હાર્યા સુસંગતિઃ ॥ “પ્રભાકર નામનો બ્રાહ્મણ ઉત્તમ અને અધમ-નીચ સોબતનું ફળ પામ્યો છે. તેનું દૃષ્ટાંત જાણીને સુજ્ઞજનોએ પરીક્ષા કરીને સોબત-સંગ કરવાં.” પ્રભાકર બ્રાહ્મણનું દૃષ્ટાંત દિવાકર બ્રાહ્મણનું વીરપુર નગરમાં ઘણું મોટું નામ હતું. તેની સામે તેના પુત્ર પ્રભાકરનું નામ ઘણું જ બદનામ હતું. પ્રભાકર બધી રીતે પૂરો હતો. પુત્રને સન્માર્ગે વાળવા પિતાએ કહ્યું: ‘પ્રભાકર ! તું આમ ખરાબ માણસોની સાથે હરેફરે તે તારા માટે શોભાસ્પદ નથી. કા૨ણ ધૂર્ત Page #57 -------------------------------------------------------------------------- ________________ ~~ ૪૭ પણ નાશ પામે છે. વિટ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અને અધમ માણસોની સોબતથી સારું શીલ પણ નાશ પામે છે. વિદ્વાન અને અનુભવીઓએ પણ કહ્યું છે કે પારસમણિના સંગથી લોઢું પણ સોનું બની જાય છે. જ્યારે ઉત્તમ જાતિનો શંખ અગ્નિનો સંગ કરવાથી નાશ પામે છે. આથી “હે વત્સ ! તું વિદ્વાનોનો સંગ કર, ધર્મ કર. અને આપણા કુળની આબરૂ વધે તેવું ઉત્તમ જીવન જીવ.” પ્રભાકરે તડાફ કરતાં કહ્યું : “પિતાજી ! આ બધી ડાહી ડાહી માત્ર વાતો છે. જીવનમાં તેની કોઈ જ કિંમત નથી. શાસ્ત્રોથી પેટ ભરાતું નથી. કાવ્યોથી કંઠની તરસ છિપાતી નથી. સંસારમાં સર્વત્ર ધનની જ મહત્તા છે. એ સિવાયની બધી જ કળાઓ નિષ્ફળ અને નિરર્થક છે.” પુત્રનો ઉદ્ધત જવાબ સાંભળીને પિતા મૌન રહ્યા અને ઠેઠ મરણ પથારીએ બોલાવીને કહ્યું : “હે વત્સ ! હવે હું થોડા સમયનો મહેમાન છું. આજ સુધી તે મારી વાત ક્યારેય માની નથી. પરંતુ આજે છેક છેલ્લી ઘડીએ તને જે કહું છું તે જરૂર માનજે.” ખુલ્લા મનથી કહો, પિતાજી ! તમારું છેલ્લું કહેવું એ ચોક્કસ ધ્યાનમાં રાખીશ. આ મારું તમને વચન છે.” ત્યારે પિતા દિવાકરે કહ્યું: “હે વત્સ ! મારી આ બે વાત સદાય ધ્યાનમાં રાખજે કે – કદરદાન સ્વામીનો સંગ કરનાર, ઉત્તમ કુળની સ્ત્રી સાથે લગ્ન કરનાર અને નિર્લોભી મિત્ર કરનાર જીવનમાં ક્યારેય ખેદ પામતો નથી. ઉત્તમ પુરુષોની સોબત કરનાર, પંડિતો સાથે વાર્તાલાપ કરનાર અને નિર્લોભી મિત્ર કરનાર ક્યારેય ખેદ પામતો નથી.” આટલું કહીને પિતા મૃત્યુ પામ્યો. થોડા દિવસ બાદ પ્રભાકરે પિતાની વાતની કસોટી કરવાનું નક્કી કર્યું. આ માટે પ્રભાકર વીરપુર નગર છોડીને બીજા ગામે ગયો. એ ગામમાં સિંહ નામનો એક ક્ષત્રિય રહેતો હતો. સ્વભાવે તે કૃતની હતો. પ્રભાકર તેના આશરે જઈને રહ્યો. અહીં તેણે લોભનંદી સાથે દોસ્તી બાંધી. લોભનંદી નામ પ્રમાણે અતિ લોભી અને કૃતઘ્ની પણ હતો. સમય જતાં પ્રભાકરે સિંહની એક દાસી સાથે લગ્ન પણ કર્યા. એક દિવસે પ્રભાકર સિંહની સાથે રાજસભામાં ગયો. રાજાને પ્રણામ કરીને રાજાને એક શ્લોક સંભળાવ્યો : मूर्खा मूखैः समं संगं, गावो गौमिर्मुगा मृगैः । सुधीभिः सुधियो यांति, समशीले हि मित्रता ॥ “મૂર્ણ મૂર્ખની સાથે, ગાયો ગાયોની સાથે, મૃગ મૃગની સાથે અને પંડિતો પંડિતોની સાથે સોબત કરે છે. અર્થાત્ સમાન સ્વભાવવાળા વચ્ચે જ મૈત્રી હોય છે.” રાજાએ શ્લોક સાંભળીને પ્રભાકરને ગામ અને ગરાસ આપ્યાં. બીજું પણ દ્રવ્ય વગેરે આપ્યું. પ્રભાકરે એ બધું સિંહ, દાસી અને મિત્ર લોભનંદી વચ્ચે વહેંચી દીધું. આથી એ ત્રણેય પ્રભાકર પર ખૂબ જ ખુશ થયા. Page #58 -------------------------------------------------------------------------- ________________ – - ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ સમય જતાં દાસી સગર્ભા બની. તેને મોરનું માંસ ખાવાનો દોહદ થયો. પ્રભાકરને તેણે વાત કરી. પ્રભાકર જાણતો હતો કે જેના આશરે પોતે છે એ સિંહ પાસે એક મોર છે. આ સમયે તેણે પિતાની વાતની કસોટી કરી. સિંહના મોરને તેણે ક્યાંક સંતાડી દીધો અને બીજા મોરને મારીને તેના માંસથી પત્નીના દોહદને પૂર્ણ કર્યો. સિંહે મોર ન જોયો એટલે તેના હૈયે ફાળ પડી. એ મોર તેને ખૂબ જ વહાલો હતો. ચારે બાજુ તપાસ કરતાં મોર ન મળ્યો એટલે સિંહે ઘોષણા કરાવી કે જે મારા મોરની ખબર આપશે તેને હું ૮૦૦ સોનામહોર આપીશ.” ઘોષણા સાંભળીને દાસીનું મન સોનામહોર મેળવવા લલચાઈ ગયું. તેણે સિંહને જઈને કહ્યું: “હે સ્વામિન્ મારો અપરાધ ક્ષમા કરો. મારો દોહદ પૂરો કરવા મારા ભતરે તમારા મોરને મારી નાંખ્યો છે. આ જાણતાં જ સિંહે પ્રભાકરને પકડી લાવવા માણસ દોડાવ્યા. પ્રભાકરને તેની ખબર પડતાં એ પોતાના મિત્ર લોભનંદીને ત્યાં ગયો અને પોતાને રક્ષણ આપવા વિનંતી કરી. રક્ષણ કરવાના બદલે લોભનંદીએ પ્રભાકરને સ્વામીદ્રોહી કહીને તેને ઘરની બહાર કાઢી મૂક્યો. ત્યાં જ સિંહના માણસોએ તેને પકડી લીધો અને તેને સિંહ પાસે લઈ આવ્યા. તેને જોતાં જ સિંહ રાડ પાડીને બોલ્યો : “દુષ્ટ ! મારો મોર લઈ આવીને આપ, નહિ તો હું તને જીવતો નહિ છોડું.” પ્રભાકરે બનાવટી રીતે રડી કરગરીને પોતાનો ગુનો માફ કરવા કહ્યું. સિંહ જરાય માન્યો નહિ અને તેણે નોકરોને હુકમ કર્યો : “જાવ પ્રભાકરને કસાઈને ત્યાં વધ કરવા લઈ જાવ.” આ ઘટનાથી પ્રભાકરને પિતાની વાતની સચ્ચાઈ સમજાઈ કે ખરાબ અને અધમની સોબત કરવાથી છેવટે દુઃખી થવાનો સમય આવે છે. આથી તેણે સાચી વાત કહી અને મોરને પાછો આપી દીધો. હવે તેણે બીજી વાતની સચ્ચાઈ કરવા આ બધા ખરાબ અને અધમનો સંગ છોડી દીધો અને બીજે ગામ ચાલ્યો ગયો. રસ્તે ચાલતાં પ્રભાકર વિચારવા લાગ્યો કે - नृणां मृत्युरपि श्रेयान् पण्डितेन सह ध्रुवम् । न राज्यमपि मूर्खण, लोकद्वयविनाशिना ॥ “માણસે પંડિત સાથે રહીને મરવું તે શ્રેષ્ઠ છે પણ મૂર્મની સાથે રહીને રાજ્ય કરવું તે શ્રેષ્ઠ નથી. કારણ મૂર્ખ લોકોની સોબત આ લોક અને પરલોક બન્નેમાં વિનાશકારી છે.” થોડા દિવસ બાદ પ્રભાકર સુંદરપુર નગર આવી પહોંચ્યો. અહીં તેણે નગરના રાજપુત્ર ગુણસુંદર સાથે મૈત્રી બાંધી. પ્રભાકર હવે રાજકુમાર ગુણસુંદર સાથે જ રહેવા લાગ્યો. અહીં તેણે એક સુશીલ અને સંસ્કારી બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કર્યા. તેમજ વસંત નામના ગૃહસ્થ સાથે મીઠો મૈત્રીભર્યો સંબંધ વિકસાવ્યો. Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૪૯ એક દિવસ કોઈ રાજાએ ગુણસુંદરને બે ઉત્તમ અશ્વ ભેટ આપ્યા. આ અશ્વ પર બેસીને ગુણસુંદર અને પ્રભાકર અશ્વક્રીડા કરવા નીકળ્યા. ઘોડાને તેજ ઝડપે દોડાવા બન્નેએ ચાબૂક મારી, ઘોડા પૂરપાટ દોડવા લાગ્યા. જોત-જોતામાં તો બન્ને નગર બહાર જંગલમાં પહોંચી ગયા. ઘોડાની ઝડપથી જીવનું જોખમ લાગ્યું. પ્રભાકરે કહ્યું : ‘રાજન્ ! લગામ ખેંચો.' તેણે પણ લગામ ખેંચી, પરંતુ ઘોડા થોભવાના બદલે વધુ તેજ ને ચીલ ઝડપે દોડવા લાગ્યા. પ્રભાકરને લાગ્યું કે કંઈક દગો થયો છે. ઘોડા ઉત્તમ છે પરંતુ તેમને તાલીમ ઊંધી આપવામાં આવી છે. દૂર જંગલમાં ઘોડા આવ્યા એટલે પ્રભાકરે કહ્યું : ‘રાજન્ ! ઘોડાને ઊંધી તાલીમ આપ્રી છે. આથી લગામ ધીમી છોડી દો.' પોતે પણ લગામ ઢીલી છોડી દીધી અને ઘોડા તરત જ ઊભા રહી ગયા. બન્ને ઘોડા પરથી નીચે ઊતર્યા. ગુણસુંદરે હાંફતા અવાજે કહ્યું : ‘મિત્ર ! મને ખૂબ જ તરસ લાગી છે. આટલામાં ક્યાંય પાણી મળશે ?' પ્રભાકર બોલ્યો ઃ ‘રાજન્ ! અત્યારે આપણે તદ્દન અજાણ્યા સ્થાનમાં છીએ. વળી અંધારું પણ થવા આવ્યું છે. આથી પાણી શોધવા જવાનું હિતમાં નથી. તમે એમ કરો, હું અશ્વક્રીડાએ નીકળતા સમયે આમળા લેતો આવ્યો છું. એક આમળું તમે મોંમાં રાખો તેથી તમારી તરસ છિપાઈ જશે.' અને આમ કરીને પ્રભાકર રાજકુમારને ઠેઠ રાજમહેલ સુધી પાછા લઈ આવ્યા. ત્યાં સુધીમાં તેણે ગુણસુંદરને કુલ ત્રણ આમળાં મોંમાં મૂકવા આપ્યાં. આ જાણી રાજા હેમરથે, સમયસૂચકતા અને સાહસી સ્વભાવ માટે પ્રભાકરને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને ગદ્ગદ્ કંઠે આભાર માન્યો. પ્રભાકર અહીં પિતાની બીજી વાતની કસોટી કરવા આવ્યો હતો. આથી એક દિવસ તેણે ગુણસુંદરના પુત્રને ક્યાંક સંતાડી દીધો. ભોજન સમયે રાજપુત્રને ન જોતાં ગુણસુંદરના હૈયે ધ્રાસકો પડ્યો. અન્ય રાજજનો પણ ચિંતામાં પડી ગયા : શું રાજપુત્રનું અપહરણ થયું હશે ? કોઈએ તેની હત્યા તો નહિ કરી હોય ને ? આ બાજુ પ્રભાકરને કસમયે ઘરે આવેલો જોઈને પત્નીએ પૂછ્યું : ‘અરે ! આજ તમે રાજસભામાં કેમ નથી ગયા ? તબિયત તો તમારી બરાબર છે ને ?' પ્રભાકરે નીચું માથું રાખીને કહ્યું : ‘પ્રિયે ! હું શું કહું કે હું કેમ રાજસભામાં નથી ગયો ? મને કહેતાં શરમ ને લજ્જા આવે છે. હું અત્યારે રાજપુત્રની હત્યા કરીને આવ્યો છું. ત્યાં બધા રાજપુત્રને શોધતા હોય ત્યારે કયું મોં લઈને હું રાજસભામાં જઉં ?’ પ્રભાકરની પત્ની ગુણિયલ અને પરમ પતિભક્ત હતી. વાત સાંભળી તેણે સ્વસ્થતાથી કહ્યું : ‘હે નાથ ! તમે આમ ઉદાસ અને ઉદ્વિગ્ન ન બનો, જે થવાનું હતું તે થઈ ગયું. તેનો તમે હવે શોક ન કરો, હું જાતે રાજાને કહીશ કે ગર્ભના પ્રભાવથી મને રાજપુત્ર દુશ્મનની જેમ બાળતો હોવાથી મેં તેની હત્યા કરી છે. હું તમારી ગુનેગાર છું માટે મને જે શિક્ષા કરવી હોય તે કરો.” Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ આ વાત ત્યાં આવી પહોંચેલા પ્રભાકરના મિત્ર વસંત શ્રેષ્ઠીએ સાંભળી. તેણે બન્નેને કહ્યું. ‘મિત્રો ! તમે આ માટે જરાય ચિંતા ન કરશો. રાજાને મળીને હું બધું જ હેમખેમ પતાવી દઈશ.' આટલું કહીને તે રાજાની પાસે ગયો અને કહ્યું : ‘રાજન્ ! રાજપુત્રની શોધ કરવી રહેવા દો. તેમનું અમંગળ થયું છે. પણ આ માટે તમે જો મંત્રી પર શંકા કરતા હોય તો તે ખોટી ને નિર્મૂળ છે.’ ૫૦ વસંતની વાત પૂરી થાય ત્યાં જ પ્રભાકરની પત્ની દોડતી આવીને રાજાના પગે પડી કહેવા લાગી : ‘હે રાજન્ ! મારા પતિનો બિલકુલ વાંક નથી. દોહદના કારણે મેં જ રાજપુત્રની હત્યા કરી છે ! ત્યાં પ્રભાકર પોતે આવી પહોંચ્યો. માથું નીચું રાખીને તેણે એકરાર કર્યો : ‘હે રાજન્ ! હું તમારો અપરાધી છું. મેં તમારો વિશ્વાસઘાત કર્યો છે. મેં જ રાજપુત્રની હત્યા કરી છે. મારી પત્નીના કહેવા પર વિશ્વાસ ન કરશો. મારા પરના પ્રેમના લીધે જ તે મારો અપરાધ તેના પર લઈ લે છે. ગુણસુંદર ત્યારે વિચારી રહ્યો કે પ્રભાકરે મારી ઘણી વખત સુરક્ષા કરી છે. જંગલમાં તેણે મને આમળાં ન આપ્યાં હોત તો આજ હું જીવતો પણ ન હોત. માટે આજે મારે તેની રક્ષા કરવી જોઈએ અને તેણે કહ્યું : ‘હે મિત્ર ! તેં મારા પર અનેક ઉપકાર કર્યા છે. જંગલમાં તે દિવસે તેં મને જીવતદાન આપ્યું હતું. એ ન આપ્યું હોત તો આજ હું ક્યાંથી હોત અને મારો પુત્ર પણ ક્યાંથી હોત ? ખેર ! જે થવાનું હતું તે થઈ ગયું. રાજપુત્રની હત્યા તેં કરી કે તારી પત્નીએ કરી તેથી કંઈ તફાવત પડતો નથી. મને તારા માટે અત્યારે કોઈ દુર્ભાવ નથી. માટે તું નચિંત રહે. તું મારો મિત્ર હતો અને આજે પણ છે. પ્રભાકર બોલ્યો ઃ ‘રાજન્ ! આ તમારી કૃતજ્ઞતા અને ઉદારતા છે. આ તમે નહિ પણ તમારી મૈત્રી બોલે છે પરંતુ એક રાજા તરીકે તમારે હત્યારાને દંડ તો દેવો જ જોઈએ.’ ગુણસુંદરે કહ્યું : મિત્ર ! હજી તો મેં તારા એક જ આમળાનો બદલો વાળ્યો છે. બીજાં બે આમળાંનું ઋણ ચૂકવવાનું તો હજી મારે બાકી છે. એ પણ અવસરે ચૂકવી આપીશ.’ પ્રભાકરને પિતાની વાત સો ટકા સાચી લાગી. તેની આંખમાં આનંદનાં આંસુ આવી ગયા. તેણે કહ્યું : ‘રાજન્ ! ધન્ય છે તમારી મૈત્રીને તમારી ઉદારતાને ! તમે મનમાં જરા પણ શોક ન કરશો. રાજપુત્રની કોઈએ હત્યા નથી કરી. એ તો આનંદથી લીલાલહેર કરે છે અને તેને માંડીને બધી વાત કરી. રાજપુત્રને હાજર કર્યો. આથી રાજાએ પ્રભાકરનું મનમૂકીને સન્માન કર્યું. આ કથા કહે છે કે ભવ્યજનોએ સુખી થવા માટે હંમેશાં શિક્ષિત અને સંસ્કા૨ી જનોની સાથે જ મિત્રતા રાખવી. દુર્જન, દુષ્ટ અને વ્યસની અને સ્વચ્છંદીઓ સાથે દોસ્તી રાખવાથી દુઃખી થવાનો સમય આવે છે. તેવી દોસ્તીથી પૈસા અને પ્રતિષ્ઠા બન્ને ગુમાવવાં પડે છે. જ્યારે સદાચારી અને ગુણિયલ જનોની મૈત્રી કરવાથી પ્રતિષ્ઠા વધે છે અને જીવન સુખી બને છે. માટે મૈત્રી સંબંધમાં ખૂબ જ કાળજી રાખવી અને સુપાત્ર ને સુયોગ્ય સાથે જ મિત્રતા રાખવી. Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૨૩. આંતરિક છ શત્રુઓનો ત્યાગ કરવો कामः क्रोधस्तथा लोभो, हर्षो मानो मदस्तथा । षड्वर्गमुत्सृजेदेवं, तस्मिस्त्यक्ते सुखी भवेत् ॥ “કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદ આ છ (માનસિક) શત્રુઓનો ત્યાગ કરવો. કારણ કે તે બધાનો ત્યાગ કરવાથી જ માણસ સુખી થાય છે.” ૧. કામ એટલે વિષય વાસના (સેક્સ). બ્રહ્મચર્ય વ્રતનું આજીવન પાલન થઈ શકે તો તે ઉત્તમ છે. એવા ઉત્કૃષ્ટ સંયમ ન પાળી શકાય તો લગ્નજીવન જીવીને પોતાની વાસનાઓને શક્ય વધુ મર્યાદિત બનાવવી જોઈએ. પરણેલા પુરુષે પરસ્ત્રી પ્રત્યે અને પરણેલી સ્ત્રીએ પરપુરુષ પ્રત્યે તેને ભોગવવાની દૃષ્ટિથી જોવું નહિ. વિચારવું નહિ તેમજ પરસ્ત્રી અને પરપુરુષ સાથે ભોગ ભોગવવા નહિ. લગ્નજીવનમાં સ્વદારા સંતોષ અને સ્વપુરુષ સંતોષ રાખવો. આ ઉપરાંત શક્ય તેટલા વધુ દિવસ સંયમ પાળવો અને પુરુષ પુરુષ સાથેનો તેમજ સ્ત્રી સ્ત્રી સાથેનો સજાતીય ભોગ સંબંધનો તો સર્વથા અને સદા ત્યાગ કરવો. ઇતિહાસ સુપ્રસિદ્ધ છે કે સતી સીતા પ્રત્યે રાવણે કુદૃષ્ટિ કરી તેથી તેની સોનાની લંકા બળી ગઈ અને પોતે યુદ્ધમાં માર્યો ગયો. જીવતાં તે પણ બદનામ થયો અને મૃત્યુ પછી પણ તે બદનામ રહ્યો. પરસ્ત્રી અને પરપુરુષના સેવનથી જીવો અશુભ અને નીચ ગતિમાં જાય છે. કહ્યું છે કે - तावन्महत्त्वं पांडित्यं, कुलीनत्वं विवेकिता । यावज्ज्वलति चिंतार्तन पापः कामपावकः ॥ જ્યાં સુધી માણસના ચિત્તમાં-મનમાં કામવાસનારૂપી દુષ્ટ અગ્નિ પ્રજ્વલિત થયો નથી ત્યાં સુધી જ તેની મહત્તા, તેનું કુલીનપણું અને તેનું વિવેકપણું રહે છે. આ સાથે જ આમ પણ કહ્યું છે કે : नान्यः कुतनयादाधिर्व्याधिर्नान्यः क्षयामयात् । नान्यः सेवकतो दुःखी, नान्यः कामुकतोऽन्धलः ॥ કુપુત્રથી વિશેષ કોઈ આધિ નથી, ક્ષય રોગથી વધીને કોઈ મહારોગ નથી. સેવક-નોકર જેવો કોઈ બીજો દુઃખી નથી અને કામી પુરુષ જેવો બીજો કોઈ આંધળો નથી. ૨. ક્રોધ એટલે ગુસ્સો. વિચાર કર્યા વિના આવેશમાં આવી જઈને સામા માણસને ગમે તેમ બોલવું, કડવા અને કડક શબ્દો બોલવા. ગાળો દેવી, અપમાન કરવું, મારવું, સતાવવું વગેરે ક્રોધનાં લક્ષણો છે. ક્રોધનાં કડવાં ફળ તો જીવનમાં ડગલે ને પગલે જોવા મળે છે. ક્રોધ કરવાથી Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૨. ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ચંડકૌશિકની જેમ દુર્ગતિ થાય છે. ગુસ્સાના ખરાબ પરિણામને નજર સમક્ષ રાખીને ક્યારેય કોઈના ઉપર ગુસ્સો કરવો નહિ. કહ્યું છે કે - જે સંતાપને વિસ્તારે છે, વિનયને છેદી નાંખે છે, મૈત્રીને ઉખેડી નાંખે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, પાપકારી વચનોને જન્મ આપે છે, કીર્તિને કાપી નાંખે છે, દુર્તિને વિસ્તાર છે, પુણ્યના ઉદયનો નાશ કરે છે અને નરકાદિ મુગતિને આપે છે તેવા દૂષણવાળા ક્રોધનો-ગુસ્સાનો સપુરુષોએ ત્યાગ કરવો જોઈએ.” ૩. લોભ એટલે દાન આપવા યોગ્ય પાત્રને યથાશક્તિ દાન ન આપવું, યોગ્ય ક્ષેત્રમાં દાન ન કરવું, સંગ્રહની વૃત્તિથી ધન ભેગું જ કરે જવું. અન્યાય અને અપ્રમાણિકતાથી ધન મેળવવું. આ બધાં લોભનાં લક્ષણો છે. લોભને સર્વ પાપોનું મૂળ કહ્યું છે. લોભ માટે મમ્મણ શેઠ, સાગર શ્રેષ્ઠી; સુભૂમ ચક્રવર્તી, લોભનંદી આદિનાં દાંતો જાણીતાં છે. લોભી માણસો ન કરવાનાં કૃત્યો કરે છે અને અંતે અનેકવાર દુર્ગતિમાં ભટકે છે. કહ્યું છે કે क्रयविक्रयकुटतुला-लाघवनिक्षेपभक्षणव्याजैः । एते हि दिवसचौरा, मुष्णंति महाजने वाणिजाः ॥ મહાજનમાં ગણાતા આ વણિકરૂપી દિવસના ચોરો લેવા તથા દેવાના ખોટા તોલમાપ કરીને, લઘુ લાઘવી કળાથી વધુ લઈ ઓછું આપીને, થાપણ રાખેલાં દ્રવ્યનું ભક્ષણ કરીને અને વ્યાજનો વેપાર કરીને દુનિયાને લૂંટી લે છે.” हत्वा धनं जनानां, दिनमखिलं विविधवचनरचनाभिः । वितरति गृहे करोति कष्टेन वराटिका त्रितयम् ॥ લોભી માણસ આખો દિવસ વિવિધ પ્રકારનાં વચનની રચના કરીને માણસોના ધનનું હરણ કરે છે, પણ તે નીચ લોભી માણસ પોતાના ઘરમાં ત્રણ કોડી પણ મહામુશ્કેલીએ વાપરે છે.” આમ લોભનો થોભ નથી. થોડું મળે તો વધુની લાલચ થાય છે. લોભી માણસને ગમે તેટલું મળે તો પણ તેને કદી સંતોષ થતો નથી. આ લોભવૃત્તિ જીવનના આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ માટે બાધક છે. આથી જીવનને સુખી બનાવવા માટે લોભવૃત્તિનો ત્યાગ કરવો અને જેટલું ને જેવું મળ્યું હોય તેમાં પરમ સંતોષ માણવો. કારણ સંતોષ જેવું એકેય ધન નથી. ૪. માન એટલે દુરાગ્રહ-જક્કીપણું. બીજાનું સાંભળવું નહિ અને પોતાનો જ કક્કો ખરો કર્યે રાખવો. આ માન તત્ત્વ નહિ જાણનાર દુર્યોધન જેવી વ્યક્તિઓમાં વિશેષ જોવા મળે છે. કહ્યું છે કે Page #63 -------------------------------------------------------------------------- ________________ muz ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ “માન એ મોટા હાથી સમાન છે. કેમ કે હાથીની જેમ માની માણસ પોતાની દૃષ્ટિથી ઊંચું જોતો નથી, સપ્તાંગ રાજલક્ષ્મીથી પ્રતિષ્ઠિત રહે છે. તેનું શરીર સ્તબ્ધ થાય છે અને હંમેશાં ગરમી સહિત હોય છે. આથી હંમેશાં ફૂંફાડા માર્યા કરે છે; આ પ્રમાણે હાથીની અને માની માણસની સમાનતા છે.” બાહુબળીજીએ આવા માનનો ત્યાગ કર્યો ત્યારે જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ જાણીને સૌ કોઈએ માનનો ત્યાગ કરવો જોઈએ. ૫. મદ એટલે અભિમાન. પૈસાનું અભિમાન, પ્રતિષ્ઠાનું અભિમાન, પદનું અભિમાન, રૂપનું અભિમાન, વિદ્યાનું અભિમાન, કળા-આવડતનું અભિમાન, આ સંદર્ભમાં કહ્યું છે કે : મદરૂપી શત્રુ એક હોવા છતાં દરેકના હૃદયમાં તે નિવાસ કરે છે. અને મદ-શત્રુનો જેના શરીરમાં વાસ છે તે માણસ સ્તબ્ધ થઈને કંઈપણ દેખતો નથી તેમ જ સાંભળતો નથી.” “શૌર્યનો મદ, રૂપનો મદ, કામનો મદ, ઉચ્ચ કુળનો મદ, ધનનો મદ અને જાતિનો મદ. આ માણસોનાં મદરૂપી વૃક્ષો છે. શૌર્યના મદવાળો પોતાની ભુજાઓને જ જુએ છે. રૂપના મદવાળો અરિસા વગેરેમાં પોતાનો ચહેરો જોયા કરે છે. કામ મદવાળો સ્ત્રીઓને જોયા કરે છે અને વૈભવના મદવાળો તો જન્માંધ હોય છે.” - “આ સર્વ મદો તો અવધિવાળા છે એટલે તેઓ પોતપોતાના મૂળનો ક્ષય થવાથી નાશ પામે છે. પરંતુ સર્પની જેવો કુટિલ એક ગુરુમદ છે કે જે અવધિ વિના જ વિકાસ પામે છે.” “સામંતોને મૌનપણામાં મદ રહે છે. અધિક વૈભવવાળાને મટકું માર્યા વિનાની દૃષ્ટિમાં મદ રહે છે. ધનિકને ભૃકુટીનો ભંગ કરવામાં અથવા મુખના વિકાસમાં મદ રહે છે, જાર પુરુષને ભૃકુટીમાં મદ રહે છે. ઉદ્ધત વિદ્વાનોની જીભમાં મદ હોય છે, મોટા અધિકારી તથા જોશીને ગરદનમાં મદ રહે છે. સુભટોને સ્કંધમાં મદ રહે છે, વાણિયાઓને હૃદયમાં મદ રહે છે, કારીગરોને હાથમાં મદ રહે છે, હાથીઓને ગંડસ્થળમાં મદ રહે છે અને સ્ત્રીઓને પોતાના દઢ સ્તનમાં મદ રહે છે.” ઉન્નત અને ઉમદા ચિત્તવાળા માણસો કોઈપણ પ્રકારનો મદ કરતા નથી. અંતરના કોક ખૂણે મન મદભર્યું માથું ઊંચકે છે ત્યારે સજાગ સાધકો વિચારે છે કેઃ “હે આત્મન ! તેં પાતાળમાંથી બલિ રાજાનો ઉદ્ધાર કર્યો નથી, યમરાજાને તે જીત્યો નથી, ચંદ્રનું મલિનપણું દૂર કર્યું નથી. વ્યાધિઓને નિર્મૂળ કર્યા નથી. તેમજ પૃથ્વીને ધારણ કરીને શેષનાગનો ભાર તે ક્યારેય પણ એક ક્ષણ માટે પણ વહન કર્યો નથી ત્યારે અત્યારે આવું અભિમાન કરતાં, આવો મદ કરતાં શરમાવું જોઈએ.” ૬. હર્ષ એટલે કશા પણ કારણ વિના કોઈને હેરાન કરીને, સતાવીને હરખાવું-રાજી થવું, પરપીડનમાં આનંદિત થવું, શિકાર કરીને ખુશ થવું, જુગારમાં મજા માણવી, દારૂમાં મસ્ત Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ બનીને ઝૂમવું વગેરે હર્ષનાં લક્ષણો છે. શાસ્ત્રકારોએ આવા પ્રકારના હર્ષને દુર્ગાને કહ્યું છે. અધમ પુરુષો જ આવું દુર્ગાન-આવો હર્ષ કરે છે. કહ્યું છે કે : परवसणं अभिनंदइ निरवेक्खो निद्दओ निरणुतावो। हरिसिज्जइ कयपावो, रूद्दज्झाणोवगयचित्तो ॥ “રૌદ્ર ધ્યાનમાં ઉપગત ચિત્તવાળો જીવ બીજાને દુઃખમાં જોઈને રાજી થાય છે. નિરપેક્ષપણે વર્તે છે, નિર્દય હોય છે અને પાપ કરીને પસ્તાવો ન કરતાં ઊલટું તે પાપ કરીને રાજી થાય છે.” બીજા એક સ્થળે કહ્યું છે કે : બ્રાહ્મણો ભોજનથી હર્ષ પામે છે, મોર મેઘગર્જનાથી હર્ષ પામે છે, સાધુઓ પર કલ્યાણથી હર્ષ પામે છે અને ખળ-લુચ્ચા પુરુષો બીજાના દુઃખને જોઈને રાજી થાય છે.” આમ આ છ જીવનવિકાસના શત્રુઓ છે. આત્મસાધનામાં તે અવરોધક છે. તેના સેવનથી લોકમાં નિંદા અને અપકીર્તિ થાય છે. તેમજ આ શત્રુઓ અનર્થ પણ કરાવે છે. આ લોકમાં તો આ છ શત્રુઓ ભયજનક અને દુઃખજનક છે જ, સાથોસાથ તે પરલોકમાં પણ જીવને પરેશાન કરે છે. જીવને તે બધાં દુર્ગતિમાં લઈ જાય છે. કહ્યું છે કે : જે વિવેકી પુરુષો આ છ અંતરંગ શત્રુઓનો ત્યાગ કરે છે તે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ ધર્મકાર્ય, સત્કીર્તિ, સુખ અને શોભા વગેરેને પામે છે.” ૨૨૪ અપ્રમત્ત બનવું शिथिलाः संयमयोगे, भूत्वा भूयोऽप्रमादिनः । भवन्ति ते प्रशस्याः स्युर्यथा सेलकसाधवः ॥ બજેઓ ચારિત્રયોગને વિષે શિથિલ થઈને પણ ફરીથી અપ્રમાદી થાય છે તેઓ સેલક સાધુની જેમ પ્રશંસા કરવા યોગ્ય છે.” સેલક મુનિનું દૃષ્ટાંત ભગવાન શ્રી નેમિનાથની દેશનાથી પ્રતિબોધ પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરનાર થાવગ્સાપુત્ર આચાર્ય અનેક જીવોને વૈરાગ્ય અને વ્રત પમાડતા પમાડતા સેલકપુર પધાર્યા. નગરના રાજા સેલક સપરિવાર તેમને વંદન કરવા ગયો અને તેમની ધર્મદેશના સાંભળી. રાજમહેલમાં પાછા ફરી તેણે મંત્રીઓ અને રાણીઓ આદિ રાજપરિવારને ભેગો કર્યો અને કહ્યું: “હે ભવ્યો ! Page #65 -------------------------------------------------------------------------- ________________ પપ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ – 5:535 મેં તમને સૌને એક મહત્ત્વની વાત કહેવા ભેગા કર્યા છે. વાત આ છે કે મેં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. મારે જાણવું છે કે હું દીક્ષા લઈશ પછી તમે સૌ શું કરશો ?' સૌ એકસૂરે બોલી ઊઠ્યા: “અમે પણ તમારી સાથે જ દિક્ષા લઈશું અને સેલક રાજાએ બીજા દિવસે મંગલ ચોઘડિયે પુત્ર મંડુકકુમારનો રાજ્યાભિષેક કરાવ્યો અને પાંચસો જણાની સાથે પોતે થાવગ્ગાપુત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી. સેલક મુનિએ દીક્ષા જીવનમાં ઉગ્ર તપશ્ચર્યા કરી ઉગ્ર વિહાર કર્યો અને બાર અંગનો અભ્યાસ પણ કર્યો. સેલક મુનિને બધી રીતે યોગ્ય જાણીને થાવગ્ગાપુત્ર ગુરુએ તેમને આચાર્યપદથી વિભૂષિત કર્યા. સેલનાચાર્ય સતત તપસ્યા કરતા. પારણામાં લુખ્ખ-સુદું ઠંડું ભોજન વાપરતા. આવા ભોજનના કારણે તેમને પિત્તજ્વર થઈ ગયો. છતાંય તે વિહાર કરતા રહ્યા અને એક દિવસ શિષ્ય પરિવાર સહિત સેલકપુર પધાર્યા. પુત્ર મંડુક રાજાએ તે સૌનું ભવ્ય સ્વાગત કર્યું. ભાવપૂર્વક તેમને વંદના કરી. ધર્મદિશના સાંભળી અને શ્રાવકધર્મ અંગીકાર કર્યો. આચાર્યશ્રીની નરમ તબિયત જોઈને મંડુકે વિનયથી વિનંતી કરીઃ “હે પૂજ્યવર ! આપ મારી યાનશાળામાં પધારો અને મને આપની વૈયાવચ્ચ કરવાની તક આપો.” શ્રાવકની આગ્રહભરી વિનંતીથી સેલનાચાર્ય શિષ્ય પરિવાર સહિત મંડકની યાનશાળામાં પધાર્યા. મંડક રાજાએ આચાર્ય ભગવંતની સારવાર કરાવી. પોતે પણ સેવા કરતો. આચાર્યશ્રીના શરીરમાંથી રોગને મૂળમાંથી કાઢી નાખવાના શુભ હેતુથી રાજવૈદો એ દવામાં દારૂ ભેળવતા. મદ્યપાન મિશ્રિત ઔષધથી આચાર્યશ્રીનું સ્વાથ્ય સુધરતું ગયું. પણ દુષ્પરિણામ એ આવ્યું કે આચાર્યશ્રીના જીભને દારૂનો ચસ્કો લાગી ગયો. કહ્યું છે કે: “અભક્ષ્ય એવા મદ્યપાનાદિકથી સાધુ મૂચ્છિત, ગૃદ્ધ થઈ ઉસગ્નવિહારી પાસત્થા, કુશિલીઆ, પ્રમાદી અને સંસકતા થઈ જાય છે. સેલનાચાર્ય પણ પ્રમાદી અને મૂચ્છિત બની ગયા. આથી તે યાનશાળામાંથી વિહાર કરવાનું નામ જ નહોતા લેતા. ગુરુની આવી સ્થિતિ જોઈ તેમના ૪૯૯ શિષ્યોને લાગ્યું કે ગુરુ માર્ગ ભૂલ્યા છે. પ્રમાદી બન્યા છે. એક જ સ્થાનમાં સ્થિર થયા છે. સાધુ માટે આ બધું ઉચિત નથી. આથી ગુરુની આજ્ઞા લઈને એક પંથકમુનિ સિવાય સૌ શિષ્યો ત્યાંથી વિહાર કરી ગયા. થોડા દિવસ બાદ ચાતુર્માસની ચૌદશના દિવસે સેલનાચાર્ય માદક દ્રવ્યના સેવનથી બેહોશ બનીને સૂતા હતા. પ્રતિક્રમણ કરતાં ખામણા ખામવા માટે શિષ્ય પંથક મુનિ ગુરુ પાસે ગયા. સૂતેલા ગુરુના પગમાં મસ્તક નમાવી તે અભુઢિઓ આદિ સૂત્રો બોલ્યા. સ્પર્શથી સેલકાચાર્ય સહેજ ચમક્યા. તેમણે અભુઢિઓ સાંભળ્યો. તેમણે પૂછ્યું: “કોણ અત્યારના મને જગાડે છે? પંથકમુનિએ વિનયથી કહ્યું: “ક્ષમા કરો ગુરુદેવ! એ અપરાધ મેં કર્યો છે. આપ સૂતા ઉ.ભા.જન્મ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ હતા છતાંય મેં આપને જગાડ્યા છે. ધિક્કાર છે મને, પરંતુ મેં આપને ખામણાં ખમાવવા જ જગાડ્યા છે. આપ તો કરુણાળુ અને દયાળુ છો. આપ મારા આટલા અપરાધને ક્ષમા કરો, ક્ષમા કરો.” શિષ્યની વિનમ્ર અને આર્ટ વાણી અને ખામણાની વાત સાંભળીને સેલકાચાર્યના હોશ ઠેકાણે આવી ગયા. તે સફાળા બેઠા થઈ ગયા અને આત્મનિંદા કરવા લાગ્યા. શિષ્યને ભીના કંઠે કહ્યું : હે વત્સ ! તેં કોઈ જ અપરાધ નથી કર્યો. તેં તો આજ મારા પર અનહદ ઉપકાર કર્યો છે. ભાન ભૂલેલા એવા મને તેં જગાડ્યો છે. જગાડીને તેં મને ડૂબી મરતો બચાવ્યો છે. હે વત્સ ! તેં તારા નામને સાર્થક કર્યું છે. ખરેખર ! રસમાં લોલુપ બનીને મેં મારો ભવ અને સંયમ બને ગુમાવ્યાં છે. ન કરવાનું મેં કર્યું છે. તેં મને એની યાદ આપીને મારા ઉપર ઉપકાર કર્યો છે. તું મારો શિષ્ય નહિ પણ મારો ગુરુ છે, મારો ઉપકારી છે તું.” ગુરુની આવી લઘુતા જોઈને પંથકમુનિની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. ગુરુ અપ્રમાદમાંથી જાગ્યા તેથી તેનું હૈયું આનંદથી ઊભરાઈ આવ્યું અને બીજી સવારે ગુરુ, શિષ્ય બન્ને મંડુક રાજાને કહીને ત્યાંથી વિહાર કરી ગયા. સેલનાચાર્યે પ્રમાદના પાપની આલોયણા લીધી. એ પછી હવે તે પળેપળ સાવધ અને સજાગ રહ્યા અને અપ્રમત્તભાવે સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરતા રહ્યા. વિહાર કરતાં અનેક જીવોને તેમણે પ્રતિબોધ પમાડ્યા. અનુક્રમે વિહાર કરતા શિષ્ય પરિવાર સહિત તેઓશ્રી શ્રી સિદ્ધાચલ પધાર્યા અને ત્યાં એક માસનું અનશન કરીને સમાધિપૂર્વક કાળધર્મ પામીને મોક્ષગતિને પામ્યા. સાધક અને મુમુક્ષુ જીવો માટે સેલનાચાર્યનું જીવન પ્રેરણાદાયી છે. સાધના તો અપ્રમત્તપણે જ કરવી જોઈએ. આમ છતાંય ક્યારેક પ્રમાદી બની જવાય, સંયમ તૂટી જાય તો પણ તુરત સાવધાન થઈ જવું જોઈએ. લપસી જવાય તો પણ પડીને ફરીથી ઊભા થઈ જવું જોઈએ. આમ જે સાધકો અને મુમુક્ષુઓ અપ્રમત્તપણે આત્મસાધના કરે છે, તેઓ જરૂર સકલ કર્મથી મુક્ત થાય છે. ૨૨૫ કારતક પૂર્ણિમાનું મહાભ્યા यः कुर्यात् कार्तिकीराका-मत्राईद्धयानतत्परः । स भुक्त्वा सर्व सौख्यानि, निर्वृत्तिं लभते ततः ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૫૭ “જે માણસ શ્રી સિદ્ધાચલ ઉપર જિનેશ્વરના ધ્યાનમાં ધ્યાનસ્થ થઈને કારતક પૂનમ કરે છે, તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને અનુક્રમે મોક્ષસુખને પામે છે, કારતકી પૂનમના મહિમા સંબંધમાં કહ્યું છે કે : एकेनाप्युवासेन, कार्तिक्यां विमलाचले । ऋषिस्त्रीबालहत्यादि- पातकान्मुच्यते जनः ॥ “શ્રી શત્રુંજયગિરિ ઉપર કારતકી પૂનમે માત્ર એક ઉપવાસ કરવાથી માણસ ઋષિહત્યા, સ્ત્રીહત્યા અને બાળહત્યા વગેરેના પાપથી મુક્ત થાય છે.” તેના મહિમાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. દ્રાવિડ-વાલિખિલ્લનું દૃષ્ટાંત ભગવાન ઋષભદેવે દીક્ષા લેતાં અગાઉ સૌ પુત્રની જેમ પુત્ર દ્રાવિડ અને વાલિખિલ્લને પણ રાજ્ય વહેંચી આપ્યું. દ્રાવિડને મિથિલાનું રાજ્ય આપ્યું અને વાલિખિલ્લને લાખ ગામો આપ્યાં. આમ છતાંય બન્ને એકબીજાની સંપત્તિની ઈર્ષ્યા કરવા લાગ્યા અને એકમેકનું રાજ્ય લઈ લેવા પેંતરા રચવા માંડ્યા. એક દિવસ વાલિખિલ્લ દ્રાવિડના નગરમાં આવી રહ્યો હતો. આ સમાચાર સાંભળતાં દ્રાવિડે તેને પોતાના નગરમાં આવતો અટકાવ્યો. મોટાભાઈના આ વર્તાવથી વાલિખિલ્લ રોષે ભરાયો અને તેણે સૈન્ય સાથે દ્રાવિડના નગર પર આક્રમણ કર્યું. બન્ને વચ્ચે સાત-સાત વરસ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધમાં દસેક કરોડ સુભટો માર્યા ગયા. કરોડો હાથી, ઘોડા આદિ વીંધાઈ ગયા, કપાઈ મૂઆ તોય બન્નેમાંથી કોઈએ મચક ન આપી. ચોમાસાનાં દિવસોમાં યુદ્ધ બંધ રહેતું. આવા એક ભીના દિવસે દ્રાવિડ પોતાના પરિવાર સહિત વનનું સૌન્દર્ય જોવા નીકળ્યો. વિમલમતિ નામના પ્રધાનના કહેવાથી તે કોઈ તાપસના આશ્રમમાં ગયો. ત્યાં તે સુવલ્લુ નામના કુલપતિને મળ્યો. ત્યારે તે ધ્યાનમાં બેઠા હતા. ધ્યાન પૂર્ણ થયું. દ્રાવિડે તેમને પ્રણામ કર્યા. સુવલ્લુએ દ્રાવિડને આશીર્વાદ આપ્યા અને ઉપદેશ પણ આપ્યો કે ઃ “હે રાજન્ ! તમે આમ બન્ને સગા ભાઈઓ રાજ્ય માટે હિંસક યુદ્ધ લડો તે જરાય શોભાસ્પદ નથી. ભરત અને બાહુબળી પણ પોતાની ભૂલ સમજ્યા હતા અને યુદ્ધ બંધ કરીને બાહુબળી મોટાભાઈ ભરતને વિનયથી પ્રણામ કરીને તરણતારક પિતા ઋષભદેવના સંયમપંથે વળ્યા હતા. તો તમે બન્ને ભાઈઓ યુદ્ધ બંધ કરો. વેર-ઝેરને ભૂલી જાવ અને તમારા જીવનનું કલ્યાણ કરો.” કુલપતિની પ્રેમળ વાણી દ્રાવિડના હૈયા સોંસરવી ઊતરી ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ. તરત જ બધાં શસ્રો છોડી દઈને તે ઉઘાડા પગે નાના ભાઈ વાલિખિલ્લને ખમાવવા માટે દોડ્યો. મોટાભાઈના હૃદય પરિવર્તનની વાત જાણીને નાનો ભાઈ પણ સામો દોડ્યો. બન્ને એકમેકને Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પ્રેમથી ભેટ્યા. એકબીજાની ક્ષમા માગી અને બન્ને ભાઈઓએ દસ કરોડ પુરુષો સાથે તાપસી દીક્ષા લીધી અને વનમાં તપસ્યા સાથે ધર્મધ્યાનમાં લીન રહેવા લાગ્યા. એક દિવસે નમિ વિનમિ નામના વિદ્યાધર રાજર્ષિના બે પ્રશિષ્યો આકાશમાર્ગે એ વનમાં આવી પહોંચ્યા. તાપસોએ તેમને વંદના કરીને પૂછ્યું. “આપ હવે અહીંથી કઈ તરફ જવાના છો ?' મુનિઓએ કહ્યું : “અમે અહીંથી શ્રી સિદ્ધાચલ ગિરિરાજની યાત્રાએ જઈએ છીએ.' તાપસોએ ગિરિરાજનો મહિમા પૂછડ્યો. મુનિઓએ કહ્યું – શ્રી સિદ્ધાચલ ઉપર તીર્થના પ્રભાવથી શુદ્ધ ચારિત્રથી શોભતા અનંતા જીવો મુક્તિએ ગયા છે અને હજી પણ ઘણા જીવો મોક્ષે જશે.' આ તીર્થનો મહિમા અચિંત્ય છે, અપાર છે. લાખ વરસ સુધી તેનું મહિમા ગાન કરીએ તો પણ પાર આવે તેમ નથી. આ તીર્થમાં નમિ વિનમિ નામના મુનીન્દ્ર બે કરોડ મુનિઓ સાથે શ્રી પુંડરિક ગણધરની જેમ ફાગણ સુદ દસમે મોક્ષે ગયા છે. ભગવાન શ્રી ઋષભદેવના ગણધરો અને કેવળી ભગવંતો પાસેથી અમે સાંભળ્યું છે કે - આગામી કાળમાં આ તીર્થમાં ઘણા ઉત્તમ પુરષો સિદ્ધિપદને પામશે. શ્રી રામચંદ્ર રાજર્ષિ ત્રણ કરોડ મુનિ સહિત સિદ્ધિપદને પામશે. એકાણું લાખ મુનિઓ સહિત નારદજી મુક્તિને પામશે. સાડા આઠ કરોડ મુનિઓ સહિત શાંબ અને પ્રદ્યુમ્ન સિદ્ધિને પામશે. વિશ કરોડ મુનિઓ સહિત પાંડવો સિદ્ધિપદને પામશે. થાવગ્ગાપુત્ર તથા શુક્રાચાર્ય હજાર હજાર સાધુઓ સાથે મુક્તિ પામશે. પાંચસો સાધુઓ સહિત સેલક રાજર્ષિ સિદ્ધિને પામશે અને શ્રી ઋષભદેવસ્વામીના શાસનમાં પણ અસંખ્ય કોટી લક્ષ સાધુઓ આ ગિરિરાજ ઉપર મુક્તિ પામશે.” શ્રી સિદ્ધાચલગિરિનો આવો અપરંપાર મહિમા સાંભળીને બધા જ તાપસો તેની યાત્રા કરવા તૈયાર થયા. મુનિઓએ તે સૌને ભાગવતી દીક્ષા આપી. પછી સૌ શ્રી સિદ્ધાચલગિરિ ઉપર આવ્યા. ત્યાં ભગવાન શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમાજીનાં દર્શન કર્યા. ત્યાર પછી માસક્ષમણના પારણે વિદ્યાધર મુનિએ તાપસ મુનિઓને કહ્યું: “હે મુનિઓ ! તમારાં અનંતકાળનાં સંચિત પાપકર્મો આ તીર્થની સેવા કરવાથી જ ક્ષય પામશે માટે તમારે સૌએ અત્રે જ સ્થિરતા કરીને તપસંયમમાં અપ્રમત્ત રહેવું.” ગુરુ આજ્ઞા શિરોમાન્ય કરીને દ્રાવિડ અને વાલિખિલ્લ આદિ દસ કરોડ સાધુઓ સિદ્ધાચલ ઉપર રહીને ધ્યાનમાં રત રહ્યા. અનુક્રમે એક માસના ઉપવાસ કરીને તે સર્વ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ તીર્થનો પ્રભાવ અને મહિમા હજી આજે પણ એવો જ પાવન છે. ભવ્ય જીવોએ આ તીર્થની યાત્રા દર વરસે કરવી જોઈએ. ત્યાં જઈને તપ સહિત યાત્રા કરવી. એવી યાત્રા કરવાથી યાત્રિકના પાપકર્મનો ક્ષય થાય છે. ચિત્ત નિર્મળ અને શુદ્ધ બને છે. - - O Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ~ ~ ~ ૨૨૬ લેશ્યાનું સ્વરૂપ कीर्तिधरमुनीन्द्रेण प्रियंकरनृपं प्रति । लेश्यास्वरूपमाख्यातं तच्छ्रुत्वासौ शुभां दधौ ॥ “કીર્તિધર મુનીન્દ્ર પ્રિયંકર રાજાને વેશ્યાનું સ્વરૂપ સમજાવ્યું. ને સમજીને પ્રિયંકરે તેમાંથી શુભ લેશ્યાનો સ્વીકાર કર્યો.” પ્રિયંકર રાજાની કથા અક્ષયપુરનગરના રાજા અરિદમનને એક પુત્ર હતો. તેનું નામ પ્રિયંકર. એક સમયે અરિદમને જ્ઞાની મુનિશ્રી કીર્તિધરને વિનયથી પૂછ્યું: “હે ભગવંત ! મારું મૃત્યુ કેવી રીતે થશે. ક્યારે થશે અને મારીને હું ક્યાં જઈશ?” મુનિએ કહ્યું: “હે રાજનું આજથી સાતમા દિવસે તારું મૃત્યુ વીજળી પડવાથી થશે અને મારીને તું વિષ્ટામાં બેઈન્દ્રિય કીડારૂપે ઉત્પન્ન થઈશ.” આ સાંભળીને અરિદમને પુત્ર પ્રિયંકરને કહ્યું: “વિષ્ટામાં હું કીડો થાઉં ત્યારે તારે મને મારી નાંખવો.” સાતમા દિવસે વીજળી પડવાથી અરિદમનનું મૃત્યુ થયું. તેનો જીવ વિષ્ટામાં કીડારૂપે ઉત્પન્ન થયો. પિતાના કહેવા મુજબ પ્રિયંકર કીડાને મારવા ગયો. કીડો મરવા માટે રાજી ન હતો. આથી પ્રિયંકરે મુનિશ્રીને પૂછ્યું: “હે પૂજયવર ! શું આ કીડો મારો પિતા છે? અને વિષ્ટામાં એ દુઃખી થાય છે તો તે મરવાનું કેમ નથી ઇચ્છતો? મુનિશ્રીએ કહ્યું - अमेध्यमध्ये कीटस्य सुरेन्द्रस्य सुरालये । समाना जीविताकांक्षा, तुल्यं मृत्युभयं द्वयोः ॥ વિષ્ટામાં રહેલા કીડાને તેમજ સ્વર્ગમાં રહેલા ઇન્દ્રને જીવવાની ઇચ્છા સરખી જ હોય છે અને તે બન્નેમાં મરણનો ભય સમાન જ હોય છે.” પ્રિયંકરે ફરી વિનયથી પૂછ્યું - “હે મુનિરાજ ! જીવની ગતિ કેવી રીતે થતી હશે? મારા પિતા કીડા થયા તો તે કેવી રીતે થયા?' મુનિશ્રીએ કહ્યું- હે રાજનું! જીવોને જેવી લેશ્યાના પરિણામ હોય તેવી તેની ગતિ થાય છે. આવી વેશ્યા છ પ્રકારની છે અને તેનું સ્વરૂપ આ પ્રમાણે છે - જે માણસ મહારૌદ્રધ્યાની હોય, સદા ક્રોધી હોય, સર્વ ઉપર દ્વેષી હોય, ધર્મથી વર્જિત હોય, નિર્દય હોય અને નિરંતર વૈર રાખનારો હોય તે કૃષ્ણ લેશ્યાવાળો જાણવો. જે માણસ આળસુ, મંદ બુદ્ધિ, સ્ત્રીમાં લુબ્ધ, પર છેતરનાર, બીકણ અને નિરંતર અભિમાની હોય તેને નીલ ગ્લેશ્યાવાળો જાણવો. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૦_______________ __ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ જે સતત શોકમાં રહેતો હોય, સદા રોષ કરતો હોય, પારકાની નિંદા કરતો હોય, રણસંગ્રામમાં ભયંકર હોય તેવા માણસને કાપોત લેશ્યાવાળો જાણવો. જે વિદ્વાન હોય, કરુણાવાન હોય, કાર્યાકાર્યનો વિચાર કરતો હોય, લાભ કે અલાભમાં સદા આનંદી રહેતો હોય તેવા માણસને તેજો લેશ્યાવાળો જાણવો. જે ક્ષમાવાન હોય, નિરંતર ત્યાગવૃત્તિવાળો હોય, દેવપૂજામાં તત્પર હોય, અહિંસા સત્યાદિ પાંચ યમને ધારણ કરતો હોય, પવિત્ર હોય અને સદાય પ્રસન્ન રહેતો હોય તેવા માણસને પદ્મ લેશ્યાવાળો જાણવો. જે રાગ-દ્વેષથી મુક્ત હોય, માનાપમાનથી રહિત હોય અને પરમાત્મભાવને પામેલો હોય તેવા માણસને શુક્લ લેશ્યાવાળો જાણવો. આ છ વેશ્યાઓમાં પ્રથમની ત્રણ કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ અશુભ છે. બાકીની ત્રણ પીત, પદ્મ અને શુક્લ લેગ્યાઓ શુભ છે. આ છ વેશ્યાઓનું વિશદ સ્વરૂપ સમજવા માટે જાંબુ ખાનારા તેમજ ગામ ભાંગનારા છ છ પુરુષનાં એવાં બે દષ્ટાંત છે. તે આ પ્રમાણે - જાંબુ ખાનારા છ પુરુષોનું દૃષ્ટાંત છ જણ જંગલમાં ગયા. ત્યાં તેમને કકડીને ભૂખ લાગી. એ સમયે તેમણે એક જાંબુનું ઝાડા જોયું. પાકેલા જાંબુના ભારથી ઝાડની ડાળીઓ લચી પડી હતી. તેને જોઈને છએ જણાએ જુદા જુદા વિચાર ને ભાવ રજૂ કર્યા. એકે કહ્યું : “શા માટે આપણે ઝાડ ઉપર ચડવું જોઈએ? તેને મૂળથી જ કાપી નાંખીએ એથી ઝાડ ધરાશાયી થઈ જશે. પછી આપણે નિરાંતે જાંબુ ખાઈ શકીશું.' - આવા વિચાર, વૃત્તિ અને ભાવ કૃષ્ણ લેશ્યાથી થાય છે. બીજાએ કહ્યું : “આપણે થોડાંક જ, પેટ ભરાય તેટલાં જાંબુ ખાવાં છે. તો પછી આખું ઝાડ કાપી નાંખવાનો શો અર્થ છે? તેનાં કરતાં તો એકાદ ડાળીને તોડી પાડીએ તો?” આવા વિચાર, વૃત્તિ અને ભાવ નીલ ગ્લેશ્યાથી થાય છે. ત્રીજાએ કહ્યું : “આખી ડાળી શા માટે તોડવી જોઈએ? તેની નાની ડાળખી જ તોડીએ આવા વિચાર, વૃત્તિ અને ભાવ કાપોત લેશ્યાથી થાય છે. ચોથાએ કહ્યું : “નાની ડાળખી પણ શા માટે તોડવી જોઈએ ? આખો ગુચ્છો જ તોડી લઈએ.” - આવા વિચાર, વૃત્તિ ને ભાવ તેજો વેશ્યાથી થાય છે. પાંચમાએ કહ્યું: “આખો ગુચ્છો પણ શા માટે તોડવો જોઈએ? પાકેલાં જાંબુ જ તોડીએ.” - આવા વિચાર, વૃત્તિ ને ભાવ પદ્મ લેશ્યાથી થાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ છેલ્લા છટ્ઠાએ કહ્યું : “પાકેલાં જાંબુ પણ શા માટે તોડવાં જોઈએ ? પાકેલાં ઘણાં જાંબુ ભોંય ૫૨ પડ્યાં છે. તે વીણી લઈએ અને તે ખાઈને ભૂખ ભાંગીએ.” - આવા વિચાર, વૃત્તિ અને ભાવ શુક્લ લેશ્યાથી થાય છે. ધાડ પાડનાર છ જણાનું દૃષ્ટાંત છ ચોર ધાડ પાડવા એક ગામમાં ગયા. ત્યારે એકે કહ્યું : “આ ગામમાં જે કોઈ માણસ, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ તેમજ પશુ વગેરે જે નજરે ચડે તે સૌને મારી નાંખવા.” આવું વિચારનાર કૃષ્ણ લેશ્યાવાળો છે. બીજાએ કહ્યું : “આપણે પશુઓને નહિ પણ માત્ર માણસોને જ મારી નાંખવા.” આવું વિચારનાર નીલ લેશ્યાવાળો છે. ત્રીજાએ કહ્યું : “આપણે સ્રીઓને શું કરવા મારી નાંખવી જોઈએ ? આપણે માત્ર પુરુષોને જ મારવા.” આવું વિચારનાર કાપોત લેશ્યાવાળો છે. ચોથાએ કહ્યું : “બધા જ પુરુષોને આપણે શા માટે મારી નાંખવા જોઈએ ? જે સશસ્ર પુરુષ હોય તેનો જ વધ કરવો જોઈએ.” આવું વિચારનાર તેજો લેશ્યાવાળો છે. પાંચમાએ કહ્યું : “બધા જ શસ્ત્રધારી પુરુષોનો શા માટે વધ કરવો જોઈએ ? જે સામનો કરે તેની જ હત્યા કરવી.” આવું વિચારનાર પદ્મ લેશ્યાવાળો છે. છેલ્લે છઠ્ઠો ચોર ઊંચા અવાજે બોલ્યો : ‘તમે સૌ ધાડ પાડવા નીકળ્યા છો કે કોઈનું ખૂન કરવા ? ધાડ પાડીને ધન લૂંટવું છે તો પછી તેમાં કોઈને મારી નાંખવાની વાત ક્યાં આવી?” આવું વિચારનાર શુક્લ લેશ્યાવાળો છે. છ લેશ્યાવાળા જીવો મરીને જુદી જુદી ગતિમાં જાય છે : કૃષ્ણ લેશ્માવાળો નરક ગતિ પામે છે. નીલ લેશ્યાવાળો સ્થાવરપણું પામે છે. કાપોત લેશ્યાવાળો તિર્યંચ ગતિમાં જાય છે. પીત લેશ્માવાળો મનુષ્યગતિ પામે છે. પદ્મ લેશ્માવાળો દેવગતિમાં દેવ થાય છે અને શુક્લ લેશ્યાવાળો મુક્તિને પામે છે.” છ લેશ્યાઓનું સ્વરૂપ સાંભળીને પ્રિયંકર રાજા પ્રતિબોધ પામ્યો. આપણે પણ આ કથાનક સાંભળીને અશુભ વિચાર, વૃત્તિ ને ભાવનો ત્યાગ કરવાનો છે અને સદાય શુભ વિચાર, વૃત્તિ ને ભાવ રાખવાના છે. અશુભ લેશ્યાઓનો ત્યાગ કરવાનો છે અને શુભ લેશ્યાઓનો જીવનમાં વિકાસ કરવાનો છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૨૦ વિચાર કર્યા વિના કાર્ય ન કરવું अविमृश्यकृतं कार्य, पश्चात्तापाय जायते । अत्रामृतरुच्छेदाद्याः दृष्टांताः खचिता बुधैः ॥ કોઈપણ કાર્ય વિચાર કર્યા વિના કરવાથી અંતે પસ્તાવાનો વારો આવે છે. આ અંગે આમ્રવૃક્ષ (આંબો) કાપનાર વગેરેનાં દૃષ્ટાંતો પંડિતોએ કહ્યાં છે.” તે આ પ્રમાણે : ધનદત્ત શેઠ વહાણમાં બેસી મુસાફરી કરી રહ્યો હતો. વહાણ મધદરિયે હતું ત્યારે તેણે ઉપર આકાશમાં એક પોપટને ઊડતો આવતો જોયો. તે પોપટની ચાંચમાં એક આમ્રફળ (કેરી) હતું. શેઠને લાગ્યું કે પોપટ થાકી ગયો છે અને થોડી જ વારમાં તે વધુ આગળ જવાના બદલે દરિયામાં ગબડી પડશે. આથી શેઠે ખલાસીઓ પાસે એક વસ્ત્ર લાંબુ કરાવીને તેમાં પોપટને ઝાલી લેવાનું કહ્યું. પોપટ પણ ઊડતાં થાકીને બરાબર તે વસમાં પડ્યો. શેઠે પોપટને પવન નાંખ્યો. તેને પ્રેમથી પંપાળ્યો. તેને પાણી પાયું. થોડીક સ્વસ્થતા આવતાં પોપટે મનુષ્યવાણીમાં કહ્યું: “હે શેઠ! તમે મને આજ અભયદાન આપ્યું છે. મારા અંધ માતાપિતાને પણ અભયદાન આપ્યું છે. તમે મારા પર અનહદ ઉપકાર કર્યો છે. તમારા ઋણનો બદલો હું ક્યારે ચૂકવી શકીશ? પરંતુ આ આમ્રફળ આપું છું તેનો તમે સ્વીકાર કરીને મને તમારા ત્રણમાંથી યત્કિંચિત મુક્ત કરો.” શેઠ બોલ્યા : “હે પોપટ ! તારી ભાવના ભવ્ય છે. પણ આ ફળ તારે ખાવા માટે છે માટે તું જ તે ખાઈ જા.” પોપટે કહ્યું: “હે ઉપકારી શેઠ! આ સામાન્ય આમ્રફળ નથી. તે દિવ્ય અને પ્રભાવક છે. વિંધ્યાટવીમાં એક વૃક્ષ ઉપર એક પોપટ યુગલ રહે છે. તેમનો હું પુત્ર છું. મારાં માતાપિતા વૃદ્ધ અને અશક્ત થઈ જવાથી આંખે જોઈ શકતાં નથી. હું જ તેમને ખાવાનું લાવી આપું છું. એક દિવસ તે જંગલમાં બે મુનિરાજ પધાર્યા. અમે રહેતા હતા તે વૃક્ષ નીચે આવીને બેઠા. તેમને મેં આમ વાત કરતાં સાંભળ્યા: “સમુદ્રના મધ્યમાં કપિ નામના પર્વત પર નિરંતર ફળતું એક આમ્રવૃક્ષ છે. તેનું ફળ એક જ વાર ખાવાથી તમામ રોગો તત્કાળ નાશ પામે છે. તેમજ તેના ભોજનથી વૃદ્ધાવસ્થા આવતી નથી અને અકાળે મૃત્યુ થતું નથી. મુનિઓનાં વચન સત્ય જ હોય એવી શ્રદ્ધાથી એ આમ્રફળ હું મારાં મા-બાપ માટે લઈ જાઉં છું. તમે અમારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. માટે આ ફળનો તમે સ્વીકાર કરો. હું બીજું ફળ લઈ આવીશ.” પોપટના આગ્રહથી શેઠે એ ફળ લઈ લીધું. , શેઠ વિચાર કર્યો: “આ ફળ કોઈ રાજાને આપ્યું હોય અને તે તેનો ઉપયોગ કરે તો તેથી ઘણા જીવોનું કલ્યાણ કરી શકશે. હું તે ખાઈશ તો રાજાના જેટલું ભલું મારાથી નહિ થઈ શકે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ આથી આ ફળ હું ન ખાઉં તે જ ઉત્તમ છે.” આમ વિચારીને તેણે આમ્રફળને સાચવી રાખ્યું. વહાણ કિનારે પહોંચ્યું. ત્યાંના નગરના રાજા પાસે જઈને તેણે આપ્રફળ ભેટ ધર્યું. સાથે તેનો મહિમા પણ કહ્યો. રાજાએ તે સ્વીકારીને શેઠનું બધું દાણ માફ કર્યું. રાજાએ વિચાર્યું. આ પ્રભાવક ફળ હું એકલો ખાઈ જઉં તે મારા માટે શોભાસ્પદ નથી. આ ફળને કોઈ સારી ભૂમિમાં વાવું તો તેનાં અનેક ફળ ઊગશે અને તેથી અનેકને લાભ આપી શકાશે.” આમ વિચારીને રાજાએ તે ફળને રાજ્યના ઉદ્યાનમાં લાવવા માટે આપ્યું. સમય જતાં વૃક્ષ ઊગી નીકળ્યું. તેના પર ફળ (કેરી) આવ્યાં. નોકરીએ રાજાને ખબર આપી એટલું જ નહિ ભૂમિ પર પડેલ પાકા આમ્રફળને રાજાના હાથમાં મૂક્યું. રાજાએ આ પ્રથમ દિવ્ય ફળ કોઈ યોગ્ય પાત્રને આપવાનું વિચારીને એ ફળ ચાર વેદના જાણનાર એક વૃદ્ધ પંડિતને ભેટ આપ્યું. પણ એ ફળ ખાતાં પંડિતનું મૃત્યુ થયું. આ જાણીને રાજાને સખ્ત આઘાત લાગ્યો. તેને શંકા થઈ કે નક્કી કોઈ દુશ્મને મારી હત્યા કરવા જ આ ફળ મને ભેટ મોકલાવ્યું છે. આથી રાજાએ આમ્રવૃક્ષને જડમૂળથી ઉખેડી નાંખવાનો હુકમ કર્યો. આ સમાચાર નગરમાં ફેલાતાં જ રક્તપિતિઓ અને કોઢિયાઓ દોડતા દોડતા આવીને એ આમ્રવૃક્ષનાં ફળ તોડીને ખાવા મંડી પડ્યા. એ ખાતાં જ તેમના રોગ દૂર થઈ ગયા અને બધા જવાન અને સ્વરૂપવાન થઈ ગયા. રાજાને આ સમાચાર મળ્યા. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઉદ્યાનપાલકોને બોલાવીને રાજાએ પૂછ્યું: “તમે પ્રથમ ફળ ડાળી પરથી તોડીને આપ્યું હતું કે ભૂમિ ઉપર તૂટી પડેલું ફળ લઈને આવ્યા હતા?” ઉદ્યાનપાલકોએ કહ્યું: “હે સ્વામી ! અમે તો એ ફળ ભૂમિ પર પડ્યું હતું તે લઈને આવ્યા હતા. આ જાણીને રાજાના ખેદનો પાર ન રહ્યો. તેને થયું કે ભૂમિ પર ફળ પડ્યું તેથી તેનો પ્રભાવ નષ્ટ થઈ ગયો લાગે છે, સંભવ છે કે ભૂમિ પર પડેલા ફળને સર્પદંશ પણ લાગ્યો હોય. ખરેખર ! મેં પણ ઉતાવળથી વગર વિચારે વૃક્ષ કાપી નાંખવાનો હુકમ કર્યો. પરંતુ રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું?” આ રૂપક કથા છે. આમ્રવૃક્ષ એ દુર્લભ મનુષ્યભવ છે. અજ્ઞાન અને પ્રમાદમાં જે વગર વિચારે જીવે છે તે આ મહામૂલ્યવાન મનુષ્યભવ વૃથા ગુમાવી દે છે. માટે સુજ્ઞ અને વિવેકીજનોએ પ્રમાદ કરવો નહિ. વિચારીને દરેક કામ કરવું. કારણ ગયેલો સમય ફરી પાછો આવતો નથી. મૃત્યુ ક્યારે આવશે તે નિશ્ચિત નથી. માટે પળનો ય પ્રમાદ કર્યા વિના પળેપળ જાગ્રત ને સાવધ રહીને આત્મધ્યાનમાં મગ્ન રહેવું. Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૨૮ ઉતાવળે કામ કરવું નહિ सहसा विहितं कर्म, न स्यादायतिसौख्यदम् । पतत्रिहिंसकस्यात्र, महीभर्तुर्निदर्शनम् ॥ “ઉતાવળથી કામ કરવાથી તેનું પરિણામ સુખદ આવતું નથી, તે ઉપર પક્ષીની હિંસા કરનારનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે - શત્રુંજય રાજાને કોઈએ એક અશ્વ ભેટ આપ્યો. અશ્વ ઉત્તમ લક્ષણવાળો, તંદુરસ્ત અને આંખને જોવો ગમે તેવો હતો. રાજાએ તેની પરીક્ષા કરવાનું નક્કી કર્યું, અશ્વની પરીક્ષા તેની ગતિથી થાય છે. કહ્યું છે કે - અશ્વનું શ્રેષ્ઠ ભૂષણ ગતિ છે, રાજપત્નીનું તથા તપસ્વીનું ભૂષણ કુશપણું છે, બ્રાહ્મણનું ભૂષણ વિદ્યા છે, મુનિનું ભૂષણ ક્ષમા છે અને શસ્ત્રવિદ્યાના બળથી આજીવિકા રળનાર પુરુષનું ભૂષણ પરાક્રમ છે.” આમ વિચારીને રાજાએ તે અશ્વ પર સવારી કરી. એડી મારી એટલે અશ્વ પવનવેગે દોડ્યો. એવો દોડ્યો કે રાજાનું સૈન્ય પાછળ રહી ગયું. રાજા અશ્વને રોકવા જેમ જોરથી લગામ ખેંચે તેમ અશ્વ વધુ તેજ ગતિએ દોડે, છેવટે થાકીને રાજાએ લગામ જ છોડી દીધી અને ભગવાન ભરોસે ઢીલી લગામ પકડીને અશ્વ પર બેસી રહ્યો. લગામ ઢીલી પડતાં જ અશ્વની ગતિ ધીમી પડી. થોડીવારમાં તે ધીમે ધીમે ચાલવા લાગ્યો. રાજા તરત જ અશ્વ પરથી નીચે ઊતર્યો. જેવો તે નીચે ઊતર્યો કે અશ્વ હાંફતો હાંફતો ભોંય પટકાયો અને મરણ પામ્યો. ભયાનક જંગલમાં રાજા એકલો પડી ગયો. તેને ખૂબ જ તરસ લાગી હતી. તેણે આજુબાજુ તપાસ કરી. થોડે દૂર જતાં તેણે એક ઝાડમાંથી પાણી ટપકતું જોયું. તે ત્યાં ગયો. પાંદડાનો પડિયો બનાવ્યો અને એ પડિયાને પાણી ટપકતું હતું તેની નીચે મૂક્યો. ઝાડ પર બેઠેલા પક્ષીએ પડિયાને જોયો. તેને ખબર હતી કે એ પડિયામાં પાણી નહિ પણ ઝેર ભરાતું હતું. રાજા એ પડિયો મોંએ માંડવા ગયો ત્યાં જ રાજાનો જીવ બચાવવા એ પક્ષીએ ઊડી આવીને પોતાની ચાંચથી એ પડિયાને ફગાવી દીધો. બબ્બેવાર પક્ષીએ આમ કર્યું. આથી રાજાએ પક્ષી જો ત્રીજીવાર એવું કરે તો તેને મારી નાખવાનું મનથી નક્કી કર્યું. ત્રીજીવાર રાજાએ પડિયો હાથમાં લેતાં કોરડો પણ બીજા હાથમાં રાખ્યો. પક્ષીએ આ જોયું. પરંતુ તેણે પ્રાણની પરવા કર્યા વિના ત્રીજીવાર પણ પડિયો ફેંકી દીધો. આથી રાજાએ તેને કોરડાથી વીંઝીને મારી નાખ્યું. પક્ષીનો તરફડાટ શમી ગયો. તેનો જીવ નીકળી ગયો. થોડીવારે રાજાને વિચાર આવ્યો Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ કે આમાં જરૂર કંઈક ભેદ હોવો જોઈએ. નહિ તો મરણનો ભય હોવા છતાંય આ પક્ષી આમ શા માટે કરે? આથી રાજા, જ્યાંથી પાણી ટપકતું હતું તે જોવા ઝાડ પર ચડ્યો. જોયું તો ત્યાં એક મોટો અજગર મરેલો હતો. તેનું મોં ખુલ્યું હતું અને તેમાંથી ઝેર ટપકતું હતું. આથી રાજાને પોતાના કાર્યનો ખૂબ પસ્તાવો થયો. તેના પ્રાયશ્ચિત્ત રૂપે રાજા પક્ષીના મૃતદેહને પોતાના નગરમાં લઈ આવ્યો અને ત્યાં તેનો ભવ્ય અગ્નિસંસ્કાર કર્યો. આ એક રૂપક કથા છે. ચાર ગતિમાં ભ્રમણ કરનાર જીવ તે રાજા છે. મોક્ષ આપનાર જિનવાણી પક્ષી છે. પક્ષી સમાન સમસ્ત જીવોને ઉપકાર કરનાર જિનવાણી પામીને, જે જીવો તેને મિથ્યાત્વરૂપી કોરડાથી હણે છે, તેને મહામૂર્ખ જાણવો. કહ્યું છે કે – “હે આત્મન્ ! પથ્થરના તળિયા સરખા તારા કઠોર હૃદય પર સિદ્ધાંતરૂપી રસ વહે છે. છતાં પણ તે રસ તારા હૃદયમાં ઊતરતો નથી. કારણ તારા હૈયે જીવદયારૂપી આર્દ્રતા નથી. આના લીધે શુભભાવનારૂપી અંકુરની શ્રેણી તેમાં ઊગતી જ નથી.” જેના હૈયે કરુણા હોય, દયા હોય તેના હૈયે જ શુભ ભાવના જાગે છે. આવી ભાવના આસનસિદ્ધ જીવોને જ હોય છે. આ ઉપરાંત સિદ્ધાંતનું અધ્યયન કરીને પણ જેઓ પ્રમાદને છોડતા નથી તેમનો અભ્યાસ વ્યર્થ છે. કહ્યું છે કે – “લોકમાં પૂજાવાના માટે જિનાગમ જાણનાર અને દુર્ગતિમાં પડનાર એવા પ્રમાદી પુરુષને જિનાગમ વ્યર્થ છે. કેમ કે દીવાની જ્યોતમાં મોહ પામેલા અને દીવામાં પડનારા પતંગિયાને એનાં ચક્ષુ શા કામનાં ?” સિદ્ધાંતરૂપી ચક્ષુ વિરતિવંત પુરુષને પરમ ઉપકાર કરનાર થાય છે. માટે તેવી ઇચ્છાથી શાસ્ત્રો ભણવાં જોઈએ. કહ્યું છે કે-“લોકોને રંજન કરવા માટે શાસ્ત્રો ભણીને પંડિતના નામ માત્રથી તું શું હરખાય છે? પણ તું એવું કંઈક ભણ અને કર કે જેથી સંસારરૂપી સમુદ્ર તરી જવાય.” ચાર ગતિરૂપ સંસારના દુઃખનું વર્ણન આ પ્રમાણે બતાવાયું છે : “જે નરકના એક પરમાણુની દુર્ગધથી પણ સમસ્ત નગરના માણસોનાં મોત થાય છે, જે નરકમાં સાગરોપમ પ્રમાણ નિરૂપક્રમી આયુષ્ય છે. જે નરક ભૂમિનો સ્પર્શ કરવત કરતાં પણ અત્યંત તીક્ષ્ણ અને કઠોર છે. જેમાં ટાઢ, તાપ વગેરે દુઃખોનો પાર નથી. જે નરકમાં પરમાધામી દેવતાઓએ કરેલી વિવિધ પ્રકારની વેદનાઓ છે અને જેમાં નારકી જીવોના આક્રંદથી આકાશ રડી ઊઠે છે એવા ભવિષ્યમાં પ્રાપ્ત થનાર નરકથી હે મૂર્ખ ! તું ભય કેમ પામતો નથી કે જે તે ક્ષણમાત્ર સુખને આપનાર વિષયકષાયથી હરખાય છે?” “બંધન પામવું, રોજ સતત ભાર વહન કરવો, માર સહન કરવો, ક્ષુધા, તૃષા અને સહન ન થઈ શકે તેવાં તાપ, ટાઢ અને પવન વગેરે સહન કરવા તેમજ સ્વજાતિ થકી તથા પરજાતિ થકી ભય અને અકાળ મૃત્યુ વગેરે તિર્યંચ ગતિનાં દારૂણ દુઃખો છે.” Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ “કાંઈ પણ ઉદરપૂર્તિ કે દ્રવ્ય પ્રાપ્તિ વગેરેના કારણ વિના ફોગટ નિરંતર ઈન્દ્રાદિકની સેવા કરવી, વધુ શક્તિશાળી દેવતાઓથી પરાભવ પામવો, બીજાને વધારે ઋદ્ધિમાન જોઈને ઈર્ષા આવવી, આગામી ભવમાં ગર્ભની સ્થિતિ થવાની જોઈને તેમજ દુર્ગતિ થવાની જાણીને તેથી ભયભીત થવું, ઈત્યાદિ દેવગતિમાં પણ નિરંતર દુઃખો રહેલાં છે. તેથી સરવાળે દુઃખ આપતાં એવાં સુખનો શો અર્થ છે?” “વળી મનુષ્ય ગતિમાં પણ સાત પ્રકારનો ભય, અન્ય જનોથી પરાભવ, ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, અનેક પ્રકારની વ્યાધિઓ, કુપુત્રાદિ સંતતિ વગેરેથી થતાં દુઃખો જ રહેલાં છે. આથી મનુષ્યભવ પણ નિરસ અને અસાર લાગે છે. તો તેને તું પુણ્યોપાર્જનથી સરસ અને સાર્થક કર.” (આ પાંચેય શ્લોકાર્ધ શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમમાંથી લીધા છે). આમ ચારેય ગતિમાં દુઃખો રહેલાં છે. पक्षिसमं नृणां जन्म, गुणाकरं प्रमादतः । लब्ध्वा न हिंसनीयं तत्, येन त्वं सद्गतिं भजेः ॥ “પક્ષી સમાન ગુણના સ્થાનભૂત આ મનુષ્ય જન્મને પામીને પ્રમાદ વડે તેને હણી નાંખવો નહિ (અર્થાત્ વૃથા ખોઈ નાંખવો કે હારી જવો નહિ). તેથી તેને સદ્ગતિ મળે. ૨૨૯ પાંચ કારણો कालादिपंचभिः कार्यमन्योऽन्य सव्यपेक्षकैः । संपृक्ता यांति सम्यक्त्वमिमे व्यस्ताः कुदर्शनम् ॥ “કાળ વગેરે પાંચ કારણો પરસ્પર અપેક્ષાવાળા થઈને કાર્યને સાધે છે. તે પાંચને સંબંધવાળા માનવાથી સમ્યકત્વ કહેવાય છે અને જુદા અંગીકાર કરવાથી મિથ્યાત્વ કહેવાય છે.” જૈનમત પ્રમાણે સર્વદષ્ટ અને અદષ્ટકાર્ય કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થઆ પાંચ કારણોથી સિદ્ધ થાય છે. તે પાંચેય અનેકાનેક સ્વભાવવાળા હોવાથી દરેક કાર્ય સાધવામાં સમર્થ છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે સન્મતિ સૂત્રના ત્રીજા ખંડમાં કહ્યું છે કે - कालो सहाव नियइ, पुवकयं पुरिसकारणं पंच । समवाये सम्मत्तं, एगंते होइ मिच्छत्तम् ॥ “કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ-આ પાંચ સમવાય વડે કાર્યસિદ્ધિ Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ માનવાથી સમ્યકત્વ હોય છે અને તેમાંના કોઈપણ એકથી કાર્યસિદ્ધિ એકાંતે માનવાથી મિથ્યાત્વ છે.” કાળવાદી કહે છે : “કાળ સર્વ પ્રાણીને સર્જે છે, કાળ પ્રજાનો સંહાર કરે છે અને કાળા સર્વ સૂતા હોય ત્યારે પણ જાગ્રત હોય છે. માટે કાળનું ઉલ્લંઘન કરવું અતિ મુશ્કેલ છે.” પ્રથમ તો કાળે કરીને ગર્ભ ઉત્પન્ન થાય છે, કાળે કરીને તે વૃદ્ધિ પામે છે અને કાળે કરીને જન્મે છે, કાળે કરીને તીર્થંકર થાય છે. કાળ લબ્ધિ પામીને જીવો સિદ્ધ થાય છે. યોગ્ય કાળે જ આત્માને અનંત આનંદરૂપ ક્ષાયિક રત્નત્રય વગેરેની પ્રાપ્તિ થાય છે અને કાળ જ ભાવધર્મને ઉત્પન્ન કરે છે. એમ ન હોય તો આ વર્તમાનકાળમાં મનુષ્યભવ તેમજ જૈનશાસન વગેરે સામગ્રી પામ્યા છતાંય કેમ કોઈ સિદ્ધ થતા નથી? માટે કાળ જ આ બધું આપે છે અને નાશ કરે છે. કાળે કરીને જ દાંતનું ઊગવું, પગે ચાલવું, બોલવું વગેરે યાવતું મૃત્યુ સુધીના સમગ્ર ભાવો થાય છે. એ જ પ્રમાણે કાળે કરીને શિયાળો, ઉનાળો, ચોમાસુ થાય છે. આમ કાળ જ સર્વનું કારણ છે. સ્વભાવવાદી કહે છે: “કાળ એકલો બિચારો શું કરી શકે? સ્વભાવથી જ સ્ત્રી-પુરુષના સંયોગથી ગર્ભની ઉત્પત્તિ, વૃદ્ધિ, જન્મ વગેરે ભાવો થાય છે. મોરના પીંછાનું ચિત્રણ અને કાંટામાં તીક્ષ્ણતા કોણ કરે છે? કાળે કરીને જ જો સમગ્ર સૃષ્ટિ હોય તો માનવબાળ અમુક માસ થયા પછી જ ચાલતાં-બોલતાં શીખે છે, જ્યારે અન્ય પશુ-પક્ષીનાં બાળ જન્મતાં વેંત જ ચાલવા લાગે છે. તેનું શું કારણ? માટે સર્વનું કારણ સ્વભાવ છે.” નિયતિવાદી કહે છે: “કાળ અને સ્વભાવ શું કરે? નિયતિ અર્થાત્ ભવિતવ્યતા જ સર્વનું કારણ છે. કારણ કાળ અને સ્વભાવ હોવા છતાંય જેના ભાગ્યમાં પુત્રાદિક થવાના હોય તેને જ થાય છે. કોડીઓને ઊંચે ઉછાળીએ તો તેમાંથી કેટલીક કોડીઓ ઊંધી પડે છે અને કેટલીક ચત્તી પડે છે. આમાં કાળ અને સ્વભાવનું પ્રમાણ કેટલું? પણ કોડીઓ જેવી રીતે પડવાની હોય છે તેવી જ રીતે તે પડે છે, આથી નિયતિ-ભવિતવ્યતા જ પ્રમાણ છે. કર્મવાદી કહે છે: “કાળ સ્વભાવ અને નિયતિમાં શું તાકાત છે? તમામ તાકાત તો કર્મમાં જ છે. પૂર્વે કરેલાં કર્મ જ સુખ-દુઃખના કારણભૂત છે. કર્મના કારણે જ ક્ષત્રિય હોય તે ચંડાળ થાય છે. સ્વામી હોય તે સેવક થાય છે અને ઇન્દ્ર હોય તે રંક થાય છે. તે જ પ્રમાણે કર્મના કારણે ચંડાળ ક્ષત્રિય થાય છે અને રંક રાજા થાય છે. કહ્યું છે કે – “જેમ જેમ પૂર્વે કરેલાં કર્મનું ફળ નિધાનની જેમ પ્રાપ્ત થાય છે તેમ તેમ પૂર્વકર્મને અનુસરતી બુદ્ધિ હાથમાં દીવાની જેમ પ્રવર્તે છે.” પુરુષાર્થવાદી કહે છે: “કર્મથી શું વળે? પુરુષાર્થ જ સર્વનું કારણ છે. કર્મથી જ બધું થતું હોય તો બધા જ હાથ જોડીને નિરાંતે બેસી રહે. પરંતુ તેમ કોઈ કરતું નથી. દરેક પુરુષાર્થ કરવો જ પડે છે. તીર્થંકર પરમાત્મા પણ કર્મનો ક્ષય કરવા પુરુષાર્થ કરે છે. આથી પુરુષાર્થ જ બળવાન છે.” Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬ mm - - ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ આ બધી માન્યતાઓ એકાંતિક અને આત્યંતિક છે. આંશિક અને સાપેક્ષ છે. કારણ સમયાદિકથી પરિણામ પામતો કાળ સમાન હોવા છતાં પણ ફળમાં વૈવિધ્ય છે. દા.ત. એક શેઠને ત્યાં અનેક નોકર-ચાકરી છે. તે દરેક સરખા કલાક જ કામ કરે છે. પરંતુ દરેકના પગાર અને પ્રતિષ્ઠા ભિન્ન ભિન્ન હોય છે. જમીનમાં બીજ તો એક સરખાં જ વાવવામાં આવે છે. પણ તેથી ઊગેલાં વૃક્ષ ભિન્ન ભિન્ન પ્રમાણમાં હોય છે. આથી કોઈ એકાદને જ સર્વનું કારણ માનવામાં મિથ્યાત્વ છે. પાંચ કારણો પરસ્પર મળવાથી પોતપોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના કાર્ય સિદ્ધ કરી આપે છે. આમ માનવાથી જીવ સમ્યકત્વને પામે છે. આ અંગે ભગવતી સૂત્રની વૃત્તિના પહેલા શતકના પ્રથમ ઉદેશામાં કહ્યું છે કેઃ “ભવિષ્યમાં વેદવા લાયક કર્મનો ક્ષય કરવા માટે કારણ વિશેષ કરીને તેને ખેંચીને ઉદયાવળીમાં પ્રવેશ કરે તે ઉદીરણા કહેવાય છે. તે ઉદીરણાદિકમાં કાળ, સ્વભાવાદિ પાંચેય કારણભૂત છે. તો પણ પુરુષાર્થને મુખ્ય કારણ બતાવતાં કહે છે કે – “વું તે અંતે પાળવેવ સતીત્તે’ - “હે ભગવાન! તે કર્મની ઉદીરણા આત્મા પોતે જ કરે છે.” આ કાળાદિક એક વખત કાર્યની અપેક્ષાએ કારણભૂત થાય છે. તે સંદર્ભમાં બીજા શ્રુતસ્કંધમાં ‘વચ્છ ઇન્ને મધને 5' ઇત્યાદિ કહ્યું છે. અર્થાત્ શ્રુત ચારિત્રાત્મક એવો જે આત્માનો પરિણામ તે કર્મક્ષયનું કારણ હોવાથી ધર્મ કહેવાય છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ આત્માના જે પરિણામ તે કર્મબંધના કારણ હોવાથી અધર્મ કહેવાય છે, કાળવાદી, ઈશ્વરવાદી વગેરે આવા પ્રકારના ધર્મ અને અધર્મને માનતા નથી. પરંતુ ધર્મ અને અધર્મ વિના એકાંતપણે કાળ વગેરે જ સર્વ જગતની વિચિત્રતાનું કારણ છે તેવું એકાંતે કદી માનવું નહિ. કારણ ધર્મ અને અધર્મ વિના સંસારની વિચિત્રતા ઘટતી નથી. ધર્મ એ સમ્યગ્દર્શન છે, અધર્મ મિથ્યાદર્શન છે. સમ્યગ્દષ્ટિએ તે પાંચે કારણરૂપ જાણેલા છે. કારણ તેણે એ જ રીતે સૃષ્ટિની સિદ્ધિને જોઈ છે. શિષ્ય પૂછે છે : “અભવ્ય પ્રાણી અનેક જીવ સિદ્ધિએ ગયાના કાળને પામ્યો છે. તો પણ એ અભવ્ય સિદ્ધિને કેમ નથી પામતો?' ગુરુ: “અભવ્ય પ્રાણીનો સ્વભાવ સિદ્ધિએ જવાનો નથી. કોઈ કાળે પણ તેના હૈયે એવો ભાવ થતો નથી. કારણ તેને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક અનાદિ અનંત ભાંગે છે.” શિષ્ય: “તો મુક્તિ પામવાના સ્વભાવવાળા બધા જ ભવ્ય જીવો એક જ કાળે કેમ સિદ્ધિ પામતા નથી ?” ગુરુઃ “નિશ્ચય કરીને સમ્યકત્વાદિ ગુણ જાગ્રત થાય ત્યારે મોક્ષ મળે છે. માટે નિયતિ હોવી જોઈએ.” Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ શિષ્ય : “હે પૂજ્ય ! સમ્યકત્વાદિ ગુણશ્રેણી ઉત્પન્ન થઈ હોવા છતાંય શ્રેણિક રાજાની મુક્તિ કેમ ન થઈ?” ગુરુઃ “કારણ તેમનાં પૂર્વ કર્મનો ક્ષય થયો નહોતો. તેમ પંડિતવીર્યનો (પુરુષાર્થ) ઉલ્લાસ થયો ન હોતો, તેથી શ્રેણિક રાજા સમ્યકત્વ પામ્યા છતાંય મુક્તિ પામ્યા નહિ.” શિષ્યઃ “હે ગુરુદેવ! શાલિભદ્ર મોક્ષના માટે ઘણો ઉલ્લસિત પુરુષાર્થ કર્યો છતાંય તે કેમ મોક્ષે ગયા નહિ?” ગુરુ : “હે વત્સ ! પૂર્વના શુભ કર્મ અવશેષ રહ્યા હતા. તેથી તે કેવી રીતે મોક્ષે જાય?” શિષ્યઃ “હે ભગવંત! મરુદેવા માતાને ચાર કારણો મળ્યાં હતાં. પણ તેમણે મોક્ષના માટે કોઈ પુરુષાર્થ કર્યો ન હતો છતાંય તે કેમ મોક્ષે ગયાં?” ગુરુ : “મરુદેવા માતાએ શુકલધ્યાનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને અનંતવીર્ય (પુરુષાર્થ)નો ઉલ્લાસ કર્યો હતો તેથી તે સિદ્ધિપદને પામ્યાં હતાં.” આમ કાળ સ્વભાવ વગેરે પાંચ હેતુ મળીને જ કાર્યની સિદ્ધિ થાય છે. જેઓ આ પાંચના સમુદાયને માનતા નથી, તેઓને જૈન ધર્મને લોપનારા જાણવા. ૨૩૦ ભવિતવ્યતા અંગે રાવણની કથા भवितव्यविपर्यासं, मत्तोऽसौ दशकंधरः । कर्तुं समर्थो नैवाभूत्, स श्री पूज्यैः प्रबोधितः ॥ “મદોન્મત્ત એવો રાવણ પણ ભવિતવ્યતાને મિથ્યા ન કરી શક્યો, તેને પૂજ્ય મુનિરાજશ્રીએ પ્રતિબોધ પમાડ્યો.” રાવણનો રાજ દરબાર ભરાયો હતો. વાતવાતમાં એક નૈમિત્તિકે રાવણને કહ્યું: “દરેક પ્રાણીનું મૃત્યુ નિશ્ચિત છે. જે જન્મે છે તે અવશ્ય કરે છે.” રાવણ બોલ્યો : “બધા પ્રાણીઓમાં હું અપવાદ છું. યમ મારો સેવક છે. આથી મારું મૃત્યુ થવાનું નથી.” ત્યારે નૈમિત્તિકે કહ્યું: “હે લંકેશપતિ ! આવું અભિમાન કરવું યોગ્ય નથી. આપનું મરણ પણ નિશ્ચિત છે. મૃત્યુમાં કોઈ જીવ અપવાદ નથી હોતો. મારું જ્ઞાન કહે છે કે આપનું મરણ અયોધ્યા પતિ દશરથ રાજાના પુત્ર શ્રી રામના હાથે થશે.” Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ રાવણે અટ્ટહાસ્ય કરતાં કહ્યું: “હે ભવ્ય ! ભવિતવ્યતા તો મારી આગળ બિચારી રાંક છે. તે મારું કશું જ બગાડી શકે તેમ નથી. કારણ કે ઉત્તમ પુરુષોને તો પુરુષાર્થ જ પ્રમાણ છે.” નૈમિત્તિકે વિનમ્રતાથી કહ્યું હે લંકેશ! આપનો આ એકાંતિક મત છે. ભવિતવ્યતાનું પણ ચોક્કસ મહત્ત્વ છે. આવા જ એક નિશ્ચિત ભાવિની તમને વાત કહું. “ચંદ્રસ્થળના રાજાની પુત્રી આજથી સાતમા દિવસે રત્નસ્થળના રાજાના પુત્ર સાથે લગ્ન કરશે. આ ભાવિ નક્કી છે. આ ભાવિને મિથ્યા કરવાનું આપનામાં સામર્થ્ય હોય તો તેને મિથ્યા કરી બતાવો.” રાવણ : “એ બન્નેની મને પૂરી માહિતી આપો એટલે તેમના ભાવિને હું મિથ્યા કરી બતાવું.” નૈમિત્તિકે કહ્યું: “રત્નસ્થળના રત્નસેન રાજાએ પોતાના પુત્ર રત્નદત્ત માટે કન્યા શોધવા માટે ચાર મંત્રીઓને ચાર દિશામાં મોકલ્યા. તે ચારેયને રત્નદત્તનું ચિત્ર અને લગ્નપત્રિકા પણ આપ્યાં. થોડા દિવસોમાં ત્રણ મંત્રીઓ હતાશ બની પાછા ફર્યા. ચોથો મંત્રી ઉત્તર દિશામાં ગયો હતો. તે ચન્દ્રસ્થળ પહોંચ્યો. તેણે ત્યાંના રાજાની પુત્રી ચન્દ્રાવતીને રત્નદત્તનું ચિત્ર બતાવ્યું. તેણે રત્નદત્તને પસંદ કર્યો. બન્નેની લગ્નપત્રિકા મેળવી જોઈ. બધું બરાબર હતું. રાજાએ જોશીઓ પાસે લગ્નનું મુહૂર્ત જોવડાવ્યું. જોશીઓએ કહ્યું: “હે રાજનું! આજથી બારમા દિવસે લગ્ન માટે સર્વોત્તમ મુહૂર્ત આવે છે.” - બાર દિવસના ટૂંકા ગાળામાં લગ્ન કેવી રીતે ગોઠવવાં? રત્નસ્થળ અને ચન્દ્રસ્થળ વચ્ચે સેંકડો ગાઉનું અંતર હતું. મંત્રીએ આનો રસ્તો કાઢતાં કહ્યું: ‘વાયુવેગી લાલ સાંઢણી આપો તો કુમારને અમે ઝડપથી અહીં લઈ આવીએ.” “ લંકેશપતિ ! આ મંત્રી સાંઢણી લઈને રત્નસ્થળ પહોંચી ગયા છે. અત્યારે એ રત્નદત્ત ચન્દ્રાવતીને પરણવા માટે ચન્દ્રસ્થળ જઈ રહ્યો છે. આ બન્નેનું લગ્ન નિશ્ચિત છે. છતાંય આપ આપના પુરુષાર્થથી તેને મિથ્યા કરી બતાડો.' રાવણે બધી વિગતો સાંભળીને ધડાધડ હુકમો છોડ્યા : તક્ષક નાગને કહ્યું: “હે તક્ષક! તમે ઝડપથી રત્નદત્ત પાસે પહોંચી જાવ અને તેને એવો ડંખ મારો કે તેનું તત્કાળ મૃત્યુ થાય.” રાક્ષસ સેવકોને કહ્યું: ‘તમે વિના વિલંબે ઊપડો અને ચન્દ્રાવતીને અહીં લઈ આવો.' - તક્ષક નાગે અને રાક્ષસોએ હુકમનું તત્કાળ પાલન કર્યું. રત્નદત્ત સાંઢણી પર સવાર થવા માટે એક પગ પેંગડામાં મૂકી રહ્યો હતો ત્યાં જ નાગે તેને ડંખ માર્યો. રત્નદત્ત ચીસ પાડીને ભૂમિ પર પડ્યો, રાક્ષસો ચન્દ્રાવતીને રાવણના દરબારમાં લઈ આવ્યા. તેને જોઈને નૈમિત્તિકે કહ્યું: “હા આ જ કન્યા સાથે રત્નદત્તનાં લગ્ન આજથી સાતમા દિવસે થવાનાં છે.” હે નૈમિત્તિક ! એ લગ્ન હવે નહિ થાય. તે તમે જોશો.” એમ કહીને રાવણે તિમંગળી રાક્ષસીને હુકમ કર્યો: “ચન્દ્રાવતીને એક મોટી પેટીમાં પૂરી દે. એ પેટીમાં સાત દિવસ સુધી ચાલે તેટલું ખાવા-પીવાનું રાખજે. પેટી બંધ રાખજે અને પેટીને લઈને તું મધદરિયે ઊભી રહેજે. એ પેટીને તું તારા દાંતથી અધ્ધર પકડી રાખજે.” રાક્ષસીએ હુકમનો તુરત અમલ કર્યો. Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ આ બાજુ રત્નદત્તને મૂચ્છ પામેલો જોઈને રત્નસેને મંત્રવાદીઓને બોલાવ્યા. પણ કોઈ રાજપુત્રનું ઝેર ઉતારી શક્યા નહિ. આથી રાજાએ નગરમાં ઘોષણા કરાવી. એ સાંભળીને એક વૃદ્ધ નૈમિત્તિકે કહ્યું : “હે રાજન્ ! આપ રાજપુત્રની જરા પણ ચિંતા ન કરશો. આ વિષની મૂચ્છ છ મહિના સુધી રહે છે. નિમિત્ત શાસ્ત્ર કહે છે કે – “રાજપુત્રનું ઝેર સમુદ્રમાં ઊતરી જશે. માટે તમે તેમને પેટીમાં પૂરીને સમુદ્રમાં મૂકી દો. શ્રદ્ધા રાખો. રાજપુત્ર સમુદ્રમાંથી સાજા-સરવા થઈને પાછા ફરશે.” રત્નસેને એ સૂચનાનું પાલન કર્યું. આ પેટી તરતી-તરતી તિમંગળી રાક્ષસી તરફ આવી. એ સમયે એ રાક્ષસી પોતાની પેટી મૂકીને ક્યાંક આઘીપાછી થઈ હતી. આ તક જોઈને પેટીમાં પુરાયેલી ચન્દ્રાવતીએ પેટીનું ઢાંકણ ખોલ્યું. ત્યાં તેણે સામે બીજી પેટી તરતી જોઈ. કુતૂહલવશ તેણે એ બીજી પેટી ઉઘાડી. જોયું તો તેમાં પોતાનો જ પ્રિયતમ મૂચ્છમાં પડ્યો હતો. તેણે તુરત જ વિષહરણ મુદ્રાથી રત્નદત્ત પર જળ છંટકાવ કર્યો. મંત્રના પ્રભાવથી રત્નદત્ત ઊંઘમાંથી જાગતો હોય તેમ જાગવા માંડ્યો. સંપૂર્ણ ભાન આવતાં તેને ઓળખ પડી કે અરે ! આ તો એ જ કન્યા છે કે જેણે પરણવા માટે હું જઈ રહ્યો હતો !!!” -- આમ અચાનક પ્રિયનું મિલન થઈ જતાં બન્નેનાં હૈયાં પ્રેમથી ઊભરાઈ આવ્યાં. પરંતુ અત્યારે પ્રેમ કરવાનો સમય ન હતો. રાક્ષસી કોઈપણ પળે પાછી ફરે તેમ હતી. આથી બન્નેએ ગાંધર્વ લગ્ન કર્યા અને બન્ને એક સાથે જ રાવણની પેટીમાં સંતાઈ ગયાં. રાક્ષસી આવી અને તેણે ફરીથી દાંતથી પેટી ઊંચકી લીધી. આઠમા દિવસે રાવણે રાક્ષસીને પેટી સહિત રાજદરબારમાં બોલાવી. નૈમિત્તિકને પણ બોલાવ્યો અને કહ્યું: “સાત દિવસ થઈ ગયા. કહો! ચન્દ્રાવતીનાં લગ્ન રત્નદત્ત સાથે થઈ ગયાં?' નૈમિત્તિકે નીડરતાથી કહ્યું: લંકાધિપતિ ! મેં ત્યારે જે કહ્યું હતું, તે આજે પણ કહું છું. ભવિતવ્યતા ક્યારેય મિથ્યા થતી નથી.” “રાવણે અટ્ટહાસ્ય કરતાં કહ્યું : “નૈમિત્તિક ! શું હજી પણ તમને રાવણની શક્તિપુરુષાર્થમાં શંકા છે. કહો ! તમારા દેખતાં જ શું ચન્દ્રાવતીને પેટીમાં નહોતી પૂરી? તોય તમે તમારી ભવિષ્યતાની વાત પકડી રહ્યા છો? ખેર ! કશો વાંધો નહિ તમે જ તમારા હાથે પેટી ઉઘાડો અને ખાત્રી કરો કે ચન્દ્રાવતી હજી કુંવારી છે કે પરણેલી.” નૈમિત્તિકે પેટી ઉઘાડી, આશ્ચર્ય ! રાવણ, રાક્ષસી અને સૌ દરબારી જનોની આંખો પહોળી થઈ ગઈ !!! પેટીમાંથી ચન્દ્રાવતી અને રત્નદત્ત બને છેડાછેડી બાંધેલી હાલતમાં બહાર નીકળી આવ્યાં. આ જોઈને રાવણને પ્રતીતિ થઈ કે મારું મૃત્યુ પણ નિશ્ચિત છે. લાખ ઉપાય કરું તો પણ હું મૃત્યુથી બચી શકવાનો નથી. ઉ.ભા.-૪-૬ Page #82 -------------------------------------------------------------------------- ________________ રૂ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ એક દિવસ તેણે આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્રશ્રીને વિનયથી પૂછ્યું: “હે ભગવંત ! મૃત્યુને કોઈ જીતવાનો ઉપાય છે! હોય તો કૃપા કરીને મને બતાવો.” ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું - હે રાવણ ! પંડિતને, વેદવિજ્ઞ બ્રાહ્મણને, ધન સુવર્ણની સમૃદ્ધિવાળાને, બાહુના પરાક્રમ વાળા રાજાને, નિરંતર તપસ્યા કરનારને, સારી સ્થિતિવાળાને તેમજ નબળી સ્થિતિવાળાને કોઈને પણ મૃત્યુ છોડતું નથી. કારણ કે વનમાં રહેલા દાવાનળની જેમ યમ (મૃત્યુ) સર્વભક્ષી છે.” “હે લંકેશપતિ ! જે અસુરકુમારો પાતાળમાં વસેલા છે, જે વ્યંતરો સ્વેચ્છાચારી છે, જે જયોતિષ વિમાનવાસી દેવો તારા અને ચન્દ્ર વગેરે છે અને જે સુધર્માદિ વિમાનમાં સુખેથી વસેલા વૈમાનિક દેવતાઓ છે, તે બધા જ પરાધીનપણે યમરાજાના વાસમાં જાય છે અર્થાત મરણ પામે છે). તો પછી હે રાવણ ! તું શા માટે શોક અને ચિંતા કરે છે.” અને મૃત્યુને જીતવાનો એક જ ઉપાય ધર્મ-સાધના છે. જેઓ શુભ ભાવથી અને શુદ્ધ રીતે ધર્મની સાધના કરે છે તેઓ મૃત્યુ પર વિજય મેળવે છે. કાળક્રમે તેઓ મૃત્યુમાંથી મુક્તિ પામે છે.” આચાર્ય ભગવંતનો આ ઉપદેશ સાંભળીને રાવણ ધર્મસાધનામાં વધુ રત અને મગ્ન રહેવા લાગ્યો. ભવ્ય જીવોએ પણ મૃત્યુને નિશ્ચિત જાણીને જીવનની પળેપળનો ઉપયોગ આત્મસાધનામાં કરવો જોઈએ. ૨૩૧ કર્મ પરિણામની પ્રબળતા देवेन्द्रा दानवेन्द्राश्च, नरेन्द्राश्च महाबलाः । नैव कर्मपरिणामन्यथा, कर्तुमीश्वराः ॥ “દેવેન્દ્રો, દાનવેન્દ્રો તેમજ બળવાન રાજાઓ પણ કર્મના પરિણામને મિથ્યા કરવા સમર્થ નથી.” રત્નચન્દ્રનું દૃષ્ટાંત રાજા રિપુમર્દનને સંતાનમાં માત્ર એક કન્યા જ હતી. તેનું નામ ભાવિની. પિતાની તે ખૂબ જ લાડકી દીકરી હતી. તેના બધા જ લાડ પિતા પૂરા કરતા. ભાવિની કળાચાર્ય પાસે અભ્યાસ કરતી હતી. આ કળાચાર્ય પાસે ધનદ શેઠનો પુત્ર કમરખ પણ અભ્યાસ કરતો હતો. ભાવિની કરતાં ઉંમરમાં તે ઘણો નાનો હતો. Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૭૩ એક દિવસ ભાવિનીએ કળાચાર્યને પૂછ્યું : ‘ગુરુદેવ ! મારો ભર્તાર કોણ થશે ?’ કળાચાર્યે પ્રશ્ન કુંડળી મૂકીને જોયું અને ગંભીરતાથી કહ્યું : ‘વત્સ ! તને જાણીને જરૂર આઘાત થશે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે આપણે ત્યાં અભ્યાસ કરે છે તે કર્મરેખ તારો ભત્તુર બનશે.” આ સાંભળીને ભાવિનીના હૈયે ભારે આઘાત લાગ્યો. આઘાતની કળ વળતાં તેણે મનોમન નક્કી કર્યું હું બટુક કર્મરેખ સાથે તો હરગિજ નહિ પરણું. થોડા દિવસ પછી તેણે લટુકા ટુકા કરીને પોતાના પિતાને કર્મરેખની હત્યા કરવા સમજાવી લીધા. મમતાવશ બનીને પિતા રિપુમર્દને કર્મરેખનું અપહરણ કરાવીને તેનો વધ કરવા ચાંડાલોને સોંપી દીધો. ચાંડાલો કર્મરેખની હત્યા કરવા ગુપ્ત સ્થાને ગયા. ત્યાં તેમને આ નાનકડા બાળક માટે ધ્યાનાભાવ જાગ્યા. તેમને થયું કે શા માટે અમારે આવી નિરર્થક બાળ હત્યા કરવાનું મહાપાપ કરવું ? આથી ચાંડાલોએ કર્મરેખને જંગલમાં દૂર-સુદૂર લઈ જઈને જીવતો છોડી મૂક્યો અને રાજાનો ઇરાદો જણાવીને કહ્યું કે હવે પછી તું ગામમાં કદી પાછો ફરતો નહિ. પોતાનો જીવ બચાવવા માટે કર્મરેખે ચાંડાલોનો આભાર માન્યો અને ત્યાંથી તે મુઠ્ઠી વાળીને ભાગ્યો. ભાગતો-ભાગતો તે શ્રીપુર ગામની ભાગોળે પહોંચ્યો. ત્યાં એક ઝાડ હતું તેની નીચે એ સૂઈ ગયો. ભૂખ અને થાકના કારણે થોડી જ વારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો. અહીં આ શ્રીપુરમાં શ્રીદત્ત નામે શ્રેષ્ઠી રહેતો હતો. રાતે સ્વપ્નમાં તેની કુળદેવીએ કહ્યું : “હે શ્રીદત્ત ! ગામની બહાર ઉત્તર દિશામાં રસ્તામાં કાલે સવારે તારી કાળી ગાય જે સૂતેલા બાળક પાસે ઊભી રહે, તે બાળક સાથે તારી પુત્રી શ્રીમતીનાં લગ્ન કરાવજે.” સ્વપ્ન બાદ તુરત જ શ્રીદત્ત જાગી ગયો અને બાકીની રાત કુળદેવીના સ્મરણમાં પસાર કરી. સવારે તે પોતાની કાળી ગાયની પાછળ ગયો. કાળીગાય ચાલતી-ચાલતી કર્મરેખ સૂતો હતો ત્યાં આવીને ઊભી રહી ગઈ. શ્રીદત્તે તેને ત્યાંથી ખસેડવા ઘણો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાંથી તે જરાય ન હાલી. આથી શ્રીદત્તે કુળદેવીના કથનને સત્ય માનીને કર્મરેખને પ્રેમથી જગાડીને સ્વાગતપૂર્વક પોતાના ઘરે લઈ આવ્યો. કર્મરેખે અહીં પોતાની ઓળખ રત્નચંદ્રના નામે આપી. પછી શુભમુહૂર્તે શ્રીદત્તે ધામધૂમથી પોતાની પુત્રી શ્રીમતીને કર્મરેખ સાથે પરણાવી. રત્નચંદ્ર થોડો સમય શ્રીપુરમાં રહ્યો. પોતાના સરળ સ્વભાવથી તેણે બધાંનો પ્રેમ જીતી લીધો. સ્વભાવે તે સ્વમાની હતો. આથી વેપાર કરવા માટે તે દેશાવર જવા ઊપડ્યો. દેશદેશાવરમાં ફરીને અને વેપાર કરીને તે ખૂબ કમાયો. શ્રીપુર છોડ્યાને ઘણો સમય થઈ ગયો હતો. આથી તે હવે શ્રીપુર પાછો આવવા નીકળ્યો. રત્નચંદ્રનું વહાણ મરિયે સડસડાટ જઈ રહ્યું હતું. ત્યાં જ અચાનક વંટોળ ફૂંકાયો. વાવંટોળમાં તેનું વહાણ તૂટી પડ્યું. રત્નચંદ્ર સમુદ્રમાં ઊછળી પડ્યો. તે જ સમયે એક મગરમચ્છ તેને ગળી ગયો. આ મગરમચ્છ સમુદ્ર કાંઠે સૂતો હતો. ત્યાં માછીમારોએ તેને જાળ નાંખીને પકડી Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ લીધો. મગર ખૂબ જ સુંદર અને સશક્ત હતો. માછીમારોએ તેને ભરૂચના રાજાને ભેટ ધર્યો. રાજાના રસોઇયાઓએ મગરને ચીર્યો. તો તેના પેટમાંથી રત્નચંદ્ર નીકળ્યો. જોયું તો તેનો શ્વાસ ધીમો પણ ચાલુ હતો. રાજાએ રાજવૈદો પાસે તેની ઉત્તમ સારવાર કરાવી. આથી રત્નચંદ્ર નવું જીવન પામ્યો. રત્નચંદ્રની યોગ્યતા જોઈને ભરૂચના રાજાએ તેને પોતાનો પુત્ર બનાવ્યો. હવે રત્નચંદ્ર રાજપુત્ર બન્યો. રાજપુત્રની પ્રશંસા સાંભળીને કુંડનપુરના રાજાએ પોતાની પુત્રી તેના હાથમાં સોંપી. આ બાજુ ભાવિની ઉંમરલાયક થતાં રિપુમદન રાજાએ સ્વયંવર યોજયો. સ્વયંવરનું નિમંત્રણ ભરૂચના રાજાને પણ મળ્યું. આથી રાજપુત્ર રત્નચંદ્ર પણ તે સ્વયંવરમાં ગયો. સ્વયંવરમાં સેંકડો રાજપુત્રો અને શ્રેષ્ઠીપુત્રો તેમજ મંત્રીપુત્રો બનીઠનીને બેઠા હતા. ભાવિની વરમાળ લઈ એકએક યુવાન પાસેથી પસાર થઈ રહી હતી. રાજપુત્ર રત્નચંદ્ર પાસે આવતાં તે સહેજ થંભી. તેનું હૈયું તેના પર વારી ગયું, ભાવિનીએ રત્નચંદ્રને વરમાળા પહેરાવી. એક સમયની વાત છે. રાજપુત્ર રત્નચંદ્ર ભોજન લઈ રહ્યો હતો. ભાવિની પંખો નાખી રહી હતી. તે વખતે પવનના તોફાનની ધૂળ ઊડીને ભોજનમાં પડવા લાગી. ભાવિનીએ તરત જ પોતાની સાડીના પાલવથી ભોજનનો થાળ ઢાંકી દીધો. આ જોઈને રત્નચંદ્રને હસવું આવ્યું. તેને એક વિચાર આવી ગયો. આ પણ સમય છે અને તે પણ સમય હતો. આ એ જ ભાવિની છે જે એક વખત મારી હત્યા કરાવવા માટે ગાંડી બની હતી અને આજે એ જ ભાવિની મારા પ્રેમમાં ગાંડી છે !” રત્નચંદ્રને આમ અકારણ હસતો જોઈને ભાવિનીએ તેનું કારણ પૂછ્યું. ખૂબ જ જીદ બાદ રત્નચંદ્ર પોતાની સાચી ઓળખ આપી. એ જાણીને ભાવિની શરમથી નીચું જોઈ રહી. તેની આંખમાં આંસુ આવી ગયાં. આથી રત્નચંદ્ર કહ્યું : “પ્રિયે ! ગઈ ગુજરી ભૂલી જા. થવાનું હતું તે થઈ ગયું. કર્મની ગતિ ગહન છે. આપણે તો માત્ર પુરુષાર્થ કરવાનો, પરિણામ તો બધું કર્માધીન છે અને કર્મનાં ફળ તો અવશ્ય ભોગવવાં પડે છે. આપણા બન્નેનું લગ્ન નિર્માણ થયું જ હશે તેથી જ તારા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા અને આપણા બન્નેનાં લગ્ન થયાં.” કથાનો બોધ આ છે કે ભાવિ ભાવને કોઈ જ મિથ્યા કરી શકતું નથી અને ભાવિમાં શું બનવાનું છે તે જાણવા આપણા જેવા છદ્મસ્થો પાસે કોઈ સાધન કે જ્ઞાન નથી. કદાચ ભાવિ જાણી શકીએ તો પણ બનનારને આપણે બનતું અટકાવી શકીએ તેમ નથી. આથી જીવનમાં દુઃખ આવે તો પણ તેને ભાવિભાવ કે કર્મનું ફળ જાણીને તેને આનંદથી વધાવી લેવું. એવા દુઃખના પ્રસંગમાં વિકળ કે વિહ્વળ બનીને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કરવાં નહિ. કારણ એથી તો વિશેષ કર્મબંધ થાય છે. 6 . Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૩૨ કાલાદિક પાંચ કારણો कालादिपंचहेतूनां, समवायो यदा भवेत् । तदा कार्यस्य निष्पत्तिः, स्यात् क्षुल्लककुमारवत् ॥ “કાલાદિક પાંચ કારણો ભેગાં થાય છે ત્યારે જ ક્ષુલ્લકકુમારની જેમ કાર્યની ઉત્પત્તિ થાય છે.” ક્ષુલ્લકકુમારનું દષ્ટાંત પુંડરિક સાકેત નગરનો રાજા હતો. સ્વભાવે પૂરો વિલાસી. તેની કામાતુર નજર તેના જ સગા નાના ભાઈની પત્ની યશોભદ્રા પર ફરી. પુંડરિક તક મળે યશોભદ્રાને પોતાની પત્ની બનવા વિનંતી કરતો. પત્ની ન બને તો પોતાની સાથે શય્યાગમન કરવા વીનવતો. યશોભદ્રા તેની એક પણ વાત કે વિનંતી માનતી નહિ. આથી પુંડરિકે નાના ભાઈની હત્યા કરાવી. યશોભદ્રાએ આ કારમો આઘાત જીરવી લીધો. પણ તેને પ્રતીતિ થઈ કે હવે અહીં રહેવું સલામત નથી. વિષયાંધ જેઠ ક્યારે શું કરે તેનો કોઈ જ ભરોસો નહિ. આથી લાગ જોઈને એક રાતે તે ત્યાંથી ભાગી નીકળી. તે સમયે યશોભદ્રા ગર્ભવતી હતી, એકલી હતી અને વિધવા હતી. એક બાજુ પોતાના શિયળનું રક્ષણ કરવાનું હતું અને બીજી બાજુ પેટમાં ઊછરતા ગર્ભનું પણ રક્ષણ અને સંવર્ધન કરવાનું હતું. ખૂબ જ વિચાર કર્યા બાદ તેણે દીક્ષા લઈ લીધી. પરંતુ દીક્ષા લેવાથી પેટમાં રહેલો ગર્ભ કંઈ થોડો છાનો રહે? સમય આવતાં અન્ય સાધ્વીઓને તેની જાણ થઈ. આથી યશોભદ્રાએ બધી માંડીને પોતાની આપવીતી કહી. શિયળની રક્ષા કરવાના એક માત્ર શુભ હેતુથી યશોભદ્રાએ આમ કર્યું હતું. આથી સૌએ તેને કરુણાની નજરથી જોઈ. વિશ્વાસુ શ્રાવિકાઓ પાસે તેની પ્રસૂતિ કરાવી અને બાળકને સંભાળી લીધો. બાળકનું નામ પાડ્યું ક્ષુલ્લકકુમાર. ક્ષુલ્લક આઠ વરસનો થયો એટલે તેને સાધ્વી યશોભદ્રાએ દીક્ષા અપાવી. ગુરુઓ પાસે બાળ મુનિ ક્ષુલ્લક મોટો થતો ગયો. વિદ્યાભ્યાસ પણ કર્યો. પરંતુ યુવાવસ્થાએ પહોંચતાં તેના ચિત્ત પરથી વૈરાગ્યનો રંગ ઊખડતો ગયો. વાસનાની આગ તેના બદનને દઝાડી રહી. તે સતત કામવાસનાથી બળવા લાગ્યો. આથી એક દિવસ તેણે માતા સાધ્વીને પોતાના મનની વાત કરી. માતાએ પ્રેમથી કહ્યું - “વત્સ! આ તારા મનની નબળાઈ છે. તું મનને દઢ કર. તપ અને ધ્યાનમાં મનને સતત હરપળ રોકી રાખ. આમ છતાં સંયમ પાળવાની તારી ઇચ્છા ન થતી હોય તો મારું કહ્યું માનીને તું બાર વરસ સંયમમાં રહે અને શ્રી વીતરાગ ભગવંતની વાણીનું શ્રવણ કર.” Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ક્ષુલ્લક મુનિએ માતાનું મન અને માન રાખ્યાં. બાર વરસે પણ તેના મનમાંથી વાસનાની વૃત્તિઓ નિર્મૂળ ન થઈ. આથી તેણે માતાની આજ્ઞા માંગી. માતાએ કહ્યું - “તારા ગુરુદેવની આજ્ઞા લઈને જે કરવું ઘટે તે તું કરજે.” ગુરુદેવે ક્ષુલ્લક મુનિને સમજાવ્યા. એ ન સમજ્યા ત્યારે તેમણે કહ્યું: “તારી માતાની જેમ મારા કહેવાથી બાર વરસ સંયમમાં રહે અને મારી પાસે રહીને તું ધર્મસાધના કર.” ક્ષુલ્લકે તેમનું પણ માન રાખ્યું. બીજાં બાર વરસ વહી ગયાં, પરંતુ તેમની વૃત્તિમાં જરાય ફરક ન પડ્યો. ત્યારબાદ ક્ષુલ્લક મુનિ ઉપાધ્યાય પાસે અને આચાર્ય પાસે બાર બાર વરસ રહ્યા. આમ કુલ ૪૮ વરસ સુધી તેમણે પરાણે સંયમની સાધના કરી. તોય હૈયામાં સળવળતી કામવૃત્તિનું જરાય ઉપશમન ન થયું. છેવટે તેમણે દીક્ષા છોડી દીધી. તે સમયે માતાએ ગૃહસ્થાવસ્થામાં લાવેલી રત્નકંબલ અને રાજમુદ્રા ક્ષુલ્લકને આપી અને તેનો પૂર્વ ઇતિહાસ પણ કહ્યો. ક્ષુલ્લક રત્નકંબલ અને રાજમુદ્રા લઈને સાકેતપુરની રાજસભામાં પહોંચ્યો. તે સમયે એક નર્તકી પોતાના કલાત્મક નૃત્યથી સભાજનોનું મનોરંજન કરી રહી હતી. લુલ્લક તેના અંગના એક એક વળાંકને અને હલન-ચલનને અનુરાગથી જોઈ રહ્યો. નર્તકી ઘણા સમયથી નૃત્ય કરી રહી હતી. તે હવે થાકી હતી. તેની આંખોમાં અને નૃત્યના લયમાં થાક વર્તાતો જોઈને નર્તકીને નર્તકીની માતાએ ગીતના આલાપમાં કહ્યું – સુä ગાઈએ સુકું વાઈયું, સુકું નશ્ચિએ સામસુંદરી, અણુપાલિય દહરાઈય, સુમિસંતે મા પમાયએ; હે સુંદરી ! તેં અત્યાર સુધી ખૂબ જ સુંદર ગીત ગાયાં, નૃત્ય પણ અતિ સુંદર કર્યું, વગાડ્યું પણ ઘણું સારું, આમ ઘણી રાત વીતી ગઈ, ત્યારે હવે તું થોડા સમય માટે પ્રમાદ ન કર.” થોડા સમય માટે તું ઝાઝું હવે બગાડ નહિ. માતાની આવી પ્રેરણા મળતાં જ નર્તકી સાવધ બની ગઈ. આંખોમાંથી ઉજાગરો ખંખેરી નાંખ્યો. થાકને ભૂલી ગઈ અને અગાઉ કરતાંય વધુ ચપળતાથી તે નૃત્ય કરવા લાગી. ક્ષુલ્લક તો આ ગાથા સાંભળીને બેહદ ખુશ થઈ ગયો. ગાથાનું અંતિમ ચરણ તેના હૈયાને ખૂબ જ સ્પર્શી ગયું. તેના ચિત્ત પર વારંવાર તે જ ચરણ ગુંજી રહ્યું : “હવે તું થોડા માટે પ્રમાદ ન કર.” આ પ્રેરણાથી ઝૂમી ઊઠીને તેણે નર્તકી પર રત્નકંબલ ન્યોચ્છાવર કરી દીધી. એને જોઈને રાજપુત્રે મણિજડિત કુંડળ ભેટ ધર્યા. મંત્રીએ મુદ્રારત્ન આપ્યું. એક સ્ત્રીએ પોતાના ગળાનો હાર ભેટ આપ્યો. રાજાના મહાવતે નર્તકીને અંકુશરત્ન આપ્યું. આ જોઈને રાજાએ આશ્ચર્યથી પૂછ્યું: “તમે સૌ મારા પહેલાં જ નર્તકીને કેમ ઈનામ આપ્યું?” એક પછી એક સૌએ પોતાના મનની વાત નિખાલસપણે કહી. મુલ્લકે કહ્યું: “હે રાજન! હું તમારા નાના ભાઈનો પુત્ર છું. સાઠ વરસ સુધી મેં સંયમની આરાધના કરી. પરંતુ વિષયવાસનાથી Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ વિહ્વળ બનીને મેં દીક્ષા છોડી દીધી અને મારી વૃત્તિઓને પોષવા હું તમારી પાસેથી રાજય માંગવા આવ્યો હતો, પરંતુ નર્તકીની માતાની ગાથા સાંભળીને મારો મોહ ઊતરી ગયો. કામવૃત્તિનાં વાદળ બધાં વિખરાઈ ગયાં. મને થયું કે સાઠ સાઠ વરસ સુધી તો મેં સંયમની આરાધના કરી. હવે જીવવાનાં વરસ કેટલાં બાકી રહ્યાં? તો પછી બચેલા થોડાક વરસ માટે શા માટે પાપમાં ડૂબવું? માતાએ મારી આંખ ખોલી. આથી મેં રત્નકંબળ તેમને ન્યોચ્છાવર કરીને મેં તેમને મારી ગુરુણી બનાવી.” આમ કહી તેણે પુંડરિકને રાજમુદ્રા બતાવી. આ રોમાંચક એકરાર સાંભળીને પુંડરિક બોલી ઊઠ્યો : “હે ક્ષુલ્લક ! તું મને ક્ષમા કર. ત્યારે હું પણ કામવૃત્તિમાં ભાન ભૂલ્યો હતો. મેં મારો અંધાપો દૂર કર્યો. લે, આ રાજય. આજથી હું તને સોંપું છું, તેનો તું સહર્ષ સ્વીકાર કર.” રાજનું ! હવે મને રાજ્યની કામના નથી. જે રાજ્ય હોવું જોઈએ તે રાજ્ય મને હવે મળી ગયું છે. આત્મરાજયથી વિશેષ મહાન બીજું એકેય રાજ્ય નથી. હવે હું તેના પર જ શાસન કરીશ.” ક્ષુલ્લકે શાંતિથી કહ્યું. ત્યાર પછી રાજપુત્રે પોતાની વાત કરી. “હે પિતાજી ! રાજયના લોભથી હું તમારી હત્યા કરવાનો સાણસો ગોઠવતો હતો. આ ગાથા સાંભળીને થયું કે હવે પિતાજી કેટલાં વરસ જીવવાના? તે વૃદ્ધ થયા છે. આથી હવે થોડા વરસ માટે તું તેમની હત્યા કરીને પિતૃઘાતક ન બન !” મંત્રી બોલ્યો : “હે સ્વામી! હું તમારા શત્રુઓના પક્ષમાં ભળી ગયો હતો. આ ગાથાએ મને બોધ પમાડ્યો કે “હે જીવ! તારે હવે કેટલાં વરસ જીવવાનું છે? બહુ બહુ તો દસ-પંદર વરસ, આટલાં વરસો સુધી તે રાજાની નિષ્ઠાપૂર્વક સેવા કરી તો થોડા વરસ માટે હવે તું શા માટે તેમને દગો દે છે?' સ્ત્રીએ કહ્યું: “મારા પતિ દેશાવર ગયા છે. બાર-બાર વરસ સુધી તેમની રાહ જોઈને થાકી ગઈ. મારું યૌવન મને પજવી રહ્યું છે. આથી હું પરપુરુષનું સેવન કરવાના વિચાર કરતી હતી. આ ગાથા સાંભળીને મને થયું કે બાર વરસ તો તે કાઢી નાંખ્યાં. હવે એટલાં કંઈ થોડાં કાઢવાનાં છે? તો પછી થોડાં વરસ માટે તું શું કરવા તારા ચારિત્ર્યને ડાઘ લગાડવા તૈયાર થઈ છે!” મહાવતે પણ એકરાર કર્યો : “શત્રુની વાતમાં આવી જઈને આજે મેં તમને હાથી પરથી નીચે ગબડાવી દેવાનો નિર્ણય કર્યો હતો પણ આ ગાથાએ મને એમ કરતાં બચાવી લીધો. આથી મેં તમારા પહેલાં નર્તકીને ઇનામ આપ્યું.” સૌનો એકરાર સાંભળીને રાજા આશ્ચર્ય અને આનંદ બન્ને પામ્યો. ક્ષુલ્લકે એ સર્વને બોધ આપ્યો અને સૌએ સાથે દીક્ષા લીધી. આ દષ્ટાંતનો સાર આ છે કે સંવિજ્ઞ સાધુની વરસો સુધી વૈરાગ્ય વાણી સાંભળી છતાંય Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ક્ષુલ્લક મુનિના હૈયેથી કામવૃત્તિ નિર્મૂળ ન થઈ. પરંતુ પાંચ કારણ કાળ, નિયતિ, સ્વભાવ, પુરુષાર્થ અને કર્મ ભેગાં મળતાં જ નર્તકીની ગાથાથી તે પ્રતિબોધ પામ્યા. ૨૩૩ મનુષ્ય જન્મની દુર્લભતા यः प्राप्य मनुषं जन्म, दुर्लभं भवकोटिभिः । धर्मं शर्मकरं कुर्यात्, सफलं तस्य जीवितम् ॥ “જે જીવ કોટી ભવે કરીને પણ ન પામી શકાય તેવા દુર્લભ મનુષ્યભવને પામીને કલ્યાણકારી ધર્મ કરે છે. તેનું જીવન સફળ થાય છે.” વધુમાં કહ્યું છે કે “દુઃખે પામવા લાયક મનુષ્યજન્મ પામીને ઉત્તમ પુરુષોએ કંઈક એવું કામ કરવું જોઈએ કે જેથી એક પળ પણ નકામી ન જાય.” આ અંગે એક બોધકથા છે. તે આ પ્રમાણે : પ્રતિષ્ઠાન નગરમાં એક ધનવાન રહેતો. દિવસ-રાતનો તમામ સમય એ ધન કમાવવામાં તેમજ ભોગ-વિલાસ કરવામાં જ પસાર કરતો. છેવટે તે આર્તધ્યાનમાં મૃત્યુ પામીને તે જ નગરના એક સરોવરમાં માછલાના રૂપમાં જન્મ્યો – માછલું થયો. શાલિવાહન નામનો એક શેઠ એ સરોવરના કાંઠે બેસીને રોજ સુપાત્ર દાન આપતો. કહ્યું છે કે : “ધર્મ અને કીર્તિ વિનાનું માણસનું જીવવું શું કામનું? જે ધર્મિષ્ઠ છે, જે કીર્તિવાન છે અને સાથોસાથ જે દાતાર છે તેનું જ જીવન સફળ થાય છે.” એક દિવસ પેલા માછલાએ શેઠને એક મુનિને દાન આપતા જોયા. તે જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. કાળક્રમે શેઠ મરીને પ્રતિષ્ઠાન નગરમાં શાલિવાહન નામે રાજા થયો. આ રાજા એક વખત આ સરોવરના કાંઠા પરના એક વૃક્ષની છાયામાં આવીને બેઠો. જાતિસ્મરણ જ્ઞાન પામેલા પેલા માછલાએ તેને જોયો. જ્ઞાનના બળથી તેણે જાણ્યું કે પૂર્વભવમાં સુપાત્ર દાન દેવાના પુણ્યથી આજે આ સમૃદ્ધિવાન રાજા શાલિહવાન થયો છે. આથી લોકોને બોધ પમાડવાના હેતુથી તે માનવ-વાણીમાં બોલ્યું - કોણ જીવે છે, કોણ જીવે છે, કોણ જીવે છે, એમ જળમાં રહેલો મત્સ્ય લોકોને પ્રતિબોધ પમાડવા ત્રણ વખત સુંદર વચન બોલે છે.” રાજાએ રાજસભામાં જઈને આ શ્લોક કહ્યો. સૌને આશ્ચર્ય થયું. પરંતુ માછલું એમ Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ બોલીને શું કહેવા માંગે છે તે કોઈ સ્પષ્ટ કરી શક્યું નહિ. છેવટે રાજાએ શ્રી કાલિકાચાર્યને તેનું રહસ્ય પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું : “કોણ જીવે છે? તો જેનામાં ગુણો છે તે અને ધર્મ છે તે જ જીવે છે. જેના જીવનમાં ગુણસદ્દગુણ અને ધર્મ નથી તેનું જીવન નિષ્ફળ છે.” જેના જીવવાથી સજ્જન પુરુષો અને મુનિઓ જીવે છે અને જે સદા પરોપકારી છે. તેનો જન્મ સફળ છે અને તે જીવે છે.” જળચર પ્રાણી ! જે પાંચમે અને છઠે દિવસે નિર્દોષ ભોજન કરે છે, જે ધર્મના અર્થી છે અને અપ્રમાદી છે તે જ પુરુષો જીવે છે.” આચાર્ય ભગવંત આમાંથી પ્રથમ શ્લોક બોલ્યા ત્યારે માછલું બે વાર કો જીવતિ કોણ જીવે છે. કોણ જીવે છે એ પદ બોલવા લાગ્યું. બીજો શ્લોક બોલ્યા ત્યારે એક વખત ઉપરનું પદ બોલ્યું અને આચાર્યશ્રી ત્રીજો શ્લોક બોલ્યા ત્યારે માછલું મૌન રહ્યું. આ સ્પષ્ટતા સાંભળીને રાજાએ કહ્યું: “હે ભગવંત ! જળચર પ્રાણી પણ ધર્મક્રિયાની ઇચ્છા કરે છે તે ખરેખર આશ્ચર્ય છે ત્યારે આચાર્યશ્રીએ કહ્યું : હે રાજનું! ધર્મ અને ગુણહીન મનુષ્યનો ભવ સર્વ જીવો કરતાં અતિ નીચ છે. આ અંગે વિદ્વાનો કહે છે કે – “જે માણસોના જીવનમાં વિદ્યા, તપ, દાન, શીલ, ગુણ અને ધર્મ નથી તેવા માણસો આ મૃત્યુલોકની પૃથ્વી પર ભારરૂપ થઈને માણસના રૂપમાં હરણાં થઈને ચરે છે.” આ સાંભળી હરણ બોલી ઊઠ્યુંઃ “હે ભગવંત! નિંદિત માણસને અમારી સાથે શા માટે સરખાવો છો ? અમે તો માણસ કરતાં ઘણાં ગુણવાન છીએ. અમે ગીતને માટે માથું, માણસને અમારું માંસ, બ્રહ્મચારીને અમારું ચામડું, યોગીને અમારાં શીંગડાં આપીએ છીએ અને સ્ત્રીઓ માટે અમારા ચક્ષુ ઉપમા બને છે. આ ઉપરાંત દુર્વાના અંકુર અને ઘાસનું ભક્ષણ કરનારાં અમે હરણાં જંગલમાં રહેતાં હોવાથી વૈભવથી ઉન્મત્ત થયેલા મૂર્ખ માણસોનું મોં પણ જોતા નથી. વળી કહ્યું છે કે હે મૃગ ! આ વનને તું તજી દે અને ઝડપથી અન્યત્ર ચાલ્યું જા, કારણ આ જંગલમાં ગાયોના લોહીથી જેમણે પોતાનાં બાણોને ખરડ્યાં છે તેવા મોટા પારધી-શિકારીઓ આવેલા છે. માટે ઝડપથી તું આ જંગલ છોડી જા. હરણો જંગલમાં રહે છે, ઘાસ ખાય છે, કોઈની માલિકી વિનાનું પાણી પીવે છે. તો પણ માણસો હરણાંને મારી નાંખે છે. એવા મૂર્ખ માણસોને સમજાવવા માટે કોણ સમર્થ છે? માટે હે આચાર્ય ભગવંત ! આવા નિર્ગુણી માણસને અમારી ઉપમા આપવી જરાય યોગ્ય નથી.” હરણની વાત સાંભળીને આચાર્યશ્રીએ પુનઃ કહ્યું: “જે માણસોના જીવનમાં વિદ્યા, તપ, Page #90 -------------------------------------------------------------------------- ________________ ८० ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દાન, શીલ, ગુણ અને ધર્મ નથી તેવા માણસો મૃત્યુલોકની ધરતી પર ભારરૂપ થઈને માણસનું રૂપ ધારણ કરનારાં પશુઓ છે.” આ સાંભળીને એક ગાય બોલી ઊઠી : ‘હે સૂરિવર ! નગુણા માણસને મારી ઉપમા આપવી તે યોગ્ય નથી. કારણ હું ઘાસ ખાઉં છું તેના બદલામાં ઘણું બધું દૂધ આપું છું. મારું છાણ ઘરનું ભૂષણ છે. મારું સૂત્ર રોગનો નાશ કરે છે અને મારા પૂંછડામાં કરોડો દેવતાઓનું સ્થાન છે.’ બળદે કહ્યું : ‘હે સૂરિજી ! તમે કહ્યા તેવા નિર્ગુણ માણસમાં મારા જેટલો ભાર ઉપાડવાની શક્તિ નથી. વહન કરનારનો કંઈ ગુણ નથી તો પણ મહાદેવના પોઠિયાની જેમ માણસ બેઠો બેઠો ભોજન કરે છે, જ્યારે હું તો મોટા ગાડાની ધૂંસરી ધારણ કરું છું. ઘાસ ખાઈને જીવું છું. ઊબડખાબડ ખેતરમાં હળ ખેંચું છું. આમ જગત ઉપર હું અનેક ઉપકાર કરું છું. વળી મારી માતા ગાય છે. જે પવિત્ર છે. તે તમે નરપશુ સાથે મારી ઉપમા કેમ આપો છો ?’ કૂતરો બોલ્યો : ‘હે પૂજ્યવર ! હું માલિકને વફાદાર છું. સારી ચેતનાવાળો, ઓછી ઊંઘવાળો, નિરંતર ઉદ્યમી અને થોડામાં સંતોષી છું. તેથી નિર્ગુણી માણસ જેવો હું કેવી રીતે હોઈ શકું ? આ માટે તમને એક દૃષ્ટાંત કહું તે તમે સાંભળો : ગોવિંદચંદ્ર નામે એક રાજા હતો. તેને આનંદ નામે એક મંત્રી હતો. આ મંત્રી પાપિષ્ટ અને દુરાચારી હતો. આથી રાજાએ તેને મારી નાખીને ઉકરડામાં દાટી દીધો. એક દિવસ બે કૂતરાએ એ ઉકરડો ખોદ્યો. તો તેમાંથી પેલા મંત્રીની કોહવાયેલી લાશ નીકળી. તેને જોઈને નાનો કૂતરો ખાવા ગયો. ત્યારે મોટા કૂતરાએ તેને કહ્યું : ‘તું એને અડીશ પણ નહિ.’ નાનાએ પૂછ્યું : ‘કેમ ?' મોટા કૂતરાએ કહ્યું : : ‘કારણ કે તેના હાથે કદી દાન કર્યું નથી, તેના કાને ક્યારેય સત્ય વચન સાંભળ્યું નથી, તેની આંખોએ કદી સાધુ પુરુષનાં દર્શન કર્યાં નથી, તેના પગ તીર્થયાત્રાએ ગયા નથી, તેનું પેટ લાંચથી લૂંટેલા પૈસાથી ભરપેટ છે અને તેનું મસ્તક અભિમાનથી અક્કડ છે. માટે હે ભાઈ ! સર્વથા અને સર્વ નિંદવાલાયક માણસના એ શરીરને તું ભૂલથી પણ સ્પર્શ કરીશ નહિ.' “તો કે સૂરિજી ! જે કૂતરો માણસની પરીક્ષા કરવામાં ચતુર છે તે નગુણા માણસની બરાબર કેવી રીતે હોઈ શકે ?” ગધેડો બોલ્યો : “હે વંદનીય ! હું શિયાળો, ઉનાળો, ચોમાસું કશું જ જાણતો નથી. બારે માસ જાત જાતનો ભાર હું ઉપાડું છું. તુચ્છ પદાર્થો ખાઈને સંતોષ અનુભવું છું અને સ્વભાવે હું બિલકુલ ભોળો ભદ્રિક છું. આથી આપ નગુણા માણસને મારી સાથે સરખાવો તે જરાય વાજબી નથી.” કાગડો બોલ્યો : ‘હે પ્રણમ્ય ! દૂર દેશાવર ગયેલા પતિને ઘરે પાછો ફરતો જાણીને તેના આગમનની જાણ હું કરું છું. કોઈનો પણ હું વિશ્વાસ કરતો નથી અને વર્ષાકાળમાં માળો બાંધીને રહું છું. Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ mm મારી વાત તમને કહું. એક સ્ત્રીએ મને પાળીને સોનાના પાંજરામાં રાખ્યો હતો. આ જોઈને તેની બેનપણીને પૂછ્યું: “હે સખી! દુનિયા આખી પોપટને પિંજરામાં રાખે છે. ત્યારે તે આ કાગડાને કેમ પિંજરામાં પાળ્યો છે?” પેલીએ કહ્યું “બેન મારી ! કાગડો અહીં બેઠાં બેઠાં પણ લાખો માઈલ દૂર પતિના આગમનને જાણે છે અને તેમના આવવાના ખબર કરે છે, જ્યારે પોપટ ભણ્યો છે પણ તે શઠ છે. મારા માટે તો આ કાગડો મારા પતિના વિયોગના તાપરૂપી અગ્નિની જ્વાળાઓમાં ચંદન સમાન છે. આથી તેના આ ગુણથી મેં તેને પાળ્યો છે અને સોનાના પિંજરામાં રાખ્યો છે.” “તો હે સૂરિવર ! નગુણા માણસને મારી સાથે તમે સરખાવો તે ઉચિત નથી.” કૂકડો બોલ્યોઃ “હે શ્રદ્ધેય ! મારા ગુણ વિષે એક કવિએ કહ્યું છે તે તમે સાંભળોઃ “હે લોકો ! મનુષ્યભવ પામીને તમે સુકૃત્ય કરવામાં ઉદ્યમી થાવ. પ્રસાર પામતા પ્રમાદના વશથી મોહાંધ થઈને મનુષ્યભવ વૃથા હારો નહિ. આ પ્રમાણે સર્વે લોકને પ્રતિબોધ કરવામાં નિપુણ એવો કૂકડો હંમેશાં પહોરે અને અડધે પહોરે પોતાનું મસ્તક ઊંચું રાખીને બોલે છે. કું એટલે ખરાબ. ખરાબ કામો કરવાથી હું કૂકડો પંખી થયો. એ દુષ્કૃત્ય મિથ્યા કરવા માટે હું રોજ સવારે કુ...કુ...કુ... કરીને સૌને સુકૃત્ય કરવા માટે જગાડું છું. તો હે વંદનીય ! નગુણો માણસ મારા જેવો કેવી રીતે હોઈ શકે ?” ઊંટ બોલ્યું: “મારા ગુણ ગાતાં કવિએ કહ્યું છે કે શરીર વાંકે છે. શબ્દ કર્ણ કઠોર છે તો પણ ઊંટની ગતિ તેજ હોવાથી તેનો દોષનો સમૂહ ઢંકાઈ જાય છે. આથી હું ચંદનની જેમ માત્ર એક તેજ ગતિરૂપ ગુણથી રાજાને પણ માન્ય છે. ત્યારે હે સૂરિવર ! નગુણા માણસને મારી ઉપમા આપી તે જરાય ઉચિત નથી.” પશુઓનો આવો વિરોધ સાંભળીને શ્રી કાલિકાચાર્યે માણસની-નગુણા માણસની સરખામણી તૃણ, વૃક્ષ, ધૂળ અને રાખ સાથે કરી. ત્યારે આ સૌ પણ વારાફરતી બોલી ઊઠ્યાં. તૂણે કહ્યું: “હે ભગવંત! ગાયના લોહીમાં એકરસ બની જઈને હું દૂધ ઉત્પન્ન કરું છું. શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસું, સર્વ ઋતુઓમાં હું માણસોનું રક્ષણ કરું છું. તો પછી આપ મને નગુણા માણસ સાથે શા માટે સરખાવો છો ? અને વિશેષ કહું તો સમુદ્રના કાંઠે ઊગેલા અને નીચે નમેલા તૃણનો જન્મ પણ કલ્યાણકારી છે. કેમ કે પાણીમાં ડૂબવાથી વ્યાકુળ થયેલા માણસોના માટે તે હાથવગો આધાર છે અને યુદ્ધમાં મને મોંમાં રાખવાથી માણસનો કોઈ વધ કરતું નથી. વધુમાં કહું તો હે પૂજ્યવર ! જે તૃણનું ભક્ષણ કરવાથી ગાય, બકરી, ઘેટી, ભેંસો વગેરે દૂધ આપે છે અને એ દૂધથી દહીં, છાશ, ઘી વગેરે પણ થાય છે. આવા સમગ્ર રસના મોટા કારણરૂપ તૃણ-ઘાસને, જાણે પોતે તેના આવા ગુણોથી અજાણ્યો હોય તેમ કવિઓ તેને નિરસ કહે છે ત્યારે કહેવું પડે છે કે એવા કવિઓને ધિક્કાર હો !” Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ વૃક્ષ બોલ્યું : ‘હે સૂરિજી ! અમે તો દરેકને છાંયડો આપીએ છીએ. ફળ-ફૂલ પણ આપીએ છીએ અને પક્ષીઓને ઘર કરવા માટે નિરંતર આધાર આપીએ છીએ. વૃક્ષો સ્વયં તાપમાં તપે છે અને બીજાઓને છાંયો આપે છે. તે હંમેશાં પરોપકારને માટે જ ફળે છે, પોતાના માટે તે ફળતાં નથી. ૮૨ “હે ભગવંત્ ! અમારા માટે તો એક કવિએ ત્યાં સુધી કહ્યું છે કે, ‘હે વૃક્ષ ! તું જૈન સાધુની જેમ ક્ષમાનો અદ્વિતીય આશ્રય છે. માટે તું ગ્રીષ્મ ઋતુના સૂર્યનાં અત્યંત તીક્ષ્ણ કિરણો સહન કર, વર્ષાઋતુના જળથી ઉત્પન્ન થતા ક્લેશને સહન કર, મનુષ્યાદિકના ભેદન, છેદન વગેરે વિવિધ પ્રકારની કદર્થના સહન કર. તેમજ સર્વનું ભક્ષણ કરનારા દાવાનળની પ્રકાશિત જ્વાળા સમૂહને આલિંગન કરવાનું દુ:ખ સહન કર. આમ અમે ઘણું બધું સહન કરીએ છીએ. ત્યારે નગુણો માણસ શું સહન કરે છે ? માટે આપે તેની સરખામણી અમારી સાથે ન કરવી જોઈએ. ધૂળ બોલી : ‘હે વંઘ ! હું બાળકોને ક્રીડા કરાવું છું. કાદવનો નાશ કરું છું, મારાથી જ હોળીનું પર્વ થયું છે અને મને ખેતરમાં નાંખવાથી સારો પાક થાય છે.’ હું ધૂળ સર્વ મૂળ પદાર્થોને ઉત્પન્ન કરનારી છું. થાંભલા વગેરેને આધાર આપનારી છું. લખેલા લેખોને સૂકવનારી છું. હાથીની હું પ્રિય સંગિની છું. દુર્ગંધને હું જ દૂર કરું છું. ત્રણે કાળમાં હું સ્થિર રહેનારી છું. મારા સમાન બીજું કોઈ નથી. આમ મારામાં અનેક ગુણ છે ત્યારે તમે મારી સરખામણી નગુણા માણસ સાથે કરો તે ઠીક નથી.” રાખ બોલી : “હે ક્ષમાશ્રમણ ! મને ધાન્ય-અનાજના ઢગલામાં નાંખી હોય તો હું એ અનાજનું રક્ષણ કરું છું. હું મુખને શુદ્ધ કરું છું અને સુગંધી છું માટે માણસો મને માન આપે છે. આમ મારામાં તો ગુણો છે. તો પછી નગુણા માણસ સાથે મારી સરખામણી શા માટે કરો છો ?” શ્રી કાલિકાચાર્યે આવાં સરળ દૃષ્ટાંતો આપી શાલિવાહન રાજા અને અન્ય પ્રજાજનોને મનુષ્યભવનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે મનુષ્યજન્મ ત્યારે જ સાર્થક બને કે દાન, શીલ, તપ, ભાવ આદિ ધર્મની આરાધના કરવામાં આવે, જીવનમાં ધર્મ ન કર્યો તો સમજવું કે મનુષ્ય જન્મ સાવ એળે ગયો. આપણે સૌએ પણ આ દૃષ્ટાંત વાંચીને દાનાદિક ધર્મ કરવામાં ઉત્સાહી અને ઉદ્યમી બનીને મનુષ્યજન્મને સફળ કરવો જોઈએ. Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૩૪ ભાવવંદનની સફળતા बाह्यचारेण संयुक्तः करोति द्रव्यवंदनम् । तन्न प्रमाणमायाति, साफल्यं भाववंदनम् ॥ બહારના આચાર સહિત જે દ્રવ્યવંદન કરે છે તે પ્રમાણ નથી. અર્થાત્ તેનું ફળ નથી પણ ભાવવંદન જ સફળ છે.” શીતલાચાર્યનું દષ્ટાંત એક તાપસ હતો. ઉગ્ર તપસ્વી હતો. એ નગરજનોના નિમંત્રણથી પારણા માટે તે નગરમાં આવતો. નગરમાં તે નીચી નજરે ચાલતો અને ભૂલથી પણ સ્ત્રીને જોતો નહિ. આથી તેના ભક્તો તેની સામે આવતી સ્ત્રીઓને બાજુએ ખસેડતા. સ્ત્રીઓની આવી અવહેલના એક વેશ્યાથી સહન ન થઈ. તેણે ઉગ્ર તપસ્વી તાપસને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. on એક દિવસ તાપસ પારણા માટે નગરમાં આવ્યો ત્યારે વેશ્યા જાણી જોઈને તેની સામે ગઈ. ભક્તોએ તેને અટકાવી, પણ તે અટકી નહિ. ઊલટું પાલખી પાસે પહોંચી જઈને તેણે તેમાં બેઠેલા તાપસના માથામાં આંગળીથી ટકોરા માર્યા. લોકો તો આ જોઈને હેબતાઈ ગયા. તાપસ પણ ધૂંઆપૂંઆ થઈ ગયો. તેનો નિયમભંગ થયો. તેથી તે તુરત જ સ્નાન કરવા માટે ગયો. આ હકીકત સાંભળીને રાજાએ વેશ્યાને બોલાવીને તેમ કરવાનું કારણ પૂછ્યું. વેશ્યાએ કહ્યું કે “એ કારણ હું તાપસને તમારી હાજરીમાં જ કહીશ.” સ્નાન કરીને તાપસ રાજમહેલમાં આવ્યો. વેશ્યા પણ ત્યાં હાજર હતી. સૌ જમતા હતા. તાપસ પણ નીચું મોં રાખીને જમી રહ્યો હતો. એ જોઈને વેશ્યાએ કહ્યું - “આંખ મ મીંચ જમ જમન, નયન નિહાલી જોય; અપ્પઈ અપ્પા જોયઈ, અવર ન બીજો કોય.” “આંખ મીંચીને જમ નહિ, હે તાપસ ! તું આંખ ખુલ્લી રાખીને જો. તારા આત્મા વડે મારા આત્માને જો એટલે તને જણાશે કે હું પણ આત્મા જ છું. બીજું કોઈ નથી. માટે તું આમ દંભ કર નહિ.” વેશ્યાની આ વાણી સાંભળીને તાપસ પ્રતિબોધ પામ્યો. આમ આત્મભાવથી જીવવું જોઈએ. કારણ આત્મા જ મહત્ત્વનો છે. આથી હે ભવ્યજનો! તમે આત્મસાધનામાં તત્પર બનો! આત્મા અંગે ગુરુ ભગવંતની પ્રેરક વાણી સાંભળીને રાજપુત્ર શીતલનો સંસારભાવ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ઓસરી ગયો. તેણે તુરત જ ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી. સાધુપણામાં શીતલમુનિએ ખૂબ જ ઉત્કટતાથી તપ અને જ્ઞાનની સાધના કરી અનુક્રમે તે શીતલાચાર્ય બન્યા. શીતલાચાર્યની એક સંસારી બહેન હતી. ગુણવતી તેનું નામ. પ્રિયંકર રાજાની તે માનીતી રાણી હતી. ગુણવતી તેના ચારેય પુત્રોને અવારનવાર કહેતી કે તમે બધા મામા જેવા તપસ્વી અને જ્ઞાની બનજો. પુત્રોએ ઉંમરલાયક થતાં કોઈ સ્થવિર પાસે દીક્ષા લીધી, બહુત થયા. એક દિવસ ગુરુની આજ્ઞા લઈને તે ચારેય મામા મહારાજને વંદન કરવા ગયા. વિહાર કરતાં-કરતાં રાત થવા આવી. આથી નગરની બહાર ક્યાંક રોકાયા અને શીતલાચાર્યને સંદેશો મોકલાવ્યો: “તમારી સંસારી બેનના પુત્રો દીક્ષિત થઈને આપને વંદન કરવા આવ્યા છે. પરંતુ રાત થવાથી તેમણે ગામમાં પ્રવેશ કર્યો નથી.' આ સમાચાર સાંભળીને શીતલાચાર્યના હૈયે પ્રમોદ થયો. એ રાતે ચારે ભાણેજને શુભધ્યાન ધરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સવાર થઈ, સમય થઈ ગયો છતાંય ભાણેજ સાધુઓ આવ્યા નહિ. આથી શીતલાચાર્ય પોતે જ તેમને ત્યાં ગયા. ભાણેજ સાધુઓએ મામા મહારાજને આવેલા જોયા, પરંતુ તેમનું સ્વાગત ન કર્યું. શીતલાચાર્યે ઇરિયાવહી કરી પછી પૂછ્યું: “પ્રથમ કોને વંદન કરું?” એકે કહ્યું: “જેવી તમારી ઇચ્છા', આ જવાબથી શીતલાચાર્યને ખોટું લાગ્યું. મનમાં ગુસ્સો પણ આવ્યો કે કેવા અવિનયી અને ઉદ્ધત છે આ બધા ! એક તો મારો વિનય ન સાચવ્યો અને ઉપરથી કહે છે કે જેવી તમારી ઇચ્છા. આમ છતાંય તેમણે ચારેયને વંદન કર્યું. વંદન વિધિ બાદ એક કેવળી ભગવંતે શીતલાચાર્યને કહ્યું: “તમે દ્રવ્યવંદન કર્યું છે. કષાયદંડકની વૃદ્ધિથી વંદન કર્યું છે, માટે હવે તમે ભાવથી વંદન કરો.” શીતલાચાર્યે તરત જ પૂછ્યું: “મેં દ્રવ્યવંદન કર્યું અને ભાવવંદન નથી કર્યું તે તમે શી રીતે જાણું? અને મને કષાયદંડની વૃદ્ધિ થઈ છે તે તમને કેવી રીતે ખબર પડી? શું તમને કંઈ અતિશય જ્ઞાન થયું છે?” કેવળીએ હા કહી. શીતલાચાર્યે પુનઃ પૂછ્યું: “છાધ્યસ્થિક જ્ઞાન કે કેવળજ્ઞાન?” કેવળીએ કહ્યું: “સાદિ અનંત ભાગે કેવળજ્ઞાન.” આ જાણીને આચાર્યનું અંતર પસ્તાવાથી રડી ઊહ્યું : “અરેરે ! મેં કેવળી ભગવંતની આશાતના કરી ! મેં ઘણું જ ખોટું કર્યું ! અને સંવેગ પામી ભાવવંદના કરતાં કરતાં કષાયદંડકથી તે પાછા ફર્યા. પછી અપૂર્વકરણ ગુણસ્થાનકમાં પ્રવેશ કર્યો. ત્યાંથી ઉત્તરોત્તર વિકાસ કરી શપક શ્રેણીએ પહોંચતાં તેમને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શીતલાચાર્યનું દષ્ટાંત વાંચીને અને સમજીને અંતરના શુદ્ધ અને શુભ ભાવથી ગુરુવંદન કરવું જોઈએ. દ્રવ્યવંદન નહિ પરંતુ અંતરના પરિપૂર્ણ ભાવપૂર્વક કરેલું વંદન જ ફળ આપે છે. આથી ભાવપૂર્વક જ ગુરુવંદન કરવું. Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૩૫ નવ નિચાણાનો ત્યાગ કરવો संति नव निदानानि, क्षमापः श्रेष्ठी नितंबिनी । इत्यादिनी च हेयानि, मोक्षकांक्षैर्मुनीश्वरैः ॥ “રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી આદિ નવ નિયાણાં છે. મોક્ષની ઇચ્છાવાળા મુનીશ્વરોએ તે ત્યાગ કરવા યોગ્ય છે.” પાક્ષિક સૂત્રની વૃત્તિમાં નવ નિયામાં આ પ્રમાણે બતાવ્યાં છે - રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરુષ, પરપ્રવિચાર, સ્વપ્રવિચાર, અલ્પવિકાર, દરિદ્ર અને શ્રાવક. નિયાણું એટલે તપના પ્રભાવનું ફળ માંગવું. કોઈ સાધુ કે સાધ્વી નિયાણું કરે કે દેવ કે દેવલોક તો મેં જોયો નથી, તે દેખાતો પણ નથી, આથી ખરા દેવ તો રાજા છે. માટે મારાં કરેલાં તપ અનુષ્ઠાન વગેરેનું કોઈ ફળ જો મને મળવાનું હોય તો આવતા ભવમાં મને રાજાનો ભવ મળજો.” આવો સાધુ મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી મરીને તે મનુષ્યભવમાં રાજાપણું પામે છે. પરંતુ તેને સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી. આવું નિયાણું બ્રહ્મદત્ત ચક્રવર્તીએ બાંધ્યું હતું. કોઈ એવું વિચારે કે “રાજાને તો ઘણી ચિંતા હોય છે. સુખી તો શ્રીમંતો જ હોય છે. માટે મારાં કરેલાં તપ અનુષ્ઠાનનું કોઈ ફળ હોય તો આવતા ભવે હું શ્રીમંત થાઉં' – આ બીજા પ્રકારનું નિયાણું છે. કોઈ એમ વિચારી નિયાણું બાંધે કે પુરુષપણું પામવામાં તો અનેક જાતનો ઘણો પરિશ્રમ કરવો પડે છે. ઘણાં બધાં દુઃખો સહન કરવો પડે છે. આથી મારા તપના પ્રભાવથી મને આવતો ભવ સ્ત્રીનો મળે તો સારું - આ ત્રીજા પ્રકારનું નિયાણું છે. કોઈ એમ વિચારીને નિયાણું બાંધે કે “સ્ત્રીનો જન્મ તો નીચ ગણાય. સ્ત્રીના અવતાર કરતાં તો પુરુષનો ભવ જ સારો. કેમ કે સ્ત્રીની જિંદગી તો પરાધીન અને પરવશ હોય છે. માટે મારા તપ અનુષ્ઠાનના પ્રભાવથી હું આવતા ભવે પુરુષ થાઉં તો સારું.” આ ચોથા પ્રકારનું નિયાણું છે. માણસના કામભોગ અપવિત્ર છે. મૂત્ર, વિષ્ટાદિથી દુર્ગધવાળા છે. આથી દેવપણું સારું. કારણ દેવો પોતાની દેવીઓ અને બીજાની દેવીઓને પણ ભોગવે છે. આ ઉપરાંત પોતાની ઇચ્છા મુજબ દેવીઓનું નિર્માણ કરીને તેમની સાથે પણ યથેચ્છ ભોગવિલાસ માણી શકે છે. માટે મારા તપ અનુષ્ઠાનના ફળથી આવતા ભવે હું દેવ થાઉં તો સારું. આ પરપ્રવિચાર નામનું પાંચમું નિયાણું છે. જે દેવો બીજાની દેવીઓને ભોગવે છે તે પણ એક આફત છે. પરંતુ પોતાના જ રૂપને Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દેવ-દેવી રૂપે નિર્માણ કરીને ભોગ ભોગવે છે તે યોગ્ય અને સલામત છે. આથી મારા તપના પ્રભાવથી હું એવો દેવ બનું તો સારું - આ સ્વપ્રવિચાર નામનું છઠ્ઠુ નિયાણું છે. દેવ અને મનુષ્યના કામભોગથી વૈરાગ્ય પામીને કોઈ એમ વિચારે કે મારા તપના પ્રભાવથી હું અલ્પ વિકારવાળો દેવ બનું તો સારું. અલ્પવિકાર નામનું આ સાતમું નિયાણું છે. આવું નિયાણું બાંધનાર દેવ તો થાય, પરંતુ ત્યાંથી આવીને તે મનુષ્ય થાય ત્યારે મનુષ્યભવમાં એ દેશવિરતિ પામે નહિ. કામભોગથી ઉદ્વેગ પામીને કોઈ એવું નિયાણું બાંધે કે શ્રીમંતને રાજા, ચોર, અગ્નિ વગેરેનો ભય હોય છે. આથી મારા તપના પ્રભાવથી હું આવતા ભવે દરિદ્ર કુળમાં જન્મ પામું. દરિદ્ર નામનું આ આઠમું નિયાણું છે. કોઈ આમ પણ નિયાણું બાંધે કે મારા તપના પ્રભાવથી આવતા ભવે, મુનિને દાન આપવામાં પ્રીતિવાળો અને બાર વ્રતનું પાલન કરનાર શ્રાવક થાઉં તો સારું - શ્રાવક નામનું આ નવમું નિયાણું છે. આ નિયાણુંવાળો દેશવિરતિ પામે પણ સર્વ વિરતિ પામે નહિ. આ પ્રમાણે નવ નિયાણાનું સ્વરૂપ સમજીને નમિ રાજર્ષિ જેવા કેટલાક ઉત્તમ પુરુષો, ઇન્દ્રાદિકના અનેક પ્રકારના સુખનાં પ્રલોભનો બતાવ્યા છતાંય કોઈપણ પ્રકારનું નિયાણું કરતા નથી. ભગવાન મહાવીરસ્વામીને સંગમદેવે અનેક ઘોર ઉપસર્ગ કર્યા છતાંય કોઈ નિયાણું કર્યું નહિ. નંદિષેણ મુનિએ નિયાણું કર્યું તો તેના ફળ સ્વરૂપે તે વાસુદેવનો ભવ પામ્યા અને અનેક સ્ત્રીઓના સ્વામી થયા. તામલી તાપસ જેવા પણ કેટલાક હોય છે કે જે સમકિત વિનાના હોવા છતાંય નિયાણું બાંધતા નથી. તામલી તાપસનું દૃષ્ટાંત તામલિપ્તી નગરમાં તામલી નામનો એક ખૂબ જ શ્રીમંત રહેતો હતો. એક રાતે તેને વૈરાગ્યના વિચાર આવ્યા. તેણે વિચાર્યું : હું જન્મ્યો ત્યારથી તે આજ સુધીમાં મેં જરાપણ દુઃખ જોયું નથી. પૂર્વભવના પુણ્યથી આ ભવમાં મને તમામ પ્રકારનાં સુખ અને સત્કાર મળ્યાં છે. આથી હવે હું તાપસ દીક્ષા લઉં અને બાકીનું જીવન આત્મસાધનામાં જ વિતાવું. તેણે મનમાં નક્કી કર્યું કે સંન્યાસ લઈને હું હાથ ઊંચા રાખીને સૂર્યની સામે ઊભો રહીશ. કાષ્ઠ પાત્ર લઈને ઊંચ, નીચ અને મધ્યમ ત્રણે વર્ગના ઘરે ભિક્ષા માટે જઈશ. દાળ તથા શાક વિનાનું માત્ર ભાત જેવું હવિષ્યાન્ન લઈશ અને અન્નને એકવીશ વખત ધોઈને તેને નિરસ કરીને પછી જ ખાઈશ. રાતના નિર્ણયનો તામલીએ સવારમાં અમલ કર્યો. પેટ ભરાય તેવડું લાકડાનું પાત્ર કરાવ્યું. તેમાં ચાર ખાનાં પણ કરાવ્યાં. ત્રણ ખાનાં દાન માટે અને ચોથું ખાનું પોતાના માટે. એમ તેણે મનથી નિરધાર્યું. દીક્ષા લેતાં અગાઉ જ તામલીએ યાવજ્જીવ છ તપ કરવાનું નક્કી કર્યું Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ હતું. આમ અવ્યક્ત લિંગને તેમજ સર્વને પ્રણામ કરવાના વ્રતને અંગીકાર કરી તે નદી પાસેના કોઈ આશ્રમમાં રહેવા લાગ્યો છઠ્ઠના પારણે તે નગરમાં આવતો. મળેલ અન્નમાંથી તે એક ભાગ જળચર પ્રાણીને, બીજો સ્થળચર પ્રાણીને અને ત્રીજો ભાગ ખેચર પ્રાણીને આપતો. ચોથા ભાગને એકવીસ વાર ધોઈને તેને નિરસ બનાવીને પછી ખાતો. આવું ઉગ્ર તપ તામલી તાપસે સાઠ હજાર વરસ સુધી કર્યું. આથી તેનો દેહ સુકાઈ ગયો અને તે માત્ર જીવંત હાડપિંજર જેવો બની રહ્યો. એક રાતે તેણે વિચાર કર્યો: ‘હવે મારા શરીરમાં કશું જ રહ્યું નથી. આત્મબળથી જ જીવું છું. આથી હવે આ દેહને હું વોસિરાવી દઉં.' આમ વિચારીને સવારમાં ઈશાન ખૂણામાં પોતાના દેહ પ્રમાણ મંડળ આલેખીને અનશન કરીને તે આત્મધ્યાનમાં લીન બની ગયો. એ સમયે બલિચંચા રાજધાનીના ઇન્દ્રનું ચ્યવન (મૃત્યુ) થયું. આથી ત્યાંના દેવ-દેવીઓએ વિચાર્યું કે આપણે સૌ ઉગ્ર તપ કરનાર સામલી નામના બાળ (અજ્ઞાન) તપસ્વી પાસે જઈએ અને સુખોપભોગનાં પ્રલોભન બતાવી તે ઇન્દ્ર થાય તેવું નિયાણું તેની પાસે કરાવીએ. આમ વિચારીને દેવોએ તામલી તાપસ પાસે આવીને, માનવી ભાન ભૂલી જાય તેવાં નાટક કર્યો. છેલ્લે નમસ્કાર કરીને વિનંતી કરી : “હે તપસ્વી ! અમારી રાજધાની પ્રાપ્ત કરવા આપ નિયાણું બાંધો. આપ અમારા સ્વામી બનો અને અમારી સાથે દિવ્ય ભોગ ભોગવો.” પરંતુ તામલી તાપસ જરા પણ વિચલિત થયા નહિ. તે આત્મધ્યાનમાં જ રમમાણ રહ્યા. બે માસના અનશન બાદ તે મૃત્યુ પામ્યા અને ઈશાનેન્દ્ર થયા. અહીં જોવાનું એ છે કે આટલા વરસો સુધી ઘોર તપ કર્યું, પરંતુ અલ્પકષાય અને અનુકંપાના પરિણામ હોવાથી તે માત્ર વૈમાનિક દેવપણું જ પામ્યા. આ કથાનો સાર આ છે કે તામલી તાપસ મિથ્યાદષ્ટિ હોવા છતાં તેણે તપના ફળનું નિયાણું કર્યું નહિ. આથી સમતિવંતા મુનિઓએ મુક્તિનું અમૂલ્ય સુખ આપનાર તપસ્યાનું નિયાણું કરીને તેનું અવમૂલ્યન કરવું નહિ. ૨૩૬ જ્ઞાન-ક્રિયાથી મોક્ષ ज्ञानविज्ञानसंयुक्ता या क्रियात्र विधीयते । सावश्यं फलदा पुंसां, द्वाभ्यामुक्तमतः शिवम् ॥ “જ્ઞાન અને વિજ્ઞાન સહિત જે ક્રિયા કરાય છે તે પુરુષોને અવશ્ય ફળ આપનાર થાય છે. આ જ કારણથી જ્ઞાન અને ક્રિયાથી જ મોક્ષ કહ્યો છે.” ઉ.ભા.જ. Page #98 -------------------------------------------------------------------------- ________________ ८८ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દૃષ્ટાંત ધર્મબુદ્ધિ નામના એક નાના સાધુએ અભિગ્રહ કર્યો : ‘આ ચાતુર્માસમાં મારે માંદા-બીમાર સાધુની વૈયાવચ્ચ કરવી.’ આ સાધુ શાસ્ત્રના અભ્યાસમાં પ્રવીણ હતા. પરંતુ હેય, શેય, ઉપાદેય, ઉત્સર્ગ અને અપવાદના સ્વરૂપને બરાબર સમજી તેનો યોગ્ય ઉપયોગ કરી શકતા ન હતા. ચાતુર્માસમાં બીજા સાધુઓના અભિગ્રહ પૂરા થયા. ધર્મબુદ્ધિ સાધુનો અભિગ્રહ પૂરો ન થયો. આથી તેમણે પોતાના ગુરુદેવને કહ્યું : ‘હે ગુરુદેવ ! આ ચાતુર્માસમાં એક પણ સાધુ બીમાર ન પડ્યા આથી મારો અભિગ્રહ પૂરો ન થયો, તેથી મને ખેદ થાય છે.' ગુરુદેવે કહ્યું : હે વત્સ ! આમ વિચારવું યોગ્ય નથી. દરેક ક્રિયા જ્ઞાનપૂર્વક ક૨વી જોઈએ. જ્ઞાનપૂર્વક કરેલી ક્રિયા જ ફળવતી બને છે. આ અંગે તને એક દૃષ્ટાંત કહું. તે ધ્યાનથી તું સાંભળ.’ એક શેઠે કેટલાક ક્ષત્રિયોને પોતાને ત્યાં જમવા તેડ્યા. ક્ષત્રિયો બેઠા હતા તે ખંડના મધ્ય ભાગમાં ઊંચે એક ઘડો લટકાવેલો હતો. શેઠે આ ઘડામાં સાપ પૂર્યો હતો. ક્ષત્રિયોએ એ ઘડાને ધ્યાનમાં રાખ્યો. તેમને હતું કે શેઠે એ ઘડામાં પોતાનું ધન છુપાવ્યું હશે. આથી રાતે એક જણે ચોરી છૂપીથી એ ઘડામાં હાથ નાંખ્યો. હાથ નાંખતાં વેંત જ એ જોરથી ચીસ પાડી ઊઠ્યો. સાપના ડંખથી તે તરત જ ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યો. હે વત્સ ! એ ક્ષત્રિયો જ્ઞાનહીન હતા. તેમને એ ખ્યાલ ન આવ્યો કે કોઈપણ ડાહ્યો માણસ જાહેરમાં નાના ઘડામાં પોતાનું ધન ન સંતાડે. આથી અજ્ઞાનતાથી ક્ષત્રિયે પગલું ભર્યું અને તેનું અકાળ મૃત્યુ થયું. આ કથાથી સાર એ લેવાનો છે કે ક્રિયા કરતાં પહેલાં જ્ઞાન હોવું જરૂરી છે. ‘પહેલાં જ્ઞાન અને પછી દયા' એટલા માટે જ કહ્યું છે જ્ઞાનપૂર્વકની ક્રિયા જ ફળદાયી બને છે, એ તું બરાબર સમજી લે. આ સાથોસાથ બીજી પણ તને મહત્ત્વની એક વાત કહું કે “ગમે તેવું અધ્યયન કર્યું હોય તો નિરર્થક જતું નથી, પરંતુ જ્યારે તે વિજ્ઞાનયુક્ત થાય છે ત્યારે જ તેનું ફળ થાય છે.” આ અંગેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે : એક રાજા કવિતાપ્રેમી હતો. નવી કવિતા કરી લાવનારને તે પાંચસો દિનાર ભેટ આપતો. એક બ્રાહ્મણે બે બળદને એક સરોવર કાંઠે બાંધ્યા. તે સમયે એક મદોન્મત્ત આખલો આવ્યો. સરોવરમાં પાણી પીતાં પીતાં તે પોતાના પગથી પૃથ્વી ખોદતો હતો. તે જોઈ બ્રાહ્મણે આખલાને ઉદ્દેશીને કહ્યું : : ઘસે ઘસે ને અતિ ઘસે, ઉપર ઘાલે પાણી; જીણે કારણ એ ઘસે ઘસાવે, તે વાત મેં જાણી. બ્રાહ્મણે આ કવિતા રાજાને સંભળાવી. રાજાએ તેને પાંચસો દિનાર આપી. રાજપુત્ર અને મંત્રીથી રાજાનો આ ઉડાઉ ખર્ચ સહન નહોતો થતો. આથી રાજાને મારી નાંખવા તેમણે કાવતરું કર્યું. રાજાને મારી નાખવા એક હજામને મોકલ્યો. રાજાની દાઢી કરવા હજામ અસ્ત્રો ઘસી રહ્યો Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ હતો, ત્યાં રાજા પેલી કવિતા મોટેથી અવાર-નવાર બોલવા લાગ્યો. આ સાંભળી હજામના હાંજા ગગડી ગયા. તે સમજી ગયો કે રાજાને મારા ઇરાદાની ખબર પડી ગઈ છે. આથી રાજાના પગે પડીને બધી વાત કહી દીધી. “સ્વામી ! આમાં મારો કોઈ જ વાંક ગુનો નથી. પણ તમારા પુત્રે તથા પ્રધાને મને તમારી હત્યા કરવાનું કામ સોંપ્યું છે.” આ જાણીને રાજાએ હજામને અભયદાન આપ્યું અને રાજપુત્ર તેમજ મંત્રીને યોગ્ય શિક્ષા કરી. હે વત્સ ! એક નાનકડી કવિતાથી રાજાનો જીવ બચી ગયો. આમ નાનું અમસ્તુ પણ અધ્યયન નિષ્ફળ જતું નથી. તારે આ દષ્ટાંતથી શીખવાનું છે કે ગમે તેવું વાક્ય સાંભળ્યું હોય અથવા તેનું અધ્યયન કર્યું હોય, પણ તેનો સ્યાદ્વાદ માર્ગે ઉપયોગ કરવો, તેમ કરવાથી તેનો બધો જ સ્વાધ્યાય સફળ થાય છે. હવે તને હું એક ત્રીજું અને છેલ્લું દષ્ટાંત કહુંઃ “વિદ્યા ન હોય તો શું પરિણામ આવે છે તેનું આ દૃષ્ટાંત છે.' એક ગરીબ અને કંગાળે એક પુરુષને જોયો. તે એક હાથમાં એક ઘડો રાખી તેની પૂજા કરી રહ્યો હતો. તેણે પ્રાર્થના કરી: “હે કુંભ ! મારા માટે તું શયા, ભોજન, સ્ત્રી વગેરે સહિત એક મહેલ બનાવ.” વિદ્યાસિદ્ધ પુરુષની પ્રાર્થના સાંભળી કામકુંભે તેની ઇચ્છા પૂરી કરી. પેલા ગરીબ વિચાર્યું: “હવે મારે શા માટે વધુ મહેનત કરવી જોઈએ? આ વિદ્યાસિદ્ધની જ સેવા કરું. તે જ પ્રસન્ન થઈને મારી ગરીબાઈનો નાશ કરશે અને તેની સેવાથી પ્રસન્ન થઈને વિદ્યાસિદ્ધ પુરુષે પૂછ્યું : “તને હું કામકુંભ આપું કે વિદ્યા ? ગરીબ વિદ્યાસાધનાની કડાકૂટમાં પડવાને બદલે કામકુંભ માંગ્યો. કામકુંભના પ્રભાવથી ગરીબ શ્રીમંત થઈ ગયો અને અવનવા ભોગવિલાસમાં ડૂબી ગયો અને સ્વચ્છંદી બની ગયો. એક દિવસ તે સૂરાના નશામાં કામકુંભ માથે મૂકીને નાચ્યો. નાચના તાનમાં કુંભ પડી ગયો અને ફૂટી ગયો. પરિણામે કામકુંભથી ઊભી થયેલ બધી ઋદ્ધિ-સિદ્ધિ પણ નાશ પામી અને ફરી પાછો તે ગરીબ બની ગયો. હે વત્સ! ગરીબે કામકુંભ લીધો અને વિદ્યા ન લીધી તેથી તે પામ્યો છતાંય લૂંટાઈ ગયો. આથી હંમેશાં વિદ્યાભ્યાસ કરવો અને તેમાં જરા માત્ર પણ આળસ-પ્રમાદ ન કરવા. ૨૩છે. ઉપદેશ માટે યોગ્યતા જરૂરી દરેક માણસના સ્વભાવ, રસ અને રૂચિ ભિન્ન-ભિન્ન હોય છે. બધા જ માણસો ઉપદેશ માટે યોગ્ય નથી હોતા. ચાર પ્રકારના માણસો ઉપદેશ માટે યોગ્ય નથી. કહ્યું છે કે – Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧. રાગી ઉપદેશ યોગ્ય નથી यस्मिन् वस्तुनि, रागो यस्य नरस्य सः । तदीयान्ननु दोषांश्च, गुणतयैव पश्यति ॥ “જે માણસને જે વસ્તુમાં રાગ ઉત્પન્ન થયો હોય છે, તે માણસ તે વસ્તુના દોષને પણ ગુણરૂપે જ જુએ છે.” આ અંગેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે : નંદન કોટવાળને બે પત્ની હતી. આદ્યશ્રી અને દ્વિતીયશ્રી. નંદનને દ્વિતીયશ્રી પર અત્યંત રાગ હતો, તેનામાં તે બેહદ આસક્ત હતો. એક વખત નંદન પરગામથી પોતાના વતન પાછો ફર્યો, ત્યારે દ્વિતીયશ્રી ઘરે ન હતી. પિયર ગઈ હતી. આદ્યશ્રી નંદનને પ્રેમથી એક પછી એક વાનગી પીરસી રહી હતી. પરંતુ નંદનને તેમાં રસ કે સ્વાદ નહોતો પડતો. કંટાળીને બોલ્યો : ‘આદ્યશ્રી ! મારું એક કામ કરને, દ્વિતીયશ્રીના ઘરે જઈને તેણે જે કંઈ શાક રાંધ્યું હોય તે લઈ આવને.’ આદ્યશ્રી પતિભક્ત હતી. તે તુરત પોતાની શોકને ત્યાં ગઈ, દ્વિતીયશ્રીએ તેને કહ્યું : ‘આજે મેં કંઈ રાંધ્યું જ નથી, તો શાક ક્યાંથી આપું ?' આદ્યશ્રીએ આ વાત નંદનને કરી. તેણે ફરીથી આદ્યશ્રીને દ્વિતીયશ્રીને ત્યાં મોકલીને કંઈ વધ્યું-ઘટ્યું જે હોય તે લઈ આવવા કહ્યું. દ્વિતીયશ્રીએ કહ્યું કે ‘વધેલું ઘટેલું તો નોકરોને આપી દીધું.' તો ય નંદને ત્રીજીવાર મોકલીને તેના ઘરેથી કાંજી જેવું ગમે તે હોય તે લઈ આવવા કહ્યું. આદ્યશ્રીને આથી ગુસ્સો ચડ્યો. ઘર બહાર જઈને તેણે વાછરડાનું તાજું છાણ લીધું. તેમાં લોટ, મસાલો વગેરે નાંખીને તેની વાનગી બનાવી. એ વાનગી તેણે નંદનને પીરસી અને કહ્યું કે ‘આ વાનગી દ્વિતીયશ્રીએ આપી છે.' નંદન તે ખાવા મંડી પડ્યો. કોળિયો ભરતો ગયો અને તેના સ્વાદનાં વખાણ કરતો ગયો : ‘અહા હા ! શું સ્વાદ છે ! વાહ વાહ ! તેના હાથમાં તો જાદુ છે, જાદુ !!!' આ નંદનને આપણે શું કહીશું ? નંદન મૂર્ખ નહોતો. તે સ્ત્રીના પ્રેમમાં આંધળો હતો. આથી તેના નામની છાણમિશ્રિત વાનગી પણ તેને સ્વાદિષ્ટ લાગી. આથી જે માણસ અસત્ય ધર્મમાં રાગી હોય છે, તે ગુણ-દોષનો વિવેક જાળવી શકતો નથી. આવો રાગાંધ માણસ અધર્મને ધર્મ અને અનાચારને સદાચાર માને છે. આવા રાગી અને આસક્ત માણસો ધર્મ પામતા નથી. કહ્યું છે કે ઃ मिथ्यात्वपंकमलिनो आत्मा विपरीतदर्शनोभवति । श्रद्धते न च धर्मं, मधुरमपि रसं यथा ज्वरितः ॥ “મિથ્યાત્વરૂપી કાદવથી ખરડાયેલો આત્મા વિપરીત શ્રદ્ધાવાળો હોય છે, આથી તાવવાળાને મીઠો રસ રૂચતો નથી તે પ્રમાણે મિથ્યાત્વીને સત્ય ધર્મ પર રૂચિ થતી નથી.” Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨. તેથી ઉપદેશ યોગ્ય નથી यो यस्मिन् द्वेषमापन्नः क्रोधमानातिरेकवान् । स लुप्यते गुणांस्तस्य, दोषान् प्रादुष्करोत्यथ ॥ “જે માણસ ક્રોધ અથવા માનના અધિકપણાથી જેના ઉપર દ્વેષ પામ્યો હોય, તે તેના ગુણનો નાશ કરીને દોષને જ પ્રકટ કરે છે.” આ અંગે દાંત આ પ્રમાણે : પાંડવોનો વનવાસનો સમય પૂરો થયો. હવે કૌરવો સાથે કામ લેવાનું હતું. તેમ કરવા જતાં ફલેશ થવાનો સંભવ હતો. આથી શ્રી કૃષ્ણ દુર્યોધન પાસે જઈ પાંડવોનો સંદેશો કહ્યો : “ઇન્દ્રપ્રસ્થ, યવપ્રસ્થ, માકંદી, વરૂણાવત અને પાંચમું હસ્તિનાપુર. આ પાંચ ગામ મને તું આપ અને બાકીનું તમામ રાજ્ય તું ભોગવ.” આ સાંભળીને દુર્યોધન બોલ્યો - - “હે કૃષ્ણ! અતિ ઝીણી-વીણ સોયના અગ્રભાગથી જેટલી પૃથ્વી ભેદાય તેથી અર્ધી પૃથ્વી પણ હું યુદ્ધ કર્યા વિના નહિ આપું.” શ્રી કૃષ્ણ તેને સમજાવીને કહ્યું: “હે દુર્યોધન ! યુદ્ધ કરવાથી કુળનો નાશ થાય છે. તેમ છતાંય યુદ્ધમાં વિજય મળે કે પરાજય તે નક્કી નથી અને અંતે મરીને પરભવમાં નરકે જવું પડે છે. આથી તું યુદ્ધની વાત છોડી દઈને પાંડવોની આ નાની માંગણી કબૂલ રાખ.” દુર્યોધને શ્રી કૃષ્ણની એક પણ વાત માની નહિ. પોતાની જીદમાં અટલ રહ્યો અને શ્રી કૃષ્ણને પકડી લીધા. આ પ્રમાણે ધર્મદ્વિષી માણસોને ધર્મનો ઉપદેશ આપવાથી તેની ઊંધી અસર થાય છે. આ અંગે શ્રી ભદ્રબાહસ્વામી પ્રત્યે વરાહમિહિર આદિનાં દષ્ટાંતો જાણીતાં છે. ૩. મૂઢ ઉપદેશ યોગ્ય નથી अज्ञानोपहतचित्तः कार्याकार्यविचारकः । मूढः स एव विज्ञेयो, वस्तुतत्त्वमवेत्तृकः ॥ જેનું ચિત્ત અજ્ઞાનથી હણાયેલું છે અને જે કાર્ય અને અકાર્યનો વિચાર કરી શકતો નથી. તેને મૂઢ જાણવો. કારણ કે તે વસ્તુતત્ત્વને જાણતો નથી.” વિધવાના પુત્રે તેની માને પૂછ્યું: “હે મા ! મારા પિતા શું કામ કરતા હતા? મા : તારા પિતા રાજાની નોકરી કરતા હતા.” પુત્ર : “તો મા ! હું પણ રાજાની નોકરી કરીશ.' મા : હે વત્સ ! રાજસેવા કરવી ઘણી મુશ્કેલ છે અને તે માટે ઘણો વિનય સાચવવો પડે તેમ છે.” પુત્ર : “મા ! આ વિનય કેવી રીતે સચવાય ?' મા : “બેટા ! જે કોઈને જોઈએ તેને નમીને પ્રણામ કરવાના અને બધાય સાથે ખૂબ જ નમ્રતાથી વર્તવું તેને વિનય કહેવાય છે.” પુત્ર : “મા! હું પણ સૌને નમીશ અને સૌ સાથે નમ્રતાથી વર્તીશ.” Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પુત્ર રાજસેવા કરવા માટે રાજાને મળવા ગયો. રસ્તામાં તે માની શિખામણ ગોખતો હતો. ચાલતાં-ચાલતાં તે એક જંગલમાં આવ્યો. ત્યાં તેણે હરણોને જોયાં. સાથે સાથે ઝાડ પાછળ સંતાયેલા પારધીઓને પણ જોયા. આ પારધીઓ ધનુષ્ય પર તીર ચડાવીને બેઠા હતા. પુત્રે તેઓને જોઈને મોટેથી “રામ રામ' કહીને પ્રણામ કર્યા. અવાજ સાંભળીને હરણો નાસી ગયાં. હાથમાં આવેલાં હરણો ભાગી ગયાં. આથી પારધીઓએ પુત્રને પકડી લીધો. બાંધ્યો અને માર્યો. ત્યારે પુત્રે કહ્યું: “મારી માએ મને શીખવ્યું છે કે જે મળે તેને રામ-રામ કહીને પ્રણામ કરવા. આથી મેં તમને પ્રણામ કર્યા. પુત્રનું ભોળપણ જોઈને પારધીઓએ તેને છોડી દીધો અને શિખામણ આપી કે “આમ કોઈ સંતાઈને બેઠું હોય ત્યારે અવાજ કર્યા વિના, દબાતા પગલે, ધીમે ધીમે ત્યાંથી પસાર થવું.” પુત્રે આ શિખામણ પણ યાદ રાખી. આગળ ચાલતાં તેણે એક સ્થળે કપડા ધોતા ધોબીઓને જોયા. ધોબીઓનાં કપડાં કોઈ ચોરી જતું હતું આથી ચોરને પકડવા કેટલાક ધોબીઓ સંતાઈને બેઠા હતા. તેમને જોઈને પુત્ર અવાજ કર્યા વિના ધીમે-ધીમે દબાતા પગલે ચાલ્યો. તેને આ પ્રમાણે ચાલતો જોઈને ધોબીઓએ તેને જ કપડાંચોર સમજીને પકડી લીધો. પરંતુ તેનું અબુધપણું જાણીને છોડી મૂક્યો અને શિખામણ આપી: “આવી રીતે કોઈને બેઠેલો જોઈએ ત્યારે કહેવું કે અહીં ખાર પડો, ચોખ્ખું થાવ.” તેણે આ શિખામણ બરાબર ગોખી લીધી. પુત્ર ત્યાંથી એક ગામમાં આવ્યો. તે દિવસે પ્રથમ હળ ખેડવાનું મુહૂર્ત હતું. મંગળ ક્રિયા માટે બધા બેઠા હતા, તેમને જોઈને પુત્ર બોલી ઊઠ્યો: “અહીં ખાર પડો, ચોખ્ખું થાવ.” તેને આમ બોલતો સાંભળીને ખેડૂતોએ તેને પકડ્યો. પરંતુ તેને ભોળો જાણી છોડી મૂક્યો અને શિખામણ આપી કે : “આવી રીતે જોઈને એમ કહેવું અહીં ગાડા ભરાઓ, ઘણું થાઓ.” પુત્ર ત્યાંથી ચાલતો બીજા ગામમાં આવ્યો. ત્યાં તેણે એક મડદાને ગામ બહાર લઈ જતા જોયા. તે જોઈ પુત્ર બોલ્યો: “ગાડા ભરાઓ, ઘણું થાઓ.' આથી અહીં પણ તેને માર પડ્યો, પરંતુ તેને ભોળો જાણીને છોડી મૂક્યો ને શિખામણ આપી કે “આવું જુએ ત્યારે કહેવું કે ક્યારેય પણ તમારે આવું ન થાઓ.’ આ શિખામણનો અમલ તેણે એક લગ્ન પ્રસંગમાં કર્યો. આથી ત્યાં પણ તેને માર પડ્યો. આમ જડ બુદ્ધિવાળાને ધર્મનો ઉપદેશ ઉપયોગી નથી બનતો. આવા મૂઢ અને અબુધ માણસો ઉપદેશ માટે અયોગ્ય છે. ૪. ધૂર્ત ઉપદેશ યોગ્ય નથી वस्त्ववस्तुपरीक्षायां, धूर्तव्युद्ग्राहणावशात् । अक्षमो कुग्रहाविष्टो, हास्यः स्याद् गोपवन्नरः ॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૦૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ધૂર્ત માણસે અવળું સમજાવવાથી કદાગ્રહી થયેલો માણસ વસ્તુ અને અવસ્તુની પરીક્ષા કરવામાં અસમર્થ થાય છે અને ગોવાળની જેમ તે હાંસીને પાત્ર બને છે.” રાજપુરમાં એક ગોવાળ રહેતો. ગાયો ચરાવીને તેણે સારા પૈસા ભેગા કર્યા હતા. એક દિવસ તેના મિત્ર સોનીએ કહ્યું: “તારી પાસે ઘણા પૈસા છે તે કોઈ બીજા સોની પાસે તું સોનાનું એક કડું કરાવ.” ગોવાળ બોલ્યો : “તો તું જ કરી આપને.” મિત્ર સોનીએ કહ્યું: “પૈસો પ્રેમનો નાશ કરે છે.”નીતિકારોએ કહ્યું છે કે જો મૈત્રી વધારવાની ઇચ્છા હોય તો મિત્ર સાથે વાદવિવાદનો, પૈસાની લેવડદેવડનો અને મિત્ર પત્ની સાથે ખાનગી સંબંધનો આ ત્રણેય બાબતનો ત્યાગ કરવો. આથી હે મિત્ર ! તું મારી પાસે કડું ન કરાવતાં એ તું બીજા પાસે કરાવ.” પરંતુ મિત્ર માન્યો નહિ. તેને પોતાના મિત્ર અને મૈત્રીમાં વિશ્વાસ હતો. છેવટે મિત્ર સોનીએ બે કડાં બનાવ્યાં. એક સોનાનું અને બીજું પિત્તળનું. કડું તૈયાર થતાં તેણે સોનાનું કડું મિત્રને આપી દીધું. મિત્રે સોનાના કડાની કસોટી કરાવી. સોનું સાચું હતું. પછી એ સોનીએ એ કડાને ઓપવા માટે માંગ્યું. ગોવાળે આપ્યું. પછી એ સોનીએ પિત્તળનું કડું પાછું આપ્યું. પરંતુ મિત્ર સોના અને પિત્તળ વચ્ચે ભેદ પારખી શક્યો નહિ. એક સમયે તેણે એ કડું વેચવા માટે કાઢ્યું. તો એ જ સોનીએ કહ્યું કે “આ કહું તો પિત્તળનું છે.” ગોવાળ બોલ્યો “કમાલ છો તમે તો, તમે જ મને કહ્યું હતું કે આ કડું સોનાનું છે અને હવે આજે તમે જ તેને પિત્તળનું કહો છો અને મારા મિત્રને દોષ દો છો. મને વિશ્વાસ છે કે મારો મિત્ર મને છેતરે જ નહિ.” આ દૃષ્ટાંત કહે છે કે પ્રથમથી જ ઊંધું અવળું સમજવામાં આવે પછીથી તે અવળું જ સત્ય લાગે છે. ગમે તે રીતે કુમત સમજાયો હોય તો પછી સિદ્ધાંતના સત્યને પામી શકાતું નથી. તેવો માણસ સત્ય ધર્મને સમજી શકતો નથી. આ પ્રમાણે ઉપદેશ સંભળાવવા માટે આવા ચાર પ્રકારના માણસને અયોગ્ય કહ્યા છે. આથી તેમના સિવાય બીજાઓને ધર્મનો ઉપદેશ આપવો. ૨૩૮ કદાગ્રહનો ત્યાગ કરવો स्याद्वादयुक्तितो बोधं, न प्राप्तवान् स निर्गुणः । विद्वन्मरालसंघेभ्यो बाह्यः कार्यः शुभात्मभिः ॥ જે સ્યાદ્વાદની યુક્તિથી બોધ પામતો નથી તેને નિર્ગુણ જાણવો. તેને ડાહ્યા પુરુષોએ વિદ્વાનોરૂપી હંસના સમૂહમાંથી બહાર કાઢવો.” Page #104 -------------------------------------------------------------------------- ________________ ....... ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ નામ :ગોખમાહિલનું દષ્ટાંત દક્ષપુર ગામમાં આચાર્ય આરક્ષિતસૂરિજી મહારાજ પોતાના શિષ્ય સમુદાય સાથે બિરાજમાન હતા. તેઓશ્રીએ વજસ્વામીજી આચાર્ય પાસે નવપૂર્વથી થોડોક વધુ અભ્યાસ કર્યો હતો. શ્રી સીમંધરસ્વામીના કહેવાથી કેટલાક દેવેન્દ્ર તેમની પાસે નિગોદ સંબંધી શંકાઓનું સમાધાન કરવા આવ્યા હતા. એ સમયે મથુરાનગરીમાં કોઈ નાસ્તિક ઊભો થયો. તેની સામે ત્યાં કોઈ પ્રતિવાદ કરનાર ન હતું. સ્થાનિક શ્રી સંઘે આથી બે સાધુને દક્ષપુર આચાર્યશ્રી પાસે મોકલ્યા. આચાર્યશ્રીએ બધી વિગતો ધ્યાનથી સાંભળી. પરંતુ પોતાની ઉંમર થઈ હોવાથી અને પ્રતિવાદનું કામ શિષ્ય પણ કરી શકે તેમ હોવાથી તેમણે વાદ લબ્લિનિધાન ગોખમાહિલ નામના મુનિને મથુરા મોકલ્યા. તેમણે નાસ્તિક સાથે સફળતાથી વાદ-વિવાદ કર્યો. નાસ્તિકવાદીનો પરાજય થયો. શ્રી સંઘની વિનંતીથી ગોષ્ટામાપિલ મુનિએ મથુરામાં જ ચાતુર્માસ કર્યું. - આર્યરક્ષિતસૂરિજીએ પોતાના આયુષ્યનો અંત નજીક આવેલો જોઈને યોગ્ય શિષ્યને આચાર્યપદ આપવા માટે વિચાર્યું. આ માટે યોગ્ય શિષ્યની જ પસંદગી કરવી જોઈએ. કહ્યું वुड्डो गणहरसहो, गोयममाइ-हिं धीरपुरिसेहिं । जो तं ठवइ अपत्ते, जाणंतो सो महापावो ॥ ગૌતમ આદિ ધીર પુરુષોએ વહન કરેલો ગણધર આચાર્ય શબ્દ જાણતો હોવા છતાં ય તેને જે અપાત્રમાં સ્થાપન કરે તે મહાપાપી કહેવાય.” આચાર્યશ્રી જાણતા હતા કે ગણધર-આચાર્ય પદ માટે દુર્બલિકા પુષ્પમિત્રમુનિ જ વધુ યોગ્ય છે. પરંતુ બીજા બધા મુનિઓ ઇચ્છતા હતા કે ગોષ્ટામાહિલ મુનિ કે ફલ્યુરક્ષિતમુનિને આચાર્યપદ આપવામાં આવે. આથી આચાર્યશ્રીએ શ્રી ચતુર્વિધ સંઘને ભેગો કર્યો અને તે સૌની સમક્ષ તેમણે સદષ્ટાંત રજૂઆત કરી : “ત્રણ પ્રકારના ઘડા છે. એક ઘડામાં વાલ ભરેલા છે, બીજામાં તેલ ભર્યું છે અને ત્રીજામાં ધી. આ ત્રણે ઘડાને ઊંધા વાળવામાં આવે તો વાલવાળા ઘડામાંથી બધા જ વાલ નીકળી જાય. તેલવાળા ઘડામાંથી થોડું તેલ અટકી રહે અને ઘી વાળા ઘડામાં તેનાથી વધુ ઘી ઘડામાં ચીટકી રહે અને બાકીનું નીકળી જાય. આ ઘડાની જેમ હું સૂત્ર તથા તેના અર્થના વિષયમાં દુર્બલિકા પુષ્પમિત્ર પાસે વાલના ઘડારૂપ થયો છું. અર્થાત તેણે મારી પાસેથી સમસ્ત સૂત્રાર્થ ગ્રહણ કર્યો છે. ફલ્યુરક્ષિતમુનિ પાસે તેલના ઘડા જેવો થયો છે. કારણ સર્વ સૂત્રાર્થ તેણે ગ્રહણ કર્યો નથી અને ગોખમાહિલ પાસે હું ઘીના ઘડા જેવો થયો છું. કારણ તેને મારી પાસેથી ઘણો બધો સૂત્રાર્થ ભણવાનો બાકી રહી ગયો છે. આથી મારી પાટે, મારા પછી દુર્બલિકા પુષ્પમિત્ર આચાર્ય થાય.” Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ સંઘે તેમની ઇચ્છા અને નિર્ણય માન્ય રાખ્યો. આ પછી આર્યરક્ષિતસૂરિ અનશન કરીને સ્વર્ગે ગયા. આ બધી હકીક્ત સાંભળી ગોષ્ટામાહિલ મુનિ મથુરાથી દક્ષપુર આવ્યા. પુષ્યમિત્રને પાટ અને આચાર્યપદ આપ્યા તેથી તેમને ખૂબ જ દુઃખ અને આઘાત લાગ્યા. આથી તે આચાર્યશ્રીની નિંદા કરવા લાગ્યા. એક દિવસની વાત છે. દુર્બલિકાપુષ્પમિત્રઆચાર્યના એક શિષ્ય વિધ્યમુનિ કર્મપ્રવાદ નામના પૂર્વની આવૃત્તિ કરી રહ્યા હતા. તેમાં વિષય આ પ્રમાણે હતો: “જીવના પ્રદેશ સાથે બદ્ધ થયેલું કર્મ જેનો બંધ માત્ર થાય છે. એથી કષાય રહિત કેવળીને ઈર્યાપથિકી જે કર્મ બંધાય છે તે બદ્ધ કહેવાય છે. બદ્ધકર્મ કાલાંતર સ્થિતિને પામ્યા વિના જ સૂકી ભીંત પર નાંખેલી ભૂકીની જેમ જીવના પ્રદેશથી જુદું પડી જાય છે. જીવના પ્રદેશોએ પોતાનું કરી લીધેલું કર્મ તે બદ્ધસ્કૃષ્ટકર્મ કહેવાય છે. આવું કર્મ ભીની ભીંત પર નાંખેલા ભીના ભૂકાની જેમ કાળાંતરે નાશ પામે છે. અતિ ગાઢ ભાવ અને વિચારથી બાંધેલું કર્મ અપવર્તનાદિકરણને અયોગ્ય હોવાથી નિકાચિત કહેવાય છે. આ નિકાચિત કર્મ ગાઢ બંધવાળું હોવાથી ભીની ભીંત પર આકરા કળી ચૂનાનો કે સફેદાનો હાથ માર્યો હોય તેની જેમ કાળાંતરે પણ વિપાકથી ભોગવ્યા વિના પ્રાયઃ કરીને ક્ષય પામતું નથી. આ ત્રણે પ્રકારનાં કર્મને સમજવા માટે સોયનું દૃષ્ટાંત છે. (૧) દોરાથી બંધાયેલ સોય જેવું કર્મ બદ્ધકર્મ જાણવું. (૨) લોઢાના તારથી બાંધેલ સોય જેવું કર્મ બદ્ધસ્પષ્ટકર્મ જાણવું અને (૩) અગ્નિથી તપાવી હથોડા વતી ટીપીને એકત્ર કરેલા સોયના સમૂહ જેવું નિકાચિત કર્મ જાણવું. નિકાચિત કર્મ પ્રાયઃ ભોગવવું પડે છે. તે ‘તવસામો નિફિયાળ '-તપથી નિકાચિત કર્મનો ક્ષય થાય છે. એ વચન અનુસાર કહ્યું છે. ઉગ્ર તપ કરવાથી તેમજ ઉત્કૃષ્ટ અધ્યવસાયના બળથી નિકાચિતકર્મમાં પણ અપવર્તનાદિકકરણો પ્રવર્તે છે. આ વ્યાખ્યાનથી એમ સમજવાનું છે કે ક્ષીરનીરની જેમ તેમજ અગ્નિથી તપાવેલા લોઢાના ગોળાની જેમ જીવના પ્રદેશ સાથે કર્મનો સંબંધ છે.” વિંધ્યમુનિની આ વ્યાખ્યા સાંભળીને ગોષ્ટામાહિલ મુનિએ તેમને કહ્યું : “જીવ અને કર્મનો જે તાદાભ્ય સંબંધ તમે કહ્યો તે દૂષિત છે. કારણ તાદાસ્યભાવ માનવાથી જીવથી જીવના પ્રદેશ ભિન્ન થતા નથી. તેમ કર્મ પણ જીવથી અભિન્ન કહે છે. આથી જીવ સદા કાળ કર્મ સહિત હોવાથી તે મોક્ષ પામી શકે નહિ. મોક્ષનો એથી અભાવ થશે. આથી મારી જ વ્યાખ્યા બરાબર છે કે સર્પની કાંચળીની જેમ જીવની સાથે કર્મનો માત્ર સ્પર્શ જ છે. અગ્નિથી તપાવેલા લોહગોળાના ન્યાયની જેમ તાદાસ્યભાવ પામ્યા વિના જ તે જીવની સાથે જોડાય છે અને તેની સાથે પરભવમાં જાય છે. આમ માનવાથી જ માનવને મોક્ષ મળી શકશે.” Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ વિંધ્યમુનિને આથી શંકા પડી. તે તરત જ દુર્બલિકાપુષ્પમિત્રઆચાર્ય પાસે ગયા. પોતાની શંકા કહી. આચાર્યશ્રીએ કહ્યું તમે જે પ્રથમ કહ્યું હતું તે જ સત્ય છે. કારણ કહ્યું છે કે – જીવ પોતાની અવગાહનાથી વ્યાપ્ત થયેલા આકાશપ્રદેશમાં રહેલા જ કર્મના દળીઆને ગ્રહણ કરે છે. પણ બીજા પ્રદેશમાં રહેલાને ગ્રહણ કરતો નથી. તેથી જો કદાચ આત્મા અન્ય પ્રદેશોમાં રહેલા કર્મને ગ્રહણ કરીને પોતાની ફરતા વટે તો તે કર્મને સર્પ કાંચળીની ઉપમા ઘટી શકે. તે સિવાય ઘટી શકે નહિ.” વિંધ્યમુનિએ આ શંકાનું નિવારણ ગોખમાહિલ મુનિને કહ્યું. પરંતુ કદાગ્રહના કારણે તેમણે પોતાનો જ કક્કો ખરો કર્યો. આથી આચાર્યશ્રીએ તેમને બોલાવીને પૂછ્યું: “તમે સર્પદંચકની જેમ કર્મનો સંબંધ માનો છો તે જીવના દરેક પ્રદેશની સાથે માનો છો કે જીવની બહાર ત્વચા પર્યત ભાગ સાથે ફરતો વીંટળાયેલો માનો છો ? જો જીવના દરેક પ્રદેશ પર્યત ભાગ સાથે માનશો તો આકાશની જેમ જીવમાં સર્વ પ્રદેશ કર્મ પ્રાપ્ત થશે. તો પછી જીવનો મધ્યભાગ કયો કે જે કર્મ રહિત રહેશે. કારણ કે જીવના પ્રતિપ્રદેશે કર્મ લાગવાથી કોઈ મધ્યપ્રદેશ બાકી રહેશે નહિ. આથી કર્મનું અસર્વવ્યાપીપણું થાય. એ રીતે સાધ્યવિકળતા પ્રાપ્ત થવાથી કંચુકનું દષ્ટાંત અઘટિત છે.” અને જો જીવની બહાર ત્વચા પર્યત ભાગ સાથે કંચુકની જેમ સ્પર્શ કરેલું કર્મ માનશો તો જીવ એક ભવમાંથી બીજા ભવમાં જશે ત્યારે અંગના બાહ્ય મેલની જેમ તેની સાથે કર્મ જશે નહિ અને ભલે જીવની સાથે કર્મ ન જાય તેમાં શો દોષ છે એમ કહેશો તો સર્વ જીવનો મોક્ષ થશે. કેમ કે પુનર્જન્મના કારણભૂત કર્મનો જ તેની સાથે અભાવ છે. ઇત્યાદિ દોષ પ્રાપ્ત થશે.” ગોખમાહિલે પૂછ્યું: “જો જીવ અને કર્મનું ભિન્નપણું ન હોય તો જીવ થકી તેનો વિયોગ શી રીતે થાય?” આચાર્યશ્રીએ કહ્યું: “જો કે કર્મ જીવની સાથે અભેદ કરીને કહ્યું છે તો પણ સુવર્ણ અને માટીની જેમ તેનો વિયોગ થઈ શકે છે જેમ મિથ્યાત્વાદિકથી કર્મનું ગ્રહણ થાય છે તેમ જ્ઞાન અને ક્રિયાથી તેનો વિયોગ પણ થાય છે.” આમ અનેક દાખલા દલીલથી આચાર્યશ્રીએ ગોષ્ટામાહિલ મુનિને સમજાવ્યા પરંતુ કદાગ્રહના કારણે તેમણે પોતાની વાત છોડી નહિ. એક બીજો પ્રસંગ. વિંધ્યમુનિ શિષ્યોને પ્રત્યાખ્યાન સમજાવતા હતા. તેમણે કહ્યું: “મુનિને જીવનપર્યત સર્વ સાવધનાં પ્રત્યાખ્યાનો ત્રિવિધ કરવાં.” ત્યારે ગોષ્ટામાપિલ મુનિએ કહ્યું: “સર્વ પ્રત્યાખ્યાનો યાવજીવ આદિ અવધિ વિના જ કરવાં. અવધિ સહિત કરવાથી આશંસા દોષ પ્રાપ્ત થાય છે. જેમ કે કોઈ સાધુ એવો વિચાર કરે કે પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી હું સ્વર્ગાદિકમાં દેવાંગના સાથે ભોગ વગેરે ભોગવીશ. આમ વિચારવાથી પરિણામ અશુદ્ધ થતાં પ્રત્યાખ્યાન પણ અશુદ્ધ થયું. આ અંગે સૂત્રમાં કહ્યું છે કે : Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ रागेण च दोसेण च, परिणामेण च न दूसियं जं तु । .. तं खलु पच्चक्खाणं, भावविशुद्ध मुणेयव्वं ॥ જે રાગ, દ્વેષ કે પરિણામથી દૂષિત થયેલું ન હોય તે જ પ્રત્યાખ્યાન ભાવ વિશુદ્ધ જાણવું.' ગુરુએ આનો પ્રતિકાર કરતાં કહ્યું: “તમે જે આશંસાદોષ આપ્યો તે કાળનો અવધિ પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થાય છે કે વાંછાથી પ્રાપ્ત થાય છે? જો કાળનો અવધિ કરવાથી પ્રાપ્ત થતો હોય તો પોરસી વગેરેના પચ્ચખાણમાં પણ તે દોષ પ્રાપ્ત થશે. કેમ કે કાળ પ્રત્યાખ્યાનમાં પ્રહર વગેરે કાળમાન સાક્ષાત્ કહેલું છે. જો કદાચ પોરસી વગેરેમાં પણ કાળનો અવધિ કરવો નહિ' એમ કહેશો તો દીક્ષા ગ્રહણ કરવાના દિવસથી જ અનશન કરવું પડશે અને તીર્થકરોએ તો તપસ્વીઓને દશ પ્રકારે અનાગત આદિ પ્રત્યાખ્યાનો કરવાનું સિદ્ધાંતમાં કહ્યું છે. હવે જો તૃષ્ણાથી આશંસાદોષ પ્રાપ્ત થાય છે એ બીજો પક્ષ માનશો તો તે પણ અયોગ્ય છે. કારણ મુનિને અન્ય ભવમાં પાપ સેવવાની ઇચ્છા હોતી નથી અને જો અવધિ વિના પ્રત્યાખ્યાન કરે તો સર્વ ભવિષ્યના કાળનું પ્રત્યાખ્યાન થઈ જશે. તેમ થવાથી આયુષ્યના ક્ષયે દેવગતિને પામેલા યતિને સાવદ્ય કર્મના સેવનથી અવશ્ય વ્રતનો ભંગ થશે. આ બધાં કારણોથી આશંસા રહિતપણે અવધિ સહિત પ્રત્યાખ્યાન કરવાથી કાયોત્સર્ગની જેમ કંઈ પણ દોષ નથી.” આ ને આવી બીજી અનેક દાખલા દલીલોથી ગોષ્ટામાહિલ મુનિ ન સમજયા ત્યારે પુષ્પમિત્ર આચાર્ય તેમને અન્ય ગચ્છના બહુશ્રુત અને વૃદ્ધ મુનિઓ પાસે લઈ ગયા. તે સૌએ કહ્યું : “આ પુષ્પમિત્ર આચાર્ય કહે છે તે જ આચાર્ય આર્યરક્ષિતજીએ પણ કહ્યું હતું, તેમણે પણ આ જ પ્રરૂપણા કરી હતી. એમાં કશું જ ઓછુવતું નથી.” ગોષ્ટામાપિલ મુનિ : “તમારા જેવા મુનિઓ આમાં શું જાણો ને સમજો? તીર્થંકરોએ તો મેં કહ્યું છે તેમજ પ્રરૂપણા કરી છે.” સ્થવિર મુનિઓએ કહ્યું : “હે મુનિ ! આમ કદાગ્રહ ન કરો. એમ કરવાથી તીર્થકરની આશાતના થાય છે. તે શું તમે નથી જાણતા ?” છતાંય ગોષ્ટામાહિલ મુનિએ પોતાની મમત ન મૂકી. ત્યારે સંઘે ભેગા મળીને શાસનદેવતાને હાજરાહજૂર કરવા કાયોત્સર્ગ કર્યો. તેના પ્રભાવથી એક શાસનદેવીએ હાજર થઈને કહ્યું : “મને આજ્ઞા કરો. હું સંઘની શી સેવા કરું ?” શ્રી સંઘ સિદ્ધાંતનો પરમાર્થ જાણતો હતો છતાંય લોકવિશ્વાસ ઊભો કરવા માટે કહ્યું : “હે શાસનદેવી ! તમે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા પાસે જઈને પૂછી લાવો કે શ્રી સંઘ જે કહે છે તે સત્ય છે કે ગોષ્ટામાહિલ મુનિ કહે છે તે સત્ય છે.” Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ દેવીએ કહ્યું: “હું મહાવિદેહ ક્ષેત્રમાં જઈને પાછી ફરું ત્યાં સુધી મારા માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે તમે સૌ કાયોત્સર્ગમાં જ રહેજો.” શ્રી સંઘે તે પ્રમાણે કર્યું. પછી દેવી તીર્થકરને પૂછીને પાછી ફરી અને કહ્યું: “શ્રી તીર્થંકર પરમાત્માએ મને કહ્યું છે કે શ્રી સંઘ જે કહે છે તે સત્ય છે અને શ્રી વીર જિનેશ્વર મુક્તિ પામ્યા પછી ૫૮૪ વર્ષે સાતમો નિહ્નવ થવાનો હતો તે નિહ્નવ આ ગોટામાપિલ મુનિ છે. આ સાંભળી શ્રી ગોષ્ટામાહિલ મુનિ બોલ્યા: “આ બિચારી દેવીનું શું ગજું કે તે તીર્થકર પાસે જઈ શકે?” આમ અહીં પણ તેમણે કદાગ્રહ રાખ્યો. આથી તેમને સંઘ બહાર મૂકવામાં આવ્યા. આ પછી તેમણે મિથ્યા પ્રરૂપણા જ કરી અને તેની આલોચના કર્યા વિના જ તે મૃત્યુ પામ્યા. આ જીવન પ્રસંગનો સાર આ છે કે “શ્રીસંઘે સંઘ બહાર કરવા છતાં પણ ગોષ્ટામાહિલે પોતાનો મત છોડ્યો નહિ અને બોધિરત્ન રહિત થઈને પૃથ્વી પર અનેકને ભમાવીને પોતે પણ સંસારમાં ભમ્યો. આથી કોઈએ પણ કદીય કષાયનો કદાગ્રહ ન કરવો.” ૨૩૯ સર્વ વિસંવાદી આઠમો નિલવ “વલ્પમાત્ર જિનપ્રોક્તવત્રનોલ્હાપરિ: .. जमालिप्रमुखा ज्ञेया, निह्नवा सप्त शासने ॥ “જિનેશ્વરે કહેલા વચનમાંથી અલ્પમાત્ર વચનને ઉત્થાપન કરનાર જમાલિ વગેરે સાત નિહ્નવો જિનશાસનમાં થયેલા સમજવા. अथ सर्वविसंवादी, निह्नवः प्रोच्यतेऽष्टमः । श्री वीरमुक्तेर्जातोऽब्दशतैः षड्भिर्नवोत्तरैः ॥ હવે શ્રી વીરના નિર્વાણ પછી છસો નવ વરસે જિનેશ્વરનાં સર્વ વચનોનું ઉત્થાપન કરનાર આઠમો નિહ્નવ ઉત્પન્ન થયો. દિગંબર માન્યતાની ઉત્પત્તિ શિવભૂતિ રથનગરનિવાસી હતો. તેની શૂરવીરતાથી ખુશ થઈને રાજાએ તેને સહગ્નમલનું બિરૂદ આપ્યું હતું. તે સ્વભાવે સ્વતંત્ર હતો અને રોજ રાતે ઘણો મોડેથી ઘરે આવતો. તેની આ ટેવથી દુઃખી થઈને તેની પત્નીએ સાસુને વાત કરી. સાસુએ કહ્યું: ‘તું આજે ઊંધી જા. તે આવશે ત્યારે હું જ બારણું ઉઘાડીશ.” Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૯ રોજની જેમ સહસ્રમલે મોડી રાતે ઘરનાં બારણાં ખટખટાવ્યાં. બારણાં પાછળથી માએ કહ્યું: “આ કંઈ ઘરે આવવાનો સમય છે? જા, જ્યાં બારણાં ખુલ્લાં હોય ત્યાં જા, હું અત્યારે બારણું નહિ ખોલું.” સહસ્રમલને આથી ગુસ્સો ચડ્યો. ત્યાંથી તે ચાલી નીકળ્યો. ઘણું રખડ્યો પણ કોઈનાં બારણાં ખુલ્લાં ન જોયાં ત્યાં તે એક ઉપાશ્રય પાસે આવ્યો. ત્યાંનાં બારણાં ખુલ્લાં જોયાં ત્યાં ગયો. સાધુને પગે લાગ્યો અને દીક્ષા આપવા કહ્યું. તેણે પત્ની અને માની સંમતિ ન મેળવી હોવાથી સાધુએ તેને દીક્ષા ન આપી આથી તેણે જાતે જ કેશનો લોચ કર્યો. આ જોઈને કૃષ્ણસૂરિજીએ તેને મુનિવેષ આપ્યો. સહગ્નમલ હવે મુનિ બન્યો અને તેમની સાથે જ વિહાર કરવા લાગ્યો. થોડાં વરસો બાદ સૌ રથવીર નગરમાં પધાર્યા. ત્યારે રાજાએ સહગ્નમલમુનિને રત્નકંબળ વહોરાવી. આચાર્યશ્રીએ તેને કહ્યું: “આપણે સાધુને આવાં બહુ મૂલ્યવાન ઉપકરણ રાખવાં ન કલ્પે.” પરંતુ મુનિએ તે માન્યું નહિ. તેણે છાની રીતે રત્નકંબળ સાચવી રાખી. શિષ્યની આ મૂર્છા જાણીને સૂરિજીએ એક દિવસ તેની ગેરહાજરીમાં એ રત્નકંબલ ફાડી નાંખીને તેના ટુકડા સાધુઓને હાથ પગ લૂછવા માટે આપી દીધા. સહસ્રમલને આથી ગુસ્સો ચડ્યો પણ તે મૌન રહ્યો. એક દિવસ આચાર્યશ્રીએ શિષ્યોને જિનકલ્પની સમજ આપી: “જિનકલ્પિક બે પ્રકારના હોય છે. એક પાણિપાત્ર અને બીજા પાત્રભોજી. પાણિપાત્ર એટલે હાથમાં લઈને ભોજન કરનારા, પાત્રભોજી એટલે પાત્રમાં ભોજન કરનારા. આ બન્નેના પણ બબ્બે ભેદ છે. એક સ્વલ્પ સચેલક એટલે કે અલ્પ વસ્ત્ર રાખનારા અને બીજા અચેલક એટલે કે બિલકુલ વસ્ત્ર નહિ રાખનારા.” સહસ્રમલ મુનિ : “જિનકલ્પિક અચેલક હોય છે તો પછી અત્યારે શા માટે બહુ ઉપધિ રાખવામાં આવે છે? શા માટે આપણે જિનકલ્પ અંગીકાર કરતા નથી ?” આચાર્યશ્રી : “આ ભરતક્ષેત્રમાં શ્રી વીરના ધર્મપૌત્ર એટલે તેમની ત્રીજી પાટે થયેલા શ્રી જબૂસ્વામીના નિર્વાણ સાથે જિનકલ્પ વગેરે દસ વસ્તુઓનો વિચ્છેદ થયો છે. બીજું શારીરિક વગેરેના કારણે વર્તમાનમાં અચેલક રહેવું શક્ય નથી.” સહસ્રમલ મુનિ: “અલ્પ સત્ત્વવાળા માટે જિનકલ્પનો વિચ્છેદ થયો હશે. મારા માટે થયો નથી. કારણ મારા જેવા મહાસત્ત્વ તો વર્તમાનકાળમાં પણ જિનકલ્પ અંગીકાર કરવા સમર્થ છે. મોક્ષના અભિલાષીએ તો સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. તો પછી કષાય, ભય, મૂચ્છદિક દોષના ભંડાર જેવા આ અનર્થકારી પરિગ્રહથી શું? જિનેન્દ્રો પોતે પણ અચલક હતા. તેથી વસ રહિત રહેવું તે જ શ્રેષ્ઠ છે.” Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ આચાર્યશ્રી : ‘જો એકાંતે તેમ જ હોય તો કષાય, ભય, મૂર્છા વગેરે દોષનો સંભવ છે, આથી તે દેહનો પણ વ્રત ગ્રહણ કર્યા પછી તુરત જ ત્યાગ કરવો પડશે. પરંતુ શાસ્ત્રોમાં જે અપરિગ્રહપણું કહ્યું છે તેનો હેતુ એ છે કે ધર્મનાં ઉપકરણ ઉપર પણ મૂર્છા રાખવી નહિ. આનો અર્થ સ્પષ્ટ છે કે ધર્મનાં ઉપકરણોનો સર્વથા ત્યાગ કરવો તેમ નથી અને જિનેશ્વરો સર્વથા-સંપૂર્ણ અચેલક હતા તેવું નથી. કારણ ચોવીસે તીર્થંકરે એક દેવદૂષ્ય લઈને દીક્ષા લીધી છે. આમ જિનેન્દ્ર પણ સચેલક હતા.” ૧૦૦ આચાર્ય અને અન્ય સ્થવિર મુનિઓએ સહસ્રમલ મુનિને ઘણો સમજાવ્યો, પરંતુ કષાય અને મોહનીયના ઉદયથી તેણે પોતાનો આગ્રહ છોડ્યો નહિ. તે સર્વ વસ્ત્રો ઉતારીને ગામ બહાર જંગલમાં જઈને રહેવા લાગ્યો. એક દિવસ તેની બેન સાધ્વી વંદના તેને વંદન કરવા માટે જંગલમાં ગઈ. ત્યાં તેણે ભાઈ મુનિને દિગંબર જોયો. આથી તેણે પણ પોતાનાં વસ્ત્રો ઉતારી નાંખ્યાં અને દિગંબર અવસ્થામાં જ ભિક્ષા માટે તે નગરમાં ગઈ. દિગંબર સાધ્વીને જોઈને એક વેશ્યાએ વિચાર્યું : ‘નગ્ન સ્ત્રી રૂપાળી નથી દેખાતી. આને જોઈને લોકો અમારાથી વિરક્ત બનશે, આથી તેને કપડાં પહેરાવવાં જોઈએ ! અને તેણે સાધ્વી વંદનાને બળાત્કારે કપડાં પહેરાવ્યાં. સહસ્રમલ મુનિએ આ હકીકત જાણી ત્યારે તેને પણ લાગ્યું કે દિગંબર સ્રી અતિ લજ્જાસ્પદ થાય છે. આથી તેણે બેન સાધ્વીને કહ્યું : “હવેથી તું વસ્ત્ર ઉતારીશ નહિ.' કે આ ઘટના બાદ ઘણા જૈન સાધુઓ સહસ્રમલ મુનિને સમજાવવા લાગ્યા કે જિનાગમમાં ત્રણ કા૨ણે વસ્ત્ર ધારણ કરવા કહ્યું છે ઃ “તિહિં નાખેતૢિ વત્થ ધારેગા, હરિવત્તિયં, લુચ્છાવત્તિયં, પરિસવત્તિયં" “લજ્જા અથવા સંયમની રક્ષા માટે. લોકમાં નિંદા-ટીકા ન થાય તે માટે તેમજ ટાઢ, તડકો, ડાંસ, મચ્છર વગેરેના પરિષહથી રક્ષણ કરવા માટે વસ્ત્ર પહેરવાં” અને જિનાગમમાં આમ પણ કહ્યું છે કે : “તપસ્વીઓને ધર્મમાં સહાયભૂત હોવાથી શુદ્ધ આહારાદિકની જેમ વસ્ત્રાદિક ગ્રહણ કરવાં, તેમાં દોષ નથી.” - તું એમ કહે છે કે હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્ટેયાનુબંધી અને સંરક્ષણાનુબંધી એમ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન કહ્યું છે. આમાં હિંસા એટલે પ્રાણીનો વધ. તેનો અનુબંધ એટલે નિરંતર હિંસાનો વિચાર હોય તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન, અસત્યના સતત વિચાર હોય તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન, ચોરીના એકધારા વિચાર હોય તે સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન અને ચોરી આદિથી મેળવેલ પૈસા-વસ્તુ આદિને ગુપ્ત રાખવા સતત વિચાર કરવા તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. વસ્ત્રાદિક ગ્રહણ કરવાથી તે અવશ્ય થશે. કારણ તે રૌદ્રધ્યાનના હેતુ માટે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦S ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ તું એમ કહે છે કે શસ્ત્રાદિકની જેમ વસ્ત્રાદિક પણ દુર્ગતિનું કારણ હોવાથી તે ગ્રહણ કરવા યોગ્ય નથી. પરંતુ આમ કહેવું યોગ્ય નથી. કારણ કે તારી આ દલીલ પ્રમાણે તો દેહાદિકમાં પણ રૌદ્રધ્યાન થશે. કારણ શરીરનું પણ જળ, અગ્નિ, ચોર, ડાંસ, પશુ, શિકારી વગેરેથી રક્ષણ કરવાની જરૂર પડે છે. તેથી દેહાદિકનો સંરક્ષણાનુબંધી તુલ્યતા છે, આથી તે દેહાદિકનો પણ ત્યાગ કરવો પડશે. આ સંદર્ભમાં કદાચ તું એમ કહેશે કે દેહાદિક મોક્ષનું સાધન હોવાથી જયણા વડે તેનું રક્ષણ કરવું તેમાં દોષ નથી. પરંતુ તે પ્રશસ્ત સંરક્ષણ છે. તો અહીં પણ આગમમાં કહેલા યતનાના પ્રકારથી વસ્ત્રાદિકનું સંરક્ષણ કરવું તે કેમ પ્રશસ્ત નથી? માટે વસ્ત્રાદિકનો શા માટે ત્યાગ કરવો? વળી “મુછી પરિષદો વૃત્તો રૂ મહેસા' એમ ભગવંતે કહ્યું છે. “મૂર્છા-આસક્તિ જ પરિગ્રહ છે' શ્રી શય્યભવસૂરિનાં આ વચનથી વસ્ત્ર, વિત્ત, દેહ વગેરેમાં મૂચ્છ ઉત્પન્ન થાય તે પરિગ્રહ છે. પ્રશ્નઃ ‘મુનિ જો વસ્ત્ર ગ્રહણ કરે તો પછી સાધુને અચેલ પરિષહ સહન કરવાનું કેમ કહ્યું છે? એ તો વસ્ત્ર ન હોય તો જ તેમ કહેવાય.” ઉત્તર“આમ કહેવું યોગ્ય નથી. કારણ જીર્ણ વસ્ત્રથી પણ વસ્ત્રરહિતપણું લોકમાં પ્રસિદ્ધ છે. જેમ કે કોઈ સ્ત્રી જીર્ણ અને ફાટેલું વસ્ત્ર પહેરીને કોઈ વણકરને કહે કે હે વણકર ! ઉતાવળથી મારી સાડીને વણી આપ. કારણ હું નગ્ન છું. અહીં વસ્ત્ર સહિત છતાં પણ સ્ત્રીને વિષે નગ્નપણાનો શબ્દ પ્રવર્તે છે. શાસ્ત્રમાં પણ “નસ કીરડું નમાવો' એવું વાક્ય છે. તે ઔપચારિક નગ્નભાવ માટે જ છે. આથી વસ્ત્ર રાખવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી. તે જ પ્રમાણે મુખવસ્ત્રિકા (મુહપત્તિ) રજોહરણ વગેરે ઉપકરણો પણ સંયમમાં ઉપકારી હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે. કહ્યું છે કે :- “કોઈપણ સ્થાનને વિષે બેસવું, શયન કરવું, કોઈ વસ્તુ લેવી-મૂકવી વગેરે કાર્યમાં જંતુના પ્રમાર્જનને માટે રજોહરણની જરૂર પડે છે. ઊડીને પડતાં જંતુઓના રક્ષણ માટે મુહપત્તિની જરૂર રહે છે અને ભક્તપાનને વિષે રહેલા જંતુની જયણા માટે પાત્રની જરૂર રહે છે.” આ ઉપરાંત પાત્ર વિના સજીવ ગોરસાદિક અજાણપણાથી હાથમાં લઈ લીધું. પછી તેનું શું કરવું? તેમાં રહેલા જીવની હિંસા જ થાય. તથા હાથમાં લીધેલા પ્રવાહી પદાર્થો હાથમાંથી ગળે તેથી કુંથવા, કીડી વગેરે અનેક જીવોની હિંસા થાય તથા ગૃહસ્થો મુનિએ વાપરેલાં પાત્રો ધોવે, લૂછે તેથી પશ્ચાતકર્માદિ દોષ લાગે. તેથી બાળ અને ગ્લાનાદિ સાધોની વૈયાવચ્ચને માટે તેમજ પારિષ્ટાપનિકા સમિતિ જાળવવાને માટે સાધુને પાત્રનું ગ્રહણ કરવું યોગ્ય છે. વળી જઘન્યથી નવપૂર્વમાં કાંઈક ઓછું ભણેલા ઉત્તમ પૈર્ય અને સહનન વાળા પણ તવેન સુરેખ સત્તા' – (તપસૂત્ર અને સત્ત્વ વડે) ઇત્યાદિ ભાવનાએ કરીને પ્રથમ તુલના કર્યા પછી જ જિનકલ્પ અંગીકાર કરી શકે છે. બાકી શેરીના સિંહની જેમ તારા જેવાના માટે તો તીર્થકરોએ જિનકલ્પની આજ્ઞા આપી જ નથી. તેમજ તું તીર્થંકરની તુલના કરે છે પણ તે ય યોગ્ય નથી. કારણ જિનેશ્વરો તો પાણિ પ્રતિગ્રહાદિ અનંત અતિશયોવાળા હોય છે માટે તારું માનવું સર્વથા ત્યાજ્ય છે.” Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પરંતુ સહસ્રમલ (શિવભૂતિ) મુનિએ આમાંથી એક પણ શબ્દનો સ્વીકાર ન કર્યો. મિથ્યા અભિનિવેશથી (કદાગ્રહ) તેણે તીર્થંકરો અને મુનીન્દ્રોનાં વચન ઉત્થાપ્યાં, તેના કોડિન્ય અને કોટીવીર નામના બે બુદ્ધિશાળી શિષ્યો થયા. તેમનાથી દિગંબર મતની પરંપરા ચાલી. તેઓએ અનુક્રમે “કેવળી આહાર કરે નહિ, સ્રીઓ મોક્ષ પામે નહિ. તિવિહાર ઉપવાસમાં સચિત્ત જળ (કાચું પાણી) પીવામાં દોષ ન લાગે. દિગંબર સાધુ દેવદ્રવ્ય લે અને વાપરે વગેરે જિનાગમથી વિરુદ્ધ આઠસો વચન નવાં રચ્યાં. આથી તેઓ સર્વ વિસંવાદી થયા. તે બોટિકોની પરંપરામાં થયેલા બોટિકો દિગંબર કહેવાય છે. ૧૦૨ આ પ્રમાણે દિગંબર નામનો આઠમો નિહ્નવ પોતાનું શુદ્ધ બોધિરત્ન ગુમાવી બેઠો. કારણ સમકિત પામ્યા છતાં કોઈને જતું પણ રહે છે. માટે ભવ્ય જીવોએ દરેક પ્રયત્નથી સતત સાવધ રહીને સમકિતનું રક્ષણ કરવું જોઈએ. ૨૪૦ શ્રુતનિંદકનું ચરિત્ર श्री मद्वीरजिनं नत्वा, वक्ष्येऽहं श्रुतनिंदकान् । चरित्रं वंगचूलिकाध्ययनाद्धरितं यथा ॥ ‘શ્રી માન્ વીર જિનેશ્વરને નમસ્કાર કરીને વંગચૂલિકા નામના અધ્યયનમાંથી વાંચેલું શ્રુતનિંદક ચરિત્ર કહું છું.’ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીના એક શિષ્ય હતા. તેમનું નામ અગ્નિદત્ત મુનિ. મિથિલા નગરીના એક ઉદ્યાનમાં પ્રતિમા ધારણ કરીને તે તપ કરી રહ્યા હતા. એ જ ઉદ્યાનમાં બાવીશ યુવાનો કામલતા વેશ્યા સાથે યથેચ્છ ક્રીડા કરી રહ્યા હતા. સુરા અને સુંદરી સાથે તેઓ બેફામ વર્તી રહ્યા હતા. તે બધા રોજ મુનિ અગ્નિદત્તને જોતા. તેમને મુનિ ૫૨ ગુસ્સો ચડ્યો અને તેમની હત્યા કરવાનું નક્કી કર્યું અને એક દિવસ, મુનિને મારી નાંખવાના દુષ્ટ ઇરાદાથી ખુલ્લી તલવાર સાથે દોડ્યા. યુવાનો વૈરભાવથી એવા અંધ બન્યા હતાં કે દોડતાં તેમને ખ્યાલ ન રહ્યો અને બધા જ એક સાથે કૂવામાં ગબડી પડ્યા. હાથમાં જે તલવાર હતી તે સૌના દેહમાં ખૂપી ગઈ અને કારમી ચીસો પાડી પાડીને બધા તરત જ મરણ પામ્યા. મુનિ અગ્નિદત્તે તેમની મરણચીસો સાંભળી. પરંતુ તેમને અંતિમ બોધ અપાય તે પહેલાં જ બધા મૃત્યુ પામ્યા હતા. મુનિએ ઉપાશ્રયે આવીને શ્રુતકેવળીને પૂછ્યું : ‘હે ગુરુદેવ ! આ બાવીશે મિત્રોની શી ગતિ થઈ હશે ?’ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીએ જ્ઞાનનો ઉપયોગ મૂકીને કહ્યું : “હે અગ્નિદત્ત ! એ બાવીશ મિત્રો ખરાબ વિચાર કરતાં – કરતાં મૃત્યુ પામ્યા છે. અંતિમ ક્ષણોમાં બધા જ કામલતા વેશ્યાની કામના કરતા હતા. આથી મરીને તેઓ બધા એક સાથે એ વેશ્યાના જમણા સ્તનમાં, પોતે જ કરેલા નખક્ષતમાં કૃમિપણે ઉત્પન્ન થયા છે. સ્તનમાં અસહ્ય વેદનાથી વેશ્યા પીડાવા લાગી. તેણે અનેક ઉપચારો કરાવ્યા. છેવટે એક કુશળ વૈદે તેના સ્તનને કાળજીથી ચીરીને તેમાંથી હાડ, માંસ અને લોહીમાં ખદબદતા એ બાવીશ બેઇન્દ્રિય કીડાઓને બહાર કાઢીને પાણીના પાત્રમાં મૂક્યા. વેશ્યાએ તે કીડાઓ જોયા તો પૂર્વભવના સ્નેહના કારણે તેને એ કીડાઓ પર દયા આવી. આથી તેણે જાતે એ કીડાઓને પૂરતી સંભાળ રાખીને, એક મરેલા કૂતરાના શબમાં મૂકી આવી. એ કીડાઓ કૂતરાના શબમાં તાપ, સુધા અને તરસથી રિબાઈને એક જ અંતર્મુહૂર્તમાં મૃત્યુ પામ્યા છે. એ કીડાઓ હવે ત્યાંથી સાધારણ વનસ્પતિકાયમાં મોથ જાતિના કંદમાં ઉત્પન્ન થશે. ત્યાં તે કંદને ખોદતા તે મરીને પૃથ્વીકાય આદિમાં પાંચેય ઇન્દ્રિયમાં જઘન્ય અને મધ્ય સ્થિતિના આયુષ્યવાળા થશે. ત્યાંથી મારીને કામલતા વેશ્યાના ઉદરમાં કરમિયા થશે. ત્યાં વિરેચનના પ્રયોગથી તેઓ મરણ પામીને મળદ્વારે બહાર નીકળશે અને વેશ્યાની વિષ્ટામાં જ તેઇન્દ્રિયપણે ઉત્પન્ન થઈને અંતર્મુહૂર્તમાં મરીને ફરીથી તેની જ વિષ્ટામાં ચૌરેન્દ્રિયપણે ઉત્પન્ન થશે. આમ એ કીડાઓ તે જ વેશ્યાની વિષ્ટામાં મૂત્રમાં, ઘૂંકમાં, બડખામાં અને લીંટમાં બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયપણે સાત-સાત વાર ઉત્પન્ન થશે. એ પ્રમાણે તેઓ સૌ ઓગણત્રીસ ભવ કરશે. ત્રીસમા ભવે તે બાવીસ જીવો તે જ વેશ્યાના ઘરની ખાળમાં સંમૂચ્છિમ દેડકા થશે. ત્યાં બેથી નવ દિવસનું આયુષ્ય ભોગવીને એકત્રીસમા ભવમાં તે વેશ્યાના ઘરમાં ઉંદર થશે. ત્યાંથી બેથી નવ માસનું આયુષ્ય ભોગવીને બત્રીસમા ભવે તે વેશ્યાના આંગણામાં ભૂંડ થશે. ત્યાં પણ બેથી નવ માસનું આયુષ્ય ભોગવીને તેત્રીશમા ભવે અવન્તી નગરીમાં ચાંડાળકુળમાં ઉત્પન્ન થશે. એ બાવીસ ચાંડાળો હુંડ સંસ્થાનવાળા, લાંબા દાંતવાળા મોટા પેટવાળા ગળી જેવા કૃષ્ણ વર્ણવાળા જોવા પણ ન ગમે તેવા પોતાના નીચ કર્મમાં કુશળ થશે. તે અગ્નિદત્ત! એ અરસામાં વૃદ્ધ થયેલ કામલતા વેશ્યા તાપસી દીક્ષા લઈ કાશી દેશમાં ગંગા નદીના કાંઠે રહેતા તાપસી પાસે આવશે. તેમની પાસે એ વેશ્યા શૌચમૂળ ધર્મ અંગીકાર કરશે. ત્યાર પછી તે ફરતી-ફરતી અવંતી દેશમાં સીપ્રા નદીના કાંઠે આવશે અને ત્યાં તે શૌચમૂળ ધર્મની પ્રરૂપણા કરશે ને કહેશે : હે મનુષ્યો ! શૌચમય ધર્મ બે પ્રકારનો છે. દ્રવ્યશૌચ અને ભાવશૌચ. પાણી અને ધૂળથી દ્રવ્યશૌચ થાય છે અને દર્ભ તથા મંત્રથી ભાવશૌચ થાય છે. જે કંઈપણ અપવિત્ર-મેલું-ગંદુ થયું હોય તે સર્વને ધૂળ-માટી લગાડીને ચોખ્ખા પાણીથી ધોવું જોઈએ. તેમ કરવાથી વસ્તુ શુદ્ધ થાય છે. આ પ્રમાણે નિરંતર સાતવાર પાણીથી શુદ્ધ કરવાથી જીવો મોક્ષપદને પામે છે.” ઉ.ભા. જ-૮ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ વેશ્યા-તાપસીનો આવો ઉપદેશ સાંભળીને પૂર્વભવના રાગથી પેલા ચાંડાલો તેના ભક્તો થશે અને બીજા ધર્મોની ખાસ કરીને જૈન ધર્મની નિંદા-અવહેલના કરશે અને છેવટે તે બધા તાપસી પાસે દીક્ષા લઈને તાપસ બનશે. ૧૦૪ પાંચ વરસ બાદ મરણ પામીને તેઓ સૌ ચોત્રીસમા ભવે તે જ અવંતીનગરીમાં ભાંડના કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં અનેક પ્રકારની ભાંડની ચેષ્ટા કરીને પોતાની આજીવિકા ચલાવશે. એક સમયે કુશસ્થ નગરના રાજાની પાસે તેઓ ભાંડચેષ્ટા કરીને લોકોનું મનોરંજન કરતા હશે, ત્યારે ત્યાંથી અક્રમ તપના તપસ્વી કોઈ બે જૈન મુનિ ગોચરી માટે નીકળશે. તેમને જોઈને પુરોહિતના કહેવાથી એ ભાંડો એ જૈન સાધુઓની અવહેલના કરશે. તો પણ એ સાધુઓ તો મૌન જ રહેશે. ‘હે અગ્નિદત્ત મુનિ ! તે ભાંડો સૂતા હશે તે સમયે તેમના પર વીજળી પડશે. તેથી તે બધા મૃત્યુ પામશે. ત્યાંથી પાંત્રીસમા ભવે મધ્ય દેશમાં જુદા જુદા બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં તેઓ સૌ ચૌદ વિદ્યામાં પારંગત થશે. એક સમયે તેઓ યજ્ઞદત્ત બ્રાહ્મણના નિયંત્રણથી ધારાપુર નગરમાં યજ્ઞ માટે જશે. ત્યાં યજ્ઞમંડપનાં દ્વાર બંધ કરીને અગ્નિકુંડમાં હોમ કરશે. તે સમયે યજ્ઞની જ્વાળાઓમાં તેઓ બળી જશે અને આર્તધ્યાનમાં મૃત્યુ પામશે. ત્યાંથી તેઓ સીપ્રાનદીમાં મત્સ્યપણે ઉત્પન્ન થશે. ઉપરા ઉપરી સાત સાતવાર જળચર યોનિમાં ઉત્પન્ન થશે. ત્યાર પછી નવ વખત પક્ષીઓમાં ઉત્પન્ન થશે અને પછી અગિયાર વાર પશુઓમાં ઉત્પન્ન થશે. આમ બધા મળીને તેમના બાસઠ ભવ થશે. છેલ્લા બાસઠમા ભવમાં તેઓ મૃગપણું પામશે. ત્યાં દાવાનળના અગ્નિથી બળીને ત્રેસઠમા ભવે તે બાવીશે મિત્રો મધ્યપ્રદેશમાં શ્રાવક કુળમાં જુદા જુદા ઉત્પન્ન થશે. ત્યાં યુવાન વયે તેઓ ઉદ્ધૃત અને ઉચ્છંખલ તેમજ દેવ, ગુરુ અને ધર્મના નિંદક થશે. તેઓ લોકોને કહેતા ફરશે કે – “પથ્થર તથા ધાતુ વગેરેની બનાવેલી પ્રતિમાનું પૂજન કરવામાં હિંસા થાય છે તેથી તે પૂજન વ્યર્થ છે” આમ તેઓ બધા જિનમંદિર, જિનધર્મ અને જિનાગમના ઉત્થાપકો થશે. જ્યારે વેશ્યા તાપસી છવ્વીસ વરસની તાપસી દીક્ષા પાળી કુલ એકસો ચાર વરસનું આયુષ્ય ભોગવીને સાત દિવસનું અનશન કરીને મૃત્યુ પામશે. ત્યાંથી તે વાણવ્યંતર યોનિમાં સુવચ્છ નામના દક્ષિણેન્દ્ર દેશે ઊણા અર્ધ પલ્યોપમના આયુષ્યવાળી સુવચ્છા નામે દેવી થશે. ત્યાં વિભંગ જ્ઞાનથી પૂર્વના સંબંધી પેલા બાવીશ મિત્રોને જોઈને હર્ષ પામશે અને તેમને દરેક કાર્યમાં મદદ કરશે. દેવીના પ્રભાવથી તે બાવીસે મિત્રો સમૃદ્ધવાન બનશે અને લોકોને કહેશે કે : ‘હે મનુષ્યો ! તમે જુઓ કે અમારા ધર્મનું પ્રત્યક્ષ ફળ આજ અમે કેવું ભોગવીએ છીએ ? તમે પણ અમારો ધર્મ સ્વીકારો અને સુખી થાવ. તમે શા માટે પથરા પૂજીને છકાય જીવની હિંસા કરો છો ? એવા ધર્મથી તમને શું ફળ મળશે ? ધર્મનું પ્રત્યક્ષ ફળ જોઈતું હોય તો અમારો ધર્મ અંગીકાર કરો. Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪) ૧૦૫ આમ આ બાવીસ ભ્રષ્ટ શ્રાવકો અનેકને કુમાર્ગે લઈ જશે. તે સમયે તીર્થકરોએ નિરૂપણ કરેલા શ્રુતની હીલના થશે. શ્રમણ-નિગ્રંથોની પૂજા નહિ થાય અને ધર્મની સાધના કરવી અતિ મુશ્કેલ બનશે. પછી તે બાવીસ ભ્રષ્ટ શ્રાવકો આયુષ્યના અંતે સોળ પ્રકારના મહારોગથી અત્યંત રિબાઈને આર્તધ્યાન કરતાં કરતાં મૃત્યુ પામશે અને ધમ્મા નામની પહેલી નરકના પ્રથમ પ્રસ્તરમાં દશ હજાર વર્ષના આયુષ્યવાળા નારકી થશે. તે અગ્નિદત્ત ! શ્રી જિનાગમની હલના કરવાથી તેમને બોધિરત્નની પ્રાપ્તિ અત્યંત દુર્લભ થશે.' બાવીસની આવી દુઃખદ ભવકથા સાંભળીને અગ્નિદત્ત મુનિએ પુનઃ પૂછ્યું : “હે ગુરુદેવ ! કયા કાળમાં એ શ્રતનિંદકો ઉત્પન થશે ? શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીએ તેનો જવાબ આપ્યો તે વંગચૂલિયામાં જે ગાથાઓ છે તે આ પ્રમાણે અત્રે એ ગાથાનો ભાવાર્થ આપીએ છીએ. શ્રુતકેવળી ભગવંતે મુનિશ્રીને કહ્યું: શ્રી વીર પ્રભુના નિર્વાણ બાદ ૨૯૧ વર્ષે જિનપ્રતિમાનો આરાધક સંપ્રત્તિ રાજા થશે. ત્યાર પછી ૧૬૯૯ વર્ષે તે બાવીસેય શ્રુતની નિંદા કરશે. તે સમયે હે અગ્નિદત્ત ! સંઘ અને શ્રુતની જન્મરાશિ ઉપર આડત્રીસમો ધૂમકેતુ નામનો ગ્રહ બેસશે. તે ગ્રહની સ્થિતિ એક રાશિ ઉપર ત્રણસોને તેત્રીસ વર્ષની છે. આથી એટલાં વરસ તેમનો પંથ ચાલશે. એ ગ્રહ ઊતરશે એટલે સંઘનો અને શ્રુતનો ઉદય થશે.” આ પ્રમાણે ગુરુનાં વચન સાંભળીને અત્યંત વૈરાગ્ય પામેલા અગ્નિદત્ત મુનિ ગુરુની પ્રદક્ષિણા કરીને તેમને ભાવથી વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. ત્યાર પછી તે ગુરુની આજ્ઞા લઈને અનશન કરીને પ્રથમ દેવલોકમાં દેવ થયા. - “સિદ્ધાંત તથા ચૈત્ય (મંદિર) આદિનો લોપ કરનારા અને મિથ્યાત્વ ગુણ સ્થાનમાં રહેલા તે બાવીસ વાણિયાઓ સંસારરૂપી અટવીમાં ચિરકાળ સુધી ભટક્યા કરશે. માટે આગમને જાણનારા બીજાઓએ ક્યારે પણ શ્રતની નિંદા કરવી નહિ. ૨૪૧ વચનથી બંધાયેલ કર્મનો વિપાક बद्धं यद्येन क्रोधेन, वचसा पूर्वजन्मनि । रुद्धिभर्वेयनेऽवश्यं, तत्कमेह शरीरिभिः ॥ “પ્રાણીઓએ પૂર્વજન્મમાં ક્રોધથી બોલીને જે કર્મ બાંધ્યું હોય તે કર્મ આ જન્મમાં પ્રાણીઓને રડતાં રડતાં પણ અવશ્ય ભોગવવું પડે છે.” - આ સત્યને સમજાવતું દષ્ટાંત આ પ્રમાણે : અમરદત્ત અને મિત્રાનંદની કથા અમરદત્ત રાજપુત્ર હતો. અમરપુરના મકરધ્વજ રાજાનો તે પુત્ર. મિત્રાનંદ સાથે તેને ગાઢ મૈત્રી હતી. આ બન્ને મિત્રો લગભગ સાથે જ રહેતા. એક દિવસ બન્ને મિત્રો સીપ્રા નદીના Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ કિનારે એક વડ પાસે ગીલ્લી દંડા રમતા હતા. અમરદત્ત દાવમાં હતો. તેણે જોરથી ગીલ્લી (કોઈ) ને ફટકારી. આ ગીલ્લી દૂર એક ઝાડે બાંધેલા કોઈ ચોરના શબના મુખમાં જઈને પડી. “વાહ ! વાહ ! શું કુદરતની કરામત છે મિત્રાનંદે હસતાં હસતાં અમરદત્તને કહ્યું. આ સાંભળી ચોરનું શબ બોલી ઊઠ્યું: ‘મિત્રાનંદ ! આમ હસ નહિ. તારી પણ એક દિવસ આવી જ દશા થવાની છે. ત્યારે તારા મોંમાં પણ આ જ પ્રમાણે કોઈએ ઉછાળેલી ગીલ્લી (મોઈ) પડશે.” શબનું આવું બોલવું સાંભળીને મિત્રાનંદનું હૈયું બેસી ગયું. જીવનમાંથી તેનો રસ ઊતરી ગયો. હવે તેને ચોતરફ પોતાનું મૃત્યુ જ નાચતું હોય તેમ લાગવા માંડ્યું. અમરદત્તે મિત્રને રાજી કરવા અનેક પ્રયત્ન કર્યા. છતાંય તેની ઉદાસી દૂર ન થઈ. આથી મિત્રને લઈને તે બહારગામ જવા નીકળ્યો. બન્ને મિત્રો ફરતા-ફરતા પાટલીપુત્ર આવ્યા. ત્યાં નગર બહારના એક બાગમાં ફરતાફરતા તેમણે એક સુંદર મહેલ જોયો. બન્ને તેમાં દાખલ થયા. મહેલની ભવ્યતા જોતાં-જોતાં અમરદત્તની નજર એક યુવાન સ્ત્રીની પૂરા કદની પ્રતિમા પર જડાઈ ગઈ. અપલપ નજરે કંઈવાર સુધી તે તેને જોતો જ રહ્યો. મિત્રાનંદે જોરથી ખભો હલાવ્યો ત્યારે તે ભાનમાં આવ્યો. મિત્રાનંદે પૂછયું : “મિત્ર! આમ તું ક્યાં ખોવાઈ ગયો હતો? પ્રતિમાની કારીગરી જોતો હતો કે પછી એ પ્રતિમાના પ્રેમમાં ડૂબી ગયો હતો ?' ભાવ વિહ્વળ અવાજે અમરદને કહ્યું: “મિત્રાનંદ ! હું જાણું છું કે આ પથ્થરની જડ પ્રતિમા છે, છતાંય તેણે મારા પર જાણે જાદુ કર્યો છે. તે મારી સાથે વાત કરે છે. મને એ પ્રેમથી પંપાળે છે. સાચું કહું મિત્ર! આ યુવતીએ મારા હૈયાનો કબ્બો લઈ લીધો છે. તેના વિના જીવવું હવે મારા માટે મુશ્કેલ છે. હું લગ્ન કરીશ તો બસ, આ સ્ત્રી સાથે જ.” મિત્રાનંદે તેને ઘણું સમજાવ્યો, પરંતુ મોહાંધ અમરદત્ત એકનો બે ન થયો. ત્યાં મહેલનો માલિક આવ્યો. બન્નેને ઉદાસ અને મૂંઝાયેલા જોઈને તેણે તેનું કારણ પૂછ્યું. મિત્રાનંદે માંડીને બધી વાત કરી અને કહ્યું: “હવે તમે જ આનો ઉપાય બતાવો.” માલિકે કહ્યું: “મારી પાસે તો તેનો કોઈ ઉપાય નથી. પણ આ સુંદર પ્રતિમા ઘડનાર શિલ્પી સોપારકપુરમાં રહે છે. તમે તેને મળશો તો તમને તે કહેશે કે આ પ્રતિમા તેની કલ્પના જ છે કે કોઈનું પ્રતિબિંબ.” આ સાંભળીને મિત્રાનંદે અમરદત્તને આશ્વાસન આપ્યું: “મિત્ર ! તું ચિંતા ન કર. આમ ઉદાસ ન બન. હું સોપારકપુર જઈને શિલ્પીને મળું છું. જો આ પ્રતિમા જેવી કોઈ યુવતી આ જગત પર હશે તો હું તને એનો જરૂર ભેટો કરાવી આપીશ. માટે તું નચિંત રહે અને હું પાછો ન ફરું ત્યાં સુધી તું અહીં સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે રહેજે.' અમરદત્તને આમ ભરપૂર હિંમત આપીને મિત્રાનંદ સોપારકપુર પહોંચ્યો. ત્યાં તે શિલ્પીને મળ્યો. શિલ્પીએ કહ્યું કે “એ પ્રતિમા અવન્તીની રાજપુત્રીની પ્રતિકૃતિ છે. મિત્રાનંદે શિલ્પી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પાસેથી રાજપુત્રી રત્નમંજરીની બધી હકીકત જાણી લીધી અને તરત જ એ અવંતી તરફ ગયો. અવંતી પહોંચીને તે ગામ બહાર એક દેવાલયમાં ઊતર્યો. ત્યાં તેણે એક ઘોષણા સાંભળી : “રાતના ચાર પહોર સુધી આ મડદાનું રક્ષણ કરશે તેને હું એક હજાર સોનામહોર આપીશ.” મિત્રાનંદે એ બીડું ઝડપી લીધું. તેની મક્કમતા જોઈ ઘોષણાકારે તેને પાંચસો સોનામહોર પહેલાં આપી અને બાકીની સવારે આપવાનું કહ્યું. રાતના ચાર પહોર મિત્રાનંદ માટે ચાર ભવ જેવા વીત્યા. ભૂત-પ્રેત-વ્યંતર વગેરે દુષ્ટ દેવોએ મિત્રાનંદને અનેક ઉપસર્ગોથી હેરાન કર્યો. આખી રાત તેણે અનેકવિધ આફતો અને તોફાનોનો વીરતાથી સામનો કર્યો. સવારના તેને અને શબને હેમખેમ જોઈ લોકો હેરત પામી ગયા. સૌએ તેની વીરતા વધાવી. શબનો અગ્નિદાહ કરવામાં આવ્યો. પરંતુ તે માટે શરતની બાકીની પાંચસો સોનામહોર આપવાનો પેલાએ નનૈયો ભણ્યો. આથી મિત્રાનંદે મનમાં ગાંઠ વાળી કે “બાકીની સોનામહોર અહીંના રાજાની સમક્ષ લઉં તો જ હું મિત્રાનંદ ખરો.' ત્યારપછી મિત્રાનંદે ગામમાં ફરતા-ફરતા રાજા અને રાજપુત્રી વિષે ઘણી ઘણી માહિતી ભેગી કરી લીધી અને એક રાતના તે રાજાની અતિ માનીતી વેશ્યાને ત્યાં ગયો. રાત ગાળવા માટે તેણે વેશ્યાની માતાને ચારસો સોનામહોર ગણી આપી. માતા અને વેશ્યા બને તેની આ ઉદારતા જોઈને ખુશ થયા અને મિત્રાનંદ પર ખૂબ જ પ્રેમભાવ બતાવવા લાગ્યા. વેશ્યા સોળ શણગાર સજીને મિત્રાનંદ પાસે આવી. પરંતુ મિત્રાનંદને વેશ્યા સાથે વિલાસ કરવામાં રસ નહોતો. તે તો વેશ્યા પાસેથી પોતાનું કામ કરાવવા માંગતો હતો. આથી વેશ્યાના લટકા તરફ જરાય લક્ષ્ય ન આપતાં તેણે કહ્યું : “તું મને એક પાટલો લાવી આપ. ધૂપ, દીવો, પુષ્પ વગેરે પૂજાની બધી સામગ્રી આપ. મારે મારા ઇષ્ટદેવનું અહીં ધ્યાન ધરવું છે.” રંગભવનમાં દેવની સાધના? વેશ્યા અને તેની માતા બન્ને આ સાંભળીને આભાં બની ગયાં. છતાંય તેણે બધી પૂજાની સામગ્રી લાવી આપી. એ રાતે મિત્રાનંદે વેશ્યા તરફ નજર સુધ્ધાં કર્યા વિના અખંડ ભગવત સ્મરણ કર્યું. સતત ત્રણ રાત તે આમ વેશ્યાને ત્યાં રહ્યો. વેશ્યાને આથી તેના પ્રત્યે માન થયું અને વિશ્વાસ પણ બેઠો. આ તકનો લાભ લઈને મિત્રાનંદે વેશ્યાને પૂછ્યું : “તારે અને રાજપુત્રી રત્નમંજરી સાથે કેવા સંબંધ છે? વેશ્યાએ કહ્યું : “એ મારી ખાસ બેનપણી છે અને અમે બન્ને રોજ મળીએ છીએ.” મિત્રાનંદઃ “તો મારું આટલું કામ કરી આપ. તારી બેનપણીને કહે કે જેના પર તું વારી ગઈ છું તે અમરદત્ત રાજપુત્રનો પ્રિય મિત્ર તારા પત્રનો જવાબ લઈને આવ્યો છે અને તે તેને ખાનગીમાં આપવા માંગે છે.” રત્નમંજરી તો વેશ્યા પાસેથી સમાચાર સાંભળીને વિચારમાં જ પડી ગઈ. કોણ પ્રિય? કયો પત્ર? અને કોણ મિત્ર? જરૂર આ કોઈ લો-લબાડ લાગે છે. એ જે હોય તે પણ આ માણસ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ છે ખૂબ જ ચાલાક, મારે તેને મળવું પડશે. આમ વિચારીને તેણે વેશ્યાને કહ્યું કે “એ મિત્રને તું રાતના મારે ત્યાં મોકલજે.” આપેલ નિશાની પ્રમાણે સાત કિલ્લા ઉલ્લંઘીને મિત્રાનંદ રત્નમંજરીના એકાંત શયનગૃહમાં ગયો. બન્ને એકબીજાને ઘડીભર જોઈ રહ્યાં. સમય ગુમાવવો પાલવે તેમ ન હતો. આથી મિત્રાનંદે પત્ર વાંચી સંભળાવ્યો. અમરદત્ત તેના પ્રેમમાં કેટલો બધો પાગલ છે તે બધી હકીકત કહી. મિત્રાનંદની વાણી, તેની ચતુરાઈ વગેરે જોઈને રત્નમંજરી જીવંત પ્રતિમા જેવી બની ગઈ. એ તકનો લાભ લઈને મિત્રાનંદે રાજપુત્રીના હાથનું કડું કાઢી લીધું અને તેની જાંઘ ઉપર ત્રિશૂળનું નિશાન કરી દીધું. રાજપુત્રી બીજું કંઈ વિચારે તે પહેલાં તો મિત્રાનંદ આંખના પલકારામાં ત્યાંથી નીકળી ગયો અને વેશ્યાને ત્યાં જઈને આરામથી સૂઈ ગયો. બીજે દિવસે સવારના મિત્રાનંદ રાજસભામાં ગયો. રાજાને ભેટશું ધરીને તેણે પેલા શ્રેષ્ઠીની ફરિયાદ કરી અને બાકીની સોનામહોર અપાવવા માટે દાદ માંગી. રાજાએ તુરત જ તે શ્રેષ્ઠીને બોલાવ્યો. તે આવ્યો. તેણે કહ્યું: “તે સમયે હું ખૂબ જ શોકાકુળ હતો અને પિતાની મરણોત્તર ક્રિયામાં વ્યસ્ત હતો આથી તે સોનામહોર હું આપી શક્યો નથી. તો તમે બને મને ક્ષમા કરો. આમ કહીને તેણે બાકીની બધી સોનામહોર ગણી આપી. રાજાએ મિત્રાનંદને પૂછ્યું કે “તે રાતે તેં શબનું આખી રાત રક્ષણ કેવી રીતે કર્યું? ત્યાં તને શું અનુભવ થયો?' મિત્રાનંદે વિનયથી કહ્યું : હે રાજન્ ! તે રાતે મને ડરાવવા અનેક ભૂત, પ્રેત, વ્યંતર વગેરે આવ્યાં. મને મારી નાંખવા તેમણે અનેક શસ્ત્રોનો ઉપયોગ કર્યો. પરંતુ ગુરુમંત્રના બળથી મેં તે સૌનો પરાભવ કર્યો. રાતના છેલ્લા પહોરમાં અપ્સરા જેવી સ્વરૂપવાન એક સ્ત્રી આવી. તેના ચહેરા પર તેજ હતું પરંતુ તે મને કોઈ ડાકણ જેવી લાગી. તેણે વાળ છૂટા રાખ્યા હતા. તે મોંમાંથી અગ્નિની જ્વાળાઓ કાઢતી હતી. તેના હાથમાં એક ત્રિશૂળ હતું. બિહામણા અવાજે તેણે મને કહ્યું: “આજ તો હું તને ખાઈને જ જંપીશ.” તેનું આ વિકરાળ સ્વરૂપ જોઈને મને થયું કે લોકો કહે છે તે ડાકણ આ જ હોવી જોઈએ. આથી મેં તેની સાથે જીવ સટોસટનું યુદ્ધ ખેલ્યું. ઝપાઝપીમાં મેં તેના હાથનું સુવર્ણ કંકણ કાઢી લીધું અને તેને પકડીને તેની જમણી જાંઘમાં ત્રિશૂળનું નિશાન કર્યું. છેવટે તે મારાથી હારીને ભાગી ગઈ.” એ કડું તું મને બતાવશે ?' રાજાએ પૂછ્યું. મિત્રાનંદે રાજાના હાથમાં કડું મૂક્યું. એ જોઈને રાજા આઘાતથી ચોંકી ઊઠ્યો. શું મારી પુત્રી જ ડાકણ ઠરી? વધુ ખાત્રી કરવા તે રાજમહેલમાં ગયો. ત્યાં જઈ તેણે જોયું તો પોતાની સગી પુત્રી સૂતી હતી અને તેના એક હાથમાં કડું ન હતું. માથાના વાળ બધા છૂટા ને વીખરાયેલા હતા અને જાંઘ પર પાટો બાંધેલો હતો. રાજાએ આવીને મિત્રાનંદને ખાનગી ખંડમાં આવવા કહ્યું. ત્યાં તેણે કહ્યું: “એ મારી પુત્રી છે. હવે તું જ તેનો સ્વીકાર કર.” Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૦૯ મિત્રાનંદને તો એ જ જોઈતું હતું. પરંતુ પોતાનો ઇરાદો છતો ન થઈ જાય તેથી તેણે તે વાત માનવાનો તો ધરાર ઇન્કાર જ કર્યો. છેવટે કહ્યું : ‘તો હે રાજન્ ! મારે તેને પ્રથમ જોવી પડશે. મારાથી તે સાધ્ય થશે કે કેમ તે નક્કી કરીને પછી જ હું તમને જવાબ આપું.' રાજા કબૂલ થયો. રાજ આજ્ઞાથી મિત્રાનંદ રાજપુત્રીને મળ્યો. રત્નમંજરીએ તેને ઓળખી લીધો. તેને પ્રેમથી બેસાડ્યો અને તેનો યોગ્ય સત્કાર કર્યો. મિત્રાનંદે નિખાલસતાથી કહ્યું : ‘મેં તને ખોટું કલંક આપ્યું છે. માટે તું મને પ્રથમ ક્ષમા કર. પરંતુ તને અમરદત્ત પાસે લઈ જવાનો આ જ એક ઉત્તમ ઉપાય છે. હવે હું તને રાજા પાસે લઈ જઈને તારા પર દાણા નાખું ત્યારે તારે મોમાંથી ફુત્કાર કાઢવાં અને જોરથી માથું ધુણાવવું. તું આટલું કરીશ તો આપણું કામ સિદ્ધ થઈ જશે.” રાજપુત્રીએ ઉમળકાથી કહ્યું : ‘તમે કહેશો તે પ્રમાણે કરીશ કહેશો, તો મારા પ્રાણ પણ આપી દઈશ.' આમ બધું પાકું ગોઠવીને મિત્રાનંદ રાજાને મળ્યો. તેણે કહ્યું : ‘હે રાજન્ ! તમારું કહેવું બરાબર છે. તમારી પુત્રી જ રાતના મને ખાઈ જવા આવી હતી, પણ તમે ચિંતા ન કરશો. હું તેને મારા વશ કરી લઈશ. આ માટે તમે એક સાંઢણી તૈયાર કરાવો. આજે રાતના મંત્રના પ્રભાવથી હું તેને સાંઢણી પર બેસાડીને, તેને દેશ બહાર લઈ જઈશ અને સવારના તેને ગમે ત્યાં છોડી દઈશ.' રાજા સંમત થયો. સાંજે મિત્રાનંદ રાજપુત્રીને વાળ પકડીને લઈ આવ્યો. તેના પર સરસવના દાણા નાખ્યા. રત્નમંજરીએ શીખવ્યા પ્રમાણે ફુત્કાર કર્યો અને જો૨થી માથું ધુણાવે રાખ્યું. મિત્રાનંદે તુરત જ તેને બે હાથે ઊંચકીને સાંઢણી પર બેસાડી દીધી અને પોતે પણ બેસી ગયો અને રાજાની પ્રેમભરી વિદાય લઈને સાંઢણીને મારી મૂકી. બે મહિના પૂરા થવાનો આજે છેલ્લો દિવસ હતો. હતાશ થઈને અમરદત્ત ચિતામાં બળી મરવાની તૈયારી કરતો હતો ત્યાં જ મિત્રાનંદ રત્નમંજરીને લઈને આવી પહોંચ્યો. રાજપુત્રીને જોતાં જ અમરદત્તના જીવમાં જીવ આવી ગયો. પૂર્વભવના રાગથી બન્ને એકબીજાને ભેટી પડ્યાં અને ત્યાં જ બન્નેએ લગ્ન કર્યાં. હવે તે જ સમયે તે નગરનો રાજા અપુત્રીઓ મરણ પામ્યો. બીજા રાજાની પસંદગી માટે પ્રધાનોએ પંચ દિવ્ય કર્યા. એ હાથણીએ નગર બહાર આવીને અમરદત્ત પર કળશ ઢોળ્યો. આથી મોટા ઉત્સવપૂર્વક તેને રાજગાદીએ બેસાડ્યો. અમરદત્તે મિત્રાનંદને મુખ્ય પ્રધાન બનાવ્યો અને રત્નસાર શ્રેષ્ઠીને નગરશેઠ બનાવ્યા. મિત્રાનંદ રાજ્ય કારભારમાં વ્યસ્ત હતો. છતાંય તે પેલો શબના શબ્દો ભૂલ્યો ન હતો. આથી એ શબ્દો યાદ આવતાં તે વ્યગ્ર બની જતો. એક દિવસ તે અમરદત્તની રજા લઈને કેટલાક નોકરો સાથે પોતાના મૂળ વતન તરફ જવા નીકળ્યો. વિદાય સમયે અમરદત્તે કહ્યું ઃ ‘મિત્ર ! તારા સમાચાર તું મને અવારનવાર મોકલતો રહેજે ! Page #120 -------------------------------------------------------------------------- ________________ - ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ આ વાતને ઘણો સમય થઈ ગયો પણ મિત્રના કોઈ જ સમાચાર ન આવ્યા. અમરદત્ત આથી ચિંતામાં પડી ગયો. રત્નમંજરીએ કહ્યું : “હે સ્વામી ! આપણા નગરમાં જ્ઞાનભાનુ નામના ગુરુ મહારાજ પધાર્યા છે. તે જ્ઞાની છે. તેમને પૂછવાથી કદાચ આપણને મિત્રાનંદના સમાચાર મળશે.” બને ગુરુ મહારાજ પાસે ગયા. વિધિપૂર્વક વંદન કર્યું અને મિત્રના સમાચાર જણાવવા વિનયથી પ્રાર્થના કરી. જ્ઞાની ગુરુએ કહ્યું: “હે રાજનું! તારો મિત્ર એક પર્વત પાસે નદીના કાંઠે પડાવ નાંખીને રહેતો હતો. ત્યાં ચોરોએ ઓચિંતી ધાડ પાડી. તેના બધા જ સેવકો લડતા લડતા મૃત્યુ પામ્યા. આથી મિત્રાનંદ એકલો ત્યાંથી નાસી છૂટ્યો. નાસીને થાકી જતાં તે એક વડની નીચે સૂતો. ત્યાં સાપે તેને ડંખ માર્યો તે સમયે કોઈ તપસ્વી મહાત્મા ત્યાંથી પસાર થયા. તેમણે મિત્રાનંદનું વિષ ઉતાર્યું. હવે ત્યાંથી તે તને મળવા પાછો આવતો હતો. ત્યાં ચોરોએ તેને પકડ્યો અને એક વાણિયાને ત્યાં વેચી દીધો. આ વાણિયો પડાવ નાંખીને પડ્યો હતો. ત્યાં લાગ જોઈને મિત્રાનંદ ભાગી છૂટ્યો. તેને ભાગતો જોઈને રાજાના સેવકોએ તેને ચોર માનીને પકડી લીધો. સવારે રાજાએ તેને વડના ઝાડ પર લટકાવીને મારી નાખવાનો હુકમ કર્યો. તેને બાંધવામાં આવ્યો ત્યારે મિત્રાનંદ વિચારતો હતો કે પેલા શબનું વેણ આખરે સાચું ઠર્યું. મિત્રાનંદનું વડના ઝાડ પર મૃત્યુ થયું. બીજે દિવસે કેટલાક છોકરાઓ ગીલ્લી-દંડા રમતા હતા. તેમાંથી એક જણે મારેલી ગીલ્લી મિત્રાનંદના શબના મુખમાં પડી. આમ શબનું કહેવું બધું સારું કર્યું છે.” મિત્રની આવી કરુણ કથા સાંભળીને અમરદત્ત અને રત્નમંજરી બન્ને શોકાતુર બની ગયાં. ગુરુએ તેમને આશ્વાસન આપ્યું. પછી શાંત થતાં અમરદત્તે પૂછ્યું: “હે ગુરુદેવ! મારો મિત્ર મરીને ક્યાં ઉત્પન્ન થયો છે અને અમારા પૂર્વભવ શા હતા? ગુરુદેવ બોલ્યા: “હે રાજનું! તારા મિત્રનો જીવ મરીને તારી રાણીની કુક્ષિએ પુત્રરૂપે ઉત્પન્ન થયો છે અને તે કાળક્રમે રાજા થશે. પૂર્વભવમાં આજથી ત્રીજા પૂર્વભવે તું ક્ષેમંકર નામે કણબી હતો. સત્યશ્રી નામે તને પત્ની હતી અને ચંદ્રસેન નામે તારે એક નોકર હતો. ચંદ્રસેન ખેતરમાં કામ કરતો હતો તે સમયે તેણે કોઈને ખેતરમાંથી શીંગ લેતો જોયો. આ જોઈને તે બોલ્યો : “આ મહાચોરને ઊંચો બાંધીને લટકાવો.” ગુસ્સાથી આમ બોલીને ચંદ્રસેને નિકાચિત કર્મ બાંધ્યું. સત્યશ્રીએ પણ એક વખત પોતાની પુત્રવધૂને ગુસ્સામાં કહ્યું: ‘ડાકણની જેમ આમ ઉતાવળી-ઉતાવળી શું ખાય છે? ધીમેથી ખાતાં તને શું જોર આવે છે?' આમ બોલીને તેણે પણ કર્મ બાંધ્યું. એક વખતે ક્ષેમંકરે ચંદ્રસેનને બીજા ગામ જવાનું કહ્યું. ચંદ્રસેને કહ્યું: “મારે ત્યાં આજ મહેમાન આવવાના છે, તેથી હું આજ જઈ શકું તેમ નથી.” ત્યારે ક્ષેમંકરે ગુસ્સાથી કહ્યું: “ભલે Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૧૧ તને તારા મહેમાનોનો મેળાપ ન થાય, પરંતુ તારે બીજે ગામ આજે જવું જ પડશે.' આમ બોલીને ક્ષેમંકરે પણ કર્મ બાંધ્યું. તેવામાં કોઈ બે મુનિ ગોચરી (ભિક્ષા) માટે પધાર્યા. તેમને જોઈને ક્ષેમંકર અને સત્યશ્રી બન્નેએ પ્રેમથી ગોચરી વહોરાવી. તેમનો ભક્તિભાવ જોઈને ચંદ્રસેને અનુમોદના કરી : ‘આ દંપતીને ધન્ય છે કે તેઓ આવી અનુપમ ગુરુભક્તિ કરે છે' એ જ સમયે ત્રણે ૫૨ વીજળી પડી અને ત્રણેય એક સાથે જ મૃત્યુ પામ્યા. એ ક્ષેમંકરનો જીવ તે તું અમરદત્ત, સત્યશ્રી તે તારી પત્ની રત્નમંજરી અને ચંદ્રસેન ચાકર તે આ ભવે તારો મિત્ર મિત્રાનંદ થયો. ચાકરે મુસાફરને ઊંચો બાંધવાનું કહ્યું હતું તે મરીને પેલા વડ પર વ્યંતર થયો. પૂર્વભવનું વૈર યાદ કરીને તે આમ બોલ્યો હતો. પોતાનો પૂર્વભવ સાંભળીને અમરદત્ત અને રત્નમંજરીને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પછી તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. પુત્રને રાજ સોંપીને બન્નેએ દીક્ષા લીધી અને કાળક્રમે મોક્ષે ગયા. આ કથામાંથી ભવ્ય જીવોએ શીખવાનું છે કે ક્યારેય પણ કોઈના ઉપર ગુસ્સો ન કરવો. ગુસ્સામાં પણ કદી આકરાં ને કડવાં વચન બોલવાં નહિ. કડવી અને ક્રૂર વાણી બોલવાથી નિકાચિત કર્મ બંધાય છે અને તેને લીધે અનંતા ભવમાં ભમવું ને ભટકવું પડે છે. આથી દરેક પ્રસંગે સમતાભાવ રાખવો અને દરેકની સાથે, દરેક પ્રસંગે હંમેશાં પ્રિય અને હિતકારી જ બોલવું. ૨૪૨ માનનો ત્યાગ કરવો मानत्यागान्महौजस्वी, तत्त्वज्ञानी सुदक्षताम् । दधन् दधौ महज्ज्ञानं, बाहुबली मुनीश्वरः ॥ “મોટા પરાક્રમી, તત્ત્વજ્ઞાની અને અતિદક્ષપણાને ધારણ કરનાર બાહુબલી મુનીશ્વરે માનનો ત્યાગ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું,” બાહુબલીનું દૃષ્ટાંત ભગવાન ઋષભદેવને સો પુત્ર હતા. ભરત તેનો પાટવીકુંવર હતો. બધા પુત્રોને અલગ અલગ રાજ્યોની વ્યવસ્થા સોંપીને ઋષભદેવે દીક્ષા લીધી. તે પછી ભરત ચક્રવર્તી થવા છ ખંડ ઘૂમી વળ્યો. સાઠ હજાર વરસે તે છ ખંડનો વિજેતા બન્યો. ચક્રવર્તીનો રાજ્યાભિષેક કરવાનો સમય થયો ત્યારે તેણે પોતાના ભાઈઓને જ ન જોયા. આથી તેણે દૂત મોકલીને એ સૌને પોતાની આજ્ઞા માનવા કહેવડાવ્યું. ભાઈઓએ વળતું કહેવડાવ્યું : ‘પિતાજીએ અમને રાજ્ય આપ્યું છે પછી અમે શા માટે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ કોઈની આજ્ઞા માનીએ ? આમ છતાંય આ અંગે અમે પિતાજીને પૂછીને તેઓશ્રી જે કહેશે તે પ્રમાણે વર્તીશું” અને બધા ભાઈઓ ભગવાનને મળ્યા. વંદના કરી. વિનયથી પોતાનો આવવાનો હેતુ કહ્યો. ત્યારે તેઓ સૌને ભદ્રિક આત્મા જાણીને ભગવાને ઉપદેશ આપ્યો. संबुज्झह किं न बुज्झह, संकेहि खलु यच्च दुल्लहा । नो हुवणं भंति राइओ, नो सुलहं पुणरवि जीविअं ॥ “બોધ પામો ! કેમ બોધ પામતા નથી? આ પ્રાણીને સમ્યક્ત્વ દુર્લભ છે. મંત્રી કે રાજા થવું દુર્લભ નથી. પરંતુ ફરીથી મનુષ્યપણાનું જીવિત થવું દુર્લભ છે.” ભગવાનની પ્રેરક દેશના સાંભળી બધા ભાઈઓ પ્રતિબોધ પામ્યા અને તેમની પાસે દીક્ષા લીધી. આ સૌમાં બાહુબલી ન હતા. ભરતે તેને પણ આજ્ઞામાં આવવા કહેવડાવ્યું હતું. બાહુબલીએ મોટાભાઈની આજ્ઞામાં રહેવાનો ઈન્કાર કર્યો. આથી ભરત સેના લઈને બાહુબલીને જીતવા યુદ્ધ ચડ્યો. બાર વરસ સુધી બન્ને ભાઈઓ વચ્ચે વિવિધ પ્રકારનું યુદ્ધ ચાલ્યું. પછી ભારત અને બાહુબલી બન્ને એકલા જ લડ્યા. બન્ને જણા વચ્ચે દૃષ્ટિયુદ્ધ, વચનયુદ્ધ, મુષ્ટિયુદ્ધ થયાં. આ મુષ્ટિયુદ્ધમાં બાહુબલીએ ભરતને આકાશમાં અધ્ધર ઉછાળ્યા. ત્યારે બાહુબલીને થયું: “ભાઈ ધરતી પર આટલે ઊંચેથી પડશે તો પટકાઈને કદાચ મરી જશે. ના. મારાથી એવું ન થવા દેવાય.” આમ વિચારી જેવા ભરત ગબડતા નીચે આવ્યા કે બાહુબલીએ તેમને બે હાથમાં ઝીલી લીધા. પણ ભરતને ચક્રવર્તી થવું હતું. આથી સ્વચ્ય થઈને તેણે બાહુબલીના મસ્તક ઉપર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. બાહુબલી ઘડીભર મૂચ્છ ખાઈ ગયા. સ્વસ્થ થતાં તેમણે ભારતના હૃદય પર મુષ્ટિઘાત કરીને વળતો પ્રહાર કર્યો. આમ પાંચે ય યુદ્ધમાં ભારતનો પરાજય થયો. આથી હવે તેમણે છેલ્લું શસ્ત્ર અજમાવ્યું. તે પહેલાં તેમણે બાહુબલીને કહ્યું: “ભાઈ ! હજી કશું બગડ્યું નથી. આ યુદ્ધમાં તને કશું જ નુકસાન થયું નથી. પરંતુ ચક્ર છોડીશ તો તારે જીવવું મુશ્કેલ બનશે. આથી તું મારી આજ્ઞા માન. બાહુબલીએ તેનો મુકાબલો કરવાની તૈયારી બતાવી. આ જ પળે બાહુબલીનો આત્મા જાગ્યો. ચક્રનો ચૂરો કરવા મુઠ્ઠી ઉગામી ત્યાં જ તેમને વિચાર આવ્યો : “આ હું શું કરી રહ્યો છું ? મારી આ પોલાદી મુઠ્ઠીથી ભાઈની હત્યા થશે. લોકો કહેશે કે એક નાના ભાઈએ મોટાભાઈને હણી નાંખ્યો. છ ખંડના નાથના હત્યારા તરીકે લોકો મને જાણશે. મારે શા માટે આવા હત્યારા બનવું જોઈએ? મોટાભાઈને ચક્રવર્તી જ બનવું છે ને? તો ભલે એ ચક્રવર્તી બને.” ત્યાં ભરતે છોડેલું ચક્ર બાહુબલીની પ્રદક્ષિણા કરીને પાછું ભરત પાસે આવી ગયું. કારણ ચક્ર ગોત્રના કોઈ પણ માણસ ઉપર ચાલતું નથી. આમ ચક્ર પાછું ફર્યું તે જ ઘડીએ બાહુબલીએ ઉગામેલી પોતાની મુઠ્ઠીથી પોતાના વાળ ખેંચી કાઢ્યા. ત્યારે દેવોએ “ધન્ય ! ધન્ય !” બોલીને તેમના પર પુષ્પવૃષ્ટિ કરી. યુદ્ધના આવા અણધાર્યા પલટાથી સૌ આનંદિત બન્યા. ભરતે સાધુ બાહુબલીને વંદના કરી અને તેમના વૈરાગ્ય અને વીરતાની પ્રશંસા કરી. Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૧૩ હવે બાહુબલીએ વિચાર્યું : ‘હું આમ છદ્મસ્થપણે પિતા પાસે જઈશ તો મારાથી પ્રથમ દીક્ષિત થયેલાઓને મારે વંદના કરવી પડશે. તેથી તો મારી લઘુતા ગણાય. આથી હું કેવળજ્ઞાની બનીશ ત્યારે જ પ્રભુ પિતાજીની પર્ષદામાં જઈશ.” આમ નક્કી કરીને બાહુબલી યુદ્ધભૂમિમાં જ કાયોત્સર્ગ કરવા લાગ્યા. એક વરસ સુધી બાહુબલી અડોલપણે આત્મધ્યાનમાં સ્થિર રહ્યા. એક વરસમાં તો ઋતુઓ પણ બદલાઈ અને બાહુબલીની આસપાસ લતાઓ ઊગી નીકળી. માથા ને દાઢીના પણ વાળ વધી ગયા. તેમાં પક્ષીઓએ માળા બાંધ્યા છતાંય બાહુબલીજી ધ્યાનમાં અખંડિત ને અતૂટ રહ્યા. ભગવાને બાહુબલીના કેવળજ્ઞાનનો અવસ૨ જાણીને તેમને પ્રતિબોધ પમાડવા બ્રાહ્મી અને સુંદરી સાધ્વીઓને મોકલી. આ બન્ને બાહુબલીજીની સંસારી બહેનો હતી. ઘણી મુશ્કેલીએ સાધ્વીઓએ બાહુબલીને ઓળખી કાઢ્યા અને ઊંચે અવાજે કહ્યું : “વીરા ! મારા ! ગજ થકી નીચે ઊતરો !” ધ્યાનસ્થ બાહુબલીએ આ ચાર શબ્દ સાંભળ્યા. આંખ ખોલીને જોયું તો બે સાધ્વીઓ પોતાને ઉદ્દેશીને બોલી રહી હતી. પછી ઓળખાણ પડી. અરે ! આ તો બ્રાહ્મી અને સુંદરી ! બાહુબલીને જાગ્રત થયેલા જોઈને બન્નેએ કહ્યું : ‘હે બંધુ! પિતાજીએ અમને કહેવડાવ્યું છે કે મદોન્મત્ત હાથી પર ચઢવાથી કેવળજ્ઞાન તમને શી રીતે મળશે ? આથી તેવા હાથી પરથી નીચે ઊતરો. હાથી પર ચઢીને કેવળજ્ઞાન પામવું હતું તો પછી તક્ષશિલાનું રાજ્ય શા માટે છોડ્યું ?” આ સાંભળી બાહુબલી વિચારમાં પડી ગયા. તેમનું અભિમાન સમ્યક્ વિચારધારાથી ઓગળતું ગયું. તેમને સમજાયું કે હું અભિમાન કરી રહ્યો છું એમાં જ મેં આટલી સાધના વ્યર્થ કરી. કેવળી તો બધા જ પૂજ્ય અને વંદનીય છે. મેં તેમના માટે અયોગ્ય તુલના કરી. હવે મારે તુરત જ તેમની ક્ષમા માગવી જોઈએ અને તેમને વંદના કરવી જોઈએ. અને બાહુબલી જ્યાં ભગવાનની પર્ષદામાં જવા પગ ઉપાડે છે ત્યાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવતાઓએ આપેલ મુનિવેષને ધારણ કરીને તે ભગવાનના સમવસરણમાં ગયા અને ત્યાં તીર્થને નમસ્કાર કરીને કેવળીની સભામાં બેઠા. આ ઘટનાથી ભવ્યજીવોએ અંતરમાંથી માન, મદ, અભિમાન વગેરે નિર્મૂળ કરવા પ્રયત્નશીલ બનવાનું છે. આત્મસાધનામાં અભિમાન બાધક છે. મુક્તિ માટે અહંકાર મુક્ત બનવાનું છે તે આ સત્ય પ્રસંગથી આપણે શીખવાનું છે. “ખરેખર બાહુબલીને જ મહાબળવાન જાણવા કે જેમણે પ્રથમ છ ખંડના નાથને જીતી લીધા અને પછી વિશ્વમાં કંટકરૂપી માનરૂપી મહામલ્લને હણીને પરમાનંદ પ્રાપ્ત કર્યું. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૪૩. માયાપિંડથી થતા દોષો भक्तादिहेतवे कुर्वन्नानारूपाणि मायया । साधुर्वंचयते श्रद्धान् मायापिंडः स उच्यते ॥ “સાધુ ભાત પાણી વગેરે માટે માયા વડે નાના પ્રકારનાં રૂપો કરીને શ્રાવકોને છેતરે તેને માયાપિંડ કહેવાય છે.” અષાઢભૂતિ મુનિનું દષ્ટાંત ગુરુ ધર્મરૂચિ આચાર્યની આજ્ઞા લઈને અષાઢભૂતિ મુનિ રાજગૃહીની શેરીઓમાં ગોચરી લેવા માટે નીકળ્યા. ફરતાં-ફરતાં તે મહર્ધિક નામના એક નટના ઘરે પહોંચ્યા. બહાર ઊભા રહીને કહ્યું: “ધર્મલાભ.” નટની બે પુત્રીઓ ભુવનસુંદરી અને જયસુંદરીએ મુનિને વધાવ્યા. મુનિએ ગોચરી માટે પાતરું ધર્યું. સુંદરીઓએ મત્ત મધુર સુગંધવાળો એક મોદક (લાડુ) વહોરાવ્યો. પુનઃ ધર્મલાભ આપી અષાઢભૂતિ મુનિ બહાર આવ્યા. બહાર જતાં જતાં તેમના મનમાં વિચાર આવ્યો : “ગોચરીમાં લાડુ તો એક જ મળ્યો છે અને તે તો, મારા ગુરુને આપવો પડશે. મારા ભાગે તો તે આવશે નહિ. આમ વિચારીને તેમણે નવા રૂપે એક વધુ લાડ વહોરવા માટે પોતાની લબ્ધિથી યુવાન સાધુનું રૂપ ધારણ કર્યું. સુંદરીઓએ ભાવથી યુવાન સાધુને બીજો લાડુ વહોરાવ્યો. એ લઈને બહાર આવતાં ફરી તેમને વિચાર આવ્યો: “આ લાડુ તો મારે ધર્માચાર્યને આપવો પડશે. આથી એક આંખ કાણીવાળા વૃદ્ધ સાધુનું રૂપ ધારીને તે ત્રીજો લાડુ વહોરી લાવ્યા. તોય તેમના મનને સંતોષ ન થયો. આથી તેમણે છ છ વખત જુદાં જુદાં રૂપ ધારણ કર્યા. એ દરેક વિવિધ મુનિ વેષે તે લાડુ વહોરી લાવ્યા અને પોતાની ધારણા સિદ્ધ થતાં તે ઉપાશ્રયે પાછા ફર્યા. તેમના આ બધા વેષ પરિવર્તન મહર્થિક નટે જોયા. તેને થયું કે મુનિ રસલુબ્ધ છે. તેમને સંસારમાં પાછા લાવી શકાય તો તે કુશળ નટ બની શકે તેમ છે. મારી સાથે રહેતો તો મારું દળદર દૂર થઈ જાય. કોઈપણ હિસાબે મારે આ મુનિને સંસારમાં પાછા લાવવા જોઈએ. આમ વિચારીને તેણે પુત્રીઓને કહ્યું: ‘તમે જે સાધુને વહોરાવ્યું તે સાધુ ઉત્તમ નટ થઈ શકે તેમ છે. છ વખત તે એક જ સાધુ તમારી પાસે વિવિધ વેષે આવ્યો હતો. સુખી થવું હોય તો તમે એ સાધુને રીઝવો. તે હંમેશ અહીં આવે અને આપણે ત્યાં જ રહી જાય તેવું કંઈક કરો. તેને તમારા રૂપ અને યૌવનમાં પ્રલોભિત કરો.” પિતાની પાસેથી સત્ય જાણીને પુત્રીઓ પણ અષાઢભૂતિ મુનિને વશ કરવા માટે મનમાં વિચારવા લાગી. Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૧૫ ત્યાં સદ્ભાગ્યે અષાઢભૂતિ મુનિ બીજા દિવસે પણ એ નટને ત્યાં ગોચરી માટે આવ્યા. તેમને જોઈને પુત્રીઓ તૈયાર થઈ ગઈ. ખૂબ જ હાવભાવથી તેમણે પાતાં ભરીને સુગંધી લાડુ વહોરાવ્યા અને વિનંતી કરી: “હે મુનિ ! તમે રોજ અમને લાભ આપજો. તમારાં પગલાં પુણ્યવંત છે. તમારાં પગલાંથી અમારાં ભાગ્ય ખૂલી ગયાં છે. તો આપ હંમેશાં અમારે ત્યાં જ ગોચરી માટે પધારો.” એ પછી અષાઢભૂતિ મુનિ રોજ નટને ત્યાં ગોચરી માટે આવવા લાગ્યા. ધીમે ધીમે પુત્રીઓએ મુનિ પર જાદુ કરવા માંડ્યો. ચોક્કસ હેતુપૂર્વક તેઓ વર્તતી. તેમની સાથે હસીને વાત કરતી. તેમનાં અંગો દેખાય તેવી રીતે હલનચલન કરતી. કટાક્ષ કરતી, દ્વીઅર્થી વાણી બોલતી. છેવટે એક દિવસ બન્નેએ સ્પષ્ટપણે મુનિને પોતાની સાથે ભોગ ભોગવવાની માંગણી કરી. મુનિએ કહ્યું: “તમારા અંતરની વ્યથા હું સમજી શકું છું. પરંતુ મારાથી ગુરુની આજ્ઞા વિના કંઈ થઈ શકે નહિ. હું મારા ગુરુની આજ્ઞા લઈને તુરત જ પાછો આવીશ. પછી તમે કહેશો તેમ તમારી સાથે વર્તીશ.” ઉપાશ્રયે આવીને અષાઢભૂતિએ ગુરુને બધી સત્ય વાત કહી અને નટને ત્યાં જવા માટેની રજા માંગી. આચાર્ય બે ઘડી મૌન થંભી ગયા. તેમણે વિચાર્યું: “માયાપિંડથી આહાર લાવવાનું આ પરિણામ આવ્યું છે. મુનિ લપસ્યો છે, પણ હજી પટકાયો નથી. મને પૂછવા આવ્યો છે. મારી આજ્ઞા માગે છે. આથી હજી તેનામાં આત્મા જીવે છે ખરો. તેનો આત્મા એકદમ ઘોરી નથી ગયો. પરંતુ મારાથી તેને પાપકર્મ કરવા માટે મંજૂરી કેમ અપાય? છેવટે ઘણા મનોમંથનને અંતે તેમણે વચલો રસ્તો કાઢ્યો. મુનિને કહ્યું: “હે શિષ્ય ! તારું આ પગલું અનુચિત છે. પરંતુ તું મારી વાત અંગીકાર કર. તું મદિરા અને માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા લે.” મુનિએ તુરત જ તે પ્રતિજ્ઞા લીધી અને પછી સીધા નટને ત્યાં પહોંચી ગયા. મુનિને સંસારી વેષમાં આવેલા જોઈને નટ અને તેની પુત્રીઓના આનંદની અવધિ ન રહી. અષાઢભૂતિએ ઘરમાં સ્થિર થતાં પહેલાં કહ્યું: “હું તમારે ત્યાં રહું. તમારા જેવો થઈને રહું પણ તે એક જ શરતે. તમે સૌ મદિરા અને માંસ નહિ ખાવાનું વચન આપો તો જ હું તમારી ઇચ્છા પૂરી કરું. નટે અને તેની બન્ને પુત્રીઓએ એ શરત મંજૂર રાખી. નટે પોતાની બન્ને પુત્રીઓને પરણાવી અને અષાઢભૂતિ હવે ઘરજમાઈ બનીને રહ્યા. થોડા જ સમયમાં પોતાની નાટ્યકશળતાથી અષાઢભૂતિએ નટને માલામાલ કરી દીધો. નગર આખામાં અષાઢભૂતિની પ્રશંસા થવા લાગી. આ પ્રશંસા બીજા એક નટથી સહન ન થઈ. તેણે રાજાને સ્પર્ધા યોજવા પડકાર કર્યો. આ પરદેશી નટે શરત કરી કે જેનો પરાજય થાય તે સર્વસ્વ મૂકીને આ ગામ છોડીને ચાલ્યો જાય. અષાઢભૂતિએ આ પડકાર ઝીલી લીધો. - નિશ્ચિત દિવસે સ્પર્ધા યોજાઈ. રાજા સહિત આખું નગર આ નાટ્યસ્પર્ધા જોવા ઊમટ્યું. બને પત્ની તે રાતના ઘરે રહી. તેમણે વિચાર્યું “ઘણા દિવસથી મદિરા (દારૂ) પીધી નથી. ગળામાં સોસ પડે છે. આજે સ્વામી છે નહિ. શા માટે રાતે મદિરા પીને મજા ન કરવી? અને બંનેએ તે રાતે ખૂબ મદિરા (દારૂ) પીધી અને મસાલેદાર માંસાહાર પણ કર્યો. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ અષાઢભૂતિએ સ્પર્ધામાં વિજય મેળવ્યો. સવારે ઘરે આવીને જોયું તો બન્ને પત્નીઓ શયનખંડમાં નિર્લજ્જ અવસ્થામાં પડી હતી અને માથું ફાટી જાય તેવી દુર્ગધ તેમના મોંમાંથી આવતી હતી. એઠાં મોંના કારણે ત્યાં માખીઓ પણ બણબણતી હતી. આ જુગુપ્સાજનક દશ્ય જોઈને અષાઢભૂતિનું અંતર વલોવાઈ ગયું. તેમનો સૂતેલો આત્મા જાગી ગયો. તેમને ગુરુજીનું વાક્ય યાદ આવી ગયું. તે તરત જ પોતાના સસરા નટ પાસે ગયા અને કહ્યું – મારો ને તમારો સૌનો સંબંધ પૂરો થયો. બાર-બાર વરસ સુધી હું કાદવમાં રહ્યો. હવે હું આ ગંદવાડમાં જીવી શકું તેમ નથી. રસ અને રૂપમાં લુબ્ધ બનીને મેં ચારિત્ર ગુમાવ્યું. બાર વરસ મેં તેમાં બરબાદ કર્યા. આજે મને અનુભૂતિ થઈ છે કે મેં અયોગ્ય કર્યું છે. હાથમાં આવેલ ચારિત્ર મેં ગુમાવી દીધું છે. પરંતુ હવે મારાથી વધુ સમય આ ગંદકી અને ઉકરડામાં જીવી શકાય તેમ નથી. હવે હું પાછો મારા ગુરુ પાસે જાઉં છું.” આ સાંભળીને નટે અને પત્નીઓએ તેને ખૂબ જ સમજાવ્યો. પત્નીઓએ પોતાની ભૂલની ક્ષમા માંગી. અષાઢભૂતિ એકનો બે ન થયો. ત્યારે પત્નીએ કહ્યું “તમારે જવું હોય તો ભલે જાવ. પણ અમને જીવનભર ચાલે તેટલું ધન આપીને પછી જાવ. તે સિવાય અમે તમને જવા નહિ દઈએ. અષાઢભૂતિએ તે વાત સ્વીકારી લીધી. તે તુરત જ રાજા પાસે ગયા, કહ્યું: “હે રાજનું! હું તમને સર્વશ્રેષ્ઠ ભરત ચક્રવર્તીનું નાટક બતાવીશ અને રાજાના સહકારથી તેમણે સાત દિવસમાં નવું નાટક તૈયાર કર્યું. યોગ્ય સમયે નાટક શરૂ થયું. અષાઢભૂતિ પોતે ભરત બન્યો અને ચક્રની ઉત્પત્તિથી માંડીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીનાં બધાં જ દશ્યો તેમણે આબેહૂબ ભજવ્યાં. અરિસાભુવનમાં વીંટી નીકળી ગઈ અને ભરતની જેમ જ ધ્યાનમાં ઉત્તરોત્તર ઊંચે ચડતા ગયા અને નાટકના બદલે સત્ય સાબિત થયું. નાટક ભજવતાં અષાઢભૂતિને કેવળજ્ઞાન થયું. આથી ત્યાં જ રંગભૂમિ ઉપર જ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. દેવતાઓએ આપેલ મુનિવેષ પહેર્યો અને નાટકમાં ભાગ લેનારા પાંચસો રાજપુત્રોને પ્રતિબોધ પમાડ્યા, નાટક માટે જે કંઈ રત્નાદિક સામગ્રી લીધી હતી તે બધી પત્નીઓને આપીને તે પોતે ત્યાંથી ચાલી નીકળ્યા. અષાઢભૂતિની આ સિદ્ધિની તેમના ગુરુએ પ્રશંસા કરી અને તેમને વંદના પણ કરી. ભવ્ય જીવોએ આ સત્ય ઘટનામાંથી શીખવાનું છે કે ક્યારેય પણ કશામાં લુબ્ધ બનવું નહિ. રસ અને રૂપમાં, સ્વાદ અને સૌન્દર્યમાં લુબ્ધ બનવાથી સાધના ખરડાય છે અને ખંડિત પણ થાય છે. ચારિત્ર કલંક્તિ બને છે. કોઈ વિરલા જ બગડેલી બાજી સુધારી શકે છે. આથી જીવનમાં કદી માયા ન કરવી અને કશામાં લુબ્ધ-આસક્ત ન બનવું. - O Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ૧૧૭. ૨૪૪ અતિ લોભ ન કરવો पुमाननर्थं प्राप्नोति, लोभक्षोभितमानसः । यतो लोभपराभूतः सागरः सागरेऽपतत् ॥ જેનું મન લોભથી ક્ષોભ પામેલું છે તે માણસ અનર્થને પામે છે. કારણ, લોભથી પરાભવ પામેલો સાગરશ્રેષ્ઠી સમુદ્રમાં પડ્યો” વળી કહ્યું છે કે – अतिलोभो न कर्तव्यो, लोभो नैव च नैव च । अतिलोभाभिभूतात्मा, सागरः सागरं गतः ॥ “અતિ લોભ ન કરવો. લોભ ન જ કરવો, ન જ કરવો. અતિલોભ કરવાથી સાગરશેઠ સમુદ્રમાં ગયો.” સાગરશેઠનું દષ્ટાંત કહેવાય છે કે સાગરશેઠ પાસે ચોવીસ કરોડ સોનામહોર હતી. લક્ષ્મી તેના ઘરમાં આળોટતી. આ સાગરશેઠ જમની ક્રૂર દૃષ્ટિવાળો, જુગારીની જેમ બધાને છેતરનારો, કઠોર અને કક8ભાષી હતો. વ્યવહારમાં તે ખંધો અને દગાબાજ હતો અને સ્વભાવે તે ઝઘડાખોર હતો. તેને ચાર પુત્રો હતા. ચારેય પરણેલા હતા. સમય જતાં સાગરની પત્ની મરી ગઈ. ત્યારથી તે ઘરમાં જ રહેવા લાગ્યો. એક તો પોતે કંજૂસ અને પાછો ઝઘડાખોર. આથી ઘરમાં કોઈ સારું ભોજન કરે, સારાં કપડાં પહેરે, દાન કરે તે તેનાથી જરાય સહન ન થાય. આના કારણે છોકરાં અને વહુઓ સાથે તેને રોજ ઝઘડા થતા. વહુઓ સસરાના આવા સ્વભાવથી ત્રાસી ગઈ. તેમણે પોતાનો નિત્યક્રમ બદલ્યો. સસરો સૂઈ જાય પછી તેઓ મનપસંદ ખાવાનું ખાતી અને પતિ સાથે આનંદથી રહેતી. એક દિવસ બધી મહેલની અગાસીમાં બેઠી હતી. ચારેય મળીને સસરાની જ વાતો કરતી હતી. તે સમયે ત્યાંથી એક યોગિની આકાશમાર્ગે નીકળી. વહુઓએ તેમને જોઈને પ્રણામ કર્યા. નીચે આવવા માટે આમંત્રણ આપ્યું. યોગિની નીચે આવી. ચારેયે તેની અપૂર્વ ભક્તિ કરી. સાથોસાથ પોતાના દુઃખની પણ માંડીને વાત કરી. યોગિનીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને, સરળતાથી સિદ્ધ થાય તેવી આકાશગામી વિદ્યા આપી. બીજી રાતે પતિ સૂઈ ગયા હતા ત્યારે ચારેય વહુઓએ ભેગા મળીને એક લાકડાને મંત્રથી મંતર્યું અને તેના પર બેસીને બધી રત્નદ્વીપ ગઈ. સોનાની ધરતી પર ચારેય ખૂબ હાલી, Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ મોજમજા કરી અને સવાર પડે તે પહેલાં પાછી આવી ગઈ અને જ્યાંથી લાકડું લીધું હતું ત્યાં જ મૂકીને, જાણે કંઈ જ બન્યું નથી તેમ બધી સૂઈ ગઈ. આમ રોજ થવા લાગ્યું. પશુઓને બાંધવાનું લાકડું રોજ આડું અવળું થતું જોઈને ગોવાળને શંકા ગઈ. તેણે આખી રાત જાગી તેનું રહસ્ય શોધવાનું નક્કી કર્યું. ત્યાં રાતે તેણે વહુઓને લાકડા પર ઊડતી જોઈ. તેને થયું કે વહુઓ રાતના ક્યાં જતી હશે? આ કુતૂહલ તેણે મનમાં જ રાખ્યું. બીજી રીતે તે લાકડાના પોલાણમાં સંતાઈ ગયો. વહુઓની સાથે તે પણ રત્નદ્વીપ પહોંચ્યો. વહુઓ આઘીપાછી થઈ એટલે તે પણ બહાર નીકળ્યો. સોનાની ધરતી જોઈને તેના મોંમાં પાણી આવી ગયું. તુરત જ તેણે થોડું સોનું લઈ લીધું અને ફરી લાકડાના પોલાણમાં સંતાઈ ગયો. આમ બે ચાર દિવસ કરતાં ગોવાળનો પારો ઊંચો ચડ્યો. સાગરશેઠે ગોવાળની ઉદ્ધતાઈ અને ઉપેક્ષા જોઈ વિચાર્યું કે ગોવાળે ગમે ત્યાંથી ધન ચોર્યું હોય એમ લાગે છે. પૈસા વિના માણસ આવી બેફિકરાઈ ન કરે. આથી શેઠે તેને કળથી પૂછ્યું. ભોળો ગોવાળ ભરમાઈ ગયો. તેણે બધી હકીકત કહી દીધી. એ જાણી સાગરશેઠ રાતની રાહ જોવા લાગ્યા. રાત પડી. વહુઓ આવે તે પહેલાં જ તે લાકડાના પોલાણમાં સંતાઈ ગયો. રત્નદ્વીપમાં પહોંચી તે બહાર નીકળ્યા. વહુઓ આવે તે પહેલાં તેણે અઢળક સોનું ભરી લીધું. સમય થતાં વહુઓ પાછી આવી. પરંતુ તેમને લાકડું રોજના કરતાં વધુ વજનદાર લાગ્યું. આથી એક વહુ બોલી : “આપણે બીજા લાકડા પર બેસીને જઈએ અને આ વજનદાર લાકડાને સમુદ્રમાં ફેંકી દઈએ.” આ સાંભળીને શેઠે ભયથી કહ્યું: “અરે ! પુત્રવધૂઓ ! એવું ન કરશો. હું તમારો સસરો પોલાણમાં બેઠો છું. તમે લાકડું ફેંકી દેશો તો હું સમુદ્રમાં ડૂબી મરીશ.” સસરાનો અવાજ સાંભળીને વહુઓ ચેતી ગઈ. તે સમજી ગઈ કે સોનાના લોભથી જ સસરા અહીં આવ્યા છે અને અઢળક સોનું ભરીને પોલાણમાં લપાઈ ગયા છે. તેમને થયું કે સસરાએ આજ સુધી અમને સુખે નથી જીવવા દીધી. આથી ભલે તે મરી જાય અને તેમણે તે લાકડું સસરા સાથે સમુદ્રમાં ફેંકી દીધું. આથી સાગરશેઠ સમુદ્રમાં ડૂબી મર્યો અને મરીને નકે ગયો. આ અંગે કહ્યું છે કે - “લોભથી પરાભવ પામેલા પ્રાણીઓને ડગલે-પગલે અસંખ્ય દુઃખો પ્રાપ્ત થાય છે અને કાળી નાગણના જેવી તૃષ્ણા સર્વ પ્રકારના ચૈતન્યનો શીધ્રપણે નાશ કરે છે.” આ દષ્ટાંતથી ભવ્ય જીવોએ જીવનમાં કદી લોભવૃત્તિ ન રાખવી. જે મળે તેમાં જ સંતોષ માનવો. લોભને થોભ નથી. તૃષ્ણાને તૃપ્તિ નથી. તે બન્ને સતત વધતા જ રહે છે. આથી સંતોષવૃત્તિ કેળવવી. ધર્મશાસ્ત્રોમાં લોભ વિષે કહ્યું છે કે - लोभश्चेदतिपापकर्मजनको यद्यस्ति किं पातकैः । सत्यं चेतपसा च किं शुचिमनो यद्यस्ति तीर्थेनकिम् ॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ सौजन्यं यदि किं निजैश्च महिमा यद्यस्ति किं मंडनैः । सद्विद्या यदि किं धनैरपयशो यद्यस्ति किं मृत्युना ॥ “અનેકવિધ પાપકર્મોને ઉત્પન્ન કરનાર પાપનો બાપ જો લોભ હોય તો બીજા પાપથી શું ? જો સત્ય હોય તો તપની શી જરૂર છે ? જો મન પવિત્ર હોય તો તીર્થયાત્રા કરવાથી વિશેષ શું છે ? જો સજ્જનતા હોય તો આપ્ત માણસનું શું કામ છે ? જો મહિમા (યશ) હોય તો અલંકાર પહેરવાથી વિશેષ શું છે ? જો સારી વિદ્યા હોય તો પછી ધનની શી જરૂર છે ? અને જો અપયશ હોય તો પછી મૃત્યુથી વિશેષ શું છે ? (અર્થાત્ અપયશ-બદનામી-બેઆબરૂ એ જ મૃત્યુ છે.)” ૧૧૯ આ શ્લોકનું મનન કરીને લોભને વશ થવું નહિ. લોભ જ પાપનો બાપ છે. લોભ અનેક પ્રકારનાં પાપ કરાવે છે. લોભ જીવનમાં ન હોય, જે મળ્યું, જેટલું મળ્યું જેવું મળ્યું તેમાં સંતોષ હોય તો અનેક પાપોથી બચી જવાય છે. માટે સુજ્ઞજનોએ લોભ કરવો નહીં અને સદાય સંતોષી રહેવું. ૨૪૫ લોભનો ખાડો પુરાતો નથી आरभ्यते पूरयितुं, लोभगर्तो यथा यथा । तथा तथा महच्चित्रं, महुरेष विवर्द्धते ॥ “લોભરૂપી ખાડો જેમ-જેમ પૂરવા માંડીએ છીએ તેમ તેમ તે વધુ ને વધુ ઊંડો થતો જાય છે. આ એક આશ્ચર્ય છે. ' આ જીવે અનંતીવાર ભાતભાતનાં ભોજન કર્યાં. અનેક જાતનાં અનેકવાર વસ્ત્રાલંકાર પહેર્યાં, અનંતા વિષયભોગ ભોગવ્યા અને દરેક માનવભવમાં અઢળક ધનનો સંચય કર્યો છતાં ય આ જીવને જરા પણ તૃપ્તિ કે ધરવ થયો નથી. તેના લોભનો એક ખૂણો પણ પૂર્ણ થયો નથી. સુભૂમ ચક્રવર્તીનું દૃષ્ટાંત વિશ્વાનર અને ધન્વંતરી બે દેવતા હતા. વિશ્વાનર જૈનધર્મી હતો. ધન્વંતરી શૈવધર્મી હતો. બન્ને પોતપોતાના ધર્મને સર્વોચ્ચ અને સર્વોત્તમ પ્રતિપાદ કરી રહ્યા હતા. એક દિવસ તેઓ બન્ને ધર્મની પરીક્ષા કરવા પૃથ્વીલોક પર આવ્યા. ઉ.ભા.-૪-૯ તે સમયે મિથિલાનરેશ પદ્મરથ શ્રી વાસુપૂજ્યસ્વામી પાસે દીક્ષા લઈને વિહાર કરી રહ્યા હતા. દેવોએ તેમની પરીક્ષા કરવા અનેક પ્રકારના ભોજન પદાર્થ આપવા માંડ્યા. ‘આ તો દેવપિંડદેવે આપેલ ભોજન છે’ એમ જાણીને મુનિએ તેનો અસ્વીકાર કર્યો. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ પછી દેવતાઓએ આગળ માર્ગમાં એક બાજુ કાંટા પાથર્યા અને બીજા માર્ગમાં દેડકા વગેરે જીવજંતુઓ મૂક્યાં. પદ્મરથ મુનિ વિચારમાં પડી ગયા કે કયા માર્ગે જવું? પરંતુ તેમના અહિંસક અને કરુણાસભર આત્માએ કાંટાળા માર્ગે ચાલવાનું પસંદ કર્યું. ચાલતાં-ચાલતાં પગમાં સેંકડો કાંટા ઝૂંપી ગયા. લોહી નીકળવા માંડ્યું છતાં ય સમતાભાવથી તે સતત ચાલતા રહ્યા. દેવોએ એ પછીના મુનિના માર્ગમાં રૂપાંગનાઓ હાજર કરી. તેમણે મુનિને પતિત કરવા સેંકડો નિષ્ફળ પ્રયત્ન કર્યા. ત્યારે દેવતાઓએ નૈમિત્તિકનું રૂપ ધારણ કરીને મુનિને કહ્યું: “હે મુનિ! અમે નૈમિત્તિકો છીએ. અમે નિમિત્ત જોઈને કહીએ છીએ કે તમારું આયુષ્ય હજી ઘણું લાંબુ છે. આથી તમે આ યુવાવસ્થામાં ભોગો ભોગવો અને પછી ઘડપણમાં તમે ધર્મ ધ્યાન કરજો. | મુનિ બોલ્યા: “આ જીવે અનંતા ભોગ ભોગવ્યા છે છતાંય તેને તલમાત્ર તૃપ્તિ થઈ નથી અને મારું આયુષ્ય ઘણું લાંબું છે. એ તો ઘણા આનંદની વાત થઈ. એથી હું વધુ વરસો આત્મસાધના કરી શકીશ.” મુનિની આવી દઢ ધર્મશ્રદ્ધા જોઈને બન્ને દેવતાઓએ જૈનધર્મની ખૂબ-ખૂબ પ્રશંસા કરી અને મુનિને ભાવથી ત્રિવિધ વંદના કરી. પછી તેઓ બંને એક જંગલમાં ગયા. ત્યાં જમદગ્નિ નામનો એક વયોવૃદ્ધ તાપસ તપસ્યા કરતો હતો. દેવતાઓ ચકલા-ચકલીનું રૂપ ધારણ કરીને તાપસની દાઢીમાં રહ્યા. એક દિવસ ચકલાએ મનુષ્યવાણીમાં કહ્યું : “હે પ્રિય ! હું થોડા દિવસ માટે હિમવંત પર્વત પર જઉં છું.” ચકલી બોલી : ‘તમે જાવ તેનો મને વાંધો નથી. પરંતુ ત્યાં તમે કોઈ બીજી ચકલીના પ્રેમમાં પડી જાવ તો અહીં મારું શું થાય ?” ચકલાએ કહ્યું : “હું ગાયના સોગંદ ખાઈને કહું છું કે એવું કશું જ નહિ થાય અને હું જરૂર પાછો આવીશ.” ચકલી ફરી બોલી : “હે પ્રિયે ! જો તમે પાછા ન આવો તો તમે આ ઋષિના પાપથી લેપશો એવા સોગંદ ખાઓ તો તમને પ્રેમથી જવા દઉં.” જમદગ્નિ ઋષિએ આ સાંભળ્યું. ગુસ્સાથી બરાડી ઊઠ્યા: “અરે! ઓ શુદ્ધાત્માઓ! તમે શું બોલો છો તેનું તમને ભાન છે? તમે મને પાપી કહો છો? કયો પુરાવો છે તમારી પાસે મને પાપી કહેવાનો ?” ચકલો બોલ્યો: “હે તપોનિધિ ! આપ અમારા પર આમ કોપાયમાન ના થાવ. આપ તો શાસ્ત્રજ્ઞ છો. આપના શાસ્ત્રમાં કહ્યું છે કે “અપુત્રની ગતિ થતી નથી અને સ્વર્ગ તો મળતું જ નથી. માટે પુત્રનું મુખ જોઈને પછી જ બધાં કાર્ય કરવાં જોઈએ. તો “હે પૂજ્યવર! આપ તો અપુત્રિઆ છો તો પછી આપની સદ્ગતિ શી રીતે થશે?” ચકલાની આ વાત ઋષિના કાળજે વાગી ગઈ. તેમણે તપસ્યા છોડી દીધી અને તે રાજા જિતશત્રુ પાસે ગયો અને પોતાના માટે એક કન્યાની માંગણી કરી. રાજાએ કહ્યું: “મારી પાસે સો કન્યા છે. તેમાંથી તમને જે ગમે તેની સાથે તમારાં લગ્ન કરાવું.” Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ તાપસે કન્યા જોઈ. પરંતુ વયોવૃદ્ધ તાપસને કોણ પરણે? સૌએ ના પાડી. આથી તાપસે ગુસ્સે થઈને સૌને કૂબડી બનાવી દીધી. ત્યાંથી પાછા ફરતાં એક નાની બાળાને ધૂળમાં રમતાં જોઈ. તેને એક ફળ બતાવ્યું. બાળાએ તે લેવા હાથ લંબાવ્યો. તાપસે માન્યું કે એ બાળા મને ઇચ્છે છે. આથી તેમણે તેની માંગણી કરી. રાજાએ શાપના ભયથી એ બાળા તાપસને આપી દીધી. પછી રાજાની પ્રાર્થનાથી તાપસે બધી જ કન્યાઓને પૂર્વવત્ રૂપવાન બનાવી દીધી. જમદગ્નિ બાળા રેણુકાનું લાલન-પાલન કરવા લાગ્યો. આશ્રમમાં તે મોટી થઈ. યુવાન થતાં જમદગ્નિએ તેની સાથે લગ્ન કર્યા. રેણુકાએ ઋતુકાળ આવતાં તેની પ્રાર્થનાથી જમદગ્નિએ બ્રાહ્મણ તથા ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થાય તેવા બે ચરૂ મંત્રવિધિથી તૈયાર કર્યા. રેણુકાએ ક્ષત્રિય ચરૂ ખાધો. બ્રાહ્મણ ચરૂને તેણે પોતાની બહેન માટે હસ્તિનાપુર મોકલી આપ્યો. સમય જતાં રેણુકા અને તેની બહેન બન્નેને પુત્રો અવતર્યા. રેણુકાએ પુત્રનું નામ રામ પાડ્યું. તેની બહેને કૃતવીર્ય રાખ્યું. રામ આશ્રમમાં ઊછરવા લાગ્યો. એક દિવસ ત્યાં એક વિદ્યાધર આવ્યો. તેને અતિસારનો વ્યાધિ થઈ ગયો. રામે તેની ખૂબ જ સેવા કરી. આથી તેણે ખુશ થઈને રામને પરશુ વિદ્યા આપી. રામ તે વિદ્યા સાધીને પરશુરામ બન્યો અને વિદ્યાધરે આપેલ પરશુ લઈને ફરવા લાગ્યો. એક દિવસ રેણુકા પોતાની બહેનને મળવા હસ્તિનાપુર ગઈ. ત્યાં તેણે સગા બનેવી સાથે ભોગ ભોગવ્યો. એ ભોગથી તેને એક પુત્ર થયો. પરશુરામને ખબર પડી કે પોતાની માતા દુરાચારિણી છે. આથી તેણે પોતાની પરશુથી માતા અને પુત્રને મારી નાંખ્યા. આથી ક્રોધે ભરાઈને માસા અનંતવીર્ય તેનો આશ્રમ ભાંગી નાખ્યો. પરશુરામે વળતો ઘા કરીને અનંતવીર્યને મારી નાંખીને તેનો બદલો લીધો. અનંતવીર્યની ગાદીએ તેનો પુત્ર કૃતવીર્ય આવ્યો. પિતાનું વૈર લેવા તેણે પરશુરામના પિતા જમદગ્નિને હણી નાખ્યો. આથી પરશુરામે તેનો વધ કરીને તેનું રાજય લઈ લીધું. આ સમયે કતવીર્યની એક સગર્ભા સ્ત્રીએ નાસી જઈને કોઈ તાપસના આશ્રમમાં આશ્રય લીધો. તાપસોએ તેને રાણી જાણીને ભોંયરામાં સલામત રાખી. પરશુરામે ક્રોધે ભરાઈને સાતવાર પૃથ્વીને નક્ષત્રિય કરી અને મારેલા રાજાઓની દાઢો કિઢાવી તેનો થાળ ભર્યો અને એ થાળ રાસભામાં મૂક્યો. તેના પૂછવાથી એક નૈમિત્તિકે કહ્યું : જે માણસની નજર પડવાથી આ દાઢો ખીરરૂપ બનશે અને જે માણસ તે ખીર પી જશે તેના હાથથી તમારું મૃત્યુ થશે.” આ આગાહી સાંભળીને પોતાના શત્રુને શોધી કાઢવા પરશુરામે એક દાનશાળા ખોલી અને તેમાં એક સિંહાસન પર પેલો દાઢ ભરેલો થાળ મૂક્યો. પરશુરામની પરશુમાં એ શક્તિ હતી કે તેમાંથી આગ નીકળતી. ક્ષત્રિયની ગંધ તે તરત જ પારખી જતી અને તે આગ કાઢતી. પરશુરામ ફરતો-ફરતો એક દિવસ પેલા આશ્રમમાં ગયો. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ આ સમયમાં કૃતવીર્યની પેલી રાણીએ પુત્રને જન્મ આપ્યો હતો. તેનું નામ સુભૂમ રાખવામાં આવ્યું હતું. ક્ષત્રિયની ગંધથી પરશુએ આગની જ્વાળા ફેંકી. આથી પરશુરામે તાપસોને પૂછ્યું : ‘અહીં તમારા આશ્રમમાં ક્ષત્રિય કોણ છે ?' તેમણે કહ્યું : “અમે બધાં મૂળથી ક્ષત્રિયો જ છીએ, પરંતુ અત્યારે અમે સૌ તાપસો છીએ.” પરશુરામ આથી શંકામુક્ત થયો. એક દિવસ વૈતાઢ્ય પર્વતના સ્વામી મેઘનાદ વિદ્યાધરે એક નૈમિત્તિકને પૂછ્યું : “મારી કન્યાનો પતિ કોણ થશે ?’” તેણે કહ્યું ‘સુભૂમ નામનો ચક્રવર્તી તમારી કન્યાનો પતિ થશે.’ તે પછી મેઘનાથ વિદ્યાધરે થોડા સમયમાં તેની માતાની સાથે ભોંયરામાં રહેલા સુભૂમ સાથે પોતાની કન્યા પરણાવી. સુભૂમે ભોંયરાની બહારની દુનિયા જોઈ નહોતી, આથી એકદા તેણે માતાને પૂછ્યું : ‘હે માતા ! શું પૃથ્વી આટલી જ છે ?' માતાએ કહ્યું ‘ના, વત્સ ! પૃથ્વી તો ઘણી વિશાળ છે. પરંતુ તારા પિતાને પરશુરામે મારી નાંખી તેમનું રાજ્ય લૂંટી લીધું. આથી તેના ભયથી આપણે ભોંયરામાં રહીએ છીએ.' એમ કહી તેણે બધી વાત જણાવી. એ સાંભળીને સુભૂમનું ક્ષત્રિય લોહી ગરમ થઈ ગયું. માતાના આશીર્વાદ લઈને મેઘનાદ વિદ્યાધર સાથે તે હસ્તિનાપુર ગયો. ત્યાં તે પ્રથમ દાનશાળામાં ગયો. તેની નજર પડતાં જ સિંહાસન પરના થાળમાં મૂકેલી બધી દાઢો ઓગળીને ખીર બની ગઈ. સુભૂમ તે બધી ગટગટાવી ગયો. આ સમાચાર સાંભળતાં જ પરશુરામ પોતાના શત્રુને હણવા પરશુ લઈને દોડી આવ્યો. સુભૂમે તરત જ તેની સામે ખીરનો થાળ ભમાવીને તેના તરફ ફેંક્યો. એ થાળ હજાર દેવોથી અધિષ્ઠિત ચક્ર બની ગયું. તેનાથી વીંધાઈને પરશુરામ મરણ પામ્યો. દેવોએ તે સમયે સુભૂમ પર પુષ્પવૃષ્ટિ કરી. પૂર્વના વૈરથી સુભૂમે એકવીસ વખત પૃથ્વીને બ્રાહ્મણ વિનાની કરી. અનુક્રમે તે છ ખંડનો ચક્રવર્તી બન્યો. પરંતુ તેનાથી તેને સંતોષ ન થયો. ધાતકીખંડમાં આવેલા છ ખંડ જીતવાની તેને લાલસા જાગી. એ સમયે દેવતાઓએ કહ્યું : “હે સુભૂમ ! તું વધુ પડતી ને ખોટી મહેચ્છા રાખે છે. અગાઉ થઈ ગયેલા બધા જ ચક્રવર્તીઓએ માત્ર ભરતક્ષેત્રના છ ખંડ જીત્યા હતા. અનંતાકાળમાં અનંતચક્રી થઈ ગયા. બીજા પણ થશે. તે સૌની નીતિ એ જ હતી અને એ જ રહેશે. કોઈ ધાતકીખંડ જીતવાની ઇચ્છા નથી કરતું. માટે તું પણ એ ઇચ્છાનો ત્યાગ કર.” પરંતુ સુભૂમે દેવતાઓનું કહ્યું ના માન્યું અને પોતાની સેનાને લઈને તે લવણ સમુદ્રને કાંઠે આવ્યો અને પોતાના ચર્મરત્નને હાથના સ્પર્શથી વિસ્તાર્યું. તેના પર સર્વ સેના સાથે બેસીને તે લવણસમુદ્ર પાર કરવા લાગ્યો. તે સમયે બધા દેવોએ પોતપોતાના મનમાં વિચાર્યું કે “ચક્રવર્તીના તો ઘણા બધા દેવસેવક છે. આથી મારા એકલાની શક્તિ શું કામ કરવાની છે ? હું નહિ જાઉં તો કંઈ કશું નુકસાન થવાનું Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૨૩ નથી.” આમ વિચારીને કોઈ જ દેવો ગયો નહિ. પરિણામે સેના સહિત સુભૂમ ચક્રવર્તી લવણ સમુદ્રની મઝધારે ડૂબી મર્યો અને મરીને નરકે ગયો. સુભૂમ છ ખંડનો સ્વામી હતો. છતાંય લોભથી તેણે વધુ ખંડ જીતવાનો લોભ કર્યો તે માટે પ્રયાણ કર્યું અને છેવટે મરીને તે સાતમી નરકે ગયો. આ આગમ દૃષ્ટાંતથી સુજ્ઞજનોએ બોધપાઠ લેવાનો છે કે લોભથી છેવટે નરકગતિ પ્રાપ્ત થાય છે માટે લોભથી સદાય દૂર રહેવું. ૨૪૬ ક્રોધ પિંડનું સ્વરૂપ उच्चारनाधिसामर्थ्य, शापमंत्रतपो बलम् । प्रदर्श्य क्रोधतो लाति, क्रोधपिंड स उच्यते ॥ “ઉચ્ચાટન, કામણ, મારણ, મોહન, વશીકરણ વગેરેથી તેમજ શાપ, મંત્રના બળથી ક્રોધથી જે આહારાદિક વહોરવામાં (ગ્રહણ) આવે તે ક્રોધપિંડ કહેવાય છે.” દિષ્ટાંત માસક્ષમણના તપસ્વી એક સાધુ પારણા માટે હસ્તિકલ્પ નગરમાં ફરતા ફરતા એક બ્રાહ્મણને ત્યાં જઈ પહોંચ્યા. ત્યારે બ્રાહ્મણને ત્યાં સૌ બારમાનું જમણ જમતા હતા. સૌએ તપસ્વી સાધુને જોયા. કોઈએ તેમનું સ્વાગત ન કર્યું. ઊલટું સૌએ તેમનું અપમાન કર્યું. તપસ્વી સાધુ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું : “આજે ભલે તમે મને અપમાન કરીને કાઢી મૂકો પરંતુ યાદ રાખજો, ફરીથી હું આવા જ પ્રસંગે તમારે ત્યાં પારણા માટે આવીશ.” બીજા મહિને એ તપસ્વી સાધુ ફરીથી એ જ બ્રાહ્મણને ત્યાં પારણા માટે આવ્યા. ત્યારે પણ બારમાનું જમણ સૌ જમતા હતા. આ સમયે પણ બધાએ તેમનું અપમાન કર્યું. આવું ચાર ચાર વખત બન્યું. ચારેય વખત તેમને ભિક્ષા ન મળી. એ દરેક પ્રસંગે તેમણે પહેલાંની જેમ જ કહ્યું. આથી ઘરધણીએ વિચાર્યું કે “મારે ત્યાં સૌ સાધુનું અપમાન કરે છે આથી જ દર મહિને મારે ત્યાં કોઈ ને કોઈનું મરણ થાય છે. આથી મારે સાધુની ભક્તિ કરવી જોઈએ અને તેમને ભિક્ષા આપવી જોઈએ.” આથી પાંચમી વખતે ઘરધણીએ એ તપસ્વી સાધુને ભિક્ષામાં ભાવથી ઘેબર વહોરાવ્યાં અને તેમનું સન્માન પણ કર્યું. તેમજ બે હાથ જોડીને કહ્યું: “હે મુનિ! મને ક્ષમા કરો અને અમને જીવતદાન આપો !” Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ શાસ્ત્રો કહે છે કે “આ તપસ્વી સાધુએ ગૌચરીમાં જે ઘેબર ગ્રહણ કર્યાં તે ક્રોધપિંડ આહાર કહેવાય. સાધુએ આવો આહાર લેવો ઉચિત નથી. ગુરુએ જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે તપસ્વી સાધુને આલોયણા આપી. તે કરીને તે શુદ્ધ થયા. માનપિંડનું સ્વરૂપ ૧૨૪ लब्धिपूर्णस्तवमेवासी, त्युत्साहितोऽन्यसाधुभिः । गृहिभ्यो गर्वितो गृह्णन् मानपिंडः स उच्यते ॥ ‘તમે તો સર્વ લબ્ધિથી પૂર્ણ છો' એમ કહીને બીજા સાધુઓએ ઉત્સાહ પમાડેલો કોઈ સાધુ અભિમાનમાં આવી જઈને ગૃહસ્થોને ત્યાંથી જે આહાર લઈ આવે તેને માનપિંડ કહેવાય છે. દૃષ્ટાંત કૌશલદેશમાં ગિરિપુષ્પ નામનું એક નગર હતું. એક દિવસ ત્યાં ઉત્સવ થયો. આ ઉત્સવ નિમિત્તે નગરમાં દરેક ઘરમાં સેવ બનતી. સાધુમંડળીમાં આ ઉત્સવ અને સેવની ચર્ચા નીકળી. એક સાધુએ કહ્યું : ‘આજે તો ગોચરીમાં જરૂર ઘણી સેવ મળશે. પરંતુ કાલે ગોચરીમાં કોઈ સેવ વહોરી લાવે તે સાધુ ખરો.' ત્યાં બીજો સાધુ બોલ્યો : ‘ઘી-ગોળ વિનાની કોઈ થોડી સેવ વહોરી લાવે તેથી શું ?' આ સાંભળીને એક અભિમાની યુવાન સાધુ બોલી ઊઠ્યો : ‘હું તમને કાલે ઘી-ગોળવાળી ઘણી બધી સેવ લાવી આપીશ.' આ સાધુ બીજા દિવસે એક ગૃહસ્થને ત્યાં ગોચરી માટે ગયો. તેણે કહ્યું : ‘આજ મને ગળી સેવનો ખપ છે. એવી સેવ તું મને વહોરાવ.' ગૃહિણીએ કહ્યું : ‘મહારાજ ! એવી સેવ તો આજે નથી.' સાધુ બોલી ઊઠ્યો : ‘તારે ત્યાંથી આજ એવી સેવ વહોરીને જઉં તો જ હું ખરો સાધુ.' ગૃહિણીએ પણ સામું પરખાવ્યું : “એવી સેવ આજ હું તમને જો વહોરાવું તો તમે મને નફ્ટ કહેજો.” સાધુએ આ બીજો પડકાર પણ ઝીલી લીધો. તે તરત જ ત્યાંથી એ ગૃહિણીના પતિની દુકાને ગયો. ત્યાં જઈને પૂછ્યું : ‘દેવદત્ત શેઠ છે ?' કોઈએ પૂછ્યું : ‘શું કામ છે તમારે તેમનું ?' સાધુ : ‘મારે તેમની પાસે કંઈક માંગવું છે ?' આ સાંભળીને દેવદત્તે કહ્યું : ‘હું દેવદત્ત છું. કહો. તમારે શું જોઈએ છે ?’ સાધુ બોલ્યો : “તમે જો છ પુરુષમાંના એક ના હો અને સાતમા જુદા પુરુષ તમે હો તો તમારી પાસે માંગું.” દેવદત્તે પૂછ્યું : ‘એ છ પુરુષ કયા એ કહો તો મને કંઈ સમજ પડે.' ત્યારે સાધુએ છ પુરુષની સમજ આપતાં કહ્યું : '' श्वेतांगुलिर्बोड्डायी, तीर्थस्नाता च किंकरः । हदनो गृधपक्षीय, षडेते गृहिणीवशाः ॥ “શ્વેત આંગળીવાળો, બગલાં ઉડાડનારો, તળાવમાં સ્નાન કરનારો, ચાકર, ગંધાતો અને ગીધ પક્ષી જેવો, આવા છ પુરુષો સ્ત્રીને વશ થયેલા હોય છે.” Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ૧૨૫ દેવદત્તે પુનઃ કહ્યું: “હે મુનિ ! તમે અમને આ વિસ્તારથી સમજાવો.” ત્યારે સાધુએ તે દરેકની સદષ્ટાંત આ પ્રમાણે સમજ આપી : (૧) એક પુરુષ તેની પત્નીને વશ હતો. તેના કહ્યા પ્રમાણે તે કરતો. એક દિવસ તેણે રોજ કરતાં વહેલાં ખાવાનું માંગ્યું. પથારીમાં સૂતેલી પત્નીએ કહ્યું: ‘તમારે વહેલા ખાવું હોય તો ચૂલામાંથી બધી રાખ કાઢો અને લાકડાં વગેરે તૈયાર કરો.' કહ્યાગરા કંથે ચૂલામાંથી રાખ કાઢી. આમ રોજ રોજ કરવાથી તેની બધી આંગળીઓ સફેદ થઈ ગઈ. આથી લોકો તેને શ્વેતાંગુલી કહેવા લાગ્યા. (૨) એક કહ્યાગરા કંથને તેની પત્નીએ કહ્યું : “તમારે હંમેશા તળાવમાંથી પાણી લઈ આવવું.' તે રોજ રાતના પાણી ભરવા જતો, ઘડામાં પાણી ભરાવાના અવાજથી બગલા ઊડી જતા. આથી લોકોમાં તે બગલા ઉડાડનાર તરીકે જાણીતો થયો. (૩) કોઈ પુરુષે તેની પત્ની પાસે જાવાનું પાણી માંગ્યું. તેની પત્નીએ કહ્યું: “ધોતિયું લઈને તળાવે જઈને હાઈ આવો.' આવું તે રોજ કરવા લાગ્યો. આથી લોકો તેને તીર્થસ્નાતા તરીકે ઓળખવા લાગ્યા. (૪) સ્ત્રીલુબ્ધ પુરુષ રોજ સવારે તેની પત્નીને પૂછતોઃ “હે પ્રિયા ! આજ હું તારી શી સેવા કરું?” ત્યારે પત્ની તેને ઝાડૂ વાળવાનું, વાસણ માંજવાનું વગેરે વિવિધ કામ બતાવતી. આથી લોકો તેને બૈરીનો ચાકર કહેતા. (૫) પત્નીના કહેવાથી એ પુરુષ બાળકોને રમાડતો. બાળકોને સંડાસ-પેશાબ કરાવતો. તેમજ બાળકોનાં ગંધાતાં કપડાં પણ ધોઈ નાંખતો. આમ કરવાથી તેનાં કપડાં દુર્ગધ મારતાં તે જોઈને લોકો તેને દુર્ગધી કહેતા. | (૬) કોઈ પુરુષ જમવા બેઠો. તેને શાકમાંગ્યું. તે સમયે પત્ની બીજા કામમાં હતી આથી તેણે કહ્યું: ‘જોઈએતો તમે તમારા હાથે લઈ લો.” આથી તેણે ગીધ પક્ષીની જેમ બબડતાં-બબડતાં હાથે શાક લીધું. તેના આવા વર્તાવથી લોકોમાં તે ગીધડા તરીકે ઓળખાવા લાગ્યો. આમ આ છ પ્રકારના પુરુષો કહ્યાગરા કંથ છે. સ્ત્રીના ગુલામ છે. તમે જો તેમાંના એકેય ન હો તો તમારી પાસે કંઈક માંગું. ત્યાં કોઈક બોલ્યું : “હે મુનિ ! આ શેઠ તો છ માંના જ એક પ્રકારના છે. તે જ સમયે શેઠ બોલ્યા કે મનિ ! તમે એના બોલવા પર જરાય ધ્યાન ન આપશો. હું એવો કહ્યાગરો કંથ નથી. તમારે જે માંગવું હોય તે માંગો.” સાધુએ ઘી-ગોળવાળી સેવની માંગણી કરી અને તેની પત્ની સાથે જે વાર્તાલાપ થયો હતો તે પણ કહ્યો. શેઠ અને મુનિ પછી બન્ને ઘરે આવ્યા. શેઠે પત્નીને કશા કામે બહાર મોકલી આપી અને મુનિને ઘણી બધી ગળી સેવ વહોરાવી. ત્યાં જ પત્ની પાછી ફરી. તેને જોઈને મુનિએ નાક પર આંગળી ઘસી. સ્ત્રી સમજી ગઈ કે મુનિએ ઈશારાથી મને નફ્ટ કહી. આથી તેણે પણ વધુ બીજી સેવ વહોરાવી. ઘણી બધી સેવ લઈને મુનિ ઉપાશ્રયે આવ્યા. એ જોઈને બીજા બધા સાધુઓએ તેમની પ્રશંસા કરી. Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ આ જાણીને ગુરુએ શિષ્યોને કહ્યું : ‘આવો પડકાર ઝીલીને લાવેલો આહાર માનપિંડ કહેવાય. તેવો આહાર લેવાથી પાપકર્મ બંધાય. આથી તમારે તેનું પ્રાયશ્ચિત્ત કરીને આત્માને શુદ્ધ કરવો જોઈએ.’ વિનયી શિષ્યે ગુરુ આજ્ઞા માનીને માનપિંડદોષનું પ્રાયશ્ચિત્ત કર્યું. ૧૨૬ “જેમ ક્રોધપિંડ લેવાથી મુનિધર્મનો ઉદ્યોત થતો નથી તે જ પ્રમાણે માનપિંડ લેવાથી પણ મુનિધર્મનો ઉદ્યોત થતો નથી. આથી નિઃસ્પૃહ સાધુઓએ પિંડશુદ્ધિ માટે સદાય સાવધ અને જાગ્રત રહેવું.” ૨૪૦ લોભપિંડનું સ્વરૂપ स्निग्धं मनोहरं पिंडं, वीक्ष्यातिरसलोलुपः । सर्वत्राटत्युचानो, लोभपिंड स उच्यते ॥ “ગોળ-ઘી મિશ્રિત સ્નિગ્ધ અને સ્વાદિષ્ટ આહાર જોઈને રસમાં અત્યંત લોલુપી સાધુ એવા આહારને માટે ઉચ્ચ-નીચ કુળમાં ભ્રમણ કરે છે અને એવી રીતે મેળવેલો આહાર લોભપિંડ કહેવાય છે.” સિંહકેસરિયાનું દૃષ્ટાંત એમનું નામ સુવ્રતમુનિ. તે જ્ઞાની, ધ્યાની અને મહાતપસ્વી હતા. આજે તેમને માસક્ષમણનું પારણું હતું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ - આ ચારેય પ્રકારનો અભિગ્રહ કરીને આ સુવ્રતમુનિ પહેલી પોરશીના સમયે જ ચંપાનગરીમાં ગોચરી માટે નીકળ્યા. તપસ્વી સાધુ માટે સર્વકાળ ગોચરી માટે યોગ્ય છે. શ્રી કલ્પસૂત્રમાં “સમાચારી” વ્યાખ્યાનમાં આ પ્રમાણે કહ્યું છે ઃ- “નિશ્ચમત્તસ્સ મિવવુક્ષ પતિ ાં પોયરાત ।" નિત્ય ભોજન કરનાર સાધુને ગોચરી જવા માટેનો એક જ કાળ હોય છે. મતલબ કે એકાસણું કરનાર સાધુએ એક જ વાર શ્રાવકના ઘરે ગોચરી માટે જવું જોઈએ. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય કે બીમાર સાધુની સેવા સારવાર (વૈયાવચ્ચ) ક૨વા માટે બે વાર પણ ગોચરી માટે જઈ શકાય. કારણ કે તપ કરતાં વૈયાવચ્ચ (સેવા)નું ફળ સવિશેષ છે. બાળ મુનિ હોય તે બે વાર પણ ગોચરીએ જઈ શકે છે. તેમજ અક્રમ કે તેથી વધુ ઉપવાસ કરનાર તપસ્વી સાધુ પારણા માટે ગોચરીએ દિવસના કોઈપણ સમયે જઈ શકે છે. પરંતુ એવા સાધુથી પરોઢિયે લાવેલી ગોચરીને રાખી મૂકી શકાય નહિ. એવી રાખી મૂકેલી ગોચરીમાં જીવજંતુ પડવાની પૂરી સંભાવના રહે છે. આ તપસ્વી સુવ્રતમુનિ ફરતાં-ફરતાં નગરીની શ્રાવક-વસતિમાં આવ્યા ત્યારે ત્યાં કોઈ Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૨૭ મંગલ પ્રસંગે સિંહકેસરિયા લાડવાની પ્રભાવના થઈ રહી હતી. લોકો મોટેથી આ પ્રભાવનાની અનુમોદના કરી રહ્યા હતા. તપસ્વી મુનિએ એકથી વધુવાર સિંહકેસરિયા લાડવાનું નામ સાંભળ્યું. આથી તેમણે મનમાં નિર્ણય (અભિગ્રહ) કર્યો કે “આજે ગોચરીમાં માત્ર સિંહકેસરિયા લાડવા જ વહોરવા.” ધર્મલાભ.” શ્રાવકે તપસ્વી મુનિનું ભાવથી સ્વાગત કર્યું. “પધારો ભગવંત!અને તેમને વહોરાવા માટે એકથી વધુ વાનગીઓ કાઢી. મુનિ મૌનભાવે ગોચરી લીધા વિના જ પાછા ફરી ગયા. શ્રાવકે માન્યું કે મુનિને કોઈ અભિગ્રહ હશે તેથી જ ગૌચરી લીધા વિના પાછા ફરી ગયા હશે. ત્યાંથી મુનિ બીજા શ્રાવકને ત્યાં ગયા. તેને ત્યાં પણ સિંહકેસરિયા લાડુ ન મળ્યા. ત્યાંથી ત્રીજા ઘરે ગયા. ત્યાંથી ગોચરી લીધા વિના પાછા ફર્યા. આમ ફરતાં-ફરતાં સાંજ પડવા આવી છતાં ય તે ગોચરી માટે ફરતા જ રહ્યા. તેમના મનમાં હવે સિંહકેસરિયા લાડુ જ રમતા હતા. અત્યાર સુધી ક્યાંયથી તે ન મળ્યા તેથી તે ખિન્ન અને ઉદાસ પણ બન્યા. છતાંય સિંહકેસરિયા વહોરવા માટે સાંજ પછી પણ તે ગોચરી માટે ફરતા રહ્યા ફરતા જ રહ્યા. સૂર્ય આથમી ગયો. સંધ્યાના રંગો પણ વીખરાઈ ગયા. આકાશમાં તારલા ચમકવા લાગ્યા. તપસ્વી મુનિ એક શ્રાવકના ઘરના આંગણે જઈ ઊભા રહ્યા. બોલ્યા: ‘સિંહકેસરિઆ...” શ્રાવક વિચારમાં પડી ગયો. આંગણે સિંહકેસરિયા કોણ બોલે છે? તે ઊભો થયો. બહાર આવ્યો, તેની આંખો વિશ્વાસ ન કરી શકી. સામે કૃશકાય અને તેજસ્વી સાધુ ઊભા હતા. તેના આશ્ચર્યની અવધિ ન રહી. આ સાધુ! ધર્મલાભના બદલે “સિંહકેસરિયા” કેમ બોલ્યા હશે? શ્રાવક વિવેકી અને જ્ઞાની હતો. મશાલના અજવાળામાં તેણે ધ્યાનથી જોયું. મનમાં જ તે બોલી ઊઠ્યો : “અરે ! આ તો મહાતપસ્વી સુવ્રતમુનિ ! માસક્ષમણના પારણે માસક્ષમણ કરે છે. ખૂબ જ જ્ઞાની અને ધ્યાની છે આ તો.” તેનું મન તેને પૂછી રહ્યું : “આવા વૈરાગી, જ્ઞાની અને તપસ્વી આ રાતના સમયે ગોચરી માટે કેમ નીકળ્યા હશે?” શ્રાવક વિચારમાં પડી ગયો. કંઈક ક્યાંક કશું ખોટું થયું છે તે એ પામી ગયો. શ્રાવક શ્રમણોપાસક હતો. સાધુઓ પ્રત્યે તેને અનહદ આદર અને ભક્તિ હતાં. તપસ્વી સાધુઓની તે તન્મયતાથી વૈયાવચ્ચ કરતો. જ્ઞાની સાધુઓ પાસે સ્વાધ્યાય પણ કરતો. આથી એ શ્રાવકે તેમના દેખીતા દોષિત વ્યવહાર અંગે સીધું પૂછવાના બદલે સાધુનું સન્માન અને સ્વમાન બન્નેય સચવાય તેવી રીતે વર્તવાનું નક્કી કર્યું. શ્રાવકે ઉમળકાથી સાધુનું સ્વાગત કર્યું. “પધારો ભગવંત!અને પછી તેમને વહોરાવા માટે થાળ ભરીને વિવિધ વાનગીઓ લઈ આવ્યો. એક પછી એક વહોરવા માટે આગ્રહ કરતો ગયો. સાધુ બોલતા રહ્યા: “ખપ નથી.” શ્રાવકની મૂંઝવણ વધુ વધી ગઈ. સાધુ દરેક વાનગીની ના પાડે છે. લાગે છે કે તેમણે કોઈ અભિગ્રહ કર્યો છે. પરંતુ એ અભિગ્રહ જાણવો કેવી રીતે? ત્યાં તેને યાદ આવ્યું કે સાધુ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ આવ્યા ત્યારે “ધર્મલાભ ના બદલે “સિંહકેસરિયા” બોલ્યા હતા. શ્રાવકને હવે તાળો મળી ગયો. સાધુને આખા દિવસમાં ક્યાંયથી એ મળ્યા નથી તેથી તે મેળવવાની આશા ને લાલસામાં અત્યારે કટાણે મારે ત્યાં પધાર્યા છે. ખરેખર ! આહારના લોભ ને લાલસામાં આ મુનિ લપસ્યા છે. પણ પટકાયા નથી. પાંચ મહાવ્રતોમાંથી તેનું એક પણ વ્રત ખંડિત નથી થયું. આમ વિચારીને તે ફરી થાળ ભરી લાવ્યો. હવે તેમાં સિંહ કેસરિયા હતા. તેણે કહ્યું: “હે ભગવંત ! આ સિંહકેસરિયા વહોરો અને મને કૃતાર્થ કરો.” મુનિએ તરત જ પાતરું ધર્યું. ગોચરીમાં સિંહકેસરિયા લાડવા મળ્યા તેથી તેમના ચહેરા પરની ખિન્નતા અને ઉદાસી દૂર થઈ ગઈ. હવે તેમનું ચિત્ત શાંત અને સ્વસ્થ બન્યું. મુનિ બોલ્યા: “ધર્મલાભ”. શ્રાવકની મૂંઝવણ અને ચિંતા હવે ઔર વધી ગઈ. તેને થયું કે આ મુનિ આ લાડવાની લોલુપતાથી રાત્રિ ભોજન કરશે તો તેમનાં મહાવ્રત ખંડિત થશે. હું શું કરું તો આ મુનિ મહાદોષમાંથી ઊગરી જાય ? ત્યાં તેના ચિત્તમાં ચમકારો થયો. મુનિ હજી પાછા ફરે છે ત્યાં જ તેણે વિનયથી કહ્યું: “હે તપસ્વી ભગવંત! એકાદ મિનિટ મારા માટે થોભવાની કૃપા કરો. આજ મેં પુરિમુઢનું પચ્ચકખાણ ધાર્યું છે. એનો સમય થયો કે નહિ તે કહેવા કૃપા કરો.” તપસ્વી મુનિએ સમય જોવા આકાશ તરફ આંખ ઊંચી કરી જોયું અને એ ગજબની હેબત ખાઈ ગયા. હૈયે ધ્રાસ્કો પડ્યો : અરે ! અડધી રાત થઈ છે આ તો !!! અને હું મધરાતે શ્રાવકના ઘરે ગોચરી માટે આવ્યો છું?!!! ઓહો ! મારાથી આ શું થઈ ગયું ?! લાડવાના લોભ અને લાલસામાં હું મારી મર્યાદા પણ ભૂલી ગયો? ધિક્કાર છે મને અને મારી આ આહાર લાલસાને...! આમ આત્મનિંદા કરતાં મુનિએ સ્વસ્થતા અને કૃતજ્ઞભાવે કહ્યું: “હે શ્રાવક! તું સાચે જ તત્ત્વજ્ઞ અને વિનયી શ્રાવક છે. ખરેખર તું ધન્ય અને કૂતપુર્યા છે. શ્રાવકનું કર્તવ્ય સમજી તેં મને ગોચરી તો વહોરાવી. પણ વિવેક અને વિનય સાચવીને તેં મને પચ્ચકખાણનો સમય પૂછીને સંસારમાંથી ડૂબતો બચાવી લીધો. સાચે જ શ્રાવક! તારી પ્રેરણા ઉત્તમ અને અનુકરણીય છે. માર્ગથી ગબડેલાને - માર્ગ ભૂલેલાને સાચા પંથે ચડાવનાર તું મારો ધર્મગુરુ છે. હું તને વંદન કરું છું !” જાણ્યા પછી સુજ્ઞજન એ ભૂલનું કદી પુનરાવર્તન નથી કરતો. મુનિને પોતાની ભૂલ સવેળા સમજાઈ. તેમણે શ્રાવક પાસે એકાંત જગાની યાચના કરી અને ત્યાં એ કાયોત્સર્ગ કરી આત્મધ્યાનમાં લીન બન્યા. સવાર પડી. મુનિ રાતની ગોચરીને પરઠવા શુદ્ધ ભૂમિ તરફ ગયા. લાડવાનો ભુક્કો કરતા ગયા. ભુક્કો કરતાં કરતાં એ પોતાના આત્માને વધુ ને વધુ તીવ્રતાથી નિંદતા રહ્યા અને ઢંઢણમુનિની જેમ શુભ ભાવના ભાવતા ગયા. ભાવતા જ રહ્યા. અતિ શુભ ને શુદ્ધધ્યાન (શુક્લધ્યાન)ના બળથી તેમનાં બધાં જ ઘાતકર્મોનો ક્ષય થઈ ગયો. તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. દેવોએ તે જાણી આનંદથી તેનો મહોત્સવ કર્યો, આદરથી દેવોએ તેમને સુવર્ણ કમળ પર બિરાજમાન કર્યા. નૂતન કેવળી ભગવંત સુવ્રતમુનિએ પ્રેરક ધર્મદેશના આપી. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ આ દષ્ટાંતમાંથી સાધુ અને શ્રાવક બન્નેએ બોધપાઠ લેવાનો છે. સાધુએ લોભ અને લાલસાથી આહાર ગ્રહણ કરવો ન જોઈએ. લોભપિંડનો તેમણે સદા સર્વથા ત્યાગ કરવો જોઈએ. ગૃહસ્થ શ્રાવકોએ સાધુના દેખીતા શિથિલાચાર જોઈને તેમની ધૃણા કે તિરસ્કાર ન કરવા જોઈએ. એવા શિથિલાચારી સાધુઓની મનની દુર્બળતાને સમજવાનો પ્રેમથી પ્રયત્ન કરવો જોઈએ અને સાધનો અનાદર ન થાય તેમ તેમને પુનઃ સન્માર્ગમાં સુસ્થાપિત કરવા જોઈએ. ૨૪૮ અદ્ધા પચ્ચખાણના ભેદ અને ફળ प्रत्याख्यानानि दिग्भेदे, कालिकानि प्रचक्ष्यते । प्रत्याख्यानं प्रतीत्यैकं, वर्द्धमानफलं भवेत् ॥ પચ્ચકખાણના મુખ્ય દસ પ્રકાર છે. તેમાંના એક પ્રકારનું નામ અદ્ધા (કાળ) પચ્ચકખાણ છે. તેના પણ દસ પ્રકાર છે અને તે દરેક પચ્ચકખાણ વધુ ને વધુ ફળદાયી છે.” - પચ્ચકખાણ ભાષ્યમાં અદ્ધા પચ્ચક્ખાણના પ્રકાર આ પ્રમાણે ગણાવ્યા છે. ૧. નવકારશી, ૨. પોરસી, ૩. પુરિમુઢ, ૪. એકાસણું, ૫. એકલઠાણું, ૬. આયંબિલ, ૭. ઉપવાસ, ૮. દિવસચરિમ, ૯. અભિગ્રહ અને ૧૦. વિગઈ-ત્યાગ. પ્રથમ નવકારશીના પચ્ચકખાણના ભંગના દેષને ટાળવા માટે અનાભોગ (અજાણતાં કંઈ મોંમાં મુકાઈ જાય) અને સહસાત્કાર (અકસ્માત એની મેળે કંઈ મોંમાં આવી પડે) આ બે આગાર જાણવા. શંકા - નવકારશીના પચ્ચકખાણમાં કાળનું કોઈ પ્રમાણ જણાવ્યું ન હોવાથી તેને કાળનું પચ્ચકખાણ કેવી રીતે કહી શકાય? એને તો તેથી સંકેત પચ્ચખાણ ગણવું જોઈએ. સમાધાન - નવકાર સહિત આ પદમાં સહિત એ વિશેષણ હોવાથી વિશેષ તરીકે તે કાળની સમજ આપે છે. પ્રશ્ન:- અહીં મુહૂર્ત શબ્દ વિશેષ્ય તરીકે વપરાયો નથી. તો પછી તેનો સ્વીકાર કેમ થઈ શકે? આકાશપુષ્પ છે જ નહિ તો પછી તે પુષ્પ સુગંધી, સુંદર વગેરે છે એવું વિશેષણ તેને કેવી રીતે લગાડી શકાય ? ઉત્તર :- કાળ પચ્ચકખાણમાં પ્રથમ નવકારશીનું પચ્ચકખાણ છે. તે પછી બીજા નંબરે પોરિસીનું પચ્ચકખાણ છે. આમ પહેલા અને બીજા પચ્ચખાણ વચ્ચેનો કાળ એક મુહૂર્ત (બે ઘડી) રહે છે. આથી મુહૂર્ત શબ્દ વિશેષ્ય તરીકે ઉચિત અને યોગ્ય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પ્રશ્ન:- તો એક જ મુહૂર્ત શા માટે માનવું? બે તે કેથી વધુ મુહૂર્ત કેમ ન ગણવાં? ઉત્તર :- નવકારશીના માત્ર બે જ આગાર છે. જ્યારે પોરિસીના આગાર છ છે. આથી નવકારશીનો ઘણો થોડો કાળ સમજી શકાય તેમ છે અને તે એક મુહૂર્ત (બે ઘડી)નો ગણવો જ ઉચિત છે. બીજું નવકારશીનું પચ્ચકખાણ નવકાર સહિતનું હોવાથી મુહૂર્ત કાળ વીત્યા પછી પણ નવકાર ગણ્યા વિના તે પૂર્ણ થતું નથી. તેવી જ રીતે કાળ પૂરો થયા અગાઉ જ નવકાર ગણીને પચ્ચકખાણ પારવામાં આવે તો તે પચ્ચકખાણ પૂરું ન થયું ગણાય. એમ કરવાથી તેનો ભંગ થાય છે. પ્રશ્ન - તો પછી પ્રથમ મુહૂર્ત જ લેવું અને બીજું કે ત્રીજું ન લેવું એવું શા માટે ? ઉત્તર :- પોરિસીના પચ્ચખાણમાં જેમ “ઉગ્ગએ સૂર' નો પાઠ છે તેમ નવકારશીના પાઠમાં પણ “ઉગ્ગએ સૂર' નો પાઠ છે. આથી આ પચ્ચકખાણ પણ સૂર્યોદયથી જ ગણવાનું છે. આ નવકારશી, પોરિસી આદિ કાળ (અદ્ધા) પચ્ચકખાણ સૂર્યોદય થતાં પહેલાં જ ધારવાં જોઈએ. લેવાં જોઈએ. તો જ તે બધાં શુદ્ધ ગણાય. બીજા પચ્ચકખાણ સૂર્યોદય પછી પણ કરાય છે. સૂર્યોદય અગાઉ નવકારશીનું પચ્ચખાણ કર્યું હોય તો તે પચ્ચકખાણ સમય આવતાં પોરિસી આદિના આગળના પચ્ચકખાણ કરી શકાય છે. પરંતુ નવકારશી આદિ ધાર્યા ન હોય અને સૂર્યોદય પછી પોરિસી આદિ પચ્ચકખાણ કરવામાં આવે તો તે અશુદ્ધ કહેવાય છે. તેમજ સૂર્યોદય પૂર્વે પોરિટી આદિ પચ્ચકખાણ કર્યું હોય પણ નવકારશીનું ન કર્યું હોય તો તે પોરિસી આદિ પચ્ચખાણ પૂરું થયા પૂર્વે કોઈ પચ્ચકખાણ થઈ શકે નહિ. , નવકારશીનું પચ્ચકખાણ રાત્રિભોજનના ત્યાગના નિયમ રૂપ છે. આથી રાતે તિવિહાર કે ચોવિહાર કરનારને આ પચ્ચકખાણ કરવાનું મન થાય છે. બીજું પોરિસીનું પચ્ચકખાણ - સૂર્યોદય પછી એક પ્રહર સુધીનું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે “પુરુષના શરીર જેવડી છાયા થાય ત્યારે પોરિટી પૂર્ણ થાય.” આ પચ્ચક્ખાણમાં છ આગાર કહ્યા છે. તેવી જ રીતે સાર્ધ (દોઢ) પોરિસી પચ્ચકખાણમાં પણ જાણવું. કેમ કે એનો સમાવેશ પણ તેમાં થાય છે. ત્રીજું પુરિમુઠનું પચ્ચકખાણ - દિવસના આગલા બે પ્રહર સુધીનું હોય છે. તેમાં સાત આગાર છે. સૂર્યોદય પૂર્વે નવકારશીનું પચ્ચખાણ ધાર્યું ન હોય તો પણ પુરિમુઠનું પચ્ચકખાણ લઈ શકાય છે. અવઢનું પચ્ચખાણ પણ પુરિમુઢની જેમ ત્રણ પ્રહરનું જાણવું. ચોથું એકાસણાનું પચ્ચકખાણ :- એટલે દિવસમાં એક જ ટેક ભોજન કરવું અથવા એક જ આસને બેસીને એક જ વાર ભોજન કરવું. તેમાં આઠ આગાર છે. પાંચમું એકલઠાણું પચ્ચકખાણ :- એ એકાસણા જેવું જ છે. તેમાં વિશેષતા આ છે કે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ જમવા બેસતી વખતે જે સ્થિતિ હોય તે સ્થિતિ ભોજન પર્યત શરીરની રાખવાની છે. અલબત્ત ભોજન કરવા માટે હાથ-મોં હલાવ્યા સિવાય છૂટકો નથી. આથી તે હલાવવાનો નિષેધ નથી. આ પચ્ચકખાણમાં “આઉટણ પસારેણં” વિનાના સાત આગાર છે. શંકા - એકાસણા આદિ પચ્ચકખાણમાં કાળની મર્યાદા તો જણાતી નથી. તો તેને કાળ પચ્ચખાણ કેવી રીતે સમજવા ? સમાધાન :- એકાસણાદિ પચ્ચકખાણો પ્રાયઃ કરીને પોરિટી આદિ કાળ પચ્ચકખાણ પૂર્વક જ કરવામાં આવે છે. આથી તે કાળ પચ્ચખાણ જ છે. છઠું આયંબિલ પચ્ચકખાણ:- તેનો મૂળ શબ્દ આચામ્યુ છે. આચાર્લી એટલે ઓસામણ. આસ્લ એટલે ખાટો રસ. તેનાથી નિવર્તવું તે આચાર્લી કે આયંબિલ કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે. તે ચોખા, અડદ અને સાથવાથી થાય છે. આ ઉપરાંત બાફી ઓસાવીને સ્વાદ વિનાનું અન્ન તે પણ આચાર્લી કહેવાય છે. આમાં એકાસણાથી જુદા આઠ આગાર છે. સાતમું ઉપવાસનું પચ્ચકખાણ - આમાં પાંચ આગાર છે. જેમાં ભોજનનું કોઈ પ્રયોજન નથી તે અભક્તાર્થ કહેવાય અર્થાત્ તે ઉપવાસ ગણાય. આગલી રાતે ચઉવિહારનું પચ્ચકખાણ કર્યું હોય અને બીજે દિવસે ઉપવાસ કરે તો તેને ચોથભક્તનું પચ્ચકખાણ અપાય. પરંતુ આગલી રાતે પચ્ચકખાણ કર્યા વિના બીજા દિવસે ઉપવાસ કરે તો તેને પચ્ચખાણમાં માત્ર “અલ્પત્તદ્ર પચ્ચખાઈ પૂર્વક જ પચ્ચકખાણ અપાય. તેમજ આગળ-પાછળના દિવસે એકાસણું કરવાપૂર્વક વચલા દિવસે ઉપવાસ કરે તેને ચોથભક્તનું પચ્ચકખાણ અપાય એવો વૃદ્ધ સંપ્રદાય છે. આઠમું ચરિમ એટલે કે દિવસનું કે આયુષ્યનું છેલ્લું પચ્ચકખાણ :- દિવસચરિયું કે ભવચરિમં પચ્ચકખાણ કહેવાય. આમાં ચાર આગાર છે. સાધુઓને આજીવન સદાને માટે રાતે ત્રિવિધ-ત્રિવિધ ભાંગાએ ચાર આહારના ત્યાગરૂપ ચઉવિહારનું પચ્ચખાણ કરવાનું હોય છે. શ્રાવકો યથાશક્તિ ચઉવિહાર-તિવિહારનું પચ્ચકખાણ કરે છે. નવમું પચ્ચખાણ અભિગ્રહનું છે - તેમાં ચાર આગાર કહ્યા છે. અંગૂઠી, મૂઠી, ગંઠી (ગ્રંથિ) આદિ સહિત કરવામાં આવતા બધા જ પચ્ચખાણનો (પ્રત્યાખ્યાન) આ અભિગ્રહમાં સમાવેશ થાય છે. પ્રમાદ જીતવાની જેમની ઇચ્છા છે તેવા મહાનુભાવોએ પચ્ચકખાણ વિના એક ક્ષણ પણ રહેવું જોઈએ નહિ. તેમણે નવકારશી આદિ પચ્ચકખાણ પૂરું થતાં જ મુઢિ સહિત કે ગ્રંથિ સહિત પચ્ચકખાણ ધારી લેવું જોઈએ. વારંવાર દવા લેનાર બાળક અને રોગી પણ પચ્ચખાણ કરી શકે છે. પચ્ચકખાણ અપ્રમાદનું કારણ છે. તેનાથી પ્રમાદ થતો નથી અને અન્ય મહાન ફળની Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પ્રાપ્તિ થાય છે. માંસ-મદિરામાં લુબ્ધ કુવિંદ નામના વણકરે માત્ર એક જ વાર ગ્રંથિ સહિતનું પચ્ચકખાણ કર્યું તો તેના પ્રભાવથી તે મરીને કપર્દી નામનો મહાયક્ષ બન્યો. કુર્વિદ વણકરનું દષ્ટાંત વિહાર કરતાં-કરતાં પૂર્વધર વજસ્વામી વિશાળ શિષ્ય સમુદાય સહિત ક્ષિતિપુર નગરમાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળવા આખું ગામ ઊમટ્યું. કુર્વિદ નામનો વણકર પણ તેમની પર્ષદામાં આવીને બેઠો, પૂજ્યશ્રીએ ફરમાવ્યું जे निच्चमप्पत्ता गंठि बंधंति गंठिसहियस्स । सग्गापवग्सुखं तेहिं निबद्धं सगंठिमि ॥ જે અપ્રમાદી માણસો હંમેશાં ગંઠશીના પચ્ચકખાણ સહિત ગાંઠ બાંધે છે તેવા માણસો જાણે કે એ ગાંઠમાં સ્વર્ગ અને મોક્ષનાં સુખ પણ બાંધી લે છે. भविउण नमुक्कारं निच्चं विस्सरणवज्जियं धन्ना । पारंति गंठिसहियं गंठिसह कम्मगंठिवी ॥ જે ધન્ય જીવો કાળજીપૂર્વક યાદ રાખીને નવકાર ગણીને ગંઠશી પચ્ચકખાણની ગાંઠ છોડે છે (પારે છે) તેઓ તે સાથે કર્મની ગાંઠ પણ છોડી નાંખે છે. રાતના ચારેય આહારનો ત્યાગ કરે. દિવસે એક જ સ્થાનમાં જમીને મુખશુદ્ધિ કરી ગંઠશીનું પચ્ચકખાણ કરીને જે મહાનુભાવ એકવાર જમે તો તેને મહિનામાં ઓગણત્રીશ. નિર્જળા ઉપવાસનું અને જો બે વાર જમે તો અઠ્ઠાવીશ ઉપવાસ કર્યાનું ફળ મળે છે એવું જ્ઞાનવૃદ્ધોનું કહેવું છે. આનું ગણિત આ પ્રમાણે છે : ભોજન-પાણી-મુખવાસ વાપરતાં પ્રાયઃ બે ઘડી થાય. રોજની બે ઘડી એટલે મહિનાની કુલ સાઠ ઘડી થઈ. સાઠ ઘડીનો એક દિવસ. આમ મહિનામાં એક આખો દિવસ ખાવા-પીવા પાછળ ખર્ચાઈ જાય છે. ગંઠશીનું પચ્ચખાણ કરે તો તેને ૨૯ દિવસના ઉપવાસ થયા ગણાય. એ જ પ્રમાણે બે વાર ખાય-પીએ તો રોજની ચાર ઘડી તેમાં જાય. મતલબ કે મહિનાના આખા બે દિવસ ખાવા-પીવામાં ખર્ચાય. હવે જો પચ્ચકખાણ કરવામાં આવે તો બે વાર જમનારને ૨૮ દિવસના ઉપવાસ થાય. વણકર મુવિંદને આ વાત જરી ગઈ. તેને થયું કે માંસ-મદિરાની લત હું છોડી શકું તેમ નથી. પરંતુ પૂજ્યશ્રી કહે છે તેવું પચ્ચકખાણ તો મારાથી જરૂર થઈ શકે. આથી તેણે ગંઠશી પચ્ચકખાણનો નિયમ લીધો. આયુષ્ય પૂરું થતાં તે મૃત્યુ પામીને કપર્દી યક્ષ બન્યો. આ સમયમાં વજસ્વામીજી શ્રી ચતુર્વિધ સંઘ સાથે શ્રી સિદ્ધગિરિ (શત્રુંજય-પાલીતાણા)ની Page #143 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ યાત્રાએ પધાર્યા. ત્યાં માર્ગમાં કોઈ મિથ્યાત્વી દેવે મોટો ઉપસર્ગ કર્યો. શ્રી સંઘને દિગમૂઢ કરીને તેમના માર્ગમાં મોટો ડુંગર નિર્માણ કર્યો. આથી શ્રીસંઘ માટે આવવા-જવાનો માર્ગ બંધ થઈ ગયો. આ ઉપસર્ગનું નિવારણ કરવા શ્રી વજસ્વામીજીએ શાસનદેવતાનું ધ્યાન ધર્યું. એ જ સમયે નવા જન્મેલા પેલા કપર્દી યક્ષે વિચાર કર્યો : “આવું દિવ્ય-સુખ મને શાનાથી મળ્યું? પૂર્વભવમાં મેં એવું તે શું પુણ્યકર્મ કર્યું હતું?” અને અવધિજ્ઞાનના પ્રભાવથી તેને જોયું અને જાણ્યું કે “વજસ્વામીજીએ આપેલ પચ્ચકખાણના ફળનો જ આ પ્રભાવ છે. આથી તે તરત જ પોતાના ઉપકારી ગુરુ ભગવંત પાસે આવ્યો. “મન્થણ વંદામિ” સુખશાતામાં છો. સાહેબ ! આપે મને ઓળખ્યો ?” યક્ષે વિનયથી પૂછ્યું. વજસ્વામીજી પૂર્વધર હતા. જ્ઞાનના પ્રભાવથી તેમણે તેનો પૂર્વભવ જાણ્યો અને કહ્યો. સાંભળીને યક્ષે બે હાથ જોડીને કહ્યું : “હે ઉપકારી ભગવંતુ ! આપની સેવા કરવાનો મને અવસર આપો.' ગુરુ મહારાજે કહ્યું : “કોઈ મિથ્યાત્વી દેવે આ સંઘ ઉપર ઉપસર્ગ કર્યો છે તો તેને તું દૂર કર.' આપની આજ્ઞા શિરોધાર્ય એમ નમન કરીને કપર્દી યક્ષ સિદ્ધગિરિ પહોંચ્યો. ત્યાં તેણે પેલા દેવને જીતીને તેને ભગાડી મૂક્યો. ઉપદ્રવ દૂર થતાં જ શ્રી સંઘ ગિરિરાજ પર ઉમંગથી આવ્યો. ત્યારે શ્રી વજસ્વામીજીએ કપર્દી યક્ષની શ્રી શત્રુંજય ગિરિરાજના અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપના કરી. ભવ્ય જીવોએ આ આગમ-પ્રમાણ ઘટના વાંચીને ગંઠશીનું પચ્ચકખાણ કરવા ઉદ્યમ અને પ્રયત્ન કરવો. દસમું નિવિપ્રત્યાખ્યાન છે. તેમાં સર્વ વિગઈનો ત્યાગ કરવાનો છે. તેમાં આઠ કે નવ આગાર છે. તેમાં કઠણ, માખણ, ગોળ આદિ ઉખેડી શકાય તે યુક્ત “ઉખિત વિવેગેણે આગાર સહિત નવ આગાર સમજવા અને પ્રવાહરૂપ ઉખેડી ન શકાય તેવી વિગઈનું પચ્ચકખાણ કરે તેને તે આગાર વિનાના બાકીના આઠ આગાર હોય છે. જિજ્ઞાસુઓએ વધુ સમાજ માટે પ્રવચન સારોદ્ધારની વૃત્તિ વાંચવી. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને મીઠાઈ આ છ વિગઈ કહેવાય છે. તે દરેકના પાંચ પાંચ નિવિયાતા થાય છે. દા.ત. ખીર, દૂધપાક, બાસુંદી વગેરે. વિગઈ અંગે પચ્ચખાણ ભાષ્યમાં કહ્યું વિગઈ કે નિવિયાતાને વિગતિ (નરકાદિ ગતિ)થી ભય પામેલો સાધુ (સાધક) વાપરે તો વિકૃતિના સ્વભાવવાળી આ વિગઈ જીવને ઢસડીને દુર્ગતિમાં લઈ જાય છે. અર્થાત્ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન ખાવાથી સરવાળે મન વિકારી ને વિકૃત બને છે. આ તેનો મૂળભૂત Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ સ્વભાવ છે. આથી તેનું સેવન કરનાર મરીને અંતે દુર્ગતિમાં જાય છે.) આથી ભવભીરૂજનોએ અનિવાર્ય પ્રયોજન સિવાય વિગઈના ઉપયોગનો ત્યાગ કરવો જોઈએ. પચ્ચખાણનાં ફળ નરકના જીવો અનિચ્છાએ ન છૂટકે વિવિધ દુઃખો સહન કરીને એકસો વરસમાં જેટલાં કર્મનો ક્ષય કરે છે તેટલાં કર્મોનો ક્ષય માત્ર નવકારશીનું પચ્ચખાણ કરવાથી થાય છે. તેવી જ રીતે પોરિસીનું પચ્ચકખાણ કરવાથી એક હજાર વર્ષનાં, સાઢપોરિસીનું પચ્ચકખાણ કરવાથી જીવાત્મા દસ હજાર વરસનાં અશુભ કર્મનો ક્ષય કરે છે. નરકમાં રહેલ જીવાત્મા ભૂખ, તરસ અને ક્ષેત્ર આદિની પૂર્વે બાંધેલા નિકાચિત કર્મજન્ય વેદના એક લાખ વર્ષ સુધી સહન કરીને જ કર્મ ખપાવે છે. તેટલા અશુભ કર્મનો ક્ષય માત્ર પુરિમુઠ્ઠના પચ્ચકખાણ કરવાથી થાય છે. આમ ઉત્તરોત્તર વધતાં પચ્ચકખાણથી દશ-દશગણું પાપકર્મ ખપે છે. ' અર્થાત એકાસણાથી દશ લાખ વર્ષનાં, નિવથી એક કરોડ વર્ષનાં, એકલઠાણાથી દશ કરોડ વર્ષનાં, આયંબિલથી સો કરોડ વર્ષનાં, ઉપવાસથી દસ હજાર કરોડ વર્ષનાં, છઠ્ઠથી લાખ કરોડ વર્ષનાં અને અઢમથી દશ લાખ કરોડ વર્ષનાં અશુભ કર્મોનો નાશ થાય છે. આમ પચ્ચખાણ કરવાનું આવું ઉત્તમ અને ઉત્કૃષ્ટ ફળ જાણીને પોતે પચ્ચખાણ કરવું, બીજાને પણ કરાવવું. શ્રીયકનું દર્શત કામવિજેતા સ્થૂલિભદ્ર મુનિનું નામ વંદનીય અને વિખ્યાત છે. તેમને એક સંસારી ભાઈ હતો. નામ તેનું શ્રીયક. પિતા શકહાલના મૃત્યુ બાદ તે મંત્રી બન્યો. પણ રાજ ખટપટથી વૈરાગ્ય પામીને તેણે પણ દીક્ષા લીધી. શ્રીયક મુનિધર્મનું સુંદર પાલન કરતા. પરંતુ તેમનાથી તપ થઈ શકતો નહિ. ત્યાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવ્યાં. વાતવાતમાં તેમની સાધ્વી બહેન યક્ષાએ તેમને કહ્યું “આ મહાન પર્વમાં તો તમારે થોડુંક વિશેષ તપ અવશ્ય કરવું જોઈએ.” શ્રીયક મુનિએ શરમાઈને પોરિસીનું પચ્ચકખાણ લીધું. પારવાનો સમય થયો. બહેન સાધ્વીએ પ્રેરણા આપતાં કહ્યું: “જુઓ ! તમે પોરિસીનું પચ્ચકખાણ તો કર્યું. હવે તેને પારવાને બદલે પુરિમુઠનું પચ્ચકખાણ કરો.” આમ પ્રેરણા પામી પામીને શ્રીયક મુનિએ આખા દિવસનો ઉપવાસ ખેંચી કાઢ્યો. સાધ્વી બહેનના પ્રેમાળ અને વિમળ આગ્રહથી તેમણે ઉપવાસ તો કર્યો. પરંતુ તેમનું નાજુક શરીર ભૂખ સહન ન કરી શક્યું. રાતના તેમને ભૂખ ખૂબ જ સતાવી રહી. છતાંય તેમણે Page #145 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૩૫ મન મજબૂત કરીને મનને શુભ ધ્યાનમાં જ રાખ્યું. પણ વેદના તેમની જીવલેણ બની. ઉપવાસમાં જ તે કાળધર્મ પામ્યા. આ સમાચાર સાંભળીને યક્ષા સાધ્વીને ભારે આઘાત લાગ્યો. તેમને થયું કે મારા નિમિત્તે જ ભાઈ મુનિ કાળધર્મ પામ્યા. હું સાધુ-હત્યારી બની. મેં તેમને ઉપવાસ કરવાની પ્રેરણા ન આપી હોત તો આવું અમંગળ ન બનત. આમ વિચારીને યક્ષા સાધ્વીએ ચારેય આહારનો ત્યાગ કર્યો. આ જાણીને શ્રી ચતુર્વિધ સંઘે સાધ્વીજીને સમજાવ્યાં: “તમે આમાં નિર્દોષ છો. જે બન્યું તે આકસ્મિક છે. તમારા ભાવ તો નિર્મળ અને ઉચ્ચ હતા. એમનું આયુષ્યકર્મ પૂરું થયું અને એ કાળધર્મ પામ્યા.” પરંતુ સાધ્વીજી માન્યાં નહિ. ફરી ફરીને તે એક જ વાત કહેતાં રહ્યાં : “મારે આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવું છે. તમે મને મુનિ હત્યાના પાપનું પ્રાયશ્ચિત્ત આપો.' સાધ્વીજીને અડગ જોઈને શ્રી સંઘે શાસનદેવનું ધ્યાન ધર્યું. તેણે પ્રકટ થઈને કહ્યું: “મને શા માટે યાદ કરી? સંઘે વિનયથી કહ્યું : “યક્ષા સાધ્વીજીને આપ શ્રી સીમંધર પરમાત્મા પાસે લઈ જાવ અને તેમની શંકાનું નિવારણ કરાવો.” દેવી બોલી: “જેવી શ્રી સંઘની આજ્ઞા. પણ હું જયાં સુધી પાછી ન ફરું ત્યાં સુધી તમે બધાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં જ લીન રહેજો.” - યક્ષા સાધ્વીએ શ્રી સીમંધર પરમાત્માને વંદના કરી અને પોતાની શંકાનું નિવારણ કરવા વિનંતી કરી. ભગવંતે કહ્યું: “સાધ્વી! તમે નિર્દોષ છો આથી તેમને સંતોષ થયો. આ પ્રસંગે શ્રી સીમંધર પરમાત્માએ સાધ્વીજીને સૂત્રની બે ચૂલિકા (ગાથા) આપી. તે લઈને સાધ્વીજી શાસનદેવી સાથે પૃથ્વી પર પાછા ફર્યા. સંઘે “નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પાર્યો. ત્યારે યક્ષા સાધ્વીજીએ શ્રી સંઘને કહ્યું : કૃપાળુ ભગવંતે મારા મુખે શ્રી સંઘને આપવા માટે સૂત્રપદો અને ચાર અધ્યયન પાઠવ્યા છે. આ ચાર અધ્યયનનાં નામ આ પ્રમાણે છે - ૧. ભાવના, ૨. વિમુક્તિ, ૩. રતિકલ્પ અને ૪. એકાંતચર્યા. આ ચાર અધ્યયન મેં એક જ વાર સાંભળીને કંઠસ્થ-હૃદયસ્થ કરી લીધાં છે અને જેવાં તે મેં સાંભળ્યાં છે તેવાં જ મેં તમને સંભળાવ્યાં છે.” આ અંગે “પરિશિષ્ટ પર્વ”માં જણાવ્યું છે કે – “પૂર્વોક્ત ચાર અધ્યયનમાંથી પ્રથમનાં બે અધ્યયન શ્રી આચારાંગ સૂત્રની ચૂલિકા રૂપે અને છેલ્લાં બે દશવૈકાલિકની ચૂલિકા રૂપે શ્રી સંઘ દ્વારા નિયોજિત કરવામાં આવ્યાં છે.” શ્રીયક મુનિના જીવન પ્રસંગથી બોધપાઠ લેવાનો છે કે ધીમે-ધીમે શક્તિ વધારતા જઈને તપ અવશ્ય કરવો. બીજાઓને પણ તપ કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવું. ઉ.ભા.જ-૧૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૪૯ પ્રત્યાખ્યાનના દસ પ્રકારો प्रत्याख्यानं द्विधा प्रोक्तं, मूलोत्तरगुणात्मकम् । द्वितीयं दशधा ज्ञेयं, अनागतादिभेदकम् ॥ મૂળગુણાત્મક અને ઉત્તરગુણાત્મક એમ બે પ્રકારે પચ્ચકખાણ કહ્યાં છે. તેમાં ઉત્તરગુણાત્મક પ્રત્યાખ્યાન “અનાગત પ્રત્યાખ્યાન” આદિ દસ પ્રકારનું છે.” પ્રતિ એટલે આત્માને પ્રતિકૂળ એવી અવિરતિરૂપી પ્રવૃત્તિ. તેનું આખ્યાન એટલે કથન. તાત્પર્ય વિરતિનું નામ પ્રત્યાખ્યાન છે. તેના બે ભેદ છે : ૧. મૂળગુણપ્રત્યાખ્યાન, ૨. ઉત્તરગુણપ્રત્યાખ્યાન. મૂળગુણપ્રત્યાખ્યાન એટલે સાધુના માટે અહિંસા આદિ પાંચ મહાવ્રત અને શ્રાવક માટે તે પાંચ અણુવ્રત. ઉત્તરગુણપ્રત્યાખ્યાન એટલે સાધુ-સાધ્વીએ આહારગ્રહણાદિ દિનચર્યામાં પાળવા માટેના નિયમો (પિંડ વિશુદ્ધિ), શ્રાવકો માટે તે ગુણ વ્રતાદિ છે. શિષ્ય વિનયપૂર્વક-ઉપયોગપૂર્વક ગુરુ મહારાજના વચનાનુસારે પ્રત્યાખ્યાન અંગીકાર કરવા જોઈએ. આ લેવાના ચાર ભાંગા છે. ૧. શિષ્ય પોતે પ્રત્યાખ્યાનનું સ્વરૂપ જાણતો હોય અને એના જાણકાર ગુરુ મહારાજ પાસે તે પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) લે. ૨. ગુરુ જ્ઞાતા હોય અને શિષ્ય તેનાથી અજાણ હોય. ૩. શિષ્ય જ્ઞાતા હોય અને ગુરુ અજાણ હોય. ૪. ગુરુ પણ તેનાથી અજાણ હોય અને શિષ્ય પણ અજાણ હોય. આ ચાર ભાંગામાંથી પ્રથમ ભાંગો સંપૂર્ણ શુદ્ધ છે. બીજો સંપૂર્ણ શુદ્ધ ત્યારે કહેવાય કે ગુરુ મહારાજ અજાણ શિષ્યને પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજાવીને પછી તેને પ્રત્યાખ્યાન કરાવે. એમ ન થાય તો એ ભાંગો અશુદ્ધ ગણાય. ત્રીજો ભાંગો પણ અશુદ્ધ છે. છતાંય તેવા જાણકાર ગુરુ ન મળે તો ગુરુના બહુમાનપૂર્વક વડીલ પાસે કે છેવટે શિષ્ય આદિ અજાણને પણ સાક્ષી રાખીને પ્રત્યાખ્યાન લેવું. શિષ્ય જાણકાર હોવાથી ત્રીજો ભાંગો શુદ્ધ છે. છેલ્લો ચોથો ભાંગો તો સાવ જ અશુદ્ધ છે. ઉત્તર-ગુણ પ્રત્યાખ્યાનના ભેદ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે :- ૧. અનાગત, ૨. અતિક્રાન્ત, Page #147 -------------------------------------------------------------------------- ________________ m iro ઉપદેશપ્રાસાદ મહાગ્રંથભાગ-૪ . ૩. કોટિસહિત, ૪. નિયંત્રિત, ૫. આગાર રહિત, ૬. સાગાર, ૭. નિરવશેષ, ૮. પરિણામકૃત, ૯. સંકેત અને ૧૦. અદ્ધા. (૧) પર્યુષણાદિ પર્વમાં અઠ્ઠમ આદિ તપ કરવો આવશ્યક છે. પરંતુ આ પર્વના દિવસોમાં કોઈ બીમાર-વૃદ્ધ આદિ સાધુની સેવા-સુશ્રુષા (વૈયાવચ્ચ) કરવામાં અંતરાય ઊભો થવાની સંભાવના જણાતી હોય તો તે પર્વકૃત તપ પર્વના દિવસો અગાઉ પણ કરી શકાય. આવું કરેલું તપ અનાગત તપ કહેવાય છે. (૨) ઉપરોક્ત કે અન્ય કારણવશ પર્વના દિવસોમાં પર્વકૃતતપ ન થઈ શક્યું હોય અને એ તપ પર્વના દિવસો પછી કરવામાં આવે તે અતિક્રાન્ત તપ કહેવાય. (૩) પહેલા દિવસે સવારમાં ઉપવાસનું પચ્ચખાણ લઈ ઉપવાસ કરવામાં આવે અને બીજા દિવસે સવારે પણ ઉપવાસનું પચ્ચકખાણ લેવાય તે કોટિસહિત (બે ઉપવાસથી કોટિ મળવાથી) પચ્ચકખાણ કહેવાય. તે જ પ્રમાણે તપ ઉપર બીજા દિવસે પારણાં પૂર્વે આયંબિલ આદિના પચ્ચકખાણ પણ કોટિસહિત પચ્ચખાણમાં ગણાય. (૪) “અમુક દિવસે કે તિથિએ ઉપવાસ કરીશ” આવો નિશ્ચય કર્યા પછી તે દિવસે કે તિથિએ કોઈપણ ભોગે (રોગ કે અન્ય કારણોની ચિંતા-પરવા કર્યા વિના) ઉપવાસ કરવામાં આવે તે નિયંત્રિત પચ્ચખાણ કહેવાય. આવું તપ હાલમાં થતું નથી. અગાઉ ચૌદપૂર્વી કે પ્રથમ સંઘયણવાળા કરતા. (૫) “મહત્તરાગારેણં” આદિ આગાર રહિત પચ્ચકખાણ કરવું તે અનાગાર પચ્ચકખાણ કહેવાય. આમાં પણ અનાભોગ અને સહસાકાર આગાર તો આવે જ. કારણ કે કોઈવાર અજાણતાં કે ઉતાવળે મોઢામાં આંગળાં કે તણખલું આદિ નંખાઈ જાય અથવા અચાનક કંઈ મોંમાં પડે. (૬) મહત્તરાદિ આગાર સાથે જે પચ્ચક્ખાણ કરવામાં આવે તે સાગાર પચ્ચકખાણ કહેવાય. આમાં સંઘનું કોઈ મહાન કામ આવી પડતાં ગુરુ મહારાજની આજ્ઞાથી પચ્ચખાણના સમય અગાઉ જ ભોજન કરવું પડે તો તેથી પચ્ચખાણનો ભંગ થતો નથી. (૭) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે નિરવશેષ પચ્ચકખાણ કહેવાય. અશન એટલે રોટલી-લાડુ આદિ ભોજન. પાન એટલે પીણાં. ખાદિમ એટલે ફળ-ધાણી આદિ. સ્વાદિમ એટલે તજ, લવિંગ, એલચી વગેરે મુખવાસ. આ ચારેયનો ત્યાગ કરવો તે નિરવશેષ પચ્ચકખાણ છે. (૮) કોળિયા, આહાર કે ગોચરી માટે ઘરનું પરિમાણ (સંખ્યા) નક્કી કરવું તે પરિમાણકૃત પચ્ચખાણ કહેવાય. આમાં ધારેલા નિયમથી વધુ સંખ્યામાં વપરાય નહિ. (૯) ચિહ્ન સહિત જે પચ્ચખાણ કરાય તે સંકેત પચ્ચકખાણ. દા.ત. કોઈએ પોરિસીનું Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પચ્ચક્ખાણ લીધું. તેનો સમય થઈ ગયો, પરંતુ ભોજન હજી તૈયાર થયું નથી. ત્યારે હજી વધુ સમય પચ્ચક્ખાણ રાખવું ઉચિત છે એમ સમજી સમય લંબાવે અને હું મુઠ્ઠીમાં અંગૂઠો રાખી નવકાર ગણીને મુઠ્ઠી છૂટી કરીને જમું અથવા અમુક ન કરું. અમુક ન થાય ત્યાં સુધી ન જમું આવો નિયમ કરવો તેને સંકેત પચ્ચક્ખાણ કહેવાય. અભિગ્રહ કર્યો હોય તો તે પણ સંકેત પચ્ચક્ખાણ ગણાય. (૧૦) અન્ના પચ્ચક્ખાણ એટલે મુહૂર્ત, ઘડી, પ્રહર આદિ કાળનો જેમાં નિયમ કરવામાં આવે તે. આનું વિશદ વર્ણન ૨૪૮ મા પ્રકરણમાં આપી દેવાયું છે. પચ્ચક્ખાણ કોઈપણ પ્રકારનું લીધું હોય તેનું જતનપૂર્વક પાલન કરવું જરૂરી છે. દામજ્ઞકનું દૃષ્ટાંત હસ્તિનાપુરમાં સુનંદ અને જિનદાસ બન્ને ગાઢ મિત્રો હતા. સુનંદ વ્યસની હતો. માંસ અને મદિરાનો તે આદતવાળો હતો. જિનદાસ નિર્વ્યસની અને ધર્મિષ્ઠ શ્રાવક હતો. સુનંદને તે અવારનવાર વ્યસન’છોડવા સમજાવતો અને પચ્ચક્ખાણનો મહિમા કહેતો. એક દિવસ જિનદાસ સુનંદને જ્ઞાની ગુરુ મહારાજ પાસે લઈ ગયો. તેમના જ્ઞાન, તપ અને ચારિત્ર્યના પ્રભાવથી સુનંદને પચ્ચક્ખાણ લેવાના ભાવ થયા. તેણે માંસ, મદિરાના ત્યાગનાં પચ્ચક્ખાણ લીધાં. થોડા સમય બાદ નગરમાં ભારે દુકાળ પડ્યો. અનાજનાં દર્શન દુર્લભ બન્યાં. સુનંદના ઘરમાં પણ દુકાળના ઓળા ઊતર્યા. હતું તે અનાજ બધું ખૂટી ગયું. હવે ખાવું શું ? ઘરના માણસો સુનંદને માછલાં પકડી લાવવા માટે આગ્રહ કરવા લાગ્યા. પોતે પચ્ચક્ખાણ લીધું હોવાથી સુનંદ તેની સતત ના પાડતો રહ્યો. છેવટે સૌની હઠ અને જીદને પરવશ બની સુનંદ તળાવમાં માછલાં પકડવા ગયો. તેણે જાળ નાંખી. માછલાં જાળમાં ફસાયાં, તેમને તરફડતાં જોઈને સુનંદનું હૈયું રડી ઊઠ્યું. ‘અરેરે ! આ બિચારા જીવોને તરફડાવીને મારી નાંખવાના અને પછી તેમનાં મડદાંને ખાવાનાં ? ધિક્કાર છે મને !' આમ વિચારીને તેણે માછલાંને પાછા પાણીમાં છોડી મૂક્યાં અને ઘરે આવીને મક્કમતાથી કહ્યું : ‘નહિ, મારાથી આવું પાપ નહિ થઈ શકે.' આ પછી દામન્નક નગર છોડીને જંગલ તરફ ગયો. ત્યાં તેણે ઊંચા ભાવથી સમજપૂર્વક ચારેય આહારનો ત્યાગ કર્યો. અનશન કર્યું. ભૂખની વેદનાને તેણે શાંતિથી સહન કરી અને મૃત્યુ પામીને તેનો જીવ રાજગૃહીના શેઠ મણિકારને ત્યાં પુત્રરૂપે અવતર્યો. સૌએ તેનું વાજતે ગાજતે ‘દામન્નક’ નામ પાડ્યું. દામન્તક આઠ વરસનો થયો. ત્યારે નગરમાં મહામારીનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. લોકો ટપોટપ મરવા લાગ્યા. દામન્તક સિવાય તેના કુટુંબના બધા જ સભ્યો આ રોગમાં સ્વાહા Page #149 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૩૯ થઈ ગયા. દામન્નક આથી નગર છોડીને અન્યત્ર ભાગી ગયો. રોગચાળાનો ઉપદ્રવ શાંત થયો ત્યારે તે રખડતો રઝળતો પાછો રાજગૃહી નગરમાં આવ્યો. અહીં તે સાગરદત્ત શેઠના ઘરે નોકર તરીકે રહેવા લાગ્યો. એક દિવસની વાત છે. સાગરદત્તને ત્યાં નિમિત્તના જાણકાર બે મુનિ ભગવંત ગોચરી માટે પધાર્યા. ગોચરી લેતાં તેમની નજર દામન્નક પર પડી. તેને જોઈને મોટા મુનિએ નાના મુનિને કહ્યું: “આ છોકરો મોટો થઈને આ ઘરનો માલિક બનશે.” સાગરદત્તે આ ભવિષ્યવાણી સાંભળી. તેનું ભવન ફરી ગયું. “આ નોકર મારા ઘરનો માલિક બની જશે? નહિ. હું તેમ નહિ થવા દઉં.' આમ વિચારી તેણે દામન્નકનું કાસળ કાઢવા એક ચાંડાળને સાધ્યો. પૈસા આપીને તેણે ચાંડાળને કહ્યું: “હું આ છોકરાને સમજાવીને તારી સાથે મોકલીશ. તું કોઈને ખબર ન પડે તેમ તેની હત્યા કરી નાંખજે. તેની ટચલી આંગળી પછી તું મને બતાવજે. એટલે બાકીના પૈસા તને આપી દઈશ.” શેઠ અને ચાંડાળ વચ્ચે હત્યાનો સોદો નક્કી થઈ ગયો. શેઠના કહેવાથી દામનક ચાંડાળની સાથે ગયો. ચાંડાળ તેને દૂર એકાંત સ્થળે લઈ ગયો. પરંતુ તેને દામન્નક પર દયા આવી. ભોળા નિર્દોષ બાળકની પૈસાના લોભે હત્યા કરવા માટે તેનો જીવ ના ચાલ્યો. આથી તેણે તેની માત્ર ટચલી આંગળી કાપી લીધી. દામનક ચીસો પાડી રડી ઊઠ્યો. ચાંડાળે તરત જ તેના પર પાટો બાંધ્યો અને કહ્યું : “જા દીકરા ! દોટ મૂકીને ઝડપથી ભાગ, તારા શેઠ તને મારી નાંખવા માંગે છે.” મોતના ભયથી દામનક પાછું જોયા વિના મુઠ્ઠી વાળીને ભાગ્યો. ભાગતો ભાગતો તે એક નજીકના ગામડામાં આવ્યો. આ ગામડામાં સાગરશેઠનું એક ગોકુળ હતું. અચાનક અજાણતાં જ દામનક ત્યાં આવી પહોંચ્યો. ગોપાલકે તેનો નિર્દોષ ચહેરો અને વિનયવાન જાણીને તેણે પોતાને ત્યાં પુત્રની જેમ રાખી લીધો. દિવસો વહેતા ગયા. દામનક યુવાન થયો. એક દિવસ સાગરદત્ત પોતે આ ગોકુળમાં આવ્યા. તેમની નજર યુવાન પર પડી. તેમણે ધ્યાનથી જોયું. યુવાનની ટચલી આંગળી કપાયેલી હતી. તે દામનકને ઓળખી ગયા. ફરી તે તેને મારી નાંખવા માટે તૈયાર થયા. કાવતરું મનમાં ગોઠવીને તેમણે ગોપાલકને કહ્યું : “મારે જરૂરી તાકીદનું કામ છે તો તારા આ યુવાન પુત્રને આ કાગળ લઈને મારા ઘરે રાજગૃહી મોકલી આપ.” કાગળ લઈને દામન્નક રાજગૃહના સીમાડે કામદેવના મંદિર પાસે આવ્યો. તેના ઓટલે બેઠો. થાકને લીધે તેને ઝોકું આવી ગયું અને થોડીવારમાં તો તેનાં નસકોરાં બોલવા લાગ્યાં. ત્યાં જ સાગરદત્ત શેઠની સોહામણી યુવાન પુત્રી કામદેવની પૂજા કરવા માટે આવી. (એ સમયમાં યુવાન કન્યાઓ યોગ્ય પતિ મેળવવા માટે કામદેવની પૂજા કરતી) તેણે સૂતેલા યુવાનને જોયો. તેનું રૂપ અને સૌષ્ઠવ જોઈ એ યુવતી તેના પર મુગ્ધ બની ગઈ. તે તેને અપલક ધ્યાનથી Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ~ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ જોઈ રહી. ત્યાં તેની નજર એક કવર પર પડી. મનોમન તે બોલી ઊઠી. “અરે ! આ તો મારા પિતાશ્રીનો જ પત્ર છે અને તેણે કવર ઉઘાડીને પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું : “ગોકુળથી સાગરદત્તના આશીર્વાદ વાંચજો . ચિ. સમુદ્રદત્તને જણાવવાનું કે આ પત્ર લઈ આવનારને વિના વિલંબે વિષ આપજો. આ અંગે જરાય શંકા રાખવી નહિ.” યુવતી પત્ર વાંચીને ઘડી ધ્રૂજી ઊઠી. “શું મારા પિતા આ યુવાનને ઝેર આપી મારી નાંખવા ઇચ્છે છે ! પણ શા માટે ? નહિ. હું એને મરવા નહીં દઉં. એ મારી આંખમાં વસી ગયો છે. હું એને જ પરણીશ.” આમ વિચારી તેણે પત્રમાં જ્યાં “વિષ' લખ્યું હતું ત્યાં તેણે “ષની આગળ એક માત્રા ઉમેરી દીધો અને ઝડપથી એ પત્ર પાછો કવરમાં મૂકી દીધો. એક માત્રાના ફેરફારથી આખું દશ્ય બદલાઈ ગયું. દામન્નક જાગ્યો અને ચાલતો તે સાગરદત્તના ઘરે આવ્યો. તેણે પત્ર સમુદ્રદત્તને આપ્યો. એણે પત્ર વાંચ્યો. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. પિતાની આજ્ઞાનો અનાદર કેમ થાય? તેણે દામન્નકને પત્ર વંચાવ્યો. તેની આંખો પણ પહોળી થઈ ગઈ. બીજું કંઈ વિચારવાનો પ્રશ્ન ન હતો. સમુદ્રદત્તે ભારે ઉમળકાથી પોતાની બહેન વિષાને દામનક સાથે પરણાવી દીધી. - સાગરદત્ત થોડા દિવસ પછી ઘેર આવ્યા. તેમણે જાણ્યું કે જેને મેં વિષ આપવાનું લખ્યું હતું તેને મારા જ સગા દીકરાએ તેની બહેન આપી દીધી. ગજબ અનર્થ થઈ ગયો! શેઠ ધુંધવાઈ ગયો. પણ તેમણે તેમનો ગુસ્સો મનમાં સંતાડી રાખ્યો અને ચાંડાળને પાછો બોલાવીને ખાનગીમાં ધમકાવ્યો અને કરડાકીથી ચેતવણી આપી : “આજે તું જો એ છોકરાની હત્યા નહિ કરે તો તેનું પરિણામ સારું નહિ આવે. ભયથી ચાંડાળે શેઠની વાતનો સ્વીકાર કર્યો. સાંજે સાગરદત્તે ઘણા પ્રેમથી પુત્રી અને જમાઈને કહ્યું: “આજની રાત આપણા કુળમાં ઘણી મહત્ત્વની છે. આપણો કુલાચાર છે કે આજની રાતે નવદંપતીએ માતૃકાદેવીની પૂજા કરવી જોઈએ. તો તમે બન્ને ભાવથી પૂજા કરી આવો.” પિતાની આજ્ઞા માનીને બન્ને રાતના સમયે માતૃકાદેવીના મંદિરે જવા નીકળ્યાં. રસ્તામાં તેમને સમુદ્રદત્ત મળ્યો. તેણે પૂછ્યું: “રાતના સમયે તમે બન્ને આ નિર્જન રસ્તે ક્યાં જાવ છો?” દામન્નકે બધી વાત કરી. સાંભળીને સમુદ્રદત્ત બોલ્યો : “પિતાએ ભલે કહ્યું. પણ આવી રાતના સમયે સ્ત્રીને લઈને જવું ઉચિત નથી અને રાતના દેવીપૂજા થાય પણ નહિ. પિતાની કહેવામાં કંઈ ભૂલ થઈ લાગે છે. માટે તમે પાછાં ફરો અને આ નૈવેદ્યાદિ મને આપો. દેવીને હું ચડાવી આવીશ.” વિષાના કહેવાથી દામન્નકે સાળાની વાત માની લીધી. તે બન્ને ઘર તરફ પાછા ફર્યા. સમુદ્રદત્ત દેવીના મંદિરે ગયો. જેવો તેણે ગર્ભદ્વારમાં પગ મૂક્યો કે ચાંડાળે તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ વિષા અને દામન્નકને સહી સલામત ઘરે આવેલા જોઈને અને સમુદ્રદત્તને મંદિરે ગયેલો જાણીને સાગરદત્ત શેઠના હોશકોશ ઊડી ગયા અને જબરદસ્ત આઘાત લાગ્યો અને તત્કાળ મૃત્યુ પામ્યા. શેઠ મૃત્યુ પામ્યા. તેમના પુત્ર સમુદ્રદત્તનું પણ મૃત્યુ થયું. બીજું કોઈ શેઠનું વારસદાર ન હતું, આથી જમાઈ દામનક હવે શેઠના મકાન અને મિલકતનો માલિક બન્યો. પેલા મુનિની ભવિષ્યવાણી સાચી પડી. થોડા દિવસ બાદ દામનક વહેલી સવારે જાગ્યો ત્યારે તેણે કોઈ મંગળપાઠકના મોઢે ગવાતી એક ગાથા સાંભળી. તેનો ભાવાર્થ આવો હતો: કોઈ દુબુદ્ધિવાળો જીવ નિરપરાધીને નુકસાન પહોંચાડવા ગમે તેટલા કાવાદાવા કરે તો પણ તેને કશું નુકસાન થતું નથી ઊલટું એ કાવાદાવા પણ તેના ફાયદામાં ફળે છે. દુઃખ દેવા માટે કરેલા બધા પ્રયત્નો સુખનું જ કારણ બને છે. કેમ કે ભાગ્ય જેના પક્ષે હોય તેને બીજો કોઈ શું કરી શકે?” દામન્નકે એ ગાથા ગાનારને ત્રણ લાખ સોનામહોર બક્ષિસમાં આપી. રાજાએ આ વાત જાણી ત્યારે તેમણે પૂછ્યું: “ભાઈ દામન્નક! ઉદારતા હોય, દાનની ભાવના હોય અને આપવાની ક્ષમતા પણ હોય પરંતુ આટલી બધી સોનામહોર તો મારા જેવો રાજા પણ નથી આપતો. તમે આટલી મોટી બક્ષિસ આપી તેનું કારણ શું?” દામન્નકે જવાબમાં માંડીને બધી વાત કરી. એ પછી દામન્નકે જ્ઞાની ગુરુ ભગવંત પાસેથી પોતાનો પૂર્વભવ જાણ્યો. એ જાણીને તેને પચ્ચકખાણનો મહિમા વધુ સારી રીતે સમજાયો અને તે માટે તે વધુ ઉદ્યમી બન્યો. કાળક્રમે તે મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ કરીને તેનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને નિર્વાણપદને પામશે. ભવ્ય જીવોએ આ દૃષ્ટાંતમાંથી બોધપાઠ લઈને યથાશક્ય પચ્ચકખાણ કરવા માટે ભાવપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. રોજ અવશ્ય પચ્ચકખાણ ભાવપૂર્વક કરવું અને ઉત્તરોત્તર વધારો પણ કરતા રહેવું જોઈએ. © – ૨૫૦ વ્રત ભાંગવાનું કડવું ફળ यथा श्रेष्ठिसुतः पूर्वं धर्मखण्डनयानया । धनदाख्यः फलखण्डं मत्स्योदरापराभिधः ॥१॥ Page #152 -------------------------------------------------------------------------- ________________ 8 mm ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ “ધનદ નામનો એક શ્રેષ્ઠીપુત્ર હતો. તેનું બીજું નામ મત્સ્યોદય પણ હતું. આ ધનદ પચ્ચખાણ રૂપ ધર્મનું ખંડન કરવાથી તેનું ફળ પણ ખંડિત પામ્યો.” મસ્યોદરની કથા કનકપુર નામનું નગર. તેના રાજાનું નામ કનકરથ. આ નગરમાં રહેતા એક શ્રેષ્ઠીનું નામ હતું સાગરદત્ત. ધનદત્ત નામે તેને એક પુત્ર હતો. આ જ નગરમાં સિંહલ નામનો જુગારી હતો. જુગારમાં તે ઉપરાઉપર હારી ગયો. બબ્બે દિવસ સુધી તેનો એક પણ દાવ સફળ ન થયો. જુગારમાં તેણે પોતાનું બધું જ ગુમાવી દીધું. ગરીબાઈથી હવે એ તંગ આવી ગયો. કોઈપણ રીતે તેને એક કોડી પણ ન મળી. એથી એ ખૂબ જ ગુસ્સે થયો. ગુસ્સામાં તે પોતાની કુળદેવીના મંદિરે ગયો. મુશળ ઉપાડીને દેવીને ઉદ્દેશીને તેણે ઊંચા અવાજે કહ્યું : “હે દેવી! પૈસા વિના હું અકળાઈ ગયો છું તું મને જલદી ધન આપ. નહિ તો આ મુશળથી તારી પ્રતિમાના ટુકડે ટુકડા કરી નાંખીશ.” દેવી પ્રકટ થઈ. તે બોલી: “હે સિંહલ! તારા ભાગ્યમાં જ ધન નથી તો હું તને કેવી રીતે એ આપું? આમ છતાંય તને હું એક ગાથા આપું છું. આ ગાથા તું એક હજાર સોનામહોરમાં વેચી દેજે.” દેવીએ તેને ગાથા આપી અને અદૃશ્ય થઈ ગઈ. जं चिय विहिणा लिहियं, तं चिय परिमणइ सयललोयस्स । इय जाणे वि धीरा, विहुरे वि न कायरा हुंति ॥ “સમસ્ત લોકમાં ગમે ત્યાં જાવ, પરંતુ ભાગ્યમાં જે કાંઈ લખાયું હોય તે જ મળે છે, આમ જાણીને ધીર પુરુષો સંકટમાં હિંમત હારતા નથી.” સિંહલ બજારમાં ગયો. ઘણાંને તેણે આ ગાથા ખરીદવા કહ્યું. ધનદત્ત પાસે પણ તે ગયો. તેણે એક હજાર સોનામહોર આપીને આ ગાથા ખરીદી લીધી. પિતા સાગરદત્તે પુત્રના આ સોદાની વાત જાણી. ધનદત્ત ઉપર તે ગુસ્સે થઈ ગયા અને તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ધનદત્ત પહેરેલા કપડે ઘર બહાર નીકળી ગયો અને કનકપુર નગરની ઉત્તર દિશાએ ચાલવા માંડ્યો. રાતના સમયે કેટલાક ચોરોએ તેને પકડી લીધો અને બીજી સવારે તેને મામૂલી કિંમતે કોઈ વણઝારાને વેચી દીધો. આ વણઝારાએ તેને ઊંચા ભાવે પારસ કુળના રંગારા સાથે સોદો કર્યો. ધનદત્તને તેમણે ખરીદી લીધો અને પછી તેના શરીરમાંથી લોહી કાઢીને કપડાને રંગ કરવા લાગ્યા. દિવસો પસાર થયા. ધનદત્તનું શરીર ઠેક-ઠેકાણેથી વધાઈ ગયું, લોહી બધું ખલાસ થઈ ગયું અને તે બેભાન થઈ જમીન પર પટકાઈ પડ્યો. રંગારાઓએ તેને ધોમ તડકામાં નાંખી દીધો. Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ૧૪૩ ત્યાં આકાશમાં ઊડતા ભારેડ પક્ષીએ તેને જોયો. પોતાનો શિકાર સમજીને એ ઊડતું નીચે આવ્યું અને બેભાન ધનદત્તના હાડપિંજર જેવા શરીને લઈને ઊડી ગયું. ઊડતાં ઊડતાં તે સુવર્ણદ્વીપમાં આવીને ઊતર્યું. અહીંની શુદ્ધ હવાથી ધનદત્ત ભાનમાં આવ્યો, મનોબળથી તે ઊભો થયો. ઠંડી હતી. આથી ઠંડીથી બચવા તે ક્યાંકથી લાકડાં શોધી લાવ્યો. ચકમકથી ઘસીને તેણે તાપણું કર્યું. હવે તેને હૂંફ મળવા લાગી. તે વિચારવા લાગ્યો. હું ક્યાં હતો અને આજ ક્યાં આવી ગયો? ક્યાં કનકપુર અને ક્યાં આ અજાણ્યું સ્થળ? મારું શરીર પણ કેવું હાડપિંજર જેવું થઈ ગયું છે? પરંતુ આમાં મારા પિતાનો શો દોષ કાઢવો ? મારા ભાગ્યમાં જ આવું લખ્યું હશે. આથી તેનો અફસોસ શું કરવો? ભાગ્યમાં જે હોય તે હસતાં હસતાં ભોગવવું જ રહ્યું અને આ વિચારમાં જ તે ઊંઘી ગયો. સવારે ધનજરે જોયું તો તેની આંખો આશ્ચર્યથી હસી ઊઠી. બન્યું એવું કે જે જગાએ તેણે તાપણું કર્યું હતું તે જગાની માટી બધી સોનાની બની ગઈ હતી. તેણે એ માટીની ઈંટો બનાવી. એ ઈંટોની અંદર તેણે પોતાનું નામ પણ લખ્યું. બીજે દિવસે ત્યાં કોઈ વહાણવટીઓ આવી ચડ્યો. ધનદત્તે તેની સાથે સોદો કર્યો કે તું મને તારા વહાણમાં લઈ અન્ય સ્થળે સલામત મૂકીશ તો મારી આ સોનાની ઈંટોનો ચોથો ભાગ તને આપીશ. વહાણવટીઆએ તેની શરત મંજૂર રાખી. વહાણ ઊપડ્યું. બે ચાર દિવસે વહાણ કોઈ દ્વીપ પાસે લાંગર્યું. વહાણવટીઓ અને ધનદત્ત બન્ને સાથે એ દ્વીપ પર ફરવા નીકળ્યા. ત્યાં ધનદત્તને તરસ લાગી. સામે જ કૂવો હતો. એ ત્યાં ગયો. પાણી કાઢવા લાગ્યો. આ જોઈને વહાણવટીઆના મનમાં પાપ બેઠું થયું. ઝડપથી જઈને તેણે ધનદત્તને જોરથી ધક્કો માર્યો. ધનદત્ત ગબડ્યો એટલે એ ઝડપથી વહાણ પર પહોંચ્યો અને માણસોને ઝડપથી વહાણ હંકારવાનો આદેશ આપ્યો અને ધનદત્તની સોનાની બધી જ ઈંટો લઈને તે છૂમંતર થઈ ગયો. ધનદત્ત કૂવામાં ગબડ્યો પણ તેનું ભાગ્ય સાવ ભાંગી નહોતું ગયું. ઊંડા પાણીમાં પટકાવાના બદલે તે એક પગથિયા પર પટકાયો. કળ વળતાં તેણે ચોતરફ જોયું. તેને આશ્ચર્ય થયું. પાણી તો ઘણે નીચે હતું અને પગથિયાં કોઈ બીજી જ દિશા તરફ જતાં હતાં. સાવધાનીથી તે પગથિયાં ઊતરતો ગયો. ઊતરતો જ રહ્યો. ઠેઠ નીચે આવ્યો, ત્યારે તેણે એક માણસ વિનાનું શૂન્ય નગર જોયું. થોડું ચાલ્યો ત્યાં તેની નજર એક મંદિર પર પડી. તે મંદિરમાં ગયો. તેમાં ચક્રેશ્વરી દેવીની ભવ્ય પ્રતિમા હતી. ધનદત્તે દેવીને ભાવથી પ્રણામ કર્યાં. ભૂખ અને થાકથી તેનું શરીર સખત તૂટતું હતું છતાંય મન મજબૂત કરીને તે દેવીનું એકચિત્તે ધ્યાન કરવા લાગ્યો. તેની ભક્તિથી દેવી પ્રસન્ન થઈ. પ્રકટ થઈને તેણે ધનદત્તને પાંચ દિવ્ય રત્ન ભેટ આપ્યાં. એ દરેક રત્ન ચમત્કારી હતાં. એક સૌભાગ્યકારક, બીજું રોગનાશક, ત્રીજું આપત્તિનાશક. ચોથું વિષનાશક અને પાંચમું વૈભવ આપનાર હતું. ધનદત્ત એ પાંચેય રત્નોને પોતાની જંઘામાં ખૂબીથી સંતાડી દીધાં. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ - દેવીનું ઉત્તમ વરદાન મેળવી ધનદત્ત મંદિરમાંથી બહાર નીકળી શૂન્યનગરમાં ફરવા નીકળ્યો. ફરતો-ફરતો તે એક ભવ્ય રાજમહેલ પાસે આવ્યો. કુતૂહલથી તેમાં તે ગયો. સાવધાનીથી તે મહેલમાં ઘૂમી રહ્યો હતો. ત્યાં તેણે અપ્સરા જેવી રૂપાળી કન્યા જોઈ. તેણે પણ ધનદત્તને જોયો. કન્યાએ તેનું સ્વાગત કર્યું. ભોજન કરાવ્યું. જમતાંજમતાં ધનદત્તે કન્યાને પૂછ્યું: “આ નગર આમ વેરાન કેમ છે? અને આ રાજમહેલમાં માત્ર તું એકલી કેમ છે? શું બીજું કોઈ અહીં રહેતું નથી ? કન્યાએ આંસુભીની આંખે ટૂંકમાં પોતાની આપવીતી કહી : “હે ધનદત્ત ! આ નગરનું નામ તિલકપુર છે. આ નગરની હું રાજપુત્રી છું. મારા પિતાનું નામ મહેન્દ્ર. એક દિવસ અચાનક જ કેટલાક દુશ્મનોએ આ નગરને ઘેરી લીધું, તે જ રાતે એક વ્યંતરદેવે પ્રકટ થઈને મારા પિતાને કહ્યું કે : “હું તારા પૂર્વભવનો મિત્ર છું. બોલ, હું તારું શું કામ કરું ?” પિતાએ કહ્યું : “તું મારા માટે એક એવું નગર નિર્માણ કર કે જેના પર ક્યારેય કોઈ દુશ્મન હુમલો ન કરી શકે. આથી એ દેવે એક નગર કૂવા પાસે અને બીજું કૂવાની અંદર એમ બે નગરનાં નિર્માણ કર્યા. થોડા દિવસ પછી ત્યાં કોઈ નરભક્ષી રાક્ષસ આવ્યો. તે આ નગરનાં બધાં માણસોને ખાઈ ગયો. તેના ભયથી કેટલાક જીવ બચાવીને નાસી ગયા. આથી આ નગર વેરાન થઈ ગયું. પણ એ રાક્ષસે મને જીવતી રાખી છે, કારણ કે એ મારી સાથે પરણવા માંગે છે. આથી તેણે મને બળજબરીથી જીવતી રાખી છે. આજ તું આવ્યો તેથી મને આનંદ થયો છે. મને શ્રદ્ધા છે કે આ રાક્ષસના ક્રૂર પંજામાંથી છોડાવવા માટે તું મને જરૂર મદદ કરશે.” ધનદત્તઃ “તું મને ઉપાય બતાવ. મારા જાનના જોખમે પણ હું તને મદદ કરીશ.” ત્યાં રાક્ષસનો પગરવ સંભળાયો. કન્યા સાવધાન થઈ ગઈ. ઝડપથી તે બોલી : “ઝડપ કરો, રાક્ષસ આવે છે. જુઓ, ત્યાં ખડ્રગ પડ્યું છે તે લઈને દેવીના મંદિરમાં સંતાઈ જાવ. રાક્ષસ ત્યાં જશે અને આંખ મીંચીને તેનું ધ્યાન ધરશે. એ સમયે તમે તેને એ ખગ્નથી મારી નાખજો.” રાક્ષસ જાણે નહિ તેમ ધનદત્ત વિના વિલંબે ખડ્રગ લઈને મંદિરમાં સંતાઈ ગયો. રાક્ષસ ત્યાં આવ્યો. ધ્યાનમાં બેઠો અને ધનદતે જોરથી ખડ્ઝ વીંઝીને રાક્ષસનું માથું ધડથી જુદું કરી નાખ્યું. રાક્ષસના મોતથી કન્યા નાચી ઊઠી. સમય બગાડ્યા વિના તેણે રાજમહેલમાંથી જરઝવેરાત બધું ભેગું કરી લીધું અને ધનદત્તને લઈને તે કૂવાની બહાર આવી. દરિયાકિનારે જઈને કોઈ વહાણવટીઆ સાથે વહાણમાં બેસવાનું ભાડું ઠરાવ્યું અને વહાણમાં બેઠાં. દેવાંગના જેવી રૂપરૂપના અંબાર સમી કન્યા અને માલસામાનમાં અઢળક દોલત. આ જોઈને વહાણવટીઆના મોંમાં પાણી આવ્યું. તેની દાનત બગડી. આથી તેણે ધનદત્તને વિશ્વાસમાં લીધો. બને તૂતક પર વાતો કરતા બેઠા. ત્યાં લાગ જોઈને તેણે ધનદત્તને ધક્કો માર્યો. Page #155 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૪૫ સમુદ્રમાં ડૂબકાં ખાતાં-ખાતાં પણ ધનદત્ત પેલી ગાથાનું મનન કરતો રહ્યો. કોઈને પણ દોષ આપ્યા વિના આ ભીષણ દુ:ખમાં પણ હિંમત રાખતો રહ્યો. ધનદત્ત જીવ બચાવવા પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યાં જ કોઈ મગરમચ્છ તેને ગળી ગયો. બે ચાર દિવસે કોઈ માછીમારની જાળમાં આ મગરમચ્છ ફસાઈ ગયો, માછીમારે તેને ઘરે લાવીને ચીર્યો. તેમાંથી ધનદત્તનું બેભાન શરીર બહાર નીકળ્યું. ઉપચાર કરીને તેને ભાનમાં લાવ્યો. માછીમારે એને રાજાને સોંપી દીધો. રાજાએ તેની બધી વાત જાણીને તેને પોતાને ત્યાં રાખી લીધો અને રાજસભામાં આવતા મહાનુભાવોની આગતા-સ્વાગતા વગેરે કરવાનું કામ સોંપ્યું. મત્સ્યના પેટમાંથી તે જીવતો બચ્યો હોવાથી તેનું નામ અહીં મત્સ્યોદર તરીકે પ્રચલિત થયું. સમય સરતો ગયો. એક વખત રાજસભામાં એક વેપારી આવ્યો. મોદરે તેનું સ્વાગત કર્યું. તેને જોઈને વેપારી ચિંતામાં પડી ગયો. આ એ જ વેપારી હતો કે જેણે ધનદત્તને કૂવામાં ધકેલી દીધો હતો. રાજાને ત્યાં તેને જોઈને એ ગભરાઈ ગયો. આથી તેને મારી નાંખવા કાવત્રું કર્યું, ચાંડાળને પૈસા આપીને કહ્યું : “રાજાને ત્યાં જઈને તારે કહેવાનું કે આ મત્સ્યોદર તો મારો સગો ભાઈ છે. તેથી ચાંડાળ જાણીને રાજા તેને જરૂર મારી નાંખશે. આમ જો બનશે તો હું તને સોનાની આખી એક ઈંટ આપીશ.” : ચાંડાળ અને તેના સગાંઓ રાજસભામાં ગયાં. શીખવ્યા પ્રમાણે તેમણે મત્સ્યોદ૨ને જોઈને રોકકળ કરી મૂકી. કોઈએ કહ્યું : ‘અરે આ તો મારો દિયર છે.' કોઈએ કહ્યું : ‘અરે ! આ તો મારો પુત્ર છે. આ તો મારો ધણી છે.’ આ સાંભળી કાચા કાનના રાજાએ મત્સ્યોદ૨ને જો૨થી તતડાવ્યો : “દુષ્ટ ! ચાંડાળ ! મને છેતરી ગયો તું ? હવે તો હું તને જીવતો નહિ છોડું.” ધનદત્તે પૂરી સ્વસ્થતા અને વિનયથી કહ્યું : ‘હે ઉપકારી રાજન્ ! મેં આપને જરાય છતેર્યા નથી. આપને મેં જે મારી વાત કહી હતી તેમાં હું કશું જ જૂઠું બોલ્યો નથી. સાચી વાત આ છે કે પેલો વેપારી મને ઓળખી ગયો છે. મારું ધન એની પાસે છે. મારી પાસે તેમાંથી પાંચ રત્ન બચ્યાં છે. જુઓ તે આ રહ્યાં રત્ન.’ રાજાએ આથી ચાંડાળને ધમકાવ્યો, મરાવ્યો. પ્રાણના ભયથી તેણે વેપા૨ી સાથે થયેલી બધી સાચેસાચી વાત કહી દીધી. રાજાએ તરત જ વેપા૨ીને બોલાવ્યો. તેણે મત્સ્યોદરને ઓળખવાનો ધરાર ઇન્કાર કર્યો અને ફરી-ફરીને કહ્યું કે “એ બધી સોનાની ઈંટો મારી માલિકીની જ છે. આ મત્સ્યોદર સાવ જૂઠું બોલે છે.” ધનદત્ત : “હે રાજન્ ! મારી આપને વિનંતી છે કે આપ એ સોનાની ઈંટોમાંથી એક ઈંટ અહીં મંગાવો. એ ઈંટ બતાવીને હું આપને ખાતરી કરાવી આપીશ કે એ બધી ઈંટો મારી માલિકીની છે.” રાજાના હુકમથી વેપારીએ સોનાની ઈંટ આપી. ધનદત્તે તેને તોડીને તેમાં અંદર લખેલું Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ~ પોતાનું “ધનદત્ત' નામ રાજાને અને વેપારી બન્નેને વંચાવ્યું. રાજાએ આથી ધનદત્તની બધી મિલકત પાછી મેળવી આપી અને વેપારીને મારી નાંખવાનો હુકમ કર્યો. “નહિ રાજનું! તેનો વધ ન કરાવશો. મારી પ્રાર્થના છે કે તેને જીવતો છોડી મૂકો.” રાજાએ આથી વેપારીને પોતાના નગરમાંથી તત્કાલ ચાલ્યા જવા હુકમ કર્યો. એકાંત મળતાં કનકરથ રાજાએ ધનદત્તનો વિશેષ પરિચય પૂક્યો. ધનદત્તે નિખાલસતાથી કહ્યું : “હે રાજન્ ! “હું તમારો જ નગરજન છું. આ જ નગરમાં મારા પિતા સાગરદત્ત શ્રેષ્ઠી રહે છે.” રાજા : “અરરર ! સાગરદત્ત શ્રેષ્ઠી જેવા મોટા ઘરના દીકરાને આટ-આટલા દુઃખમાંથી પસાર થવું પડ્યું! પણ કંઈ નહિ. તું ખૂબ જ સમતા અને હિંમતથી એ બધામાંથી પસાર થયો છે. ચાલ હું તને તારા પિતાના ઘરે મૂકી જઉં.' ધનદત્તઃ “નહિ રાજ! એ સમયને હજી વાર છે. હજી મારે એક બીજા વહાણવટીઆની રાહ જોવી છે. મને શ્રદ્ધા છે. એ પણ જરૂર આપને ત્યાં આવશે જ.” રાજાઃ “શા માટે તું એની રાહ જુએ છે?” ધનદત્ત : “એ વેપારીએ મારું ધન લૂંટી લીધું છે એટલું જ નહિ તે મારી પત્નીને પણ લઈ ગયો છે.” આમ કહી તેણે શૂન્ય નગર અને રાક્ષસવાળી બધી વાત કરી. બે ચાર દિવસમાં જ ધનદત્તની શ્રદ્ધા ફળી. મોંધું નજરાણું લઈને એ વેપારી પેલી કન્યાને લઈને રાજસભામાં આવ્યો. તેને જોતાં જ ધનદત્તે રાજાને મોઘમ ઈશારામાં સમજાવ્યું કે આ જ એ વેપારી અને તેની સાથે યુવતી છે તે જ મારી પ્રિયતમા. રાજા તો આભો બનીને જોઈ જ રહ્યો. પછી તેણે આગંતુક વેપારીને તેનો પરિચય પૂક્યો. છેલ્લે વેપારીએ આદ્ર સ્વરે કહ્યું: ‘પણ મારાં કેવાં કમભાગ્ય છે તે આપને શું કહું? આ યુવતીને હું મનાવી મનાવીને થાકી ગયો. પરંતુ એ તો જીદ પકડીને જ બેઠી છે કે કનકરથ રાજા મને કહે તો જ હું તમારી સાથે લગ્ન કરું. હવે આપ જ મારો ઉદ્ધાર કરો.” રાજા: “હે પુત્રી! તું જરાય ભય અને શંકા ન રાખીશ. તારી ઇચ્છા પ્રમાણે જ હું વર્તીશ. પરંતુ તું મને એ કહે કે આ વેપારી કહે છે કે તું તેને કટાહ દ્વીપમાંથી મળી હતી વગેરે બધું શું સાચું છે ?' કન્યાઃ “હે રાજનું! આ વેપારીના બોલવા પર તમે જરાય વિશ્વાસ ન કરશો. વિશ્વાસઘાત કરીને તેણે મારા પતિને સમુદ્રમાં નાંખી દીધા છે. મારા પતિ જીવતા છે કે તેમનું કંઈ અમંગળ થયું છે તેની મને ખબર નથી. પરંતુ હું જાણું છું કે મારું સાસરું તમારા નગરમાં જ છે. આથી તમને મળવાની મેં જીદ કરી અને આજ સુધી તેની ઇચ્છાને હું સતત ટાળતી રહી છું.” Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૪૭ રાજા : ‘તું તારા પતિને ઓળખી શકીશ ?’ કન્યા : ‘શું એ જીવતા છે ? તમે તેમને જોયા છે ? તેમને જોઈને હું જરૂર કહીશ કે એ મારા પતિ છે કે બીજું કોઈ ?’ રાજાએ મત્સ્યોદરને બોલાવ્યો. ‘આને તું ઓળખે છે ?’ કન્યાએ મત્સ્યોદરને નખશિખાંત જોયો. તેની આંખમાં આનંદનાં આંસુ છલકાઈ આવ્યાં. દોડીને એ મત્સ્યોદરના ચરણે નમી પડી. રાજાએ પેલા વેપારીને મારી નાંખવાનો હુકમ કર્યો. ધનદત્તે તેને પણ અભયદાન અપાવ્યું. રાજાએ તેની ઉદારતાની અનુમોદના કરી. એ પછી રાજા વાજતે-ગાજતે ધનદત્તને અને તેની પત્નીને લઈને તેના પિતાના ઘરે ગયા. પુત્રને પાછો આવેલો જોઈને માતા-પિતાના આનંદનો પાર ન રહ્યો. થોડા દિવસો બાદ નગરમાં જ્ઞાની ગુરુ ભગવંત શિષ્ય સમુદાય સહિત પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળવા કનકરથ રાજા પણ આવ્યો. ધનદત્ત પણ ભક્તિભાવથી તેમની દેશના સાંભળી રહ્યો હતો. દેશના પૂર્ણ થઈ. ધનદત્તે વિનયથી પૂછ્યું : ‘હે ભગવંત ! મને એકથી વધુ વખત વૈભવ મળ્યો. પણ દરેક વખતે હું જીવલેણ દુઃખમાં આવી પડ્યો. આમ હું મારા કયા કર્મના કારણે સુખી-દુઃખી થયો ?' જ્ઞાની ભગવંત બોલ્યા : “હે ધનદત્ત ! તારા પૂર્વભવના શુભ-અશુભ કર્મનું ફળ તું આ ભવમાં પામ્યો છે. પૂર્વભવમાં તું રત્નપુરનગરમાં માહણ નામે શ્રેષ્ઠી પુત્ર હતો. ગીતાર્થ ગુરુ ભગવંતની દેશના સાંભળીને તેં શ્રાવકધર્મ અંગીકાર કર્યો. એક વખત તેં ઉદારદિલે અઢળક ધન ખર્ચીને દેવવિમાન જેવું ભવ્ય જિનાલય બંધાવ્યું. જિનાલય પૂર્ણ થયું. ત્યાં તારા ભાવ ફર્યાં. મનમાં તે અફસોસ કર્યો. અરે ! એક જિનાલય પાછળ કેટલા બધા ધનનું આંધણ થઈ ગયું ! આ મેં ખર્ચ ન કર્યો હોત તો ? આમ છતાંય તે જિનાલયમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. પરંતુ તે માટે તારા હૈયે કોઈ ઉત્સાહ કે ઉમંગ નહોતો. ન છૂટકે તેં પ્રતિષ્ઠા કરાવી. ત્યાર પછી તારા ભાવ ઊંચા થવા લાગ્યા. તેં નક્કી કર્યું : ‘મારી આવકનો ચોથો ભાગ હું ધર્મકાર્યમાં ખર્ચીશ.’ પણ તરત જ તેં વળતો વેપારી વિચાર કર્યો : મેં આ પ્રતિજ્ઞા તો લીધી પરંતુ આનું મને ફળ મળશે કે નહિ ?' આમ શંકા-કુશંકાથી તું તારી આવકનો ચોથો ભાગ ધર્મકાર્યમાં વાપરતો રહ્યો. હે ધનદત્ત ! તારા ઊંચા ને ઉદાર ભાવમાં તને પૂર્વભવમાં જરાય સ્થિરતા નહોતી રહેતી. એકવાર શ્રમણ ભગવંતને જોઈ તને વિચાર આવ્યા : “આવા ખાનદાન કુળના માણસો દીક્ષા લે. જ્ઞાની બને અને તેઓ આવાં બરછટ જાડાં અને મેલાં કપડાં પહેરે તે સારું નથી લાગતું. તેમણે સુંદર કપડાં પહેરવાં જોઈએ. હું તેમને એવાં વસ્ત્રો વહોરાવીશ.” Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ તેં ભાવથી વસ્ત્રો પણ વહોરાવ્યાં. પણ પછી તને થયું કે “અરે ! મેં આ ખોટું કર્યું. સાધુઓએ તો એવાં બરછટ, જાડાં ને મેલાં કપડાં જ પહેરવાં જોઈએ. સારાં વસ્ત્રો પહેરવાથી તેમની ચિત્તવૃત્તિઓ ઉશ્કેરાય.” આમ હે ધનદત્ત ! તેં શુભ કર્મ પણ બાંધ્યું અને સાથોસાથ ખરાબ વિચારો કરીને અશુભ કર્મ પણ બાંધ્યું. આયુષ્ય પૂર્ણ થતાં મરીને તું ભવનપતિ દેવ થયો. દેવભવનું આયુષ્ય ભોગવીને ત્યાંથી ચ્યવીને તું ધનદત્ત થયો છે. પૂર્વભવમાં તે એકથી વધુ શુભ કર્મો કર્યા હતાં, પરંતુ તેમાં તે શંકા કરી. અફસોસ કર્યો. આથી તેના ફળસ્વરૂપે આ ભવમાં તને જેટલું સુખ મળ્યું તેટલું દુઃખ પણ મળ્યું. ધનદત્તને આ સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે સાક્ષાત્ પોતાનો પૂર્વભવ જોયો અને જાણ્યો. આથી તેને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવ્યો. સૌની આજ્ઞા અને અનુમતિ મેળવીને તેણે દીક્ષા લીધી. સંયમધર્મનું ઉત્કૃષ્ટ પાલન કર્યું. સમાધિ મરણ પામી તે વૈમાનિક દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં અવતર્યા અને ત્યાં પણ ધર્મનું ઉત્કૃષ્ટ આરાધન કરીને કાળક્રમે મુક્તિ પામ્યા. આ દષ્ટાંતથી ભવ્યજીવોએ બોધપાઠ લેવાનો કે “નાની પણ ધર્મકરણી ચડતા ભાવથી કરવી. ઊંચા ભાવ સતત જાળવી રાખવા. ધર્મકાર્યમાં પરિણામની શંકા કરવી નહિ. શુભ ખર્ચ કર્યા પછી પસ્તાવો કરવો નહિ. હંમેશાં શુભ, શુદ્ધ ને ઊંચા વિચારો અને કાર્યો કરવાં. O ૨પ૧ મૌન એકાદશીનો મહિમા प्रणम्य श्रीमद्वामेयं, पार्श्वयक्षादिपूजितम् । महात्म्यं स्तौमि श्री-मौनैकादश्या गद्यपद्यभृत् ॥ પાર્થયક્ષ આદિ દેવેન્દ્રો અને નરેન્દ્રોથી પૂજાયેલા વામાનંદન શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને, હું શ્રી મૌન એકાદશીના મહિમાનું ગદ્ય અને પદ્યમાં ગાન કરું છું (સ્તવું છું.” ભગવાન શ્રી નેમિનાથ દ્વારિકાનગરીમાં પધાર્યા. વનપાલકે શ્રી કૃષ્ણ મહારાજાને વધામણી આપી. તેમણે વનપાલકને વધામણી આપવા માટે ઉચિત દાન આપ્યું અને વિના વિલંબે પ્રભુની પર્ષદામાં પહોંચી ગયા. ભાવપૂર્વક તેમણે પ્રભુને વંદના કરી અને પ્રભુની ધર્મદેશના સાંભળવા ઉચિત જગાએ બેઠા, પ્રભુ બોલ્યા: एगदिने जे देवा चवंति तेसिं पि माणुसा थोवा । कत्तो य मे मणुअभवो, इति सुखरो दुहिओ ॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૪૯ “એક દિવસમાં જેટલા દેવો અવે (મરે) છે તેના કરતાં પણ સંસારમાં માણસોની સંખ્યા ઓછી છે. આથી અમને સહજતાથી માનવભવ ક્યાંથી મળે ? આમ વિચારીને દેવતાઓ દુ:ખી થાય છે. આમ માનવભવ દેવને પણ દુર્લભ છે. આથી તેનો સમ્યક્ ઉપયોગ કરી લેવો જોઈએ અને તેને પ્રમાદમાં એળે ગુમાવવો જોઈએ નહિ.” પ્રભુએ પ્રમાદનું સ્વરૂપ સમજાવતાં કહ્યું : “અજ્ઞાન, સંશય, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, મતિભ્રંશતા, ધર્મમાં અનાદર, યોગનું દુષ્પ્રણિધાન (મન-વચન અને કાયાનો દુરાચાર) આ આઠ પ્રકારના પ્રમાદ છે. ભવભીરૂ જીવોએ સંસાર સાગર પાર કરવા માટે આ આઠેય પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ.’ શ્રી કૃષ્ણે ત્યારે વિનયથી કહ્યું : “હે ભગવંત્ ! રાજ્યની વિરાટ જવાબદારીઓ વચ્ચે હું નિરંતર ધર્મની આરાધના કરવા અસમર્થ છું. તો આપશ્રી મને આખા વરસનો કોઈ એક દિવસ બતાવો કે તે દિવસે કરેલી આરાધના મને વિશિષ્ટ ફળ આપનારી બને.' ભગવાનશ્રી બોલ્યા : “હે વાસુદેવ ! તમારી જો એવી ભાવના છે તો તમે માગશર સુદ અગિયારસના દિવસે ઉત્તમ પ્રકારની ધર્મસાધના કરો. આ દિવસે આ વર્તમાન ચોવીશીના શ્રી અરનાથ ભગવંતે શ્રી ચક્રવર્તીનો વૈભવ છોડીને દીક્ષા લીધી હતી. શ્રી મલ્લિનાથ ભગવાનના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક ત્રણેય આ દિવસે જ થયાં હતાં. શ્રી નમિનાથ ભગવંતને કેવળજ્ઞાન પણ આ જ દિવસે પ્રાપ્ત થયું હતું. તેવી જ રીતે આ અજવાળી અગિયારસે પાંચ ભરત અને પાંચ ઐરવતમાં પણ ત્રણ-ત્રણ તીર્થંકરોનાં પાંચ-પાંચ કલ્યાણક થવાથી દસ ક્ષેત્રમાં પચાસ કલ્યાણક થયાં છે. વળી ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળની ગણતરી મૂકીએ તો આ એક જ દિવસે દોઢસો કલ્યાણક થાય છે. આમ આ દિવસ ખૂબ જ પવિત્ર અને પાવન છે.” અન્ય ધર્મમાં પણ આ એકાદશીનો ઉત્તમ મહિમા ગાયો છે. “અર્કપુરાણ”માં લખ્યું છે ઃ “હે અર્જુન ! હેમંતઋતુમાં આવતી માગસર માસની અજવાળી અગિયારસ ખૂબ જ કલ્યાણકારી છે. આ દિવસે અચૂક ઉપવાસ કરવો. એ દિવસે ઉપવાસ કરવાથી હંમેશાં બે લાખ બ્રાહ્મણોને જમાડ્યા જેટલું પુણ્ય મળે છે. જેમ કેદારનાથ તીર્થનું પાણી પીવાથી પુનર્જન્મ થતો નથી. તેમ આ એકાદશીએ ઉપવાસ કરવાથી ફરી જન્મ થતો નથી. હે અર્જુન ! આ એકાદશી ગર્ભાવાસના દુઃખોનો નાશ કરે છે માટે આ વ્રત જેવું બીજું કોઈ વ્રત છે નહિ અને બીજું થનાર પણ નથી. હે અર્જુન ! હજા૨ ગાયના દાન કરતાં વધુ પુણ્ય એક બ્રહ્મચારીની ભક્તિ કરવાથી મળે, હજાર બ્રહ્મચારીની ભક્તિ કરતાં એક વાનપ્રસ્થાશ્રમીની ભક્તિસેવા વધે, એક હજાર વાનપ્રસ્થાશ્રમીની સેવા કરતાં પૃથ્વીદાનનું પુણ્ય વધે, પૃથ્વીદાનનાં પુણ્ય કરતાં દશગણું પુણ્ય સર્વલંકારયુક્ત કન્યાદાનથી મળે. કન્યાદાનના પુણ્યથી દશગણું પુણ્ય વિદ્યાદાનથી મળે, વિદ્યાદાનના Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પુણ્યથી સો ગણું પુણ્ય ભૂખ્યાને જમાડવાથી મળે, તેથી સોગણું પુણ્ય ગોમેધ યજ્ઞ કરવાથી મળે, તેથી સો ગણું પુણ્ય અશ્વમેધ યજ્ઞ કરવાથી મળે, તેથી સો ગણું પુણ્ય નરમેધ યજ્ઞ કરવાથી મળે અને તેનાથી હજારગણું પુણ્ય બદ્રીકેદારની યાત્રા કરવાથી મળે છે. પરંતુ હે અર્જુન ! માગસર માસની અજવાળી એકાદશીએ ઉપવાસ કરવાના ફળની તો ગણના જ થઈ શકે તેમ નથી. આથી બ્રહ્મા આદિ દેવો પણ એકાદશી વ્રત કરે છે.” ભગવાનના શ્રીમુખે એકાદશીનો રોમાંચક મહિમા સાંભળીને શ્રી કૃષ્ણ પુનઃ વિનયથી પૂછ્યું: “હે ભગવંત! આ અગાઉ એકાદશી પર્વનું ઉત્કૃષ્ટ આરાધન કોણે કર્યું છે તે કહેવા આપ કૃપા કરો.” ત્યારે ભગવાનશ્રીએ આ કથા કહી. સુવતશેઠની કથા ધાતકીખંડમાં વિજયપત્તનમાં સુર નામના એક અતિ ધનાઢ્ય શેઠ હતા. તેમની પત્નીનું નામ હતું સુરમતી. એક રાતની વાત છે. વહેલી સવારે સુર શેઠની આંખ ઊઘડી ગઈ. તે એકદમ અંતર્મુખ બન્યા. તેમણે વિચાર્યું: “આ ભવે મને અઢળક ધન મળ્યું છે. સુશીલ પત્ની મળી છે. ભરપૂર યશ-પ્રતિષ્ઠા મળ્યાં છે. પરંતુ આ બધું તો મને પૂર્વભવના કોઈ પુણ્યથી મળ્યું છે. હવે જો હું પરલોકનું હિત ન સાધું તો મારું આજનું જીવવું બધું એળે જાય.” વિચારમાં ને વિચારમાં સૂર્યોદય થયો. સુરશેઠ નિત્ય કર્મ પતાવી નહાઈ ધોઈને ગુરુ મહારાજ પાસે ગયા. તેમણે સુરશેઠને ઉપદેશ આપ્યો. आलस्स मोहवन्ना, थंभा कोहा पमाय किविगित्ता । भय सोगा अन्नाणा, विक्खेव कुऊहला रमणा ॥ “આળસ, મોહ, અવજ્ઞા, ઘમંડ, ક્રોધ, કંજૂસાઈ, ભય, શોક, અજ્ઞાન, કુતૂહલ અને રતિ આ તેર કાઠિયાનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.” નહિ તો જીવ નરક ગતિનાં ભયંકર દુઃખોને પામે છે. કહ્યું છે કે : “સાતમી નરકના અપ્રતિષ્ઠાનના અંતિમ પાથડના જીવને પાંચ કરોડ, અડસઠ લાખ, નવ્વાણું હજાર પાંચસો ને ચોર્યાશી (૫, ૬૮, ૯૯, ૫૮૪) પ્રકારના રોગ થાય છે.” આથી હે સુર શેઠ! નરકાદિનાં દુઃખોના નિવારણ માટે ધર્મ કરવો જરૂરી છે. ધર્મનો મહિમા અચિંત્ય છે. કહ્યું છે કે – भरहेय केइ जीवा, मिच्छादिट्ठिय महवा भावा । ते मरिऊण य नवमे, वरिसंमि हुंति केवलिणो ॥ આ ભરતભૂમિમાં કેટલાક જીવો મિથ્યાદષ્ટિ હોવા છતાંય એવા ભદ્ર પરિણામી હોય છે કે તેઓ અહીંનું આયુષ્ય પૂર્ણ કરીને આગામી ભવે નવમા વર્ષે તો (મહાવિદેહ ક્ષેત્રમાં) કેવળી થાય છે. (કવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને નિર્વાણપદને પામે છે.) માટે હે સુરશેઠ! સુલભબોધી જીવને કશું જ દુર્લભ નથી.” Page #161 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૫૧ ત્યારે શેઠે વિનયથી અંજલિપૂર્વક કહ્યું: “હે ભગવંત ! સાંસારિક જંજાળના કારણે નિત્ય ધર્મની આરાધના મારાથી થઈ શકે તેમ નથી. તો હે કૃપાળુ ! કોઈ એવો દિવસ આપ બતાવો કે જે દિવસનું આરાધન કરવાથી મને વર્ષભરની ધર્મની આરાધના જેટલું ફળ મળે.” ગુરુ મહારાજ: “તો તે શેઠ! તમે માગસર માસની અજવાળી અગિયારસની આરાધના કરો. આ દિવસે અહોરાત (આખા દિવસ)નો પૌષધ કરવો. તે દિવસે ઉપવાસ કરવો અને મનવચન ને કાયાથી તમામ પાપપ્રવૃત્તિનો ત્યાગ કરીને આખો દિવસ મૌન રાખવું. આ વિધિ પ્રમાણે ઓછામાં ઓછાં અગિયાર વરસ સુધી આ એકાદશીની આરાધના કરવી અને એ તપ પૂર્ણ થાય ત્યારે ઉલ્લાસ અને ઉદારતાથી મહોત્સવપૂર્વક તેનું ઉદ્યાપન (ઉજમણું) કરવું.” સુરશેઠને આ મૌન એકાદશીનું વ્રત ગમી ગયું. વિધિપૂર્વક અને આત્માના ઉલ્લાસથી તે વ્રતનું ઉત્કૃષ્ટ આરાધન કર્યું. તપ પૂર્ણ થયે તેનું ભવ્ય ઉજમણું પણ કર્યું. આયુષ્ય કર્મ પૂરું થયું. સુરશેઠ મરીને આરણ નામના દેવલોકમાં દેવ થયા. દેવલોકનું એકવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને તેમનો જીવ ભરતક્ષેત્રના સૌરીપુર નગરમાં રહેતા સમૃદ્ધિદત્ત શેઠની ગુણિયલ પત્ની પ્રીતિમતીની કુક્ષિમાં અવતર્યો. ગર્ભના પ્રભાવથી પ્રીતિમતીને તીવ્ર ઇચ્છા (દોહદ) થઈ: “હું શ્રાવકના બાર વ્રત અંગીકાર કરું. મહાવ્રતધારી મુનિ ભગવંતોની વિવિધ પ્રકારે ભક્તિ કરું. સર્વ સંસારીઓને વ્રતનો મહિમા સમજાવી તે સૌને વ્રતધારી બનાવું. સંગીતકારો વ્રતધારીઓનો મહિમા ગાય. નર્તકો નૃત્ય કરે અને એ મહિમાના ગાન અને નૃત્ય બસ જોયા જ કરું...” સમૃદ્ધિદત્તે પત્નીના આ દોહદને પૂર્ણ કર્યો. યોગ્ય સમયે તેણે પુત્રને જન્મ આપ્યો. ગર્ભાધાન સમયે માતાને વ્રત લેવાની ઇચ્છા થઈ હતી. આથી પુત્રનું નામ “સુવ્રત' રાખવામાં આવ્યું. સુવ્રત મોટો થયો. ભણી ગણીને વિદ્વાન પણ થયો. યુવાન વયે પિતાએ સુવ્રતને અગિયાર કન્યાઓ પરણાવી. કાળક્રમે તેનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં. હવે તે અગિયાર કરોડ સોનામહોર આદિનો માલિક બન્યો. એક સમયે સૌરીપુર નગરમાં વિશુદ્ધ ચારિત્ર્યધારી આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરિજી વિશાળ શિષ્ય સમુદાય સહિત પધાર્યા. આ શુભ સમાચાર મળતાં જ સુવ્રત શેઠ સપરિવાર તેમની ધર્મદશના સાંભળવા ગયો. દેશના સાંભળતાં સાંભળતાં સુવ્રતને જાતિસ્મરણ જ્ઞાન થયું. દેશના પૂરી થઈ. સુવ્રત શેઠે વિનયથી પૂછ્યું : “હે ભગવંત ! પૂર્વભવમાં મેં મૌન એકાદશી પર્વની આરાધના કરી, તેથી મને આરણ સ્વર્ગમાં પ્રથમ સુખ મળ્યાં અને પછી આજે આ મહાસમૃદ્ધિ પામ્યો છું. તો હે ભગવંત ! હું હવે શેની આરાધના કરું જેથી મને આથીય વિશેષ અસાધારણ ફળની પ્રાપ્તિ થાય ?' આચાર્ય ભગવંત બોલ્યા: “હે મહાનુભાવ! જે પર્વની આરાધનાથી તમને આવો અચિંત્ય ઉ.ભા.-૪-૧૧ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ લાભ થયો છે તે જ પર્વની આરાધના આ ભવે પણ તમે રૂડી રીતે કરો. કારણ કે ઔષધથી વ્યાધિ જાય તે જ ઔષધ બીજી વાર પણ એ જ વ્યાધિ માટે લેવું જોઈએ અને શાસ્ત્રોમાં કહ્યું છે કે - विधिना मार्गशीर्षस्यै-कादश्यां धर्ममाचरेत् । य एकादशभिर्व-रचिरात् स शिवं भजेत् ॥ “માગસર માસની સુદ અગિયારસનું જે અગિયાર વરસ સુધી વિધિપૂર્વક આરાધન કરે છે તે શીધ્ર મુક્તિને પામે છે.” સુવ્રતશેઠે ત્યાર પછી ઘણા ઉલ્લાસથી મૌન એકાદશી પર્વનું આરાધન શરૂ કર્યું. આવા એક દિવસની વાત છે. સુવ્રતશેઠે સપરિવાર ઉપવાસ અને મૌનપૂર્વક મૌન એકાદશીએ પૌષધ કર્યો. બધા પૌષધશાળામાં હતા. તેમનું ઘર આથી સૂનું હતું. ચોરોએ આ તકનો લાભ લીધો, ઘરમાં ઘૂસી જઈને જેટલું બંધાય તેટલું બાંધવા માંડ્યું. પોટલાં બાંધી માથે મૂકીને ઘર બહાર નીકળવા લાગ્યા. પરંતુ આશ્ચર્ય ! કોઈ ચોરથી એક ડગલું આગળ વધી ન શકાયું. બધા જ ચોર ખંભિત બની ગયા. ને હાથ હલાવી શકાય, ન પગ છૂટો કરી શકાય. આ વેદનાથી તેઓ ચીસો પાડી ઊઠ્યા. ચીસો સાંભળી પાડોશીઓ દોડી આવ્યા. જોયું તો બધા ચોરો. તેમણે તરત જ રાજાને ખબર કરી. કોટવાળો દોડી આવ્યા. તેમણે બધાને બાંધી લીધા અને કારાવાસમાં લઈ જવા ખેંચ્યા. દોરડું ખેંચાતાં જ બધા ચોરો આપોઆપ ચાલવા લાગ્યા. સુવ્રતશેઠ સપરિવાર સવારે ઘરે આવ્યા. રાતની બધી વિગતની તેમને જાણ થઈ. આ માટે તેમણે વ્રતની અનુમોદના કરી. આ મૌન એકાદશી વ્રતનો જ પ્રભાવ કે ચોરો એક તણખલું પણ ન લઈ જઈ શક્યા ! ત્યાં સુવ્રતશેઠને વિચાર આવ્યો : “ચોર બધા રંગેહાથ પકડાઈ ગયા છે. આથી રાજા જરૂર તેમનો વધ કરશે. નહિ, નહિ, તેમને બધાને મારે બચાવી જ લેવા જોઈએ અને સુવ્રતશેઠ વિના વિલંબે રાજા પાસે પહોંચ્યા. તેમને ભેટશું ધર્યું અને ચોરોને હેમખેમ છોડી મૂકવા માટે આગ્રહભરી વિનંતી કરી અને એ ચોરોને સહી સલામત છોડી મુકાયા. પછી જ તેમણે ઉપવાસનું પારણું કર્યું. બીજા વરસે એકાદશીએ પૌષધશાળાવાળા લત્તામાં પ્રચંડ આગ લાગી. જીવ બચાવવા લોકોએ નાસભાગ કરી મૂકી. મકાનો બધાં ભડભડ બળવા લાગ્યાં. આગ કાબૂમાં આવવાના બદલે વધતી ગઈ. વધતી-વધતી તે પૌષધશાળામાં આવી તે પણ બળવા લાગી. લોકોએ બૂમાબૂમ કરી મૂકી : “સુવ્રત શેઠ ! સુવ્રત શેઠ ! ભાગો, જલદી ભાગો, આગ લાગી, આગ લાગી છે. પૌષધશાળા ભડકે બળી રહી છે. જલદી દોડો અને જીવ બચાવો.” પણ સુવ્રતશેઠ પૌષધમાં અને મૌનમાં સ્થિર રહ્યા. તેમણે કશી જ હાયવોય ન કરી. કાયોત્સર્ગમાં એ સ્થિર ઊભા રહ્યા અને આત્મધ્યાનમાં લયલીન જ રહ્યા. Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૧૫૩ સવાર સુધીમાં તો આખી પૌષધશાળા બળીને ખાખ થઈ ગઈ. પરંતુ આ આગમાં સુવ્રતશેઠને અને તેમના પરિવારને જરાય આંચ ન આવી. એટલું જ નહિ આ પ્રચંડ આગમાં તેમની હવેલી, દુકાન, વખારો બધું અકબંધ રહ્યું. આ જોઈ-જાણીને નગરજનોએ સુવ્રતશેઠનો અને જૈનધર્મનો ભારે હર્ષનાદથી જયજયકાર કર્યો. આમ એકચિત્તે અને ઊંચા ભાવથી અગિયાર વરસ સુધી મૌન એકાદશીની આરાધના કરી. તપની પૂર્ણાહૂતિ થતાં ભારે ધામધૂમથી તેનું ઉજમણું કર્યું. સંઘપૂજન કર્યું. સાધર્મિક વાત્સલ્ય પણ કર્યું. સાતેય ક્ષેત્રમાં મોકળા મને અને છૂટે હાથે અઢળક દ્રવ્ય ખર્યું. એકવાર નગરમાં ચાર જ્ઞાનધારક આચાર્ય ભગવંત શ્રી વિજયશેખરસૂરિજી મહારાજ પધાર્યા. તેમની દેશના સાંભળી સુવ્રતશેઠે અગિયારે ય પત્નીઓ સાથે દીક્ષા લીધી. દીક્ષા લઈને તેમણે છ માસી, ચોમાસી ચાર ને સો અટ્ટમ અને બસો છઠ્ઠનો તપ કર્યો. દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કરીને શ્રુતકેવળી બન્યા. તેમની અગિયાર પત્ની સાધ્વીઓએ અનશન કર્યું અને એક માસના અનશન બાદ બધી કાળધર્મ પામીને મોક્ષે સિધાવી. - એક બીજી મૌન એકાદશીની વાત. સુવ્રત મુનિએ આ નિમિત્તે મૌનપૂર્વક ઉપવાસ કર્યો. સાથોસાથ તે સમુદાયના એક વૃદ્ધ અને બીમાર સાધુની સેવા પણ કરવા લાગ્યા. આ સમયે એક દેવતાએ સુવ્રત મુનિના મૌનની પરીક્ષા કરવા બીમાર સાધુના શરીરમાં પ્રવેશ કર્યો. તેણે સાધુને અસહ્ય વેદના ઉપજાવી. તેમના શરીરમાં રહેલા દેવે કહ્યું : “હે સુવ્રત મુનિ ! મારાથી આ વેદના જરાય સહન થતી નથી. તમે અત્યારે જ શ્રાવકના ઘરે જઈને મારી સારવાર માટે કોઈ કુશળ વૈદ્યને બોલાવી લાવો.” સુવ્રત મુનિ વિચારમાં પડી ગયા. રાતનો સમય છે. મુનિથી રાતના ક્યાંય ઉપાશ્રય બહાર જવાય નહિ. વળી મારે આજે મૌન છે. શું કરું? ત્યાં જ બીમાર સાધુ ગુસ્સાથી બોલ્યા: “ગીતાર્થ સાધુ થયા છો અને અવસરની ગંભીરતાથી કંઈ તમને સમજણ પડે છે કે નહિ. જાવ જલદી વૈદરાજને બોલાવી લાવો.” તો ય સુવ્રત મુનિ ત્યાંથી ખસ્યા નહિ. કંઈ બોલ્યા પણ નહિ. આથી બીમાર સાધુ તેમને ઓઘાથી મારવા લાગ્યા. સુવ્રત મુનિ શાંતિથી માર સહન કરતા રહ્યા અને પોતાને નિંદતા રહ્યા : “આ મુનિ તો નિર્દોષ છે. અપરાધ મારો છે કે તેમના કહેવા પ્રમાણે તેમની હું સારવાર કરી શકતો નથી...” આમ શુભ ધ્યાનમાં તે મારને સમભાવથી સહન કરતા કહ્યા. આ જોઈ દેવ ધર્મમાં આસ્થાવાળો થયો અને મુનિનું શરીર છોડીને પોતાના સ્થાને ચાલ્યો ગયો. આથી મુનિ શાંતિથી સંથારામાં સૂતા રહ્યા. તેમને તો શું બન્યું તેની ખબર પણ ન પડી. ત્યાં ઉત્કૃષ્ટ શુભ ધ્યાનના પ્રભાવથી સુવ્રત મુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, દેવોએ તેમને Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ઉલ્લાસ અને આદરથી સુવર્ણ કમળ પર બેસાડ્યા, ત્યાં તેમણે મંગલ ધર્મદેશના આપી. એ પછી પણ અનેક ભવ્ય જીવોને પ્રતિબોધીને તેઓ મોક્ષે ગયા.” શ્રી તીર્થંકર પરમાત્માના શ્રી મુખેથી મૌન એકાદશીનો મહિમા સાંભળી શ્રી કૃષ્ણ મહારાજા અને અન્યોએ પણ આ વ્રત અંગીકાર કર્યું. સાર: ધર્મની આરાધના નિત્ય કરવી જોઈએ. નિત્ય થાય તો તે સર્વોત્તમ. ન જ થઈ શકે તો મૌન એકાદશીની વિધિપૂર્વક આરાધના કરવાનું તો ન જ ચૂકવું જોઈએ. જે ભવ્યજીવો વિધિપૂર્વક આ વ્રતનું ભાવપૂર્વક આરાધન કરે છે તેઓ આ લોક અને પરલોકમાં દિવ્ય અને ભવ્ય સુખો પામે છે અને કાળક્રમે મુક્તિને પણ પામે છે. ૨પર શંકા ત્યાગો नास्ति जीवो न स्वर्गादि, भूतकार्यमिहेयते । इति प्रभृति शङ्कातः सम्यक्त्वं खलु पाष्यते ॥ “આ સંસારમાં જીવ જેવી કોઈ વસ્તુ નથી. સ્વર્ગ-નરકાદિ જેવું પણ વાસ્તવમાં કંઈ છે નહિ. અહીં જે છે તે માત્ર પાંચ મહાભૂત (પૃથ્વી, પાણી આદિ)નું જ કાર્ય છે. આવા પ્રકારની તત્ત્વમાં શંકા કરવાથી સમ્યકત્વનો નાશ થાય છે.” અષાઢાચાર્યનું દષ્ટાંત અષાઢાચાર્ય વિદ્વાન આચાર્ય હતા. તેમનો શિષ્ય સમુદાય ઘણો વિશાળ હતો. સમુદાયમાં કોઈ શિષ્યનો દેહદીપ બુઝાવા લાગતો ત્યારે આ આચાર્ય તે મરણાસન શિષ્યને અંતિમ આરાધના કરાવતા, તે સમાધિ મરણ પામે તેવી તેને પ્રેરણા આપતા અને પ્રાર્થના કરતા. સાથોસાથ તે કહેતા : “હે વત્સ ! સંયમધર્મની રૂડી આરાધના તે કરી છે આથી તને દેવગતિની પ્રાપ્તિ થશે. મારી તને છેલ્લી વિનંતી છે કે તું દેવ બને ત્યાર પછી તું મને જરૂર દર્શન આપજે. કાળક્રમે તેમના એકથી વધુ શિષ્યો કાળધર્મ પામ્યા. પરંતુ દેવગતિ પામેલો એક પણ શિષ્ય તેમને દર્શન આપવા ન આવ્યો. તેમનો અતિ હાલો અને લાડકો શિષ્ય પણ દેવરૂપે ન આવ્યો. ત્યારે તેમનું મન શંકા-કુશંકાઓથી ઘેરાઈ ગયું. તે તીવ્રપણે વિચારી રહ્યા: “દરેક શિષ્ય મને અંતિમ સમયે વચન આપ્યું હતું કે હું દેવ થઈને તમને જરૂર દર્શન આપીશ. પણ આજ સુધી કોઈએ દર્શન આપ્યાં નથી. તો શું પરલોક-સ્વર્ગાદિ નહિ હોય? નહિ જ હોય. નહીં તો શું કોઈ Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૫૫ મને દર્શન ન આપત ? બધા શિષ્યો મારી આજ્ઞાનું પાલન કરતા હતા. મારી છેલ્લી આજ્ઞાનું પણ તેમણે જરૂર પાલન કર્યું હોત. પરંતુ મને હવે થાય છે કે સ્વર્ગ-નરક જેવું કંઈ છે જ નહિ.' અને પછી ઊંડો નિઃસાસો નાંખી અફસોસ કરવા લાગ્યા : “અરેરે ! આજ સુધી મેં તપ, વ્રત નકામાં કર્યાં. પરિષહો સહન કરીને મેં નકામું જ કષ્ટ સહન કર્યું. અરરર ! મારાં આટલાં બધાં વરસો નાહક બરબાદ થઈ ગયાં !...” આમ મિથ્યાત્વભાવમાં આવીને તેમણે ગચ્છનો ત્યાગ કર્યો અને એકલા જ ચાલી નીકળ્યા. આ બાજુ તેમના વ્હાલા શિષ્ય દેવલોકમાં વિચાર્યું : ‘હું આ દેવભવ કેવી રીતે પામ્યો ? અવધિજ્ઞાનના ઉપયોગથી તેણે પોતાનો મુનિભવ જોયો અને જાણ્યો. પોતાના ગુરુ અષાઢાચાર્યે કરાવેલ અંતિમ આરાધના પણ તેણે જાણી. એ સમયે આપેલ અંતિમ વચન પણ તેને યાદ આવ્યું, આથી તે ગુરુને દર્શન આપવા માટે તૈયાર થયો. ત્યાં તેણે જોયું કે ગુરુ મહારાજ તો હતાશ થઈને અને મિથ્યાત્વભાવમાં ગચ્છ છોડીને ચાલી નીકળ્યા છે. પણ કંઈ નહિ. હજી કંઈ ઝાઝું બગડ્યું નથી. ગુરુદેવ મોહમાં તણાઈને કંઈ દુષ્કર્મ ન કરી બેસે તે પહેલાં હું તેમને ઉગારી લઉં.” અને દેવે પોતાની લબ્ધિથી અષાઢાચાર્યના માર્ગમાં એક ભવ્ય નાટકશાળાની રચના કરી. તેમાં તેણે ચિત્તાકર્ષક નાટક પણ ભજવ્યું. આચાર્ય તો એ જોઈને નાટકશાળામાં બેસી ગયા. દૈવનિર્મિત આ નાટક છ છ મહિના સુધી ચાલ્યું. અષાઢાચાર્ય ભૂખ, તરસ, ઊંઘ, આરામ બધું જ ભૂલીને છ મહિના સુધી સતત એ નાટક જોતા રહ્યા. દેવે માયા સંકેલી લીધી. નાટક પૂરું થયું. આચાર્ય બોલી ઊઠ્યા : “હાશ ! કેવું સુંદર નાટક હતું ! ભૂખ, તરસ, થાક કશાયનું ભાન ન રહ્યું. જીવનમાં પહેલીવાર થોડુંક સુખ આજે માણવા મળ્યું.” દેવ, ગુરુના મનોભાવ બરાબર જોઈ રહ્યો હતો. તેણે થયું : “ઓહ ! મારા ઉપકારી ગુરુના ભાવ કેટલા બધા બદલાઈ ગયા છે ! પરંતુ શું તેમનાં વ્રતો પણ ખંડિત અને મલિન બન્યાં હશે ? આની પણ મારે તપાસ કરવી જોઈએ.” અને દેવે એક સોહામણા બાળ રાજકુમારનું રૂપ ધારણ કર્યું. હીરા-મોતી રત્નો આદિના ભરપૂર અલંકારો પહેરીને તે આચાર્યના માર્ગમાં આવ્યો. જંગલના નિર્જન રસ્તામાં દાગીનાથી લદબદ નાનકડા બાળકને જોઈ અષાઢાચાર્યે પૂછ્યું : ‘એય છોકરા ! તું કોણ છે ? તારું નામ શું ? આમ એકલો આ ઘોર જંગલમાં કેમ રખડે છે ?' : બાળક બોલ્યો ઃ ‘મારું નામ પૃથ્વીકાયિક છે. આ ઘનઘોર જંગલમાં મને માત્ર એક તમારું જ શરણ છે. હું તમારા શરણે આવ્યો છું. તમે જંગલના જાનવરો આદિથી મારું રક્ષણ કરો. કારણ આ પૃથ્વી શરણે આવેલાનું રક્ષણ કરનાર સત્પુરુષોથી જ શોભે છે. આચાર્યે તેને તેડી લીધો. તેના શરીર પરના દાગીના જોઈને તેમની દાઢ ચસકી. તેમણે બાળકની ડોક મરડવા પ્રયત્ન કર્યો. બાળક તરત બોલી ઊઠ્યો : ‘ભગવંત ! મારી એક વાત તમે પહેલાં સાંભળો. એ પછી તમારે મારું જે કરવું હોય તે કરજો અને બાળકે કહ્યું : Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ એક કુંભાર હતો. ખાણમાં તે માટી ખોદવા ગયો. માટી ખોદતાં ખોદતાં તેની ભેખડ તેના ઉપર પડવા લાગી, તે જોઈ કુંભાર બોલ્યો કે : “અરેરે ! આ તો તદન વિપરીત જ થયું. જેનાથી હું પરિવારનું પોષણ કરું છું. જેનાથી હું દાનધર્મ કરું છું એ મારી શરણદાત્રી આ માટી જ મારા જીવ માટે ભયરૂપ બની ! તેમ છે પૂજ્ય ! ભય પામીને હું તમારા શરણે આવ્યો. ભયથી ઉગારવા મેં તમને પ્રાર્થના કરી અને આ તો તમે પોતે જ મારા માટે ભયરૂપ બની રહ્યા છો !” આચાર્ય: “ઘણો વાચાળ અને ચતુર છે તું તો” આમ કહીને તેમણે બાળકની ડોક મરડી નાંખી. તેનાં બધાં ઘરેણાં કાઢી લઈને પોતાના પાતરામાં મૂકી દીધાં અને ઝડપથી આગળ ચાલવા માંડ્યું. થોડે સુધી જતાં તેમને બીજો એક બાળક દાગીના પહેરેલો મળ્યો. આચાર્યે તેનું નામ પૂછ્યું, કહ્યું: “મારું નામ અપ્લાયિક, જંગલમાં ભૂલો પડ્યો છું. તમે મારું રક્ષણ કરો.' આચાર્ય તેને મારવા તૈયાર થયા ત્યારે આ બાળકે કહ્યું - એક માણસ સુભાષિત બોલવામાં ખૂબ જ હોશિયાર હતો. એક વખત તે ગંગા નદી પસાર કરી રહ્યો હતો. ત્યાં ભરતી આવી, એ તણાઈને ડૂબવા લાગ્યો. કાંઠા પરથી કોઈએ કહ્યું કે “ભાઈ ! તું એકાદ સુભાષિત બોલ.' પેલાએ કહ્યું: “જેનાથી અનાજ ઊગે છે અને જેના પર સંસાર નભે છે એ પાણીમાં જ હું આજ મરી રહ્યો છું. હે પૂજય ! મારી દશા પણ આજ આવી થઈ છે. તમારું મેં રક્ષણ માંગ્યું અને તમે જ મારું ભક્ષણ કરવા તૈયાર થયા છે.” આચાર્ય લોભાંધ બન્યા હતા. તેમણે આ બાળકનાં પણ બધાં ઘરેણાં ઉતારી લીધાં અને તેને પણ મારી નાંખ્યો અને ઘરેણાં પાતરામાં ભરીને ઝડપથી ચાલી નીકળ્યા. - થોડે દૂર જતાં ત્રીજો બાળક મળ્યો. તેણે કહ્યું: “મારું નામ તેજસ્કાય, આચાર્ય તેને મારવા તૈયાર થયા ત્યારે તેણે આમ કહ્યું : એક તાપસ અગ્નિહોત્રી હતો. આશ્રમમાં તે રોજ યજ્ઞ કરતો. વિધિપૂર્વક અગ્નિ પેટાવી તેમાં હોમ કરતો. એક દિવસ યજ્ઞની જ્વાળાથી તેની પર્ણકુટિર બળવા લાગી. આથી તે બોલી ઊઠ્યો : ઓહ! આ તે કેવી વિચિત્રતા! જે અગ્નિનું હું રોજ ઘી, મધ વગેરે ઉત્તમ પદાર્થોથી પોષણ કરું છું એ જ અગ્નિએ મારો આધાર બાળી નાખ્યો ! આ તો જેનું શરણ લીધું તે જ ભયનું સ્થાન બન્યું. તમે પણ એવું જ કરો છો. તો હે કૃપાળુ ! હે જ્ઞાની ! તમારે તો શરણાગતનું રક્ષણ કરવું જોઈએ.” પરંતુ અષાઢાચાર્યે તેને પણ મારી નાખીને દાગીના બધા લૂંટીને પાતરામાં ભરી લીધા અને ચાલવા માંડ્યું. - થોડે દૂર જતાં ચોથો બાળક મળ્યો. તેણે કહ્યું: “મારું નામ વાયુકાયિક. પણ મને મારીને લૂંટી લેતાં પહેલાં તમે મારી વાત સાંભળો. પછી તમને ઠીક લાગે તે મારું કરજો.” તે બોલ્યો : “એક યુવાન સશક્ત અને બળવાન હતો, ટટ્ટાર ચાલતો, ઝડપથી દોડતો અચાનક તેને Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ૧૫૭ વાયુ (વા)નો રોગ થયો. હવે તે ટટ્ટાર નહોતો ચાલી શકતો. દોડી પણ નહોતો શકતો. કોઈએ તેને ટોણો માર્યો. “પહેલાં તો તું વાયુવેગે ચાલતો અને દોડતો અને હવે આમ લાકડીના ટેકે કેમ ચાલે છે?' યુવાન બોલ્યો : “જેઠ અને અષાઢ મહિનામાં જે વાયુ (પવન) મને સુખ અને શાતા આપતો હતો એ જ વાયુ (વા) આજ મને પીડા આપી રહ્યો છે. તેમ “હે પૂજય! હું તમારા શરણે આવ્યો અને તમે જ મને મારી નાંખવા તૈયાર થયા છો. આપને આમ કરવું શું શોભે છે?” અષાઢાચાર્યે તેના ઉપર પણ દયા ન કરી. તેને મારીને તેનાં ઘરેણાં ઉતારીને પાતરામાં મૂકી દઈને ઝડપથી આગળ ચાલવા માંડ્યું. ત્યાં તેમને પાંચમો બાળક મળ્યો. તેણે કહ્યું : “મારું નામ વનસ્પતિકાય છે.” અને તેણે પણ આચાર્યનો મેલો ઇરાદો બદલવા એક દૃષ્ટાંત કહ્યું - જંગલમાં એક મોટા ઝાડ પર માળો બાંધીને કેટલાંક પક્ષીઓ સુખેથી રહેતાં હતાં. થોડા સમય બાદ એ વૃક્ષ પર વેલ ઊગી. વેલ વધતી-વધતી પંખીઓના માળા સુધી પહોંચી. એક દિવસ એ વેલના સહારે એક ફણીધર સાપ ચડ્યો અને માળામાં આવીને પંખીઓનાં બચ્ચાંઓને ખાઈ જવા લાગ્યો. આથી મોટાં પંખીઓ રડતાં-રડતાં બોલ્યાં : આ એ જ વૃક્ષ છે જેને સુખરૂપ સમજી અમે તેના પર વસ્યાં. રહ્યાં. અને એ જ ઝાડ આજ અમારાં બાળકોના મોતનું નિમિત્ત બન્યું છે. તેમ હે વંદનીય ! તમને મેં શરણ માન્યા અને તમે જ મારા મરણ માટે આમ ઉતાવળા થયા છો.” આ બોધની આચાર્ય પર કશી અસર ન થઈ, એ બાળકને પણ તેમણે મારી નાંખ્યું અને તેનાં બધાં ઘરેણાં ઉતારીને પાતરામાં ભરીને ફરી ઝડપથી ચાલવા માંડ્યું. આગળ જતાં છો બાળક મળ્યો. આચાર્યના પૂછવાથી તેણે કહ્યું: “મારું નામ ત્રસકાયિક છે. તમે મને આ જંગલનાં જાનવરો આદિથી રક્ષણ આપો.” રક્ષણના બદલે આચાર્ય તેનું ભક્ષણ કરવા તૈયાર થયા એટલે ત્રસકાય બાળક બોલ્યો - દુશ્મનોએ એક નગરને ઘેરી લીધું. સરદારે કહ્યું : “જેને જે લઈ જવું હોય તે લઈને જલદી ચાલ્યા જાવ. નહિ તો તમને મારી નાંખવામાં આવશે. નાગરિકો લેવાય તે લઈને નગર બહાર જવા લાગ્યા. ત્યાં નગર બહાર વસતા અત્યંજો, ચમારો આદિ નગરમાં આવવા લાગ્યા. નગરજનોએ તેમને કહ્યું: “અરે ! મૂર્ખાઓ! તમે નગરમાં ક્યાં જઈ રહ્યા છો ! નગરને દુશમનોએ ઘેરી લીધું છે. આ જ નગર સવાર સુધી અમારા માટે સુરક્ષિત અને શરણરૂપ હતું. અત્યારે એ જ નગર અમારા માટે ભયરૂપ બન્યું છે. તો તમે પણ જલદી પાછા વળો.” આમ “હે શ્રદ્ધેય ! મેં તમને શરણ માન્યા અને તમે જ મારું ભક્ષણ કરવા તત્પર બન્યા છો. તે આપને શોભતું નથી.” તો ય આચાર્ય તેને મારી નાંખવા ઉતાવળા થવા લાગ્યા. આથી એ બાળકે બીજું દષ્ટાંત આપી આચાર્યને સમજાવવા પ્રયત્ન કર્યો. તેણે કહ્યું : “હે ભગવંત ! સાંભળો. એક મૂર્ખ બ્રાહ્મણે ધર્મબુદ્ધિથી તળાવ ખોદાવ્યું અને તેના કાંઠે યજ્ઞ કરાવીને તેમાં ઘણાં બકરાંને હોમી દીધાં. બ્રાહ્મણ મરીને બકરો થયો. તળાવ જોઈને તેને Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ જાતિસ્મરણ જ્ઞાન થયું અને આર્તસ્વરે બે...બેં કરવા લાગ્યો. તેને જોઈને ત્યાંથી પસાર થતા જ્ઞાની શ્રમણે કહ્યું: “હે ભાઈ ! તેં જ આ તળાવ બંધાવ્યું તેના કાંઠે યજ્ઞ કરાવ્યો. તેમાં તેં જ બકરાંઓ હોમી દીધાં અને તું પોતે બકરો થયો ત્યારે હવે બેં...બેં... કરી રડવાનો શું અર્થ છે?” શ્રમણને આમ બોલતાં જોઈ બ્રાહ્મણપુત્રોએ બકરાંનો પૂર્વભવ પૂક્યો. તે જાણીને તેમણે કહ્યું: “આ બકરો જ જો અમારો પૂર્વભવનો બાપ હોય તો એમણે ધન ક્યાં દાઢ્યું છે તે અમને બતાવે તો જ અમે તે સાચું માનીએ.” બકરાએ આ સાંભળ્યું. તે પુત્રોને અમુક સ્થળે લઈ ગયો અને પોતાની ખરીથી જમીન ખોદી. પુત્રોએ એ જમીનમાંથી પછી દાટેલું ધન કાઢી લીધું અને ગુરુ મહારાજના ઉપદેશથી હવે પછી ક્યારેય હિંસક યજ્ઞ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. બકરો પણ પ્રતિબોધ પામ્યો અને મરીને તે સ્વર્ગે ગયો. તરણ તારક! પેલા બ્રાહ્મણે માન્યું કે હિંસક યજ્ઞ કરવાથી પોતાની દુર્ગતિ થશે. પરંતુ એ જ યશ તેના માટે તિર્યંચગતિનું કારણ બન્યો. તેમ મેં પણ આ જંગલથી ભય પામીને તમારું શરણ શોધ્યું છે. તો શું તમે મારા રક્ષક મટીને ભક્ષક બનશો?” તેનો જવાબ આપવાના બદલે અષાઢાચાર્યે તેને પણ ગૂંગળાવીને મારી નાંખ્યો અને ઘરેણાં ઉતારી લઈને પાતરામાં મૂકી દઈ ફરીથી ઝડપથી આગળ ચાલવા લાગ્યા. આગળ જતાં રસ્તામાં તેમને એક યુવાન રૂપાળી સાધ્વી મળી. આચાર્ય જોયું તો એ સાધ્વીએ વેષ તો સાધ્વીનો પહેર્યો હતો. પરંતુ હોઠ પર લાલી લગાડી હતી. આંખમાં અંજન કર્યું હતું. ગળે સુગંધી ફૂલોનો હાર પહેર્યો હતો. હાથે ગજરો બાંધ્યો હતો. તેના આવા દિદાર જોઈને અષાઢાચાર્ય તાડૂકીને બોલ્યા : “અરે ઓ નિર્લજ્જ ! સાધ્વીનો વેષ પહેરીને તને આવાં નખરાં કરતાં શરમ નથી આવતી ? જાણે છે તું આમ કરીને જિનશાસનની કેવી મોટી હીલના અને હાંસી કરી રહી છે તું? કોણ છે તું? કોણ છે તારા ગુરુ? કયા ગચ્છની છે તું? સાધ્વી પણ એટલા જ ઊંચા અવાજે બોલી : “મને નિર્લજજ કહેતાં પહેલાં તમે તમારું ચારિત્ર્ય તો જુઓ ! તમારા પહાડ જેવા દોષ તો તમને દેખાતા નથી અને મારા રાઈ જેવા દોષની ટીકા કરી રહ્યા છો ! તમે બહુ વિશુદ્ધ ચારિત્ર્યધારી છો તો બતાવો મને તમારાં પાતરાં? શું ભર્યું છે તેમાં મને કહો જરા?' આ વળતો ઘા સાંભળી અષાઢાચાર્ય ગભરાયા. સાધ્વી સામું જોયા વિના જ મુઠ્ઠીવાળીને દોડવા લાગ્યા. દોડતા દોડતા તે એક જગાએ શ્વાસ ખાવા થોભ્યા. તેમને જોઈને ત્યાં પડાવ નાંખીને બેઠેલા રાજા તેમની પાસે આવ્યા. વિનયથી કહ્યું : “આજ મારાં ધન્ય ભાગ્ય ! આ Page #169 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૫૯ જંગલમાં મને ઉપકારી ગુરુ ભગવંતનાં દર્શન થયાં. પધારો અને મને સુપાત્ર દાનનો અવસ૨ આપો. આચાર્ય આથી વધુ ગભરાયા. છતાંય સ્વસ્થતાથી કહ્યું : ‘નહિ રાજન્ ! આજ મારે ઉપવાસ છે' રાજાએ પુનઃ વિનંતી કરી : ‘ભલે આપ ન વાપરશો. આપના શિષ્યો માટે કંઈ વહોરી જાવ.' આમ રકઝક કરતાં અને ઝડપથી ચાલવા જતાં ઘરેણાંના ભારથી પાતરાં ભરેલી ઝોળી ફાટી ગઈ. ઘરેણાં બધાં ભોંય પડી ગયાં. એ જોઈને રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે બોલ્યો : “અરે ઓ દુષ્ટ ! હત્યારા ! તેં મારા છ એ છ પુત્રોની હત્યા કરી નાંખી ! તું સાધુ છે કે હત્યારો ! હવે હું જ તારી હત્યા કરી નાંખું છું.” અષાઢાચાર્ય ઉઘાડી તલવાર જોઈને ભયથી થરથર ધ્રૂજવા લાગ્યા અને મનોમન વિચારવા લાગ્યા : ‘અરેરે ! લોભવશ થઈને મેં આ કેવું અધમ કૃત્ય કર્યું ! હું તો યોગ અને ભોગ બન્નેથી ભ્રષ્ટ થયો. ઓહ ! હવે મારી કઈ ગતિ થશે ? હિંસાના પાપથી હવે મારો કયે ભવે છુટકારો થશે ?' દેવભવ પામેલો શિષ્ય આ તકની જ રાહ જોતો હતો. પોતાના પૂર્વભવના ગુરુને પશ્ચાત્તાપ કરતા જોઈને તેણે પોતાની બધી માયા સંકેલી લીધી અને વિનયથી પ્રણામ કરીને બોલ્યો. ‘હે પરમોપકારી પૂજ્યવ૨ ! અંતિમ સમયે મેં આપને વચન આપ્યું હતું. તેનું મેં પાલન કર્યું છે. આ તમે જે નાટક જોયું, હત્યાઓ કરી, એ બધી મેં રચેલી માયાજાળ હતી. તમે નિઃશંક થાવ. તત્ત્વમાં પૂર્ણ શ્રદ્ધાવાન બની રહો. સ્વર્ગ-નરક બધું જ છે. સામે દેવને જોઈને અષાઢાચાર્યની શંકા નિર્મૂળ થઈ અને જિનેશ્વરના વચનમાં શંકા કરવા માટે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા અને એ પાપની આલોયણા કરી ઉગ્ર તપ કર્યું અને કાળક્રમે સદ્ગતિ પામ્યા. સાર : વીતરાગની વાણી અને વચનમાં શંકા ન કરવી. શંકા થવાથી મન પાપી થઈ જાય છે. પછી ન કરવાનાં પાપ જીવાત્મા કરે છે. એ સંભવિત પાપોમાંથી બચવા માટે નિઃશંક મને વીતરાગ વચનમાં શ્રદ્ધા રાખવી અને તે પ્રમાણેનું શુદ્ધ ચિત્તે તેનું આરાધન કરવું. *O ૨૫૩ મિથ્યાત્વના ભેદો " एकधा द्विविधा नूनं चतुर्धा त्रिविधा मतम् । दशधा पञ्चधा चैव, मिथ्यात्वं बहुधा स्मृतम् ॥ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ “મિથ્યાત્વ એક, બે, ત્રણ, ચાર, પાંચ, દશ એમ અનેકવિધ પ્રકારનું છે.” શ્રી વીતરાગદેવ પ્રરૂપિત જીવાદિ તત્ત્વો પર અશ્રદ્ધા રાખવી તે એક પ્રકારનું મિથ્યાત્વ. બે ભેદ : વ્યક્તમિથ્યાત્વ અને અવ્યક્તમિથ્યાત્વ, પ્રમાણ વાક્યો દ્વારા અને દાખલા દલીલથી એકાંત પક્ષની પુષ્ટિ કરનારા એવા સ્પષ્ટ ચૈતન્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિયાદિ જીવોનું મિથ્યાત્વ તે વ્યક્તમિથ્યાત્વ કહેવાય અને જે મોહનીય કર્મની પ્રકૃતિ સ્વરૂપ અનાદિકાલીન સમ્યગ્દર્શન આદિ આત્માના ગુણોને ઢાંકનાર અને જીવની સાથે સર્વકાળે સતત રહેલું હોય છે તેને અવ્યક્તમિથ્યાત્વ કહેવાય છે. આ પ્રકારનું મિથ્યાત્વ અસંજ્ઞી એવા એકેન્દ્રિયાદિ તેમજ નિગોદના જીવોને હોય છે. દ્રવ્ય અને ભાવથી એમ પણ બે પ્રકારે મિથ્યાત્વ છે. જેમાં બાહ્યાચાર મિથ્યાત્વ જેવાં હોય પણ અંતરમાં સમ્યકત્વ હોય તો તે દ્રવ્યમિથ્યાત્વ કહેવાય અને સર્વજ્ઞ તીર્થકરોનાં વચનનો અનાદર કે અવિશ્વાસ કરવો તે ભાવમિથ્યાત્વ કહેવાય. આ જ પ્રમાણે વ્યવહારમિથ્યાત્વ અને નિશ્ચયમિથ્યાત્વ એવા બે ભેદ પણ જાણવા. ચાર ભેદઃ ૧. લૌકિક દેવગત મિથ્યાત્વ, ૨. લૌકિક ગુરુગત મિથ્યાત્વ, ૩. લોકોત્તર દેવગત મિથ્યાત્વ અને ૪. લોકોત્તર ગુરગત મિથ્યાત્વ. દા.ત., બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ગણેશ, ગોત્રદેવ, ક્ષેત્રદેવી આદિ લૌકિક દેવોને પૂજવામાનવા તે લૌકિક દેવગત મિથ્યાત્વ, અને જોગી, સંન્યાસી, બાવા, તાપસ, બ્રાહ્મણ આદિ લૌકિક ગુરુને માનવા-સત્કારવા-પૂજવા તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ કહેવાય. વિતરાગદેવની માનતાપૂર્વક યાત્રા કરવી તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે. દા.ત. હે તીર્થંકર પરમાત્મા ! (શંખેશ્વરજી, કેશરિયાજી આદિ) જો મારું અમુક કાર્ય સિદ્ધ થશે તો હું અષ્ટપ્રકારી પૂજા ભણાવીશ કે શાંતિસ્નાત્ર ભણાવીશ કે અમુક રકમ શુભ ખાતે ખર્ચાશ વગેરે વગેરે) આમ સંસારનાં ભૌતિક સુખો માટે વીતરાગ ભગવંતને માનવા-પૂજવા-સ્તુતિ કરવી તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે. આમ અવિવેકપૂર્ણ માનતા કે સ્તુતિ કરનારા અજ્ઞાની જીવો અવિકારી, અવિનાશી વિતરાગદેવને દૂષણ આપે છે. જે મૂઢ જીવને આવાં મિથ્યાત્વો વળગ્યાં છે તેવા જીવો સંસારમાં કશું જ પામતા નથી. ભવ્ય જીવોએ યાદ રાખવું કે લોકોત્તર દેવમાં લૌકિક દેવની સ્થિતિ સ્થાપીને તેમને કહેવું કે “હે પ્રભુ ! આપની જ બધી કૃપા છે. આપની ઇચ્છાથી જ સંસારમાં બધું સુખદુઃખ મળે છે. આપ જ સુખ-દુઃખના દાતા છો, તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે. આ ઉપરાંત, પરમતના લોકોએ જિનપ્રતિમાને ગ્રહણ કરીને તેને પોતાની રીતે સ્થાપી હોય તેવી પ્રતિમાને માનવી-પૂજવી-સ્તવવી, તેમજ રાતના પ્રતિમાજી હવણ વગેરે કરવા, Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ હીંચકા, નાટક આદિ કે ઝાંખી-રચના આદિ લૌકિક મંદિરની જેમ જિન મંદિરમાં કરવા તે પણ લોકોત્તર દેવગત મિથ્યાત્વ કહેવાય છે. પાસસ્થા-કુશીલ આદિ શિથિલાચારી સાધુઓને જાણવા છતાંય ગુરુ બુદ્ધિથી તેમને માનવાવાંદવા-પૂજવા-સત્કારવા તે લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ છે. આ અંગે પૂર્વાચાર્યોએ કહ્યું છે કે :जे लोगुत्तमलिंगा, लिंगिअदेहावि पुप्फतंबोलं । आहाकम्मं सव्वं, जलं फलं चेव सचित्तं ॥१॥ भुंजंति थीपसंगं, ववहारं गंथसंगहं भूसं । एगागित्तं भमणं, सच्छंदविहिअं वयणं ॥२॥ चेइय मढाइवासं, वसहीसु निच्चमेव संठाणं । गेअं निअवरनाणऽच्चावणमवि कणयकुसुमेहिं ॥३॥ तिविहं तिविहेण य, मिच्छत्तं वज्जियं जहिं दूरं । निच्छयउ ते सड्डा, अन्ने उण नामओ चेव ॥४॥ “જેઓ લોકોત્તર સાધુવેષ ધારણ કરીને પણ પુષ્પ, અત્તર, તંબોલ, આધાકર્મી (પોતાના માટે વિના પ્રયોજને કરાવેલો) આહાર કરે, સજીવ પાણી-ફળ વાપરે, સ્ત્રીઓ સાથે સંબંધ રાખે, વ્યાપાર કરે, દ્રવ્યાદિકનો સંગ્રહ કરે, વીંટી આદિ ઘરેણાં રાખે, એકાકી વિચરે, સ્વચ્છંદપણે રહે, જેમ ફાવે તેમ બોલે, ચૈત્ય (જિનમંદિર)માં રહે, ઉપાશ્રયાદિ વસતિમાં કાયમી વસવાટ કરે, પોતાના ગુણનાં ગાન કરાવે, સુવર્ણમુદ્રા-પુષ્પાદિકથી પોતાની પૂજા કરાવે, આમ વિપરીતપણે વર્તતા માત્ર વેષધારી સાધુઓનો જેમણે (મન-વચન-કાયાથી) ત્રિવિધ ત્યાગ કર્યો છે. ખરેખર ! તેઓ જ સાચા શ્રાવક છે. બાકીના બધા નામધારી શ્રાવક સમજવા.’ મન, વચન અને કાયાથી મિથ્યાત્વ ત્રણ ભેદે જાણવું. પૂર્વાચાર્યો આ અંગે ફરમાવે છે કે : “પૂર્વે વર્ણવેલા મિથ્યાત્વને મનમાં ચિંતવવું નહિ. અર્થાત્ મિથ્યાત્વને કરવા, કરાવવા કે અનુમોદવા માટે મનનો ઉપયોગ કરે નહિ. તેવી જ રીતે મિથ્યાત્વ આચરવાદિની વાત વાણી દ્વારા બોલે નહિ, અને બોલીને તેમ કરવા કોઈને પ્રેરણા આપે નહિ અને મિથ્યાત્વ આચારનારની અનુમોદના (પ્રશંસા) કરે નહિ. તે જ પ્રમાણે હાથ, આંખ આદિ શરીરનાં અંગોથી ઇશારા કરીને મિથ્યાત્વ કોઈની પાસે કરાવે નહિ અને એવું જે કરતો હોય તેનું સમર્થન (અનુમોદના) કરે નહિ.” મિથ્યાત્વના દસ ભેદ :- ૧. અધર્મમાં ધર્મસંજ્ઞા, ૨. ધર્મમાં અધર્મસંજ્ઞા, ૩. ઉન્માર્ગમાં Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ માર્ગસંજ્ઞા, ૪. માર્ગમાં ઉન્માર્ગસંજ્ઞા, ૫. અજીવમાં જીવસંજ્ઞા, ૬. જીવમાં અજીવસંજ્ઞા, ૭. કુસાધુમાં સુસાધુસંજ્ઞા, ૮. સુસાધુમાં કુસાધુસંજ્ઞા, ૯. અમુક્તમાં મુક્તસંજ્ઞા અને ૧૦. મુક્તમાં અમુક્તસંજ્ઞા. દશ મિથ્યાત્વની વિશેષ સમજ (૧) શુભ લક્ષણ શુભ પરિણામથી રહિત હોવાથી વેદ આદિ ગ્રંથોનાં ધર્મવાક્યો અનાગમ (આગમ-અમાન્ય) છે. તે વાક્યમાં ધર્મ એટલે આગમબુદ્ધિ રાખવી તે અધર્મ ધર્મસંજ્ઞા કહેવાય. (૨) સર્વ કર્મનો નાશ કરનાર અને શુદ્ધ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવનાર એવા આગમમાં અધર્મની બુદ્ધિ રાખવી, અથવા માણસો તો બધાં સરખાં જ હોય, તેમાં કોઈ સર્વજ્ઞ ન હોઈ શકે, રાગ-દ્વેષ માણસ સર્વથા ન છોડી શકે એટલે અનુમાન પ્રમાણથી કુતર્ક કરીને કોઈ આપ્ત (વીતરાગસર્વજ્ઞ) પુરુષ છે જ નહિ એમ માનીને આપ્ત પુરુષ પ્રણીત આગમમાં અધર્મ બુદ્ધિ રાખવી તે ધર્મમાં અધર્મ સંજ્ઞા કહેવાય. (૩) મોક્ષ માટે વિપરીત માર્ગ તે અમાર્ગ. એટલે વસ્તુતત્ત્વની અપેક્ષાએ ઊંચી શ્રદ્ધા યુક્ત જ્ઞાન અને ક્રિયા કરવા તે ઉન્માર્ગ. તેમાં માર્ગબુદ્ધિ રાખવી કે આ મુક્તિ માર્ગ છે. તે ઉન્માર્ગમાં માર્ગ સંજ્ઞા કહેવાય. (૪) મોક્ષમાર્ગમાં એટલે શુદ્ધ શ્રદ્ધામય જ્ઞાન ક્રિયામાં ઉન્માર્ગપણાની બુદ્ધિ રાખવી તે માર્ગમાં ઉન્માર્ગ સંજ્ઞા કહેવાય. (૫) આકાશ, પરમાણુ આદિ જે ખરેખર અજીવ છે તેમાં જીવ છે એમ માનવું, શરીરને આત્મા માનવો, અથવા પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, યજમાન, ચંદ્ર, સૂર્ય એ આઠ મહાદેવની મૂર્તિઓ છે, એમ માનવું તે અજીવમાં જીવ સંજ્ઞા કહેવાય. (૬) ઘડા કે કપડામાં શ્વાસોચ્છ્વાસ નથી તેમ પૃથ્વી કે વનસ્પતિમાં શ્વાસ નથી માટે તેમાં જીવ ન હોઈ શકે આથી તે અજીવ છે. આવી કુયુક્તિથી જીવમાં અજીવ માનવો તે જીવમાં અજીવની સંજ્ઞા કહેવાય. (૭) છ કાય જીવોની હિંસામાં પ્રવર્તતા અસાધુમાં આ સાધુ છે, એમ માનવું તે અસાધુમાં સાધુ સંજ્ઞા કહેવાય. (૮) આ વાંઝિયા છે. સ્નાન સંધ્યાદિ કરતા નથી આથી તેમની સદ્ગતિ નહિ થાય આવી કુયુક્તિઓથી પાંચ મહાવ્રતધારી સાધુઓને અસાધુ માનવા તે સાધુમાં અસાધુ સંજ્ઞા કહેવાય. (૯) જેઓ કર્મની પરવશતા ભોગવે તેવા કર્મવાળા અને લૌકિક વ્યવહારમાં પ્રવર્તતા અમુક્તાત્માને મુક્ત માનવા એટલે કે આઠ સિદ્ધિ આદિ ઐશ્વર્ય કે લબ્ધિ આદિ પામેલા કુશળ Page #173 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ૧૬૩ જીવને માટે એમ માનવું-કહેવું કે તેઓ આનંદમાં સદા લીન છે, તેઓ મુક્ત નિવૃત્ત આત્મા છે. તેઓ દસ્તર સંસાર સાગર તરી ગયા છે. તે અમુક્તમાં મુક્ત સંજ્ઞા કહેવાય. (૧૦) સકલ કર્મ અને તેના વિકારથી રહિત તેમજ અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યના ધારક મુક્ત જીવોને અમુક્ત માનવા. તે મુક્તમાં અમુક્ત સંશા કહેવાય. પાંચ ભેદ - ૧. અભિગ્રહિક, ૨. અનભિગ્રહિક, ૩. અભિનિવેશિક, ૪. સાંશયિક અને ૫. અનાભોગિક. (૧) પોતાના માનેલા મતને જ પ્રમાણભૂત માનતા કુદષ્ટિવાસિત માણસોને જે મિથ્યાત્વ હોય છે તે અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. (૨) બધા ભગવાન સરખા છે. નામ અલગ છે પણ ભગવાન એક છે. સર્વ દેવોને અને સર્વ ગુરુઓને નમસ્કાર કરવો. ધર્મ અને અધર્મની ઓળખ વિના સર્વ ધર્મને સરખા માનવા તે અનભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. (૩) પોતાના ઇષ્ટ એવા શ્રી અરિહંત ભગવાનના મતનું કોઈ યથાર્થ વર્ણન કરે પણ અદેખાઈ, અહંકાર આદિના કારણે જાણી જોઈને તેનો વિરોધ કરે, તેના મતનું ખંડન કરે. તે અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. અથવા પહેલાં અજાણતાં સૂત્ર વિરુદ્ધ પ્રરૂપણા થઈ હોય પછી તે સત્ય સમજાયું હોય છતાંય અગાઉની પ્રરૂપણાને જ સાચી ઠેરવવાનો પ્રયત્ન કરે તેને પણ અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. (૪) સૂત્ર, અર્થ કે બન્નેમાં શંકા થાય પરંતુ એ શંકાનું સમાધાન મેળવે નહિ. તે સાંશયિક મિથ્યાત્વ કહેવાય. (૫) જેઓ કંઈપણ તત્ત્વાત્ત્વનો વિચાર જાણે નહિ તે અનાભોગિક મિથ્યાત્વ કહેવાય. આમ શાસ્ત્રોમાં મિથ્યાત્વના એકથી વધુ ભેદો-પ્રકારો બતાવાયા છે. વિધિકૌમુદીમાં તેના તોતેર ભેદ બતાવ્યા છે. કોઈ સ્થળે તેના એકવીશ ભેદ પણ કહ્યા છે. એ ભેદો જાણીને એ મિથ્યાત્વનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. મિથ્યાત્વની સ્થિતિ अभव्याश्रितमिथ्यात्वेऽनाद्यनन्ता स्थितिर्भवेत् । सा भव्याश्रितमिथ्यात्वेऽनादिसान्ता पुनर्मता ॥ “અભવ્ય જીવને આશ્રયી મિથ્યાત્વની સ્થિતિ અનાદિ કાળથી માંડીને અનંતકાળ સુધીની અને ભવ્યજીવને આશ્રયી અનાદિસાંત એટલે આદિ વિનાની પરંતુ અંતવાળી માનવામાં આવી છે.” Page #174 -------------------------------------------------------------------------- ________________ 13 . ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ઉપરાપ્રાસાદ મહાપ્રથમ ઉપલક્ષણથી મિથ્યાત્વની સ્થિતિના ચાર ભાંગા થાય. ૧. અનાદિ અનંત, ૨. અનાદિ સાંત, ૩. સાદિ અનંત અને ૪. સાદિ સાંત. અભવ્ય જીવોને વિપરીત રૂચિરૂપ મિથ્યાત્વ અનાદિ અનંતકાળનું હોય છે. કારણ તેમને અનાદિકાળથી મિથ્યાત્વ લાગેલું છે અને તેનો કોઈ કાળે અંત આવવાનો નથી. ભવ્ય પ્રાણીઓને આશ્રયી મિથ્યાત્વનો કાળ અનાદિ સાંત હોય છે. કારણ કે તેમને પણ મિથ્યાત્વ અનાદિકાળથી લાગેલું હોય છે. પરંતુ તેઓ મોક્ષે જનાર હોવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થતાં તેમના મિથ્યાત્વનો અંત થાય છે. આથી ભવ્ય જીવોને અનાદિસાત મિથ્યાત્વ હોય છે. વળી કોઈ અનાદિ ભવ્ય જીવ સમ્યકત્વ પામીને કોઈ કારણવશ તેને ખોઈ બેસે તો તે મિથ્યાત્વ પામે. આથી તેનું એ મિથ્યાત્વ આદિવાળું હોઈ સાદિ થયું. આ મિથ્યાત્વ જઘન્યથી અંતર્મુહૂર્ત અને આશાતનાદિ ઘોર પાપના લીધે અર્ધપુદ્ગલ પરાવર્તકાળ સુધી રહે અને ફરી સમ્યકત્વ પ્રાપ્ત થતાં એ મિથ્યાત્વનો અંત થતાં તે સાદિ અંત થયું ગણાય. અને સાદિ અનંત નામનો ત્રીજો ભાંગો કોઈપણ જીવને સ્પર્શતો ન હોવાથી તે શૂન્ય જાણવો. કારણ કે સાદિ મિથ્યાત્વ તો ભવ્ય જીવને જ હોય અને તેનું મિથ્યાત્વ અનંત નથી હોતું. અર્ધપુદ્ગલ પરાવર્ત કાળે તો તેના મિથ્યાત્વનો અચૂક અંત થાય છે. જિજ્ઞાસા: “ભવ્ય કોને કહેવો અને અભવ્ય કોને કહેવો? એ બન્નેનું સ્વરૂપ શું છે?” જે મુક્તિને યોગ્ય હોય તે ભવ્ય. પરંતુ એવો ભવ્ય જીવ મુક્તિ પામે જ એવું નહિ. કારણ કેટલાક આત્માઓ ભવ્ય હોવા છતાં પણ મુક્તિ નહિ પામે. આથી મુક્તિને-સિદ્ધિને યોગ્ય તે જ ભવ્ય જીવ અને જેઓ ભવરૂપ સાગરનો પાર પામ્યા નથી, પામતા નથી, અને પામશે પણ નહિ તેઓ અભવ્ય જીવ. ભવ્ય તથા અભવ્યનું લક્ષણ જાણવા માટે વૃદ્ધો કહે છે કે જે કોઈ જીવ સંસારથી વિરૂદ્ધ એવા મોક્ષને માને અને તેને મેળવવા માટે વિચારે કે “હું ભવ્ય હોઈશ કે અભવ્ય ? જો ભવ્ય હોઉં તો સારું પણ જો હું અભવ્ય હોઉં તો મને ધિક્કાર હોજો...” આવો વિચાર જેને પણ આવે તે ભવ્ય જીવ જ હોય. પરંતુ જેને આવો વિચાર કદી પણ આવ્યો નથી કે આવતો નથી તેને અભવ્ય જાણવો. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે - अभव्यस्य हि भव्याभव्यशङ्काया अभावः । “અભવ્ય જીવને હું ભવ્ય છું કે અભવ્ય એવી શંકા ઊપજતી નથી. Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૧૬૫ પાલક પુરોહિતનું દષ્ટાંત સ્કંદક શ્રાવસ્તિ નગરીના રાજકુમાર હતા. તીર્થંકર પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે તેમણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો હતો. એક દિવસ તેમને ત્યાં કુંભકાર નગરથી પાલક નામનો પુરોહિત આવ્યો. સ્કંદક અને પાલક વચ્ચે ધર્મ અંગે વિવાદ થઈ ગયો. તેમાં પાલકનો પરાભવ થયો. તેણે આ અવહેલના પોતાના મનમાં ભંડારી રાખી. થોડા સમય પછી રાજકુમાર અંદને દીક્ષા લીધી. મુનિજીવનનું ઉત્કૃષ્ટ પાલન કરતાં એકવાર તેમણે ભગવંતને પ્રાર્થના કરી : “આપ આજ્ઞા આપો તો હું મારી સંસારી બહેનના નગરમાં જાઉં.” ભગવાન બોલ્યા: “તમે ત્યાં જશો તો ત્યાં તમને ભારે ઉપસર્ગ થશે.” સ્કંદક મુનિ : “ભગવંત ! આપશ્રી જ તો ફરમાવો છો કે ઉપસર્ગ એ મોક્ષનું કારણ છે. ધર્મના પસાયે તપસ્વીઓને ઉપસર્ગ નડતા નથી. મુમુક્ષુ સાધુને દુઃખ પણ આનંદનું કારણ બને છે. તો હે ભગવંત! કહો, મને આરાધના થશે ને?” ભગવાન: “તમારા સિવાય બીજા સૌ સાધુને આરાધના થશે અને ભગવાનના આશીર્વાદ લઈને સ્કંદક (અંધક) મુનિ પાંચસો શિષ્યો સાથે વિહાર કરતા કુંભકાર નગરના ઉદ્યાનમાં પધાર્યા. તેમનું આગમન જાણીને પેલા પુરોહિત પાલકને પોતાની અવહેલના યાદ આવી. તેનો બદલો લેવા તેણે કાવતરું ગોઠવ્યું. પાલકે વિશ્વાસુ માણસો દ્વારા સ્કંદક મુનિ ઊતર્યા હતા તે ઉદ્યાનમાં ચોરીછૂપીથી જીવલેણ શસ્ત્રો સંતાડી દીધાં અને પછી નગરના રાજાના કાન ભંભેર્યા : “અરે ! આ બધા શ્રમણો નથી. શ્રમણના વેષમાં તેઓ બધા તમારું રાજ્ય લૂંટી લેવા અહીં આવ્યા છે. ખાતરી ન થતી હોય તો તેમના ઉતારાના સ્થળની તપાસ કરાવો.” રાજાએ અનુચરો દ્વારા તપાસ કરાવી. શસ્ત્રોનો મોટો જથ્થો મળ્યો. રાજાએ બધા શ્રમણોને પકડીને એ સૌને જીવતાં ઘાણીએ પીલીને મારી નાંખવાનો હુકમ કર્યો. શ્રમણોએ આ ઉપસર્ગને મહામહોત્સવ માન્યો અને હું પહેલો પીલાઉ “પહેલાં પીલાઉ' એમ ઉત્સાહથી ઊછળવા લાગ્યા. સ્કંદ મુનિ સૌમાં મોટા હતા. આથી સૌનું મરણ સુધરે અને અંત સમયે સૌના શુભ અને શુદ્ધ ભાવ રહે તેવી દરેકને આરાધના કરાવતા રહ્યા. સમતા ભાવથી એક પછી એક એમ ૪૯૯ શિષ્યો નવકાર મંત્રના રટણ સાથે અને સૌ જીવોને ત્રિવિધ મિચ્છામિ દુક્કડ દઈને હસતાં હસતાં પીલાઈ ગયા. છેલ્લો પાંચસોમો શિષ્ય બાળ મુનિ હતા. તેમને પણ સ્કંદક મુનિએ અંતિમ આરાધના કરાવી. પરંતુ આ સમયે તેમનું મન વિક્ષિપ્ત અને વિચલિત બની ગયું. આથી તેમણે પીલાતાં Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ નિયાણું બાંધ્યું કે મારા સંયમ અને તપના પ્રભાવથી હું પાલક તેમજ આ ગોઝારું દશ્ય જોનાર આખા નગરને બાળીને ભસ્મ કરી નાંખ્યું. અંતે સ્કંદક (અંધક) મુનિ મરીને અગ્નિકુમાર દેવ થયા અને પૂર્વભવનું વૈર યાદ કરીને તેમણે પાલક સહિત આખા નગરને બાળી નાંખ્યું. અને મહાપાપી પાલકને અનાદિ અનંત ભાંગાવળું મિથ્યાત્વ હતું. આથી તે મરીને સાતમી નરક ગયો. સાર જેઓ મિથ્યાત્વ મદિરાથી બચે છે તેઓ મુક્તિવધૂને પામે છે. ૨૫૪ મિથ્યાત્વ છોડવું મુશ્કેલ છે अनन्तज्ञान सम्पूर्ण-दर्शनचरणान्वितम् ।। गुरुं प्राप्य न मिथ्यात्वं, त्यजन्ति मूढ बुद्धयः ॥ “અનંત તેમજ પરિપૂર્ણ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત એવા ગુરુ મહારાજને પામવા છતાં આત્માઓ મિથ્યાત્વને છોડતા નથી.” મંખલીપુત્ર ગોશાળકનું દષ્ટાંત તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વિશાળ શિષ્ય સમુદાય સહિત શ્રાવતી નગરીના ઉદ્યાનમાં સમોસર્યા. એક દિવસ શ્રી ગૌતમસ્વામીએ કહ્યું: “હે ભગવંત! મખલીપુત્ર ગોશાલક આપની સાથે વાદ કરવા અહીં આવી રહ્યો છે. તે અહીં આવે ત્યારે અમારે શું કરવું?” ભગવાને બધા શિષ્યોને આદેશ આપ્યો: “ગોશાલક આવીને વાદવિવાદ કરે ત્યારે તમારે સૌએ શાંતિ રાખવી. તેનો પ્રતિવાદ કરવાનો કે તેને શાંત કરવાનો કોઈએ પ્રયત્ન ન કરવો.' સર્વ શિષ્યો બોલ્યા : “જેવી આપની આજ્ઞા.” ગોશાલક આવ્યો. તે લાયઝાય ગુસ્સામાં હતો. સામાન્ય શિષ્ટાચાર પણ બતાવ્યા વિના તે બોલ્યો : “હે કાશ્યપ ! તમે મારી નિંદા કરો છો તે તમને શોભતું નથી. તમે બધાને કહો છો કે હું તમારો શિષ્ય છું. તમારું આ કહેવું જરાય સાચું નથી. હું તમારો શિષ્ય નથી. તમે સૌ જાણી લો કે હું તો તીર્થકર સર્વજ્ઞ છું. અમારા સિદ્ધાંત અનુસાર કર્મના પાંચ લાખ, આઠ હજાર, છસો ને ત્રણ ભેદ છે. એટલાં કર્મોનો ક્ષય કરીને જીવ સિદ્ધિપદને પામે છે. મેં એ બધાં જ કર્મોનો ક્ષય કરી નાંખ્યો છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૬૭ ફરી હું તમને કહું છું કે તમે મને ગોશાળક માનવાની ભૂલ ન કરશો. હું પરકાયા પ્રવેશ વિદ્યા જાણું છું. એક શરીર નિર્બળ થઈ જાય ત્યારે હું બીજા શરીરમાં પ્રવેશ કરું છું. તમે બધા અત્યારે મને જે જુઓ છો તે મારું સાતમું શરીર છે. તમારો શિષ્ય ગોશાળક તો ક્યારનોય મૃત્યુ પામ્યો છે. તેનું શરીર સુદૃઢ હોઈને મેં તેનામાં પ્રવેશ કર્યો છે. મારું વૃત્તાંત હું તમને કહું. સર્વ પ્રથમ હું રાજગૃહી નગરીનો ઉદાયી નામે રાજા હતો. તે શરીર છોડીને બીજા માણસના શરીરમાં હું બાવીશ વર્ષ સુધી રહ્યો. એ પછી દંડપુર નગરના મલરાજાના શરીરમાં એકવીશ વરસ સુધી, ચંપાનગરના રહેવાશી મંડિતના શરીરમાં વીસ વરસ, વારણશી નગરીના વારાહના શરીરમાં ઓગણીશ વરસ, આલંભિકા નગરીમાં ભારંડના શરીરમાં અઢાર વરસ, વિશાલા નગરીના નાગાર્જુનના શરીરમાં સત્તર વરસ સુધી અનુક્રમે રહ્યો છું અને છેલ્લે, શ્રાવસ્તી નગરીમાં રહેતા મંખલીપુત્ર ગોશાળકનું શરીર સ્વસ્થ અને સુદૃઢ જાણીને તેમાં હું રહું છું. આ શરીરમાં હું કુલ સોળ વરસ રહીશ. અમારા સિદ્ધાંત પ્રમાણે એકસો ત્રીસ વરસમાં અમારે સાત શરીર બદલવાનાં હોય છે.” ગોશાળકે પોતાની વાત પૂરી કરી. હવે ભગવાન શ્રી મહાવીર બોલ્યા : ‘હે ગૌશાળક ! તું તદ્દન નાના બાળક જેવી વાત કરે છે. કોઈ ચોર ઊનના એક તાંતણાથી કે રૂના પૂમડાથી કે પછી એક તણખલાથી પોતાને સંતાડવાનો પ્રયત્ન કરે તેવું તું કરી રહ્યો છે. તું પોતે મંખલીપુત્ર ગોશાળક છે. આમ છતાંય તું તારા આત્માને છુપાવાનો અને છેતરવાનો શા માટે પ્રયત્ન કરે છે ?' ભગવાનની વાણીમાં ગોશાળક પ્રત્યે પ્રેમ અને કરુણાની ગંગા-યમુના ઘૂઘવતી હતી. પરંતુ ગોશાળક મિથ્યાભિમાનમાં અંધ બન્યો હતો. તેણે ભગવાનશ્રીની સત્ય વાતનો ધરાર ઇન્કાર કર્યો અને તેમને મનફાવે તેમ ઉદ્ધતાઈથી બોલવા લાગ્યો. ભગવાનનું આવું અપમાન તેમના શિષ્યો સર્વાનુભૂતિ અને સુનક્ષત્રથી સહન ન થયું. પ્રથમ સર્વાનુભૂતિ બોલ્યા : ‘હે આર્ય ! તમારે ભાષાના વિવેક અને સંયમ રાખવા જોઈએ. ગુરુની આશાતના કરવાથી તો ઘોર પાપ બંધાય છે. હે મંખલીપુત્ર ! ભગવાન શ્રી મહાવીરપ્રભુ પાસેથી જ તમે જ્ઞાન અને તેજોલેશ્યા પામ્યા છો તે તમે કેમ ભૂલી જાવ છો ?’’ તેનો જવાબ આપવાને બદલે ગોશાળકે તેજોલેશ્યા છોડીને સર્વાનુભૂતિ મુનિને જીવતાં બાળી મૂક્યા. આ જોઈને સુનક્ષ મુનિ બોલ્યા : ‘હે મંખલીપુત્ર ગોશાળક ! ત્રિલોકગુરુની આશાતના કરીને તમે શા માટે નાહક નરકગતિની તૈયારી કરો છો ?' ગોશાળકે તેમને પણ તેજોલેશ્યાથી સળગાવી મૂક્યા. ઉ.ભા.-૪-૧૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ત્યાં ભગવાન વત્સલતાથી બોલ્યા : “હે ગોશાળક ! તું અત્યારે કુબુદ્ધિ અને મહામિથ્યાત્વને વશ થઈને વર્તી રહ્યો છે. આમ કરીને તું તારા આત્માને અધોગતિમાં નાંખવા. શા માટે તૈયાર થયો છે ?' ગોશાળકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે ભગવાન ઉપર તેજોલેશ્યા છોડી. પર્ષદામાં હાહાકાર થઈ ગયો. પરંતુ ભગવાન તો સ્વસ્થ અને પ્રસન્ન જ હતા. ત્યાં સૌએ જોયું કે એ તેજોલેશ્યા ભગવાનને પ્રદક્ષિણા કરીને ગોશાળકના શરીરમાં ઊતરી ગઈ. એ ચીસ પાડી ઊઠ્યો. છતાંય એ બોલ્યોઃ “હે કાશ્યપ ! મારું આ વચન યાદ રાખજો. મારા તપતેજથી તમે છ જ મહિનામાં મૃત્યુ પામશો.” ત્યાં ભગવાને ચીસો પાડતા ગોશાળકને પ્રેમથી કહ્યું: “હે ગોશાળક ! મારે હજુ સોળ વરસનું આયુષ્ય કર્મ ભોગવવાનું બાકી છે. પણ તું પિત્તજ્વરથી વ્યથિત થઈને સાતમા દિવસે છધસ્થ અવસ્થામાં જ મૃત્યુ પામીશ.” ભગવાનશ્રીના આ છેલ્લા શબ્દો સાંભળીને આગની વેદનાથી પીડાતો અને ચીસો પાડતો ગોશાળક ઝડપથી પોતાના સ્થાનકે પહોંચ્યો. અસહ્ય બળતરા શાંત કરવા વિવિધ ઉપચાર કરવા લાગ્યો. પણ વેદના શાંત થવાને બદલે વધુ વકરતી ગઈ. ગોશાળકની સ્થિતિ ગંભીર જાણીને તેના શિષ્યો અને ભક્તો ભેગા થઈ ગયા. સૌએ ઉત્તમોત્તમ ઉપચાર કરવા માંડ્યા. ત્રણ ચાર દિવસે પણ કશો ફરક ન પડ્યો. ઊલટું વેદના વધુ ને વધુ તીવ્રતર બનતી ગઈ. છઠ્ઠા દિવસે ગોશાલકને પ્રતીતિ થઈ ગઈ કે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરની ભવિષ્યવાણી અચૂક સાચી પડશે. આથી તેણે પોતાના શિષ્યો અને ભક્તોને પોતાની અંતિમ ઇચ્છા જણાવી - હે શિષ્યો ! મારા મૃત્યુની હવે ઘડીઓ ગણાઈ રહી છે. હું મૃત્યુ પામું તે પછી મારા શરીરને તમે સુગંધી જળથી સ્નાન કરાવજો, ગોશીષ ચંદનનું વિલેપન કરજો અને એ મૃતદેહને તમે સૌ હજાર માણસ વહન કરે તેવી શિબિકામાં બેસાડીને, અંતિમ ક્રિયા માટે લઈ જજો.” આ શિબિકા શ્રાવસ્તી નગરીના મુખ્ય માર્ગ પર આવે ત્યારે તમામે તમામ સાંભળી શકે એવા ઊંચા અવાજે ઘોષણા કરજો કે “પોતે સર્વજ્ઞ ન હોવા છતાંય પોતાને સર્વજ્ઞ તરીકે જાહેર કરનાર આ મંખલિપુત્ર ગોશાળક, પોતે જિન ન હોવા છતાં પોતાને જિન કહીને તીર્થકરની ઘોર આશાતના કરનાર, બે મુનિઓની હત્યા કરનાર, અનેક ભોળા જીવોને મિથ્યાત્વ પમાડનાર, પોતાની જ તેજોલેશ્યાથી અને સર્વજ્ઞ ભગવાન મહાવીરની ભવિષ્યવાણી પ્રમાણે સાતમી રાતે છદ્મસ્થપણે મૃત્યુ પામ્યો છે.” Page #179 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ “હે શિષ્યો! તમે સૌ મારા સાચા ભક્તો હો તો આમ બોલતા જજો અને મારા પર થુંકતા જજો અને મુખ્ય માર્ગથી મારા મૃતદેહને શિબિકામાંથી બહાર કાઢીને, ડાબા પગે દોરડું બાંધજો. એ પછી મારા મૃતદેહને ઢસડીને સ્મશાનમાં લઈ જઈને તેને બાળી મૂકજો ...” શિષ્યોએ ગોશાળકની અંતિમ ઇચ્છાને માન આપ્યું. નગરીના મુખ્ય માર્ગો પર ઉપરોક્ત ઘોષણા કરી. તેના પર થૂક્યા. તેના મૃતદેહને ભર બજારે ઢસડતા રહ્યા અને ચિતામાં ચઢાવીને બાળી મૂક્યો. આ તરફ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા શિષ્ય પરિવાર સહિત વિહાર કરીને મેઢક ગામે પધાર્યા. તેજોવેશ્યાના કારણે તેમને અતિસારનો વ્યાધિ થયો. આ સાંભળી લોકો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા: “ગોશાળકે ફેંકેલી તેજોલેશ્યાથી મહાવીર પ્રભુ દાઝી ગયા હોવાથી અને તેના કહેવા પ્રમાણે હવે તે છ મહિનાથી વધુ લાંબું નહિ જીવે.” બે નગરજનો આવી વાત કરી રહ્યા હતા. તે માર્ગ પર આતાપના કરતા તપસ્વી સિંહ મુનિએ સાંભળી. તેથી તે ભગવાનના સંભવિત વિયોગથી બાળકની જેમ મોટે મોટેથી રડવા લાગ્યા. આથી ભગવાને તેમને બોલાવીને કહ્યું : “હે ભદ્ર ! તું જે શંકા સેવીને રડી રહ્યો છે તે બનવાનું નથી. હજી મારે સોળેક વર્ષ આયુષ્ય કર્મ ભોગવવાનું બાકી છે. તારે મારી સેવા કરવી છે તો તું નગરમાં રેવતી શ્રાવિકાના ઘરે જા. એણે આપણા મુનિઓની વૈયાવચ્ચ માટે કોળાપાક બનાવ્યો છે અને ઘોડાની સારવાર માટે બીજોરાપાક બનાવ્યો છે. તું આ બીજોરાપાક વહોરી લાવ. એથી મારા રોગનું નિવારણ થશે.” રેવતી શ્રાવિકાએ અપૂર્વ ભક્તિભાવથી સિંહમુનિને બીજોરાપાક હોરાવ્યો. તેના સેવનથી ભગવાન પુનઃ નીરોગી બન્યા. બીજા દિવસે પર્ષદામાં શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને વિનયથી પૂછ્યું: “હે ભગવંત! તેજોલેશ્યાથી બળી મરીને સર્વાનુભૂતિ મુનિ કઈ ગતિ પામ્યા હશે ?' ભગવાન બોલ્યા : “હે ગૌતમ ! તે સહસ્રર નામના આઠમા દેવલોકમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા છે. ત્યાંથી ચ્યવીને તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામશે અને સંયમની આરાધના કરી એ જ ભવે મુક્તિ પામશે.” શ્રી ગૌતમસ્વામીએ પુનઃ વિનયથી પૂછ્યું: “હે ભગવંત ! સુનક્ષ મુનિ ક્યાં ઉત્પન્ન થયા છે. ભગવાન બોલ્યા : “હે ગૌતમ ! તે અશ્રુત દેવલોકમાં દેવ થયા છે. તે પણ ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામશે અને એ જ ભવે મુક્તિ પામશે.” અને હે ભગવંત! મંખલી પુત્ર ગોશાળકની શી ગતિ થઈ હશે?” ભગવાને કહ્યું: “હે ગૌતમ ! અંતિમ સમયે તેને સમ્યક શ્રદ્ધા થવાથી તે બારમા દેવલોકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો છે.” ગ્રંથકારશ્રી કહે છે : Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ किं करोति गुरुः प्राज्ञः, मिथ्यात्वमूढचेतसाम् । शिष्याणां पापरक्तानां, मङ्खलीपुत्रसदृशाम् ॥ “મિથ્યાત્વથી મૂઢ બુદ્ધિવાળા ને પાપકર્મમાં આસક્ત થયેલા ગોશાળક જેવા કુશિષ્યને માટે જ્ઞાની ગુરુ પણ શું કરી શકે?” સાર : સદુગરનો સંગ થયા પછી તેમનાં વચનોમાં કદી ય અશ્રદ્ધા ન કરવી. સદ્ગુરુનું અપમાન ન કરવું. કદાગ્રહી બનીને ગુરુને જૂઠા પાડવાનો પ્રયત્ન ન કરવો. ૨૫૫ પરમાત્માની આશાતનાનું ફળ प्रभोराशातनां. तन्वन्, अल्पधीर्मङ्गुलीसुतः । निजात्मानं भवौधेषु, न्यधादहो कुतर्कता ? ॥ “પરમાત્માની આશાતના કરતાં અલ્પબુદ્ધિવાળા મંખલીપુત્ર ગોશાળે પોતાના આત્માને જ ભવસાગરમાં નાંખ્યો. જુઓ તો ખરા? આ તે કેવી કુતર્કતા?” શ્રી ગૌતમસ્વામીએ વિનયથી પૂછ્યું: “હે ભગવંત! દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી મખલીપુત્રની શી ગતિ થશે?” ભગવાન શ્રી મહાવીર બોલ્યા: “હે ગૌતમ ! સાંભળ. ગોશાળક દેવલોકમાંથી આવીને, આ ભરતક્ષેત્રમાં શતદ્વાર નામના શહેરમાં સુમતી રાજાની રાણી સુભદ્રાની કુક્ષિએ પુત્રરૂપે ઉત્પન્ન થશે. તેનું નામ મહાપદ્મ પાડવામાં આવશે. તે આ નામ ઉપરાંત દેવસેન અને વિમલા વાહન નામોથી પણ વિખ્યાત થશે. મોટી ઉંમરે તેને ચાર દાંતવાળો સફેદ હાથી પ્રાપ્ત થશે અને રાજા બનશે. રાજા બનીને ગોશાળકનો જીવ શ્રમણો અને સાધુઓની અવહેલના અને અનાદર કરશે. સમજુ લોકો તેને વિનયથી તેમ નહિ કરવા સમજાવશે. આથી તેમ કરતાં તે સંકોચ અનુભવશે. ત્યાં એક દિવસ મહાપા રથમાં બેસીને જઈ રહ્યો હશે ત્યારે તેની નજર માર્ગની એક બાજુએ છઠ્ઠના પારણે છઠ્ઠ કરનાર ત્રણ જ્ઞાનધારક સુમંગલ મુનિને આતાપના લેતા જોશે. તેમને જોઈ તે દ્વેષથી રથને જોરથી હંકારીને એ મુનિને ઇરાદાપૂર્વક પટકી પાડશે. મુનિ ઊભા થશે. ફરી પાછા તેમને ભોંય પછાડશે. ફરી ઊભા થઈને મુનિ વિચારશે કે આ મને આમ અકારણ કેમ સતાવતો હશે? અને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકશે અને જાણશે કે “અરે ! આ તો તીર્થંકર Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પરમાત્માની પણ ઘોર આશાતના કરનાર સંખલીપુત્ર ગોશાળકનો જીવ છે !” એ પછી મુનિ ગોશાળકને તેનો પૂર્વભવ કહેશે અને અકારણ પોતાને ન સતાવવા સમજાવશે. મહા મિથ્યાત્વી ગોશાળક તેમની એક પણ વાત નહિ માને. ફરી એ મુનિને રથ ચલાવીને તેમને ઈજા પહોંચાડશે. આથી ક્રોધે ભરાઈને સુમંગલ મુનિ પોતાની તેજોલેશ્યાથી ગોશાળકને રથ સહિત બાળી મૂકશે. પછી મુનિ એ પાપની આલોચના કરીને, નિર્મળ ચારિત્રનું પાલન કરતાં અંતે એક માસનું અનશન કરીને સમાધિ મરણ પામશે. તેમનો જીવ ત્યાંથી સર્વાર્થસિદ્ધ નામના દેવલોકમાં ઉત્પન્ન થશે. હવે ગોશાળકનો જીવ મહાપદ્મ તે મરીને સાતમી નરકે જશે. તેત્રીશ સાગરોપમ જેવા સુદીર્ઘ સમય સુધી અસહ્ય દુઃખો ભોગવીને તેનો જીવ મલ્ય યોનિમાં જશે. ત્યાંથી પુનઃ સાતમી નરકે જશે. ફરી પાછો મત્સ્ય બનશે. મરીને તે છઠ્ઠી નરકે જશે. ત્યાંનું આયુષ્ય ભોગવીને દુર્ભાગી નારી બનીને અનેકવિધ દુઃખ ભોગવશે અને મરીને છઠ્ઠી નરકે જશે. છઠ્ઠી નરકેથી નીકળીને તેનો જીવ ફરી સ્ત્રીનો અવતાર પામશે. ત્યાં અનેક કદર્થના પામશે. મરીને પાંચમી નરકે જશે. નરકમાંથી છૂટીને ઉર:પરિસર્પ બનશે. ત્યાં તાડના-તાડનબંધનાદિ દુઃખો સહન કરતાં મૃત્યુ પામીને પુનઃ પાંચમી નરકમાં અને ત્યાંથી પુનઃ ઉર પરિસર્પપણું પામશે. તેનું આયુષ્ય ભોગવી વિકરાળ સિંહ બનશે. હિંસા કરીને ચોથી નરકે જશે. ત્યાંથી ફરી સિંહયોનિમાં ઉત્પન્ન થશે અને મરીને ફરી સિંહ બનીને મરીને પક્ષી બનશે. પક્ષીનું આયુષ્ય ભોગવીને ત્રીજી નરકે જઈ પાછો પક્ષી થઈને બીજી નરકે જશે. ત્યાંથી ભૂજપરિસર્પ થઈ પાછો બીજી નરકે જશે અને ફરી ભૂસર્પ થઈને પ્રથમ નરકમાં જશે અને પછી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈને પુનઃ પ્રથમ નરકે જશે. ત્યાર પછી ગોશાળકનો જીવ ચામાચીડિયા વડવાગળ આદિ ચામડાની પાંખવાળા જીવોની યોનિમાં ભટકશે. પછી અજગર, અળસિયાં આદિ ઉર:પરિસર્પમાં પણ હજારો ભવ કરશે. પછી તે ગોશાળાનો જીવ ઘોડા ખચ્ચર આદિ બે ખરીવાળા, ગેંડા, પાડા આદિ, હાથી, ઊંટ આદિ નખ વિનાના તેમજ સિંહ, વાઘ, ચિત્તા, દીપડા આદિ નખવાળા જીવોની યોનિમાં હજારો ભવ કરશે. પછી તેનો જીવ જળચર, ચઉન્દ્રિય, તે ઇન્દ્રિય, બેઇન્દ્રિય, વનસ્પતિકાય, વાઉકાય, તેઉકાય, અપ્લાય અને પૃથ્વીકાયાદિમાં લાખો વાર ઉત્પન્ન થશે. ત્યાર પછી ગોશાળાનો જીવ રાજગૃહનગરીમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ વેશ્યાના ત્રણ ભવ કરશે. પછી તે બ્રાહ્મણને ત્યાં પુત્રી તરીકે અવતરશે. તેનો બાપ તેને સારા મહોત્સવપૂર્વક પરણાવશે. પ્રથમ પ્રસૂતિ માટે તે પિતાના ઘરે આવવા નીકળશે ત્યારે માર્ગમાં તેને અશુભ શુકનો થશે અને માર્ગમાં રાતે જ્યાં વિસામો કર્યો હશે ત્યાં આગ લાગશે અને વેદનાથી તરફડી-તરફડીને મરણ પામશે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ __ _ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ આમ ઘણાં દુઃખ ભોગવાઈ જતાં અકામ નિર્જરાથી તે અગ્નિકુમાર દેવ થઈ મનુષ્યભવ પામશે. આ ભવમાં સાધુના સમાગમથી તેને સમ્યકત્વની પ્રાપ્તિ થશે અને ચારિત્ર્ય લેશે. પરંતુ ચારિત્ર્યની વિરાધના કરશે. આથી મરીને તે દક્ષિણ તરફ અસુરકુમાર નિકાયમાં દેવ થશે. " ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય, ત્યાંથી દક્ષિણે નાગકુમાર દેવ, મનુષ્ય, દક્ષિણે સુવર્ણકુમાર દેવ, મનુષ્ય, દક્ષિણે સ્વનિતકુમાર દેવ થઈ પાછો મનુષ્ય થશે ને સંયમ ગ્રહણ કરશે, પરંતુ તેની વિરાધના કરીને જયોતિષ દેવ થશે. ત્યાંથી પુનઃ મનુષ્યભવ પામશે. આ ભવે સંયમ સ્વીકારીને તેનું નિરતિચાર પાલન કરશે. ત્યાંથી મરીને મનુષ્ય થશે. ત્યાંથી ત્રીજા દેવલોકે જશે. આમ દેવ-મનુષ્યના અનુક્રમે ભવો કરીને પાંચમા, સાતમા, નવમા અને અગિયારમા દેવલોકે ઉત્પન્ન થશે. પાછો માનવભવ પામીને ચારિત્ર લઈ તેનું વિશુદ્ધ આરાધન કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થશે. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સુપ્રતિષ્ઠિત સમૃદ્ધ કુળમાં જનમશે. આ ભવે સંયમધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરતાં ગોશાળકના જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે અને મોટી પાર્ષદા સમક્ષ પોતાના તમામ ભવોનું વૃત્તાંત કહીને છેલ્લે કહેશે : “હે ભવ્યો! મારું આ જીવન જાણીને સૌએ મિથ્યાત્વથી દૂર રહેવું. ગુરુ ભગવંતનો કદી અનાદર ન કરવો. તેમની ભૂલથી ય આશાતના ન કરવી.” આમ ગોશાળકનો જીવ આ ભવે અનેક જીવોને પ્રતિબોધ પમાડીને અંતે નિર્વાણ પદને પામશે. સાર : સુદેવ અને સુગુરુની આશાતના કદી ન કરવી. સદાય ને સર્વત્ર તેમનો વિનય સાચવવો. ૨૫૬ જ્ઞાનાચારનો પ્રથમ આચાર पठनीयं श्रुतं काले व्याख्यानं पाठनं तथा । आचारः श्रुतधर्मस्य, चाद्या यल्लिख्यते बुधैः ॥१॥ અર્થ - યોગ્ય-ઉચિત કાળે શ્રુતજ્ઞાન ભણવું-ભણાવવું, વ્યાખ્યાન-સ્વાધ્યાય કરવો તે શ્રતધર્મનો પ્રથમ આચાર જાણકારોએ કહ્યો છે. અગિયાર અંગ અને ઉત્તરાધ્યયનાદિ કાલિકશ્રુત કહેવાય છે. તે દિવસે ને રાત્રિએ પ્રથમ Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૭૩ ને ચોથી પોરિસીમાં ભણાય-ગણાય અને દશવૈકાલિક આદિ તથા દૃષ્ટિવાદ આદિ આગમો ઉત્કાલિક છે. અર્થાત્ બધી પોરિસીમાં તે ભણી-ગણી શકાય છે. તેમાં સૂત્ર-પોરિસીમાં ભણવું અને અર્થપોરિસીમાં અર્થ કરવા અથવા ઉત્કાલિકસૂત્ર ભણવા એવી વ્યવસ્થા છે. દિવસ તથા રાત્રિની પ્રથમ તેમજ છેલ્લી પોરિસીમાં અસ્વાધ્યાયના અભાવે ભણી શકાય માટે તે કાલિકસૂત્ર કહેવાય. કાલિકનો શબ્દાર્થ એવો છે કે યોગ્ય કાલે જ ભણવું તે અને માત્ર કાળવેળા સિવાય બધી પોરિસીમાં ભણાય તેને ઉત્કાલિક કહ્યું છે. કાલિક તથા ઉત્કાલિક બન્ને શ્રુતનો લઘુ અસ્વાધ્યાય (અનધ્યાય) કાળ બે ઘડીનો છે. તેવી કાળવેળા રાત-દિવસમાં ચાર આવે છે. તેટલો વખત સ્વાધ્યાય કરાય નહીં. તે સમય આ પ્રમાણે છે : (૧) સાયંકાળની સંધ્યા સમયે. (૨) મધ્ય રાત્રે. (૩) પ્રભાતકાળે તથા (૪) મધ્યાહ્ન સમયે. આ કાળમાં સ્વાધ્યાયનો નિષેધ સમજવો. કિંતુ પ્રતિલેખન-પ્રતિક્રમણ-દેવવંદન કે સ્મરણસ્તોત્રાદિ ક્રિયામાં નિષેધ નથી. અન્ય દર્શનકારોએ પણ કાળ વખતે સંધ્યાવંદન વગેરે ક્રિયાઓ, કરવી વિહિત માની છે. બ્રાહ્મણો સદા ત્રણ સંધ્યાએ મળી ત્રણસો ચોવીસ વાર ગાયત્રી મંત્રનો જાપ પૂર્ણ કરે છે. આ દુષ્ટ કાળ (અસજઝાય)માં સર્વ શાસ્ત્રોમાં સૂત્રનું પઠન-પાઠન વર્જિત કરવામાં આવ્યું છે. અન્ય દર્શનો પણ કહે છે કે – चत्वारि खलु कर्माणि, सन्ध्याकाले विवर्जयेत् । आहारं मैथुनं, निद्रां, स्वाध्यायं च विशेषतः ॥१॥ અર્થ - સંધ્યાટાણે આહાર, મૈથુન, નિદ્રા અને વિશેષે કરી સ્વાધ્યાય આ ચારે વસ્તુ અવશ્ય છોડી દેવી. કેમ કે : आहाराज्जायते व्याधिः, क्रूरगर्भश्च मैथुनात् ।। निद्रातो धननाशः स्यात्, स्वाध्याये मरणं भवेत् ॥२॥ અર્થ:- સંધ્યા સમયે જો જમવામાં આવે તો વ્યાધિ થાય, મૈથુન સેવવામાં આવે તો ગર્ભ રહે તો ક્રૂર રહે, નિદ્રા કરવામાં આવે તો ધનનો નાશ થાય અને સ્વાધ્યાય કરવાથી મૃત્યુ થાય. તેમજ કાળ વખતે સ્વાધ્યાય કરવાથી તે કાળે કરવાની ઉચિત ક્રિયામાં સાધુ કે શ્રાવકને ઉપયોગ ન રહેવાથી તે કાળે તે ક્રિયા ન થવાથી ક્રિયાભ્રષ્ટત્વ આવે છે. સ્વાધ્યાયાદિમાં ગાથાછંદના પ્રચુરત્વને કારણે સહજપણે મધુર ધ્વનિ ઉત્પન્ન થતો હોઈ લોકો પણ નિંદા કરે છે કે આ જૈન સાધુઓ પઠનકાળને જાણતા પણ નથી. વળી નિરંતર સ્વાધ્યાય કરવાથી પરિશ્રમ થાય. અસ્વાધ્યાયના કાળમાં વિશ્રામ પણ મળી રહે, તે કાળે આવશ્યક ક્રિયા પણ કરવાની હોય જ છે, તે યથાવસરે કરાય. કારણવશે ક્રિયામાં કાળનો અતિક્રમ થાય તે જુદી વાત છે – બાકી તો સમય જ કરવાની હોય છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ અહીં કોઈને શંકા થાય કે “મોક્ષના હેતુ સ્વરૂપ શુભધ્યાન સદા ને સર્વકાળે થઈ શકે ને કરવું જોઈએ. તો શ્રુતજ્ઞાન પણ મોક્ષનો હેતુ જ છે તો તે સર્વકાળે કેમ ન થઈ શકે ? મોક્ષમાર્ગના નિમિત્તમાં વળી કાળ ને અકાળ શા ?” તેનું સમાધાન કરતાં આચાર્યશ્રી કહે છે કે; “સમસ્ત ધર્મક્રિયામાં રહેલું શુભધ્યાન મનોવ્યાપારનો એક પ્રકાર છે, માટે શુભધ્યાન વડે કોઈપણ ક્રિયાનો બાધ થતો નથી. એટલું જ નહીં, ઉપરથી સર્વ ક્રિયાને પુષ્ટિ મળે છે. ત્યારે શ્રુતજ્ઞાન તો ભણવા, ગણવા કે ગોખવા આદિથી પ્રાપ્ત થાય છે. તેથી તે સાંજ-સવારના પ્રતિક્રમણની જેમ નિયતકાળે જ કરવા યોગ્ય છે. ૧૭૪ જો સદાકાળ જ શ્રુતાભ્યાસ કરવામાં આવે તો અન્યાન્ય ઉત્તમક્રિયાનો બાધ થાય, ને તેમ થવું ઉચિત નથી જ. તથા મોક્ષના હેતુભૂત પ્રકારોમાં કાળનો વિભાગ શા માટે કરવો ? આ વિચાર પણ અયુક્ત છે. કારણ કે સાધુઓને તો આહાર-વિહાર આદિ પણ મોક્ષના જ હેતુ છે. છતાં ત્યાં કાળનો વિભાગ ચોખ્ખો જણાવ્યો છે. આગમમાં કહ્યું છે કે ‘તવાદ્ પોરસીય્ મત્તપાાં વેસ' એટલે કે ત્રીજી પોરિસીએ આહાર-પાણીની ગવેષણા કરવી ઇત્યાદિ તથા; अकाले चरसि भिक्खु, काले न पडिलेहसि । अप्पाणं च किलामेसि, संनिवेसं च गरिहसि ॥१॥ અર્થ :- “હે સાધુ ! તમે અકાળ વેળાએ વિચરો છો, ઉચિત કાળે પ્રતિલેખન કરતા નથી. આમ થવાથી (સમયે આહારાદિ ન મળવાથી) સ્વયંને ક્લેશ પમાડો છો ને (પછી) આખા ગામનો વાંક કાઢો છો - ગામને નિંદો છો.’ અર્થાત્ શ્રુતનું પઠન-પાઠન આદિ ઉચિત વેળાએ જ કરવું. કોઈ અહંકારાદિકને લઈ તેનો વ્યત્યય-ઉલ્લંઘન કરે તો સાગરઆચાર્યની જેમ લાજવું પડે છે. શ્રી સાગરાચાર્યનું દૃષ્ટાંત ઉજ્જયિનીનગરમાં આચાર્ય શ્રી કાલિક પધાર્યા હતા. તેઓ ઉગ્રવિહારી તરીકે પંકાયેલા હતા. તેમનો શિષ્યવર્ગ શિથિલાચારી પાસસ્થા થઈ ગયો હતો. આચાર્ય શ્રી તેમને ઘણી શિખામણ આપતા પણ પરિણામ કાંઈ આવતું નહીં. કંટાળીને એક દિવસ આચાર્યે વિચાર્યું. “આટ-આટલું કહેતાં ને ઉપાયો કરવા છતાં કોઈ લાભ થયો નથી. આ વિચિત્ર શિષ્યોને સારણાદિ કરતાં મારા સ્વાધ્યાયમાં વ્યાઘાત થાય છે. પણ ગુણ તો કશો જણાતો નથી. હવે કોઈ બીજો વિચાર કરવો પડશે.” એમ કહેવાય છે કે એકવાર ઇન્દ્રે શ્રી સીમંધરસ્વામીનેપૂછ્યું કે ‘ભગવન્ ! હાલમાં કોઈ ભરતક્ષેત્રમાં એવા સમર્થજ્ઞાની આચાર્ય છે કે જેને પૂછવાથી આપના કહ્યા પ્રમાણે જ યથાર્થ નિગોદનું સ્વરૂપ વર્ણવી શકે ?' ત્યારે પ્રભુજીએ ફરમાવ્યું કે ‘હે ઇન્દ્ર ! તારા કહ્યા પ્રમાણે હાલમાં Page #185 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ૧૭૫ કાલકાચાર્ય વિદ્યમાન છે જેઓ શ્રુતપાઠના બળથી મારા કહ્યા પ્રમાણે નિગોદનું સ્વરૂપ સમજાવી શકે. તે સાંભળી ઇન્દ્ર અતિ ઘરડા માણસનું રૂપ લઈ લાકડી ટેકતાં ટેકતાં ઉપાશ્રયે આવ્યા. ધમણની જેમ તેનો શ્વાસ વધી પડ્યો. મહારાજજીને વંદના કરી તેણે પૂછ્યું “મહારાજજી ! હું વૃદ્ધ છું. વ્યાધિઓ તો જાણે ઘર કરીને બેઠી છે. હવે મારું આયુષ્ય કેટલુંક બાકી છે? મારી રેખા જોઈ શાસ્ત્રાધારે કહેવા આટલી કૃપા કરો. સ્ત્રી-પુત્રો પણ ઉપેક્ષા જ સેવે છે - કંટાળી ગયો છું આ બધાથી. દુઃખે દિવસો વીતે છે. તમે તો છયે કાય પર કૃપા કરનાર છો - મારા પર કૃપા કરી આટલું જણાવો.' ઇત્યાદિ દીન વચનો કરગરતાં તેણે કહ્યાં. જ્ઞાનવાન ગુરુએ ચેષ્ટા-ભાષણ તેમજ લક્ષણાદિ જોઈને સંવાદિતા ન જણાયાથી શ્રુતનો ઉપયોગ મૂકી જોતાં જાણ્યું કે આ તો લાખો વિમાનોનું આધિપત્ય ભોગવનાર ને ધાર્યું કરનાર સૌધર્મેન્દ્ર છે. તેથી તેઓ કાંઈ બોલ્યા વિના વૃદ્ધની ચેષ્ટા જોઈ રહ્યા. થોડીવારે પાછો ડોસો બોલ્યો “મહારાજ! કેમ બોલતા નથી? હું વૃદ્ધાવસ્થાને કારણે વધારે બેસી શકતો નથી. માટે શીઘ કહોને કે હું કેટલું જીવીશ? પાંચ વરસ કાઢીશ કે તેથી વધુ - ઓછું?' આચાર્ય મહારાજે કહ્યું “તેથી ઘણું અધિક આયુષ્ય તમારું છે.” વૃદ્ધ પૂછ્યું “કેટલું? વીસ-ત્રીશ કે ચાલીશ વરસ ? કેટલા વર્ષ જીવતર છે?' મને સાચું સાચું જે હોય તે કહો.” આચાર્યશ્રીએ કહ્યું “એકની એક વાત વારે વારે શું પૂછો છો? આંકડાની ગણતરીમાં સમાય તેવું તમારું આયુષ્ય નથી. તે અપરિમિત છે. પરમ તારક પરમાત્મા મુનિસુવ્રતસ્વામીજીના શાસનકાળમાં તમે ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થયા છો. તે પછીના આ વર્તમાન ચોવીશીના છેલ્લા ચારે તીર્થંકર ભગવંતના પાંચ-પાંચ કલ્યાણક મહોત્સવો તમે ઊજવ્યા છે. તેમજ આવતી ચોવીશીના પણ કેટલાક તીર્થંકર ભગવંતોની વંદના અર્ચના તમે કરવાના છો કેમ કે તમારું આયુષ્ય બે સાગરોપમમાં થોડુંક ઓછું છે.” આ સાંભળી અતિર્ષિત થયેલા ઈન્દ્ર મહારાજા પ્રગટ થયા. નિગોદનું સ્વરૂપ જાણી નિઃશંક અને સંતુષ્ટ થયા. તથા શ્રી સીમંધરસ્વામીજીના શ્રીમુખે સાંભળેલી પ્રશંસા કહી સંભળાવી અને આગ્રહપૂર્વક પ્રાર્થના કરી કે “મારા યોગ્ય સેવા ફરમાવો.” ગુરુમહારાજે કહ્યું ધર્મનિષ્ઠ આત્માઓના-ધર્મીષ્ઠ સંઘોનાં વિઘ્નો નિવારો.” ઈન્દ્ર પ્રસન્ન થયા. પોતે આવ્યાની નિશાની તરીકે તેમણે ઉપાશ્રયના મુખ્ય બારણાને દિવ્ય અને મનોહર બનાવી તેની દિશા ફેરવી નાખી ને સ્વસ્થાને ગયા. આચાર્યશ્રીના શિષ્યો થોડીવારે ગોચરી લઈ પાછા આવ્યા. બારણું ફરી ગયું હોઈ તેઓ ફરીને આવ્યા ને પૂછવા લાગ્યા “ભગવંત ! આ આપનો જ ચમત્કાર છે. જો આપ વિદ્યાનું કૌતુક જોવા સ્પૃહા રાખો તો અમને વિદ્યાના ચમત્કારમાં સ્પૃહા થાય જ ને?” ગુરુશ્રીએ કહ્યું: “આપણને ચમત્કારમાં જરાય રસ ન હોવો જોઈએ. ચમત્કાર એ સિદ્ધિની કે અસાધારણ સ્થિતિની વાત નથી, પણ આજે આવ્યા હતા ને તેમણે જતાં જતાં આમ કર્યું છે.' ઇત્યાદિ બધી બીના તેમણે જણાવી તો શિષ્યોએ હઠ કરી કે “અમને પણ ઈન્દ્રનાં દર્શન કરાવો.' આચાર્યશ્રીએ કહ્યું, દેવરાજ મારા વચને બંધાયેલા નથી, તે આપમેળે આવ્યા હતા ને પોતાની મેળે ગયા છે. તમારે આવી બાબતમાં હઠ કે આગ્રહ રાખવો ઉચિત નથી.' ઇત્યાદિ ઘણું કહ્યા છતાં તે દુર્વિનીત શિષ્યો માન્યા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ નહીં અને માન-મર્યાદા ઊંચે મૂકીને આહાર આદિ કરવા કરાવવા ને બોલવા લાગ્યા. આથી આચાર્યશ્રી ઉદ્વિગ્ન થયા અને કંટાળીને એક રાત્રિએ શય્યાતર શ્રાવકને પરમાર્થ સમજાવી, શિષ્યોને સૂતા મૂકી તેઓ એકલા ગુપચુપ વિહાર કરી ગયા. વિહાર કરતાં ક્રમે કરી તેઓ સ્વર્ણભૂમિએ પધાર્યા. તે વખતે તેમના પ્રશિષ્ય સાગરચંદ્રમુનિ ત્યાં બિરાજતા હતા, ત્યાં આવી ઈરિયાવહી પડિક્કમી કાજો લઈ સ્થાને બેઠા, સાગરમુનિએ તેમને કોઈ દિવસ જોયેલા જાણેલા ન હોઈ તેમને આદર કે વંદના ન આપ્યાં. થોડીવારે તે બોલ્યા “વૃદ્ધ મુનિ, તમે ક્યાંથી આવો છો?” બધું જાણવા છતાં કાલિકાચા ગાંભીર્યપૂર્વક જરાય ઉગ્ર થયા વિના શાંતિથી કહ્યું હું અવંતીનગરીથી આવું છું.” પછી તેમને જ્ઞાનપૂર્વક સમગ્રક્રિયા કરતા જોઈ સાગરમુનિએ વિચાર્યું. “આ વૃદ્ધ ખરેખર બુદ્ધિમાન અને કુશળ જણાય છે.” પછી પોતાના શિષ્યોને ભણાવતાં અભિમાનપૂર્વક તેમણે કહ્યું : વૃદ્ધ મહારાજ ! હું આ બધાંને શ્રુતસ્કંધ ભણાવું છું. તમે પણ સાંભળો.” તેમણે ગંભીરતા જાળવી. સાગરમુનિ બુદ્ધિકૌશલ્ય બતાવવા ઊંડાણપૂર્વક પર્યાલોચન અને અર્થવિજ્ઞાન કહેવા લાગ્યા જે સામાન્ય બુદ્ધિવાળાને ગ્રાહ્ય પણ ન થઈ શકે. વાંચનામાં મગ્ન થઈ જવાથી તેમને કાળનો ખ્યાલ પણ રહ્યો નહીં. “અજ્ઞાન સમાન શત્રુ નથી.” આ તરફ ઉજ્જયિની નગરીમાં પ્રાતઃકાળે બધા સાધુઓ ઊઠી ઘણી પ્રતીક્ષા કરવા છતાં ગુરુ મહારાજ ન આવ્યાથી અજંપો અનુભવવા લાગ્યા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમની વ્યાકુળતા વધતી ગઈ. અંતે ઉપાશ્રયના સ્વામી શ્રાવક પાસે જઈ પૂછ્યું કે “અમારા ગુરુમહારાજ ક્યાં ગયા? વહેલી સવારથી તેમનો પત્તો નથી.” શ્રાવકે ખિજાઈને કહ્યું: “તમારા માટે ઘણી શરમની વાત છે. શ્રીમાનું આચાર્યદેવે તમારા હિત માટે તમને કેટલો હિતોપદેશ આપ્યો. ખૂબ સમજાવ્યા, પ્રેરણા પણ ઘણી કરી તેમ છતાં તમને સદાચારનાં મૂલ્ય ન સમજાયાં. તમારા જેવા પ્રમાદી શિષ્યોથી ગુરુના કયા પ્રયોજનની સિદ્ધિ થવાની હતી? અંતે તેઓશ્રી તમને ત્યજીને ચાલી ગયા છે.” આ સાંભળી તે સાધુઓ લજ્જિત અને ખિન્ન થઈ ગયા. તેમને ગુરુમહારાજની મહાનતા અને વ્યથા સમજાઈ. અંતે ઘણા દુઃખિત થઈ તેમણે શ્રાવકને વિનંતી કરી કે “અમારા પર પ્રસન્ન થઈ તમે એકવાર એટલું કહો કે અમારા પરમ ઉપકારી ગુરુમહારાજ કઈ તરફ ગયા છે ? એમના વિના અમે અનાથ થઈ ગયા છીએ. અમારી ભૂલ અમને સમજાઈ છે. અમારાં કર્યાનું ફળ અમને મળી ગયું છે. હવે માત્ર અમારા ગુરુભગવંતની ભાળ આપો, જેથી તેમને પામી અમે સનાથ થઈએ. આ પ્રમાણે શિષ્યો ઘણા કરગર્યા ને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. અંતે ઘણા પ્રયત્ન શ્રાવકે વિહારની દિશા બતાવી. બધા ભેટ બાંધી ઉગ્ર વિહારે નીકળી પડ્યા ને ગુરુને શોધતાંશોધતાં સાગરમુનિના ઉપાશ્રયે આવી પહોંચ્યા. પોતાના ગુરુજીની તપાસ કરતાં તેમણે સાગરમુનિને પૂછ્યું કે “અમારા પૂજ્ય ગુરુવર્ય શ્રી કાલકાચાર્ય અહીં આવ્યા છે કે આવ્યા હતા?’ સાગરમુનિએ કહ્યું: “તેઓશ્રી તો મારા દાદાગુર થાય. એ સમર્થ વ્યક્તિ કાંઈ અજાણી રહે? જો કે હું તેમને દીઠે Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રસાદ મહાગ્રંથ ભાગ-૪ ૧૭૭ ઓળખતો નથી. તમે ક્યાંથી આવો છો?” સાધુઓ બોલ્યા “અમે ઉજ્જયિનીથી આવીએ છીએ.” સાગરમુનિએ કહ્યું “ઉજ્જયિનીથી એક વૃદ્ધ સાધુ આવ્યા છે. તેઓ કદાચ તમને કાંઈ જણાવે. તેઓ ઉપર મેડા પર બેઠા છે.” આ સાંભળતાં તેઓ ત્યાં દોડી ગયા ને કાલકાચાર્યને જોતાં જ હર્ષ, વિષાદ, લજ્જા આદિ મિશ્રિતભાવો તેમની આંખોમાં અશ્રુ સાથે ઝળકી રહ્યા. તેમના ચરણોમાં માથું મૂકી તેઓ ક્ષમાની યાચના કરવા લાગ્યા. ત્યાં આવેલા સાગરમુનિ આભા બની આ બધું જોઈ રહ્યા. સાગરમુનિને પરિસ્થિતિ સમજાતાં વાર ન લાગી. “મેં મારા ગુરુના ગુરુને મારું પાંડિત્ય બતાવી મારી આછકલી વૃત્તિનું જ દર્શન કરાવ્યું છે. સૂર્યને આગિયો બતાવવા કે આંબા પર આસોપાલવનું તોરણ બાંધવા જેવું કાર્ય કર્યું છે.' એમ વિચારી તેઓ પણ વિનયપૂર્વક વંદના કરી ગુરુમહારાજને સહુની સાથે ખમાવવા લાગ્યા. પગમાં માથું મૂકી બોલ્યા “હે જગભૂજય ગુરુવર્ય! અજ્ઞાનવશ મેં આપની આશાતના કરી, મારું એ દુષ્કૃત મિથ્યા થજો.” સાગરમુનિ આદિને બોધ આપવાના શુભ હેતુથી શ્રી કાલકાચાર્યે પ્યાલો ભરી નદીમાંથી રેતી અને એક ચાલણી મંગાવી. સહુની સામે તે ચાળી તો ઝીણી રેતી સરી પડી ને કાંકરા-કાંકરી રહી ગયાં ને દૂર નાંખ્યાં. એ રેતી પણ ત્યાંથી ઉપાડી બીજે સ્થાને ને પછી ત્યાંથી ત્રીજે-ચોથે સ્થાને મૂકી-ઉપાડી, એમ કેટલીક જગ્યાએ મૂકતાં ઉપાડતાં રેતી ઘટતી ગઈ ને અંતે સાવ થોડી જ રહી. આનો ઉપનય સમજાવતાં કાલકાચાર્યે કહ્યું: “હે વત્સ ! સ્વાભાવિક રીતે જ જેમ નદીમાં ઘણી બધી રેતી હોય છે. તેમ તીર્થંકર પ્રભુજીમાં પણ પરિપૂર્ણ અનંતજ્ઞાન હોય છે. જેમ નદીની ઘણી રેતીમાંથી પ્યાલામાં થોડી જ સમાઈ શકી તેમ ગણધર ભગવંતોએ તીર્થંકર દેવો પાસેથી થોડુંક શ્રુત ગ્રહણ કર્યું અને જેમ રેતી ભિન્ન-ભિન્ન સ્થાનમાં મૂકવા ઉપાડવાથી ઓછી થતી ગઈ ને અંતે ઘણી જ ઓછી થઈ ગઈ તેમ ગણધરો પાસેથી પરંપરાએ આવતું અને કાળાદિકના દોષથી ઘટતું-ઘટતું અને અલ્પ અલ્પતર બુદ્ધિવાળા શિષ્યોમાં વિસ્મરણાદિ દોષથી ક્ષીણ થતું હાલમાં ઘણું જ ઓછું રહ્યું છે. ચાલણીની જેમ આપણામાંથી સૂક્ષ્મ જ્ઞાન સરી ગયું-ચાલી ગયું છે અને માત્ર સ્થૂલજ્ઞાન જ રહ્યું છે. માટે તે સાગર ! જ્ઞાનનો કદી દેખાવ કરવો નહીં. નમ્રતા કદી છોડવી નહીં, તું વિદ્વાન તો થયો પણ શ્રુતજ્ઞાનનો પ્રથમ આચાર પણ તે બરાબર ધાર્યો નથી. કારણ કે તું અકાળે પણ અધ્યયનાદિ કરે છે. તે બાબત નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે - संज्झाचउ ति अणुदिए सूरए मज्झएहिं जत्थमणे । अद्धरत्ते एआसु चउसु सज्झायं न करिंति ॥१॥ અર્થ:- ચારે સંધ્યા એટલે (૧) સૂર્યોદય પૂર્વે, (૨) મધ્યાહ્ન સમયે, (૩) સૂર્યાસ્ત સમયે અને (૪) મધ્ય રાત્રે. આ ચારે સંધ્યા સમયે સ્વાધ્યાય ન કરવો. ઇત્યાદિ ઉપદેશ સાંભળી સાગર આચાર્ય મિચ્છામિ દુક્કડે માંગ્યાં. ફરી ફરી વંદના કરીને તેમનું વૈયાવૃત્ય કરવા લાગ્યા. તેમના સર્વ શિષ્યો પણ સંયમમાં જ્ઞાન-ધ્યાન અને ગુરુભક્તિમાં સાવધાન બન્યા. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ જેઓ સાગરાચાર્યના આ દષ્ટાંતથી અહંકાર ટાળી યોગ્ય કળામાં શ્રુતાધ્યયન-અધ્યાપન કરશે કરાવશે તે સુખ-સૌભાગ્ય પામશે. અન્યથા વિદ્વાન સાધુજનોની સભામાં ઘણી રીતે લજ્જાનિંદા પામશે. ૨૫૦ અકાળે સ્વાધ્યાયની હાનિ अस्वाध्यायक्षणेष्वज्ञः स्वाध्यायं कुरुते सदा । यतः क्रियाः फलन्त्येव यथोक्तसमये कृताः ॥१॥ અર્થ:- મૂર્ખ માણસ હંમેશાં અસ્વાધ્યાય સમયે સ્વાધ્યાય કરે છે. કિંતુ યોગ્ય ઉચિત સમયે કરેલી ક્રિયાઓ જ સફળ થાય છે. અસ્વાધ્યાયકાળ અનેક પ્રકારે હોય છે. તેનું સ્વરૂપ આવશ્યક નિર્યુક્તિની વૃત્તિથી, પ્રતિક્રમણ અધ્યયનની તેમજ પ્રવચનસારોદ્ધારના બસો અડસઠમા દ્વારથી જાણવું. છતાં સંક્ષેપમાં અહીં જણાવાયું છે. જેટલો કાળ આકાશમાંથી સૂક્ષ્મ રજ પડતી હોય ત્યારે તેટલો સમય, તેમજ ધુઅર (ધુંવાડ) પડે તેટલો સમય, અસ્વાધ્યાય કાળ જાણવો-ધુંઅર પડે ત્યારે તો તેટલો વખત સાધુ મુનિરાજ અંગ ઉપાંગ સ્થિર રાખે ને ઉપાશ્રયાદિ સ્થાનમાં સ્થિર રહે. ગંધર્વનગર (આકાશમાં દેખાતા નગર જેવું) ઉલ્કાપાત, દિશાઓમાં દાહ દેખાવો, કે વીજળીપાત થાય ત્યારે તે વખતે અને તેથી એક પ્રહર ઉપરાંત સુધી અસ્વાધ્યાયકાળ જાણવો. અકાળે (વર્ષા કાળ વિના) વીજળી ચમકે, મોઘ ગર્જ તો તે પછી બે પ્રહર સુધી અસ્વાધ્યાય, અષાઢ તેમજ કાર્તિક ચોમાસીનું પ્રતિક્રમણ કર્યા પછી એકમ સુધી અસ્વાધ્યાય, આસો અને ચૈત્રની શુક્લ પક્ષની પાંચમના મધ્યાહ્ન પછી વદ પક્ષની એકમ સુધી અસ્વાધ્યાય જાણવો, બીજથી સ્વાધ્યાય સૂઝે. રાજા અને સેનાપતિ આદિના પરસ્પર યુદ્ધ વખતે, હોળીના પર્વમાં જ્યાં સુધી રજ ઊડતી બંધ ન થાય ત્યાં સુધી, ગામના રાજાનું મૃત્યુ થયે નવા રાજાનો અભિષેક ન થાય ત્યાં લગી અસ્વાધ્યાય કાળ સમજવો. ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં કોઈ પ્રસિદ્ધ માણસનું મૃત્યુ થયું હોય તો એક રાત-દિવસ, ઉપાશ્રયથી એકસો હાથની અંદર કોઈ અનાથનું મૃત્યુ થયું હોય તો તેનું કલેવર જયાં સુધી હોય ત્યાં સુધી અસ્વાધ્યાયકાળ, સ્ત્રીના રડવાનો અવાજ જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરાય. જળચર, પંચેન્દ્રિય, તિર્યંચ, મત્સ્ય આદિના લોહી-માંસ કે હાડકાં આદિ ઉપાશ્રયથી સાઠ હાથ સુધીમાં પડ્યાં હોય તો તે તથા કોઈ પક્ષીનું ઈંડું આખું પડ્યું હોય તો તે કાઢી-ભૂમિ શુદ્ધ કર્યું Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ( ૧૭૯ સ્વાધ્યાય થઈ શકે, પણ જો ઈંડુ ફૂટી ગયું હોય તો ત્રણ પ્રહર સ્વાધ્યાય તે જગ્યામાં કરવો ન કલ્પે. તેમાં પણ ઈંડુ ફૂટી ગયા પછી કલલ (અંદરનું પાણી આદિ)નું ટીપું જમીન પર પડ્યું હોય તો તે સાઠ હાથ બહાર લઈ જઈ ભૂમિ શુદ્ધ કર્યા પછી સ્વાધ્યાય કરી શકાય. માખીના પગ જેટલું પણ ઈંડાનું પ્રવાહી-રુધિર આદિ ભૂમિ પર પડ્યું હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન થાય. ગાય આદિનું જરાય (વિયાયા પછી ઓર પડે છે તે) જ્યાં સુધી લાગેલું હોય ત્યાં સુધી અને પડી ગયા પછી પોરિસી સુધી અસ્વાધ્યાય. બિલાડી આદિએ ઉંદર વગેરે જ્યાં માર્યો હોય ત્યાં એક દિવસ-રાત્રિનો અસ્વાધ્યાય. તેટલો સમય નંદીસૂત્ર ભણાય-વંચાય નહીં. તે જ પ્રમાણે મનુષ્ય બાબત જાણવું. પણ મનુષ્ય શરીરના અંગ-ઉપાંગ કે ચામડી-માંસ-લોહી-હાડકું આદિ પડ્યા હોય તો અસ્વાધ્યાય પણ ઉપાશ્રય અને તે અંગ આદિના વચ્ચે માર્ગ હોય તો સ્વાધ્યાય કરવામાં બાધ નથી. સ્ત્રીઓને ઋતુકાળના ત્રણે દિવસ સ્વાધ્યાય ન કહ્યું, પણ પ્રદર આદિ રોગ કારણે શુદ્ધિનું ધ્યાન રાખી સ્વાધ્યાય કરવો જોઈએ. કોઈ સગર્ભાએ પુત્રપ્રસવ પછી સાત દિવસ અને પુત્રીપ્રસવથી તેમજ વધારે રક્ત જતું હોય તો આઠ દિવસ સ્વાધ્યાય ન કરાય. નવમા દિવસથી સ્વાધ્યાય કલ્પે. વસતિની સો હાથની મર્યાદામાં કોઈ બાળક આદિનો દાંત પડ્યો હોય તો સાવધાનીથી શોધી દૂર કરવો ને તેમ છતાં ન મળે તો “દંત ઓહડાવણીયં કરેમિ કાઉસ્સગ્ગ” કહી એક નવકારનો કાઉસ્સગ્ન કર્યા પછી સ્વાધ્યાય થાય. અસ્વાધ્યાય કાળમાં પણ અર્થ-વિચારણા-ચિંતનાદિનો કશે નિષેધ નથી. આદ્ર નક્ષત્રથી સ્વાતિ-નક્ષત્ર સુધી વીજળી કે મેઘગર્જના થાય તો સ્વાધ્યાયનો નિષેધ નથી. ભૂકંપ થયે આઠ પ્રહર ને અગ્નિનો ઉપદ્રવ રહે ત્યાં સુધી ચંદ્રગ્રહણથી ઉત્કૃષ્ટ બાર પ્રહર, સૂર્યગ્રહણથી સોળ પ્રહર તેમજ પાખીની રાત્રિએ સ્વાધ્યાય કરવા કહ્યું નહીં. ઇત્યાદિ અસ્વાધ્યાયનું સ્વરૂપ સંપ્રદાય અનુસાર જાણી સ્વાધ્યાયાદિમાં તત્પર રહેવું. અયોગ્ય કાળે સ્વાધ્યાયાદિ કરવાથી મૂર્ખત્વ પ્રાપ્ત થાય છે. તે બાબત ઉદાહરણ આપે છે કે : કોઈ એક સાધુ મહારાજ, સંધ્યા વખત વીત્યે-કાલિકશ્રુતના પઠનકાળ વ્યતીત થયે તે કાળનો ખ્યાલ નહીં રહેતાં સૂત્રનું પરાવર્તન કરતા હતા. આ જોઈ સમ્યગુદૃષ્ટિ દેવને વિચાર આવ્યો કે “આ સંધિકાળમાં કોઈ દુષ્ટ દેવતા આ મહાત્માને છળે નહીં તે માટે આમને થોડી સમજણ આપું.” એમ વિચારી તેણે મહિયારણનું રૂપ કર્યું ને માથે છાશની માટલી લઈ છાશ લો છાશ એમ મોટેથી રાડ નાંખતી સાધુની સામે જા-આવ કરવા લાગી. એની રાડથી ઉદ્વેગ પામેલા મહારાજે કહ્યું “અરે ! આ તે કાંઈ છાશ વેચવાનો સમય છે?' ત્યારે બાઈએ સામે પૂછ્યું “તો આ સ્વાધ્યાયનો સમય છે?” આ સાંભળી સાધુને અચરજ થયું. ઉપયોગથી અકાળની વેળા જાણી મિચ્છામિ દુક્કડ દીધું. દેવે પણ યથાર્થતા જણાવી કહ્યું “અકાળમાં સ્વાધ્યાય કરવાથી દુષ્ટ દેવતા છળ કરે છે, માટે ફરી આમ ન કરશો.” અર્થાત્ યોગ્ય સમયે જ સ્વાધ્યાય કરવો જોઈએ. | ઉચિત સમયે કરેલી ક્રિયાઓ અવશ્ય સફળ થાય છે. ક્રિયા બે પ્રકારની છે. એક પ્રશસ્ત અને બીજી અપ્રશસ્ત. તેમાં સિદ્ધાંતમાં જણાવેલી આત્મહિતકર સર્વ પ્રવૃત્તિ પ્રશસ્તક્રિયા કહેવાય Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮o ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ અને ખેતી, વ્યાપાર આદિ સાંસારિક સર્વ પ્રવૃત્તિ અપ્રશસ્તક્રિયા કહેવાય. ચર્ચા-જવું, આવવું, બોલવું આદિ સર્વ ક્રિયાઓ કાળે કરી હોય તો જ સફળ થાય. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે – अकालचर्या विषमा च गोष्ठिः कुमित्रसेवा न कदापि कार्या । पश्याण्डजं पद्मवने प्रसुप्तं, धनुर्विमुक्तेन शरेण ताडितम् ॥१॥ અર્થ :- અકાલચર્યા, વિષમ વાર્તા અને કુમિત્રની સેવા આ ત્રણ વાનાં કદી ન કરવાં. જુઓ, નીચની સંગતિના કારણે કમળવનમાં સૂતેલો હંસ ધનુષથી છૂટેલા બાણ દ્વારા હણાયો. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે : કોઈ વનના પદ્મ સરોવરમાં મંદરક્ત નામક હંસ રહેતો હતો. ત્યાં કોઈ ઘુવડ આવીને બેઠું. હંસે તેનો પરિચય પૂછતાં તેણે કહ્યું. “હું આ વનખંડમાં દૂર રહું છું. તમારા ગુણો સાંભળીને તમારા દર્શને આવ્યો છું. મિત્રતા માટે હાથ લંબાવું છું. આપણી મિત્રતા દિવસો દિવસ વધતી રહેશે.” એમ કહી તે ત્યાં વસી ગયું ને સાથે રહેતાં ફરતાં હંસની તેની સાથે મિત્રતા થઈ. પણ હંસને આ વિચાર ન આવ્યો કે નીચની સંગતનાં સદા માઠાં જ ફળ આવે છે. કહ્યું છે કે – હું તુહી વારું સાધુ જણ, દુજણ સંગ નિવાર, હરે ઘડી જલ જલ્લરી, મત્યે પડે પહાર. એટલે કે હે સાજણ-ભલા માણસ! હું તને વારું છું કે દુર્જનની સંગત નિવાર. કેમ કે જળને હરે (લઈ જાય) ઘડી, ને પ્રહાર પડે ઝાલરને માથે. નીચ સરિસ જો કીજે સંગ, ચડે કલંક હોય જસભંગ; હાથ અંગાર રહે જો કોઈ, કે દાઝે કે કાળો હોય કેટલાક દિવસે હંસની રજા લઈ ઘુવડ પોતાને ઠેકાણે આવ્યું. જતાં પહેલાં આગ્રહપૂર્વક પોતાને ત્યાં આવવાનું હંસને આમંત્રણ આપ્યું. ભોળો હંસ એક દિવસે ઘુવડે બતાવેલા સ્થાને પહોંચ્યો પણ ઘુવડભાઈ કશે દેખાણા નહીં.ચારે તરફ ઘણી શોધ કર્યા પછી એક વૃક્ષની બખોલમાં માત્ર ગરદન બહાર કાઢી બેઠેલું દેખાયું. હંસે કહ્યું “અરે ભાઈ ! તને ગોતી-ગોતીને થાકી ગયો. હું હંસ તને મળવા દૂરથી આવ્યો છું; બહાર તો આવ.” ઘુવડે કહ્યું “હું દિવસના બહાર નીકળી શકું તેમ નથી. માટે તું અહીં રોકાઈ હર-ફર. આપણે રાત્રે વાર્તા-વિનોદ કરશું.” હંસે વાત માની અને રાત પડતાં બન્ને મળ્યા. કુશળ-ક્ષેમ પૂછી સુખ કે દુઃખની વાતે વળગ્યા. મોડી રાતે બન્ને સાથે જ સૂઈ ગયા. હંસ તો સૂઈ ગયો પણ ઘુવડને રાત્રે નિરાંત ક્યાં? તે વનમાં કોઈ સાર્થવાહ પડાવ નાંખેલો ને પાછલી રાતે પ્રસ્થાન માટે તે તૈયાર થયો. બરાબર તે જ વખતે ઘુવડ મોટો ચિત્કાર (અવાજ) કરી નદી પાસેના કોતરમાં ભરાઈ ગયો. ઘુવડના કર્કશ શબ્દ અપશુકનની આશંકાથી ખિજાયેલા સાર્થવાહે તરત અવાજની દિશામાં બાણ છોડ્યું, તેથી બિચારો હંસ વીંધાઈ Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૮૧ અકાળ મૃત્યુ પામ્યો. માટે વિષમ ગોષ્ઠી ન કરવી. હવે અકાળચર્યાના ત્યાગ કરવા ઉપર માર્ગાનુસારીના ગુણોમાં જણાવ્યું છે કે - - धर्मार्थस्वात्मना श्रेयोऽभिवाञ्छन् स्थैर्यभृत् सदा । अदेशाकालयोश्चर्यां विचारज्ञो विवर्जयेत् ॥१॥ અર્થ :- ધર્મ, અર્થ અને સ્વયંના શ્રેયને ઇચ્છનાર સ્વૈર્યવાન આત્માએ દેશને અયોગ્ય તથા કાલને અયોગ્ય ચર્યાનો ત્યાગ કરવો તેમજ ભાષણ પણ સમયને યોગ્ય જ કરવું જોઈએ. સમયાનુકૂળ ભાષણ અનેકના આનંદનું કારણ બને છે. તે આ દૃષ્ટાંતથી સમજી શકાશે. ચાંપાનેરમાં મહંમદ બેગડો નામનો બાદશાહ રાજ્ય કરે, એક લઘુક નામનો બ્રાહ્મણ તેનો ઘણો માનીતો હતો. તેણે સરસ્વતીનું વરદાન મેળવ્યું હતું. દરબારીઓ તેનાથી દાઝે બળતા હતા. એકવાર કાજી, મુલ્લા, આખુન, બારાહજારી તથા સૂબાથી ભરેલા દરબારમાં મૌલવીએ બાદશાહને કહ્યું : ‘ગરીબ પરવાર ! કુરાનશરીફ ફરમાવે છે કે - કાફરના સવારના પહોરમાં દર્શન કરવાં નહીં, કેમ કે તેથી દોજખમાં જવાનું બને અને ચાલીશ દિવસના રોજાનો સબાબ (પુણ્ય) નાશ પામે છે, માટે આ લઘુકને બહુ હેળવો નહીં. દરબારીઓના કહેવાથી બાદશાહે લઘુકને દરબારમાં આવતો બંધ કર્યો. એક ભર્યા દરબારમાં બાદશાહે ચાર પ્રશ્નો પૂછ્યા; કે (૧) બધાનું બીજ શું? (૨) બધા રસોમાં શ્રેષ્ઠ ૨સ કયો ? (૩) કૃતજ્ઞ (કરેલા કાર્યને સમજનાર) કોણ ? અને (૪) કૃતઘ્ન (કરેલા કાર્યનો નાશ કરનાર) કોણ ? આ પ્રશ્નોના ઉત્તર આપો' તેમણે ઊંડાણથી વિચારી જવાબ આપ્યા પણ બાદશાહને સંતોષ ન થતાં તેણે માથું ધુણાવ્યું ને ના પાડી. મોટા મુલ્લા-મૌલવી યથાર્થ ઉત્તર ન આપી શક્યા. એટલે શાહે કહ્યું ‘યથાર્થ ઉત્તર તો લઘુક જ આપી શકતો, ભલે તમે તેને કાફર કહો પણ બુદ્ધિ તો એની જ છે. જુઓ આપણે તેને બોલાવી ઉત્તર માંગીએ.’ બાદશાહે તેને બોલાવી પ્રશ્નો પૂછ્યા, લઘુકે ઉત્તર આપતાં કહ્યું : ‘ગરીબ પરવર ! આ તો સાવ સહેલા સવાલ છે, જવાબ સાંભળો. જહાંપનાહ ! બધાંયનું બીજ પાણી છે. સર્વમાં શ્રેષ્ઠ રસ મીઠું (લવણ) છે. કૃતજ્ઞ કૂતરો છે અને કૃતઘ્ન જમાઈ છે. સાંભળો : द्रुतमानय पानीयं, पानीयं पङ्कजानने । पानीयेन विना सर्वं, सद्यः शुष्यति दग्धवत् ॥१॥ -- અર્થ :- હે પંકજમુખી ! જલદીથી પીવા જોગું પાણી લાવ, કેમ કે પાણી વિના, બળી ગયાની જેમ બધું તરત શોષાઈ જાય છે. प्राथम्यं उदधिष्वासीत्, सत्यं ते लवणोदधे । यद्रसेन विना सर्वरसो, न स्वादमर्हति ॥२॥ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અર્થ :- જેના રસ (મીઠા) વિના કોઈપણ રસ સ્વાદયોગ્ય થતો નથી એવા છે લવણસમુદ્ર ! સર્વ સમુદ્રમાં તારું પ્રથમપણું ખરેખર સાવ સાચું જ છે. अशनमात्रकृतज्ञतया गुरोर्न, पिशुनोऽपि शुनो लभते तुलाम् । अपि बहूपकृते सखिता खले, न खलु खेलति खे लतिका यथा ॥३॥ અર્થ:- સ્વામીના અન્ન-ભોજનમાત્રની કૃતજ્ઞતાને લીધે ચાડિયો, કૂતરાની પણ તુલનાને પામી શકતો નથી. અર્થાત્ કૃતજ્ઞતાને લઈ કૂતરો શ્રેષ્ઠતા પુરવાર કરે છે. (ત્યારે) શઠ-ખલ પુરુષ ઉપર અસંખ્ય ઉપકાર કર્યો હોવા છતાં મિત્રતા વિલસતી નથી. જેમ આકાશમાં વેલડી રમતી નથી તેમ. क्षणं रुष्टः क्षणं तुष्टो, नानापूजां च वाञ्छति । कन्याराशिस्थितो नित्यं, जामाता दशमो ग्रहः ॥४॥ અર્થ - થોડીવારમાં રિસાઈ જવું-ક્ષણમાં વળી રાજી થઈ જવું અને પાછો જાત-જાતના સત્કાર-સન્માન કે વસ્તુની અભિલાષા રાખવી. આવી વિચિત્રતા જમાઈમાં હોય છે. આ જમાઈ નથી પણ કન્યારૂપી રાશિમાં પડેલો દશમો ગ્રહ છે. બીજા ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં ગતિ કરે છે. પણ આ મહામંદ ગ્રહ કન્યારૂપી રાશિમાંથી ખસતો જ નથી. લઘુકના આવા તેજીલા ને સોસરાં ઊતરી જાય તેવા જવાબ સાંભળી બાદશાહ રાજી થયો ને કાજી આદિની સામે તેની ઘણી ઘણી પ્રશંસા કરી કહ્યું: “સાચી પંડિતાઈ તો લઘુકની છે. તેમાં જરાય બનાવટ કે દંભ નથી.” આમ લઘુક પાછો આવતો ને ઘડીઓ સુધી બાદશાહને સુભાષિતનો આનંદ કરાવતો થઈ ગયો. એવામાં પાછી કોઈએ ચાડી ખાતાં કહ્યું “બાદશાહ સલામત ! કાફર લઘુકની સાથે વધારે બેસવું-ઊઠવું સારું નહીં. આપણે ત્યાં તો મોટા-મોટા ઉસ્તાદ મુસ્તફા અને ખલીફા છે જે જબાનના જાદુગર છે.' બાદશાહે કહ્યું: “કાલે બોલાવો એ કાબીલોને, હું ફરી બીજા પ્રશ્નો પૂછીશ.” અને તેણે મોટી સભામાં ચાર પ્રશ્નો પૂછ્યા કે “સંસારમાં મોટો દીકરો કોનો? દુનિયામાં મોટા દાંત કોના? જહાનમાં મોટું પેટ કોનું? ને ખલકમાં સૌથી શાણો કોણ? ઘણો વિચાર કરી તેમણે જણાવ્યું કે આલમપનાહ ! દુનિયામાં બાદશાહનો દીકરો જ સહુથી મોટો દીકરો છે. તેમ મોટા દાંત ને મોટું પેટ હાથીનું છે અને આખી ધરતી પર તમારાથી વધી કોઈ શાણો નથી.” આ સાંભળી રાજાએ મોઢું બગાડ્યું ને આદરમાનપૂર્વક લઘુકને લાવવા ફરમાવ્યું. લઘુક આવ્યો. શાહે તેને બેસાડી આ પ્રશ્નો પૂછ્યા. લઘુકે કહ્યું : “ગરીબનવાજ ! જગતમાં ગાયનો પુત્ર સહુથી મોટો છે, તે ખેતી કરી સહુને જિવાડે છે. મોટા દાંત તે હળના છે, જે આખી પૃથ્વી ખેડે ને દાણા ઉગાડે છે. મોટું પેટ પૃથ્વીનું છે, તેમાં બધું સમાય છે ને પૃથ્વી બધું સહે Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મધ્યગ્રંથ : ભાગ-૪ ૧૮૩ પણ છે અને હજૂર ! સહુથી ડાહ્યો એ છે જે સમય-પ્રસંગને અનુરૂપ સુંદર ભાષણ કરી શકે છે.' આ સાંભળી શહેનશાહ ઘણો ખુશ થયો. લઘુક સાથે તેને ઘનિષ્ટ મિત્રતા બંધાઈ. આ દષ્ટાંત વિષયને અનુરૂપ હોઈ અત્રે આલેખ્યું છે. અર્થાત્ આચારના પ્રહરી સાધુ પુરુષોએ જ્ઞાનાચારનું પાલન કરવું અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનુસારે સર્વ ક્રિયાઓ યોગ્ય કાળે જ કરવી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસાર અસ્વાધ્યાયનું વર્ણન સાંભળી સ્વાધ્યાયકાળમાં જ શ્રુતનો અનુયોગ આચરવો-આદરવો. O ૨૫૮ બીજો આચાર-વિનયાચાર श्रुतस्याशातना त्याज्या, तद्विनयः श्रुतात्मकः । शुश्रूषादिक्रियाकाले, तत् कुर्यात् ज्ञानिनामपि ॥१॥ અર્થ - શ્રુતજ્ઞાનની આશાતના દૂરથી વર્જવી. કેમ કે તેનો વિનય એ શ્રુતસ્વરૂપ છે. માટે શુશ્રુષાદિ ક્રિયા વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો. દ્રવ્ય અને ભાવભેદે શ્રુત બે પ્રકારના છે. પુસ્તક-અક્ષર આદિ દ્રવ્યશ્રુત કહેવાય. એનો અનાદર કરવો, પગ લગાડવા, ઘૂંકાદિ લગાડવા આ બધી દ્રવ્યૠતની આશાતના સમજવી અને પરમાત્માએ કહેલા પદ-પદાર્થોમાં સ્વયંની દુર્બુદ્ધિથી વિપરીત અર્થ કરવો તે ભાવકૃતની આશાતના જાણવી. પ્રતિક્રમણ-આવશ્યકમાં તેત્રીશ આશાતનાનું વર્ણન કરતાં જણાવ્યું છે કે “સુમસ માસાયUTIસુવિયા સાયપાણ” શ્રુતની આશાતના કૃતના અધિષ્ઠાયકદેવની આશાતના ઈત્યાદિ, અહીં કોઈ એમ વિચારે કે મૃતદેવતા જેવી કોઈ વસ્તુ જ નથી તો પછી તેની આશાતના ક્યાંથી થાય?” તો તેના સમાધાનમાં સમજવું કે જિનેન્દ્રદેવનાં ગમોના અધિષ્ઠાયક હોય છે જ, અધિષ્ઠાતા વિનાનાં આગમ હોતાં જ નથી. શ્રુતદેવતા પણ ઘણા ઉપયોગી છે. કારણ કે તેના આલંબનથી નિર્મળ બુદ્ધિ અને પ્રશસ્ત અધ્યવસાયવાળા જીવો કર્મક્ષય કરી શક્યા છે. શ્રત-આગમમાં કહેલા વચનનું ઉલ્લંઘન કરવું તે ભાવશ્રુતની આશાતના છે. શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યું છે કે “મંત્રાદિ વિદ્યા શાસનનું કોઈ મહાન કાર્ય આવી પડ્યું હોય તો જ ઉપયોગમાં લેવાય. શાસનકાર્ય સિવાય તેનો ઉપયોગ થાય નહીં. પ્રમાદાદિ કારણે કે સ્વયંનું મહત્ત્વ દેખાડવા કે આશ્ચર્ય-કૌતુક ઉપજાવવા લબ્ધિ કે વિદ્યાનો ઉપયોગ કરનાર શ્રુતની આશાતના કરે છે અને આર્ય સ્થૂલભદ્ર મુનિની જેમ પોતાનો વિકાસ અટકાવે ને હાનિ પામે છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ આર્ય સ્થૂલભદ્ર પાટલિપુત્રનગરમાં શ્રમણ સંઘે એકત્રિત થઈ ઋતવ્યવસ્થિત કરવા આગમ વાચનાનું આયોજન કર્યું. કેમ કે મોટો ને ભીષણ દુષ્કાળ ઊતરતાં જ સંઘને સર્વ પ્રથમ જિનાગમની સારસંભાળ જરૂરી લાગી. ઘણા સાધુઓ શ્રત વીસર્યા હતા ને ઘણા જ્ઞાનીઓ અણસણ લઈ સ્વર્ગસ્થ થયા હતા. લગભગ બધા જ વિદ્વાનો અને ગીતાર્થ મુનિઓ ત્યાં એકત્રિત થયા હતા ને તેમણે અગિયાર અંગના અધ્યયન-ઉદેશા-સમુદેશાદિ વ્યવસ્થિત કર્યા. બારમા દષ્ટિવાદ એ અંગના પરિપૂર્ણજ્ઞાતા આર્ય ભદ્રબાહુસ્વામીજી તે વખતે ત્યાં ન હોઈ એ કાર્ય અટક્યું. બારમા અંગને વ્યવસ્થિત કરવા તેમણે આર્ય ભદ્રબાહુસ્વામીજીને બોલાવવા બે સાધુઓને નેપાલ મોકલ્યા. તેમણે વંદનાપૂર્વક વિનંતી અર્જ કરી. આચાર્ય શ્રી ભદ્રબાહુજીએ કહ્યું: “મેં મહાપ્રાણ ધ્યાન આરંભ્ય હોઈ બાર વર્ષ સુધી ત્યાં આવી શકું તેમ નથી. (મહાપ્રાણ ધ્યાન સિદ્ધ થયા પછી તે પૂર્વધર ચૌદ પૂર્વનું પુનરાવર્તન એક મુહૂર્તમાં કરી શકે.) પણ સારી બુદ્ધિ અને ગ્રહણ શક્તિવાળા સાધુઓ અહીં આવે તો હું તેમને પૂર્વની વાચના આપીશ. એક આહાર પછી, ત્રણ કાળ વેળાએ ત્રણ અને સાંજના પ્રતિક્રમણ પછી ત્રણ એમ કુલે સાત વાચના હું આપી શકીશ. સંઘ-શાસનનું પણ કામ થશે અને મારા ધ્યેયની પણ સિદ્ધિ થઈ શકશે. માટે તમે શ્રી સંઘને નમ્રતાપૂર્વક આ વાત જણાવશો.” . પાછા ફરેલા સાધુઓએ યથાર્થ વાત કહી. એ સાંભળી સંઘ પ્રસન્ન થયો પણ પાંચસો બુદ્ધિશાળી સાધુઓ પણ પૂર્વના અધ્યયન માટે નેપાલ જવા તૈયાર થયા ત્યારે તેના આનંદનો અવધિન રહ્યો. ૫૦૦ સાધુઓ આર્યભદ્રબાહુસ્વામીજી પાસે આવ્યા ને ઉત્સાહપૂર્વક અધ્યયન કરવા લાગ્યા. ધીરે ધીરે તેમનો ઉત્સાહ મંદ પડવા લાગ્યો. અધ્યયનની ક્લિષ્ટતાથી કંટાળી ધીરે ધીરે સાધુઓ ત્યાંથી ખસવા લાગ્યા. કેટલાક વખત પછી તો માત્ર સ્થૂલભદ્ર વિના બધા પાછા ફરી ગયા. સ્થૂલભદ્ર તીવ્ર બુદ્ધિશાળી હતા. તેમણે આઠ વર્ષમાં આઠ પૂર્વનું અધ્યયન કર્યું. થોડી થોડી વાચના મળવાથી ખિન્ન થયેલા સ્થૂલભદ્ર મુનિને આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું : “ભદ્ર ! નિરાશ ન થા. હવે મારું ધ્યાન પરિપૂર્ણ થવા આવ્યું છે. પછી તો તને જેટલી જોઈશે તેટલી વાચના આપીશ.” સ્થૂલભદ્રે પૂછ્યું: “નાથ ! હવે કેટલુંક બાકી છે?’ તેમણે કહ્યું: “ભાઈ ! ટીપા જેટલું તું ભણ્યો છે અને સમુદ્ર જેટલું બાકી છે.” આ સાંભળી સ્થૂલભદ્ર આશ્ચર્ય પામ્યા. પછી તો મહાપ્રાણ ધ્યાન પૂર્ણ થતાં વાચનામાં વેગ આવ્યો. સ્થૂલભદ્ર બે વસ્તુ ઓછી એવા દશ પૂર્વ ભણ્યા. એકવાર શ્રી સ્થૂલભદ્રની બહેન સાધ્વીઓ યક્ષા આદિએ ભદ્રબાહુસ્વામીને વંદનાદિ કરી પૂછ્યું : “ભગવન્! આર્ય સ્થૂલભદ્રજી ક્યાં ?’ તેમણે કહ્યું : “સામે પેલી દેવકુલિકામાં બેઠા અધ્યયન કરતા હશે! સાધ્વીઓ તે તરફ ચાલ્યાં. સ્થૂલભદ્ર મુનિએ બહેન સાધ્વીઓને આવતા Page #195 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૮૫ જોઈ તેમને આશ્ચર્ય ઉપજાવવા સિંહનું રૂપ વિદ્યાબળે લીધું. સાધ્વીઓ તો વિકરાળ સિંહને જોઈ ભયભીત થઈ પાછાં દોડી આવ્યાં ને કહ્યું : “ભાઈ મહારાજનું શું થયું? ત્યાં તો વિકરાળ સિંહ બેઠો છે.” આ સાંભળી મહારાજજીએ ઉપયોગ મૂકી જોયો ને કહ્યું: ‘તમે પાછા જાવ, ત્યાં સિંહ નથી સ્થૂલભદ્ર મુનિ છે. તેમને વંદન કરી આવો.” આ સાંભળી સાધ્વીજી પાછાં ગયાં ને ત્યાં સ્થૂલભદ્રમુનિને સાશ્ચર્ય જોયા ને વંદના કરી. શાતા પૂછી પોતાના ભાઈ શ્રીયકમુનિના સ્વર્ગવાસ આદિની બીના કહી, પોતે સિંહ જોયો હતો તે સંશય પૂછી નિઃશંક થઈ પાછી ફરી. પછી અવસરે સ્થૂલભદ્રમુનિ ઉપાશ્રયે આવ્યા અને યોગ્ય સમયે વાચના લેવા ઉપસ્થિત થયા ત્યારે આચાર્યશ્રીએ કહ્યું : “તું યોગ્ય નથી માટે તને વાચના નહીં આપી શકું.” આ સાંભળતાં જ વજાહિતની જેમ શૂન્ય થઈ ગયેલા સ્થૂલભદ્ર દીક્ષા દિવસથી આરંભી તે સમય સુધીમાં થયેલા પોતાના અપરાધો સંભારી ગયા પણ કોઈ એવો અપરાધ જણાયો નહીં. પછી તેઓ બોલ્યા: “એ પૂજયવર્ય! આપશ્રીની અપ્રીતિના કારણ સ્વરૂપ કોઈ અપરાધ મારાથી થયો જણાતો નથી. આપશ્રીના ખ્યાલમાં હોય તો જણાવવા કૃપા કરો.” શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું: “અપરાધનો સ્વીકાર કર્યા વિના પાપ શાંત થતું નથી. તું યાદ કર.' ત્યાં સ્થૂલભદ્રમુનિને સિંહનું રૂપ કરવા દ્વારા શ્રતની આશાતના યાદ આવી ને તેઓ આચાર્યના ચરણકમળમાં પડી મને ક્ષમા કરો, આવી ભૂલ હું ફરી નહીં કરું ઇત્યાદિ કહી ક્ષમા માંગવા લાગ્યા. પણ શ્રી ભદ્રબાહુસૂરિજીએ સાફ ના પાડી. આર્ય સ્થૂલભદ્રજીએ સંઘના આગેવાનોને બધી બીના કહી. ગુરુ મહારાજને મનાવી લેવા અનુનય કર્યો. કારણ કે મોટાઓના કોપને મોટા જ ઉપશાંત કરી શકે છે. સંઘના અગ્રણીઓનો ઘણો આગ્રહ જોઈ સૂરિજીએ કહ્યું: “સ્થૂલભદ્રની જેમ બીજા જીવો પણ હવે નિરર્થક વિદ્યાનો ઉપયોગ કરતા થઈ જશે. હવે પછીના જીવો તો મંદસત્વવાળા હોઈ દુરુપયોગ થવા સંભવ પણ ખરો. માટે તમે આગ્રહ નહીં કરો.” પણ સંઘે આગ્રહ નહીં છોડતાં પોતે ઉપયોગ મૂકી જાણ્યું કે “બાકીના પૂર્વોનો મારાથી અભાવ નથી.” “બાકીના આ ચાર પૂર્વે બીજાને તારે ભણાવવા નહીં” એવો અભિગ્રહ આપી તેમણે સ્થૂલભદ્રમુનિને ચાર પૂર્વની મૂળ મૂળ વાચના આપી. જેથી શ્રી સ્થૂલભદ્ર ચૌદ પૂર્વના ધારક થયા. પરમાત્મા શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી એકસો સિત્તેર વર્ષે શ્રી ભદ્રબાહુવામી પણ પંડિતભાવે સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા. આ દષ્ટાંતનો ઉપનય વિચારી શ્રુતની આશાતનાનો ત્યાગ કરવો. આ પ્રમાણે શ્રુતનો વિનય સમજાવ્યો. તેમજ શુશ્રુષા આદિ કરવાનો અવસરે જ્ઞાનીનો પણ વિનય કરવો. તે બાબતમાં સૂત્રમાં ફરમાવ્યું છે કે : Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ न पख्खओ न पुरओ, नेव किच्चा ण पिट्टओ । ન ખુબ્ને કળા કરું, સયળે નો કિસ્સુને પ્રા અર્થ :- નમસ્કરણીય અને પૂજ્ય એવા ગુરુ મહારાજની પાસે આગળ કે પાસે પીઠ કરી બેસવું ન જોઈએ. ઢીંચણથી ઢીંચણ અડે તેમ પણ ન બેસાય અને શય્યા-આસને રહીને ગુરુવાક્ય ન સંભળાય-ઉત્તર ન અપાય. અર્થાત્ ગુરુવાક્ય સાંભળતાં જ ઊભા થઈ ઉત્તર આપવો જોઈએ. ગુરુ મહારાજની ડાબે કે જમણે પડખે ન બેસાય. કારણ કે તેમ બેસવાથી ગુરુ મહારાજના સરખે આસને બેસવા રૂપ અવિનય થાય. ગુરુશ્રીના સન્મુખ પણ ન બેસાય, કેમ કે તેથી વંદના માટે આવનારને ગુરુમહારાજનું મુખદર્શન ન થાય. આ અપ્રીતિનું કારણ છે. ગુરુની પાછળ પણ ન બેસાય, તેથી ગુરુ શિષ્ય ઉભય એકબીજાનું મુખ જોઈ શકતા નથી. પોતાના ઢીંચણ સાથે ગુરુનો ઢીંચણ અડવો જોઈએ નહીં તથા શય્યામાં સૂતાં સૂતાં કે આસન પર બેઠાં બેઠાં ઉત્તર આપવો નહીં પણ ગુરુશ્રી બોલે કે તરત તેમની પાસે ઉપસ્થિત થાય. મનમાં માને કે મારા પર ગુરુમહારાજની મોટી કૃપા છે.’ તેથી તેમનાં ચરણોમાં નમવાપૂર્વક પૂછે કે ‘ભગવાન ! ઇચ્છામો અણુસઢું' અર્થાત્ ભગવાન્ ! શી આજ્ઞા છે ?’ આમ વિનય ગુણથી ગુરુને સુપ્રસન્ન રાખવા. ગુરુને પ્રસન્ન કરવાનો આ જ એક મુખ્ય માર્ગ છે. કહ્યું છે કે अणासवा थूलवया कुसीला, मिउं पि चंडं पकरंति सीसा । चित्ताणुआ लघुदक्खोववेआ, पसायए ते हु दुरासयपि ॥१॥ અર્થ :- ગુરુ વચનને નહીં માનનારા, વગર વિચાર્યે બોલનારા અને ખરાબ શીલવાળા શિષ્યો મૃદુસ્વભાવના ગુરુને પણ ઉગ્ન કરે છે ત્યારે ગુરુના ચિત્તને અનુસરનારા ને દક્ષતાવાળા નમ્ર શિષ્યો દુરાસદ એટલે અતિ ક્રોધી ગુરુને પણ પ્રસન્ન કરી શકે છે. આ બાબતમાં ચંડુદ્રાચાર્ય મહારાજનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. આચાર્ય શ્રી ચંડરુદ્રાચાર્યનું દૃષ્ટાંત શ્રી ચંડ ુદ્રાચાર્યનું મૂળ નામ તો રુદ્રાચાર્ય હતું. પણ તેઓ શીઘ્ર ઉગ્ર થઈ જતા હોવાથી ચંડાચાર્ય નામે પ્રસિદ્ધ થયા. તેઓશ્રી પોતાના સમુદાય સાથે એકવાર અવંતીનગરીમાં પધાર્યા. તેઓશ્રી પોતાના શિષ્યની સામાન્ય ક્ષતિ પણ ચલાવી લેતા નહીં અને ન્યૂનાધિક ક્રિયાના સામાન્ય દોષથી ચિડાઈ જતા અને વારંવાર ઠપકો આપતા. તેમની પ્રકૃતિ જ ઉગ્ર હતી. એકવાર એ મહાન્ આચાર્યે વિચાર્યું ‘આ બધા ય શિષ્યોનું કે અન્યોનું નિવારણ માત્ર હું એકલો કરી શકવાનો નથી. જીવમાં પડેલો પ્રમાદ પણ માત્ર વઢ વઢ કરવાથી જઈ શકશે નહીં. વધારે રોષ કરવાથી એમનું સુધરે તે કરતાં વધારે મારું બગડે છે.’ Page #197 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૮૭ એમ વિચારી તેઓ ધ્યાન માટે એકાંત સ્થાનમાં આવી બેઠા. થોડી જ વારમાં અવંતિનો જ રહેવાસી તરતનો પરણેલો શ્રેષ્ઠીપુત્ર પોતાના મિત્રો સાથે ફરતો ત્યાં આવી ચડ્યો. હજી તો પીઠીનો રંગ ને હાથના મીંઢળ પણ તરત નજરે પડતા હતા. સાથીઓએ આચાર્ય મહારાજને જોઈ કહ્યું “ભગવન્! આ અમારા મિત્રને સંસાર કડવો ઝેર જેવો લાગે છે, અતિ વૈરાગ્ય પામ્યો હોઈ એ અત્યારે જ આપની પાસે દીક્ષા લેવા ઇચ્છે છે વારે વારે એક જ વાત સાંભળી ખિજાયેલા આચાર્યશ્રીએ કહ્યું કે “જો એમ જ છે તો રાખ લઈ આવો.' ને તેઓ મશ્કરીમાં જ રાખ પણ લઈ આવ્યા. તે જોઈ આચાર્ય ઊઠ્યા ને રાખ લઈ નવપરિણીતને બેસાડ્યો. તે પણ એવો લઘુકર્મી કે તરત બેસી ગયો. ગુરુએ ઝપાટાબંધ લોચ કરવા માંડ્યો. આ જોઈ બધા સાથીઓ ગભરાઈને નાસી ગયા. લોચ થઈ રહ્યો ને તે યુવાન વિચારતો હતો કે “આમાં ગુરુ મહારાજનો જરાય દોષ નહીં, મોટો ઉપકાર છે. હું જાતે જ અહીં આવ્યો છું ને દીક્ષાની માગણી કરી છે. ઈન્દ્ર જેવા સમર્થને પણ દુર્લભ એવું ચારિત્ર મને વિના પ્રયત્ન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની આચાર્યશ્રીના શ્રીહસ્ત મને મળ્યું છે, માટે તેનો ત્યાગ ન જ કરાય. કહ્યું છે કે - प्रमादसङ्गतेनापि, या वाक् प्रोक्ता मनस्विना । सा कथं दृषदुत्कीर्णा-क्षरालीवान्यथा भवेत् ॥१॥ અર્થ:- પ્રમાદમાં (કે મશ્કરીમાં પણ) કહેલી મનસ્વી મહાનુભાવોની વાણી પથ્થરમાં કોતરેલી અક્ષરપંક્તિ જેવી હોય છે તે ખોટી કેમ થાય? આમ વિચારી ત્યાં ઊભેલા કેટલાક મિત્રોને કહ્યું કે હવે તમે પણ જઈ શકો છો. હવે તો મારું કામ થઈ ગયું. મને હવે કોઈનું પ્રયોજન ન રહ્યું. મિત્રોએ તેને તેની નવોઢાની સ્થિતિ જણાવતાં ઘણું સમજાવ્યો પણ તેણે કહ્યું “હવે મેં દીક્ષા સ્વીકારી છે ને સર્વ સંગ છોડી દીધો છે.” એટલે રહેલા મિત્રો પણ ગામ ભણી ચાલ્યા. નવદીક્ષિત મુનિ પોતાના પરિણામે અને સમજણે અતિ પ્રૌઢ જણાવા લાગ્યા. તેમણે ગુરુજીને કહ્યું “ભગવન્! મારા પૂર્વ સાથીઓ નગરમાં ગયા છે. તેમનાથી મારા ખબર મેળવી મારા સ્વજનો અહીં આવશે ને મને તેમજ આપને પણ ઉપદ્રવ થશે. માટે આપણે કશે બીજે ઠેકાણે ચાલ્યા જઈએ.” ગુરુ મહારાજે કહ્યું “વત્સ ! તારી વાત તો સાચી છે પણ હવે રાત પડવા આવી ને હું રાતે જોઈ શકતો નથી. તું પહેલાં રસ્તો જોઈ આવ. માર્ગ સારો હોય તો આપણે નીકળી જઈએ.” તે સાંભળી નવા મુનિ શીવ્ર રસ્તો જોઈ પાછા આવ્યા ને કહ્યું “ગુરુજી! પધારો.” એટલે તરત બને ચાલી નીકળ્યા. અંધારું વધતું ગયું ને રસ્તો પણ બગડતો ગયો. ઊંચા-નીચા, વાંકા Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ચૂંકા રસ્તા પર ચાલતાં ને પગલે પગલે ઠોકર ખાતાં આચાર્ય ક્રોધે ભરાયા. આક્રોશ કરી બોલ્યા ! ‘રે દુષ્ટ ! આ કેવો રસ્તો શોધ્યો ?’ ને એમ કરતાં વધારે ખિજાઈ તેમણે નૂતન મુનિને ઠંડો ફટકારી દીધો. શિષ્ય વિચારે છે કે ‘હું જ કેવો નિર્ભાગી, ગુરુમહારાજને અશાંતિ ઉપજાવું છું. તેઓ તો પોતાના શિષ્યો સાથે સુખે રહેતા હતા ને મેં જ તેમને ત્રાસ આપ્યો. કેટલાક શિષ્યો તો જીવનપર્યંત ગુરુમહારાજને સુખ આપનારા હોય છે. ત્યારે મેં પ્રથમ દિવસે જ ગુરુને દુભવ્યા ને આશાતના કરી. પરંતુ હવે સ્થાને તો પહોંચવું જ રહ્યું. માર્ગમાં કોઈ ઠૂંઠુ આદિ ન વાગે કે ઠોકર ન વાગે તેવા હેતુથી તે સંભાળપૂર્વક આગળ ચાલી મહારાજજીને માર્ગ બતાવવા લાગ્યો. ન આમ યતનાપૂર્વક આગળ ચાલતાં તે મુનિ વિચારે છે કે ‘આ સંસારમાં ગુરુ મહારાજનો મારા પર મોટો ઉપકાર છે. અનાદિકાળથી નહીં મળેલો મોક્ષમાર્ગ આમના પસાયે મને મળ્યો. ધન્ય હો ગુરુવર્ય ! અનાદિથી હું સંસારમાં રખડું છું. મને પરમાત્મા વીતરાગદેવે કહેલા માર્ગનું રહસ્ય તમે જ બતાવ્યું છે. અનાદિથી આજ સુધી મને એવો કોઈએ માર્યો નથી કે જેથી ક્રોધના બદલે શાંતિ ઊપજે !!! મારા તો ભવોભવનાં કર્મ નાશ જ પામ્યાં. આવો ઉપકાર સાચા ગુરુ વિના કોણ કરી શકે તેમ છે ? આમ શુભધ્યાનમાં મગ્ન થઈ ઉપશમશ્રેણિ દ્વારા કર્મદલિક ઉપશમાવી-ફરી ક્ષપકશ્રેણિએ આરૂઢ થઈ તે કર્મોના અંશોનો ક્ષય કરી અદ્ભુત સામર્થ્ય મોહરાજાની સેનાનો પરાજય કરી કેવળજ્ઞાન પામ્યા. માત્ર ગુરુવિનયથી જ કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ. જેને માટે ઉદ્યમ કર્યો હતો તે તત્કાળ મળી ગયું. કેવળજ્ઞાન થયા પછી તે મુનિ જ્ઞાનબળે બધું જોતા-જાણતા હોઈ વિષમ માર્ગ છોડી સારા માર્ગે ચાલવા ને ગુરુમહારાજને લઈ જવા લાગ્યા. ગુરુને ધર્મપ્રીતિથી સુપ્રસન્ન કર્યા. પ્રાતઃકાળ થતાં આચાર્યશ્રીજીએ નૂતન શિષ્યના માથા ઉપર લોહી વહેતું જોયું. તેઓ સમજી ગયા કે તરતના લોચવાળા મસ્તક પર મારા પ્રહાર થતાં લોહી નીકળ્યું છે. ઊગતી વયનો અને નવો જ દીક્ષિત હોવા છતાં આની મન-વચન અને કાયાના યોગથી ઉત્તમ ક્ષમા અને પ્રબળ વિનય છે. આ બધું અલૌકિક અને અદ્ભુત કહેવાય. હું લાંબા કાળથી દીક્ષિત, અનુભવી અને પંડિત છું. છતાં મારા ક્રોધની ઉગ્રતા ઘણી છે. હું ક્ષમા રાખી શકતો નથી. ભગવાને ક્રોધને ક્ષમાથી જીતવાના ઉપાય બતાવ્યા છે. છતાં તેમાં મને સફળતા મળી નથી. મારા ક્રોધને વારંવાર ધિક્કાર છે.' ઇત્યાદિ ઊંડાણપૂર્વક ચિંતન કરતાં આચાર્યદેવે નૂતન શિષ્યને પૂછ્યું : “ભદ્ર ! મને આ આશ્ચર્ય વિસ્મય ઉપજાવે છે કે પહેલાં તો તું માર્ગમાં વારંવાર ઠોકર ખાઈ જતો પણ પછી તો તે અંધારામાં જ તું મને જરા પીડા ન થાય-જાણે તને સૂર્ય માર્ગ બતાવતો હોય તેમ સારી રીતે ચાલતો હતો. આ અચરજ મનમાં માતું નથી.” શિષ્યે શાંતિથી કહ્યું : દેવ-ગુરુના વિનયથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમજ શ્રુતજ્ઞાન બીજાં જ્ઞાન મેળવી આપે છે અને જ્ઞાનથી શું અજાણ્યું છે ? ને જ્ઞાનથી શું પ્રાપ્ત થયું નથી ? અર્થાત્ બધું જ મળે છે.' ઇત્યાદિ Page #199 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૮૯ જ્ઞાનગર્ભિત વાત સાંભળી આચાર્યશ્રીને લાગ્યું કે “જ્ઞાન વિના આ શક્ય નથી. તેમણે પૂછ્યું : “કયા જ્ઞાનથી માર્ગાદિ જાણ્યા?' તેમણે કહ્યું : “આપના પસાયે અપ્રતિપાતિ જ્ઞાનથી.” આ સાંભળતાં જ આચાર્ય પોતાના આત્માની, ક્રોધ-સ્વભાવ અને વ્યવહારની નિંદા કરવા લાગ્યા તે ત્યાં સુધી કે તેઓ કેવળી (શિષ્ય)ના ચરણમાં પડી ક્ષમાદિ માંગવા લાગ્યા અને શુભભાવે તેઓ પણ ત્યાં જ કેવળી થયા. આમ એક શુશિષ્ય ઘણા સારા સંયોગ ઊભા કરી શક્યા. માટે કહેવામાં આવ્યું કે “ઉત્તમ વિનયવાળા શિષ્યો અતિ ક્રોધવાળા ગુરુને પણ મહાન લાભનું કારણ થાય છે. માટે વિનયને ધર્મનું મૂળ અને ગુણોનો અધિરાજ કહેવામાં આવ્યો છે. ૨૫૯ ત્રીજો જ્ઞાનાચાર-બહુમાન विद्या फलप्रदाऽवश्यं, जायते बहुमानतः । तदाचारस्तृतीयोऽयं, विनयतोऽधिको मतः ॥१॥ અર્થ - ગુરુ મહારાજાદિકનું બહુમાન કરવાથી વિદ્યા અવશ્ય ફળપ્રદ થાય છે. આ ત્રીજો બહુમાન નામનો આચાર વિનયથી પણ ચડિયાતો માનવામાં આવેલ છે. વિનય તો અભ્યત્યાન, વંદન નમ્રતાદિ બાહ્યાચારથી પણ થઈ શકે છે, ત્યારે બહુમાન તો આંતરિક પ્રીતિથી જ થઈ શકે. જો હૃદયમાં બહુમાન હોય તો ગુરુ શ્રી આદિને અનુસરવું. ગુણનું ગ્રહણ કરવું. દોષનું આચ્છાદાન કરવું. તથા અભ્યદયનું ચિંતવન કરવું ઇત્યાદિ એકાંતે બને છે. જેને શ્રુતનો ખપ હોય તેણે ગુરુનો વિનય અવશ્ય કરવો જ જોઈએ. તે વિના ઘણા વિનયે ગ્રહણ કરેલી વિદ્યા ફળવતી બનતી નથી. આ બાબત ગૌતમ પૃચ્છામાં જણાવ્યું છે કે विज्जा विन्नाणं वा, मिच्छा विणएण गिहिउं जो उ। अवमन्नइ आयरिअं, सा विज्जा निष्फला तस्स ॥१॥ અર્થ - વિદ્યા કે વિજ્ઞાન આદિ જો મિથ્યા વિનય = (દેખાવનો વિનય હોય પણ પ્રીતિ ન હોય તેવા) ખોટા વિનયથી ગ્રહણ કરવામાં આવે અને આચાર્યની અવગણના કરવામાં આવે તો તે વિદ્યા નિષ્ફળ જાય છે. અહીં વિનય અને બહુમાનના ચાર ભાંગા થાય છે. (૧) વિનય હોય પણ બહુમાન ન હોય. પરોઢે ઊઠી શ્રી નેમિનાથ પ્રભુના વંદને જનાર શ્રી કૃષ્ણપુત્ર પાલકકુમાર આદિની જેમ. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦. ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ (૨) બહુમાન હોય પણ વિનય ન હોય. સાંબકુમાર અથવા હમણા કહેવાતા બે નિમિત્તિયા આદિની જેમ. (૩) વિનય હોય ને બહુમાન પણ હોય. કહેવામાં આવશે, તે કુમારપાળ આદિની જેમ અને - (૪) કોઈને વિનય પણ ન હોય અને બહુમાન પણ ન હોય. કપિલા દાસી અથવા કાલસૌકરિક કસાઈ આદિની જેમ જાણવું. બે નૈમિત્તિકનું દૃષ્ટાંત એક ગામમાં કોઈ સિદ્ધપુત્ર પાસે બે શિષ્યો નિમિત્તશાસ્ત્ર ભણતા હતા. તેમાં એક શિષ્ય બહુમાનપૂર્વક ગુરુવિનય કરતો હતો. ગુરુ જે કાંઈ કહે તે યથાર્થ રીતે સ્વીકારતો હતો. ત્યારે બીજા શિષ્યમાં તે ગુણ નહોતો. એકવાર બને શિષ્યો કાષ્ટાદિ લેવા જંગલમાં ગયા હતા. માર્ગની ધૂળમાં મોટાં પગલાં જોઈ એકે કહ્યું “આગળ એક હાથી ચાલ્યો જાય છે.” બીજાએ કહ્યું “હાથી નહીં હાથણી જાય છે. તે ડાબી આંખે કાણી છે. તેના ઉપર સધવા ને સગર્ભા રાણી બેઠેલાં જણાય છે આજકાલમાં જ તેઓ પુત્રની માતા બનશે.” આ સાંભળીને બીજાએ ઊકળીને કહ્યું “જોયા વિના આવું અસંબદ્ધ શાને બોલે છે?” બીજાએ કહ્યું: “આમાં અસંબદ્ધ જેવું કાંઈ નથી. જ્ઞાનથી બધું જ જણાય છે. તમને આગળ જતાં વિશ્વાસ થઈ જશે.” તેઓ આગળ ચાલ્યા ને શહેરમાં આવતાં તેઓને ખબર મળ્યા કે અહીંનાં રાણીબાએ પુત્ર પ્રસવ્યો છે. શિષ્યને પ્રતીતિ તો થઈ પણ સાથે સાથે ગુરુમહારાજ પર ખેદ પણ થયો. ચાલતાં ચાલતાં તેઓ કોઈ ગામની સીમમાં નદી કાંઠે આવ્યા ત્યાં એક વૃદ્ધાએ પાણીનો ઘડો ભરી માથે મૂક્યો ને વિદ્વાન સિદ્ધપુત્રના શિષ્યો જાણી તેમને પૂછ્યું “સિદ્ધપુત્રો! વર્ષોથી દેશાંતર ગયેલા મારા દીકરાના કોઈ વાવડ નથી તે ઘેર ક્યારે આવશે?” આટલું પૂછતાં તે વૃદ્ધાના માથેથી ઘડો પડ્યો ને ફૂટી ગયો. તે જોઈ પેલા શિષ્ય કહ્યું ! “ડોશી નાહી નાખ. હવે તારો પુત્ર કદી ઘેર નહીં આવે તે મરી ગયો છે.” આ સાંભળતાં જ વૃદ્ધા ફસડાઈ પડી. ત્યાં બીજા શિષ્ય કહ્યું “મા! શા માટે ખેદ કરો છો ? તમારો દીકરો ઘરે આવ્યો જ સમજો,” આ સાંભળી ડોશી ઊભી થઈ. પણ શંકા રહ્યા જ કરી કે બન્નેમાંથી કોણ નિમિત્તજ્ઞાની! બન્ને સમર્થ જાણકારના શિષ્યો ! વૃદ્ધા ઘેર જુએ છે તો દીકરો સાચે જ ઘરે આવેલ. વૃદ્ધાના આનંદનો પાર ન રહ્યો. તે ઘેલી ઘેલી થઈ વાલા દીકરાને કહે “હું પેલા નાના શિષ્યને મળીને તરત પાછી આવું” ને વસ્ત્ર, મીઠાઈ ને રૂપિયા લઈ તે ઉતાવળે ગઈ ને નાના શિષ્યને આપતાં કહ્યું “તમે સાવ સાચું કહ્યું. હું તો સાવ ભાંગી પડી હતી. પણ તમારું જ્ઞાન ખરેખરું !” Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ આ બધું જોઈ સાંભળી મોટા શિષ્યને ઘણું લાગી આવ્યું છે “ગુરુએ મને સારી રીતે ભણાવ્યો જ નથી. વિદ્યાનું રહસ્ય બધું આને જ શિખવાડ્યું લાગે છે નહીં તો તે આટલું બધું ક્યાંથી જાણે? પક્ષપાતી ગુરુનો જ બધો વાંક છે.” ઇત્યાદિ સંકલ્પ-વિકલ્પ કરતો તે ગુરુ મહારાજ પાસે આવ્યો. ગુરુને જોતાં જ પેલા નાના શિષ્યને આનંદ આનંદ થઈ ગયો. આંખ પણ ભીની થઈ ગઈ. જાણે કેટલાંય વર્ષે પાછો ગુરુને મળ્યો હોય ! અતિ નમ્રતાથી તેણે ચરણવંદના કરી. ત્યારે પેલો તો અક્કડ હતો તેમાં આજે ગુરુ ઉપર રોષ હોઈ વધારે જડ બન્યો. ગુરુએ કહ્યું “કેમ ભાઈ ! આજે આમ દૂર ઊભો છે ? પગે તો લાગ” શિષ્ય કહ્યું : “તમારા જેવા ગુરુઓ પણ આંતરું રાખશે ને પક્ષપાત કરશે તો આ સંસારમાં કોઈને કાંઈ કહેવા જેવું રહેશે જ નહીં. ચંદ્ર પણ આગ વર્ષાવે તો કોને કહેવું?” ગુરુએ અચંબો પામતાં કહ્યું: “તું આ શું બોલે છે? મેં કદી પણ વિદ્યા આપવામાં કે આમ્નાય બતાવવામાં મન ચોર્યું નથી કે પડદો રાખ્યો નથી.” શિષ્ય કહ્યું “જો તમે સાચું કહેતા હો તો આ તમારો વહાલો શિષ્ય શાથી હાથણી આદિનું સ્વરૂપ જાણી શક્યો? કેમ મને કશું જ સમજાયું નહીં?” આ સાંભળી ગુરએ નાના શિષ્યને બોલાવી પૂછ્યું. “વત્સ! તેં શી રીતે જાણું ! તે કહે” તેણે કહ્યું “આપના પસાયથી હું નમ્રતા-બહુમાનના લીધે માનસિક સ્વસ્થતા જાળવી શકું છું. તેથી ઊંડાણપૂર્વક વિમર્શ કરી શકાય છે. હાથી પગલાં જોઈ મેં વિચાર્યું કે હાથીનાં પગલાં સહુ જાણે છે. પણ આ હાથીનાં હશે કે હાથણીનાં? એમ વિચાર કરતાં તેણે કરેલ લઘુનીતિ (પિશાબ)થી જાણ્યું કે હાથીના પિશાબની ધાર આમ ન હોય. માટે હાથણી જ હોવી જોઈએ. તથા એક તરફના ઝાડપાન ને વેલાઓ સૂંઢથી ખેંચાયેલા-તૂટેલા ને બીજી તરફનાં પરાં જોતાં લાગ્યું કે હાથણી કાણી હશે. આવી હાથણી ઉપર રાજ પરિવાર જ હોય. માર્ગમાં એક જગ્યાએ રાણી પિશાબ કરવા ઊતર્યા હશે. તેમની ચરણરેખા ધૂળ પર પડેલી જોવાથી જાણ્યું કે અતિ પુણ્યવતી રાણીનો પગ છે. તેમના વસ્ત્રનો છેડો ઝાંખરામાં ભરાયો હશે તે તેનો લાલ તાંતણો ત્યાં જોઈ મેં વિચાર્યું કે “રાણી સધવા છે. તે પિશાબ કરી ઊઠ્યાં હશે ત્યારે પૃથ્વી પર હાથ મૂકી ઊભાં થયાં હતાં. તેમની હથેળી ધૂળમાં જોઈ મેં વિચાર્યું નિશ્ચય રાણી સગર્ભા છે. તેમજ ઊઠતાં જમણો પગ પહેલો મૂક્યો હોઈ જાયું કે તેમના ગર્ભમાં પુત્ર છે. તેમની ચાલ ઘણી જ મંદ હોઈ જાણ્યું કે પ્રસવકાળ ઘણો જ સમીપ છે. ઇત્યાદિ પ્રકારે મેં જે જાયું તે મારા ગુરુભાઈને કહ્યું” મોટાએ પૂછ્યું ઘણું સારું કર્યું પણ પેલી ડોશીના દીકરાની વાત કેવી રીતે કરી? ઘડો ફૂટવો એ તો મોટું અપશુકન છે. આ વાત તો આખો સંસાર જાણે છે. તેણે ગુરુને કહ્યું “તાત ! તે વૃદ્ધાએ જેવો પ્રશ્ન કર્યો કે તરત તેનો ઘડો પડ્યો ને ફૂટી ગયો. તે જોઈ મેં વિચાર્યું, “જેમ માટીથી જુદો પડેલો ઘડો માટીમાં અને પાણીથી જુદું પડેલું પાણી ઘડામાંથી નીકળી પાછું પાણીમાં મળી ગયું તેમ વૃદ્ધાથી જુદો પડેલો તેનો પુત્ર પાછો ઘરે આવ્યો જ હશે.” આ પ્રમાણે સાંભળી તેની સ્વચ્છમતિથી પ્રસન્ન થયેલા ગુરુએ બીજાને કહ્યું: “હે વત્સ! તેં મારો વિનય તો ઘણો કર્યો પણ હૃદયમાં બહુમાન ન હોવાથી યથાર્થ રીતે જ્ઞાન પરિણમ્યું નહીં.” ત્યારે આ નાનો શિષ્ય-સ્વાભાવિક રીતે જ મારા પર બહુમાન રાખે છે. બહુમાનપૂર્વક Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ વિનય હોય તો જ વૈયિકી બુદ્ધિ સ્કુરે છે. આમાં મારો દોષ નથી. આ પ્રમાણે વિનય હોવા છતાં બહુમાન અને અબહુમાનનું તારતમ્ય જાણવું. વિનય અને બહુમાન આ બન્નેથી યુક્ત શ્રી કુમારપાલ મહારાજાનું દષ્ટાંત - શ્રી કુમારપાલ મહારાજાનું દૃષ્ટાંત પાટણનાં મહારાજા કુમારપાલ ધર્મમાં સાવધાન અને જિનાગમ ઉપર અનન્ય નિષ્ઠાવાળા હતા. તેમણે શ્રી જિનાગમના એકવીશ ભંડારો ભિન્ન-ભિન્ન સ્થળોએ કરાવ્યા હતા. આગમગ્રંથોમાં વર્ણવેલા ત્રેસઠશલાકા પુરુષોનાં સ્વતંત્ર જીવન ચરિત્ર સાંભળવાની તેમને ઇચ્છા થતાં તેમણે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીને વિનંતી કરી. શ્રી હેમચંદ્રસૂરિજીએ ૩૬૦૦ શ્લોક પ્રમાણ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રની અદ્ભુત રચના કરી. આ ગ્રંથને રાજાએ ઉત્તમ લહિયા (લેખક) પાસે સોના તેમજ રૂપાની સ્યાહીથી લખાવી મહેલમાં પધરાવી રાત્રિ-જાગરણ કર્યું. પછી પ્રભાતે પોતાના પટ્ટહસ્તી પર પધરાવી તેના ઉપર છત્ર ધરી સોનાની ડાંડીવાળા ૭૨ ચામર વીંજાવવાપૂર્વક વાજતે-ગાજતે મહામહોત્સવ ઉપાશ્રયે લાવ્યા. ત્યાં રત્નો, સોના-રૂપાથી ને પટ્ટકુળ આદિથી બહુમાનપૂર્વક ગ્રંથોનું પૂજન કરી-ગુરુ મહારાજશ્રીનું વંદન-બહુમાન કરી ૭૨ સામંત રાજાઓ સહિત શ્રી કુમારપાળ રાજાએ વિધિપૂર્વક વ્યાખ્યાન સાંભળ્યું. એ જ પ્રમાણે અગિયાર અંગ અને બાર ઉપાંગ વગેરે સિદ્ધાંતોની એકેક નકલ સુવર્ણ આદિથી લખાવી અને વિધિપૂર્વક શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના શ્રીમુખેથી સાંભળી રાજાએ પોતાના સ્વાધ્યાય માટે યોગશાસ્ત્રના ૧૨ પ્રકાશ અને વિતરાગ સ્તવનાના ૨૦ પ્રકાશ, કુલ ૩૨ પ્રકાશો સુવર્ણાક્ષરે લખાવેલા. તેઓ દરરોજ મૌનપણે આ ૩૨ પ્રકાશનોનો અચૂક સ્વાધ્યાય કરતા. આ પોથીને દરરોજ પૂજતા. “પરમ ઉપકારી ગુરુવર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ રચેલા બધા જ ગ્રંથો મારે અવશ્ય લખાવવા.” એવા અભિગ્રહ પૂર્વક તેમણે ૭૦૦ લહિયા જ્ઞાનશાળામાં લખવા બેસાડ્યા. એકવાર પ્રાતઃકાળમાં આચાર્યશ્રી તથા સર્વ સાધુ મહારાજોને વંદન કરી રાજા લેખશાળા જોવા ગયા. તેમને કાગળ પર લખતા જોઈ ગુરુમહારાજને પૂછ્યું. આચાર્યશ્રીએ જણાવ્યું કે લખવાનું ઘણું છે અને તાડપત્રની ઘણી તંગી છે. માટે કાગળ પર લખાય છે. આ સાંભળી લજ્જિત થયેલા રાજા વિચારે છે કે “અહો ! નવા ગ્રંથો રચવાની ગુરુમહારાજમાં કેવી અખંડ શક્તિ છે, ત્યારે હું એ લખાવવામાં પણ અશક્ત છું! મારું કેવું શ્રાવકપણું? આમ વિચારી ઊભા થઈ હાથ જોડી તેમણે ઉપવાસનું પચ્ચખાણ માગ્યું.” ગુરુશ્રીએ પૂછ્યું “આજે પર્વતિથિ વિના શાનો ઉપવાસ છે?' રાજાએ કહ્યું “જયારે તાડપત્ર પૂરતા પ્રમાણમાં મળી રહે પછી જ હું પારણું કરીશ.” આ સાંભળી આચાર્યદેવે કહ્યું “તાડનાં ઝાડ અહીં ઘણા છેટે છે. તરત તો ક્યાંથી મળી શકે?” ગુરુશ્રીએ તેમજ સામંતાદિએ સાદર સમજાવ્યા. પણ તેમણે ઉપવાસ કર્યો જ. શ્રી સંઘે તેમની આ પ્રમાણે સ્તુતિ કરી. Page #203 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ अहो जिनागमे भक्तिः , अहो गुरुषु गौरवम् । श्री कुमारमहीभर्तुः, अहो निःसीमसाहसम् ॥१॥ અર્થ:- અહો ! શ્રી કુમારપાલભૂપાલની શ્રી જિનાગમમાં ઉત્કટ ભક્તિ છે, ગુરુમહારાજ ઉપર બહુમાનભર્યું ગૌરવ છે ને તેવું જ અદ્ભુત તેમનું સાહસ પણ નિસીમ છે. શ્રી કુમારપાળ રાજા પોતાના ઉપવનમાં આવેલ ખરતાડવૃક્ષની સુગંધી દ્રવ્યોથી પૂજા કરી પોતે જાણે મંત્રસિદ્ધ પુરુષ હોય તેમ સ્થિર સંકલ્પપૂર્વક બોલ્યા. स्वात्मनीव मते जैने, यदि मे सादरं मनः । __ यूयं व्रजत सर्वेऽपि, श्री ताडदुमतां तदा ॥१॥ અર્થ - ઓ ખરતાડ વૃક્ષો ! પોતાના આત્માની જેમ જ મારું મન જો શ્રી જિનમતમાં આદરવાળું હોય તો તમે તાડવૃક્ષપણાને પામો. એમ કહી રાજાએ પોતાનો સુવર્ણ હાર એક વૃક્ષના સ્કંધ ઉપર પહેરાવ્યો અને મહેલમાં આવી ધર્મમાં તત્પર બન્યા. તેમની નિષ્ઠા, ભક્તિ અને સત્ત્વ જોઈ શાસનદેવે ખરતાડવૃક્ષોને તાડવૃક્ષ બનાવી દીધાં. સવારના પહોરમાં તો વનમાળીએ આ વૃત્તાંત વિસ્મયપૂર્વક રાજાને કહ્યો. રાજા તે જોઈ ખૂબ જ પ્રમુદિત થયા ને વનપાલકને ઉચિત દાન આપી રાજી કર્યો. દેવપૂજાદિથી પરવારી તાડનાં પત્રો લઈ ઉપાશ્રયે આવ્યા ને વંદના કરી ગુરુ ચરણે મૂક્યાં. ગુરુમહારાજના પૂછવાથી રાજાએ વિનયપૂર્વક આખી ઘટના કહી જેથી આખી સભા ચકિત થઈ. રાજા અને સભાસહિત શ્રી હેમચંદ્રસૂરિજી રાજઉપવનમાં પધાર્યા ને કાને પણ નહીં સાંભળી બીના સહુએ નજરે નિહાળી. બ્રાહ્મણાદિ તેમજ બૌદ્ધાદિ અન્યમતાવલંબી પણ ખરતાડનાં વૃક્ષોને શુદ્ધ તાડના વૃક્ષમાં પરિણત થયેલાં જાણી અચંબો પામ્યા. એ અવસરે શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના મુખથી આ પ્રમાણે શ્લોક સરી પડ્યો. अस्त्येवातिशयो महान् भुवनविद्धर्मस्य धर्मान्तराद्, यच्छक्त्यात्र युगेपि ताडतरवः श्रीताडतामागताः । श्रीखण्डस्य न सौरभं यदि भवेदन्यद्रुतः पुष्कलं, तद्योगेन तदा कथं सुरभितां दुर्गन्धयः प्राप्नुयुः ॥१॥ અર્થ - વિશ્વપ્રસિદ્ધ શ્રી જિનકથિત ધર્મનો ધર્માન્તર કરતાં મહાન અતિશય છે, કે જેની શક્તિથી આ કલિયુગમાં પણ ખરતાડનાં વૃક્ષો શ્રી તાડસ્વરૂપ થઈ ગયાં અને તે યોગ્ય જ છે, કારણ કે અન્ય વૃક્ષો કરતાં સુખડના વૃક્ષમાં અધિક સુગંધ ન હોય તો સુખડના સંસર્ગથી દુર્ગધી અન્ય વૃક્ષો Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ સુગંધિત કેવી રીતે થાત? પછી આચાર્યદેવે ગુર્જરાધિપતિ કુમારપાળને કહ્યું: “મહારાજા ! આ યુગમાં તમારા જેવા રાજા હોઈને જ શ્રી જિનાગમનો વિસ્તાર થયો છે. ત્રિકરણશુદ્ધ શ્રુતભક્તિ તથા બહુમાનનું આ વિસ્મયકારી ફળ તમને અહીં જ મળ્યું છે. ઈત્યાદિ ગુરુમુખે પોતાની પ્રશંસા નમ્રમુખે રાજા સાંભળી રહ્યા. અંતઃકરણની ભક્તિથી જ્ઞાન-જ્ઞાનીના અનેક પ્રકારના બહુમાનપૂર્વક એક જ ઉપવાસથી શાસનદેવે જેનો મહિમા કર્યો છે અને તેથી જ જેનો સવિશેષ અભ્યદયપૂર્વકનો પ્રતાપ, પ્રભાવ અને વૈભવ વિસ્તાર પામ્યો છે એવા તે ઉત્તમ શ્રાવકે મહેલમાં આવી મોટા ઉત્સવપૂર્વક પારણું કર્યું. રાજાના ઉપવનમાં ઊપજેલા તે સ્તીર્ણ તાડપત્રો પર લહિયાઓએ શ્રી હેમચંદ્રસૂરિજીના અનેક ગ્રંથો લખ્યા. શ્રી કુમારપાળ મહારાજા જ્ઞાન-જ્ઞાની ઉપર સહર્ષ બહુમાનને ધારણ કરતા અલૌકિક ને શુદ્ધ શ્રાવકપણું પામ્યા. ૨૬૦ ચોથો આચાર-ઉપધાન વહન उपधानतपस्तप्त्वा, आवश्यकं पठेद् गृही । योगैश्चाप्तागमान् साधु-रित्याचारचतुर्थकः ॥१॥ અર્થ - ઉપધાનતપની આરાધના કરીને શ્રાવકે આવશ્યકાદિ સૂત્રો ભણવાં જોઈએ અને યોગોદ્વહન કરીને સાધુમહારાજોએ આગમ ભણવાં જોઈએ. આ ચોથો જ્ઞાનાચાર છે. શ્રુત અધ્યયનની ભાવનાવાળા શ્રાવકે ઉપધાનતપ કરવાપૂર્વક આવશ્યકાદિ ભણવા જોઈએ. ‘ઉપ' એટલે સમીપે ધીયતે” એટલે ધારણ કરાય તે ઉપધાન. અર્થાત્ આત્માની સમીપે રહી, તપ વડે જ્ઞાનને ધારણ કરાય તે ઉપધાન. - સાધુ મહારાજને આવશ્યકાદિ શ્રુત ભણવા માટે આગાઢ અને અનાગાઢ એમ બે પ્રકારના યોગ સિદ્ધાંતથી અવિરૂદ્ધ એવી સ્વસામાચારી પ્રમાણે જાણવાં. શ્રાવકોને પંચમંગલ મહાશ્રુતસ્કંધ (નવકાર મંત્ર) આદિ સૂત્રની આરાધના માટે શ્રી મહાનિશીથ આદિ સૂત્રમાં જણાવેલાં છ ઉપધાન પ્રસિદ્ધ જ છે. જેમ સાધુઓને યોગવહન કર્યા વિના સિદ્ધાંતનું અધ્યયન સૂઝતું નથી તેમ શ્રાવકોને પણ પંચપરમેષ્ઠિ મહામંત્રાદિ ભણવા-ગણવાનું સૂઝે નહીં. કલ્પે નહીં. મહાનિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે અકાળ, અવિનય, અબહુમાન તથા અનુપધાન આદિ જ્ઞાન સંબંધી આઠ અનાચારમાં ઉપધાન નહીં કરવા રૂપ અનાચાર મોટો દોષ છે. જેઓ ઉપધાનવહન કે યોગવહનના વિધિ પ્રત્યે અનાદર કે મંદાદર રાખનારા છે તેમણે પૂર્વાચાર્યો તથા સૂત્રોનાં વાક્યોનું અવલોકન કરવું જોઈએ. Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૯૫ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચોવીશમા અધ્યયનમાં, શ્રી સમવાયાંગ સૂત્રના બત્રીસમા સમવાયમાં તથા યોગસંગ્રહના ત્રીજા યોગમાં આ વિષયનો સ્પષ્ટ ઉલ્લેખ છે, જે જિજ્ઞાસુઓએ અવશ્ય જોવો. યોગ એટલે મન-વચન-કાયાના યોગ ન સમજવા. કારણ કે યોગ અને વહન એ સમાનાધિકરણ શબ્દ છે, તે યોગથી વહન શબ્દ જુદો નથી. યોગવહન એટલે તપ-ક્રિયાપૂર્વક જ્ઞાનાર્જન. જે ગીતાર્થો પોતાના સમુદાયમાં પરંપરાએ ચાલી આવતી સમાચારી અનુસાર શિષ્યોને કરાવે છે; શ્રી ઠાણાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં કહ્યું છે કે – સાધુ ત્રણ સ્થાનકથી સંપન્ન થવા વડે અનાદિ અનંત ચાતુર્ગતિક સંસાર અટવીનું ઉલ્લંઘન કરે છે, તે આ પ્રમાણે - નિયાણું ન કરવાથી. દષ્ટિસંપન્ન (સમ્યકત્વ)પણાથી અને યોગવહન કરવાથી તેમજ તેના દશમા ઠાણામાં કહ્યું છે કે - જીવો દશ સ્થાનક વડે આગામી કાળમાં શુભ તથા ભદ્રક પરિણામ પામે છે, તે આ પ્રમાણે - નિયાણું ન કરવાથી, દૃષ્ટિસંપનપણાથી, યોગવહન કરવાથી, ક્ષમાગુણ ધારણ કરવાથી. ઈત્યાદિ. તથા સર્વયોગોહન વિધિના રહસ્યભૂત ત્રીજા અનુયોગદ્વારમાં કહ્યું છે કે – મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ આ પાંચ જ્ઞાનના પ્રકાર છે. તેમાં ચાર જ્ઞાન સ્થાપનાએ સ્થાપવા યોગ્ય છે, તે ચાર જ્ઞાનના ઉદેશ, સમુદેશ કે અનુજ્ઞા નથી ત્યારે શ્રુતજ્ઞાનના ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ છે. ઈત્યાદિ શ્રી ભગવતીસૂત્રના છેલ્લા ભાગમાં યોગવિધિ જણાવેલો છે, તેમજ નંદીસૂત્રમાં શ્રુતના ઉદ્દેશ અને સમુદેશના કાળ કહેલા છે. શ્રી આચારાંગમાં કહ્યું છે કે – અગિયાર અંગમાં પ્રથમ (આચારાંગ) અંગમાં બે શ્રુતસ્કંધ છે. પચ્ચીશ અધ્યયન છે અને પચાસ ઉદેશકાળ છે. ઇત્યાદિ. અહીં કાળ શબ્દથી કાળ ગ્રહણનો વિધિ સમજવો. કેમ કે ઉત્તરાધ્યયનના છવ્વીશમા અધ્યયનમાં કહ્યું છે કે – “ચાર કાળગ્રહણ છે તે યોગવિધિમાં જ ઉચિત છે. અહીં કોઈ એમ વિચારે કે ઉપધાન તથા યોગવહન અનિવાર્ય કે અતિ આવશ્યક નથી. “શ્રુતનું અધ્યયન તો સહુએ સર્વદા કરવું જોઈએ.” ઇત્યાદિ કહે તો તે ઉચિત નથી. કારણ કે તેથી તીર્થકર ભગવંતની આશાતના થાય છે અને શ્રાવક આદિને આચારાંગાદિ જે સૂત્રાધ્યયન નિષિદ્ધ છે તે નિષિદ્ધાચરણનો મહાદોષ લાગે છે. આ બાબત સાતમા અંગ (ઉપાસકદશાંગ)માં કહ્યું છે કે “કામદેવ નામના શ્રાવક-શ્રમણ ભગવંત મહાવીરદેવને વાંદવા સમવસરણમાં આવ્યા. તેમને પાછલી રાતે પૌષધશાળામાં થયેલા ત્રણ મોટા ઉપસર્ગ, પરમાત્માએ પર્ષદા સમક્ષ કહ્યા પછી ત્યાં ઉપસ્થિત ઘણા સાધુઓ અને સાધ્વીઓ સમક્ષ તેમણે ફરમાવ્યું.' * આર્યો ! ગૃહસ્થ એવા આ શ્રમણોપાસક (શ્રાવક) ઘરમાં રહેવા છતાં પણ દેવ, મનુષ્ય કે પશુએ કરેલ ઉપસર્ગો સમ્યફ પ્રકારે સહન કરે છે, તો પછી દ્વાદશાંગીનો અભ્યાસ કરનારા શ્રમણ નિગ્રંથોએ તો દેવ-મનુષ્ય કે તિયચે કરેલા ઉપસર્ગોને સભ્યપ્રકારે સહન કરવા જ જોઈએ. અહીં સૂત્રના આલાપકમાં સાધુઓને જ દ્વાદશાંગીના ધારક કહ્યા ને તેથી શ્રાવકોથી વૈશિસ્ત્ર જણાવ્યું. અર્થાત્ સાધુઓ જ અંગસૂત્રના ધારક હોય. શ્રી પંચમાંગ ભગવતીસૂત્રમાં કહ્યું Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ છે કે “ત્યાં તુંગીયાનગરીમાં ઘણા શ્રાવકો વસે છે, તેઓ ઋદ્ધિમંત અને યાવત્ કોઈથી પરાભવ ન પામે તેવા છે. જીવ-અજીવ આદિ નવતત્ત્વના જાણ, નિર્ચન્જ પ્રવચન (જૈન મત)માં શંકા વગરના, શ્રુતના અર્થને પામેલા, અર્થને ગ્રહણ કરનારા, (ભોજન સમયે) ઘરનાં બારણાં ઉઘાડાં રાખનારા તથા પરઘરમાં નહીં જનારા છે.” ઇત્યાદિ. આ રીતે શ્રાવકોનું વર્ણન ઉપાસકદશાંગ, ઉવવાઈ સૂત્ર તથા સ્થાનાંગ આદિમાં જણાવેલ છે. આગમોમાં જ્યાં જ્યાં શ્રાવકોનું વિશેષણ અપાયું ત્યાં “લદ્ધઢા' કહેવામાં આવ્યું છે. (લદ્ધઢા એટલે પ્રાપ્ત કર્યા છે અર્થ જેણે તે.) પણ કશે જ “લદ્ધસુત્તા' (પ્રાપ્ત કર્યા છે. સૂત્રો જેણે) કહેવામાં આવ્યું નથી. તેમજ સર્વ સ્થાને સિદ્ધાંત = આગમને નિર્ચન્જ પ્રવચન એટલે કે નિર્મન્થ મુનિઓના શાસ્ત્ર' એવું કહ્યું છે પણ શ્રાવકનો નામનિર્દેશ પણ જણાવ્યો નથી. શ્રાવકના ત્રણ પ્રકારના મનોરથમાં સૂત્ર ભણવાનો મનોરથ કહ્યો નથી પણ સાધુ મહારાજ માટે ત્રીજા સ્થાનમાં જણાવ્યું છે કે “સાધુ ત્રણ પ્રકારે મહાનિર્જરા કરી ભવનો અંત લાવે તે એવા મનોરથો રાખે કે હું ક્યારે ઘણું કે થોડું શ્રુત ભણીશ? એકાકી વિચરવાની પ્રતિમા ધારણ કરી ક્યારે વિચરીશ? એ અંત સમયને યોગ્ય સંલેખના ક્યારે આદરીશ?” શ્રાવક પણ ત્રણ પ્રકારે મહાનિર્જરા કરી ભવનો અંત લાવે. તે વિચારે કે “ક્યારે હું થોડો કે વધુ પરિગ્રહ છોડીશ? હું ક્યારે લોચ કરવાપૂર્વક ઘર છોડીને સાધુપણાને પામીશ? અને ફરીને મરવું ન પડે તેવી સંલેખના આદરી શુભધ્યાનમાં રમણ કરતો, આહાર પાણીના પચ્ચખાણ કરીને મૃત્યુની વાંછા વિના પાદપોપગમ અનશન ધારણ કરીને જ્યારે રહીશ? આમ મન, વચન અને કાયાએ કરીને સદા જાગ્રત રહેતો શ્રાવક મહાનિર્જરા કરે - ભવનો અંત કરે.” શ્રી સૂયગડાંગ સૂત્રના નવમા અધ્યયનમાં કહ્યું છે કે – गेहे दीवं अपासंता, पुरीसादाणिया नग । ते धीरा बंधणमुक्का, नावकंखंति जीविअं ॥१॥ અર્થ - ઘરે-ગૃહસ્થાવાસમાં (ભાવશ્રુતજ્ઞાનરૂપ) દીપકને નહીં જોનારા એવા પુરુષાદાનીય (પુરુષોમાં આદેય નામકર્મવાળા) ધીર પુરુષો (સંસાર રૂ૫) બંધનથી મુક્ત થવા (સંયમ રહિત) જીવનનો અભિલાષ રાખતા નથી અર્થાત્ શ્રુતજ્ઞાનના અર્થી સંયમ જ સ્વીકારે છે. વળી યોગોદ્ધહન કર્યા વિના જ કોઈ સાધુ શ્રુતાભ્યાસ કરે તો તેને તીર્થકર અદત્તનો દોષ લાગે છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં જણાવ્યું છે કે – “તે સર્વ તીર્થકર ભગવંતનું સુભાષિત દશા પ્રકારનું છે. તે (૧) ચૌદપૂર્વધરોએ પ્રગટપણે જાણ્યું, (૨) મહામુનિઓને આપ્યું તથા (૩) દેવેન્દ્રો તથા નરેન્દ્રોને તેનો અર્થ સમજાવ્યો આદિ.' આ પાઠથી એમ જણાવાયું છે કે પ્રભુજીએ સાધુઓને શ્રત આપ્યું અને સર્વ દેવો તથા માનવોને તેનો અર્થ સમજાવ્યો. માટે શ્રાવકોને સૂત્ર ભણવાનો અધિકાર નથી એમ સમજવું અને જેને શ્રાધ્યયનની ઈચ્છા થઈ હોય તેણે પ્રથમ તો વ્યાકરણમાં Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ) બતાવેલ ભેદ જાણવા જોઈએ. આ બાબત પ્રશ્નવ્યાકરણમાં સત્ય કેવી રીતે બોલવું? એવો પ્રશ્ન ઉપસ્થિત કરી તેના ઉત્તરમાં દ્રવ્યથી સત્ય બોલવું, પર્યાયથી સત્ય બોલવું. ઇત્યાદિ. પાઠમાં આગળ જણાવાયું છે કે નામ, આખ્યાન, ઉપસર્ગ, નિપાત, તદ્ધિત, સમાસ, સબ્ધિ, પદ, હેતુ, યૌગિક, ઉણાદિ, ક્રિયાવિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ અને વર્ણ આ સર્વ ભેદને જાણે તે જ સાચો વક્તા કહેવાય. અન્ય નહીં. વળી જે વિગય ખાવામાં આસક્ત હોય તે શ્રુત ભણવામાં અનધિકારી કહેવાય છે. શ્રી સ્થાનાંગસૂત્રમાં જણાવ્યું છે કે આ ત્રણ આત્માઓ વાચનાને અયોગ્ય છે. (૧) વિનયરહિત, (ર) વિગય વાપરવામાં આસક્ત અને (૩) ક્રોધયુક્ત ચિત્તવાળા. આ ત્રણ ગુણવાળા જીવો વાચના માટે યોગ્ય છે; (૧) વિનયી, (૨) વિગયમાં અનાસક્ત તથા (૩) ક્રોધના ત્યાગી. તથા અઢાવીશ અસ્વાધ્યાયકાળ કહ્યાં છે, તે સમયે સાધુ-સાધ્વીએ શ્રુત અધ્યયન ન કરાય. ત્યાં પણ સાધુ-સાધ્વીને ઉદેશી કહ્યું પણ શ્રાવકને ગણ્યા નથી. તે જ બાબત શ્રી ઠાણાંગ સૂત્રમાં સમજાવી છે કે સાધુ-સાધ્વીને ચાર મહાપડવાના દિવસે સ્વાધ્યાય ન કહ્યું. તે (૧) આષાઢ માસનો પડવો, (૨) કાર્તિક માસનો પડવો, (૩) ફાગણ માસનો પડવો અને (૪) આસો માસનો પડવો. તથા ચાર સંધ્યા સમયે પણ સ્વાધ્યાય કહ્યું નહીં, (૧) પ્રભાત કાળે, (૨) સંધ્યા કાળે, (૩) મધ્યાહ્ન સમયે અને (૪) મધ્યરાત્રે. દશ પ્રકારે અંતરિક્ષ અસ્વાધ્યાય તથા દશ પ્રકારે ઔદારિક અસ્વાધ્યાય પણ જણાવેલ છે. આમ એકંદર સર્વ મળી અઢાવીશ પ્રકારનો અસ્વાધ્યાય જાણવો. ઇત્યાદિ. અનેક સ્થાને અસ્વાધ્યાયમાં શ્રત ભણવાનો નિષેધ સાધુઓને ઉદ્દેશીને કર્યો છે. ત્યાં પણ શ્રાવકને ગણ્યા નથી. તેમજ નિશીથસૂત્રમાં શ્રાવકોને વાચના આપનાર સાધુઓને માટે પ્રાયશ્ચિત્તનું વિધાન છે કે “જે સાધુ અન્ય તીર્થી અથવા ગૃહસ્થ શ્રાવકને વાચના આપે તેને પ્રાયશ્ચિત્ત લાગે.” માટે સૂત્ર-સિદ્ધાંત-જિનાગમના અધિકારી સાધુઓ જ છે તેમ જાણવું. કોઈને એવો વિચાર આવે કે – યોગોદ્વહન કરીને જ સૂત્ર ભણવામાં આવે તો ઘણો સમય એમ જ ચાલ્યો જાય. ત્યારે ધન્ના નામના અણગાર થોડા જ સમયમાં અગિયાર અંગના અભ્યાસી થયા એમ કહેવાયું છે. તો આમાં યોગોદ્વહનનો નિયમ ક્યાં રહ્યો? પણ આ વિચાર સિદ્ધાંતના પરમાર્થને નહીં જાણતા આત્માને જ આવે. કારણ કે શ્રી જિનેશ્વરદેવોએ સિદ્ધાંતમાં પાંચ પ્રકારના વ્યવહાર બતાવ્યા છે. તેમાંથી જે કાળે જે વ્યવહાર પ્રવર્તતો હોય તે કાળે તે વ્યવહાર અનુસાર પ્રવર્તવું અનિવાર્ય હોય છે. અન્યથા શ્રી જિનેશ્વરદેવની જ આજ્ઞાનો ભંગ ઊભો થાય છે. તે ધન્ના અણગાર આદિ આગમ વ્યવહારી હતા, આવા સુજ્ઞ આત્માની વર્તમાનમાં તુલના કરવી સમુચિત નથી. કેમ કે વર્તમાનમાં શ્રુતકેવળી આદિનો અભાવ હોઈ જિતવ્યવહાર જ મુખ્ય છે. શ્રી નેમિનાથ ભગવાને ગજસુકુમાલમુનિને દીક્ષાના દિવસે જ એકાકી પ્રતિમા વહન કરવાની આજ્ઞા લાભ જાણીને આપી હતી. તેથી તે ઉદાહરણ બધાય માટે ન જ હોઈ શકે. “ક્રમે કરીને ક્રિયા કરવાથી ગુણ વધે છે.” ઇત્યાદિ વિચારી અન્યથા યુક્તિઓ કરવી યોગ્ય નથી. કોઈને શંકા થાય કે શાસ્ત્રમાં શ્રાવકોને “સુપરિદિગા' એટલે “સૂત્રને ગ્રહણ કરનારા Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ એમ કહ્યું છે. તેથી જણાય છે કે ‘શ્રાવકે પણ શ્રુતનો અભ્યાસ કરી શકાય' તેનો ઉત્તર જણાવે છે કે આ પાઠના શ્રુતનો આશય આવશ્યક સૂત્રથી છે અને તેની પણ ઉપધાનપૂર્વક ભણવાની ભલામણ કરવામાં આવી છે. ‘સુક્ષ્મપરિરિંગ' આ પાઠ નંદિસૂત્રનો છે ને તરત ‘તવોવાળારૂં’ (તપ ઉપધાનાદિપૂર્વક) એ પાઠ કહ્યો છે. ફરી શંકા થાય કે ‘તો આવશ્યકસૂત્ર ભણવાની પણ છુટ્ટી ન જોઈએ. તેનો પણ નિષેધ કરવો જોઈએ કે આના પણ સાધુઓ જ અધિકારી છે. તેનો ઉત્તર આપતાં જણાવે છે કે અનુયોગદ્વાર સૂત્રમાં જણાવ્યું છે કે - - समणेण सावएण वाऽवस्सं कायव्वं हवइ जम्हा । अतो अह निसिस्सय, तम्हा आवस्सयं नाम ॥१॥ અર્થ :- શ્રમણ તેમજ શ્રાવકે રાત્રિએ તેમજ દિવસે આ ક્રિયા અવશ્ય કરવાની હોઈ તેને આવશ્યક કહેવામાં આવે છે. આ વચને આવશ્યકસૂત્ર વિધિપૂર્વક વાંચવા ભણવા યોગ્ય છે, અને કારણ વિશેષે તો છ જીવનિકા અધ્યયન ભણવામાં દોષ નથી એમ ચૂર્ણીમાં કહ્યું છે. અથવા ‘જે કોઈ આ મર્યાદા-નિયંત્રણ ન ઇચ્છે. વિનય તથા ઉપધાનાદિ વિના નવકાર આદિ શ્રુતજ્ઞાન ભણે-ભણાવે કે ભણતા-ભણાવતાની અનુમોદના કરે તેને ધર્મપ્રિય ન જાણવો. તેને ગુરુમહારાજની, અતીત, વર્તમાન અને અનાગત તીર્થંકરોની અને શ્રુતજ્ઞાનની આશાતના કરી છે એમ જાણવું. તે આત્માને અનંતકાળ સંસારમાં ભ્રમણ અને અનેક નિયંત્રણાઓ સહવી પડે છે. ઇત્યાદિ શ્રી મહાનિશીથસૂત્રના આલાપકથી બધે ઉપધાનનો વિધિ જાણવો. વર્તમાનકાળમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિની અપેક્ષાએ, લાભાલાભને કારણે ઉપધાન તપ વહન કર્યા પૂર્વે સૂત્ર ભણવાની આચરણા જણાય છે. કિંતુ આ આચરણા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપ જ જાણવી જોઈએ. કેમ કે– असढाइण्णवज्जं गीयत्थअवारिअंति मज्झत्था । आयरणा विहु आत्ति, वयणओ सुबहुमन्नंति ॥ १ ॥ અર્થ :- અશટ એવા પ્રાજ્ઞપુરુષોથી આચીર્ણ અનવદ્ય-નિષ્પાપ આચરણા, જેનું મધ્યસ્થ અને ગીતાર્થ પુરુષોએ વારણ કર્યું નથી એવી આચરણા પણ ભગવાન જિનેશ્વરદેવની જ આજ્ઞા છે. એ વચનથી તે તે આચરણાને પણ બહુમાનપૂર્વક માનવામાં આવે છે. જેણે બાળવય આદિ કારણે ઉપધાન કર્યા વિના જ નવકાર આદિ સૂત્રોનું અધ્યયન કર્યું હોય તેણે પોતાની શક્તિ અનુસાર અવશ્ય ઉપધાનની આરાધના કરવી જોઈએ. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે કદાચ ગુરુમહારાજનો યોગ ન મળે તો નિપુણ શ્રાવકે સ્થાપનાચાર્યજીની સમક્ષ ઉપધાનની સર્વ વિધિ કરવી, પણ આ ઉત્તમ અનુષ્ઠાન આળસમાં ખોવું નહીં. આ વાત હીરપ્રશ્નમાં પણ છે. માત્ર સંસાર ને વ્યવહારના કામકાજમાં અત્યંત વ્યગ્ર ને વ્યસ્ત રહેવાને કારણે કે પ્રમાદના Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ વશે જેઓ ઉપધાન તપ આરાધતા નથી તેમનો નવકાર ગણવો, દેવવંદન કરવું, ઇરિયાવહી પડિક્કમવી તથા પ્રતિક્રમણાદિ ક્રિયા આખા જન્મારામાં પણ નિર્દોષ નથી કહેવાતાં, ભવાંતરમાં પણ તેમને તે તે ક્રિયાનો નિર્દોષ લાભ મળવામાં પણ કઠિનાઈ પડે, માટે ક્રિયાની શુદ્ધિ અને અધિકારિત્વ માટે શ્રાવક-શ્રાવિકાઓએ અવશ્ય છએ ઉપધાન વહન કરવાં જોઈએ. જેથી સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય. ૨૬૧ યોગનું બહુમાન योगक्रियां विना साधुः, सूत्रं पठेन्न पाठयेत् । दुष्कर्माणि विलीयन्ते श्रुतदेवी वरदा सदा ॥१॥ ? અર્થ :- યોગક્રિયા કર્યા વિના સાધુએ સૂત્ર ભણાય નહીં ને ભણાવાય નહીં. યોગ કરવાથી માત્ર તે તે સૂત્રોને અધિકાર જ નથી મળતો, પણ તેથી દુષ્કર્મનો નાશ-ક્ષયોપશમ થાય છે તેમજ શ્રુતદેવતા સદા ઇચ્છિતને આપનાર થાય છે. આ બાબત શ્રી માસતુસમુનિનું દૃષ્ટાંત આ પ્રમાણે છે : ઉ.ભા.-૪-૧૪ પાટલીપુત્રમાં બે ભાઈઓ વેપાર વાણિજ્ય કરી જીવિકા ચલાવતા હતા. તેમણે એકવાર ગુરુમહારાજ પાસે ધર્મની શ્રેષ્ઠતાનું પ્રવચન સાંભળ્યું, વૈરાગ્યભાવ વૃદ્ધિ પામતાં તેમણે દીક્ષા લીધી. તેમાં એક ભાઈએ ભણવાનો પ્રયત્ન જ ન કર્યો ને બીજા ક્ષયોપશમ સારો હોઈ બહુશ્રુત થયા અને આચાર્યપદવી પણ પામ્યા. તેઓ પાંચસો શિષ્યસમુદાયના નાયક થયા. સાધુઓને તેઓ વાચના આપતા, તેમાં કોઈ શંકા-સંદેહ થતાં અવારનવાર તે સાધુઓ તે તે સૂત્રાદિ સમજવા આવતા. આમ થવાથી ક્રિયા અને પઠન-પાઠનમાં સઘળો સમય વીતી જતાં વિશ્રાંતિ મળતી નહીં. કોઈવાર તો રાત્રે પણ નિદ્રાનો અવકાશ ન મળતો. આમ કરતાં ભાગજોગે તેમને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થતાં વિચાર આવ્યો કે હું શાસ્ત્રોનો પાર પામ્યો એનું જ આ દુઃખ છે. ક્ષણવાર પણ નિરાંત નથી. ધન્ય જીવન તો મારા અભણ ભાઈનું, છે જરાય ચિંતા કે ભાર ? એય નિરાંતે આહાર કરીને ઊંઘે છે. ઇત્યાદિ વિચાર કરતાં મૂર્ધન્વં હિ સહે ? મમાપિ વિત' એ શ્લોકનું ચિંતન કરી, હું હવે આ ક્લેશથી છૂટું, એવો વિચાર તો કર્યા જ કરતા હતા. ત્યાં એક વખત બધા સાધુઓ ખાસ કારણે કશે બહાર ગયા હતા. ત્યારે છટકી જવાનો અવસર મળ્યો જાણી તેઓ નગર બહાર ચાલી આવ્યા. કૌમુદી પર્વ ચાલતું હોઈ ગામની સીમામાં એક મોટો સ્તંભ રોપી લોકોએ શણગાર્યો હતો ને તેના ફરતા સારાં કપડાં પહેરી લોકો બેઠા હતા ને ગીત-સંગીતની રંગીન સભા જામી હતી. આચાર્ય એક તરફ ઊભા રહી આ કૌતુક જોતા હતા, ત્યાં ઉત્સવ પૂરો થતાં થાંભલા પરથી Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ વસ્ત્રાભૂષણનો શણગાર ઉતારી લોકો ચાલતા થયા. થડ જેવો એકલો થાંભલો ઉજ્જડ સીમમાં રહી ગયો ને કાગડાઓએ ત્યાં કાગારોળ કરી મૂકી, આચાર્ય મહારાજે આ જોઈ વિચાર્યું કે “માણસોનો સમૂહ હતો તેથી થાંભલો શણગાર્યો હતો ને માણસોથી જ તેની શોભા હતી. એ માણસો ચાલ્યા જતાં થાંભલો હાડપિંજર જેવો લાગે છે. ખરેખર પરિવારથી પરિવરેલાની જ શોભા છે. એકલાની કશી શોભા નથી. શિષ્યાદિ પરિવાર અને ધર્મથી ભ્રષ્ટ થઈ એકલા વિચરવાનો વિચાર કરનાર મને ધિક્કાર છે.” ઇત્યાદિ વિચારતાં તેઓ ઉપાશ્રયે પાછા ફર્યા. પ્રાયશ્ચિત્ત લઈ તે પાપની નિંદાગહ કરી છતાં દુર્ભાવનાથી બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ નષ્ટ ન થયું. પછી તો તેમણે શુદ્ધ ચારિત્ર પાળ્યું, અંતે અણસણ પણ કર્યું ને કાળ કરી સ્વર્ગે ગયા. - દેવલોકનું આયુ પૂર્ણ કરી તેઓ રબારીને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. યુવાન થતાં તેનાં લગ્ન થયાં ને તેને એક રૂપાળી દીકરી પણ થઈ. એ તરૂણ થતાં તેનું રૂપ પણ ખીલી ઊઠ્યું. હંમેશાંની જેમ એકવાર ઘણા રબારી પોતપોતાનાં ગાડાં ભરી બીજા ગામ ઘી વેચવા ચાલ્યા. આ રબારી પણ ચાલ્યા ને કાંઈ કાર્યવશ તેની દીકરી પણ સાથે આવી. તે ગાડું હાંકતી હતી. તેને જોઈ બીજા ગાડીવાળાનાં મન બગડ્યાં. મોહાંધ થવાથી તેઓ એટલા વ્યગ્ર થઈ ગયા કે માર્ગ છોડી આડા માર્ગે ગાડાં હાંકવા લાગ્યા ને તેમ કરવાથી તેમનાં ગાડાં ધડાધડ ભાંગવા લાગ્યાં. આ જાણી પેલા રબારી બાપે વિચાર્યું “આ સંસારની વૃત્તિ-પ્રવૃત્તિને ધિક્કાર છે. અસાર અને મળ-મૂત્રની મશક જેવા સ્ત્રીના શરીરમાં બધાં જ મુગ્ધ ને કામાંધ બને છે અને પોતાના હિતાહિતને પણ સમજતા નથી.” આમ અશુચિત્વાદિ ભાવના ભાવમાં વૈરાગ્ય ઊપજ્યો, ઘી વેચી પોતાને ઘેર આવ્યો. પુત્રીને યોગ્ય સ્થાને પરણાવી અને એમાં સદ્ગુરુનો સમાગમ થતાં દીક્ષા લીધી. આવશ્યકાદિસૂત્રના યોગ કરી અનુક્રમે ઉત્તરાધ્યયનના યોગ આરંભ્યા. ત્રણ અધ્યયન તો પૂરા કર્યા પણ ચોથા અધ્યયનના પ્રારંભમાં પૂર્વસંચિત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થતાં, ઘણો જ પ્રયત્ન કરવા છતાં ચોથા અધ્યયનના અસંખયજીવિય આદિમાંથી એક અક્ષર પણ ન આવડ્યો, આ વાત તેમણે પોતાના ગુરુજીને જણાવી કે “અચાનક આ શું થઈ ગયું? મને ઉપાય બતાવો.” ગુરુએ કહ્યું “તમે આયંબિલનું તપ કરો, રાગ-દ્વેષનો નિગ્રહ કરો અને તે માટે મા મા તુસ (રોષ ન કર, તોષ-રાગ ન કર)નું રટણ કર્યા કરો, તેથી રાગ-દ્વેષ ઉપજાવનાર વૃત્તિ પર તમારું નિયંત્રણ થશે. આને તમે રહસ્યમય મંત્ર સમજીને રટતા રહેશો તો ઘણો લાભ થશે.” તે મુનિએ ગુરુમહારાજે આપેલું પદ લઈ ગોખવા માંડ્યું ને બીજો પાઠ ન લીધો. કેમ કે કંઠસ્થ થતું જ ન હોતું. ગોખવા છતાં જોરજોરથી ગોખવા છતાં જ્ઞાનાવરણીય કર્મના પ્રાબલ્યથી આ બે પદમાં પણ જીભ થોથરાવા લાગી, મા રુસ મા તુસ ગોખતાં ગોખતાં તો માસ તુસ મા તુસ બોલવા લાગ્યા ને આ સાંભળી બધા હસવા લાગ્યા. છતાં મુનિએ ગુરુમહારાજની શિખામણ ધ્યાનમાં, રાખી અને આપેલા પદને મંત્રની જેમ માની રોષ ન કર્યો ને ક્ષમા રાખી. જેમ જેમ બીજા હસતા તેમ તેમ તેઓ પોતાના આત્માની વધારે નિંદા કરતા કે “હે જીવ! તું રોષ ન કર, તું તોષ ન કર.” Page #211 -------------------------------------------------------------------------- ________________ mundo ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ આમ ગુરુજીએ બતાવેલા રહસ્યમય શબ્દના અર્થો - અને સકલ સિદ્ધાંતના સારભૂત પદ ગોખવા લાગ્યા. ત્યાં સુધી કે લોકોએ તેમનું નામ માસતુસમુનિ પાડી દીધું. છતાં આત્મનિંદા અને આયંબિલ તપ કરતા ધીરતાપૂર્વક મુનિએ બાર વર્ષ વિતાવ્યાં અને એ પદ ગોખતાં-ગોખતાં તેને ભાવતાં-ભાવતાં શુભધ્યાને તેઓ ક્ષપક-શ્રેણિએ ચડ્યા ને લોકાલોકપ્રકાશી કેવળજ્ઞાન પામ્યા. દેવોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. જ્યાં અક્ષર પણ ચડતો નહોતો ત્યાં રાગ-રીસ જીતીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પૃથ્વી પર વિચરી ઘણા જીવોને ઉપદેશ આપી અંતે સિદ્ધ-બુદ્ધ-મુક્ત થયા. આમ માસતુસ મુનિ શુભ ભાવે સર્વ પાપનો ક્ષય કરી કેવળજ્ઞાન મેળવી મુક્તિ પામ્યા. ૨૬૨ ચોરવહનની સ્થિરતાનું દષ્ણતા नलिनीगुल्मत एत्याचार्यजीवः सरोत्तमः । योगवाहिस्वशिष्याणां, क्रियास्वविजमातनोत् ॥१॥ અર્થ - ઉત્તમ દેવ બનેલા આચાર્યના જીવે નલિની ગુલ્મ નામના વિમાનમાંથી પૂર્વના રૂપે ઉપાશ્રયે આવી-પૂર્વના શિષ્યોની યોગક્રિયામાં આવેલું વિઘ્ન દૂર કર્યું. (એ વાત આગળ કહેવાશે.) ઠાણાંગસૂત્રમાં કહ્યું છે કે “શ્રમણ ભગવાન્ મહાવીરદેવના શાસનમાં સાત જણા પ્રવચન નિદ્ભવ થશે. તે આ પ્રમાણે - (૧) (બહુરતા) બહુ સમયે કાર્યવાદી, (૨) છેલ્લા પ્રદેશે જીવવાદી, (૩) અવ્યક્તવાદી, (૪) સમય સામુચ્છેદિક (પ્રતિસમયે ઉચ્છેદવાદી), (૫) એક સમયે બે ક્રિયાવાદી, (૬) ત્રિરાશિક અને (૭) અવસ્થિતિક (સ્પષ્ટકર્મ માનનાર) આ સાત પ્રવચન નિદ્વવના સાત આદિ ધર્મગુરુઓનાં નામ આ પ્રમાણે છે - (૧) જમાલી, (૨) તિગ્રગુપ્ત, (૩) આષાઢસૂરિના શિષ્ય (૪) મુનિ અથમિત્ર, (૫) મુનિ ગંગદત્ત, (૬) રોહગુપ્ત, (૭) ગોષ્ઠામાહિલ. આ સાતે નિદ્વવોનું સૂત્રમાં માત્ર સૂચન કરવામાં આવ્યું છે. તેમાં ત્રીજો યોગક્રિયા વહન કર્યા પછી મિથ્યાત્વના ઉદયે નિદ્ભવ થયો. આ પ્રમાણે અનેક જગ્યાએ સાધુઓના ઉપધાન સ્વરૂપ યોગવહનનું વર્ણન કરવામાં આવેલ છે. છતાં આ યોગાદિકનો જેઓ અપલાપ કરે છે, તેમની ધૃષ્ટતા ન સમજાય તેવી અકલિત છે. કારણ કે તેઓ (વ્યક્ત) પ્રત્યક્ષ રીતે જ સૂત્રવિરૂદ્ધ બોલે છે અને આ કારણે તો સિદ્ધાંતમાં બતાવેલું અવ્યક્તવાદીનું ચરિત્ર અવ્યર્થ થઈ જાય તેમ છે, તે ચરિત્ર નીચે પ્રમાણે છે. શ્વેતાંબીનગરીના પરિસરમાં પોલાસ નામના ઉપવનમાં આર્ય અષાઢાસૂરિ સમુદાય સાથે પધાર્યા. તેમના ગચ્છમાં ઘણા મુનિઓ વિદ્વાન અને આગમના જાણ હતા. આગમ ભણવા યોગ્ય Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ કરવા જોઈએ. માટે આચાર્યશ્રીએ કેટલાક શિષ્યોને આગાઢ (પ્રારંભ્યા પછી અધૂરા ન મુકાય તેવા) યોગમાં પ્રવેશ કરાવ્યો. ઘણા ઉલ્લાસપૂર્વક ક્રિયાઓ તેમજ તપ આદિ કરવામાં આવ્યાં. તથા પ્રકારની ભવિતવ્યતાએ આચાર્યશ્રીને તે જ દિવસે શૂલનો રોગ થયો. હૃદયમાં અસહ્ય દુ:ખાવો ઊપડ્યો ને તેઓ કાળ કરી પ્રથમ દેવલોકના નલિની ગુલ્મ નામના વિમાનમાં દેવ થયા. રાત્રે આચાર્યશ્રી ક્યારે દેવ થયા? તે કોઈ જાણી શક્યું નહીં. આચાર્યશ્રીએ અવધિજ્ઞાન પ્રયોજી જોયું તો જાણ્યું કે સાધુઓ તો આગાઢયોગમાં પ્રવિષ્ટ થયેલા છે. હવે તેમને યોગવિધિ પૂરી કોણ કરાવશે? ને વિધિ નહીં થાય તો બિચારા સાધુઓનું શું થશે ? ઇત્યાદિ વિચાર અને દયા આવવાથી તે દેવે તરત પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કર્યો. ને આચાર્ય તરીકે ઊભા થઈ સાધુઓને ઉઠાડી કહ્યું “સાધુઓ ! ઊઠો, વૈરાત્રિક કાળગ્રહણ લેવાનો સમય થઈ ગયો છે” કાળગ્રહણ અને યોગાનુષ્ઠાનની વિધિ ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશમા અધ્યયનમાં બતાવતાં જણાવ્યું છે કે – पोरसीए चउब्भाए, वंदित्ता तओ गुरुं । पडिक्कमित्ता कालस्स, सेज्जं तु पडिलेहए ॥१॥ અર્થ:- વાઘારિક કાળ ગ્રહણ સમયે-રાતના પ્રથમ પ્રહરના ચોથા ભાગે ગુરુવંદન કરી કાળગ્રહણ લેનાર કાળભૂમિનું પ્રમાર્જન કરે. तम्मेव य नक्खत्ते, गयणचौभागसावसेसंमि । वेरत्तिअं पि कालं, पडिलही मुणि कुज्जा ॥२॥ અર્થ - વાઘારી કાળગ્રહણ સમયે જે નક્ષત્ર ગગનના આઠમા ભાગે જોયું હોય તે જ નક્ષત્ર આકાશમાં ગમન કરતા આકાશના ચોથા ભાગમાં આવે ત્યારે કાળ ભૂમિનું પ્રમાર્જન કરનાર મુનિ વૈરાત્રિક કાળગ્રહણ લે, લેવાની વિધિ કરે. આ પ્રમાણે સૂત્રાનુસારી ક્રિયા આચાર્યના શરીરમાં પ્રવિષ્ટ થયેલા દેવે તે સાધુઓને કરાવી. તેમજ શ્રુતના ઉદ્દેશ-સમુદેશ અને અનુજ્ઞા પણ તે સાધુઓ ચઢતા ભાવે તે આચાર્યદેવ પાસે કરી. સાવધાનીપૂર્વક દિવ્ય પ્રભાવથી તે દેવે કાળભંગાદિ ન થવા દીધા - જેથી દિવસ ભાંગ્યા નહીં ને શીધ્ર જ યોગ પૂર્ણ થયા. પછી આચાર્યનું શરીર મૂકી તે દેવલોક જતાં દેવે સાચી બાબત જણાવતાં કહ્યું “હે પૂજ્યો ! મને ક્ષમા કરજો. મેં અસંયમીએ તમને વંદનાદિ કરાવ્યા. તમે સંયમી અને પૂજ્ય છો - પણ અમુક દિવસે કાળ કરી દેવ થયા પછી મેં વિચાર્યું કે “આગાઢ યોગ શરૂ કરી પૂરા ન થાય તો સાધુઓનું શું થશે? તે દયાભાવથી હું અહીં પાછો આ શરીરમાં આવ્યો ને તમને બધી ક્રિયાવિધિ પૂર્ણ કરાવી.” ઇત્યાદિ કહી ખમાવી દેવા સ્વસ્થાને ગયા. સાધુઓએ આચાર્યશ્રીના શરીરની પરઠવવાની વિધિ પતાવી વિચાર્યું કે - “આ તો ઘણું ખરાબ થયું, એક અવિરતિ દેવને આપણે ઘણા દિવસો સુધી વંદન કર્યા. બીજા પણ સાધુના શરીરમાં ક્યારે કોઈ દેવ ભરાઈ જાય તેની શી ખબર પડે ? આપણે આનો Page #213 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૦૩ ઉપાય કરવો જ જોઈએ અને તેમણે સર્વાનુમતે એ નક્કી કર્યું કે “કોણ સંયમી અને કોણ અસંયમી છે તે આપણે જાણી શકતા નથી - માટે આપણે પરસ્પર પણ આજથી વંદન વિધિ કરવો - કરાવવો નહીં, દોષથી તેમજ અસત્યથી બચવાનો આ જ એક રસ્તો છે. આમ કોઈ દુષ્ટ કર્મના ઉદયે મિથ્યા પરિણામવાળા તે સાધુઓએ “અવ્યક્તવાદ” સ્વીકારી પરસ્પરની વંદનવિધિનો સદંતર ત્યાગ કર્યો. બીજા વૃદ્ધ, ગીતાર્થ અને સ્થવિર સાધુઓએ તેમને હિતશિક્ષા આપતાં ભિન્ન ભિન્ન રીતે સમજાવ્યા કે “જો તમને બધા જ ઉપર સંદેહ છે, તો તે દેવ જેણે કહ્યું કે “હું દેવ છું તેના ઉપર પણ તમને સંદેહ થવો જોઈએ, કે એ અદેવ છે-દેવા નથી.” તેમણે ઉત્તર આપ્યો - તેણે પોતે જ કહ્યું હતું કે હું દેવ છું, અને દેવનું સ્વરૂપ અમે નજરે જોયું, પછી શંકાનો ક્યાં પ્રશ્ન જ રહ્યો? વિર - સાચી વાત. તો આ સાધુઓ પણ પોતે જ કહે છે કે અમે સાધુ છીએ, અને તેમનું સ્વરૂપ પણ આપણે નજરે જોઈએ છીએ તો પછી તેમનામાં પણ સંદેહનો પ્રશ્ન ક્યાં રહ્યો? પછી તમે પરસ્પર કેમ વંદન કરતા નથી? શું સાધુ કરતાં દેવનું વાક્ય વધારે સારું હોય છે એમ? તમારે જાણવું જોઈએ કે “ક્રીડા-કુતૂહલાદિના કારણે દેવ તો અસત્ય પણ બોલે, ત્યારે સાધુએ તો અસત્યનો ત્યાગ કર્યો હોઈ તે અસત્ય ન જ બોલે. આશ્ચર્યની વાત છે કે – પ્રત્યક્ષ સાધુઓ ઉપર તમને સંદેહ છે તો પરોક્ષ રહેલા જીવાદિ પદાર્થો ઉપર તમને તો ઘણી શંકા હશે, અનિવેશવાળા મનુષ્યમાં સાધુપણાનો તમે સંદેહ રાખો છો તો શ્રી જિનપ્રતિમાજીમાં તો ખરેખર જ જિનત્વ નથી તો તેની વંદનામાં વાંધો નહિ ને સાધુવંદનનો નિષેધ !!! અવ્યક્તવાદી-અસંયમી દેવ પ્રવેશ કરેલા યતિવેષને વાંદવાથી તેમાં રહેલા અસંયમરૂપ પાપની અનુમતિ આવે અને આ દોષ પ્રતિમાજીમાં નથી. માટે પ્રતિમાજીને વંદનાદિમાં વાંધો નથી. સ્થવિર - તો દેવતાથી અધિતિ પ્રતિમાજીના વંદનમાં પણ અનુમતિ દોષ આવશે ! અવ્યક્તવાદી - શુદ્ધ અધ્યવસાયવાળો માણસ પરમાત્માની બુદ્ધિથી જિનપ્રતિમાને વાંદે છે. માટે આ દોષ પ્રતિમાજીના વંદનમાં લાગે નહીં. વિર - તો પછી શુદ્ધ અધ્યવસાયવાળો મુનિ બુદ્ધિથી મુનિરૂપને વાંદે તેમાં કયો દોષ કે જેથી તમે પરસ્પરને વાંદતા નથી? આ તો વદતો વ્યાઘાત? અવ્યક્તવાદી - તો તો વિશુદ્ધ પરિણામવાળો વેષમાત્રના ધારક એવા પાર્થસ્થાદિકને પણ મુનિ બુદ્ધિથી વાંદે તો તેને દોષ નહિ પણ લાભ થાય એમ માનવું? સ્થવિર - ના, તમારી યુક્તિ ઉચિત નથી. કારણ કે પાર્થસ્થાદિમાં નિગ્રંથપણાનો અભાવ રહેલો છે, આહાર-વિહાર અને વ્યવહારાદિથી તેમાં રહેલી ખામી જણાઈ આવે છે, માટે પ્રત્યક્ષ દોષવાળા પાસત્થા આદિ પ્રત્યક્ષ દોષીને વંદનાદિ કરવાથી સાવદ્યાનુજ્ઞાનો દોષ લાગે છે. કહ્યું છે કે : Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ जह वेलंबगलिगं, जाणत्तस्स नमिउं हवइ दोसो । निद्धंधसं पि नाऊण, वंदमाणे धुवो दोसो ॥१॥ અર્થ - ભવાઈ આદિમાં લેવાતા સાધુવેશવાળાં વિદુષકાદિને વાંદવાથી દોષ લાગે છે તેમજ નિર્ધ્વસ પરિણામી વેશધારી મુનિને જાણવા છતાં વંદન કરવામાં આવે તો પણ અવશ્ય દોષ લાગે છે. વિશેષ સમજણ આપતાં સ્થવિરોએ તેમને કહ્યું કે - શ્રી જિનપ્રતિમાને વંદન કરવામાં પણ તમને સર્વત્ર શંકા જ રહેશે. તેમજ આહાર, ઉપધિ, શયા આદિ પણ દેવતા વિદુર્વેલા હશે કે નહીં? તેનો નિશ્ચય ન હોવાથી આહારાદિક પણ તમારા માટે ગ્રહણ યોગ્ય ન રહ્યા અને આમ અતિશંકાના પ્રતાપે તમારા સમગ્ર વ્યવહારનો ઉચ્છેદ થશે, કારણ કે નિશ્ચયકારી જ્ઞાન વિના કોણ જાણી શકે કે આ પદાર્થ ખાદ્ય પદાર્થ છે કે કીડા છે? ઢાંકેલી વસ્તુઓમાં રત્નાદિ છે કે સર્પાદિ છે? તેનો પણ ભ્રમ અને તેના વિશે સતત સંદેહ રહ્યા જ કરવાનો. પરિણામે વસ્ત્રાદિ કે ભોજનાદિ પણ ગ્રહણ કરી શકાશે નહીં. તેમ આર્ય આષાઢદેવે કરેલું મુનિરૂપ જોયું તેવું બીજે ક્યાં ક્યાં જોયું? કે માત્ર એક જ દષ્ટાંતથી શંકાશીલ થયા છો? કારણ વિશેષે કોઈવાર કોઈ સ્થળે દેવ આદિની આવી વર્તણૂક જોઈ સર્વત્ર શંકા રાખવી કોઈ રીતે ઉચિત નથી. અંતે તમને અમારી આટલી ભલામણ ને સાચી સલાહ છે કે તમારે વ્યવહારનયાશ્રિત થઈ મોટા-નાનાનો વંદનવ્યવહાર બરાબર સાચવવો. કારણ કે છબસ્થની સમસ્ત પ્રવૃત્તિ વ્યવહાર પર જ આધારિત છે. વ્યવહારના ઉચ્છેદે તીર્થના ઉચ્છેદનો પ્રસંગ ઊભો થાય છે. સર્વજ્ઞ પરમાત્માઓ પણ વ્યવહારમાર્ગનો લોપ નથી કરતા. મહાભાષ્યમાં શ્રી જિનભદ્ર ગણીએ કહ્યું છે કે - શ્રુતવ્યવહાર પણ બળવાન છે. શ્રતવિધિ પ્રમાણે છદ્મસ્થમુનિએ ગ્રહણ કરેલા આહારને જો તે કેવળી ભગવંતની દષ્ટિએ અશુદ્ધ હોય છતાં સર્વજ્ઞ તેને દૂષિત કહેતા નથી. અર્થાત્ તેને પ્રમાણિત માને છે. ઈત્યાદિ ઘણી યુક્તિઓપૂર્વક સ્થવિર મુનિઓએ તેમને સમજાવ્યા પણ તેમણે પોતાનો હઠાગ્રહ છોડ્યો નહીં. તેથી તે સ્થવિરોએ તે અવ્યક્તવાદીઓને ગચ્છ બહાર કર્યા. તે અવ્યક્તવાદીઓનો સમુદાય વિચરણ કરતો રાજગૃહી પહોંચ્યો. ત્યાંના મૌર્યવંશી જિનેન્દ્રો પાસક ધર્મનિષ્ઠ બલભદ્ર નામના રાજાએ સાંભળ્યું કે અહીં ગુણશીલ ચૈત્યમાં અવ્યક્તવાદી નિદ્વવોનો સંઘાડો આવ્યો છે તેમને બોધ થાય તે ઉદ્દેશથી રાજાએ કૃત્રિમ કોપ કરી સુભટોને આજ્ઞા કરી કે “તે સાધુઓને અહીં પકડી લાવો’ તેઓ પકડી લાવ્યા. રાજાએ તરત બીજી આજ્ઞા કરી કે “આમને ઊકળતા તેલમાં તળી હાથીના પગ તળે કચડી નાંખો.” સુભટો તે પ્રમાણે કરવા દોડ્યા. આથી ભયભીત થઈ સાધુઓ રાજાને કહેવા લાગ્યા કે “તમે શ્રાવક થઈ તમારા સાધુઓને જ Page #215 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૦૫ મારવા તૈયાર થયા છો?' રાજાએ કહ્યું “કોણ જાણે તમે કોણ છો? ચોર છો કે જાસૂસ છો? અમને શી ખબર !” તેમણે કહ્યું “તમે આમ કેમ બોલો છો? અમે તમારા ધર્મગુરુઓ ને સાધુઓ જ છીએ, વિશ્વાસ રાખો, અમે બીજા કોઈ જ નથી - સાધુ જ છીએ.' રાજા બોલ્યા “તમારા મતમાં તો બધી વસ્તુ અવ્યક્ત એટલે સંદિગ્ધ છે. તેથી તમે સાચા સાધુ છો કે નહીં તે કેવી રીતે જાણવું? અને તમે પણ કેવી રીતે કહી શકો કે “અમે સાચા સાધુઓ છીએ? તેમજ તમારા જ મત પ્રમાણે હું શ્રાવક છું કે અન્ય? એ પણ શંકાનું જ કારણ છે, તો પછી તમે મને શ્રાવક કહી પણ કેમ શકો? આમ બોલવાથી તો તમારા મતને જ હાનિ પહોંચશે.” ઈત્યાદિ સાંભળી સાધુઓ ચમક્યા. તેમને કાંઈક સમજાવા લાગ્યું કે આપણે કાંઈક ગંભીર ભૂલ કરી રહ્યા છીએ. તેઓ અરસપરસ એકબીજા સામે જોઈ જાણે પૂછી રહ્યા હતા કે “રાજા કેટલી સાફ અને સરલ વાત કરી રહ્યા છે તે સાચી લાગે છે ને?' ત્યાં રાજા ફરી બોલ્યા “તમે સર્વે સમજુ અને વિદ્વાન છો. ભગવાન સર્વજ્ઞ દેવના માર્ગને નિશ્ચયવ્યવહારે ઉભયથી માનીને ચાલો. વ્યવહાર માર્ગ છોડીને ક્ષણવાર પણ તમે સ્વસ્થ ન જ રહી શકો. તમે સમજો તો હું તમારો શ્રાવક અને વિનમ્ર ઉપાસક છું. આપનો એક એક બોલ મારા માટે સર્વસ્વ હોય ત્યારે હું તમને સદઉં.” આ સાંભળી સાધુ લજ્જા-આનંદ-બોધ અને સ્વસ્થતા પામ્યા. તેમણે સર્વની સાક્ષીએ કહ્યું કે “શ્રી જિનેશ્વર પરમાત્માએ બતાવેલી ક્રિયાવાળા ક્રિયાના કરનારા તેમજ લઘુ-જયેષ્ઠના પર્યાયે પરસ્પર વંદન કરનારા અમે નિગ્રંથ સાધુ છીએ. એમ વારંવાર બોલવા લાગ્યા. ને રાજાને કહ્યું હે રાજા ! મિથ્યાત્વના પ્રાબલ્ય ઘણા સમયથી અમે ભ્રાંત હતા, આજે તમે પાછો સન્માર્ગ બતાવ્યો. તમને ધન્ય છે. તે સાંભળી આનંદિત થયેલા રાજાએ પણ વિનમ્રતાપૂર્વક કહ્યું “પૂજયો ! મારી ધૃષ્ટતાને ખમજો. આપને બોધ થાય, એ જ માત્ર ઉદ્દેશ હતો મારા આ અયોગ્ય વ્યવહારમાં.” ઈત્યાદિ સ્તુતિપૂર્વક તે મહાન રાજાએ સર્વમુનિઓને ભાવપૂર્વક વાંદ્યા ને ક્ષમા માંગી. સાધુઓ પણ શ્રી જિનેન્દ્રમતની અને રાજાની મહાનતાની પ્રશંસા કરતા વિહાર કરી ગયા. લાંબા કાળ સુધી તેમણે લોકોને સર્બોધ આપ્યો. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી બસો ચૌદ વર્ષે આ ત્રીજા નિદ્ભવ થયેલા. સૂત્ર-સિદ્ધાંતોના યોગવાહી પોતાના શિષ્ય સાધુઓને વિઘ્ન ન થાય તે માટે શ્રુતભક્તિમાં આસક્ત એવા તે આષાસૂરિના જીવ દેવતાએ સ્વર્ગમાંથી આવી યોગવિધિની ક્રિયા પૂર્ણ કરાવી. માટે આ ઉપધાન નામના ચોથા શુભાચારનું વર્ણન સાંભળી આગમાનુસાર ઉપધાનવિધિમાં આદર કરવો જેથી આપણો આત્મા ઉત્તમતાનું પાત્ર બને. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ૨૬૩ - અનિલવ-પાંચમો આચાર श्रुताक्षरप्रदातृणां, गुरूणां च श्रुतादीनाम् । अनिह्नवोऽयमाचारः पञ्चमः श्री जिनेः स्तुतः ॥ અર્થ - શ્રુતજ્ઞાન-શ્રુતજ્ઞાનના અક્ષરને પણ આપનારા ગુરુઓ તેમજ શ્રુત આદિનો અપલાપ ન કરવારૂપ આ અનિદ્ભવ નામનો પાંચમો આચાર શ્રી જિનેશ્વરદેવોએ વખાણ્યો છે. જે ગુરુ પાસે થોડુંક પણ અધ્યયન કર્યું હોય, તે અપ્રસિદ્ધ હોય કે જાતિ અથવા શ્રુતાદિકથી હીન પણ હોય છતાં તેમને ગુરુ તરીકે માનવા અને લોક સમક્ષ ગુરુ કહેવા. પોતાના ગૌરવ માટે પોતાથી અલ્પ પાંડિત્ય કે પ્રતિભાવાળા ગુરુને ગુરુ કહેતાં લાજવું - શરમાવું નહીં. પણ પંથક નામક શિષ્યની જેમ ગુરુમહારાજનું બહુમાન કરવું તેમના દોષ ગ્રહણ કરવા નહીં. સદા ગુરુથી પરતંત્ર રહેવું પણ સ્વચ્છંદી કે નિઃશંકપણું રાખવું નહીં. આમ રાજાએ નીચ (ઢઢની) સ્ત્રીનો સ્પર્શ કર્યો એ વાત ગુરુ જાણી ગયા છે એમ રાજાને જણાતાં તેણે વિચાર્યું - અહો મારું હનકૃત્ય ગુરુ જાણી ગયા, હવે મારે મોટું કેવી રીતે બતાવવું? પછી તેણે શુદ્ધિ માટે લોઢાની પૂતળી તપાવી સ્પર્શ કરવાનો નિર્ણય કર્યો. આ વાતની ખબર પડતાં ગુરુશ્રીએ શ્લોકો લખી મોકલી તેને વાર્યો. (સવિસ્તર આ દષ્ટાંત પૂર્વે લખાયું છે.) એક ઘેવર ખાતાં ખાતાં કુમારપાળ રાજાને પૂર્વે ખાધેલા માંસનો સ્વાદ સાંભરી આવ્યો. તરત વિચાર્યું કે “અરે ! મારી કેવી વિચિત્ર સ્થિતિ? વર્ષોથી જેનો ત્યાગ તે વિચારમાંય કેમ આવે? આ વાતની ગુરુમહારાજને જાણ થશે, તો મારું જીવન ધિક્કારને પાત્ર થશે.” આમ વિચારી રાજા પોતાના દાંત પડાવી નાંખવા તૈયાર થયા. આ જાણી તત્ત્વજ્ઞ પ્રધાનોએ વાર્યા. પછી ગુરુ મહારાજને બધી વાત જણાવી, ને ગુરુ મહારાજે આપેલ પ્રાયશ્ચિત્તાનુસાર ઘેબરના રંગ અને આકારવાળો એક હજાર ને ચૌદ થાંભલાવાળો જિનેશ્વરદેવનો નૂતન મહાપ્રાસાદ કરાવ્યો. ઇત્યાદિ અનેક ઉત્તમ પુરુષોના ચરિત્રથી ગુરનિષ્ઠા જાણવી. અન્ય મતમાં પણ લખ્યું છે કે – एकाक्षरप्रदातारं, यो गुरुं नाभिमन्यते । श्वानयोनिशतं गत्वा, चंडालेष्वभिजायते ॥१॥ અર્થ - એકાદ અક્ષર પણ ભણાવનાર ગુરુને જે માણસ ગુરુ તરીકે જો ન માને તો તે સો વાર કૂતરાની યોનિમાં ઉત્પન્ન થઈ ચાંડાળને ત્યાં અનેકવાર ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે શ્રુતનો પણ અપલાપ ન કરાય. જેની પાસે જેટલું શ્રુત ભણ્યા હોઈએ તેટલું Page #217 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૦૭ જ જણાવવું જોઈએ પણ ઓછું-વતું કહેવાય નહીં. તેમ કરવાથી - મૃષાવાદ, મનનું કાલુષ્ય તેમજ જ્ઞાનાતિચાર આદિ દોષો લાગે છે. ગુરુનો તેમજ શ્રુતનો અપલાપ કરવાથી રોહગુપ્તની જેમ સર્વગુણની હાનિ થાય છે. રોહગુપ્તની કથા અંતરિકાપુરીના ઉદ્યાનમાં શ્રીગુપ્ત આચાર્ય પોતાના સમુદાય સાથે પધાર્યા. ત્યાં બલશ્રી નામે રાજા રાજ્ય કરે, આચાર્યનો વિદ્વાન અને પ્રજ્ઞાવાન શિષ્ય રોહગુપ્ત બીજા ગામથી અહીં ગુરુમહારાજને વાંદવા આવ્યો, તે નગરીમાં થોડા દિવસથી એક વાદી તાપસ આવેલો હતો. તેણે લોહની પટ્ટીથી પેટ બાંધ્યું હતું ને હાથમાં જંબૂવૃક્ષની ડાળી રાખી હતી. તે નગરમાં ભમતો વાદ માટે આહ્વાન આપતો હતો. આ પટ્ટી ને ડાળીનો મર્મ લોકોએ પૂછતાં તેણે કહ્યું કે - “ઘણા જ્ઞાનના લીધે પેટ ફાટી જવાનો ભય ઊભો થતાં આ પટ્ટી પેટે બાંધી છે તથા આ જંબૂવૃક્ષની ડાળનો અર્થ એ છે કે આખા જંબુદ્રીપમાં મારી સામે વાદમાં ઊભો રહી શકે એવો કોઈ પ્રતિવાદી નથી. અંતે કોઈ પ્રતિવાદી ન મળવાથી તે વાદીએ આખી નગરીમાં ઘોષણા કરી કે - આખી નગરી શૂન્ય છે, બધા પરપ્રવાદી છે, મારો પ્રતિવાદી કોઈ નથી.’’ નગરમાં આવી પહોંચેલા રોહગુપ્તે આ ઘોષણા સાંભળી અચંબો અનુભવ્યો. તેણે તરત ઢંઢેરાને હાથ લગાડી વગાડવાની ના પાડી અને કહ્યું “હું વાદ કરીશ” ને વાદ માટેનો દિવસ નક્કી થયો. રોગુપ્તે ઉપાશ્રયે આવી ગુરુવંદન કરી ગુરુશ્રીને વાદની વાત જણાવી. ગુરુશ્રીએ કહ્યું : “તેં ઉતાવળ કરી. કારણ કે શાસ્રવાદ નહીં પણ હલકી વિદ્યાથી આ પ્રતિવાદીને પરાભવ પમાડે છે. કદાચ તે શાસ્ત્રાર્થમાં પરાભવ પામશે તો પણ તને હેમખેમ જવા નહીં દે. તે મંત્રવિદ્યાથી પ્રતિવાદીને ઉપદ્રવ કરે છે. તેની પાસે વીંછી, સર્પ, ઉંદર, હરિણ, ડુક્કર, કાગડા અને સમળીની વિદ્યાઓ છે.” રોહગુપ્તે કહ્યું “હવે શું થાય ? પ્રગટમાં ઘોષણા નિવારી છે, તે હવે જે થવાનું હશે તે થશે.” ગુરુશ્રીએ તેનો દૃઢ નિર્ધાર જાણી કહ્યું : “જો તારો નિશ્ચય જ હોય તો હું તને પાઠસિદ્ધ તે સાતેની પ્રતિવિદ્યા આપું, તે તું ધારણ કર.” એમ કહી મોર, નોળિયા, બિલાડા, વાઘ, સિંહ, ઘુવડ અને બાજની પ્રતિવિદ્યા તેને આપી કહ્યું : “તે તે વિદ્યાની સામે પ્રતિકારરૂપે તારે આ વિદ્યાનો ઉપયોગ કરવો. તે વાદી અતિ દુષ્ટ અને ક્ષુદ્ર હોઈ તને બીજો ઉપદ્રવ ન કરે માટે લાવ તારો ઓઘો મંત્રી આપું. એવે સમયે આ ઓઘો તું તારા માથા પર ફે૨વજે, લે હવે તને ઇન્દ્ર પણ નહીં જીતી શકે.” પછી ઉત્સાહિત થયેલો રોહગુપ્ત સમયે રાજસભામાં ગયો. ત્યાં માણસોની ઠઠ જામેલી. ન્યાયપંચની સામે વાદી-પ્રતિવાદીનાં આસનો હતાં ને ચારે તરફ કીડિયારાની જેમ જનમેદની હતી. રોહગુપ્તે કહ્યું ‘આ ભિક્ષુ-તાપસમાં કેવુંક જ્ઞાન છે તે તે જ બતાવે. તેની ઇચ્છા પ્રમાણે તે જ પૂર્વયક્ષ સ્થાપન કરે, હું ઉત્તર આપી ઉત્તરપક્ષ સમજાવીશ !' Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ આ સાંભળી તાપસે વિચાર્યું “આ સાધુઓ અદ્ભુત વિદ્વાન હોય છે. તેમની સાથે વિવાદ કરી ફાવવા જેવું તો છે જ નહીં. એમને જીતવાનો એક જ રસ્તો કે એમને સંમતપક્ષ તેમની સામે સ્થાપવો, પોતાના મતનું એ ખંડન કરી શકે નહીં ને થાપેલો મત ન ઉથાપવાથી તે હારે જ. ઇત્યાદિ વિચારી તેણે પૂર્વપક્ષ માંડતાં કહ્યું : “આ સંસારમાં જીવ અને અજીવ એમ બે જ રાશિ છે. આ સંસારમાં તે પ્રમાણે જ જોવામાં આવે છે, માટે ધર્મ અને અધર્મ-દ્રવ્ય અને ભાવ આદિ બે બે રાશિ છે તેમ, (અહીં વાદીનાં ત્રણ વાક્યો છે. તેમાં જીવ-અજીવ એ જ રાશિ છે તે પક્ષ. તે જ પ્રમાણે જોવામાં આવે છે તે હેતુ અને ધર્મ અને અધર્મ આદિની જેમ તે ઉદાહરણ. આ ત્રણે મળવાથી અનુમાન પ્રમાણ થાય.) આ સાંભળીને રોહગુપ્ત વાદીની ધીઠતાનું માપ કાઢ્યું કે “આ તો જબરો છે. અમારી વસ્તુથી જ અમને જીતવા માંગે છે. પણ આજે તો તેને પાઠ ભણાવું તો જ ખરો. માત્ર વાદીનો પરાભવ કરવાની જ અભિલાષાથી સત્ય વાતને જુદી સાબિત કરવા રોહગુખે કહ્યું ખોટી વાત. તમે આપેલા હેતુ અસિદ્ધ છે, કારણ કે તે બીજી રીતે જોવામાં આવે છે. સંસારમાં બે નહીં પણ જીવ-અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિ સ્પષ્ટ જણાય છે. માનવ-પશુ આદિ જીવ, પરમાણુ ત્રસરેણુ-ઘટ આદિ અજીવ તથા ગરોળીની કપાઈ ગયેલી પૂંછડી નોજીવ છે. તેથી સિદ્ધ થાય છે કે જીવ, અજીવ અને નોર્જીવ એમ ત્રણ રાશિ છે, તે જ પ્રમાણે દેખાય છે માટે. અધમ, મધ્યમ અને ઉત્તમ રાશિની જેમ. ઇત્યાદિ તર્કબદ્ધ અને પાંડિત્યપૂર્ણ ઉત્તર આપી પોતાની અકાટ્ય યુક્તિઓથી તે તાપસનો પરાજય કર્યો. તેથી ક્રોધિત થયેલા તાપસે રોહગુપ્ત પર વિદ્યાના બળે અનેક વીંછી વિકર્વી ઉપદ્રવ કર્યો. રોહગુપ્ત મયૂરી વિદ્યાથી તેનો નાશ કર્યો. તાપસે સર્પ વિકવ્ય ને રોહગુપ્ત નોળિયા, આમ ઉંદરનો બિલાડા, મૃગનો વાઘ, ડુક્કરનો સિંહ ને કાગડાનો ઘુવડથી રોહગુપ્ત પ્રતિકાર કર્યો. આથી ખીજવાયેલા તાપસે ધસમસતી સમળી વિકર્વી ને રોહગુપ્ત તરત બાજ મૂકી બધી નસાડી મૂકી. તાપસ ક્રોધથી ધ્રૂજતો ગર્જના કરવા લાગ્યો ને તેણે ગર્દભી વિદ્યાનો પ્રયોગ કર્યો. રોહગુપ્ત ગુરુ મહારાજે જણાવ્યા પ્રમાણે તરત પોતાનો ઓઘો શરીર ફરતો ફેરવવા માંડ્યો. તેથી ગભરાઈ ગયેલી ગર્દભી (ગધેડી) તાપસ ઉપર મૂત્રાદિ કરી નાસી ગઈ. અંતે તાપસ થાકી નિરુપાય થઈ ગયો. રોહગુપ્ત સાધુનો જયકાર થયો ને તાપસ પલાયન કરી નાઠો. મોટા આડંબરપૂર્વક જનસમૂહરોહગુપ્તને ઉપાશ્રયે મૂકવા આવ્યો. બધી વાત સાંભળી આચાર્યશ્રીએ કહ્યું : “તાપસને જીત્યો એ તો ઠીક, પણ તે ત્રણ રાશિની સ્થાપના કરી તે ઘણું ખરાબ કહેવાય. કાંઈ નહીં તો પાછા ફરતાં સભામાં કહી દેવું હતું કે આ વિતંડાવાદીને જીતવા ખાતર ત્રણ રાશિની વાત કરી હતી, વસ્તુતઃ જીવ અને અજીવ એ બે જ રાશિ છે. જે બન્યું તે પણ હવે તું જલદી જા અને રાજસભામાં સાચી વાત કહીને પાછો આવ. પહેલાં તો તેણે ગણકાર્યું નહીં, પણ વારે વારે કહેવાથી તેણે કહ્યું કે “હવે એ મારાથી નહીં બને.” ગુરુએ કહ્યું “કેમ ન બને? ચાલ હું સાથે આવું.” રોહગુખે કહ્યું “મેં કહ્યું તે બરાબર કહ્યું છે. મારે જવાની કશી આવશ્યકતા નથી.” Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ આ સાંભળતાં જ ગુરુ મહારાજે વિસ્મિત થઈ પૂછ્યું “શું કહે છે?” તેણે કહ્યું “સાચું જ કહું છું. મેં સ્થાપન કરેલો સિદ્ધાંત દોષિત નથી. કારણ કે ગરોળી આદિની છૂટી પડેલી પૂંછડી આદિને નોજીવ તરીકે માનવામાં જરાય વાંધો આવતો નથી. સૂત્રમાં ધર્માસ્તિકાય આદિના દશ ભેદ જણાવેલા છે, છતાં ધર્માસ્તિકાયના પ્રદેશની અલગ ગણતરી કરી છે. અન્યથા દશભેદ થઈ શકે નહીં. તેવી જ રીતે ગરોળીની પૂંછડી કે મનુષ્યાદિના છેડાયેલા હાથ-પગ આદિ અવયવ જીવથી તો ભિન્ન જ છે, અને તે હલતા કે તરફડતા જણાય છે, માટે અજીવથી પણ ભિન્ન જ છે. માટે સિદ્ધ થાય છે કે આ વસ્તુ જીવ તેમજ અજીવ બન્નેથી જુદી છે. ને તેને નોજીવ કહેવામાં કશો જ બોધ આવતો નથી.” આ સાંભળી ચકિત થયેલા ગુરુએ તેને ઘણો સમજાવ્યો ને રાજસભામાં લઈને આવ્યા. ત્યાં સત્યમાર્ગની પ્રરૂપણા કરતાં કહ્યું “શ્રી જિનઆગમમાં જીવ અને અજીવ એમ બે જ રાશિ જણાવેલ છે, ને તે સિવાય કોઈ ત્રીજી રાશિ જણાવેલી નથી. ધર્માસ્તિકાય આદિના પ્રદેશો પણ ધર્માસ્તિકાયથી કાંઈ જુદા નથી તન્મય છે. વિવક્ષાએ કરીને સમજાવવા માટે જ જુદા ગણાવેલ છે. પૂંછડી આદિનો જીવ ગરોળીના જીવથી જુદો નથી, જીવ તો અભિન્ન એક જ છે. શ્રી ભગવતીજી સૂત્રમાં જણાવ્યું છે કે – પ્રશ્ન - હે ભગવંત! કાચબાની શ્રેણી, ગરોળી, વૃષભ, મનુષ્ય, પાડો કે તેની શ્રેણી, તેના બે ખંડ, યાવતુ અસંખ્ય ખંડ છેદીને કરવામાં આવે તો તે શરીર અને અવયવના અંતરામાં જીવપ્રદેશ હોય છે? ઉત્તર :- હા, ગૌતમ હોય છે. પ્રશ્ન:- હે ભગવંત ! અંતરામાં રહેલા તે જીવપ્રદેશને કોઈ પુરુષ હાથ, પગ, કાઇ કે તણશસ્ત્રથી છેદતો અથવા અગ્નિ આદિથી બાળતો તે આત્મપ્રદેશને અલ્પ કે અધિક બાધા-પીડા ઉપજાવી શકે છે? ઉત્તર:- ના, ગૌતમ! આ અર્થ સમર્થ નથી. અર્થાત્ અંતરે રહેલી આત્મપ્રદેશની શ્રેણિ ઉપર કોઈ આક્રમણ કરી શકે નહીં. આચાર્યશ્રીએ કહ્યું : ગરોળી અને તેની પૂંછડીના વચ્ચે રહેલા જીવ પ્રદેશો અરૂપી છે માટે - દેખી શકાતા નથી. જેમ દીપકનાં કિરણો કોઈ દેખીતી વસ્તુ પર પડ્યાં હોય તો જ જોઈ શકાય છે પણ એમ ને એમ અધ્ધર કે અવકાશમાં હોય તો જોઈ શકાતાં નથી. તે જ પ્રમાણે તે રોહગુપ્ત ! અંતરામાં રહેલા આત્મપ્રદેશો જોઈ શકાતા નથી. બોલવું, શ્વાસોચ્છવાસ લેવો, દોડવું, વળગવું, ધ્રુજવું ઈત્યાદિ ક્રિયાઓ દેહમાં થઈ જણાય છે, પણ વચમાં જણાતી નથી, માટે સૂક્ષ્મ એવા કાર્મણદેહથી યુક્ત હોવા છતાં તે આત્મપ્રદેશો ઔદારિક દેહથી વિયુક્ત હોઈ ચક્ષુથી જોઈ શકાતા નથી. તે જીવના પ્રદેશો જીવથી તું ભિન્ન માનીશ કે Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ અભિન્ન ? જો ભિન્ન માનીશ તો તે પ્રદેશો જીવ સાથે ફરી સંગમ કેવી રીતે થશે? કારણ કે ભિન્ન પ્રદેશો પરમાણુની જેમ બીજા (સામા) ભાગમાં મળી જાય, અને તે પ્રદેશોનો બીજા જીવ સાથે સંબંધ (એકાકારપણું) થવાથી તે બન્ને જીવોના કર્મનો પણ સંબંધ (સંકરપણું) થાય. આમ થતાં બન્ને જીવોના સુખ દુઃખાદિ પણ એક થઈ જવા જોઈએ મળી જવા જોઈએ, પણ તેવું તો થતું નથી. માટે તે પ્રદેશો તે આત્માથી ભિન્ન છે તેમ તો તું કહી શકવાનો નથી, અને જો તું એમ કહે કે તે પ્રદેશો જીવથી અભિન્ન છે, તો તે પ્રદેશો તે જીવના અંતર્ગત જ થયા. અર્થાત્ તે જ જીવના તે પ્રદેશ-તેમાં જ પાછા ભળી જવાવાળા નિશ્ચિત થયા. ને એમ થતાં જીવ અને અજીવ એમ બે જ રાશિ નિશ્ચિત થયા, પણ ત્રણ રાશિ ન થઈ શક્યા. રોહગુતે કહ્યું: “ગુરુજી! તે પ્રદેશો છે તો અભિન્ન જ પણ સ્થાનભેદ થતાં તેને નોજીવ કહી શકાય. જેમ આકાશ એક છતાં સ્થાનભેદથી ઘડામાં રહેલું આકાશ ઘટાકાશ, અને ગૃહમાં રહેલું ગૃહકાશ કહેવાય છે તેમ. આમ સ્થાનભેદે તેને નોજીવ કહેવામાં કશો જ વાંધો નથી.” આચાર્યદેવે કહ્યું “તેમ કહેવાથી તારે નોઅજીવ નામનો ચોથો રાશિ પણ માનવો પડશે. કારણ કે આકાશ વગેરે પણ અજીવ છે અને તેના પણ પ્રદેશો સંભવે છે. તેને પણ સ્થાનભેદની વિવક્ષાએ નોઅજીવ માન્યા વિના છૂટકો નથી; ને ચાર રાશિ થશે. કિંતુ લક્ષણની સમાનતાને લીધે, તે માનેલ નો જીવ ભિન્ન નથી તેવી જ રીતે સમાન લક્ષણે નોઅજીવ પણ અજીવથી ભિન્ન નથી. આમ રાજસભામાં વાદ કરતાં છ મહિના થયા. રાજાએ નમ્રતાપૂર્વક કહ્યું : “ભગવન્! હવે આનો અંત આવે એમ ઇચ્છીએ છીએ, કારણ કે આથી રાજકાર્ય ખોરંભે ચડ્યું છે. આચાર્યશ્રીએ કહ્યું “આટલા દિવસ તો મેં એમ સમજીને વિતાવ્યા કે અશુભ પળો ટળે-અથવા સમય જતાં પણ શિષ્ય વાસ્તવિકતા સમજે. તેથી આ શિષ્ય સાથે મેં શાસ્ત્રાર્થની ક્રીડા જ કરી છે – પણ આવતીકાલે પ્રભાતે આનો અવશ્ય નિગ્રહ કરીશ.” બીજે દિવસે આચાર્યશ્રીએ રાજાને કહ્યું “કુત્રિક (કુ=પૃથ્વી ત્રિક===ત્રણે લોકોની દુકાને એવી દૈવી શક્તિવાળાની દુકાન કે જયાં બધી જ વસ્તુ મળે) જઈએ. ત્યાં આખી પૃથ્વીનો માલ મળે છે. તે સર્વ વિદિત વાત છે. ત્યાં જઈ આપણે નોજીવ માંગીએ.” રાજા અને નગરના ગણ્ય-માન્ય વ્યક્તિઓ સાથે ગુરુ-શિષ્ય કુત્રિકાપણે ગયા. રોહગુપ્તના કહ્યા પ્રમાણે આચાર્ય મહારાજ આદિએ પ્રથમ જીવ માંગતાં મેના-પોપટ મોર આદિ આપ્યાં અને અજીવની માંગણી કરતાં નિર્જીવ પથ્થર-લોખંડ આદિ આપ્યાં ત્યારબાદ નોજીવ માગતાં પાછાં જડ-નિર્જીવ પદાર્થો જ આપ્યા. કારણ કે “નો” નો અર્થ પણ નિષેધવાચક હોઈ નજીવ = નજીવ = અજીવ જ થાય. ફરી નો જીવ માંગતાં અજીવ વસ્તુઓ જ લાવવામાં આવી. ત્યારે પૂછ્યું કે “આ નોજીવમાં જીવનો અંશ ખરો કે નહીં?” ત્યારે અધિષ્ઠતાએ કહ્યું “ના વાસ્તવમાં જીવ અને અજીવ સિવાય સંસારમાં બીજું કાંઈ જ નથી.” ત્યારે ગુરુ મહારાજે શિષ્યને સમજાવતાં કહ્યું : Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ “વત્સ! ગધેડાના શિંગડાની જેમ ત્રીજો રાશિ પણ અવિદ્યમાન હોઈ સિદ્ધ ન થયો. માટે તું દુરાગ્રહ છોડી દે. જો સંસારમાં નોજીવ જેવી વસ્તુ હોત તો વ્યંતરદેવ ગમે ત્યાંથી લાવી આપત.” ઇત્યાદિ અનેક રીતે સમજાવતા છતાં રોહગુપ્ત પોતાનો આગ્રહ છોડ્યો નહીં ત્યારે આચાર્યશ્રીએ એકસો ચુમ્માલીશ પ્રશ્નોથી રોહગુપ્તને નિરુત્તર કરી રાજા આદિ સમક્ષ પરાજિત કર્યો. અહીં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ મૂળ પદાર્થોની ભેદ કલ્પના કરી, તેમાં પંચ મહાભૂત, કાળ, દિશા આત્મા અને મન એ નવ દ્રવ્ય ભેદ કર્યા. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિણામાદિ ગુણના સત્તર ભેદ કર્યા. ઉલ્લેપણ, અપક્ષેપણ આકુંચન-પ્રસારણ અને ગમન એમ કર્મના પાંચ ભેદ, સામાન્ય ત્રણ ભેદ, તેમજ વિશેષ અને સમવાયનો એકેક ભેદ કરી સર્વે છત્રીશ ભેદ કર્યા. તે બધાના પણ પ્રકૃતિ (મૂળ શબ્દ), અકાર (અલ્પ નિષેધવાચક), નોકર (સર્વથા નિષેધ વાચક) અને બન્નેનો નિષેધ (નિષેધનો નિષેધ = મૂળ વસ્તુ) એમ ચાર પ્રકાર કર્યા. એમ કરતાં સર્વ ભેદ એકસો ચુમ્માલીશ થયા. પછી ફરી કુત્રિકાપણ જઈ પૃથ્વી માંગી એટલે તેણે પથરો આપ્યો. કેમ કે તે પ્રકૃતિ જાત ઉપપદથી રહિત શુદ્ધ પૃથ્વી છે. પછી અપૃથ્વી માંગી એટલે પૃથ્વી સિવાય જળ વિ. આવ્યું. પછી નોપૃથ્વી માંગી એટલે નો નો અર્થ થોડો તેમજ સર્વથા એમ બે પ્રકારે નિષેધ એવા કર્યા અને થોડા નિષેધે પાષાણનો કકડો અને સર્વથા નિષેધ જળ આદિ આવ્યાં. અને નોઅપૃથ્વી માંગતાં પૃથ્વી-પાષાણાદિ આપ્યા. કારણ કે નોઅજીવની પેઠેનો અપૃથ્વીનો અર્થ પણ પૃથ્વી જ થાય. આમ જળ આદિમાં પણ ચાર ચાર સમજવા. નિશ્ચયનયના મતે તો જીવ અને અજીવ આ બે જ પદાર્થો છે. આમ અનેક રીતે ગુરુમહારાજે સમજાવ્યા છતાં કોઈ રીતે પણ પોતાનો કદાગ્રહ ન છોડ્યો ને કુમતિનો જ અત્યધિક વિસ્તાર કરવા માંડ્યો ત્યારે ગુરુશ્રીએ તેના માથા પર બળખા નાખવાની કુંડીની રાખ નાંખી ગચ્છ બહાર કર્યો. રોહગુપ્તની ઉદંડતા ને શઠતા જોઈ રાજા પણ કુદ્ધ થયા ને તેમણે પોતાના રાજ્યમાં એવી ઉઘોષણા કરાવી કે પોતાના ગુરુ મહારાજના પ્રતિપક્ષી બનેલા રોહગુપ્તને જે કોઈ મહત્ત્વ કે માન્યતા આપશે તે રાજદ્રોહી ગણાશે. ત્યાર બાદ સુદૂર નીકળી ગયેલા રોહગુપ્ત પોતાની બુદ્ધિપ્રતિભાથી વૈશેષિક દર્શનની સ્વતંત્ર રચના કરી અને ગ્રંથો આલેખ્યા. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી પાંચસો ચુમ્માલીસ વર્ષે આ રોહગુપ્ત નામે છઠ્ઠો નિદ્ભવ થયો. તેનું વૃત્તાંત સંક્ષેપથી અહીં કહેવાયું. સમસ્ત વિશ્વ ષડ્રદ્રવ્યથી પરિપૂર્ણ છે' એમ શ્રી જિનેશ્વરદેવોએ જોયું ને પ્રરૂપ્યું છે, તેનું ઉત્થાપન કરવાપૂર્વક દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ છ પ્રકારનું સ્થાપન કરવાપૂર્વક તેને સત્ય માનતોમનાવતો અને વિસ્તારતો આમ પોતાના ત્રિરાશિક મતને વ્યવસ્થિત રીતે સ્થાપતો આ વૈશેષિક છઠ્ઠો નિતવ જાણવો. Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દેવ-ગુરુ અને શ્રુતાદિકને ઉત્થાપતો આ વૈશેષિક શ્રી જૈનશાસનમાં મળી શકતી સર્વ સંપદાની હાનિ પામ્યો. માટે આ પાંચમા શ્રુતાચારથી સૂત્રના અર્થી આત્માઓએ ભ્રષ્ટ ન થવું. ૨૧૨ ૨૬૪ વ્યંજનાનિહવ-છઠ્ઠો શ્રુતાચાર नाधीतव्यं श्रुतं चोक्त-वर्णैर्न्यूनाधिकादिभिः । व्यञ्जनानिह्नवाह्वोऽयमाचारः षष्ठमः स्तुतः ॥१॥ અર્થ :- ગ્રંથાદિમાં કહેલો વર્ણ-વ્યંજન (અક્ષર) માંથી ઓછા-વધતા અક્ષરો કરી (ગ્રહી) સૂત્ર ભણવું નહીં, આને વ્યંજનાનિહ્નવ (વ્યંજન ન ઓળવવારૂપ) છઠ્ઠો શ્રુતાચાર કહ્યો છે. કહ્યું છે કે ઃ व्यञ्जनभेदतोऽर्थानां क्रियाभेदोपजायते । तेनाभावश्च मुक्तेः स्यात् के के दोषा भवन्ति न ॥१॥ અર્થ :- વ્યંજન-વર્ણભેદે અને અર્થભેદે ક્રિયાભેદ તથા ક્રિયાભેદે મુક્તિનો જ અભાવ થાય છે. આ એક વ્યંજનભેદે કયા કયા દોષો નથી ઊપજતા ? વ્યંજનનો ભેદ એટલે અક્ષરોને અન્યથા કરવા. આમ કરવાથી અનેક દોષો ઊપજે છે. આવશ્યકસૂત્રમાં સૂત્રની આશાતનાના ચૌદ પ્રકાર જણાવ્યા છે. વ્યાવિદ્ધ એટલે આડા અવળા રત્નો ગોઠવી ગૂંથેલી રત્નમાળાની જેમ આડા-અવળા અક્ષરોના ઉચ્ચારથી થયેલી જ્ઞાનની આશાતનાથી જે અતિચાર લાગ્યો તેનું મિથ્યા દુષ્કૃતથી નિવારણ થાય છે. (દરેક જગ્યાએ એમ સમજવું) તે ચૌદ પ્રકાર આ પ્રમાણે છે (૧) એક જ પદને વધારે વાર બોલવું તે આગ્રેડિત. (૨) અક્ષર ઓછો બોલવો તે હીનાક્ષ૨. (૩) અધિક બોલવો તે અધિકાક્ષર. (૪) પદ ઓછું બોલવું તે પદહીન. (૫) વિનય વિના બોલવું તે વિનયહીન. (૬) ઉદાત્ત આદિ ઘોષ વિના બોલવું તે ઘોષહીન. (૭) યોગ કર્યા વિના ભણવું-વાંચવું તે યોગહીન. (૮) ગુરુ મહારાજે બરાબર નહીં દીધેલું તે સુન્નુઅદત્ત. (૯)ગુરુ મહારાજે સમુચિત્ત આપ્યા છતાં તે રીતે નહીં ગ્રહણ કરેલું દુષ્ટપ્રતિચ્છિત. (૧૦) મલિન અંતઃકરણે શ્રુતાધ્યયન કરવું. (૧૧) અકાળે સ્વાધ્યાય કરવો. (૧૨) કાળે સ્વાધ્યાય ન કરવો. (૧૩) અસ્વાધ્યાયવેળામાં સ્વાધ્યાય કરવો અને (૧૪) સ્વાધ્યાયવેળા સ્વાધ્યાય ન કરવો. વ્યંજનનું અન્યથા કરવું' તેના પાંચ પ્રકાર છે. પ્રથમ પ્રાકૃત સૂત્રને સંસ્કૃત ભાષામાં Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ બોલવું. જેમ કે “સંયો વિપ્રમુવલ્સ' ને બદલે “સંયોજન વિપ્રમુવતર્થ' કહેવું. બીજું પદોને પશ્ચાનુપૂર્વીએ ઊલટા સૂલટા બોલવા, જેમ કે “વિપકુવાસ સંયો' ત્રીજું-સૂત્રાદિમાં હોય તે પદો ન બોલતાં તે જ અર્થવાળા બીજા પર્યાયવાચી શબ્દો બોલવા જેમ કે “સંવંધા વિવજ્ઞિમક્સ' ચોથુંએક વર્ણને બદલે બીજો વર્ણ કહેવો જેમ કે – સંયોગના સકારના બદલે ગમે તે અક્ષર બોલવો, અને પાંચમું અન્યથાકરણ તે વર્ણનું વિપરીતપણું કરવું. જેમ કે સંયોગને બદલે તેથી ઊંધું-વિયોગ શબ્દ બોલવો. આ પ્રમાણે વ્યંજન, અર્થ તેમજ વ્યંજનાર્થમાં અન્યથા કરવાથી, ન્યૂનાધિક કરવાથી ઊપજતા દોષો જાણી લેવા. તેમાં વ્યંજનને અન્યથા કરવાના સંબંધમાં “પ્રાકૃત સૂત્રાદિને સંસ્કૃત ભાષામાં કરવાનું કહેતાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજને પારાંચિત પ્રાયશ્ચિત્ત કરવું પડ્યું હતું. તેમનું દષ્ટાંત પ્રથમ કહેવાયું છે.) વ્યંજન અધિક વાપરવાના સંબંધમાં કુમારપાળ રાજાનું દષ્ટાંત નીચે પ્રમાણે જાણવું. એકવાર મંત્રી, સામંતાદિ, શ્રેષ્ઠીઓ અને સાર્થવાહોથી ભરેલી સભામાં ગુર્જરપતિ કુમારપાળ રાજા બેઠા હતા. તે વખતે તેમને મહારાજા જયસિંહના વખતના જૂના મંત્રીઓને પૂછ્યું કે “હું મહારાજા સિદ્ધરાજ જયસિંહથી ગુણમાં હીન છું, અધિક છું કે સમાન છું?” મંત્રીઓએ કહ્યું : “મહારાજ! શ્રી સિદ્ધરાજમાં અટ્ટાણું ગુણ અને બે જ દોષ હતા, ત્યારે તમારામાં તો બે ગુણ અને અઠ્ઠાણું દોષ છે.” આ સાંભળી રાજાએ ખિન્ન થઈ ખગ પર દૃષ્ટિ નાખી, ને પરિસ્થિતિને પામેલા વૃદ્ધ મંત્રીએ કહ્યું “સ્વામી! અમારો આશય એ છે કે સિદ્ધરાજના અઠ્ઠાણું ગુણોનો બે દોષોએ નાશ કર્યો હતો.” રાજાએ પૂછ્યું “કયા દોષો?' તેમણે કહ્યું “યુદ્ધમાં કાયરતા અને સ્ત્રીની લંપટતા. ત્યારે આપનામાં કૃપણતાદિ જે અઠ્ઠાણું દોષો છે તે સંગ્રામશૂરતા ને પરનારી સહોદરતા આ બે ગુણોથી ઢંકાઈ ગયા. સત્ત્વ અને શીલ સર્વ ગુણનો આધાર હોઈ આપ સર્વ ગુણીજનોમાં શિરોમણિ છો. ઇત્યાદિ મંત્રીનાં વચનો સાંભળી રાજા સંતુષ્ટ થયા. તે વખતે કોઈ કવિરાજે કવિત ગાયું - पर्जन्य इव भूताना-माधारः पृथिवीपतिः । विकलेऽपि हि पर्जन्ये, जीव्यते न तु भूपतौ ॥१॥ અર્થ :- જીવોને મેઘની જેમ રાજા આધાર છે. મેઘની અવકૃપાએ કદાચ જિવાય પણ રાજાની અવકૃપાથી જિવાતું નથી. આ સાંભળી પ્રસન્ન થયેલા રાજા બોલ્યા : “રાજાને મેઘની ઉપગ્યા આપી સરસ સામ્યતા બતાવી, અહીં રાજા ઉપમાના બદલે ઉપમ્યા બોલ્યા, જે વ્યાકરણની દૃષ્ટિએ અશુદ્ધ શબ્દ હતો. બધા સભાજનોએ પણ રાજાને પ્રસન્નતા બતાવી પણ એક કપર્દી નામના વિદ્વાન મંત્રીને નીચું મુખ કરી જતાં જોઈ રાજાએ કારણ પૂછ્યું. તેણે કહ્યું, “મહારાજ ! આપ શબ્દશાસ્ત્રથી વિરુદ્ધ ઉપમ્યા શબ્દ બોલ્યા તેથી મારું માથું શરમથી નમી પડ્યું.” નીતિમાં કહ્યું છે કે – રાજા વિનાનું જગત સારું પણ મૂર્ખ રાજા સારો નહીં. મૂર્ખ રાજાથી તો બધે અપકીર્તિ જ ફેલાય છે. ઉપમ્યા ને બદલે ઉપમાન, ઔપચ્ચ કે ઉપમા આદિ શબ્દનો Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ પ્રયોગ થઈ શકે જેને સંસારમાં કોઈ અશુદ્ધ કહે તેમ નથી. વિદ્વાન, મંત્રીના કથનથી પ્રેરાઈ પચાસ વર્ષની વયે પહોંચેલા મહારાજા કુમારપાલે શબ્દશાસ્ત્રની શુદ્ધ વ્યત્પત્તિ માટે શ્રી દેવ-ગુરુના અર્ચનપૂર્વક-ગુરુ મહારાજે કૃપા કરી આપેલ સિદ્ધસારસ્વત મંત્રની આરાધના કરી અને સરસ્વતી દેવીની કૃપાથી તેઓ એક વર્ષમાં વ્યાકરણ તેમજ યાશ્રય આદિ કાવ્ય ભણ્યા તથા ચોવીશ તીર્થકર પરમાત્માઓની સ્તુતિમય બત્રીશીની સંસ્કૃત ભાષામાં પોતે રચના કરી. તેનો પ્રથમ શ્લોક આ પ્રમાણે છે. यत्राखिलश्रीश्रितपादपद्मं युगादिदेवं स्मरता नरेण । सिद्धिर्मयाप्या जिन ! तं भवन्तं युगादिदेवं प्रणतोऽस्मि नित्यम् ॥१॥ અર્થ - હે જિનેન્દ્ર દેવ ! સમસ્ત લક્ષ્મી જેના ચરણકમળમાં આશ્રય પામી છે એ શ્રી યુગાદિદેવ-આદિનાથને સ્મરતો માણસ મુક્તિ મેળવે છે. ને તે મુક્તિ માટે પણ મેળવવી છે. માટે હે ભગવંત! હું નિરંતર આપને નમેલો છું – પ્રણામ કરું છું. પછી તો શાસ્ત્રના વિચારમાં રાજા ઊંડાણથી અવલોકન કરતા થયા. તેથી તેમને શાસ્ત્રવિવારવતુર્મુd' નું બિરૂદ આપવામાં આવ્યું. હવે વ્યંજનના આધિક્સથી થતો અનર્થ સમજાવવા સમ્રા અશોક અને કુણાલનું દૃષ્ટાંત જણાવે છે. સમ્રા અશોક અને કુણાલ ચતુર ચાણક્યની સહાયથી નવમા નંદરાજાને જીતી ચંદ્રગુપ્ત પાટલીપુત્રનો રાજા અને આગળ જતાં સમ્રાટ્ બન્યો. તેણે મૌર્યવંશની સ્થાપના કરેલી. તેનો પુત્ર બિંદુસાર, ને બિંદુસારને અશોક નામે પુત્ર થયો. અશોક મહાસામ્રાજ્યનું આધિપત્ય ભોગવતો ને સમ્રાટ્ કહેવાતો. તેણે કુણાલ નામનો સુંદર પુત્ર થયો. કુમારભૂક્તિ (હાથ ખર્ચ માટે તેને અવંતીનગરીની આવક આપવામાં આવી અને કુમાર માટે નિરુપદ્રવ સ્થાન જાણી તેને (કુણાલને) પણ અવંતીમાં જ રાખ્યો. ત્યાં રાજયના માણસોએ જીવની જેમ કુમારનું જતન કર્યું. ક્રમે કુમાર આઠેક વર્ષનો થતાંકુમાર હવે વિદ્યાગ્રહણને યોગ્ય થયો છે એમ સમજી સમ્રા અશોકે પુત્ર પર પત્ર લખી મોકલ્યો કે “કુમાર ? રૂપIત ત્વચાથતવ્યનિતિમલાણાવિ વિધેયા !' (હકુણાલકુમાર, તારે હવે અભ્યાસ કરવો એવી આ મારી આજ્ઞા તારે શીઘ અમલમાં મૂકવી). રાજા પત્ર લખી બંધ કરવાનો હતો ત્યાં કોઈ અગત્યના કામે ક્ષણનો વિલંબ થયો. એવામાં કુણાલની ઓરમાન માતાએ તે વાંચી મધીતવ્ય ના ગ ઉપર કાજળથી અનુસ્વારનું ટપકું કરી નાંખ્યું. તેથી કંથીતવ્ય થઈ ગયું. અનુસ્વાર સ્વરૂપ એક જ માત્રા વધી જવાથી મહાઅનર્થ સર્જાયો. પછી રાજાએ એ પત્ર બીડી અંગત માણસ સાથે અવંતી મોકલ્યો. કુમારે પોતાના પિતાના નામ-મુદ્રા અને અક્ષરથી અંકિત એ પત્ર તેણે બે હાથે લઈ માથે ચડાવ્યો ને આનંદપૂર્વક ઉઘાડીને Page #225 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૧૫ વાંચવા માંડ્યો. પત્ર વાંચતા તે ખિન્ન થઈ ગયો ને દુઃખ-વિલ થતાં આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. આરક્ષકે કારણ પૂછ્યું પણ કુમાર કાંઈ જ કહી ન શક્યો. આરક્ષકે પોતે લેખ વાંચ્યો ને તે પણ વિમાસણમાં પડ્યો. દુઃખી થયો. તેણે કુમારને કહ્યું આ પત્રનો નિરાંતે નિર્ણય લેવાશે, તમે ખેદ ન ધરશો. કુમારે કહ્યું “મૌર્યવંશમાં આજ સુધી કોઈ આજ્ઞાલોપક થયું નથી. હું જ પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરું તો બીજા તેનું ઘણી સહેલાઈથી અનુકરણ કરશે. પછી કુમારે એકાંતમાં લોઢાની શલાકા (સળી) તપાવી ને બન્ને આંખમાં નાંખી જાતે જ અંધ થયો, કારમી વેદના ને બાળી નાંખે તેવી નિરાશા સહી રહ્યો. આ વાત જ્યારે સમ્રા અશોકે જાણી ત્યારે તેના દુઃખની અવધિ ન રહી. તેણે પોતાની જાતને ઘણી નિંદી ધિક્કારી કે પત્ર લખવામાં ભૂલ કરી ને લખીને ફરી વાંચ્યો પણ નહીં. તપાસ કરતાં રાજાને ખબર પડી કે અમુક રાણીનું આ કામ છે, પણ તેના પુત્રને પાટલીપુત્રનું રાજ્ય ન આપ્યું ને અવંતીનું આપ્યું. કુણાલ અંધ હોઈ રાજા કે માંડલિક થઈ શકે એવું નહોતું. પોતા પર આવી અજોડ ભક્તિ રાખનાર પુત્ર રાજ્ય વિના રહેશે તેનો રાતદિવસ વસવસો અશોકને રહેતો. કુણાલ ખૂબ જ સારી રીતે રહી શકે માટે તેને ઘણી જ સમૃદ્ધિવાળી આવક આપી ને યુવાન થતાં શરદશ્રી નામની સુંદર અને ગુણિયલ કન્યા સાથે પરણાવ્યો. કુણાલ ગીત-સંગીતની સાધનામાં જ સમય વિતાવતો. તેના કંઠમાં મધુર ગંભીરતા અને તેના સંગીતમાં અદ્ભુત આશ્ચર્ય સમાયું હતું. માણસ તો શું પશુ-પક્ષી પણ તે સાંભળી મુગ્ધ થઈ જતાં. સમય જતાં કુણાલની પત્ની શરદશ્રીએ ઉત્તમ લક્ષણવાળા સુંદર ને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. હું પોતે રાજ્ય માટે અધિકારી અને યોગ્ય હોવા છતાં રાજ્ય ન મેળવી શક્યો, પણ મારા પુત્રને તે મળવું જોઈએ એવી ભાવનાથી પ્રેરાઈ કુણાલ ગુપ્ત રીતે પાટલીપુત્ર પહોંચ્યો ને ગીતસંગીતના કાર્યક્રમો નગરમાં ગોઠવવા લાગ્યો. તે ત્યાં અતિલોકપ્રિય થઈ ગયો. જ્યાં જ્યાં તેનો કાર્યક્રમ હોય ત્યાં ત્યાં હરિણની જેમ આકર્ષાઈ લોકો દોડી જતા. મહાન ગાંધર્વકલાકુશલ ગાયકની પ્રશંસા સાંભળી રાજાએ પણ પોતાને ત્યાં સંગીતસભા માટે આમંત્રણ આપ્યું. કુણાલના કહ્યા પ્રમાણે તેના માણસોએ રાજદરબારમાં બધો પ્રબંધ કર્યો અને ઝીણા પડદા જેવી યવનિકામાં કુમાર પોતાના વાઘમંડલ સાથે ગોઠવાયો. મંદ્ર-મધ્ય અને તાર એ ત્રણે ગ્રામ અને સાત સ્વર-લય મૂછનાની સંગતિવાળું તેણે ધીરે રહીને સંગીત છેડ્યું. ધીરે ધીરે સ્વર ઘૂંટાવા લાગ્યો. કોઈ દિવ્યઘોષમય મંજુલ ધ્વનિ વાતાવરણમાં પથરાવા લાગ્યો. સાંભળનારા બધા રાગિણીમાં જાણે ભીંજાઈ ગયા-દીવાલો પણ જાણે તેથી પ્રભાવિત થઈ ગઈ. અંતે પ્રસન્ન થયેલા રાજાએ વાહ-વાહના પોકાર કરી ગાયક! તમારું ગીત અદ્ભુત છે. ઘણું અદ્ભુત છે. હું પણ ઘણો પ્રસન્ન છું. તમારી ખ્યાતિ કરતાં પણ તમારી કલાસાધના મહાન છે. બોલો તમારે શું જોઈએ ? જે જોઈએ તે કહો, હું તમને અવશ્ય આપીશ. ત્યારે કુણાલે કહ્યું - ઉ.ભા.-૪-૧૫ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ प्रपौत्रश्चन्द्रगुप्तस्य, बिन्दुसारस्य नप्तृकः । एषोऽशोकश्रियः पुत्रः, अन्धो मार्गति काकिणीम् ॥१॥ અર્થ:- ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર બિન્દુસારનો પૌત્ર અને અશોકસમ્રાટ્રનો અંધ પુત્ર કાકિણી માગે છે. આ સાંભળી સમ્રાટે પૂછ્યું: “હે ગાયક તારું નામ શું છે?' તે બોલ્યો - स एवाहं तवैवास्मि, कुणालो नाम नन्दनः । त्वदाज्ञालेखमीक्षित्वा, योऽन्धः स्वयमजायत ॥१॥ અર્થ:- તે જ હું કુણાલ નામનો તમારો દીકરો છું. જે તમારા આજ્ઞાપત્રથી સ્વયં આંધળો થયો હતો. આ સાંભળી રાજા જવનિકા પાસે આવ્યો ને પડદો દૂર કરી કુણાલને ઓળખ્યો. અશોકની આંખમાંથી આંસુનો પ્રવાહ વહેલા લાગ્યો ને તે કુણાલને ભેટી પડ્યો. પોતાની પાસે બેસાડી પૂછ્યું : “તને શું જોઈએ ?” કુણાલે કહ્યું : “મારે તો કાકિણી જોઈએ.” ન સમજાયાથી રાજાએ મંત્રીને પૂછ્યું “કાકિણી એટલે શું ?' મંત્રીએ કહ્યું “મહારાજ ! કાકિણીનો અર્થ તો સામાન્ય નાણું કહેવાય પણ વિશેષ અર્થ તો રાજય થાય. ને રાજકુમાર કાકિણી રાયાર્થે વાપરે. આ સાંભળી રાજાએ કહ્યું : “વત્સ ! તું રાજ્યને શું કરશે ? દૈવયોગે તારી દૃષ્ટિ પણ નાશ પામી છે. રાજય સચવાય પણ શી રીતે ?” કુણાલે કહ્યું “તાત ! મારે તો હવે રાજ્ય શા કામનું ! પણ મારા પુત્ર માટે રાજની વિનંતી કરું છું.” આ સાંભળતાં જ આનંદિત થયેલા રાજાએ ઉલ્લાસથી પૂછ્યું : “પુત્ર થયો, ક્યારે? શું નામ રાખ્યું? કેવો છે ?' તેણે કહ્યું : “સમ્મતિ-પ્રિયદર્શન. અર્થાતુ હમણાં પુત્ર થયો છે, નામ સંપ્રતિ અને દેખાવ પ્રિયદર્શન એટલે સુંદર છે.' પછી ધામધૂમપૂર્વક સંપ્રતિને તેડાવી યુવરાજપદે સ્થાપ્યો, ને રાજ્યારૂઢ પણ કર્યો. ક્રમ કરી રાજા સંપ્રતિ વય, વિક્રમ, લક્ષ્મી, સૌભાગ્યાદિથી અભ્યદય પામવા લાગ્યા. તેમણે અડધું પ્રાયઃ ભારત સાધ્યું હતું ને સમ્રા સંપ્રતિ કહેવાયા હતા. તેઓ દઢ શ્રદ્ધાવાળા પરમ શ્રાવક હતા. તેમણે ઘણાં જ જિનશાસનનાં ઉત્તમ કાર્યોમાં અને ધર્મપ્રચારમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ ઉદાહરણ સાંભળી સિદ્ધાંત સૂત્રના પાઠમાં વાક્યમાં કે પદમાં વર્ણમાત્રની પણ અધિકતા ન કરવી. જેમ આધિક્ય તેમ ન્યૂનતા પણ મોટી હાનિ કરે છે, તે બાબત વિદ્યાધરનું દૃષ્ટાંત કહે છે. વિદ્યાધરનું દૃષ્ટાંત શ્રી મહાવીરદેવને વંદન કરવા જતા મગધસમ્રાટુ શ્રેણિકે તથા અભયકુમારે એક વિદ્યાધરને આકાશથી ઊડી ઊડી નીચે પડતો આખડતો જોયો ને આ આશ્ચર્ય ભગવંતને જઈ પૂછ્યું: “ભગવદ્ ! તે વિદ્યાધર અડધી પાંખવાળા પક્ષીના બચ્ચાની જેમ ઊંચે ઊડી ઊડી નીચે પડતો હતો, તેનું શું Page #227 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૧૭ કારણ હશે ?' ભગવંતે કહ્યું ‘રાજા ! તે વિદ્યાધર વિદ્યાનો એક અક્ષર ભૂલી જવાથી સ્ખલન પામતો ને પડતો હતો.' આ સાંભળી આશ્ચર્ય પામેલા રાજા તેમજ અભય આદિ પ્રભુને વાંદી નગરમાં પાછા ફરતા હતા ત્યાં પાછો વિદ્યાધરને એ જ જગ્યાએ વિમાસણમાં સપડાયેલો જોઈ અભયકુમારે કહ્યું ‘વિદ્યાધર ! તમારી વિદ્યાઓ તમે મને સિદ્ધ કરાવો તો તમારી વિસ્તૃત થયેલી વિદ્યાનો અક્ષર તમને જણાવું. વિદ્યાધરે સ્વીકાર કર્યો. અભયકુમાર બુદ્ધિના નિધાન જેવા હતા. પદાનુસારી બુદ્ધિના પ્રભાવે એક પદ પછી બીજું પદ શું હોઈ શકે તેઓ તર્કથી બતાવી કહી શકતા. તેમણે તરત અક્ષર-પદો બતાવ્યાં ને તે સાચાં હોઈ તરત વિદ્યાધર ઇચ્છિત ગમન કરી શક્યો ને ઘણા રાજી થઈ અભયકુમાર સાથે મૈત્રી બાંધી અને વિદ્યાસિદ્ધિના ઉપાય-આમ્નાય બતાવી પોતાને સ્થાને ગયો. આના ઉપરથી સારી રીતે સમજી શકાય છે કે એક અક્ષરની ન્યૂનતાથી પણ યથાર્થ મળતું નથી. તેમજ અશુદ્ધ ઉચ્ચારણ કરવાથી ચ નો સ કે સ નો શ બોલવાથી પણ કૌશલ્ય કે પાંડિત્ય પ્રાપ્ત થતું નથી. તે ઉપર એક બ્રાહ્મણનું ઉદાહરણ છે. કાશીનો કોઈ વિદ્વાન બ્રાહ્મણ ફરતો ફરતો કોઈ એક નાના ગામમાં આવ્યો. તે ગામમાં વસતા કોઈ બ્રાહ્મણના પાંડિત્યની પ્રશંસા તેણે લોકોના મોઢે સાંભળી. વિદ્વાનને મળવું અને તેમના અનુભવો જાણવા જોઈએ એમ સમજી તે બ્રાહ્મણના ઘરે ગયો. આ ગામડાનો બ્રાહ્મણ ખરેખર તો આડંબરી અને પાંડિત્યનું પ્રદર્શન કરનારો હતો. પોતાને ત્યાં નવા વિદ્વાનને આવતો જોઈ તેણે મોટેથી કહ્યું : ‘હે બ્રાહ્મણ ! શા કારણે આ તરફ આવવું થયું ? તમને કોઈ સંદેહ હોય તો પૂછો' પેલા પંડિતે વિચાર્યું કે આને તો શ કે સ ના ઉચ્ચારનો પણ બોધ નથી. સંદેહ ને બદલે શંદેહ બોલતો આ કુત્સિત પંડિત શબ્દોચ્ચારની શુદ્ધિ વિના જ દેડકાની જેમ માત્ર બરાડે જ છે. પછી તેને હિતબોધ આપવાની ઇચ્છાથી તેણે કહ્યું - શન્દેહોઽસ્તિ ! ત્વયા પ્રોવત:, સન્તેહા વવોઽમવન્ । ते सर्वे विलयं जग्मुः, किमन्यद् वच्मि ते जड ॥१॥ અર્થ :- તેં પૂછ્યું શંદેહ છે ? મને તો ઘણા સંદેહ (સંશય) હતા. પણ સંદેહ શબ્દ સાંભળતાં મારા બધાય સંદેહો નાશ પામ્યા, હે જડ ! બીજું શું કહું ? આનો આશય એ છે કે કંઠ્ય, ઓક્ક્સ કે તાલવ્ય આદિ તે તે વર્ગના તે તે વર્ણના સ્થાન પ્રમાણે વ્યંજનાદિનો ઉચ્ચાર કરવો જોઈએ. વર્ણને ન્યૂનાધિક કરી સૂત્રનો પાઠ કરવામાં આવે તો નિશ્ચય અર્થ-ક્રિયાનો ભેદ થાય છે. માટે સર્વ પ્રકારે હિતાવહ તો એ છે કે ગુરુમહારાજની સેવામાં તત્પર રહી વિનયપૂર્વક તેમની પાસેથી સિદ્ધાંતનો પાઠ શુદ્ધ ઉચ્ચારથી ગ્રહણ કરવો. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૫ અનિલવ-સાતમો શ્રુતાચાર शब्दार्थानामलोराह्व आचारः सप्तमः शुभः । तल्लोपेन महत्पापं, पुण्यं वयं तदाश्रयात् ॥१॥ અર્થ - શબ્દના અર્થનો લોપ ન કરવા રૂપે અર્થાનિદ્ભવ નામનો શ્રુતનો સાતમો શુભકારી આચાર છે. અર્થનો લોપ કરવો તે મહાપાપ છે અને અર્થનો આશ્રય કરવાથી શ્રેષ્ઠ પુણ્યનો સંચય થાય છે. શબ્દના અર્થને લોપવા ઉપર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીનું દષ્ટાંત છે. આ સાતમા આચારથી જે મહાપાપ લાગે છે તે વચનથી કહી શકાય તેવું નથી, અર્થાત અતિભીષણ પાપ લાગે છે. આ વિષય ઉપર બારાક્ષરી ભણનાર ભરડાનું દષ્ટાંત છે તેમજ આ આચારનો આશ્રય કરનાર શ્રેષ્ઠ પુણ્યવાન થાય છે તેના ઉપર પણ ભરડાનું દષ્ટાંત છે. શ્રી હેમચંદ્રસૂરિજીનું દષ્ટાંત અણહિલ્લપુર પાટણમાં રાજા સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાળમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ પધાર્યા હતા અને પાંડવ ચરિત્રનું પ્રવચન કરતા હતા. પાંડવો શત્રુંજય ગિરિરાજ પર મુક્તિ પામ્યાનો ઉલ્લેખ સાંભળી કેટલાક અસહિષ્ણુઓએ રાજાના કાન ભંભેર્યા અને કહ્યું: “આ આચાર્ય તો ભગવાન વેદવ્યાસની વાણીને જ દૂષણ આપે છે - તે ઘણું જ અઘટિત કહેવાય.” રાજાએ આચાર્યશ્રીને અવસરે પૂછ્યું કે - “સ્વામી ! આજકાલ શાનું પ્રવચન પ્રસાદ કરો છો?' આચાર્યશ્રીએ કહ્યું: “હાલમાં પાંડવચરિત્ર વંચાય છે.” રાજાએ ફરી પૂછ્યું કે “પાંડવો ક્યાં મુક્તિ પામ્યા?” ત્યારે શ્રી જિનેશ્વર પરમાત્માના આગમના અર્થનો આશ્રય કરનારા આચાર્યશ્રીએ કહ્યું: “નિર્મળ ચારિત્ર અને સત્ત્વપૂર્ણ તપસ્યા દ્વારા અષ્ટ પ્રકારનાં દુષ્ટ કર્મોનો નાશ કરી, અનશન કરી, અનેક મુનિશ્રેષ્ઠો સાથે પાંડવો સિદ્ધગિરિ પર સિદ્ધિ પામ્યા છે. ત્યારે રાજાએ તરત કહ્યું : “પાંડવો હિમાલય ઉપર સિદ્ધ થયા તેને સહુ જાણે છે. તેમજ તે ભગવાન વ્યાસના વાક્યથી પ્રમાણિત હોઈ આપનું વાક્ય અપ્રમાણ ઠરે છે. આચાર્યશ્રીએ કહ્યું : “રાજા સાંભળો, સાંભળવા જેવી વાત છે. મહાભારતની જ આ વાત છે. ધનુર્ધારી અર્જુનની બાણાવલીથી વીંધાઈને જ્યારે મહાદાનેશ્વરી કર્ણ પૃથ્વી પર પટકાયા ત્યારે તેના દાતૃત્વની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ બ્રાહ્મણનું રૂપ લઈ કર્ણ પાસે યાચના કરવા આવ્યા ને “મને કાંઈક આપો' એમ કહ્યું ત્યારે પોતા પાસે કાંઈ ન હોવાને લીધે કણે પથરો ઉપાડી સોનાની રેખાવાળો પોતાનો દાંત પાડવા માંડ્યો. તરત તેને તેમ કરતાં વારી શ્રીકૃષ્ણ પોતાની ઓળખાણ Page #229 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ૨૧૯ આપતાં કહ્યું: “તમે સાચા ઊતર્યા છો, હું તમારા પર પ્રસન્ન છું.” કર્ણે કહ્યું “નાથ ! આપનાં દર્શન થયાં છે માટે મુક્તિ તો મળશે જ, પણ આપની પ્રસન્નતા છે માટે એક યાચના કરું છું કે જે જગ્યાએ કોઈના પણ અંતિમ સંસ્કાર ન થયા હોય ત્યાં મારી દાહક્રિયા કરવામાં આવે અને થોડી વારે કર્ણ મૃત્યુ પામતાં શ્રી કૃષ્ણ તેના શરીરને લઈ તેવા સ્થાનની તપાસમાં ચાલ્યા. ક્યાંય એવું સ્થાન ન મળવાથી સમુદ્ર મધ્યના કોઈ પર્વતની ટોચ પર આવ્યા. યોગ્ય સ્થાન માની તેમણે અંતિમક્રિયા માટે ચિતા રચવા માંડી ત્યાં આકાશવાણી થઈ કે - अत्र द्रोणशतं दग्धं, पाण्डवानां शतत्रयम् । दुर्योधनसहस्त्रं च, कर्णसंख्या न विद्यते ॥१॥ અર્થ:- અહીં એકસો દ્રોણ, ત્રણસો પાંડવ અને એક હજાર દુર્યોધનોને અગ્નિદાહ આપવામાં આવ્યો છે, ત્યારે કર્ણો તો એટલા બધા અહીં બાળવામાં આવ્યા છે કે તેની સંખ્યા જ નથી. માટે હે ભલા રાજા ! જો ત્રણસો પાંડવો ત્યાં બાળવામાં આવ્યા હોય તો અમારા પાંચ પાંડવો શત્રુંજય ગિરિરાજ પર સિદ્ધ થયા અને આપના પાંચ પાંડવો હિમાલયમાં સિદ્ધ થયા. એમ માનવામાં કશું જ ખોટું નથી. આચાર્યદેવની યુક્તિસંગત વાણી સાંભળી રાજા આનંદ પામ્યો, સૂત્ર-સિદ્ધાંતની તેમની વફાદારી અને ઊંડું પરિશીલન જોઈ રાજાને તેમના ઉપર બહુમાન થયું. તાત્પર્ય એ છે કે મોટું કષ્ટ આવી પડે તો પણ બુદ્ધિશાળી મનુષ્ય સિદ્ધાંતના શબ્દના અર્થને દૂષણ ન લગાડવું જોઈએ. યથાર્થ જે અર્થ થતો હોય તે જ કહેવો જોઈએ. પરમ મુનિઓએ આ પ્રમાણે પરમ રહસ્ય નિર્મીત કર્યું છે ને તેનો પરમ આદર કરવો જોઈએ. ભરડાનું દૃષ્ટાંત ધનસાર નામે ગામે ઘણાં મૂર્ખ ભરડા વસે. આપણામાં કોઈ જ ભણેલો કે પંડિત નથી. માટે એકાદ જણને તૈયાર કરવો એવું તેમણે એકઠા મળી નક્કી કર્યું અને એક નંદન નામના ચતુર જણાતા છોકરાને કોઈ પંડિત પાસે ભણવા મોકલ્યો. તે ભરડો હોવાથી મૂર્ખ જ હતો. ઘણા પરિશ્રમે ત્રણ વર્ષમાં તે માત્ર બારખડી-બારાક્ષરી ભણ્યો. અંતે પંડિતે છોકરો પાછો સોંપતાં કહ્યું આ નંદન વેદમાતા ભણી ચૂક્યો છે.” પેલા મહાજડ ભરડાઓ પણ ઘણા પ્રસન્ન થયા અને વેદમાતા ભણેલા નંદનનું બહુ આદર માન કરવા લાગ્યા. તે ત્યાં સુધી કે નંદન જે કાંઈ કહે તે તેઓ વિના વિચાર્યું દોડીને કરવા લાગતા. એક વાર તે ગામમાં અચાનક આગ લાગી. એક ઝાડ સળગી જતાં તેના ઉપરના કાગડા બળી બળીને નીચે પડ્યા હતા, તે જોઈ ભરડાઓએ નંદનને પૂછયું “પંડિત ! આ બળી ગયેલા કાગડા ખવાય કે નહીં ?' નંદને કહ્યું કે “વેદમાતામાં લખ્યું છે કે “ક એટલે કાગડા અને ખ એટલે ખાવા યોગ્ય છે. માટે તમે ખાઈ શકો છો, તેઓ ખાવા તૈયાર થયા એવામાં બહારથી ચાલ્યા આવતા કોઈ વિદેશી વિદ્વાને પૂછયું “અરે ! આ શું કરો છો ?' તેમણે નંદન પંડિતે કહ્યા પ્રમાણે કહ્યું. તેણે વિચાર્યું કે “આ મહામૂર્ખાઓ જણાય છે.' પછી નંદનને પૂછ્યું Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ રે ભરડા! આવું અનુચિત કેમ કહે છે ?' ત્યારે થોડો વિચાર કરી વેદમાતામાં બતાવેલા શબ્દાર્થને પોતાની બુદ્ધિ પ્રમાણે ગોઠવતો તે પોતાનું પાંડિત્ય બતાવતો બોલ્યો કે “ક એટલે કાગડા, ખ એટલે ખાવા યોગ્ય છે?” ગ એટલે ગણ (સમૂહ), ઘ એટલે ઘણાં હૃષ્ટ-પુષ્ટ થયેલા અર્થાત્ ઘણા પુષ્ટ થયેલા કાગડાનો સમૂહ ખાવા યોગ્ય છે. પાપકારી અને દુષ્ટ વચનો સાંભળી દયાર્દ્ર હૃદયવાળા પંડિતે કહ્યું: “હે નંદન ! દયાધર્મથી વિરુદ્ધ આવા અનર્થો શા માટે કરે છે ! વેદમાતા વેદમાતા કરે છે, પણ તેના અર્થને તું જાણતો નથી. હું તને બતાવું સાંભળ. એટલામાં તો કૌતુકથી ભેગા મળેલા ભરડાઓ નવા પંડિતની ઉત્સુકતાપૂર્વક વાત સાંભળવા બેસી ગયા. તેણે કહ્યું : વિદ્વાને તે ભરડાને અનુકૂળ કહ્યું ‘ત થ એટલે તથૈવ ચ. એટલે તે જ પ્રમાણે સત્ય કે - દ ધ એટલે દગ્ધાઃ કાકા (બળેલા. કાગડા), ન એટલે ન ભક્ષણીયાઃ (ભક્ષણ કરી શકાય નહીં.) માટે સત્યાર્થ છોડી મતિકલ્પનાથી અનર્થ કરવો સારો નથી. આ પંડિતની ચતુરાઈ અને યુક્તિથી પ્રભાવિત થયેલા તે ભરડાઓ બોધ પામ્યા ને અયોગ્ય પ્રવૃત્તિથી અટક્યા. પરોપકારી પંડિતનો ઉપકાર માન્યો ને તેનું સત્કાર-સન્માન કર્યું. કહ્યું છે કે - यो यथात्र समुपैति बोधं, तं तथैव हि नयेद्विबोधम् । यत् कखेति वचनाद् द्विकभक्षी, बोधितस्तथदधेति न वाक्यात् ॥१॥ અર્થ:- જે વ્યક્તિ જે પ્રમાણે બોધ પામી શકે તે વ્યક્તિને તે જ પ્રમાણે બોધ પમાડવો જોઈએ. કેમ કે “ક ખ” ના વચનથી કાગડા ખાવા તૈયાર થયેલા ભરડા ત થ દ ધ ન' નાં વાક્યોથી બોધ પામ્યા. નંદને અર્થ નહીં પણ અનર્થ ઉત્પન્ન કર્યો, ત્યારે પંડિતે અર્થની સાર્થકતા સિદ્ધ કરી. સમજુ માણસે શુદ્ધ અર્થ ગ્રહણ કરવા માટે સારો પ્રયત્ન કરવો જોઈએ. यथार्थं श्रोतुं समीहा, भृशं कार्या दृढादरैः । श्रमणोपासकैर्नित्यं सुज्ञे गुरावुपागते ॥१॥ અર્થ :- જ્ઞાની-ગીતાર્થ ગુરુમહારાજનો યોગ પ્રાપ્ત થયે યથાર્થ બોધ આપનારી વાણી સાંભળવાના દઢ આદરવાળા શ્રાવકે સદા ઘણી ઇચ્છા રાખવી. કંડકોલિકની જેમ. કુંડકોલિકનું દૃષ્ટાંત શ્રી રત્નાકરસૂરિજી મહારાજ સકલશાસ્ત્ર નિપુણ અને સ્વપર શાસ્ત્રના રહસ્યને જાણનાર હતા. તેમને રાજા પણ માનતા હતા ને રાજસભામાં આમંત્રી તેમની પાસે ધર્મશાસ્ત્ર સાંભળતા હતા. શ્રી રત્નાકરસૂરિજી ધર્મસિદ્ધાંત, દર્શનશાસ્ત્ર, ન્યાય-વ્યાકરણ, સાહિત્ય, છંદ, જયોતિષ, પ્રશ્ન પ્રહેલિકા આદિમાં સુનિપુણ હતા ને તેથી તેમની સામે કોઈ માણસ પોતાની ઓળખાણ પંડિત તરીકે ન આપતો. તેમનું નામ સાંભળતાં જ પંડિતો બોલવાનું પણ ટાળતા. આચાર્યશ્રી પણ અદ્ભુત પ્રજ્ઞાના ધણી ને જબરા વિવેચક હતા. એક પદના તેઓ અનેક સુસંગત અર્થ કરતા ને સભા અચંબામાં પડી ધન્ય બની જતી. રાજાએ તેમને “અનેકાર્થવાદી”નું બિરૂદ આપ્યું હતું. Page #231 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૨૧ રાજાના ને પ્રજાના અતિ માન-સન્માને રાજસભામાં પાલખીમાં જવું આદિ પ્રકારે તેમનામાં શૈથિલ્ય આવતાં તેઓ ચારિત્રગુણમાં હાનિ પામવા લાગ્યા, એટલું જ નહીં રાજા, સામંત, મંત્રી આદિના આહાર અને ઉત્તમ વસ્ત્રો પણ લેવા-વાપરવા લાગ્યા. તેમની અદ્ભુત શક્તિ-સામર્થ્ય આદિના પ્રભાવે તેમના પર અતિ આદરવાળા તે રાજા-સામંતાદિ તેમને મણિ માણેક-ઉત્તમ મોતી આદિ આપતા અને તેઓ તે ગ્રહણ પણ કરવા લાગ્યા. આમ તેઓ (રસ, ઋદ્ધિ ને શાતા) ત્રણે ગારવવાળા થઈ ગયા. જીવન સાવ સાધ્વાચારથી જુદું જણાય તેવું થઈ ગયું છતાં તેમણે શ્રી વીતરાગદેવના માર્ગ વિરુદ્ધ એકે અક્ષર ઉચ્ચાર્યો ન હતો. શ્રી અર્હત્પ્રભુની વાણીની અપેક્ષા ત્યજી નહોતી, પ્રમાદથી પણ શ્રી તીર્થંકરદેવપ્રણીત તત્ત્વને જરાય દૂષણ ન લાગે તેની તેઓ સાવધાની રાખતા. તેમનો પ્રરૂપણા પક્ષ અતિનિર્મળ અને તેથી સબળ પણ હતો. એકવાર નજીક ગામ રહેતો, ઘીનો વ્યવસાયી, જીવા-જીવાદિ પદાર્થનો જ્ઞાતા, સાધુઓને પિતા અથવા ભાઈ માનનાર, એક શ્રાવક ઘી વેચવા તે નગરમાં આવ્યો. ઘીના અનેક કુંડલા (ગાડવા) વેચતો. તેથી તેને સહુ કુંડલિયો પણ કહેતા. તેણે રાજમાર્ગથી પાલખીમાં બેસી રત્નાકરસૂરિજીને રાજમહેલ જતાં જોયા. અનેક વિદ્વાનો તેમને પરિવરેલા ને અનેક રાજસેવકો સેવતા ને સહુ તેમનો જયજયકાર કરતા હતા. કુંડલિયા શ્રાવકે વિચાર્યું, અહો શાસનના મહાપ્રભાવક અને ગુણોના સાગર જેવા આ આચાર્ય પ્રમાદમાં પડ્યા લાગે છે. હું તેમને કાંઈ કહી શકું તેમ નથી. કારણ કે ભણવાનો વિધિ બ્રહ્માને કોણ શીખવી શકે ? મારે જોવું જોઈએ કે તેઓ સર્વશ્રી ભ્રષ્ટ છે કે દેશથી ? પાલખીની સામે રાજમાર્ગ પર ઊભા રહી તેમણે પગરખાં કાઢી - ખેસ નાખી વિધિપૂર્વક વાંદીને ઉચ્ચ સ્વરે આમ સ્તુતિ કરી. गोयम सोहम जंबू पभवो, सिज्जंभवो अ आयरिया । अन्नेवि जुगप्पहाणा तुह दिट्ठे सव्वेवि ते दिट्ठा ॥१॥ - અર્થ :- હે ભગવાન ! તમને જોવા માત્રથી ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જંબૂસ્વામી, પ્રભવસ્વામી, શય્યભવસ્વામી આદિ પ્રભુના મહાન પટ્ટધરો તેમજ બીજા પણ સર્વ યુગપ્રધાન આચાર્યોને મેં જોયા - મેં તેમનાં દર્શન કર્યાં. હું એમ માનું છું. આવી સ્તુતિ સાંભળી આચાર્યશ્રી શરમથી નીચું જોઈ ગયા ને બોલ્યા - “મહાનુભાવ ! કાગડાને હંસની ઉપમા ઘટતી નથી. તે મહાન આચાર્યોના અધ્યવસાયમાંથી માત્ર એક સમય પૂરતો પણ જો શુદ્ધ અધ્યવસાય મારા આખા ભવમાં થાય તો પણ હું નિર્મળ થઈ શકું.” આ સાંભળી શ્રાવકે વિચાર્યું ‘અહો આ સૂરિજી ધન્ય છે, અનેક મિથ્યાત્વીથી ઘેરાયેલા છતાં, શ્રી તીર્થંકર પરમાત્માના વચનની જરાક એવી પણ અપેક્ષા તેમને છોડી નથી. લાગે છે કે તેઓ મૂળથી ભ્રષ્ટ નથી, પછી દેશનાના સમયે તે શ્રાવક ઉપાશ્રયે આવી રત્નાકરસૂરિજીને વિધિપૂર્વક વાંદી પ્રવચન સાંભળવા લાગ્યો. દેશના પછી તેણે “વોસસયમૂલનાતં” ઉપદેશમાલાની આ ગાથાનો Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ અર્થ પૂછ્યો, આચાર્યશ્રીએ પોતાની મહાન પ્રજ્ઞા-પ્રતિભાથી સર્વ પંડિતો માન્ય કરે એવા અનેક અર્થો કર્યા. તે સાંભળી પ્રસન્નતા પ્રકટ કરતો શ્રાવક નમ્રતાપૂર્વક બોલ્યો “ભગવાન ! આપની પ્રજ્ઞા અદ્ભુત છે, અપૂર્વ અર્થ મેં સાંભળ્યો. પરંતુ કૃપાળુ ! આવતીકાલે તેનો મૂળ અર્થ પ્રકાશી મારા આત્માને કૃતાર્થ કરશો.” એમ કહી, મહારાજશ્રીને વાંદી પોતાને ધંધે ચાલી ગયો. બીજે દિવસે આવી શ્રાવકે પાછો તે જ ગાથાનો મૂળ અર્થ પૂછ્યો. ત્યારે આચાર્યજી વિચારે છે કે, મૂળ ગાથાના અર્થમાં જણાવેલી પ્રવૃત્તિનો બાહ્ય વ્યવહાર પણ મારામાં શુદ્ધ નથી તો અંતવૃત્તિથી તો હોય જ ક્યાંથી? તેમાં જણાવેલ અર્થની શુદ્ધપ્રવૃત્તિ વિના તે અર્થનું વ્યાવર્ણન કરવું શોભે નહીં, અને મૂળ અર્થને છુપાવવો કે દોષ આપવો પણ યોગ્ય નથી જ. એમ વિચારી તે દિવસે પણ તેમણે શબ્દપર્યાયના આધારે નવીન વ્યાખ્યા કરી જે વિદ્વત્તાથી પૂર્ણ હતી. શાંતિથી સાંભળી પ્રશંસા કરી પાછો મૂળનો અર્થ સાંભળવા આવીશ એમ કહી ગયો. ને ત્રીજા દિવસે ગાથાનો મૂળ અર્થ પાછો પૂક્યો. ગુરુજીએ કદી ન સાંભળ્યો હોય તેવો અર્થ કર્યો, પણ શ્રાવક તો બરાબર સમજ્યો નથી ને પાછો સમજવા આવીશ એવો ભાવ દેખાડતો રહ્યો ને આમ આ ગાથાના અર્થની વ્યાખ્યામાં છ માસ વીતી ગયા. ગુરુ મહારાજનો શબ્દભંડોળ જ્ઞાનનો અક્ષય ભંડાર જાણીને વિસ્મિત થયેલા તે શ્રાવકે હાથ જોડી વિનંતી કરી કે “હે દયાળુ ! ગંગાનદીની રેતીના કણ જેમ અનંતજ્ઞાની વિના કોઈ ગણી શકે તેમ નથી તેમ આપના ગુણનું વર્ણન કરવામાં મારા જેવો માણસ કદી સમર્થ થઈ શકે તેમ નથી. હે ધર્મશાસનના રખેવાળ ! ઘી વેચીને ઉપાર્જન કરેલું બધું નાણું પણ આજે ખલાસ થઈ રહ્યું છે અને એક અગત્યનું કાર્ય પણ આજે આવી પડ્યું છે માટે મારે ઘરે જવું પડશે ને જઈશ. પણ મારા મનમાં આ એક વાત સદા ખટકતી રહેશે કે એક મહાન, સમર્થ અને ગીતાર્થ ગુરુ મહારાજ પાસેથી પણ મને જો ગાથાનો મૂળ અર્થ નહીં મળ્યો તો સંસારમાં બીજે તો ક્યાંથી મળી શકશે? આટલું કહેતાં એ ગદ્ગદ્ થઈ ગયો ને આચાર્ય પણ ઊંડા ચિંતનમાં ઊતરી ગયા.' તરત સ્વસ્થ થઈ તેમણે કહ્યું “ભાગ્યશાલી ! કાલે સવારમાં આવજો હું તમને મૂળાર્થ કહીશ.” તે સાંભળી હર્ષિત થયેલો શ્રાવક સ્વસ્થાને ગયો. આચાર્યદેવ ચિંતનમાં પડ્યાઃ વિષયો જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ આત્માને તેનો વધુ ને વધુ લોભ લાગે છે, જયારે શાસ્ત્રમાં જણાવ્યું છે કે “મુક્તા: શ્રિય: મહુધા તતઃ વુિં ?” અર્થાત્ જો લક્ષ્મી છોડી તો કામધેનુનું પણ શું કામ છે? ઘણું મંથન કરી તેઓ એક નિર્ણય પર આવ્યા અને માણેક-મુક્તાની માળા આદિ બધો કિંમતી પરિગ્રહ છોડી તેનાથી આત્માને વેગળો કર્યો. દ્રવ્યભાવથી એ ભાર છોડી દેતાં જ આત્મા હળવો ફૂલ જેવો થઈ ગયો. આત્માના તારણ કાજે રત્નત્રયમય પૂર્વવત્ એ આચાર્ય થઈ રહ્યા. તેમની બાહ્યસૃષ્ટિ ને અંતવૃત્તિ સાવ ફરી ગઈ. જાણે રોમે રોમે ત્યાગ સંયમ રમી રહ્યા. સવારના પહોરમાં શ્રાવક આવ્યો. જાણે સમસ્ત પાપથી દૂર અને અપૂર્વ ગુણથી ભરપૂર સૂરિજીને જોઈ શ્રાવકે ત્રણ પ્રદક્ષિણા-પ્રમાણપૂર્વક સ્તુતિ કરી ને પછી હાથ જોડી કહ્યું “હે તરણતારણ ભગવન્! આજે તો આપશ્રીના દર્શન માત્રથી તે ગાથાનો મૂળ અર્થ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ સમજાઈ ગયો. આપશ્રીના અંગે અંગે એ અર્થ સ્પષ્ટ જણાય છે. આપની કેવી અદ્દભુત-અલૌકિક યોગ્યતા છે. આપે જાણે “મૂળ સ્વરૂપે થઈને જ મૂળ અર્થ પ્રકાશિત કરીશ.” એવી પ્રતિજ્ઞા સારી રીતે પાળી છે. આજે મારા મનોરથ જ નહીં મારો ભવ જીવતર પણ સફળ થયું છે, અહો આપની ક્ષમાં પણ કેટલી અકળ છે. છ છ મહિના સુધી મેં એકની એક ગાથાનો અર્થ પૂક્યા કર્યો પણ કોઈ વખત આપે કોપનો અંશ પણ દાખવ્યો નથી. એટલું જ નહીં, જ્યારે જ્યારે મેં પ્રશ્ન કર્યો ત્યારે ત્યારે સુધાદષ્ટિની વૃષ્ટિથી જ મને પવિત્ર કર્યો છે. આમ વારંવાર આચાર્યદેવશ્રીની સ્તુતિ કરી ફરી ફરી વંદના કરી, આચાર્યદેવે પણ પછી ગાથાનો મૂળ અર્થ કર્યો - दोससयमूलजालं, पुव्वरिसिविवद्धिज्जियं जइवंतं । अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ॥१॥ અર્થ:- સેંકડો દોષોને ઉત્પન્ન કરવામાં મૂળ જાળ સમાન, પૂર્વઋષિઓએ વર્જિત કરેલા, યતિ-મુનિઓએ વમી નાંખેલા અને અનર્થ કરનારા એવા અર્થ (ધન) ને જો વહન કરે છે - પાસે રાખે છે તો પછી શા માટે નિરર્થક તપ કરે છે? અર્થાતુ ધનાદિ પરિગ્રહને ગ્રહણ કરનારના તપસંયમાદિ નિરર્થક છે. વિશેષાર્થ-રાગાદિક દોષોને ઉત્પન્ન કરવામાં મૂળ કારણ સ્વરૂપ તથા મત્સ્ય પકડવાની જાળની જેમ બંધના હેતુભૂત હોવાથી દોષોની જાળ સમાન અર્થ (ધન) છે, તેથી જ પૂર્વે થઈ ગયેલા શ્રી વજસ્વામી આદિ આચાર્યોએ જેનો ત્યાગ કર્યો છે, અને મહા ધનાઢ્યો જેને છોડી સાધુ થયા છે વળી જે નરકાદિ દુર્ગતિગમન આદિ અનેક અનર્થનું કારણ છે તેવા ધનને જો તું રાખે છે, વહન કરે છે તો પછી નિરર્થક-પ્રયોજન સિદ્ધ ન કરી શકે તેવું અનશનાદિ તપ શા માટે આચરે છે? અર્થાત્ સાધુ ધનસંગ્રહ કરે અને તપસંયમ પણ આદરે તે સુસંગત નથી. આ પ્રમાણે ગાથાનો યથાર્થ અર્થ સાંભળી તે શ્રાવક અતિ આનંદિત થયો ને ગુરુ મહારાજના ગુણ ગાતો ઘરે ગયો. શ્રી રત્નાકરસૂરિજી મહારાજને પણ પોતે આચરેલા પ્રમાદનો ઘણો પશ્ચાત્તાપ થયો, ને તેની આલોચના કરવા શ્રી સિદ્ધગિરિ જઈ શ્રી આદીશ્વર ભગવંતની સમક્ષ “શ્રેય શ્રિય મફતિય' આદિ વૈરાગ્ય રસ ઝરતી (લોકમાં રત્નાકરપચ્ચીશીના નામે પ્રસિદ્ધ થયેલી) સ્તુતિ કરી અને આયુષ્યની સમાપ્તિ સમીપ જાણી ચારે આહારના ત્યાગરૂપે અણસણ કરી સ્વર્ગે પધાર્યા. સૂરિ મહારાજ પાસે મુક્તા-માણેક આદિ જે મૂલ્યવાન વસ્તુ હતી તે કોઈને કલ્પે તેવી ન હોઈ શ્રાવકોએ ઘંટી-ખરલમાં દળાવી-ખંડાવી પરઠવી-ઉડાડી દીધી. આ પ્રમાણે વૃદ્વમુખે સાંભળી લખ્યું છે, બાકી બહુશ્રુત પાસે જાણી લેવું. સદ્દગુરુને પામી તે સુશ્રાવકે આગ્રહપૂર્વક ગાથાનો યથાર્થ અર્થ સાંભળવાની ઉત્કટ સ્પૃહા રાખી તથા અનિદ્ભવ એવા એ મહાન આચાર્યે પોતાની પ્રબલ પ્રજ્ઞાથી મૂળ અર્થને ગુપ્ત રાખી Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ નવાનવા અર્થ કર્યા પરંતુ સારા શ્રાવકે તે યોગ્ય આચાર્યમાં અર્થનિદ્ભવ નામનો સાતમો આચાર જાગતો કર્યો. સહુએ આચારવાન થવા પ્રયત્ન કરતા રહેવું. ૨૬૬ શ્રુત-અર્થ-અનિલવ-આઠમો શ્રુતાચાર सूत्रार्थयोर्द्वयो व निह्नवं कुरुते सुधीः । अष्टमः स्यात्तदाचारः श्रुतवद्भिः श्रुते स्तुतः ॥१॥ અર્થ - સારી બુદ્ધિવાળો આત્મા, સૂત્ર અને અર્થ એ બને (ની યથાર્થતાને) ગોપવવારૂપ નિદ્ભવ કરતો નથી. આ આઠમો આચાર છે અને શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં તેની પ્રશંસા કરી છે. આને ઉદાહરણથી સમજાવે છે. શ્રી અભયદેવસૂરિજીનું ઉદાહરણ શ્રી અભયદેવસૂરિજી મહારાજ સોળ વર્ષ જેવી ઊગતી વયમાં જ જૈન-જૈનેતર સકલ શાસ્ત્રના પારગામી થયા હતા. તેઓ વ્યાખ્યાનમાં રસનું નિરૂપણ એવું અદ્ભુત કરતા કે સાંભળનાર સામે તાદશ ચિતાર ઊભો થતો. એકવાર શ્રી ભગવતીસૂત્રમાં વર્ણવેલાં ચેડારાણા અને કોણિકના મહાસંગ્રામનો વિષય ચાલતો હતો. રથકટક અને મુશલની સંહારકતાનું વર્ણન કરતાં તેમાં રૌદ્રવિરરસનું એવું તો વર્ણન કર્યું કે સાંભળનારા શસ્ત્રધારી ક્ષત્રિયો તો યુદ્ધ માટે સન્નદ્ધ થઈ ગયા ને હાકોટા પણ કેટલાક કરવા લાગ્યા. આ જોઈ અવસરના જાણ અભયદેવસૂરિજીના ગુરુ જે પાસે જ બેઠા હતા તેમણે નાગનતુઓનું વર્ણન કરતાં એવો શાંતરસ વહાવ્યો કે સહુ પરમ શાંતિ પામ્યા ને વિચાર્યું અમારી અધીરતાને ધિક્કાર છે, વ્યાખ્યાનમાં પણ અમે પ્રમાદથી ઉન્મત્ત થયા. ધન્ય તો ગુરુએ વર્ણવેલા નાગનતુક શ્રાવકને છે, જેણે રણસંગ્રામમાં પણ પોતાના આત્મધર્મની પુષ્ટિ કરી. પછી અવસરે ગુરુ મહારાજે શ્રી અભયદેવને કહ્યું “વત્સ! તારી પ્રતિભા-વર્ણનશક્તિ અને બુદ્ધિની તીક્ષ્ણતા અદ્ભુત છે, પરંતુ તારે લાભાલાભનું ધ્યાન રાખી વર્ણન-વિવરણ કરવું જોઈએ.” શ્રી અભયદેવમુનિએ આદરથી “તહત્તિ” કહ્યું. કેટલાક દિવસ પછી સાંજનું પ્રતિક્રમણ કરી સાધુઓ સ્વાધ્યાય-પુનરાવર્તન કરતા હતા. કોઈ સાધુ મહારાજ શ્રી અભયદેવ મહારાજ પાસે “અંબરતરવિઆરણિઆહિં” ઇત્યાદિ શ્રી અજિતશાંતિની આ ચાર ગાથાનો અર્થ સમજવા આવ્યા. તેમણે શ્રી જિનેશ્વર અજિતનાથજીને વંદન કરવા આકાશથી ઊતરતી સુંદર દેવાંગનાઓની સુંદરતા અને ભાવનાનું વર્ણન કર્યું. તેમાં Page #235 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૨૫ દેવાંગનાઓના વિશેષણનું વિવરણ કરતાં શૃંગારરસનો એવો વિસ્તાર કર્યો કે શૃંગારરસરસિક રાજકુમારી રસ્તે જતાં સાંભળવા ઊભી રહી ને મુગ્ધ થઈ ગઈ. તેણે વિચાર્યું : “ખરેખર ! આ કોઈ અદ્દભુત પુરુષ લાગે છે. શૃંગારરસના જાણનારા માણસો સંસારમાં દુર્લભ છે. પંડિત તો ઘણા છે. જો આની સાથે મારા લગ્ન થાય તો મારું જન્મવું ને જીવન બને ધન્ય બની જાય. આમોદ-પ્રમોદ-લીલા અને શૃંગારરસના વિનોદ દ્વારા જ જીવનની એક એક પળ સાર્થક બને. માટે હું પોતે જ તેની પાસે જઈ પ્રાર્થના કરું.” એમ વિચારી ઉપાશ્રયના બારણે આવી મધુર-મંજુલ સ્વરે બોલી “હે શૃંગારશાસ્ત્ર વિચક્ષણ બુદ્ધિનિધાન ! દ્વાર ઉઘાડો. હું રાજકુમારી મદનમંજરી છું ને ગુણગોઠડી કરવા તમારી પાસે આવી છું.” આ સાંભળી ગુરુમહારાજે કહ્યું : “સાંભળ! આવા સમયે કોઈ યુવતી આવી છે તે શું કહે છે? પહેલાં પણ શિખામણ આપી હતી ને કે કોઈપણ પ્રકારનું વર્ણન કરતાં પૂર્વે સાવધાની રાખવી. જ્યાં ત્યાં પાંડિત્ય અને ચતુરાઈ બતાવે છે તે શર્મ આવવી જોઈએ. આ તારા વર્ણનથી બહાવરી બનેલી બાઈ જાણે દુર્ગતિનો સાદ હોય તેમ તને વારે વારે બોલાવે છે, જાણે વિયોગિની ! હવે શું કરીશ. રાજાની દીકરી છે?” તેમણે ઉત્તર આપતાં કહ્યું: “પૂજ્ય ! મારાં વચનોથી ભ્રમિત થઈ તે જેમ અહીં આવી છે તેમ આપશ્રીની કૃપાથી ડાહી થઈ પાછી જશે, આપ જરાય ખિન્ન થશો નહીં, એમ કહી બારણું ઉઘાડ્યું. જોયું તો અપ્સરા જેવી રાજકુંવરી, સુંદર ને સોહામણી, અભયદેવે કહ્યું “રાજપુત્રી ! અમે તો સાધુ છીએ. એકાંતમાં સ્ત્રી સાથે ધર્મગોષ્ઠિ કરવી પણ અમને કલ્પ નહીં, તો પ્રેમગોષ્ઠિની વાત તો ક્યાંથી થઈ શકે? અમારે ને પ્રેમગોષ્ઠિને બને નહીં. કારણ કે અમે દાતણ ન કરીએ, મોટું પણ ન ધોઈએ, સ્નાનની તો વિચારણા ય ન કરી શકીએ. ભોજન પણ અંત-પ્રાંત અને લૂખું-ઠરેલું ભિક્ષામાં લાવીએ ને માત્ર શરીરના નિર્વાહ માટે જ ખાઈએ. અમારો સાથ તમને પાલવે જ નહીં. આ સુંદર દેખાતું શરીર હાડકાં, મળ-મૂત્ર આદિ ગંદા પદાર્થોથી ભરેલું છે, જે પદાર્થો જોતાં જ સૂગ ચડે. શરીરની જેમ વિષયો પણ બીભત્સ છે, કુપુરુષો જ વિષયોની ઈચ્છા રાખી શકે. બાલ્યકાળમાં અમારાં મા-બાપે અમારા શરીરની શુશ્રુષા કરી હશે. અમે તો શરીરની ભાળ પણ નથી લીધી, તારા જેવી મહેલોમાં અને સગવડોમાં રહેનારી રાજકુમારી માટે તો અમારા દુર્ગધમય શરીરનો સ્પર્શ પણ વજર્ય છે. આમ અભયદેવમુનિએ બીભત્સરસનું એવું વર્ણન કર્યું કે રાજકુંવરી ત્યાંથી જીવ લઈ નાઠી. આ ઉપાધિ જતાં શ્રી અભયદેવ પોતાના ગુરુજી પાસે આવ્યા. ગુરુએ તેમની પ્રશંસા કરતાં કહ્યું “વત્સ! તારું બૌદ્ધિકકૌશલ્ય સમુદ્રપૂરની જેમ વિસ્તૃત છે, પરંતુ વર્તમાનમાં તેને મર્યાદામાં રાખવું આવશ્યક છે.” અભયદેવજીએ તેનો ઉપાય પૂછતાં ગુરુજીએ કહ્યું : “છાશમાં રાંધેલ જારનો હુમરો તથા કાલિંગડાનું શાક વહોરી લાવી તેનો આહાર કરવો. જેથી બુદ્ધિમાં થોડી ન્યૂનતા આવશે. કહ્યું છે કે : Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ तडबूज कलिङ्गं च भोज्यं शीतं च वातुलम् । कपित्थं बदरी जम्बू-फलानि ध्नन्ति धीषणाम् ॥१॥ અર્થ - તડબૂચ, કાલિંગડુ, શીત અને વાયડું ભોજન, કોઠું, બોર અને જાંબૂ આ બધાં ફળાદિ બુદ્ધિને નિસ્તેજ અને બરડ બનાવે છે. ગુરવચન સ્વીકારી તેઓ પ્રાયઃ તેવો જ આહાર કરતા. આગળ જતાં અભયદેવ સુયોગ્ય પાત્ર સિદ્ધ થતાં ગુરુ મહારાજે તેમને આચાર્યપદે આરૂઢ કર્યા. શ્રી અભયદેવસૂરિજી એકવાર વિચરતાં વિચરતાં થંભનપુર (ખંભાત) પધાર્યા. અતિ તુચ્છ આહાર કરવાથી તેમને કોઢનો મહારોગ થઈ ગયેલો - તે એટલો વધી ગયો કે તેમનાથી સહન ન થઈ શક્યો. પીડાનું પ્રમાણ અતિ વધી જવાથી સાંજના પ્રતિક્રમણ પછી આચાર્યશ્રીએ શ્રાવકોને કહ્યું “આ વ્યાધિ હવે અસહ્ય થઈ ગઈ છે. માટે સવારે અનશન કરીશ.” આ સાંભળી બધા ખૂબ જ ખિન્ન થયા. મધ્યરાત્રિએ શાસનદેવતાએ આવી પૂછ્યું “મહારાજજી ! જાગો છો કે ઊંધો છો?’ તેમણે કહ્યું “જાગું છું.” દેવીએ કહ્યું “તો ઊઠો, ને આ નવસુત્રની આંટી) કોકડી ઉખેળો.” આચાર્ય બોલ્યા “આ રોગી શરીરથી કેવી રીતે ઉખેળું?” દેવી બોલ્યાં “નવ અંગની વૃત્તિ તમારે કરવાની છે. ત્યાં આ કોકડીનું કામ શું વિસાતમાં છે? માટે આ હાથમાં લ્યો. તમે લાંબો કાળ જીવશો.” ગુરુએ પૂછ્યું “આવી શારીરિક પરિસ્થિતિમાં શ્રી જિનેશ્વરદેવનાં આગમોની વૃત્તિ (ટીકા) હું શી રીતે કરી શકીશ?” દેવીએ કહ્યું “છ મહિના સુધી આયંબિલનું તપ કરો.” ઇત્યાદિ દેવીના નિર્દેશાનુસાર તેમણે છ માસ સુધી આયંબિલ કર્યા. સાથે સાથે નવે અંગના કઠિન શબ્દોની ટીકા કરી નવાંગીવૃત્તિ પૂર્ણ કરી. ત્યાં પાછો રોગ ઊથલો માર્યો. ત્યાં ધરણેન્દ્ર શ્વેત સર્પનું રૂપ લઈ આવ્યા અને આચાર્યદેવ શ્રી અભયદેવસૂરિજીનું શરીર ચાટી ચાટીને નીરોગી ને સ્વસ્થ કર્યું. પછી ધરણેન્દ્ર આચાર્યદેવને કહ્યું: “સેઢી નદીના કાંઠે શ્રી સ્તંભનપાર્શ્વનાથની પ્રતિમાજી પૃથ્વીમાં ગુપ્ત રહ્યા છે. તે ક્યાં છે ત્યાં કોઈ ગાય આવશે ને તેના સ્તનથી દૂધ ઝરશે. આથી તમે પ્રતિમાજીનું સ્થાન નિશ્ચિત જાણી પ્રતિમાજીને પ્રકટ કરજો.” એમ કહી ધરણેન્દ્ર ચાલ્યા ગયા. સવારે સંઘ સાથે મહારાજજીએ પ્રયાણ કર્યું અને સેઢી નદીના કાંઠે આવ્યા ને કોઈ ગોવાળ ગાયનું ધણ લઈ ત્યાંથી નીકળ્યો. ત્યાં એક ગાયના આંચળમાંથી દૂધની શેરો વહેવા માંડી. ગોવાળ પણ અચરજ પામ્યો. સ્થાનનો નિશ્ચય થતાં જ આચાર્યશ્રી સ્થિર થઈ બેઠા અને પાર્થપ્રભુજીની સ્તુતિરૂપ “જય તિહુઅણ' નામનું નવું સ્તોત્ર રચ્યું. તેના બત્રીશ શ્લોક પૂર્ણ થતાં તેત્રીસમો શ્લોક બોલતાં જ સ્તંભનપાર્શ્વનાથ પૃથ્વીમાંથી પ્રગટ્યા, દેવતાના આદેશથી તેત્રીસમો શ્લોક ગોપવી દેવામાં આવ્યો. ૧. શ્રી આચારાંગસુત્ર અને સૂયગડાંગસૂત્રની વૃત્તિ શ્રી શીલાંકાચાર્યજીએ કરી હતી તે બાકીના નવ અંગની વૃત્તિ બાકી હતી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ તે પ્રતિમાજીનાં દર્શન અને હવણથી વ્યાધિઓ નાશ પામતા. સંઘના પૂછવાથી તે પ્રતિમાજીનો ઈતિહાસ બતાવતાં આચાર્યશ્રીએ કહ્યું “પૂર્વે વરૂણદેવે અગિયાર લાખ વર્ષ સુધી આ પ્રતિમાજીને પૂજ્યાં હતાં. પછી શ્રી રામચંદ્રજીએ પણ લાખો વર્ષ પૂજ્યાં, પછી એંસી હજાર વર્ષ તક્ષકનાગે પૂજ્યાં, તે પછી ઘણો સમય સૌધર્મેન્દ્ર પૂજ્યાં, ત્યાર બાદ દ્વારકાનગરીમાં શ્રી કૃષ્ણ મહારાજાએ પરમાત્મા શ્રી નેમિનાથસ્વામીજીના શ્રીમુખે આ પ્રતિમાજીનો મહામહિમા ને સાતિશયતા સાંભળી મોટા જિનાલયમાં પ્રતિમાજીને આડંબરપૂર્વક પધરાવી પૂજા કરી. કાળાંતરે દ્વારિકાના દાહ પછી નગરી પર સમુદ્ર ફરી વળતાં તે પ્રતિમાજી પણ તે સ્થિતિએ સમુદ્રમાં રહ્યાં. કેટલોક વખત વીત્યા પછી કાંતિનગરના ધનપતિ નામના શેઠ સમુદ્રમાર્ગે જતા હતા ત્યાં તેમનાં વહાણો અચાનક અલિત થયાં. શેઠ વિચારવા લાગ્યા ત્યાં અદશ્ય વાણી થઈ કે “અહીં જિનપ્રતિમા છે' શેઠના નિર્દેશથી ખલાસીઓ પાણીમાં ઊતર્યા. સૂતરના તાંતણાથી પ્રતિમાજીને બાંધી બહાર કાઢ્યાં. પોતાના નગરમાં મહાપ્રાસાદ બનાવી તેમાં પધરાવ્યાં. ત્યાં બે હજાર વર્ષ સુધી રહ્યાં. ઢંકપુરની રાજકુમારી મોપલદેવી અતિસુંદર અને લાવણ્યવતી હોઈ તેના પર આસક્ત થયેલ વાસુકીદેવે તેને ભોગવી. તેનાથી જન્મેલ બાળકનું નામ નાગાર્જુન રાખવામાં આવ્યું. પુત્રવાત્સલ્યવશ થઈ વાસુકી તેને બધી મહૌષધિના ફળ-મૂળ અને પત્રાદિ ખવરાવતો. તેના પ્રભાવથી તે સિદ્ધપુરુષ થયો. આગળ જતાં શાલિવાહનરાજાનો પુરોહિત થયો. શ્રી પાદલિપ્તસૂરિજીની કૃપાથી તે નાગાર્જુન આકાશગામિની વિદ્યાવાળો થયો. સ્વર્ણસિદ્ધિની સંપૂર્ણ ક્રિયા જાણી તેણે ઘણો પરિશ્રમ કર્યો પણ કોઈ રીતે રસ બંધાયો નહીં. ગુરુમહારાજને પૂછતાં તેમણે જણાવ્યું કે કોઈ અતિશાયી મહિમાવાળી પાર્શ્વપ્રભુની પ્રતિમા સમક્ષ ઉત્તમ લક્ષણવાળી સતી નારી તે રસનું મર્દન કરે તો તે સ્થિર અને કોટિવેધી થાય.” આ સાંભળી નાગાર્જુને પોતાના પિતા વાસુકીને ધ્યાનબળે આકર્ષી બોલાવ્યા ને મહિમાવંતા પાર્શ્વપ્રતિમાજીની માંગણી કરી. વાસુકીએ બતાવ્યાથી નાગાર્જુન કાંતિનગરીથી તે પ્રતિમાજી ઉપાડી લાવ્યો ને સેઢી નદીના કિનારે ગુપ્તસ્થાનમાં રાખી સિદ્ધ થયેલા વ્યંતર દ્વારા તે દર રાત્રે શાલિવાહન રાજાની શિયલવતી રાણી ચંદ્રલેખાને મંગાવતો અને તેની પાસે સ્વર્ણરસનું મર્દન કરાવતો. આમ કરતાં છ મહિને તો રસસ્થિર થયો. જે જગ્યાએ રસસ્થિર ખંભિત થયો તે જગ્યાએ સુવર્ણસિદ્ધિથી પણ અધિક મહિમાવાળું સર્વની ઈચ્છાને પૂરું કરનારું સ્તંભન નામે શ્રી પાર્શ્વપ્રભુનું અતિશયશાલી પ્રભાવિક તીર્થ થયું. અનુક્રમે દેવ વચને તે પ્રતિમાજી અહીં છે એમ જાણી “જય તિહુઅણ” સ્તોત્ર દ્વારા મેં સ્તુતિ કરી અને પ્રભુ પ્રતિમાજી પ્રગટ થયાં. સર્વ પ્રથમ આ પ્રતિમાજી કોણે ક્યારે ભરાવ્યા તે જાણમાં નથી.” ઇત્યાદિ શ્રી અભયદેવસૂરિજીના શ્રીમુખે મહિમાવંતો ઈતિહાસ સાંભળી શ્રી સંઘે તે જ સ્થળે મોટું દહેરાસર બંધાવ્યું અને સ્તંભનપુર નામે નગર પણ વસાવ્યું. ત્યાં સદા મોટા મોટા મહોત્સવો થતા રહેતા. સંવત ૧૩૬૮ ના વર્ષે સ્વેચ્છાએ ગુજરાતમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ઉપદ્રવ કર્યો ત્યારે વર્તમાન સ્તંભન તીર્થ સ્થપાયું છે. અત્યારે પણ તે પ્રતિમાજી સ્તંભતીર્થે (ખંભાત) બંદરે વિદ્યમાન છે. શિલાંકાચાર્ય મહારાજે પ્રથમનાં બે અંગોની ટીકા કરી હતી. પછીનાં નવે અંગોની ટીકા શ્રી અભયદેવસૂરિજી મહારાજે શાસનદેવીના વચનથી પોતાની મતિકલ્પના વિના શાસ્ત્રાધારે કરી. તેઓ સં. ૧૧૩૫ મતાંતરે ૧૧૩૯ માં સ્વર્ગ પામ્યા. સ્થાનાંગ આદિ નવ અંગસૂત્રની ટીકા કરનારા શ્રી અભયદેવસૂરિજી મહારાજ આ આઠમો આચાર પાળનાર થયા. શ્રી સ્તંભન પાર્શ્વનાથસ્વામીના પુણ્યપસાથે તેઓ નવાંગ વૃત્તિ રચવા સૌભાગ્યશાલી થયા. ૨૬૦ સૂચનો-શ્રુતનો હિતકારી અર્થ કરવો अप्रशस्तं प्रशस्तं वा, शास्त्रं यत् समुपागतम् । प्रशस्तार्थे प्रयोक्तव्यं, मौनीन्द्रागमवेतृभिः ॥१॥ અર્થ:- અપ્રશસ્ત (અશુભ) કે પ્રશસ્ત (શુભ) ગમે તે શાસ્ત્ર હાથમાં આવે પણ શ્રી જિનેન્દ્રદેવનાં આગમોને જાણનારા પંડિત પુરુષોએ તે તે શાસ્ત્રના અર્થ કરવામાં પ્રશસ્ત અર્થનો જ પ્રયોગ કરવો. અર્થાત્ અનર્થથી બચી પ્રશસ્ત અર્થ કરવો. પ્રશસ્તકૃત એટલે સ્યાદ્વાદથી મુદ્રિત-સ્યાદ્વાદિશાસ્ત્ર અને અપ્રશસ્ત એટલે શૃંગારાદિ રસપુષ્ટ શાસ્ત્ર, તે સર્વ શાસ્ત્રને શુભ અર્થમાં-અનેકાંતવાદના પક્ષમાં કે વૈરાગ્યોત્પાદક-વૈરાગ્યપોષક અર્થમાં જોડવા. આ બાબતમાં – ક્ષુલ્લકમુનિનું દૃષ્ટાંત ચંપાનગરીમાં સિંહસેન નામે રાજા રાજ્ય કરે. તેનો રાહુગુપ્ત નામે મહામાત્ય જિનધર્મનો પરમ ઉપાસક હતો. એકવાર ભરી સભામાં રાજાએ પૂછ્યું કે; “બધા ધર્મ ધર્મ કરે છે, પણ ખરો ધર્મ શો છે ?” આ સાંભળી સભ્યોએ પોતપોતાના મતનું પોતાને જે મત ઇષ્ટ લાગતો તેનું સ્થાપન-પ્રકાશન કર્યું. કોઈએ હિંસાને, કોઈએ એકાંત અહિંસાને, કેટલાકે આતમરામને આનંદ આપવાને કોઈ રીતે જરાય ન પડવાને તથા કેટલાકે સર્વથા નિઃસ્પૃહતાને એમ મતાનુસાર સર્વેએ ધર્મ કહ્યો. મહામાત્ય શાંતિથી સાંભળી રહ્યા, તે કાંઈ ન બોલ્યા. તેમને રાજાએ પૂછ્યું “મંત્રી ! તમે કેમ કાંઈ ન બોલ્યા. તમારે પણ તમારો નિર્ણય જણાવવો જોઈએ.” Page #239 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૨૯ મંત્રીએ કહ્યું “મહારાજ ! આવા પક્ષપાતભર્યા વાક્યથી શો નિર્ણય થાય? યુક્તિયુક્ત વચનો સમજીને તેનું જાતે પરીક્ષણ કરી નિર્ણય લેવા યુક્ત છે.” ઇત્યાદિ કહ્યા પછી કેટલીક વારે રાજાની સંમતિપૂર્વક મંત્રીએ ચોથું પદ સમસ્યાપૂર્તિ માટે આપ્યું કે “સકુંડલ વા વદનં ન વેતિ” (કુંડલ યુક્ત મોટું છે કે નહીં ?) સભામાં જ નહીં આખા નગરમાં આ ચરણ ઘોષિત કરવામાં આવ્યું ને જણાવ્યું કે “આની ગાથા રાજ્યભંડારમાં છે. સાતમા દિવસે સભામાં પાદપૂર્તિ સમારંભ છે, જે સમસ્યાની પૂર્તિ કરશે, તેને રાજા ઈચ્છિત ધન આપશે.” આ સાંભળી બધા પાદપૂર્તિમાં જોડાઈ ગયા ને પોતાનાં કાર્યો બંધ કર્યા. સાતમા દિવસે સભા ચિક્કાર ભરાઈ ગઈ. સર્વપ્રથમ એક પરિવ્રાજક સમસ્યા પૂર્તિની ગાથા કહી - भिक्खापविटेन मएज्ज दिटुं, पमयामुहं कमलविसालनेत्तं । विक्खित्तचित्तेण न सुट्ठ दिटुं, सकुंडलं वा वदनं न वेति ॥१॥ અર્થ - ભિક્ષા માટે કોઈના ઘરે પ્રવેશેલા મેં કમળ જેવા વિશાલ નેત્રવાળી પ્રમદાનું મુખ જોયું - પરંતુ ચિત્ત વ્યાક્ષિપ્ત-વ્યગ્ર હોવાથી મેં સારી રીતે ન જોયું કે તે મુખ કુંડલયુક્ત હતું કે નહીં ? આ સાંભળી રાજાએ મંત્રી સામે જોયું. મંત્રીએ કહ્યું: “મહારાજ! પરિવ્રાજક પારમાર્થિક તત્ત્વ જાણ્યા વિના બોલતા જણાય છે, કારણમાં ચિત્તની વ્યાક્ષિપ્તતા જણાવતાં તેઓ પોતાની વ્યાકુળતા અને વીતરાગપણાનો અભાવ બતાવે છે. ભોજનપ્રાપ્તિના અભાવે લાંઘણ થઈ તેથી કાંઈ ઉપવાસનું ફળ મળતું નથી.” આ સાંભળી રાજાએ આ ગાથા વિસંવાદી ઘોષિત કરી. પછી બીજા તાપસે પાદપૂર્તિની ગાથા કહી – फलोदगोगस्स गिहे पविट्ठो, तत्थासणत्था पमया निरिक्खिया । विक्खित्तचित्तेण न सुठु दिटुं, सकुंडलं वा वदनं न वेति ॥२॥ અર્થ:- ફળ-પાણી માટે હું એક ઘરમાં પેઠો – ત્યાં એક સુંદરીને આસન પર બેઠેલી મેં જોઈ, પણ વ્યાક્ષિપ્ત ચિત્ત હોવાથી હું જોઈ શક્યો નહીં કે તેનું મોટું કુંડળવાળું હતું કે વિનાનું. આ સાંભળી રાજા-મંત્રીએ વિચાર્યું કે “આમાં પણ કાંઈ પરમાર્થ જણાતો નથી. અહીં પણ અજ્ઞાનતાનું કારણ ચિત્તની વ્યગ્રતા છે.” પછી બૌદ્ધસાધુ બોલ્યા : मालाविहारे मइ अज्जदिट्ठा, उवासिया कंचणभूसियंगी । विक्खित्तचित्तेण न सुट्ठ नायं, सकुंडलं वा वदनं न वेति ॥३॥ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩o ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અર્થ - બૌદ્ધવિહારમાં મઠમાં) સોનાના આભૂષણથી વિભૂષિત એક ઉપાસિકાને બેઠેલી મેં આજ જોઈ - વ્યાક્ષિપ્ત ચિત્ત હોવાને કારણે હું ન જોઈ શક્યો કે તેનું મુખારવિંદ સકુંડલ હતું કે કુંડલ વિનાનું? રાજા-મંત્રી સમજી ગયા કે આમાં પણ તત્ત્વજ્ઞાનની કોઈ વાત જણાતી નથી. ચિત્તની વ્યગ્રતા જ જણાવી છે. આવી જ પ્રાયઃ વાતો બીજા ધર્મના સંતો-પંડિતોએ કરી, જૈનધર્મી પંડિત કે સાધુ ન જોઈ રાજાએ કહ્યું: “કોઈ જૈન આવેલ નથી પણ તેમનું માનવું કહેવું પણ આવું જ હશે. કુંડળવાળું મુખ નારીનું જ હોય, વ્યગ્રતા જ અજ્ઞાનનું કારણ જણાય છે.” આ સાંભળી મંત્રીએ વિચાર્યું કે “રાજાનો સંદેહ દૂર કરવો જોઈએ. તેઓ ઊઠી ઝરૂખા પાસે આવ્યા ત્યાં જ કોઈ બાળમુનિને ગોચરી જતા જોયા. મંત્રી તરત વિનયપૂર્વક સભામાં તેમને લઈ આવ્યો. રાજાએ તેમને પણ ચોથું ચરણ કહ્યું તે સાંભળી બાળમુનિએ કહ્યું - खंतस्स दंतस्स जिइंदिअस्स, अप्पाप्पओगे गयमाणसस्स । किं मज्झ एएण विचिंतिएणं, सकुंडलं वा वदनं न वेति ॥४॥ અર્થ - ક્ષમાશીલ, દાંત, જિતેન્દ્રિય તથા અધ્યાત્મ-આત્મોપયોગમાં જેનું મન લીન થયું છે એવા મારે શા માટે ચિંતવવું જોઈએ કે તેણીનું વદન કુંડળવાળું છે કે કુંડળ વિનાનું? રાજાએ વિચાર્યું : “આ મુનિ બીજા વિદ્વાનો અને સંતો કરતાં વયમાં નાના પણ જ્ઞાનમાં મોટા લાગે છે. તે કેટલા પ્રૌઢ અને ઠરેલ જણાય છે ! કુંડળની અજ્ઞાનતાના કારણરૂપે તેમણે ચિત્તની વ્યગ્રતાદિ નહીં પરંતુ ક્ષાંતિ, દમ, જિતેન્દિયત્વ અને અધ્યાત્મની પ્રબળતા બતાવી છે, માટે આમની પાસેથી ધર્મ જાણવો જોઈએ, એમ વિચારી રાજાએ ધર્મસંબંધી પ્રશ્ન પૂછ્યો. તેના ઉત્તરમાં તે મુનિએ પ્રથમથી જ પોતાની પાસે રાખેલ એક સૂકો ને બીજો તાજો (પિંડ જેવો) એમ બે માટીના ગોળા ભીંત ઉપર ફેંક્યા અને ચાલવા માંડ્યા. તેમને જતા જોઈ રાજા ઊઠીને તેમની સામે આવી ઊભો ને કહ્યું : “હે મહારાજ ! મને ઉત્તર આપવાને બદલે આ ગોળા ભીંત પર અફળાવવાનો શો મર્મ છે?” મુનિએ કહ્યું: “ભલા રાજા ! ગોળાથી જ તમને ઉત્તર અપાઈ ગયો છે.” છતાં તમને સમજાયું નથી, સાંભળો - उल्लो सूक्को अ दो छुट्टा, गोलया मट्टिआमया । दो विय आविय कुड्डे, जो उल्लो तत्थ लग्गइ ॥१॥ અર્થ:- સૂકો અને ભીનો (ગીલો) એમ બે માટીના ગોળા ભીંતે અફળાતાં ભીનો ત્યાં ચોંટી ગયો અને સૂકો ચોટ્યો નહીં. તે મુનિએ કહ્યું: “રાજા ! આનો ઉપનય એ છે કે પરમાત્મ ધ્યાનમાં મગ્ન થયેલો જીવ બાહ્યાત્મા-બાહ્યદષ્ટિ દ્વારા નારીના મુખ-કુંડલાદિ જોઈ શકતો નથી. કિન્તુ પરમાત્મ ધ્યાનથી જે Page #241 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪) ૨૩૧ વિમુખ અને બાહ્યદૃષ્ટિ હોય છે તે બાહ્યપદાર્થોમાં સતત ભમ્યા કરે છે. જે કામાંધ જીવો છે તે ભીના ગોળા જેવા સાટું છે અને તેથી તે કર્મરૂપી કાદવમાં ચોંટી-ખૂંપી જાય છે, એટલે કે કર્મકાદવથી ખરડાય છે. ત્યારે જે ક્ષમાદિ ગુણોના ધારક તથા સંસારના ક્ષણિક સુખની વાસ્તવિકતાના જાણતેથી જ તે સુખોથી પરાશમુખ હોઈ સૂકા ગોળા જેવા આ મુનિઓ છે તેઓ સૂકા ગોળાની જેમ કશે જ ચોંટતા નથી – પ્રતિબંધ પામતા નથી – એટલે કે તેમને પણ કર્મ ચોંટતાં નથી. एवं लग्गंति दुम्मेहा, जे नरा कामलालसा । विरताओ न लग्गंति, जहा से सूक्कगोलए ॥२॥ અર્થ - આ પ્રમાણે કામલાલસાવાળા દુબુદ્ધિ જીવો પ્રતિબંધ પામે છે - ચોંટી જાય છે – પણ તેથી વિરત થયેલા જીવો સૂકા ગોળાની જેમ કશે જ ચોંટતા નથી. जह खलु सूसिरं कटुं, सूचिरं सूक्कं लह डहइ अग्गी । तह खलु खवंति कम्मं, सम्मं चरणट्ठिया साहू ॥३॥ અર્થ - ખરેખર જેમ પોલાણવાળા અને લાંબાકાળથી સુકાયેલા કાષ્ટને અગ્નિ સહેજે બાળી નાંખે છે તેમ, સમ્યફપ્રકારે ચારિત્રધર્મમાં રહેલા સાધુઓ કર્મને પણ શીઘ જ ખપાવે છે – આ સાંભળી રાજા ઘણો પ્રભાવિત થયો અને બોધ પામ્યો. બાળમુનિ ચાલ્યા ગયા. જ્યારે ત્યારે રાજા તે સાધુ અને તેમના ધર્મની મંત્રી પાસે ખૂબ ખૂબ પ્રશંસા કરતો, મંત્રીએ રાજાને જે યુક્તિથી ધાર્મિક બનાવ્યો, તે પ્રમાણે બીજાએ પણ સંપર્કમાં આવતા જીવોને ધર્મમાં જોડવા. જેમ પવિત્ર હૃદયવાળા બાળમુનિએ શૃંગારરસવાળા સમસ્યાના ચરણને નિર્દોષ અને હિતકારી એવી સમસ્યાની પૂર્તિમાં જોડી-શૃંગાર યોગ્ય શબ્દને પણ વૈરાગ્યમય ગાથામાં ગૂંથીસામાન્ય ધર્મશાસ્ત્ર કરતાં જૈનશાસ્ત્રને મહત્ત્વ અપાવ્યું - તે પ્રમાણે વિવેકી અને સમજુ જીવોએ પણ ઉદ્યમ કરવો. કિંતુ મિથ્યાત્વીઓના શાસ્ત્રોની યુક્તિઓથી અથવા એકાંતવાદીના સૂત્રાર્થો પ્રરૂપી અનેકાંત આગમને હાનિ પહોંચાડવી નહીં. કહ્યું છે કે - मिथ्यात्वशास्त्रयुक्त्याद्यैः, कंथी कार्या न सूत्रवाक् ।। सूत्रार्थोमयनैन्हव्य-समं पापं न भूतले ॥१॥ અર્થ - સર્વજ્ઞપ્રણીત સૂત્રની વાણી મિથ્યાત્વશાસની યુક્તિ દ્વારા કંથા (ઘણા થીગડાવાળી ગોદડી) રૂપ કરવી નહીં. કારણ કે સૂત્ર તથા અર્થ એ બન્નેના નિદ્ભવ લોપક થવા સમાન બીજું કોઈ મોટું પાપ આ ભૂમિતલ પર નથી. કંથાનો ઉપનય સમજાવવા ભેરીનું દષ્ટાંત આપવામાં આવે છે. ઉ.ભા.જ-૧૬ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ભેરીનું દષ્ટાંત શ્રીકૃષ્ણ મહારાજા પાસે દેવોએ દીધેલી ગોશીષચંદનથી બનાવેલી ત્રણ ભેરીઓ હતી. (૧) સાંઝામિકી, (૨) ઔદ્ભુતિકી અને (૩) કૌમુદિકી. પ્રથમ ભેરીનો ઉપયોગ યુદ્ધાદિ કારણે સામંતોને સૂચના આપવા વગાડી કરાતો. બીજી ભેરી કોઈ આકસ્મિક કારણ ઊભું થતાં સામંતમંત્રી આદિને જાણ કરવા વગાડાતી, ત્યારે ત્રીજી ભેરી કૌમુદી આદિ ઉત્સવ નિમિત્તે આમોદપ્રમોદ સૂચવવા વગાડવામાં આવતી. આથી અતિરિક્ત એક ચોથી ભેરી પણ હતી. તે દેખાવે પેલી ત્રણ ભેરી જેવી જ હતી. તે છ છ મહિનાના અંતરે વગાડવામાં આવતી. આનો ધ્વનિ જે જે સાંભળતા તેમના આગલા-પાછલા છ છ મહિનાનો ઉપદ્રવ શાંત થતો. આ ચોથી ભેરી પ્રસ્તુત પ્રસંગાનુરૂપ હોઈ તેનો ઇતિહાસ જણાવવામાં આવે છે. એક વાર દેવોથી ભરાયેલી સુધર્મ સભામાં સૌધર્મેન્દ્ર કહ્યું, “શ્રીકૃષ્ણ મહારાજા એવા ગુણાનુરાગી મહાનુભાવ છે કે લાખો દોષમાંથી પણ ગુણને જ ગ્રહણ કરશે. તે ઉચ્ચ કોટિના માણસ હોઈ આચાર-વ્યવહાર તો ઊંચા રાખે છે જ કિંતુ યુદ્ધ પણ નીચ કોટિનું ટાળે છે. અર્થાતુ. યુદ્ધ માટેનું પણ તેમનું ઊંચું ધોરણ છે.” આ સાંભળી એક દેવને વધારે પડતું લાગ્યું. તેણે વિચાર્યું; “એક માણસ આટલી સ્થિતિએ ન પહોંચી શકે. પરદોષ ગ્રહણ કર્યા વિના માણસ રહી જ કેવી રીતે શકે?” ઈન્દ્રના શબ્દોની ચકાસણી માટે દેવ દ્વારકામાં આવ્યો. શ્રીકૃષ્ણ મોટી સવારી સાથે રાજમાર્ગથી જતા હતા. તેમના માર્ગમાં કાળું-બીભત્સ-દુર્ગધના ભંડાર જેવું કરેલું કૂતરું વિકુર્તીને મૂકી દીધું. મોતીની માળા જેવી દંતપંક્તિવાળા તે કૂતરાની દુર્ગધ અસહ્ય હતી. પરમાત્મા નેમિનાથજીને વાંદવા જતા કૃષ્ણ પરિવારથી પરવરેલા હતા. આગળ પાછળ મહાન સૈન્ય હતું. તે મરેલા કૂતરાની દુર્ગધ એટલી તીવ્ર અને અસહ્ય હતી કે મોટા સામંતો અને સૈનિકો માર્ગ છોડી આડા ઊતરી ગયા. શ્રીકૃષ્ણ કારણ પૂછતાં કૂતરાનું કલેવર બતાવવામાં આવ્યું. તે જોઈ શ્રીકૃષ્ણે કહ્યું: પુદ્ગલોના વિભિન્ન સ્વભાવ હોય છે, તેમાં હર્ષ-શોક શું? પણ અરે ! અરે ! જુઓ તો ખરા ! આ કૂતરાના દાંત કેવા ઉજ્જવળ છે? કાળું શરીર ને સફેદ દાંત ! જાણે મરકત મણિના પાત્રમાં ગોઠવેલી મુક્તાની માળા ! આ સાંભળી દેવે વિચાર્યું “સાચે જ મહારાજા, ગુણાનુરાગી છે, સેંકડો દોષ મૂકી ગુણના જ ગ્રાહક છે.” પછી ગુણની પરીક્ષા માટે દેવે વાસુદેવ શ્રીકૃષ્ણના ઘોડાને ઉઠાવ્યો છે. ઉપર બેસી નાઠો. સૈન્ય સાથે વાસુદેવ પછવાડે પડ્યા ને દેવને પૂછ્યું: “તું કોણ છે ને શા માટે મારો ઘોડો લઈ જાય છે?” તેણે કહ્યું : “શક્તિ હોય તો યુદ્ધમાં મને જીતો ને તમારો ઘોડો પાછો લઈ લો.' શ્રીકૃષ્ણ કહ્યું : “અવશ્ય ! એવી ઈચ્છા હોય તો તે પૂરી કરો, હું રથમાં છું માટે તમે પણ પેલા રથ પર ચડો, આપણે ફેંસલો કરી લઈએ.” દેવે કહ્યું “મારે રથ નથી જોઈતો.” શ્રીકૃષ્ણે કહ્યું: “તો હાથી કે ઘોડો જે ફાવે તે લો, હું પણ તે પ્રમાણે હાથી કે ઘોડા ઉપર બેસી યુદ્ધ કરી શકું. કેમ કે યુદ્ધમાં સમાનપણું સચવાવું જોઈએ.” દેવે ના પાડી. શ્રીકૃષ્ણ બાહુયુદ્ધ માટે આમંત્રણ આપતા ધરતી પર આવી ઊભા. દેવે તેની પણ ના પાડી. શ્રીકૃષ્ણ પૂછ્યું “તો પછી તમે કેવા પ્રકારનું યુદ્ધ ચાહો છો ?” દેવે કહ્યું “હું તો ભાંડભવાયાના હલકા યુદ્ધથી ટેવાયેલો છે.” Page #243 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ૨૩૩ આ સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા, “જો કે આ અશ્વરત્ન મારે માટે ઘણી મોટી ને મોંઘી વસ્તુ છે. છતાં નીચ લોકોને ઉચિત હોય તેવું યુદ્ધ હું નહીં કરું. તમે તમારે સુખેથી ઘોડો લઈ જાવ. આવા બળવાન વાસુદેવનું આવું ઊંચું ધોરણ અને અભુત સાહસ જોઈ દેવતા પણ ધન્ય ધન્ય પોકારી ઊઠ્યો. તેણે દેવેન્દ્રના શબ્દો કરતાં ઘણું વધારે જોયું - તેણે પ્રગટ થઈ બધી વાત જણાવી કહ્યું: “દેવોનું દર્શન કદી નિષ્ફળ નથી હોતું, માટે કાંઈક કહો તે આપું” શ્રીકૃષ્ણ મહારાજે કહ્યું : “ઉપદ્રવનું ઉપશમન કરે તેવી ભેરી આપો.” દેવે ચંદનકાષ્ઠની એક ભૂરી આપતાં કહ્યું : “આ ભેરીનો ધ્વનિ જે કોઈ સાંભળશે તેના છ મહિના જૂના રોગાદિ આતંક નાશ પામશે અને છ માસ સુધી નવા થશે નહીં. છ-છ મહિને વગડાવશો જેથી પૂર્વે જેણે નહીં સાંભળી હોય તેને પણ ઉપકારી થશે. આનંદિત થયેલા શ્રીકૃષ્ણ ભેરી લઈ રાજભવનમાં આવ્યા. દર છ મહિને અચૂક રીતે તે દિવ્ય ભેરી વગાડવામાં આવતી. એકવાર કોઈ મહાજનને દાહવરની પીડા થઈ. ઘણા ઉપચાર કર્યા પણ એક કારગત ન થયો. વર આખા શરીરને બાળતો હતો. તે વણિક ભેરીરક્ષક રાજપુરુષ પાસે આવ્યો. લાખ રૂપિયાની લાલચે તેની પાસેથી તે ભેરીનો કકડો માંગતાં કહ્યું: પૂર્વે ભેરી વાગી ત્યારે હું અહીં ન હતો, અને પ્રાયઃ પાંચ-છ મહિના સુધી આ વર મને જીવતો પણ નહીં રહેવા દે. લોભાધીન થઈ રક્ષકે ભેરીનો કકડો કાપી આપ્યો. વણિકે લાકડાની ભેરીમાં મુખસ્થાને તે ગોઠવ્યો. રક્ષકે કાપેલી જગ્યામાં તેવું જ ચંદન સુતાર પાસે લગાડાવ્યું. લોભ લાગવાથી આ રક્ષકે તે ભેરીના બીજા કકડા પણ સુખશાંતિના ઉપાય તરીકે લોકોને આપ્યા ને પૈસા પડાવ્યા. પણ જ્યાં ત્યાં સુખડના થીગડા લાગવાથી તે ભેરી કંથા જેવી થઈ ગઈ. અવસર આવતાં તે ભેરી મંગાવી શ્રીકૃષ્ણ વગડાવી કિંતુ તેનો ધ્વનિ રાજસભામાં પણ પ્રસર્યો નહીં. તપાસ કરતાં પરિસ્થિતિની જાણ થઈ. રક્ષકને તિરસ્કારી કાઢી મૂક્યો. અઠ્ઠમતપથી દેવ પ્રગટ થયા ને બીજી ભૂરી આપી. જે સાધુઓ-શિષ્યો-સૂત્ર કે તેના અર્થને પરધર્મીના શાસ્ત્ર સાથે અથવા સ્વમતના બીજા ગ્રંથો સાથે ભેળ-સંભેળ કરીને કંથાસ્વરૂપ કરે – અર્થાતુ અહંકારથી પરમતાદિકની સાથે સંમિશ્રા કરી સૂત્ર કે તેના અર્થને પૂર્ણ કરે તે અનુયોગ અશ્રાવ્ય છે એટલે કે સાંભળવા યોગ્ય નથી. એ પ્રમાણે ગુરુ પણ જો સૂત્ર-અર્થને કંથારૂપ કરે તો તે અનુયોગ પણ અધ્યયનને યોગ્ય નથી. “હું ઘણું અને સારી રીતે ભણેલો વિદ્વાન છું. મારે વળી બીજાને શા માટે પૂછવું જોઈએ ?” આવા અહંકારથી ઘમંડી થયેલા ભુલાઈ ગયેલો પાઠ પોતાની મતિ અનુસાર પૂરો કરે તે પણ જરાય અધ્યયનને યોગ્ય નથી જ. લોભ, અહંકાર, કદાગ્રહ, હઠ કે શઠતાથી સૂત્ર કે અર્થને કંથારૂપ કરે તો તેને સૂત્રાર્થનો નિદ્ભવ જાણવો. સાધુ-મહારાજ આદિ સુજ્ઞ પુરુષોએ સાવધાનીપૂર્વક દોષથી બચવું અને તીર્થંકર પરમાત્માની વાણીની શ્રેષ્ઠતાને સાચવવી. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૬૮ દર્શનાચારનો પ્રથમાચાર-નિઃશંક ज्ञानाद्यनन्तसम्पूर्णैः, सर्वविद्भिर्यदाहितम् । तत् तथ्यं दर्शनाचारो, निःशङ्काख्योऽयमादिमः ॥ અર્થ - જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય)થી પરિપૂર્ણ સર્વજ્ઞ પરમાત્માએ જે ફરમાવ્યું છે તે સત્ય જ છે. એવું માનવું તે નિઃશંક નામે પ્રથમ દર્શનાચાર છે. जिनोक्ततत्त्वसन्देहः, सा च शङ्काभिधीयते । शङ्कातो भिद्यते श्रद्धा, दोषो यत् स्यान्महांस्ततः ॥ અર્થ:- શ્રી જિનેન્દ્રદેવે કહેલા તત્ત્વમાં સંદેહ કરવો તેનું નામ શંકા. આ શંકાથી શ્રદ્ધાનો નાશ થાય છે, માટે મહાનુ દોષ છે. શંકાથી સમ્યકત્વ-તત્ત્વની શ્રદ્ધા ભેદાય છે. આ બાબતમાં શ્રી ગંગાચાર્યનું ઉદાહરણ છે. શ્રી ગંગાચાર્યનું દષ્ટાંત આર્યમહાગિરિના શિષ્ય ધનુગુપ્ત અને તેમના શિષ્ય ગંગ નામે આચાર્ય પદારૂઢ થયા. તેઓ એકવાર ઉલૂકાનદીના પૂર્વ કિનારે ચોમાસું રહ્યા હતા અને તેમના ગુરુ મહારાજ શ્રી ધનગુપ્ત આચાર્ય પશ્ચિમ કાંઠે. શરદઋતુમાં ગંગાચાર્ય ગુરુમહારાજને વાંદવા નીકળ્યા. માર્ગમાં ઉલ્લુકાનદી ઊતરતાં સૂર્યનાં પ્રચંડ કિરણો તેમના કેશરહિત મસ્તક પર પડતાં માથું તપી ગયું અને નદી ઊતરતાં પગ પાણીમાં હોઈ-પગમાં શીતલતાનો અનુભવ થયો. મિથ્યાત્વમોહનીયના ઉદયથી તેમને વિચાર આવ્યો કે “સિદ્ધાંતમાં તો જણાવાયું છે કે એક કાળમાં બે ક્રિયાનો અનુભવ ન હોય ત્યારે મને પોતાને એક સમયમાં બે ક્રિયાનો અનુભવ થઈ રહ્યો છે. અનુભવથી વિરૂદ્ધ આ આગમવાક્ય યથાર્થ જણાતું નથી.” આવી શંકા લઈ ગંગાચાર્ય ગુરુ મહારાજ પાસે આવ્યા અને શંકા જણાવી. શિખામણ આપતાં ગુરુજીએ કહ્યું: “મહાનુભાવ! છાયા અને તડકો સમકાળે એક જ જગ્યાએ ન હોય તેમ એક જ કાળે બે ક્રિયાઓ પણ ન જ હોય. કેમ કે એ બન્ને ક્રિયાનો અનુભવ પણ પરસ્પર વિરુદ્ધ છે. અનુભવ ક્રમે કરીને થાય પણ બે અનુભવ સાથે ન જ થાય. પણ સમય-આવલિકા આદિ કાળ ઘણો જ સૂક્ષ્મ ને ત્વરિત હોવાથી અનુભવનો અનુક્રમ તમારા જાણવામાં આવ્યો નહીં. ઈન્દ્રિયોથી ગ્રહણ ન થઈ શકે તેવા સૂક્ષ્મ પુદગલોના સ્કંધોથી મન થયેલું છે, તેથી આ મન ઇજિયોએ ગ્રહણ કરેલા સ્પર્શનાદિક દ્રવ્ય સાથે જે વખતે સંબંધ થાય છે ત્યારે ઇન્દ્રિયોને તે તે દ્રવ્યનું જ માત્ર જ્ઞાન Page #245 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૩૫ કરાવવામાં કારણભૂત થાય છે. અન્ય પદાર્થમાં ઉપયોગ હોય છે ત્યારે માણસ પાસે ઊભેલા હાથીને પણ જોઈ શકતો નથી. એટલે એક પદાર્થમાં ઉપયોગવાળું મન કદાપિ બીજા અર્થનો ઉપયોગ ન ધરાવી શકે. જેમ કોઈ સાધુ એકાગ્રધ્યાનમાં મગ્ન થઈને કાઉસ્સગ્ગમાં રહ્યા. ત્યાં એક ચક્રવર્તી પોતાના મહાન સૈન્ય અને ચોસઠ હજાર સ્વરૂપવતી રાણીઓ આદિ મહા ઋદ્ધિસિદ્ધિ સાથે ત્યાંથી નીકળ્યો. તે વખતે સૈન્યનાં ઢોલ-નગારાં ત્રાંસા-મેરી આદિ સંખ્યાબંધ વાજિંત્રો જોરથી વાગતાં હતાં. પણ મુનિને કશી જ જાણ ન હતી. ચક્રીએ વિચાર્યું : ધન્ય છે, મુનિશ્રી કેટલા એકાગ્ર છે ? આવડું મોટું સૈન્ય, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એમ પાંચે ઇન્દ્રિયોને આનંદ આપવાને સમર્થ-અતિ આકર્ષક સાધનથી સભર આ મારી ઋદ્ધિસિદ્ધિને તો આ મુનિ જોતાય નથી. ચક્રી હાથી પરથી ત્યાં ઊતરી ગયા ને મુનિરાજ પાસે હાથ જોડી ઊભા રહ્યા. થોડીવારે ધ્યાન પૂરું થયું એટલે તેમણે મુનિશ્રીને નમીને વંદન કર્યું ને પૂછ્યું : “મહારાજજી ! મન અને ઇન્દ્રિયોને આહ્લાદ ઉપજાવે તેવું મારું સૈન્ય અહીંથી ગયું. ઘણા સેવકો પ્રણામ કરતા હતા. આ બધું આપની જાણમાં હશે ?” મુનિ બોલ્યા, “ના રાજા, તમે કહ્યું તેમ હશે પણ મેં કાંઈ જોયું સાંભળ્યું નથી.” તે સાંભળી સાધુ મહારાજની એકાગ્રતા અને ઉપયોગની તેણે અંતરથી પ્રશંસા કરી, બોધ પામેલો રાજા વારંવાર ગુરુસ્તુતિ કરતો બોલ્યો “આપણી ચારે તરફ ઇન્દ્રિય ગમતા પદાર્થો-વિષયો હોય છતાં મનની પ્રવૃત્તિ વિના કોઈ પદાર્થ ગ્રાહ્ય થતો નથી, આ વાત સાવ સાચી છે.” માટે હે ગંગાચાર્ય ! જીવ જે ઇન્દ્રિયના ઉપયોગમાં વર્તતો હોય તે જ ઇન્દ્રિયના વિષયમાં લીન થાય છે. માટે જ તે બીજા પદાર્થોમાં લીન થઈ શકતો નથી. ગંગાચાર્યે પૂછ્યું “નાથ, જો બે ક્રિયાનો ઉપયોગ સમકાળે ન થઈ શકે તો મેં શીત-ઉષ્ણ એક સાથે બે ક્રિયાઓ કેવી રીતે અનુભવી ?” ગુરુજીએ કહ્યું : “સમય-આવલિકા આદિ કાળના વિભાગો ઘણા જ સૂક્ષ્મ છે. તેથી ભિન્ન ભિન્ન સમયમાં થયેલું બે ક્રિયાનું જ્ઞાન કમળનાં સેંકડો પાનના વેધની જેમ સમકાળે થયેલું તમને જણાય છે. જેમ કમળનાં સો પાંદડાંની થપ્પીને કોઈ બળવાન માણસ અતિ તીક્ષ્ણ સૂયાથી એક સાથે વીંધી નાખે. છતાં તે એક સાથે - એક કાળે વીંધાતાં નથી. કારણ કે કાળના ભેદે એક પછી બીજું પત્ર વીંધાતાં અસંખ્યાત સમય થાય છે. ઉપરનું પત્ર (પાંદડું) વીંધાયા વિના નીચેનું વીંધાઈ શકતું નથી. છતાં વીંધનારને એમ જ લાગશે કે મેં એક જ વખતે - એક જ કાળે આ બધાં પત્રો વીંધ્યાં છે. કાળનો ભેદ અતિસૂક્ષ્મ હોઈ એવું જણાય છે. તેવી જ રીતે અલાતચક્ર (ઉંબાડિયું જેનો છેડો સળગાવી ગોળ ગોળ ફેરવવામાં આવે છે.) ને ઘણી જ શીઘ્રતાથી ફેરવતાં તે અગનગોળા એક દિશા કે વિદિશામાં થઈને જ બીજી દિશા કે વિદિશામાં જાય છે. છતાં ઘણા ઓછા કાળમાં Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ એકથી બીજી દિશામાં તે ગોળો જતો હોઈ તેને ફરવાનો કાળ ઘણો સૂક્ષ્મ હોઈ તે જ્યોતિ દેખાતી નથી પણ જયોતિનું કુંડાળું જ જણાય છે. તે જ પ્રમાણે પ્રસ્તુત વાતમાં પણ શીત અને ઉષ્ણક્રિયાનો અનુભવકાળ ભિન્ન છતાં સમયના સૂક્ષ્મપણાને લીધે તમને જણાયો નહીં. તેથી બન્ને ક્રિયાનો અનુભવ સાથે જ થયો તેમ તમને લાગ્યું અને જુઓ, ચિત્ત પણ બધી ઇન્દ્રિયો સાથે એક કાળે સંબંધ રાખતું નથી. ક્રમથી જ રાખે છે. ઉપલક્ષણથી માથું, હાથ, પગ આદિ સ્પર્શેન્દ્રિયના વિભિન્ન * અવયવો સાથે પણ ચિત્ત સમકાળે સંબંધ રાખી શકતું નથી. ' જે કોઈ માણસ લાંબી-સૂકી આમલી ખાય ત્યારે તેને આંખથી તેના રૂપનું-નાકથી ગંધનું, જીભથી સ્વાદનું, હાથ આદિથી સ્પર્શનું અને તેને ચાવવાથી થયેલ શબ્દનું જ્ઞાન કાનથી થયું. આ બધું ક્રમે થયું એક સાથે નહીં. સાથે માનવાથી સાંકર્યદોષ ઉત્પન્ન થાય. મતિજ્ઞાન આદિના ઉપયોગ વખતે અવધિ પ્રમુખ જ્ઞાનના ઉપયોગની પણ ઉપલબ્ધિ થઈ જાય. જો એમ થાય તો એક ઘડો વગેરે પદાર્થની કલ્પના અનંતા ઘડા આદિ પદાર્થોની કલ્પનાથી પ્રવૃત્તિનો પ્રસંગ ઊભો થાય અને વાસ્તવિકતા એ નથી જ. વળી શ્રી જિનેશ્વર પરમાત્માના ધ્યાનના પ્રસંગે તેઓશ્રીના ગુણોનું સ્મરણ કરતાં-ધ્યાનમાં લીન થતાં-મિથ્યાત્વાદિના ધ્યાન પ્રસંગનું પણ સાંકર્ય થઈ જાય. અર્થાત્ મિથ્યાત્વીતર્ક અને અસુરાદિકનું ધ્યાન પણ તે વખતે ઊપજવું જોઈએ. આમ તમારા મત પ્રમાણે તો આ ઉપરાંત બીજા પણ અનેક દોષોનો સંભવ થશે, અને છતાં ઈષ્ટ અર્થ-ચિંતિત અર્થની પ્રાપ્તિ થશે નહીં. માટે માનવું જોઈએ કે એક કાળે એક જ વસ્તુનો ઉપયોગ હોય છે અને અનેક વસ્તુમાં ઉપયોગ થતો નથી. આવી જ રીતે કર્મબંધ તેમજ નિરા વખતે પણ સાંકર્ય થશે વગેરે વિચારવું. તેમજ આ સંબંધમાં શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષિનું દષ્ટાંત પણ વિચારવા જેવું છે; શ્રેણિક મહારાજાએ શ્રી મહાવીર ભગવંતને શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષિની ગતિનું સ્વરૂપ પૂછતાં પ્રભુજીએ રાજર્ષિના ચિત્તમાં રહેલા પ્રશસ્ત (શુભ) તેમજ અપ્રશસ્ત (અશુભ) ઉપયોગની વર્તના પ્રમાણે બન્ને વારે અલગ અલગ તેમની મતિનું સ્વરૂપ કહ્યું હતું. પરંતુ જો એક જ કાળમાં અનેક ઉપયોગની પ્રવૃત્તિ હોય તો એક કાળમાં અનેક ગતિ કહેવી પડત, પણ તે શક્ય જ નથી. ઈત્યાદિ અનેક રીતે ને યુક્તિએ એક જ પક્ષ સત્ય સિદ્ધ થાય છે કે એક સમયમાં એક જ ઉપયોગ હોય છે, કહ્યું છે કે – यदा स्यात् प्राणिनां शीतो-पयोगव्याप्तं मनः । तदा नोष्णोपयोगे तद्, व्याप्रियेत विरोधतः ॥१॥ અર્થ - જ્યારે પ્રાણીનું ચિત્ત શીત ઉપયોગમાં વ્યાપારવાળું હોય છે ત્યારે તે મન ઉષ્ણ ઉપયોગમાં વ્યાપારવાળું હોતું નથી. કારણ કે તે બને અનુભવ પરસ્પર વિરોધી છે. यौगपद्याभिमानस्तूपयोगयुगलस्य यः । स तु मानससंसारक्रमस्यानुपलक्षणात् ॥२॥ Page #247 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૩૭ અર્થ :- બે ઉપયોગ એક સમય-સમકાળે વર્તવાનું આ અભિમાન થાય છે તે બીજું કશું જ નહીં પણ મનના સંસારના ક્રમનું અજ્ઞાન છે. તે મનઃસંસારનો ક્રમ નથી જણાતો તેથી આમ બને છે. શ્રી ગંગાચાર્યે પોતાના ગુરુમહારાજને પાછું પૂછ્યું કે: “પ્રભુ! મતિજ્ઞાનના ૩૪૦ ભેદનું વર્ણન કરતાં આપે બહુ-બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ, ધ્રુવ તેમજ તેથી ઇતર અબહુ, અબહુવિધ, અક્ષિપ્ર, નિશ્રિત, સંદિગ્ધ, અધ્રુવ આ પ્રમાણે બાર બાર ભેજવાળા અવગ્રહ આદિ મતિજ્ઞાનના વ્યાવર્ણન વખતે એક એક વસ્તુમાં ભિન્ન ભિન્ન અનેક ઉપયોગ હોય, તેમ કહ્યું હતું તો તેનું શું સમજવું?” ગુરુમહારાજે ઉત્તર આપતાં કહ્યું : “તે બહુ બહુવિધ આદિ સ્વરૂપવાળી વસ્તુમાં અનેક પર્યાયો હોય છે, તે સામાન્ય રીતે (રૂપે) જ માત્ર ગ્રહણ કરવું તે જ જ્ઞાનમાં ઉપયોગ છે, આ સિદ્ધાંતની વ્યવસ્થા છે. કિંતુ એક વસ્તુમાં એક કાળે અનેક ઉપયોગ કદી ક્યાંય હોય જ નહીં. જેમ કે “સૈન્ય જાય છે.” આ સામાન્ય વાક્યોપયોગ છે. આમાં કશો વિશેષ નિર્દેશ કરેલ નથી. આ એક ઉપયોગત્વ-ઉપયોગપણું કહેવાય અને જ્યારે સૈન્યની દરેક વસ્તુ જુદી પાડીએ જેમ કે આ (આટલા) હાથી છે, આ ઘોડાઓ, આ ઊંટ, રથ, પાળાઓ કે આ ધ્વજાઓ છે, અથવા આ તલવારો, ભાલાઓ કે ગદા-મુગરો છે. આમ વિભાગ કરીએ તો તે તે ભેદના અધ્યવસાયરૂપ અનેક ઉપયોગતા-ઉપયોગપણું કહેવાય. માટે હે ભદ્ર! એક કાળે ઘણાં વિશેષનું જ્ઞાન થાય નહીં, કારણ કે તે બધાંનાં લક્ષણો જુદાં જુદાં છે. લક્ષણ એટલે ચિહ્ન - અર્થાત્ શીત-ઉષ્ણ આદિ વિશેષ-વસ્તુનું સ્વરૂપ કહેવું છે. તે લક્ષણ પરસ્પર ભિન્ન હોવાથી તેને ગ્રહણ કરનારા જ્ઞાનો પણ જુદાં જુદાં છે. તેથી જ બે જ્ઞાન એક કાળે ન થઈ શકે. જે અનેક વિષયવાળું ને અનેકનું આધાર હોય (અનેકનો બોધ કરાવે) તે સામાન્ય કહેવાય. આ સામાન્યનું લક્ષણ છે. આમ સામાન્યનું જ્ઞાન થયા વિના વિશેષજ્ઞાનની ઉત્પત્તિનો સંભવ જ નથી. તેથી સિદ્ધ થાય છે કે એક કાળે વિશેષજ્ઞાન થતું નથી. આનું તાત્પર્ય એ છે કે પહેલાં “વેદના થાય છે.” (કાંઈક અનુભવાય છે) એમ સામાન્યનું ગ્રહણ કર્યા પછી ઇહા (ઇહા એટલે વિચારણા ક્યાં અને કેવી વેદના થાય છે? ઇત્યાદિ ચિંતવના)માં પ્રવેશ કરવાથી પગમાં શીત વેદના થાય છે. એમ વેદનાનો વિશેષે નિશ્ચય થાય છે. માથામાં પણ પ્રથમ તો સામાન્ય રીતે વેદના સમજાય છે. પણ પછી ઈહામાં પ્રવેશતાં “માથામાં ઉષ્ણ વેદના થાય છે.” એવો વિશેષ જ્ઞાનનો નિશ્ચય થાય છે. તેવી જ રીતે ઘટ (ઘડા) વિશેષનું જ્ઞાન થયા બાદ તરત જ પટ (કાપડ)ના આશ્રયભૂત સામાન્યનું ગ્રહણ કર્યા વિના પટ વિશેષનું જ્ઞાન થશે જ નહીં અને હે ગંગાચાર્ય ! સામાન્ય રીતે એક જ જીવ એક જ કાળમાં ક્રિયાઓ તો ઘણી કરી શકે છે, જેમ કે એક નર્તકી પોતાની અભ્યાસજન્ય ચતુરાઈને લીધે મુખથી ગાતી જાય છે, પગથી નાચતી Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ જાય છે, આંખના ચાળા-કટાક્ષ કરતી જાય છે, તેવી જ રીતે શરીરના ગરદન-હાથ-આંગળાં કમર આદિ હલાવવાં, ભાવ-ભંગિમા જણાવવાં આદિ હાવભાવ એક જ કાળમાં કરતી જણાય છે, પણ તેનો ઉપયોગ એક કાળમાં તો એક જ ક્રિયામાં હોય છે. આવી જ રીતે કોઈ ભક્ત માણસ જિનેશ્વર પ્રભુજીની સામે એક હાથે ચામર વિજે, બીજે હાથે ધૂપ ઉવેખે, મુખથી ગંભીર અર્થવાળી અદ્ભુત સ્તુતિ બોલી દેવાધિદેવના ગુણ ગાય છે. નેત્રથી પ્રભુજીની પ્રતિમા નીરખી આનંદિત થઈ માથું ધુણાવે છે. તેમજ પૃથ્વી પર ઉપયોગ રાખી પગ મૂકે-ઉપાડે છે. આમ સમકાળે અનેક ક્રિયા કરે છે. પણ તેનો ઉપયોગ સમકાળે સમગ્ર ક્રિયામાં હોતો નથી. ઉપયોગ તો એક કાળે એક જ ક્રિયામાં વર્તતો હોય છે. આમ અનેક રીતે તેમને સમજાવતા છતાં કદાગ્રહ ન છોડ્યો તેથી ગંગાચાર્યને તેમના ગુરુશ્રીએ ગચ્છ બહાર કર્યા. ગંગાચાર્ય વિહાર કરતા એકવાર રાજગૃહી નગરીમાં આવ્યા. ત્યાં રહેલા અન્ય મુનિઓ સમક્ષ પોતાના અસત્ય મતનું નિરૂપણ કરી તેમના ચિત્તને પણ વ્યક્ઝાહિતશંકિત કરવા લાગ્યા. કારણ કે દુરાગ્રહી હડકાયા કૂતરાની જેમ બીજાને પણ પોતાના જેવા કરવાની પ્રવૃત્તિ કરતા હોય છે. તે રાજગૃહીમાં એક મહાતપસ્વીર નામનો દ્રહ હતો. તેની પાસે જ મણિનાગ યક્ષનું મંદિર હતું. ત્યાં રહી ગંગાચાર્યે પ્રવચનસભામાં સમકાળે બે ક્રિયા વેદવારૂપ પોતાના અસતુપક્ષની પ્રરૂપણા-સ્થાપના કરી. વારે વારે પોતાના કદાગ્રહને વધુ ને વધુ કુયુક્તિઓથી સાચા ઠરાવવાનો તેમનો પ્રયત્ન જોઈ મણિનાગ ક્રોધપૂર્વક પ્રગટ થઈ બોલ્યો, “અરે દુષ્ટાત્મા! આ અસપ્રરૂપણા કરી શા માટે ભોળા જીવોને સંશય ઉપજાવે છે? એકવાર આ જ જગ્યાએ શ્રી મહાવીર પરમાત્માનું સમવસરણ મંડાયું હતું ત્યારે પ્રભુજીએ તો “એક સમયમાં એક જ ક્રિયાનું વદન હોય છે.” એમ કહ્યું હતું, ને મેં પોતે તે સાંભળ્યું છે, કેવળજ્ઞાનીઓને પણ પ્રથમ સમયે જ્ઞાન એટલે કે વિશેષાત્મક ઉપયોગ હોય છે અને બીજે સમયે દર્શન એટલે સામાન્યાત્મક ઉપયોગ હોય છે. એક જ સમયે જ્ઞાન અને દર્શન સાથે હોતા નથી. તો તમે શું ભગવાન મહાવીરસ્વામી કરતાં પણ અધિક જ્ઞાની છો? કે જેથી ભગવાનનું વચન મિથ્યા કરવા તત્પર થયા છો. તમે આ દુષ્ટતા છોડી દો ને પ્રભુના વચનાનુસાર શુદ્ધ પ્રરૂપણા કરો. નહીં તો મુગરથી શિક્ષા કરીશ. પ્રત્યક્ષ રીતે જ સિદ્ધ અર્થને અન્યથા કહેવો એ કેવી ધૃષ્ટતા કહેવાય?” જેમ કોઈને અષ્ટાવધાન સાધ્ય હોય તેથી તે પ્રાજ્ઞપુરુષ શ્લોક-કાવ્ય રચતી વખતે નૂતન શ્લોક-કાવ્ય રચે, તાલ માત્રા ગણે, કોઈ સાથે વાત કરે-સાંભળે, કાગળ પર અક્ષર લખે-લખેલા વાંચે. આ રીતે આઠ પ્રકારના અવધાન વિચક્ષણ પુરુષો સાથે છે. આ બધું ત્વરિત ગતિવાળા મનોવિજ્ઞાનના આશરે જ બને છે. પણ બિચારા અજ્ઞાની અને બાળજીવો આશ્ચર્ય પામી કહે છે કે “અહો આપણે આ બધું સમકાળે જ સાધ્યું પણ આ કહેવું યુક્ત Page #249 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૩૯ નથી. કેમ કે અતિચપળતાથી છતાં ક્રમે કરીને જ બધું ગ્રહણ કરી પછી જ તે બોલે છે.’ ઇત્યાદિ યુક્તપૂર્વક નાગમણિયક્ષે સમજાવ્યા. પ્રભુજીનાં વચનો તેણે પ્રત્યક્ષ સાંભળ્યાં હોઈ તે ખોટું સાંભળી ઊકળી ઊઠ્યો. ગંગાચાર્યે તેનું કથન સ્વીકારી ઉત્સૂત્ર પ્રરૂપણાનું મિથ્યાદુષ્કૃત દીધું. પોતાના ગુરુશ્રી પાસે આવી પાપની આલોચના કરી પ્રતિક્રમણ કર્યું. આ બાબત મહાભાષ્યકાર જણાવે છે કે अट्ठावीसा दोवाससया, तइया सिद्धिं गयस्स वीरस्स । दो किरियाणं दिट्टि, अल्लूगतिरे समुप्पन्ना ॥ १ ॥ - અર્થ :- ભગવાન મહાવીરના નિર્વાણ પછી બસોને અઠ્ઠાવીસ વર્ષે ઉલૂક નદીને કાંઠે (એક સમયે) બે ક્રિયાની દૃષ્ટિ (ગંગાચાર્યને) ઉત્પન્ન થઈ. પરમાત્માના વચનથી વિપરીત કહેતા ગંગાચાર્ય, મણિનાગયક્ષથી પાછા મૂળ માર્ગે આવ્યા. અને ગુરુમહારાજ પાસે જઈ અપરાધની આલોચના-દોષનું પ્રતિક્રમણ અને પાપની ગર્હા કરી. આમ મણિનાગ યક્ષે જેમની શંકા દૂર કરી છે તેવા ગંગાચાર્ય દર્શનનું નિĀવપણું છોડી ગંગાજળ જેમ નિર્મળ થયા. ૨૦૦ દર્શનાચારનો બીજો આચાર-નિઃકાંક્ષા निःकाङ्क्षित्वमनेकेषु, दर्शनेष्वन्यवादिषु । द्वितीयोऽयं दर्शनाचारः, अङ्गीकार्यः शुभात्मभिः ॥१॥ અર્થ ઃ- અન્ય (જૈનેતર) વાદીઓનાં અન્ય અન્ય (અનેક) દર્શનો (મતો)માં આકાંક્ષા રહિત થવું - તે તે મતોની ઇચ્છારૂપ કાંક્ષા ન કરવી એ દર્શનાચારનો બીજો આચાર છે. શુભાત્માઓએ તેનો સ્વીકાર કરવો. हित्वा स्याद्वादपक्षं यः, काङ्क्षतिपर शासनम् । काङ्क्षदोषान्वितः स स्याद्, अन्यान्यदर्शनोत्सुकः ॥ અર્થ :- જે સ્યાદ્વાદ (અનેકાંત) મત મૂકી અન્ય અન્ય મતમાં ઉત્સુકતાવાળો થાય અને પરમતની આકાંક્ષા રાખે તે કાંક્ષાદોષી કહેવાય. આ બાબત દૃષ્ટાંતથી સમજાવાય છે. ક્ષુલ્લકમુનિનું દૃષ્ટાંત વસંતપુરમાં વસતા દેવપ્રિય નામના વણિક યુવાવસ્થામાં વિધુર થતાં વૈરાગ્ય પામ્યા અને Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪o ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પોતાના આઠ વર્ષના પુત્ર સાથે દીક્ષા લીધી. તે બાળમુનિ પરિષહ સહવામાં નિર્બળ હોઈ તેણે પિતાને કહ્યું: “ઉઘાડા પગે હું ચાલી શકતો નથી. આપણા કરતાં તો બ્રાહ્મણોનો ધર્મ સારો જણાય છે, કેમ કે તેઓ પગરક્ષા માટે જોડા પહેરી શકે છે.” તે સાંભળી ગુરુએ વિચાર્યું કે “આ સાધુ અત્યારે બાળ છે. તેને જોડા નહીં મળે તો કદાચ તે સાવ ધર્મરહિત થઈ જશે” એમ વિચારી કોઈ શ્રાવક પાસેથી તેને ઉચિત પગરખાં અપાવ્યાં. વળી પાછું થોડા વખત પછી તે બાળમુનિએ કહ્યું : “આ તડકો તો નથી ખમાતો. માથું તપી જાય છે. આપણા કરતાં તો આ તાપસીનો ધર્મ સારો કે તેઓ છત્ર ધારણ કરી શકે છે.” આ સાંભળી પિતા ગુરુએ એવો ભય સેવ્યો કે “ક્યાંક આ કલ્યાણકારી ધર્મથી સર્વથા વિમુખ ન થઈ જાય” ને તેમણે છત્રી પણ અપાવી. વળી એકવાર તે બાળસાધુએ કહ્યું: “ગુરુજી ! ગોચરી માટે ઘરે ઘરે જવું - જે આપે તે અંત-પ્રાંત આહાર લાવવો ને ખાવો કેવું કઠિન કામ? મારાથી હવે બહુ ફરાતું નથી. આથી તો પંચાગ્નિ સાધનનો આચાર સારો. ત્યાં તો લોકો જ સામે આવી સારું સારું ભોજન આપી જાય છે.” પિતાએ ઉપકાર બુદ્ધિથી પૂર્વની જેમ વિચારી પોતે જ ભિક્ષા લાવી આપવા માંડી. આ જ રીતે પુત્રે પૃથ્વી પર સૂવાથી થતી પીડા બતાવી ને શાક્યમતની પ્રશંસા કરી પલંગ માંગ્યો. પિતાએ લાકડાની પાટની વ્યવસ્થા કરી. પુત્રે સ્નાન વિના જડતા જણાવી. શૌચધર્મની શ્લાઘા કરતાં પિતાએ અલ્પ પ્રાસુક જળથી હાથપગ આદિ ધોવાની અનુમતિ આપતાં તે.સ્નાન કરતો થયો. પછી લોચ ન થતાં મૂંડાવવાની પણ અનુમતિ આપી. આમ કરતાં તે સાધુ તો દિવસે દિવસે ધૃષ્ટ થતા ગયા. એકવાર તાત મહારાજને કહ્યું: “મારાથી આ બ્રહ્મચર્ય પાળી શકાય તેમ નથી.” એમ કહી તેણે કૃષ્ણલીલાનો મહિમા અને રાધાની રાસકથા કહી. આ સાંભળી ચકિત થયેલા ગુરુએ વિચાર્યું “આ પુત્ર તો સર્વથા અયોગ્ય જ છે. કોઈ રીતે પરમાર્થ તો પિછાણતો જ નથી. આજ સુધી તો મોહવશ જે માંગ્યું તે મેં લાવી આપ્યું પણ હવે આનો સાથ પણ હાનિકર્તા છે. આ ભવે અપયશ અને પરભવે દુર્ગતિ ! દુરંત સંસારમાં અનંત અટન કરતાં જીવને અનંત વાર અનંત પુત્રો થયા છે. આના ઉપર શા માટે આટલો વ્યામોહ રાખવો જોઈએ?' ઇત્યાદિ વિચારી તેણે પુત્રને કાઢી મૂક્યો. ક્રમે કરી મૃત્યુ પામી તે પાડો થયો અને પિતા સ્વર્ગ પામ્યા. દેવ થયેલા પિતાએ પોતાના પુત્રને પાડો થયેલો અવધિજ્ઞાનથી નિહાળ્યો. પોતે સાર્થવાહનું રૂપ લઈ પાણી વહન કરવા માટે તે પાડાને ખરીદ્યો. પાણીથી મોટી મોટી પખાલ ભરી ઊંચી-નીચી જમીન ઉપર તેને હાંકવા ને ઉપરથી કોરડાનો માર મારવા લાગ્યો. આથી ત્રાસી ગયેલો પાડો જોર જોરથી બરાડવા લાગ્યો. ત્યારે સાર્થવાહે કહ્યું: “અરે બરાડે છે શાનો? પૂર્વભવના કરેલા કર્મનું આ ફળ છે.” એમ કહી દેવ “હું આ કરી શકું તેમ નથી તે કરી શકું તેમ નથી. મારાથી આ નથી થતું, તે નથી થઈ શકતું” વગેરે વગેરે પૂર્વભવના શબ્દો સંભળાવવા લાગ્યો. આ શબ્દોથી પાડાને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તે બધું યાદ આવતાં આંખમાંથી આંસુ પાડતો તે વિચારવા લાગ્યો “અરેરે ! પૂર્વભવમાં પિતાના કહ્યા પ્રમાણે ચારિત્ર ન પાળવાથી હું પાડો થયો.” ઉપયોગથી જાણી દેવ બોલ્યા: “હું જ તારો પૂર્વભવનો પિતા છું. તને પૂર્વભવ સ્મરણમાં આવે ને હજી પણ કોઈ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ રીતે તારું કલ્યાણ થાય એવી ભાવનાથી પ્રેરાઈ અહીં આવ્યો છું. હજી સદ્ગતિની ભાવના હોય તો અણસણ લે.” તે સાંભળીને પાડાએ નિષ્ઠાથી અણસણ લીધું. આયુ પૂર્ણ થયે તે વૈમાનિકદેવ થયો. માટે વ્રતની વિરાધના કરવી નહીં ને શુદ્ધ વ્રત પાળવું. અહીં વ્રત વિરાધનાનું કારણ બીજા બીજા દર્શનો-મતોના આચારથી આકાંક્ષા કરવી નહીં અને જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલું તત્ત્વ જ સત્ય છે એવી નિષ્ઠા રાખવી. આના સંદર્ભમાં આ એક બીજી કથા પણ છે. મુનિ અશ્વમિત્રજીની કથા મિથિલાનગરીના લક્ષ્મી ઉદ્યાનમાં શ્રી આર્યમહાગિરિ પધાર્યા. તેમના શિષ્યનું નામ આર્યકૌડિન્ય અને તેમના શિષ્યનું નામ અશ્વમિત્ર હતું. તેમણે દસમા પૂર્વની નૈપુણિક વસ્તુ ભણતાં એવો અર્થ અધ્યયનમાં આવ્યો કે “વર્તમાન સમયના બધા નારકી જીવો બીજા સમયમાં નાશ પામે છે. આવી રીતે વૈમાનિક જીવો પણ બીજા સમયમાં નાશ પામે છે; આ જ પ્રમાણે બીજા સમય આદિના નારકી આદિ જીવોના માટે સમજવું.” આ વાંચી અશ્વમિત્રને સમજાયું કે “ઉત્પત્તિ' પછી બીજા સમયે અને સર્વ વસ્તુનો સર્વથા નાશ થાય છે. તેમને આવું મગજમાં બેસી ગયું ને એ જ પ્રમાણે તે બીજાને ભણાવતી વખતે કહેતા કે “સર્વથા સર્વ પદાર્થો ઈન્દ્રધનુષ, વીજળી કે મેઘની જેમ પ્રતિક્ષણે ઉદ્ભવે ને નાશ પામે છે.” ગુરુમહારાજે આ જાણ્યું ત્યારે કહ્યું “આ તો બૌદ્ધોના શૂન્યવાદ જેવી વાત તું કરે છે. સર્વનયનો નહીં પણ માત્ર ચોથા ઋજૂસૂત્ર નામક નયનો જ આ અભિપ્રાય છે. આ સૂત્ર તો માત્ર અપર-અપર (જુદા-જુદા) પર્યાયની ઉત્પત્તિ તથા નાશ સમજાવે છે. એક અપેક્ષાએ કોઈ પણ પ્રકારે વસ્તુનો પ્રતિક્ષણે નાશ કહેલો છે, જે સમયે નારકી આદિ વસ્તુ પ્રથમ સમયના નારકીપણે ક્ષય પામે છે, તે જ સમયે બીજી ક્ષણના નારકીપણે ઉત્પન્ન થાય છે. પરંતુ તે જીવ જીવદ્રવ્યપણે તો કાયમ-સ્થાયી છે જ. અર્થાત્ કાળના પર્યાયથી જ વસ્તુ નાશ પામી-એટલે કે એ કાળવાળી વસ્તુ નાશ પામી એમ સમજવાનું છે પણ સર્વથા વસ્તુનો નાશ સમજવાનો નથી. દરેક વસ્તુ અનંતપર્યાયાત્મક છે - એટલે કે દરેક વસ્તુ અનંત પર્યાયવાળી છે. તેમાંથી માત્ર એક પર્યાયનો નાશ થતાં, વસ્તુનો જ નાશ માનવો એ માત્ર વિસંવાદિત છે. વળી તે અશ્વમિત્ર ! કદાચ સૂત્રના આલાવાથી તને ભ્રાંતિ થઈ હોય તો હું તને સૂત્રનો આલાવો કહું છું જો – नेरइया णं भंते किं सासया असासया ? । गोयमा ! सिय सासया सिय असासया। से केणटेणं ? गोयमा ! दव्वट्ठयाए सासया भावट्ठयाए असासया त्ति । અર્થ - હે ભગવન્! નારકીના જીવો શાશ્વતા છે કે અશાશ્વતા? પ્રભુએ કહ્યું “ગૌતમ! અપેક્ષાએ શાશ્વતા ને અપેક્ષાએ અશાશ્વતા છે.” ગૌતમસ્વામીએ પૂછ્યું “તે કેવી રીતે ભગવન્!” ભગવંતે કહ્યું “હે ગૌતમ ! દ્રવ્યનયની અપેક્ષાએ શાશ્વતા અને ભાવનયની અપેક્ષાએ અશાશ્વતા છે' ઇત્યાદિ. માટે હે શિષ્ય ! શાસ્ત્ર-સૂત્રમાં પણ નારકી આદિનો સર્વથા નાશ કહ્યો નથી. પ્રથમ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ સમયના નારકીપણાનો નાશ કહ્યો છે. સર્વથા દ્રવ્યપણે નાશ નથી કહ્યો દ્રવ્યપણે તો શાશ્વત છે. જો સર્વથા કોઈ નાશ માને તો પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા નારકીનો સર્વથા નાશ થતાં, “બીજા સમયમાં ઉત્પન્ન નારકી એવું વિશેષણ જ નિરર્થક થઈ પડશે. અથવા તું જ કહે કે “સર્વ વસ્તુ ક્ષણિક છે એવું તે શાથી કહે છે? શાના આધારે? જો તું કહે કે શ્રુતથી જાણ્યું તો શ્રુતસૂત્રના અર્થનું જ્ઞાન તો અસંખ્ય સમય દ્વારા ઉત્પન્ન થયેલા સૂત્રાર્થ ગ્રહણ કરવાના પરિણામથી જ થાય છે. જો પ્રતિક્ષણે નાશ માનીશ તો તારું શ્રુતજ્ઞાન ને અર્થ શી રીતે ઘટિત થશે? તારું જ્ઞાન પણ નષ્ટ થયું માનવું પડશે. તાત્પર્ય એ છે કે ચિત્તની સ્થિતિ અસંખ્ય સમય સુધી રહે છે. પણ સર્વથા ક્ષણિક નથી. કારણ કે સૂત્રનાં પદો અવયવવાળાં છે, તે પદના દરેક અક્ષરનો ઉચ્ચાર કરતાં અસંખ્ય અસંખ્ય સમય લાગે છે. એટલે પદોના જ્ઞાનમાં પણ અસંખ્ય સમય લાગે જ. આ બધી વાત ક્ષણિકવાદમાં કેવી રીતે ઘટી શકે? બીજા પણ ઘણા દોષનો સંભવ છે. જેમ કોઈ માણસ જમવા બેઠો. ક્ષણિકવાદીના મતે તો દરેક કોળિયાનો જમનારો જુદો જુદો માણસ હશે !!! ભોજન પછી જમનારનો જ અભાવ થશે, તો પછી ધરાશે કોણ? માર્ગે ચાલનાર પથિક પણ ક્ષણે ક્ષણે બદલાતો જશે તો તેને થાક લાગશે જ નહીં. આવા તો અગણિત દોષ ઉત્પન્ન થશે ને પરિણામે સમસ્ત લોકવ્યવહારનો જ નાશ થશે. કહ્યું છે કે - मुक्तिप्रारम्भकोऽन्यः स्यात्, तृप्तिरन्यस्य जायते । अन्यो गच्छति पन्थानं, अन्यस्य भवति श्रमम् ॥१॥ पश्यत्यन्यो घटाद्यर्थान्, ज्ञानमन्यस्य जायते । अन्यः प्रारभते कार्य, कर्ता चान्यो भवेज्जनः ॥२॥ अन्यः करोति दुष्कर्म, नरके याति चापरः । चारित्रं पालयत्यन्यो, मुक्तिमन्योऽधिगच्छति ॥३॥ અર્થ - (ક્ષણિકવાદીના મતથી થતી હાનિ) જમવાની શરૂઆત એક કરે ને ધરાય બીજો. માર્ગમાં મુસાફરી એક કરે ત્યારે પરિશ્રમ બીજાને લાગે (૧). ઘટાદિ વસ્તુ જોનાર કોઈ જુદો છે ત્યારે તે વસ્તુના અસ્તિત્વમાં બોધ તો કોઈ બીજાને જ થાય છે. કાર્યનો આરંભ કોઈ કરે ને તેને પૂરું કરનાર કોઈ બીજો જ બને (૨). દુષ્કર્મ-પાપાચરણ એક માણસ કરે ને તેના ફળસ્વરૂપ નરક (આદિ દુર્ગતિ) બીજો પામે, તેવી જ રીતે ચારિત્રધર્મ કોઈ પાળે ને તેના ફળસ્વરૂપ મુક્તિ આદિ બીજો મેળવી જાય. જો બધા પદાર્થો ક્ષણિક હોય તો પદાર્થનું મૂળસ્વરૂપ જણાય જ નહીં ને મૂળસ્વરૂપ વિના પદાર્થો પણ જણાય જ નહીં. કોઈ એમ કહે કે “વાસનાની પરંપરાથી વસ્તુ દેખાય છે.” તો તે વાસના સંતાન-વાસનાની પરંપરા પણ ક્ષણિકવામાં ડૂબી જાય છે. જો એમ કહો કે “વિનાશ Page #253 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૪૩ થવા છતાં પણ અનેક ક્ષણો સુધી વાસના રહે છે.” તો તે પોતાના મત માટે જ મોટી હાનિ ઉપજાવશે. માટે હે વત્સ ! હૃદયમાં મિથ્યાત્વને વિસ્તરવા ન દે, ને સ્યાદ્વાદના મર્મને જાણ. કારણ કે કોઈ વસ્તુ એકાંતે પર્યાયરૂપ નથી અને એકાંતે દ્રવ્યરૂપ પણ નથી. પરંતુ ઉત્પાદ, વ્યય તેમજ ધ્રૌવ્યરૂપ હોવાને લીધે અનેક પર્યાયવાળી છે. ભુવન, વિમાન, દ્વીપ, સાગર આદિ સઘળી વસ્તુ નિત્યાનિત્યત્વને લઈ વિચિત્ર પરિણામી અને અનેક સ્વરૂપી છે. એમ શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યું છે. તે સર્વજ્ઞ પરમાત્માએ કોઈ સ્થળે વ્યવહારનયને મુખ્ય રાખી, તેને ઉદ્દેશીને કથન કર્યું હોય છે. તો કોઈ સ્થળે નિશ્ચયનયને ઉદ્દેશીને કથન કર્યું હોય છે તેવી જ રીતે કોઈ વખતે ઉભયનયને ઉદ્દેશીને પણ ફરમાવ્યું હોય છે. તે બધું યથાર્થ રીતે સ્વીકારવું જોઈએ પણ શ્રી જિનવચનમાં પોતાના મતની કે મતિની કલ્પના કરવી નહિ જોઈએ. એટલે કે કેવળ પર્યાય નયને જ સ્વીકારીએ તો સુખ, દુ:ખ, બંધ, મોક્ષ આદિ કાંઈ પણ ઘટે નહીં (આ પક્ષવાક્ય કહેવાય) ઉત્પત્તિ પછી તરત જ તેનો સર્વથા નાશ થાય છે, માટે. (આ હેતુ કહેવાય) મૃતકની જેમ (આ ઉદાહરણ છે). આવી જ રીતે માત્ર દ્રવ્યાર્થિકનયનો જ આશ્રય કરીએ તો પણ સુખ-દુઃખાદિની વ્યવસ્થા થઈ નથી શકતી. કારણ કે આ મતમાં સર્વ પદાર્થો એકાંતે નિત્ય હોઈ બધી જ વસ્તુ આકાશની જેમ નિશ્ચળ થશે તેથી તેમાં રહેલી વિચિત્રતા ઘટિત નહીં થાય. એટલે કે બન્ને પક્ષો માનવાથી જ યથાર્થ રીતે બધું ઘટી શકશે, એકાંતવાદીનો પક્ષ તો લાખો દોષથી ભરેલો હોઈ દૂરથી જ છોડવા જેવો છે. ઇત્યાદિ ઘણી યુક્તિ-પ્રયુક્તિઓથી સમજાવવા છતાં તે ન સમજ્યો. પરિણામે નિહ્નવ જાણી સ્થવિર સાધુઓએ તેને ગચ્છ બહાર મૂક્યો. તેણે કેટલાક મુનિઓના વિચાર ફેરવ્યા, તેમને પોતાની માન્યતાવાળા કરી તે વિચરવા અને પોતાના મતનો પ્રચાર કરવા લાગ્યો. એકવાર તે રાજગૃહે આવ્યો. ત્યાં કર લેવા માટે રાજા તરફથી નિયુક્ત કરેલા માણસો ઉત્તમ શ્રાવકો હતા. આ નિહ્નવોના પ્રચારથી વિમાસણમાં પડેલા શ્રાવકોએ નિર્ણય કર્યો કે કઠોર પગલાં લઈને પણ આ સાધુઓને માર્ગમાં લાવવા અને અવસર મળતાં તેમણે બધા સાધુઓને પકડી તેમના પર કોરડા વીંઝવા માંડ્યા. આ ઓચિંતા હુમલાથી ડઘાઈ ગયેલા તે સાધુઓ ભયભ્રાંત થઈ બોલવા લાગ્યા કે ‘અમે તો તમને શ્રાવક સમજ્યા હતા. તમે શા માટે અમને મારો છો ?’ શ્રાવકો બોલ્યા ‘અમે તો શ્રાવક જ છીએ, પણ તમારા મત પ્રમાણે જેઓ વ્રત ધારણ કરી સાધુ બન્યા હતા તે બધા જ નાશ પામ્યા છે, તેથી તમે તો કોઈ જુદા જ ઊપજ્યા છો. પ્રતિક્ષણે તમે પોતે નશ્વર હોઈ માર ખાનારા જુદા અને વિનાશ પામતા પણ જુદા જ છે.’ તમારા મત પ્રમાણે અમે શ્રાવક હતા, પણ અત્યારે ક્યાં રહ્યા ? તમે અમને શ્રાવક કહો કેવી રીતે ? આ સાંભળી વિસ્મય પામેલા તે સાધુઓ પરસ્પરને પ્રશ્નાર્થ નજરે નિહાળવા લાગ્યા. એટલે શ્રાવકોએ કહ્યું “જો તમે જિનેશ્વરદેવના અતિ ઉત્તમ આગમને પ્રમાણભૂત માનતા હો તો અમે તમને પણ તેવા જ ઉત્તમ કોટિના સાધુઓ માનીએ, ભક્તિ શ્રદ્ધા ને આદર રાખીએ, ને મારીએ તો નહીં જ. કારણ કે શ્રી જિનેશ્વર પરમાત્માએ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ _ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ સ્થાપેલ મતાનુસાર તો કાલાદિકની સામગ્રીએ કરી એક જ વસ્તુ એક સમયે પ્રથમ સમયપણે નષ્ટ થાય છે ને બીજા સમયપણે ઊપજે છે, પાછી ત્રીજે સમયે બીજા સમયપણાને છોડી ત્રીજા સમયપણાને પામે છે. આમ ચોથા પાંચમા આદિ સમય માટે સમજવું જોઈએ.” આ આશય અને અભિપ્રાયથી જ નારકી આદિ જીવોને ક્ષણિક કહેલા છે. આ પ્રમાણે સાંભળી તે સાધુઓ તત્ત્વને પામ્યા અને પોતાના ક્ષણિકવાદના કદાગ્રહને છોડી પ્રભુવાણીની યથાર્થતા સમજ્યા. આત્મસાક્ષીએ પરમાત્માના મતનો સ્વીકાર કર્યો એટલે તે શ્રાવકો અત્યંત હર્ષિત થઈ તેમના ચરણોમાં નમી પડ્યા અને ખમાવ્યા. આમ તેમણે સ્વપરના સમ્યકત્વને નિર્મળ કર્યું. આ ચોથે નિદ્ભવ પરમાત્મા મહાવીરદેવના નિર્વાણ પછી બસો ત્રીશ વર્ષે ઉત્પન્ન થયો. બૌદ્ધોએ સર્વપદાર્થને ક્ષણભંગુર માની ક્ષણિકવાદની સ્થાપના કરી છે, અશ્વમિત્રમુનિ તે મતનો સ્વીકાર કરી મહાન અનર્થને પામ્યા. માટે ઉત્તમ આત્માઓએ અન્ય મતની આકાંક્ષા કરવી નહીં. - O ૨૦૦ દર્શનાચારનો ત્રીજો આચાર-નિર્વિચિકિત્સા विचिकित्सा ससन्देहा, धर्मक्रियाफलं प्रति । तदोषः सर्वथा त्याज्यो, दर्शनाचारचारिभिः ॥१॥ અર્થ - ધર્મક્રિયાના ફળમાં સંદેહ રાખવો એ વિચિકિત્સા. માટે દર્શનાચારના આચરનારે આ દોષ સર્વ રીતે દૂર ટાળવો. આ બાબત સમજાવવા દષ્ટાંત આપવામાં આવે છે. કાંપિલ્યપુરના નિવાસી ભોગસાર બારવ્રતધારી શ્રાવક હતા. તેમણે શ્રી શાંતિનાથ ભગવાનનું દહેરાસર કરાવ્યું. કોઈપણ જાતની આશા કે ઇચ્છા વિના તે ત્રણ કાળ ભગવાનની ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરતો હતો. આમ કરતાં કેટલોક સમય જતાં તેની પત્ની મૃત્યુ પામી. ઊગતી વયમાં પત્ની વિના ઘરનો નિર્વાહ નહીં ચાલે એમ સમજી તેણે બીજાં લગ્ન કર્યા. આ નવી વહુ શોખીન અને ચપળ હતી. “સારું ખાવું-પીવું ને માણવું” એવા એના વિચાર હતા. તેથી તે ભોગસારથી છાનું ધન એકઠું કરવા ને સંતાડવા લાગી. અવસરે પોતાની ઇચ્છા પ્રમાણે તે ખાવા ને ખર્ચવા લાગી. આમ કરતાં ભાગ્યયોગે શેઠનું ધન થોડા જ વખતમાં નાશ પામ્યું. તેને ગામ છોડી પરગામ રહેવા જવું પડ્યું. ઘણી કઠિનાઈ આવી છતાં તેણે પ્રભુજીની પૂજામાં જરાય શિથિલતા આવવા ન દીધી. ભાવપૂજામાં તો ભાવવૃદ્ધિ થતી જ રહેતી. Page #255 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૪૫ એકવાર તેની પત્નીએ ને બીજા ઘણા માણસોએ તેમને કહ્યું કે “શેઠ ! આ વીતરાગદેવ તો કદી રાજી થાય નહીં ને કૃપા પણ કરે નહીં, તેમની સેવા-ભક્તિથી લાભને બદલે તમને ચોખ્ખી હાનિ ને દારિદ્રયની પ્રાપ્તિ થઈ છે. છોડો આ પૂજા ને પાઠ. હનુમાન, ગણપતિ, દુર્ગા આદિ પ્રત્યક્ષ દેવોની સેવા કરવા લાગો, તેઓ પ્રસન્ન થતાં બેડો પાર. બધી જ ઇચ્છા અને આશા સફળ. આ સાંભળી શેઠે વિચાર્યું કે “આ બધા બિચારા ધર્મના મર્મથી અજાણ છે. મોહમદિરાના ઘેનથી છકેલા હોઈ ઉન્મત્તની જેમ, જેમ ફાવે તેમ બોલે છે. પૂર્વભવમાં ઓછું પુણ્ય કરીને સંપૂર્ણ પુણ્યનું ફળ મેળવવા-ભોગવવાની ઇચ્છા રાખે છે. આ બધી મિથ્યાત્વથી ઊપજેલી મૂઢતાનો વિલાસ છે. આ ગણેશ, હનુમાન આદિ કોનું દળદર ફેડવા સમર્થ છે? જેવું બીજ તેવું ફળ. જેવું વાવીએ, તેવું લણીએ. આમાં કોઈનો દોષ ક્યાં છે? આ સંસાર જ દુઃખમય છે. તેનું કારણ મોહ છે. વીતરાગદેવનું સતત સ્મરણ કરવું જોઈએ. કેમ કે વીતરાગદેવના ગુણોનું સ્મરણ કરવાથી જ મોહ નાશ પામે છે. સ્વાર્થપરાયણ મિથ્યાત્વી જીવો સાંસારિક ઇચ્છાઓની પૂર્તિ માટે સ્તુતિ કરે છે યા સ્વાર્થપૂર્તિ પછી સ્તુતિ કરે છે, કે “હે ભગવન્! મારું આ કાર્ય પાર પાડી દે” અથવા “હે ભગવન્! તું જ સાચો છે. તે જ મારું આ કામ કરી આપ્યું. પુત્ર-પુત્રી આદિના વ્યવહાર કે વ્યવસાય તેં તરત કરી આપ્યા.” અથવા કોઈ દેવ કે દેવીને કહે છે કે “આ દુર્ગમ યુદ્ધમાં આ પરમેશ્વરી વિજય અપાવ્યો, કે યશ અપાવ્યો. આમ જીવો સાંસારિક કાર્યોમાં નિરર્થક પ્રભુને ઘસડે છે. ઇત્યાદિ વિચારણામાં ઊંડાણથી અવલોકન કરતાં શેઠે જનસાધારણની જેમ વિચિકિત્સા (અન્ય અન્ય દેવો-મતોની અભિલાષા) ન કરી. સમય જતાં શેઠ સાવ ગરીબ થઈ ગયા. છતાં તેમની પત્ની તો મોજ માણવામાં ને શોખ કરવામાં પાછી પડતી નથી. પોતે સારું ખાય ને શેઠને ચોળા આદિ સાવ સામાન્ય ખાણું આપે. શેઠ ઘણો પરિશ્રમ કરે છે ને કઠિનાઈથી રોટલો રળે છે, ત્યારે મોજીલી ભોગવતી પરપુરુષ સાથે હળી છે, અને પોતાના સ્વાદ શોખને પોષવા અનાચારિણી બની છે. યથેચ્છ જીવન જીવે છે ને બચાવેલું નાણું ધરતીમાં દાટી દીધું છે. શેઠે બંધાવેલા શ્રી શાંતિનાથજીના દહેરાસરના અધિષ્ઠાયક દહેરાસરની ખરાબ હાલત અને શુદ્ધ ને સુગંધી દ્રવ્યોનો અભાવ જોયો. પ્રભુની પૂજામાં આવેલી ખામી જોઈ. ઉપયોગથી શેઠશેઠાણીની હાલત જાણી. શેઠ ચોળાનું ખેતર લણતા ધોમ તડકામાં મજૂરી કરી રહ્યા હતા. ત્યારે શેઠાણી માલ-મિષ્ટાન બનાવી પોતાના જારને લાડ લડાવી ખવરાવી રહી હતી. આ જોઈ દેવે વિચાર્યું: “આ બાઈ પોતાના પતિ ઉપર જરાય ભક્તિભાવ કે પ્રેમ રાખતી નથી ને આ દુરાચારીને પોતાનું સર્વસ્વ આપી બેઠી છે. આ ધર્મિષ્ઠ શેઠને સહાય કરવી જોઈએ. એમ વિચારી દેવે શેઠના ભાણેજનું રૂપ લીધું ને ઘેર આવી મામીને પ્રમાણ કરતાં પૂછ્યું: “મારા મામા ક્યાં ગયા છે?” તેણે કહ્યું “એ તો ખેતરે ગયા છે.” “હું ત્યાં જાઉં છું” કહી તે ખેતરે ગયો ને જુહાર કરી બેઠો. મામાએ પૂછ્યું “તું શા માટે આવ્યો છે?” તેણે કહ્યું “તમને કાંઈ ઉપયોગી થાઉં તે માટે આવ્યો Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ છું.” મામાએ કહ્યું “તું ઘરે જઈ જમી લે, લણવાનું કામ ચાલતું હોઈ મારે ઘણું મોડું થશે ને ત્યાં સુધી તું બાળક છે માટે ભૂખ્યો નહીં રહી શકે.” ભાણાએ કહ્યું “આપણે સાથે જ જમશું. લાવો દાતરડું, હું પણ લણવા લાગું.” " એમ કહી દૈવી શક્તિથી તેણે થોડીવારમાં આખું ખેતર લણી લીધું. દેવમાયાથી પારકાં ગાડાં સહાયક થયાં ને ચોળા લઈ તેઓ ઘરે આવ્યા. પેલી બાઈ ને જાર તો ગભરાઈ ગયા કે આ અચાનક ક્યાંથી આવ્યા? તેણે તરત ગાયની ગમાણમાં પોતાના જારને સંતાડી દીધો. મીઠાઈફરસાણ આદિ પણ કોઠીમાં મૂકી દીધાં. ભાણેજે અંદર આવી મામીને પ્રણામ કરતાં કહ્યું “મામા ઘણું કામ કરીને આવ્યા છે, તેમનું સ્વાગત કરો.” એમ કહી ચોળાનો ભારો ગમાણમાં સંતાયેલા જાર ઉપર નાંખ્યો ને ચોળાના દાણા કાઢવા મોટું લાકડું તેના ઉપર ઝીંકવા લાગ્યો. લાકડાથી કુટાતો જાર ભૂંડી રીતે માર ખાઈ જાણે મરવા લાગ્યો. ભોગવતી આ જોઈ અકળાઈ ગઈ. તરત તે ભાણાભાઈને પ્રેમથી પકડી કહેવા લાગી “પહેલાં તમે બન્ને જમી લ્યો. થાકી ગયા હશો?” એટલે મામા-ભાણેજ જમવા બેઠા-ચોળા આદિ પીરસેલું જોઈ ભાણાએ કહ્યું “આવું ખાણું હું નહીં ખાઉં.” મામી બોલી “જે છે તે પીરસ્યું. સારું ખાવાનું ક્યાંથી લાવું? તેણે કહ્યું “આ કોઠીમાં લાપસી જણાય છે તે કાઢો ને પતિથી અધિક શું છે તે પાછો ભાણો ક્યાં વારે વારે આવવાનો છે? આ સાંભળી બાઈ તો હેબતાઈ જ ગઈ, ઝંખવાણી થઈ. તેણે લાપસી કાઢી પીરસી ને વિચારવા લાગી કે “મારી ગુપ્ત વાત આણે શાથી જાણી?” અવશ્ય આના શરીરમાં કોઈ ભૂતપ્રેત આદિનો પ્રવેશ હોવો જોઈએ. જમી પરિવારી મામા-ભાણેજ સૂતા ને લાગ જોઈ પેલો જાર નાઠો. જો કે આ બધું દેવતા જાણતો હતો છતાં તેણે ગંભીરતા રાખી. બીજા દિવસે મામીની સામે જ ભાણાએ આમને પૂછયું – “હે મામા, આ તમારા દીકરા) શામળાના તમે લગ્ન કેમ કરતા નથી ?” મામાએ કહ્યું “ભાઈ ! એ બધું જ કરવાનું છે પણ ધન વિના શું થાય?” ભાણા બનેલા દેવે કહ્યું “મામા ! તમેય જેબરા લોભી છો, આ તમારા ફળિયામાં જ દાટેલું ધન દેખાય છે ને તમે પૂછો છો કે “ધન વિના શું થાય?” ચાલો ઊઠો હું ખોદી આપું. એમ કહી તેણે મામીના દેખતાં જ મામીએ ખાનગીમાં દાટેલું ધન કાઢી આપ્યું. મામી તો ધ્રૂજતી ને આંખો ફાડી જોતી જ રહી ગઈ. તેણે વિચાર્યું મેં ચોરી-સંતાડીને આજ સુધી જેટલું દ્રવ્ય ભેગું કર્યું હતું તે આણે એક ક્ષણમાં પ્રગટ કરી દીધું. નક્કી આ નણંદના દીકરામાં કોઈ ભૂત પ્રવેશ્ય છે. જે હોય તે હવે મારે આને સારી રીતે સાચવવો પડશે, નહિ તો મારી સઘળી જ વાત આ પ્રગટ કરી દેશે.” મનમાં તો ઘણો ગુસ્સો ને બળતરા હતી છતાં મીઠાશથી બોલી “અહો ભાણાભાઈ! તમારી બુદ્ધિ કમાલ છે, અમારું દારિય તો તમે જ નષ્ટ કર્યું, પછી શુભ દિવસે શેઠે પોતાના પુત્રનો લગ્નોત્સવ માંડ્યો. Page #257 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૪૭ સ્ત્રીના કહેવાથી પેલો જાર પણ સ્ત્રીવેશે ત્યાં આવ્યો ને અવસરે સ્ત્રીઓની પંગતમાં જમવા બેઠો. તે જોઈ ભાણાએ સ્ત્રીઓમાં પીરસવા માંડ્યું ને પેલા જાર પાસે આવી ધીરેથી પૂછ્યું: “કેમ, ગમાણમાં લાકડાનો માર ખાધો હતો તે તું જ છે ને?” તેણે માથું ધુણાવી “ના' પાડી. ફરી બીજી ને ત્રીજી વસ્તુઓ પીરસતાં પણ તેણે એમ પૂછ્યું ને જાણે ના પાડી એટલે ભાણો તેને કાંઈપણ પરસ્યા વિના આગળ વધી જતો, કોઈએ પૂછ્યું કે “શું પૂછે છે?” ભાણાએ કહ્યું : “હું જે કાંઈ પીરસવા જાઉં છું તેની તે માથું ધુણાવી ના પાડે છે. કહે છે મારે જમવું નથી. જો જમવું જ ન હોય તો અહીં શા માટે બેસી રહેવું?” આ સાંભળી ભોગવતી ઘણી વિમાસણમાં પડી. ભાણો જરા દૂર ગયો એટલે ભોગવતીએ થોડા લાડવા જારના ભાણામાં મૂક્યા, પણ તે બિચારો ખાઈ શકે એવી સ્થિતિ જ ન રહી. એટલે ચાર લાડવા સાડલાના છેડામાં સંતાડી તે રવાના થયો. દરવાજા પાસે ઊભેલી સ્ત્રીઓ સાથે તેને જતો જોઈ ભાણો દોડતો આવ્યો ને બધાને ચપટી ચોખા આપી કહ્યું: “બધી બાઈઓ બે હાથે આ માંડવાને વધાવો.' મંગળ માટે બધાએ માંડવો વધાવ્યો ને પેલો જાર એમ જ ઊભો રહ્યો એટલે ભાણો બોલ્યો “કેમ માડી ! તમને વધાવતાં શું જોર પડે છે? જમવા તો બધાની સાથે બેઠાં ને વધાવતાં શાને જુદાં પડ્યાં ?” “આ સાંભળી શરમાઈ તેણે બન્ને હાથ માંડવો વધાવવા ઊંચા કર્યા ને ચારે લાડવા પૃથ્વી પર દડી પડ્યા. લોકો ભેગા થઈ ગયા. મામાએ પૂછ્યું: “ભાઈ ! આ લાડવા ક્યાંથી આવ્યા?” તેણે કહ્યું : “તમારા પુત્રના વિવાહોત્સવમાં માંડવે લાડવા વર્ષાવ્યા.’ મામાએ આશ્ચર્યથી પૂછ્યું ભાણાભાઈ ! આવું જ્ઞાન ક્યાંથી આવ્યું?” તેણે કહ્યું: “અવસરે બધું એકાંતે કહીશ.' અંતે બધું કામ પૂરું થયે શેઠની સર્વ રીતે વાહ વાહ અને યશ વિસ્તર્યે ભાણાએ સર્વ યથાર્થ વાત કહી અને પોતે દેવરૂપે પ્રગટ થયો અને એકાંતમાં ભોગવતીને કહ્યું: ‘તમારી કુટિલતા અને કુકર્મ હું જાણું છું, પરંતુ ત્રિભુવનમાં એકમાત્ર શરણ શ્રી વીતરાગદેવના ભક્તનાં તમે પત્ની છો, તેથી જ મેં ઉપેક્ષા કરી છે, માટે હવે બધો દુરાચાર ને દંભ છોડી ધર્મકાર્યમાં તત્પર બનો, અનંતવાર આવા ભોગો ભોગવ્યા છતાં માણસ ધરાતો નથી અને સમજે કે આવા ભોગ તો મને કદી જ મળ્યા નથી. આમ મૂર્ખ માણસની કામેચ્છા અને તૃષ્ણા કોઈ રીતે પૂર્ણ થતી નથી. આવા જીવોને વૈરાગ્ય ક્યાંથી થાય ? અધ્યાત્મસારમાં પણ લખ્યું છે કે : सौम्यत्वमिव सिंहानां, पन्नगानामिव क्षमा । विषयेषु प्रवृत्तानां, वैराग्यं खलु दुर्लभम् ॥१॥ અર્થ - સિંહોમાં સૌમ્યતા અને સર્પોમાં ક્ષમાની જેમ વિષયોમાં પ્રવર્તેલા જીવોમાં વૈરાગ્ય અતિ દુર્લભ છે. ઉ.ભા.૧-૧૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ માટે તે સ્ત્રી ! આત્મામાં વૈરાગ્ય ધારી અનેક ભવોના પાપોનો ક્ષય કરવા અનાદિકાળની ભ્રાંતિનો નાશ કરવા દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારે દંભનો ત્યાગ કર. તેમજ અનેક પ્રકારનાં ઉત્તમ અને શુભ કાર્યોમાં ઉદ્યમ કર. દંભ અનેક પાપ કરાવે છે અને અનેક સદ્ગણોનો નાશ કરે છે, કહ્યું છે કે : सुत्यजं रसलम्पट्यं, सुत्यजं देहभूषणम् । सुत्यजाः कामभोगाश्च, दुस्त्यजं दम्भसेवनम् ॥१॥ અર્થ - સ્વાદની લંપટતા છોડી શકાત, શરીરનાં આભૂષણ પણ સહેજે છોડી શકાય છે, અરે ! કામભોગો પણ છોડી શકાય છે પણ દંભસેવન દુસ્યજ છે - સહેજે છોડી શકાય તેવું નથી. किं व्रतेन तपोभिर्वा, दम्भश्चन्न निराकृतः । किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ॥२॥ અર્થ - જો દંભનો જ ત્યાગ ન થઈ શક્યો તો વ્રત કે તપથી શું વળશે? કેમ કે જો આંખની અંધતા દૂર ન થઈ હોય તો અરીસો કે દીવો શા કામનો ? अहो मोहस्य माहात्म्यं, दीक्षां भागवतीमपि । दम्भेन यद् विलुम्पन्ति, कज्जलेनैव रूपकम् ॥३॥ અર્થ - અહો ! મોહનું માહાત્ય તો જુઓ કેવું છે? મશથી શરીરના રૂપની જેમ દશ્મથી વિતરાગ પ્રભુએ પ્રરૂપેલી દીક્ષાનો પણ લોપ કરે છે – अध्यात्मरतचित्तानां दम्भः, स्वल्पोऽपि नोचितः । छिद्रलेशोऽपि पोतस्य, सिन्धूल्लङ्यतामिव ॥४॥ અર્થ - જેમ સમુદ્રને પાર કરનારની નાવમાં નાનકડું કાણું પણ ઉચિત નથી તેમ અધ્યાત્મમાં રતચિત્તવાળાઓએ થોડો પણ દંભ રાખવો ઉચિત નથી. અર્થાત્ કાણું નાવને તેમ દંભ આત્માને ડુબાડનાર છે. दम्भलेशोऽपि मल्ल्यादेः, स्त्रीत्वानर्थनिबन्धनम् । अतस्तत् परिहाराय, यतितव्यं महात्मना ॥५॥ અર્થ:- શ્રી મલ્લીનાથ ભગવાન આદિને લેશમાત્ર કરેલા દંભે નારીપણે ઊપજવું આદિ અનર્થ ઉપજાવ્યો હતો. માટે મહાત્માઓએ તે દંભના ત્યાગ માટે પ્રયત્ન કરવો. ઇત્યાદિ ઉપદેશ આપી તે દેવે ભોગવતીને સમજણી કરી. અનુક્રમે તેણીએ બારવ્રત સ્વીકાર્યા. આનંદિત થયેલો દેવ શેઠને લાખ સોનૈયા આપી અદશ્ય થયો. પુણ્યોદયે ભોગસાર ઘણો Page #259 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ૨૪૯ ધનાઢ્ય થયો. તેણે ધર્મમાં પ્રમાદ ન કર્યો. પત્ની સહિત શ્રાવકધર્મ પાળી તે પ્રાંતે સ્વર્ગે ગયો. થોડા જ ભવો પછી તે મુક્તિ પણ પામશે. જેમ ભોગસારે વિકટ પરિસ્થિતિમાં પણ ધર્મક્રિયામાં વિચિકિત્સા દૂરથી વર્જી. અન્ય અન્યમતી કે અધર્મીના વચને ધર્મના ફળમાં સંદેહ કર્યો નહીં. આવેલી આપદા પાપકર્મથી આવી છે, શુભાનુષ્ઠાનનું શુભ ફળ અવશ્ય મળે જ છે, તેવો વિશ્વાસ રાખ્યો, તેમ ધર્માર્થીએ પણ દઢતા રાખવી, આવા જીવોનું સાંનિધ્ય દેવો પણ કરે છે. ૨૦૧ દર્શનાચારનો ચોથો આચાર અમૂટર્દષ્ઠિત્વ मिथ्यादृशां तपः पूजा-विद्यामन्त्रप्रभावनाम् । दृष्ट्वा मुह्यति यो नैव, सोऽमूढदृष्टिः सम्मतः ॥१॥ અર્થ - મિથ્યાદર્શનીઓના તપ, પૂજા, વિદ્યા તેમજ મંત્રાદિકના પ્રભાવ જોઈ જે મોહ નથી પામતો તે અમૂઢદષ્ટિ કહેવાય. લેપશેઠના દાંતથી આ બાબત વધારે સ્પષ્ટ કરવામાં આવે છે. લેપશ્રેષ્ઠીનું દષ્ટાંત રાજગૃહીનગરીમાં એક શેઠ રહે. નામ તેનું લેપ શેઠ. તે મિથ્યાત્વધર્મમાં રચ્યો પચ્યો રહે. તેના ગુરુ શિવભૂતિ. તેના ઉપદેશ શેઠે વાવડી, કૂવાઓ, તળાવ તથા કૂંડો કરાવ્યા. તે જળાશયોમાં નાન કરતો, યજ્ઞ-યાગ-હોમાદિ કરાવતો, વેદવાક્યનું શ્રવણ કરતો ને તેના મર્મને જાણવા જિજ્ઞાસુ રહેતો. તે ધર્મમાં બતાવેલાં ૮૩ આચરણો ધર્મબુદ્ધિથી કરતો. તેના ગુરુ બીજા દેશમાંથી પાછા આવતા ત્યારે તે મોટી ઋદ્ધિ-સિદ્ધિ સાથે ચાર-પાંચ યોજન સામે જતો ને ઠાઠથી નગરપ્રવેશ કરાવતો. એકવાર રાજગૃહનગરનાં ગુણશીલ ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીરદેવ પધાર્યા. તેમને વિંદના કરવા ને વાણી સાંભળવા જિનદત્ત નામનો મિત્ર લેપશેઠને આગ્રહ કરી પ્રભુ પાસે લઈ આવ્યો. પરમાત્માની પ્રતિભા અને સર્વવ્યાપી જ્ઞાન જોઈ-જાણી શેઠે પ્રભાવિત થઈ પૂછ્યું કે “હે પ્રભો ! મારા ગુરુ અધ્યાત્મનું વર્ણન કરે છે તે આપ કરો છો તેથી જુદું છે. તો તેમનું કથન સત્ય છે કે અસત્ય ?” પ્રભુએ કહ્યું “શ્રેષ્ઠી ! અધ્યાત્મના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકાર છે. તેમાં પ્રથમના ત્રણ ભેદો ભાવઅધ્યાત્મના કારણરૂપ છે. જે પુરુષમાં ભાવઅધ્યાત્મ રહેલું છે તેની સિદ્ધિ નિશ્ચિત છે. પ્રથમના ત્રણ ભેદનો અધ્યાત્મથી સિદ્ધિ સાંપડતી નથી. કોઈ કહે કે “હું અધ્યાત્મવિદ્ છું ને આત્મિક સુખ અનુભવું છું.”તો તે ઉચિત નથી. કારણ કે શબ્દઅધ્યાત્મમાં Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ અધ્યાત્મની ભજના હોય છે. અધ્યાત્મ એ ઘડા-કપડા જેવો દેખાતો પદાર્થ નથી. તેનો દેવાલેવામાં વ્યવહાર ન થઈ શકે. માટે એવા શબ્દ અધ્યાત્મમાં અધ્યાત્મની ભજના (એટલે હોય કે ન પણ હોય) જાણવી. પરંતુ અર્થ અધ્યાત્મમાં નિર્વિકલ્પ સ્વરૂપ (સત્ય અધ્યાત્મ) રહેલું છે. આવા સત્ય અધ્યાત્મ સિવાય બીજું કોઈ આત્માને તેવું હિતકારી નથી, ઉપકારી નથી. અધ્યાત્મજ્ઞાનના સ્વાદરૂપી સુખસાગરની પાસે ઈન્દ્રનું કે દોગંદુકાદિ દેવો વગેરેનું સુખ એક બિંદુ માત્ર પણ નથી. તર્ક અને વૈરાગ્યશાસ્ત્ર આદિની યુક્તિઓને જાણનારા માણસો સત્ય અધ્યાત્મ વિના અનેક પ્રકારની કુયુક્તિઓ કરે છે, તેથી તો સંસારની વૃદ્ધિ જ થાય છે” ઇત્યાદિ સાંભળી લેપશેઠે કહ્યું “ભગવન્! આપ જે વર્ણવી રહ્યા છો તે અધ્યાત્મ કેવું હોય છે?” ભગવંતે કહ્યું “શ્રેષ્ઠીનું! મિથ્યાત્વ અને તેના હેતુઓનો ત્યાગ કરી આત્માને અવલંબી શુદ્ધ ક્રિયા ધર્મમાં પ્રવર્તવું તે અધ્યાત્મ કહેવાય. કહ્યું છે કે : अपुनर्बन्धकाद्यावद्-गुणस्थानं चतुर्दशम् । क्रमशुद्धिमती तावत्-क्रियाध्यात्ममयी मता ॥१॥ અર્થ - અપુનબંધક નામક ચોથા ગુણસ્થાનકથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી ક્રમે ક્રમે જે શુદ્ધ ક્રિયા થાય છે તે અધ્યાત્મમય ક્રિયા માનેલી છે. અપુનબંધક નામનું ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થતાં સંપૂર્ણ સતુ યોગ ઊપજે છે અને નવમાથી ચૌદમા ગુણસ્થાનક સુધી અનુક્રમે જે વિશેષ શુદ્ધિવાળી ક્રિયાઓ નીપજે છે તે અધ્યાત્મક્રિયા સમજવી. પણ ભવાભિનંદી જીવો આહાર, ઉપધિ, પૂજા-સત્કાર આદિના ગૌરવ માટે જે ક્રિયા કરે છે તે ક્રિયા તો અધ્યાત્મની વૈરિણી એટલે અધ્યાત્મ ગુણનો નાશ કરવાવાળી જાણવી. માટે સમજુ-શાંત-દાંત અને મોક્ષના અર્થી જીવો તો યથાર્થ પ્રરૂપણા કરનાર સદ્ગરને જ ભજે છે. પૂર્વાચાર્યો ચોથા ગુણસ્થાનકથી માંડી અગિયાર ગુણશ્રેણિઓ આ પ્રમાણે કહે છે - સ-વર-વ્યવિ, અવિસંગો રંસહ વ મ मोहसस संत खवगे, खीण सजोगीअर गुणसेढी ॥२॥ (પંચમ ગ્રંથ) અર્થ - (૧) સમ્યકત્વ પ્રત્યયિકી, (૨) દેશવિરતિ પ્રત્યયિકી, (૩) સર્વવિરતિ પ્રત્યયિકી, (૪) અનંતાનુબંધીની વિસંયોજના સંબંધી, (૫) દર્શનમોહની લપક, (૯) ચારિત્રમોહની ક્ષપક, (૭) ઉપશાંત મોહનીય, (૮) ક્ષપકશ્રેણિ, (૯) ક્ષીણમોહ ગુણશ્રેણિ, (૧૦) સયોગી કેવલી ગુણશ્રેણિ અને (૧૧) અયોગી કેવળી ગુણશ્રેણી - આ પ્રમાણે અગિયાર ગુણશ્રેણિ છે. यथाक्रमममी प्रोक्ता, असङ्ख्यगुणनिर्जराः । यतितव्यमतोऽध्यात्मवृद्धये कलयापि हि ॥१॥ Page #261 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ અર્થ - ક્રમ પ્રમાણે આ ગુણશ્રેણિઓ અસંખ્યગણી નિર્જરા કરનારી કહેવાઈ છે, માટે અધ્યાત્મની વૃદ્ધિ માટે થોડોક પણ પ્રયત્ન અવશ્ય કરવો. સમ્યજ્ઞાન યુક્ત ક્રિયાનો પાંચમા ગુણસ્થાનકથી જ પ્રારંભ થાય છે. ચોથે ગુણસ્થાનકે તો શુશ્રુષા (ધર્મશ્રવણની ઈચ્છા) આદિ ઉચિત ક્રિયાઓ પ્રવર્તતી હોય છે. તે શુશ્રુષાદિક ક્રિયા પણ સોનાના ઘરેણાના અભાવે ચાંદીના ઘરેણાની જેમ શુભ જ છે ઈત્યાદિ પરમાત્માની વાણી સાંભળી લેપશ્રેષ્ઠીએ વૈરાગ્યનો અર્થ અને તેનું સ્વરૂપ પૂછ્યું. ભગવંતે કહ્યું કે “સંસારભ્રમણના કારણભૂત વિષયોમાં લુબ્ધ નહીં થવાથી યથાસ્થિત નિર્ગુણતા જણાવનાર નિરાબાધ વૈરાગ્યનો પ્રાદુર્ભાવ થાય છે. अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति । अपथ्यमपरित्यज्य, स रोगोच्छेदमिच्छति ॥१॥ અર્થ - વિષયોના ત્યાગ વિના જ જે માણસ વૈરાગ્ય ધારવા ઇચ્છે છે, તે કુપથ્યના ત્યાગ વિના જ નીરોગી થવા ઇચ્છે છે. (અર્થાત્ વિષયોના ત્યાગ વિના વૈરાગ્ય નહીં પણ વૈરાગ્યનો ઢોંગ થઈ શકે છે.) -- જે લોકો લાજ કે બગવૃત્તિ (ખોટા ડોળ)થી આંખનાં પોપચાં ઢાળી બેઠા હોય છે પણ દુર્બાન છોડતા નથી તે ધાર્મિકાભાસો (વાસ્તવિક ધર્મી નહીં પણ ધાર્મિક જેવા દેખાતા દંભી) છે. તેઓ પોતાના આત્માને નરકરૂપી કૂવામાં નાખે છે. ત્યારે જેઓ સમ્યજ્ઞાનવાળા છે તેઓ વિષયોને જોતા છતાં પણ પોતાના વૈરાગ્યને મંદ થવા દેતા નથી. કહ્યું પણ છે કે - दारुयन्त्रस्थपाञ्चाली-नृत्यतुल्याः प्रवृत्तयः । योगिनो नैव बाधायै, ज्ञानिनो लोकवर्तिनः ॥१॥ અર્થ:- યોગીઓને વિષય સંબંધી પ્રવૃત્તિઓ કાયંત્રમાં નાચતી પૂતળીના નૃત્ય જેવી છે. તેથી લોક (વ્યવહાર)માં પ્રવર્તતા છતાં તે પ્રવૃત્તિઓ બાધા ઉપજાવી શકતી નથી. औदासीन्यफले ज्ञाने, परिपाकमुपेयुषि । चतुर्थेऽपि गुणस्थाने, तद् वैराग्यं व्यवस्थितम् ॥ અર્થઃ- ઉદાસીનતારૂપી ફળવાળું જ્ઞાન જ્યારે પરિપકવ થાય છે, ત્યારે ચોથા ગુણસ્થાનકમાં પણ તે વૈરાગ્ય વ્યવસ્થિત રહે છે. વૈરાગ્યના ત્રણ પ્રકાર છે – (૧) દુઃખગર્ભિત, (૨) મોહગર્ભિત અને (૩) જ્ઞાનગર્ભિત. પુત્ર-મિત્ર-પતિ-પત્ની, ધન-ધાન્યાદિ ઈચ્છિત વસ્તુ ન મળે અથવા મળીને નાશ પામે ત્યારે મનમાં જે ઘોર દુઃખ અને નિરાશાની લાગણી ઊપજે છે તેથી સંસાર પર ઉગ થવા રૂપ વૈરાગ્ય ઉત્પન્ન Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ થાય તે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય. આવા વૈરાગી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં પાછા વૈરાગ્યથી ભ્રષ્ટ પણ થઈ જાય. આવા જીવો નિરસ તર્ક, સાહિત્ય, દોધક, ગીત રૂપક આદિ જે કાંઈ બોલે, સાંભળે કે ચિંતવે તે બધું તેમની નાસીપાસીનું જ દ્યોતક હોય છે. અર્થાત ઈષ્ટ પદાર્થની અપ્રાપ્તિનો તે ધ્વનિ હોય છે. કોઈ વાર એ ભાવના લોકો સમક્ષ પ્રકટ પણ થઈ જાય છે કે અહો આ સંસાર અસાર છે. દુર્દેવે મારો તો સર્વ નાશ કર્યો. મૃત્યુએ આખા કુટુંબનો ગ્રાસ કર્યો. ઘણા યત્નો કર્યા પણ સફળતા ન મળી તે ન જ મળી. આ સંસારને ધિક્કાર છે. આમ અનેકવાર બોલે પણ બોલવાનું કારણ તો ઇષ્ટ પદાર્થની અપ્રાપ્તિ જ હોય છે. માટે તે કોઈ રીતે સાર્થક થતું નથી. માટે આ વૈરાગ્ય પારમાર્થિક નથી. આવા વૈરાગ્ય તો જીવને અનેકવાર થતા હોય છે પણ તેનું કશું સારું ફળ આવતું નથી. કોઈને અહીં શંકા થાય કે આ દુ:ખગર્ભિત વૈરાગ્ય વ્યર્થ છે તો તેની વૈરાગ્યમાં ગણતરી જ શા માટે કરવી? તે બાબત ઉત્તર આપતાં ભગવાને ફરમાવ્યું છે કે “આ વૈરાગ્ય પણ ક્યારેક બીજનું કામ કરી જાય છે. આમાંથી પારમાર્થિક વૈરાગ્ય પણ ઊપજી શકે છે ને જીવનું કલ્યાણ થઈ શકે છે માટે આવી ગણતરી વૈરાગ્યમાં કરાઈ છે. આ વૈરાગ્યવાનને સારા સંયોગો શીધ્ર અસર કરી જતા હોય છે. બીજો મોહગર્ભિત વૈરાગ્ય કુશાસ્ત્રના અભ્યાસને સંસ્કારથી ઊપજેલા સંસારની અસારતાના દર્શનથી બાળતપસ્વીઓને થાય છે. તામલી તાપસ, પૂરણ, વલ્કલચીરી ને પ્રસન્નચંદ્ર રાજર્ષિના પિતા સોમચંદ્ર તાપસ આદિને આ બીજો વૈરાગ્ય હતો. પૃથ્વી આદિ જીવોના સ્વરૂપનું વસ્તુતત્ત્વથી વિપર્યયપણે (ઊંધું) ગ્રહણ કરવાને કારણે તેમનો વૈરાગ્ય અજ્ઞાન (મોહ) ગર્ભિત કહેવાય છે. જૈનોમાં પણ જેઓ વિરુદ્ધ અર્થ કહેનારા છે, સિદ્ધાંતનો અભ્યાસ કરી તેના ઉપર જેઓ જીવન નિર્ભર કરે છે, જીવિકા ચલાવે છે, તેમજ જેઓ અલ્પશક્તિવાળા છતાં પણ પોતાનો અનાચાર ગુપ્ત રાખવા મોટા ડોળ અને દેખાવપૂર્વક ક્રિયા કરતા હોય છે, તેમનો વૈરાગ્ય પણ પારમાર્થિક વૈરાગ્ય નથી. કેમ કે – अमीषां, प्रशमोऽप्युच्चैः दोषपोषाय केवलम् । अन्तर्निलीनविषम-ज्वरानुभवसन्निभः ॥१॥ અર્થ:- અંદર રહેલા વિષમ (જીર્ણ) જ્વર-તાવના અનુભવની જેમ આ જીવોનો વૈરાગ્ય માત્ર અનેક દોષને પોષનાર જ હોય છે. ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહ્યો છે. આ વૈરાગ્ય જે સ્યાદ્વાદ સિદ્ધાંત સમજનારની બુદ્ધિ સ્વ અને પર આગમમાં યથાસ્થિત પ્રવર્તતી હોય તેને થાય છે. કોઈ જીવને વિરક્ત છતાં પણ શાસ્ત્રના અભ્યબોધથી કોઈ એક પક્ષમાં તણાઈ જવાથી એકાંત નય માનવાનો કદાગ્રહ થઈ આવે છે તેનો વૈરાગ્ય પણ જ્ઞાનગર્ભિત નથી કહેવાતો. કહ્યું છે કે - Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ उत्सर्गे चापवाऽपि, व्यवहारेषु निश्चये । ज्ञाने कर्मणि वादे चेत्, न तदा ज्ञानगर्भता ॥१॥ અર્થ - ઉત્સર્ગમાં, અપવાદમાં, વ્યવહાર કે નિશ્ચયમાં, જ્ઞાનમાં કે ક્રિયામાં જો વિવાદ હોય તો તેનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ન સમજવો. જેઓ પારકા અવર્ણવાદ બોલવામાં મૂંગા છે, અપવાદની ચેષ્ટામાં આંધળા કે બહેરા જેવા છે, જેઓ માધ્યચ્ય બુદ્ધિવાળા હોઈ સર્વત્ર હિતચિંતક છે અને જેઓ આજ્ઞારુચિવાળા છે, તેમને જ જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો અનુભવ થાય છે. કહ્યું છે કે - स्वभावान्नैव चलनं चिदानन्दमयात् सदा । वैराग्यस्य तृतीयस्य, स्मृतेयं लक्षणावलिः ॥ અર્થ - ચિદાનંદમય સ્વભાવથી જરાય ખસવું નહીં એ ત્રીજા વૈરાગ્યનું લક્ષણ છે. આમ વૈરાગ્યનું સ્વરૂપ સાંભળીને લેપશ્રેષ્ઠીએ ફરી પૂછ્યું કે “ભગવંત! આપશ્રીએ પ્રથમ અધ્યાત્મનું જે વર્ણન કર્યું હતું તે ભાવ અધ્યાત્મ કયા વૈરાગ્યવાનને હોય?” પ્રભુએ ઉત્તર આપતાં કહ્યું – विषयेषु गुणेषु च द्विधा, भुवि वैराग्यमिदं प्रर्वतते । अपरं प्रथम प्रकीर्तितं, परमध्यात्मबुधैर्द्वितीयकम् ॥१॥ અર્થ - આ સંસારમાં વિષયોમાં અને ગુણમાં એમ બે પ્રકારે વૈરાગ્ય વર્તે છે. તેમાં પ્રથમ વૈરાગ્યને ઊતરતું ને બીજાને ઉત્કૃષ્ટ અધ્યાત્મ કહેવામાં આવ્યું છે. પ્રથમના વૈરાગ્યમાં ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિનો અભાવ કારણ છે. ત્યારે બીજામાં ગુણની ઉત્પત્તિ કારણ છે. પ્રથમનો વૈરાગ્ય મિથ્યાત્વાદિક પાપના હેતુયુક્ત હોવાથી હલકો કહેવામાં આવ્યો છે. આ અધ્યાત્મમાં પૂર્વે કહેલા બે વૈરાગ્ય (દુ:ખગર્ભિત અને મોહગર્ભિત)નો સમાવેશ થાય છે. બીજું અધ્યાત્મ ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી ઉત્પન્ન થાય છે. તેને ઉત્કૃષ્ટ કહેલ છે. ઉત્કૃષ્ટ વૈરાગ્યવાન મહાત્માઓ સદા વિષયોથી પરાક્રમુખ હોય છે. કહ્યું છે કે - न मुदे मृगनाभिमल्लिका, लवलीचन्दनचन्द्रसौरभम् । विदुषां निरुपाधिबाधित-स्मरशीलेन सुगन्धिवर्मणाम् ॥१॥ અર્થ - નિરુપાધિક ગુણથી કામદેવ (વાસના)ને બાધિત કરેલ છે જેમણે અને તેથી જ સુગંધી થઈ ગયું છે શરીર જેનું એવા વિદ્વાનને કસ્તૂરી, માલતી, લવલી કે ચંદનની આહલાદક સૌરભ આનંદ આપી શકતી નથી. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ જ્ઞાની પુરુષો સમ્યક્ ઉપયોગને પણ તજતા નથી. તે બાબત જણાવ્યું છે કે - उपयोगमुपैति यच्चिरं, हरते यन्न विभावमारुतः । न ततः खलु शीलसौरभा - दपरस्मिन्निह युज्यते रतिः ॥१॥ અર્થ :- જે શીલરૂપ સુગંધ લાંબા કાળ સુધી ઉપયોગમાં આવે છે ને વિભાવરૂપી વાયુ સુગંધને છોડી શકતો નથી તે શીલસુગંધી છોડી બીજે રતિ રાખવી યુક્ત નથી. मधुरैर्न रसैरधीरता, क्वचनाध्यात्मसुधालिहां सताम् । अरसैः कुसुमैरिवालीनां प्रसरपद्मपरागभोजिनाम् ॥२॥ અર્થ :- પ્રસાર પામતા પદ્મરાગનો સ્વાદ લેનારા ભ્રમરો જેમ રસ વગરનાં પુષ્પોથી અધીર થતા નથી તેવી જ રીતે અધ્યાત્મરૂપ અમૃતનું પાન કરનારા સત્પુરુષો પણ બીજા મધુર રસોથી અધીર બનતા નથી. એટલે તેઓ પોતાની સ્વસ્થતા ખોતા નથી. हृदि निर्वृत्तिमेव बिभ्रतां, न मुदे चन्दनलेपनाविधिः । विमलत्वमुपेयुषां सदा, सलिलस्नानकलापि निष्फला ॥३॥ અર્થ :- (કર્મબંધના હેતુરૂપ મિથ્યાત્વાદિનો ત્યાગ કરવાથી હૃદયમાં નિવૃત્તિને જ ધારણ કરનારા પુરુષોને ચંદનલેપ આનંદ પમાડી શકાતો નથી. (વૈરાગ્યવૃદ્ધિથી) નિર્મળતાને પામેલા તેમને માટે જળસ્નાનની કળા પણ નિષ્ફળ નીવડે છે. तदि विषयाः किलैहिका, न मुदे के पि विरक्तचेतसाम् । परलोकसुखेऽपि निःस्पृहाः, परमानन्दरससालसा अमी ॥४॥ અર્થ :- માત્ર આ લોકની મર્યાદાવાળા કોઈપણ વિષયો વિરક્ત ચિત્તવાળા વૈરાગીને આકર્ષી શકતા નથી. કારણ કે આ વૈરાગીઓ પરમાનંદમયના રસમાં એવા સાલસ થયા છે કે તેમને પરલોકના સુખની પણ સ્પૃહા રહી નથી. विपुलर्द्धिपुलाकचारणप्रबलाशीविषमुख्यलब्धयः । न मदाय विरक्तचेतसा-मानुषङ्गिकोपलब्धपलालवत् ॥५॥ અર્થ:- વિરક્ત ચિત્તવાળા મહાત્માઓને વિપુલમતિઋદ્ધિ, પુલાકલબ્ધિ, ચારણલબ્ધિ તેમજ પ્રબલઆશીવિષ આદિ મહાન લબ્ધિઓ પણ ધાન્યની સાથે ઊગતા ને પ્રાપ્ત થતા પલાલના ઘાસની જેમ આનુષંગિક (તે માટેના પરિશ્રમ વિના) જ પ્રાપ્ત થવાથી મદ-અભિમાન ઉપજાવતી નથી. हृदये न शिवेऽपि लुब्धता, सदनुष्ठानमसङ्गमङ्गति । पुरुषस्य दशेयमिष्यते, सहजानन्दतरङ्गरङ्किता ॥६॥ Page #265 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ૨૫૫ અર્થ - વિરક્ત માણસના હૃદયમાં મુક્તિનો લોભ પણ નથી હોતો. તેનું શુભાનુષ્ઠાન અસંગતાને પામે છે. એટલે કે તે અસંગાનુષ્ઠાનના બળથી ક્રિયા કરે છે. તેવા આત્માઓની અવસ્થા જ સહજાનંદના તરંગોથી રંજિત હોય છે, ઈત્યાદિ તત્ત્વસ્વરૂપમય ઉપદેશ પ્રભુ પાસે સાંભળી લેપશ્રેષ્ઠી બોધ પામ્યા ને કહ્યું “ભગવાન ! આપ પરમાત્માએ સાક્ષાત્ કહેલ આત્મતત્ત્વને અનેક પંડિતો-તાપસાદિક જાણતા પણ નથી, છતાં પ્રભુ ! આ પંડિતાદિ તત્ત્વ જાણ્યા વિના જે કાંઈ કરે છે તેમાં તંત જણાતું નથી, છતાં તેઓ તો એમ જ માને છે કે અમે ધર્મક્રિયા કરીએ છીએ પણ વાસ્તવમાં ધર્મક્રિયા જેવું કશું જણાતું નથી. તેઓ આકાશમાં બાચકા ભરતા હોય તેમ લાગે છે.” પ્રભુએ કહ્યું “હે શ્રેષ્ઠી ! કેટલાક ઉત્તમ જીવો પૂર્વભવથી પુણ્ય લઈને આવે છે અને આ ભવમાં પણ પુણ્યાઈ કરે છે. તેઓ ચક્રવર્તી ભરત, બાહુબલી, અભયકુમાર આદિની જેમ પરલોકમાં અવિનાશી સુખ પામે છે. કેટલાક જીવો પૂર્વનું પુણ્ય તો લઈને અવતર્યા હોય છે પણ આ ભવમાં નવું કશું જ પુણ્ય ઉપાર્જન કર્યા વિના કોણિક આદિની જેમ ખાલી હાથે બધું ખોઈને ચાલતા થાય છે. કેટલાક જીવો પરલોકથી ખાસ પુણ્યાઈ લીધા વિના આવે છે, પણ કાલસૌકરિક કસાઈના પુત્ર સુલસની જેમ અહીં મોટી પુણ્યાઈની કમાણી કરે છે અને કેટલાક જીવો તો બિચારા પુયાઈ લીધા વિના આવે છે ને દુર્ભાગીની જેમ પુણ્યાઈ કીધા વિના જ પાછા જાય છે. તેઓ આલોક ને પરલોક બન્નેમાં દુઃખી જ દુઃખી થાય છે.” ઈત્યાદિ ધર્મઉપદેશ સાંભળી શેઠે શ્રાવકધર્મ સ્વીકાર્યો ને મિથ્યાત્વની બધી જ ક્રિયાઓનો ત્યાગ કર્યો. આ જોઈ તેના પ્રથમના ધર્મસાથીઓ કહેવા લાગ્યા “આ શેઠ તો મહામૂર્ખ છે. કુળપરંપરાથી ચાલ્યો આવતો પોતાનો ધર્મ છોડી જૈનોનો ધર્મ ને તેની ક્રિયા કરવા માંડી છે.” ઇત્યાદિ ઘણી વાતો સાંભળી અને દબાણ અને દાક્ષિણ્યના વર્તુળમાં રહીને પણ શેઠે તે એકાંતિઓનો ધર્મ સ્વપ્નમાં પણ ક્યો નહીં ઊલટાનો તે જિનધર્મની આરાધનામાં વધારે લીન થયો. કહ્યું છે કે - सर्वथा स्वहितमाचरणीयं, किं करिष्यति जनो बहुजल्पः । विद्यते स न हि कश्चिदुपायः, सर्वलोकपरितोषकरो यः ॥१॥ અર્થ:- સર્વ પ્રકારે જે આત્માને માટે હિતકારી હોય તે સદા કરતા રહેવું. બહુ બોલનારા શું કરશે? કારણ કે એવો કોઈ ઉપાય જ નથી જે બધાંને સંતોષી શકે. લેપશેઠના પૂર્વગુરુ શિવભૂતિ તાપસ તે શેઠના ગામે આવ્યો. શેઠ સામે તો ન ગયા પણ સ્થાને મળવા પણ ન ગયા. તાપસે વિચાર્યું “મારું આગમન સાંભળતાં જ તે પાંચ-પાંચ યોજન સામે આવતો, માર્ગમાં ઘણી સેવા કરતો અને આ વખતે તો અહીં પહોંચ્યા દિવસ પૂરો થવા આવ્યો છતાં કુશળ પૂછવા પણ આવ્યો નથી. તેણે ભક્તોથી જાણ્યું કે તે તો શ્રમણ મહાવીરનો Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ધર્મોપાસક બન્યો છે. તેને બોલાવી લાવવા એક શિષ્યને મોકલ્યો. તેણે શેઠના ઘરે આવી ગુર મહારાજે કહેલ આશીર્વાદ આપ્યા ને કહ્યું “ગુરુદેવ તમને વારંવાર યાદ કરી રહ્યા છે.” પરમાત્મા મહાવીરદેવના વાસ્તવિક ઉપદેશથી સમજુ અને જ્ઞાનવાન થયેલા લેપશેઠે કહ્યું તાપસ ! ગુરુ બનવું ને ગુરુપણાને નિભાવવું ઘણું કઠિન કામ છે. શ્રી મહાવીરદેવના તત્ત્વજ્ઞાનમય ઉપદેશથી મેં જાણ્યું છે તે જે પૃથ્વી આદિ છ કાય તથા ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યથી વ્યાપ્ત એવા આ લોકના સ્વરૂપને કહે, શુદ્ધ આધ્યાત્મિક આદિ તત્ત્વનો ઉપદેશ આપે અને તદ્દનુસાર પોતાની આંતરિક ચેતનાને જાગ્રત કરી તે ધર્મનું પાલન કરે તે જ ગુરુપદને યોગ્ય છે. તેવા જ મહાત્માઓને હું ગુરુ તરીકે માનું છું. તો તમારા ગુરુજી મને શા માટે યાદ કરે છે? હા, તમારે આહારાદિ જે કાંઈ જોઈએ, જેટલું જોઈએ તેટલું લઈ જાવ. પૂર્વે તો તમને સાવ હલકી ને તુચ્છ વસ્તુઓ આપતો હતો. કંદ, મૂળ, શાક-પાન, આદિ દોષવાળી ને સાવ સસ્તી વસ્તુઓ આપતો હતો પણ હવે તો ઘણાં મોંઘાં અને નિર્દોષ, કાલ-અતિપાતિક આદિ દોષથી રહિત, ઉત્તમ ઘીથી બનાવેલા તાજા પકવાન લઈ જાવ. કારણ કે તે પરમગુરુએ અનુકંપાદાન દેવાનો નિષેધ કર્યો નથી. | મારા ગુરુના પ્રતાપે હું આમ તો મહાદાની થઈ શક્યો છું. પણ તમારે સમજવું જોઈએ અને વિતરાગના ધર્મની અવહેલના કરવી જોઈએ નહીં. કારણ કે યથાર્થતા તો તેમની પાસે જ છે. ઇત્યાદિ સાંભળી તે તાપસ પાછો આવ્યો ને બધી વાત પોતાના ગુરુને જણાવતાં કહ્યું “શ્રેષ્ઠીની વાણી ને વિવેક પહેલાં કરતાં તો ઘણી ઉચ્ચ કોટિનો છે. તેનું ચાતુર્યને ઉદારતા પણ વિસ્મયકારી છે.” આ સાંભળી શિવભૂતિ પોતે તેના ઘરે ગયો ને કહ્યું “અરે શેઠ ! આજે તો તે હદ કરી નાંખી, હું સામો ચાલીને તારા ઘરે આવ્યો ને મને જોવા છતાં તું ઊભો પણ ન થયો. તારું વર્તન કોઈ રીતે ઉચિત નથી. તને કોણે છેતર્યો છે? હજી તને મારા સામર્થ્યની સમજ નથી. અરે ! મારા ભક્ત પ્રત્યક્ષ રીતે જ સ્વર્ગનાં સુખ પામ્યા છે. ત્યારે બીજાઓ નરકની ઘોર યાતનાઓ વેઠી રહ્યા છે. તારે જોવું હોય તો હું તને નજરે બતાવું છે.” એમ કહી તેણે વિદ્યાબળથી સ્વર્ગ અને પછી ઘોર નરક બતાવ્યું. તે જોઈ શેઠે વિચાર્યું “આ તો ઈન્દ્રજાળ છે. સ્વર્ગમાં ને નરકમાં જવાનું તો પોતપોતાના કરેલા કર્માનુસાર જ થઈ શકે છે. અહો! આશ્ચર્યની વાત છે કે મહાવીર કેવા વિતરાગ છે. કોઈ જાતની ઈર્ષ્યા કે બળતરાનો અંશ તો તેમના શિષ્યોમાંય નથી. ભગવાન આટલા બધા અતિશયો અને લબ્ધિવાન હોવા છતાં જરાપણ અભિમાન કે ઘમંડ કરતા નથી.” ઇત્યાદિ વિચારી શેઠે તાપસને કહ્યું વિપુલર્તિ, પુલાકલબ્ધિ તેમજ ચારણાદિલબ્ધિ આ જીવે મેળવી હોય પણ જો મમતા ન છોડી તો બધું જ નકામું છે. વિશ્વવત્સલ અને અકારણ ઉપકારી જિનેશ્વરદેવે કહ્યું છે કે - विषयैः किं परित्यक्तैः जागर्ति ममता यदि । त्यागात् कञ्चकमात्रस्य, भुजगो न हि निर्विषः ॥१॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪) અર્થ :- જો મમતા જ ન મુકાણી તો વિષયોના ત્યાગથી શું વળવાનું છે ? કારણ કે કાંચળીના ત્યાગથી સર્પ નિર્વિષ થઈ શકતો નથી. વળી - कष्टेन हि गुणग्रामं, प्रकटीकुरुते मुनिः । ममता राक्षसी सर्वं, भक्षयत्येकक्रीडया ॥ અર્થ - ઘણી કઠિનાઈથી મુનિ, ગુણસમૂહને ઉત્પન્ન કરે છે, પણ આ મમતારૂપી રાક્ષસી તે ગુણોને રમતમાત્રમાં ખાઈ જાય છે. હે તાપસ ! સાંભળો કામરૂદેશની નારીની જેમ આ મમતારૂપી નારી પણ જીવસ્વરૂપ પતિને પશુરૂપ બનાવી રાગરૂપી વિદ્યા અને ઔષધિના પ્રયોગથી ક્રીડા કરે છે. માટે હે સંત ! તમે પણ મમતાથી મુકાયા ન હોઈ અધ્યાત્મનો અંશ પણ જાણતા નથી. ધર્મના સ્વરૂપને જાણવું જોઈશે, કારણ કે સ્નાન-શોચાદિક કાંઈ વાસ્તવિક ધર્મ નથી. તે કરવા, કરાવવા કે અનુમોદનાથી તો દુઃખફળવાળું પાપ જ બંધાય. ખરો ધર્મ તો અઢાર પાપસ્થાનકના ત્યાગરૂપ વિરતિધર્મ છે - તમે એમાં પ્રવૃત્તિ કરો તો ખરેખર ! કલ્યાણ થશે. આ મોંઘો માનવભવ આમ વેડફી નાંખવો ઉચિત નથી. ઈત્યાદિ ઘણી જ્ઞાનમય આધ્યાત્મિક વાતો શેઠે તે તાપસને કહી પણ તાપસને કાંઈ બોધ થયો નહીં. તેણે વિચાર્યું કે “આને જિનધર્મનો દઢ રંગ લાગ્યો છે. હવે આને મારી વાત કોઈ રીતે રચશે નહીં.” એમ માની તેણે પોતાનો રસ્તો લીધો. લેપશેઠ પોતાનાં બધાં કાર્યો કરે છે પણ ધર્મને કદી વેગળો રાખતો નથી. દરેક કાર્યમાં ધર્મની વિચારણા પહેલાં કરે છે. પરિણામે તેણે પોતાના સમસ્ત પરિવારને ધર્મનો રંગ લગાડ્યો. પોતાને સમર્થ સમજી તેણે ચારિત્રધર્મ પણ સ્વીકાર્યો અને સર્વકર્મનો નાશ કરી કેવળી થઈ મુક્તિ મેળવી. આ લેપશ્રેષ્ઠીએ એકાંતપક્ષને ભગવાન પાસેથી દૂષણમય જાણી છોડી દીધો. શુદ્ધ અધ્યાત્મ અને વૈરાગ્યમય થઈ આત્મસાધનામાં લાગ્યો. તે અમૂઢદષ્ટિવાળો હોઈ મિથ્યાત્વીના સંગમાં રહીને તે કુદષ્ટિ તો થયો નહીં પણ વધારે સમકિતમાં રુચિ ને નિષ્ઠાવાળો થયો. તેમ સહુએ પોતાના આત્માને મૂઢદષ્ટિપણાથી બચાવવો. ૨૦૨ દર્શનાચારનો પાંચમો આચાર-ધર્મજનની પ્રશંસા धर्मोद्योतो महान् येन विहितो जैनशासने । तस्योपबृंहणा कार्या, गुरुभिर्भाववृद्धये ॥१॥ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૫૮. ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ અર્થ - જેણે શ્રી જિનશાસનમાં ધર્મનો મહાન ઉદ્યોતુ કરવારૂપ શાસનપ્રભાવનાનું કાર્ય કર્યું હોય તેની પ્રશંસા ગુરુઓએ પણ કરવી. કારણ કે તેથી સામાના ભાવથી વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે : श्लाघिता एव तुष्यन्ति, सुरादयो नरादयः । स्वेष्टकार्यं च कुर्वन्ति, लोकलोकोत्तरेऽपि च ॥२॥ અર્થ:- દેવતા આદિ અને મનુષ્યાદિ પણ વખાણવાથી રાજી થાય છે. પ્રસન્ન થાય છે ને લૌકિક કે લોકોત્તર ઇચ્છિત કાર્ય સાધી આપે છે કે તેમાં સહાયક થાય છે. લોકમાં પણ કોઈએ સારું કાર્ય કર્યું હોય તો તેને વખાણવામાં આવે છે ને તેથી સારું ફળ આવે છે. પ્રાયઃ મોટા ભાગનાં કાર્યો તો પ્રશંસાથી જ પાર પડતાં હોય છે. નોકર-ચાકરની પ્રશંસા કરવા માત્રથી તેઓ ધાર્યા કરતાં વધારે સારું કામ કરી આપે છે. મહારાજા ભોજ અને વિક્રમ રાજા આદિ કવિઓની પ્રશંસામય કાવ્યરચનાથી સંતુષ્ટ થતા ને હજારો-લાખો રૂપિયા કે મોટી મોટી જમીન પણ દાનમાં આપી દેતા. દેવ-દેવીઓ પણ પ્રશંસાભર્યા સ્તોત્ર-સ્તુતિ સાંભળીને જ પ્રસન્ન થાય છે. આમ લૌકિક કાર્યમાં જ નહીં કિંતુ તપ, સ્વાધ્યાય, કવિતા કે ઉગ્ર વિહારાદિ, વાદી જીતવા કે પરિષહ સહવા કે ધર્મપ્રચાર માટે પોતાની શક્તિનો ઉપયોગ કરવો આદિ કાર્યો પ્રશંસાને યોગ્ય છે, માટે આવાં કાર્યો કરનારની પ્રશંસા ગુરુમહારાજે પણ અવશ્ય કરવી. જે ગુરુઓ અદ્ભુત ધર્મકાર્ય કરનારાઓની પ્રશંસા કરતા નથી, તેમનો ગચ્છ રુદ્રસૂરિજીની જેમ સીદાય છે. કહ્યું છે કે : जो पुण पमायओ दप्पओ अ, उववूहणे न वट्टिज्जा । नासिज्जइ अप्पाणं, मुणिजणं च सो रुद्दसूरिव्व ॥३॥ અર્થ - પ્રમાદ કે અહંકારવશ જેઓ બીજાએ કરેલા ઉત્કૃષ્ટ ધર્મકાર્યની પ્રશંસા કરતા નથી. તેઓ પોતાનો તેમજ પોતાના ગચ્છનો રુદ્રસૂરિજીની જેમ નાશ કરે છે. શ્રી મહાવીર ભગવંતે પણ ભરી પર્ષદામાં કામદેવ શ્રાવકની પ્રશંસા કરી હતી. આ બાબત શ્રી ઉપાસકદશાંગ નામના સાતમા અંગસૂત્રમાં જણાવ્યું છે. શ્રી કામદેવ શ્રાવકની કથા ચંપા નામની નગરીમાં કામદેવ નામના ધનાઢ્ય ગૃહસ્થ રહેતા. તેમનાં પત્નીનું નામ હતું ભદ્રા શેઠાણી. તેમણે છ કરોડ દ્રવ્ય નિધાનરૂપે ભંડાર્યું હતું. છ કરોડ વ્યાપારમાં રોકી વ્યવસાય કરતા અને છ કરોડ દ્રવ્ય ઘર, ઘરવખરી, વાસણ, વસ્ત્ર, આભૂષણમાં રોક્યું હતું. દશ દશ હજાર ગાયોવાળાં છ ગોકુળ હતાં. Page #269 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૫૯ એકવાર વિશ્વવત્સલ ભગવાન મહાવીદેવ ચંપાનગરીના પૂર્ણભદ્રચૈત્યમાં પધાર્યા. દેવોએ અભુત સમવસરણની રચના કરી. તે તરફ લોકો ઊલટભર જતા હતા. તે જોઈ કોઈને કામદેવે પૂછયું : “આ બધાં આટલા ઉલ્લાસથી આમ ક્યાં જઈ રહ્યા છે?” જાણવા મળ્યું કે શ્રમણ ભગવાન મહાવીરદેવ સમવસર્યા છે. તેમની અધ્યાત્મદર્શન કરાવતી સ્યાદ્વાદ સિદ્ધાંતવાળી વાણી અનેક પાપ-સંતાપનો નાશ કરે છે. તેમનાં દર્શન માત્રથી અદ્ભુત શાંતિ મળે છે.” આ સાંભળી કામદેવને પણ દર્શન અને દેશનાશ્રવણના ભાવ જાગ્યા. તે પણ ભગવંતના ચરણમાં ઉપસ્થિત થયા. પરમાત્માની વાસ્તવિક પરિસ્થિતિ સમજાવતી વાણી સાંભળી કામદેવ બોધ પામ્યા. તેમને વાણીની પ્રતીતિ થઈ, ને તેઓ પ્રભુના શ્રાવક થયા. ઘેર આવ્યા પછી આનંદોલ્લાસનું કારણ બતાવતા પત્ની ભદ્રાને જેમ આણંદ શ્રાવકે શિવાદેવી ભાર્યાને કહ્યું હતું તેમ ધર્મપ્રાપ્તિનું સૌભાગ્ય કહી સમજાવ્યું. તેથી ભદ્રાશેઠાણી પણ ઉછરંગપૂર્વક સમૃદ્ધિ સાથે ભગવાન પાસે ધર્મ સાંભળવા ગઈ અને ધર્મ સ્વીકારી શ્રાવિકા થઈ ઘરે આવી. ધર્મપ્રાપ્તિથી તેઓને ઘણો જ પ્રમોદ થયો. તેઓ નિરંતર ધર્મકરણી કરતાં-જિનપૂજા-ગુરુ ઉપાસના-આદિમાં રત રહેતા. આમ કરતાં ચાર વર્ષ વીતી ગયાં. એકવાર મધ્યરાત્રિએ કામદેવ જાગી ગયા ને આત્મતત્ત્વના વિચારે ચડ્યા. તેમના માટે ધર્મજાગરિકાની રાત્રિ થઈ. તેમણે વિચાર્યું “જીવન એમ જ વીતી જવા આવ્યું. શ્રમણધર્મ વિના ઉચ્ચ કોટિનો ધર્મ આચરાતો નથી. ક્યારે સર્વવિરતિ પામીશ? હવે હું વ્યવહાર-સંસારકાર્યથી ખસી શ્રાવકની ૧૧ પ્રતિમાની આરાધના કરું.” ને સવારે પુત્રાદિને કાર્યભાર ભળાવી પોતે પૌષધશાળામાં દર્ભનો સંથારો કરી શ્રી જિનેશ્વરદેવના ધ્યાનમાં નિશ્ચલ થઈ બેઠા. આણંદ શ્રાવકની જેમ તેમણે પણ શ્રાવકની પ્રતિમા આદરી. એક રાત્રિએ કામદેવ પોતાના શુભ અધ્યવસાયમાં વર્તતા બેઠા હતા તે વખતે સૌધર્મેન્દ્ર દેવોથી ભરેલી સભામાં કામદેવની અડગતા, ધર્મરૂચિ, શ્રદ્ધાની તેમજ વૈદિની પ્રશંસા કરી. આ વાતની શ્રદ્ધા ન થતાં એક દેવ કામદેવની પરીક્ષા લેવા આવ્યો. દૈવી શક્તિથી ઘણાં ભયંકર રૂપો વિતુર્વી ડરાવવા લાગ્યો પણ કામદેવ પોતાના ધ્યાનમાં નિશ્ચલ રહ્યા. રાક્ષસનું રૂપ લઈ હાથમાં પકડેલી વિકરાળ તલવાર ઉગામી ભીષણ આંખો ચડાવી બોલ્યો “ધૂર્ત આ ધર્મનો ડોળ મૂકી ઊભો થા. નહીં તો એક જ ઝાટકે મરી દુર્ગાનથી દુર્ગતિમાં જઈશ. આમ વારંવાર કહેવાથી કામદેવને કશી જ અસર ન થઈ એટલે ખિજાયેલા દૈત્યે ક્રોધિત થઈ ખગના પ્રહાર કર્યા. અંગ કપાઈ ગયાં ને લોહી વહેવા લાગ્યું પણ કામદેવ સ્વસ્થ રહ્યા. દેવે ભીષણ હાથીનું રૂપ વિકુવ્યું ને સૂંઢ તેમજ દંતશૂળથી ઉપસર્ગ કર્યા. તેથી પણ ધાર્યું પરિણામ ન આવતાં ભયંકર વિષધારી સર્પ બની આવ્યો. શેઠને ભરડો દઈ કંઠ પર ડંખ દીધા. ગેબી અવાજ આવ્યો કે “ઊઠી ચાલ્યા જાવ, તમારા માટે અહીં રહેવું કોઈ રીતે સારું નથી.” Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦, ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ શેઠે બધું સહન કર્યું ને શાંતિથી સાંભળી લીધું. જેમ જેમ દુઃખ વધતું ગયું તેમ તેમ કામદેવ વધુ ને વધુ ભગવાનનું સ્મરણ કરતો શુભ ધ્યાનમાં લીન થતો ગયો. દેવે ઘણી નિર્દયતાથી કામ લીધું ને બધી જ શક્તિ વાપરી નાખી છતાં તે કામદેવને અસ્થિર કરી ન શક્યો. થાકીને તે પ્રગટ થયો ને હાથ જોડી બોલ્યો “ઓ શ્રાવક ! તમે ખરેખર માયારૂપી પૃથ્વીને ચીરવામાં હળસમાન પરમ ધીર શ્રી મહાવીરસ્વામીએ કથન કરેલા ધર્મમાં આસક્ત છો. તમે ખરેખર ધર્મી છો. તમારું આવું સુદઢ સમ્યક્ત્વ જોઈ મારું અનાદિકાલીન મિથ્યાત્વ નાશ પામ્યું અને મને પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે. તમારા ધર્માચાર્ય તો મહાવીર મહારાજા છે પણ મારા ધર્માચાર્ય તો તમો જ છો. ચંદનવૃક્ષની જેમ બધું સહન કરીને તમે મને સમ્યકત્વરૂપી સુગંધ આપી છે. તમને ધન્ય છે, તમે કૃતપુણ્ય છો મેં ઘણા અપરાધ કર્યા, મને ક્ષમા આપજો. ઇત્યાદિ સ્તુતિ-શ્લાઘા કરી દેવે પોતાની હકીક્ત બતાવીને જણાવ્યું હું કશું જ સ્વર્ગમાંથી લાવ્યો ન હતો પણ હવે અહીંથી સમ્યકત્વ લઈને જઉં છું. તમે ઘણું જ દુષ્કર કાર્ય કર્યું કે મને મિથ્યાત્વથી ખાલી કરી સમ્યકત્વથી ભર્યો. તમારી ધર્મકળા ને ચતુરાઈ અદ્ભુત છે, ઈત્યાદિ કહી, ખૂબ ખૂબ પ્રણામાદિ કરી - તેમને ત્રણ પ્રદક્ષિણા દઈ તે ઉપકારીનું સ્મરણ કરતો સ્વર્ગે ગયો. શેઠ આનંદ ને વિસ્મય પામી ધર્મનો મહિમા ભાવતા હતા, ત્યાં પ્રભુ પધાર્યાના સમાચારે ઊઠ્યા ને સમવસરણમાં પહોંચ્યા. ભગવાનને વાંદી ઊભા જ હતા ત્યાં મહાવીર દેવે લાખો મનુષ્ય ને ક્રોડો દેવોથી ભરી પર્ષદામાં કહ્યું “હે કામદેવ ! ગઈ રાત્રે તે ત્રણ ભીષણ પરિષહો અતિસમતાપૂર્વક સહ્યા, ને ધર્મધ્યાનમાં અચલ રહી પૈર્ય દાખવ્યું. દેવે તો કુદ્ધ થઈ પોતાની બધી શક્તિ તને અસ્થિર-ઉદ્વિગ્ન કરવામાં વાપરી પણ તેં તો આત્મવીર્ય ફોરવી દીનતા વિના સ્થિરતા રાખી. તારું વ્રતપાલન મેરુપર્વતની જેમ અડગ છે, “તને તે દેવ ખમાવીને ગયો. આ બીના વિસ્મય ઉપજાવનારી છે.” કામદેવે કહ્યું “હા, પ્રભુ ! ગઈ રાતે એમ જ બન્યું હતું. આપના પસાથે હું પાર ઊતર્યો.” પ્રભુએ તેની દઢતા વખાણી બધાં સાધુ-સાધ્વીને ઉદ્દેશીને કહ્યું “હે ગૌતમ આદિ સાધુઓ ! જો એક શ્રાવક આવા ઉપસર્ગ સહી શકે છે તો તમારે તો અનેકગણા ઉપસર્ગો સહેવા તૈયાર રહેવું જોઈએ. કારણ કે તમે તો ઉપસર્ગની ફોજને જીતવા માટે જ આ ઓઘારૂપી વીરવલય લઈ વિચરો છો. આ સાંભળી તહત્તિ કહી સહુએ પ્રભુની વાણીને વધાવી લીધી. તે સહુએ પણ કામદેવનાં વખાણ કર્યાં. કામદેવ પાછા પૌષધશાળે આવ્યા. ક્રમે આણંદ શ્રાવકની જેમ અગિયાર પ્રતિમા પૂર્ણ કરી. વીસ વર્ષ જિનધર્મ પાળી અંતે એક માસની સંલેખના કરી પહેલા દેવલોકના અરૂણાભ વિમાનમાં ચાર પલ્યોપમવાળા વૈમાનિકદેવ થયા. ત્યાંથી અવી મહાવિદેહ ક્ષેત્રમાં મુક્તિ પામશે. આવા ઘોર ઉપસર્ગમાં પણ ધર્મમાં દઢતા રાખનાર, ને જેમની પ્રશંસા તીર્થકર ભગવંતે કરી તે કામદેવ શ્રાવકને ધન્ય છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૬૧ ૨૭૩ ધર્મજનની પ્રશંસા (૨) सम्भूतिविजयेशेन स्थूलभद्रो हि संस्तुतः । भूपामात्यादयो नूनं श्लाघिता हेमसूरिभिः ॥१॥ અર્થ - સંભૂતિવિજય ગુરુમહારાજે સ્થૂલભદ્રમુનિની તેમજ શ્રી હેમચંદ્રસૂરિજીએ રાજાઅમાત્ય આદિની પ્રશંસા કરી હતી. આર્યસ્થૂલભદ્ર મહારાજ કોશા ગણિકાને ત્યાં ચાતુર્માસ કરી ગુરુમહારાજ પાસે આવ્યા ત્યારે સંભૂતિવિજયજી ગુરુએ સામેથી-થોડે દૂરથી આવી રહેલા સ્થૂલભદ્રજીને “અહો દુષ્કર, દુષ્કરકારક ! હે અતિ દુષ્કર કાર્યને કરનારા! આવો) આવા સંબોધનથી બોલાવી તેમની પ્રશંસા કરી હતી.” માટે દર્શનાચારનું પાલન કરનાર ગુણીજનોની પ્રશંસા કરવી જેથી તેઓ ગુણવૃદ્ધિ માટે સાવધાન થાય આ બાબત શ્રી હેમચંદ્રસૂરિજીનો પ્રબંધ ઘણો પ્રેરક છે. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજનો પ્રબંધ એકવાર મહારાજા કુમારપાળે પોતાના ઉદયન નામના પ્રધાનને સોરઠના રાજા સમરસેનને જીતવા સોરઠ મોકલ્યા. ક્રમે કરી તેઓ પાલીતાણા આવી પહોંચ્યા. સામંતાદિ સાથે તળેટીમાં શ્રી મહાવીર પ્રભુનાં દર્શન કર્યા પછી ગિરિરાજ ઉપર ચડવાની ભાવના થઈ. તેમણે સામંતાદિને આગળના ગામે જવા કહ્યું કે પોતે ગિરિરાજ શ્રી સિદ્ધાચલ ઉપર ચડી શ્રી આદીશ્વરદાદાના દરબારમાં આવી ઊભા. ખૂબ ભાવપૂર્વક પૂજાદિ કરી ગભારામાંથી બહાર આવી ત્રીજી નિસિપી બોલી તે ચૈત્યવંદનની શરૂઆત કરતા હતા, ત્યાં એક ઉંદર આવી ઘીના દીવાની સળગતી વાટ ખેંચી પોતાના દર તરફ લઈ જવા લાગ્યો. આ જોઈ ગયેલો પૂજારી દોડતો આવ્યો ને ઉંદર વાટ મૂકી નાસી ગયો. આ જોઈ મંત્રી વિચારમાં પડ્યા કે આ લાકડાનું દહેરું હોઈ ક્યારેક સળગી જશે તો મહાઅનર્થ થશે, રાજકાર્યમાં વ્યગ્ર રહેતા મને ધિક્કાર છે કે બધી સગવડ છતાં મેં આ મહાતીર્થનો જીર્ણોદ્ધાર ન કરાવ્યો. પાપવ્યાપારથી ઉપાર્જન કરેલી એ રાજાઓની આ લક્ષ્મી પણ શા કામની જે રાજ્યાધિકારીઓથી પણ તીર્થાદિકમાં ખર્ચાતી નથી ને કૃતાર્થતા પામતી નથી. ઇત્યાદિ વિચારી તેમણે પ્રભુ સમક્ષ પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી આ તીર્થનો ઉદ્ધાર ન કરાવું ત્યાં સુધી મારે બ્રહ્મચર્ય, એકાસણ, ભૂમિસંથારે સૂવું ને તાંબુલ (પાન) આદિનો સર્વથા ત્યાગ કરું છું. પછી ગિરિરાજની હેઠે ઊતરી પ્રયાણ કર્યું ને આગળ ગયેલા સામેતાદિકને મળી ગયા. રાજા સમરસેન ઘણો બળિયો હતો. તેની સાથેના યુદ્ધમાં ઉદયન મંત્રીનું સૈન્ય ભાંગી પડ્યું. આ જોઈ ઉદયન મંત્રી મોખરે આવ્યા ને લડવા લાગ્યા. થોડીવારમાં તેમણે કેર વર્તાવી મૂક્યો. જો કે ચારે તરફથી શત્રુનાં બાણો તેમને વાગતાં હતાં ને શરીર શીર્ણ-વિશીર્ણ થઈ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ચૂક્યું હતું છતાં સાહસ અને પરાક્રમથી તેમણે રાજા સમરસેનને મારી નાખ્યો. તેના દેશમાં કુમારપાળ રાજાની આણા ફેરવી ઉદયન પાછા ફર્યા. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમનું શરીર જાણે ચૈતન્ય ખોવા લાગ્યું. આંખે અંધારાં આવ્યાં ને તેઓ ધરતી પર ઢળી પડ્યા. શીતોપચારથી તે સ્વસ્થ થયા ને બાળકની જેમ રોવા લાગ્યા. આ જોઈ સામંત આદિએ પૂછ્યું : “તમે શૂરવીર છો. તમારી સહનશક્તિને અમે જાણીએ છીએ. તમે કોઈ દિવસ નહીં ને આજે શા માટે રડો છો? જો કે શરીર પર ઘા તો ઘણા મોટા ને ઊંડા પડ્યા છે.” મંત્રી બોલ્યા : “આ રડવું ઘાનું કે મૃત્યુનું નથી. પણ કરવાના અધૂરા રહ્યા કામનું છે. તેમણે કહ્યું: તમે સંકોચ વિના કહો. તમારા કહ્યા પ્રમાણે બધું જ અમે કરીશું.” મંત્રીએ કહ્યું, “મારી આ ચાર ભાવના હતી; મારા નાના દીકરા અંબડને સેનાપતિ બનાવવો, સિદ્ધગિરિનો ઋષભદેવ દાદાનો પ્રાસાદ જે લાકડાનો છે તેનો ઉદ્ધાર કરાવી પાષાણનો કરાવવો. ગિરનાર પર્વત પર જવા નવાં પગથિયાં કરાવવાં અને મૃત્યુ સમયે નિર્ધામણા કરાવનાર કોઈ ગુરુનો યોગ મેળવવો. પણ એક વાત પૂરી થતી નથી દેખાતી. તેથી તે શલ્યની જેમ ખૂંચે છે.” સામંતોએ કહ્યું : “મંત્રીશ્વર ! ચિંતા ન કરો. પહેલી ત્રણ વાત તો તમારા મોટા દીકરા બાહડદેવ પૂરી કરશે. તેમાં અમે સાક્ષી છીએ. હવે રહી નિર્ધામણા-આરાધનાની વાત તો અમે હમણાં જ કોઈ ગુરુમહારાજને શોધી લાવીએ છીએ. આ એમ કહી તેઓ એક તરફ ચાલ્યા ને વિચાર્યું “આ યુદ્ધની ભૂમિમાં ગુરુમહારાજ મળવા અશક્ય છે ને મંત્રીશ્વરની સ્થિતિ પણ ઝોલાં ખાય છે” ઇત્યાદિ વિચારી તેમણે એક ભાંડ (ભવાયા)ને સાધુવેષ પહેરાવી મંત્રીને કેવી રીતે શું કહેવું વગેરે શિખવાડી ત્યાં લઈ આવ્યા. તેણે પણ સાધુની જેમ જ બધો અભિનય કર્યો ને ધર્મલાભ કહી ઊભો રહ્યો. મંત્રીએ તેને ગૌતમસ્વામીની જેમ વંદના કરી, સર્વ-જીવોને ખમાવ્યા. દુષ્કતની ગર્તા અને સુકૃતની અનુમોદના કરતાં તે સ્વર્ગગામી બન્યા. આ ભાંડ વિચારે છે કે “અહો કેવો આશ્ચર્યકારી મહિમા છે આ મુનિવેષનો. ક્યાં હું સાધનહીન ગરીબડો ને ક્યાં સર્વને ઝાંખા પાડનાર સમૃદ્ધ મંત્રીશ્વર ! આમણે મને વંદના કરી મને પૂજ્ય કહી માથું નમાવ્યું. હવે આ વેષ ઉતારવો ન જોઈએ. વિશ્વવંદ્ય વેશને હું હવે ભાવથી સ્વીકારું છું.” ઈત્યાદિ વિચારી તેણે સાધુત્વ સ્વીકાર્યું. તેણે પણ ગિરનારજી જઈ બે માસના અણસણપૂર્વક સ્વર્ગ સાધ્યું. - ઉદયનમંત્રીના આદર-માન, અને પ્રશંસા તેમજ સામંતાદિકની પણ પ્રશંસાથી તે સામાન્ય માણસને શ્રદ્ધા થઈ ને તે ગિરનાર જઈ દેવપણું પામ્યો. ક્રમે કરી સામતાદિ પાટણ આવ્યા અને શ્રી કુમારપાળ મહારાજાના ચરણમાં શત્રુની લક્ષ્મી આદિ અર્પણ કરતાં મંત્રીશ્વર શૌર્યની પ્રશંસાપૂર્વક તેમની ભાવનાની વાત કરી. તે સાંભળી રાજા સામંતો સાથે મંત્રીશ્વરના ઘરે આવ્યા ને તેમના પુત્રો બાહડ-અંબડ આદિનો શોક ઉતરાવી કહ્યું - Page #273 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪. युवां यदि पितुर्भक्तौ, धर्ममर्मविदावपि । उद्धियेथां तदा तीर्थे, गृहीत्वा तदभिग्रहान् ॥१॥ અર્થ - હે બાહડ-અંબડ ! તમે બને ખરેખર જ પિતાના ભક્ત અને ધર્મના મર્મને જાણનારા હો તો તે તે અભિગ્રહોને ગ્રહણ કરી બને તીર્થોનો ઉદ્ધાર કરો. ऋणमन्यदपि प्रायो, नृणां दुःखाय जायते । यद्देवस्य ऋणं तत्तु, महादुःखनिबन्धनम् ॥२॥ અર્થ:- લોકોનું સામાન્ય ઋણ પણ માણસ માટે દુઃખનું કારણ બને છે, ત્યારે દેવનું દેવું તો મહાદુઃખનું નિમિત્ત જ છે. स्तुत्याः सुतास्त एव स्युः, पितरं मोचयन्ति ये । ऋणाद् देवऋणात् तातं, मोचयेथां युवां ततः ॥३॥ અર્થ - જે પુત્રો પોતાના પિતાને ઋણમુક્ત કરે છે તે જ પુત્રો પ્રશંસનીય છે. માટે તમે તમારા પિતાને ઋણથી મુકાવો. सवितर्यस्तमापन्ने, मनागपि हि तत्पदम् । अनुद्धरन्तस्तनया, निन्द्यन्ते शनिवद्धज्जनैः ॥४॥ અર્થ - સૂર્ય અસ્ત પામતાં તેના પુત્રો (અન્ય ગ્રહો) તેના સ્થાનને પણ ન શોભાવે તો શનિની જેમ લોકોથી તે નિન્દાય છે; (શનિને સૂર્યપુત્ર માન્યો છે) રાજા આદિની આવી ઉદાત્ત ને મીઠી વાણી સાંભળી ઉત્સાહિત થયેલા બાહડ અને અંબડે એક એક પ્રતિજ્ઞા કરી. પછી બાહડ પોતાનો ઓરમાન ભાઈ થતો હતો છતાં અંબાને રાજા પાસેથી સેનાધિપતિનું સ્થાન અપાવ્યું. પોતે રાજાજ્ઞા લઈ શ્રી ગિરનારતીર્થે ગયો ને અંબાદેવીએ માર્ગ બતાવવા જ્યાં ચોખા છાંટ્યા હતા તે માર્ગે ત્રેસઠ લાખનો વ્યય કરી ચડવામાં સુગમતા રહે તેવાં નવાં પગથિયાં કરાવ્યાં. ત્યાંનું કામ પૂરું થતાં તરત શ્રી શત્રુંજયની તળેટીમાં સૈન્ય સાથે પડાવ નાંખ્યો - યોજના વિચારીને દેશવિદેશના શિલ્પી કારીગરો તેમજ સલાટો તેડાવ્યા. પથ્થર આદિ સામગ્રી ભેગી કરવા માંડી. આખા દેશમાં વાયુવેગે વાવડ ફરી વળ્યા કે ગુજરાતના મહામાત્ય શ્રી શત્રુંજયનો ઉદ્ધાર કરાવે છે. પોતે આ લાભ લીધા વિના ન રહી જાય એવી ભાવનાથી ઘણા શ્રાવક ગૃહસ્થો મંત્રી પાસે આવ્યા છે ને પોતાને પણ આ પુણ્યકાર્યમાં લાભ મળે એવી સંભાવના પ્રગટ કરી રહ્યા છે. એવે અવસરે ટીમાણક ગામનો રહેવાસી કોઈ “ભીમો કુંડલિયો” નામનો વાણિયો કેવલ છ રૂપિયાનું ઘી લઈ વેપાર કરવા ત્યાં આવ્યો. બાહડના સૈન્યમાં ઘી વેચી શુદ્ધ વ્યાપારથી તેણે એક રૂપિયા જેવી કમાણી કરી. નાહી-ધોઈ પુષ્પ ખરીદી પ્રભુજીની પૂજા કરી અને બાહડ મંત્રીના પડાવમાં ઉ.ભા.-૪-૧૮ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ આવ્યો. અનેક શેઠિયાની વચ્ચે તેજવી બાહડ મંત્રીને જોઈ ભીમો ઝંખવાણો પડ્યો. મોટા દરવાજે ઊભેલા દરવાને પણ તેને આગળ જવા ઈશારો કર્યો. તેણે વિચાર્યું - अहो ! मर्त्यतया तौल्य-मस्य मेऽपि गुणै पुनः । द्वयोरप्यन्तरं रत्नो-पलयोरिव हा कियत् ॥१॥ અર્થ:- અહો આશ્ચર્યની વાત છે કે મનુષ્યપણાથી તો હું અને આ મંત્રી સરખા જ છીએ. પણ ગુણની દૃષ્ટિથી તો અમારા બન્નેમાં રત્ન અને પાષાણ જેટલું અંતર છે. ભીમાશેઠને દ્વારપાળ જતા રહેવા જણાવતો હતો, ત્યાં મંત્રીની દૃષ્ટિ ભીમા પર પડી. તેઓ તેની પાસે આવ્યા. ખભે હાથ મૂકી પૂછ્યું “ભાઈ ! કોણ છો ? પૂજા કરી આવ્યા? ભીમાએ કહ્યું “હું એક ગરીબ શ્રાવક છું. ઘણા વખતે આજે પુષ્પો ખરીદી ભાવથી પૂજા કરી.” આ સાંભળી મંત્રીએ કહ્યું – धन्यस्त्वं निर्धनोप्येवं, यज्जिनेन्द्रमपूजयः । धर्मबन्धुरसि त्वं मे, ततः साधर्मिकत्वतः ॥१॥ અર્થ - નિધન છતાં તમે દ્રવ્ય વ્યય કરી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરી માટે તમે ધન્ય છો - કૃતપુણ્ય છો, સાધર્મિક હોઈ તમે મારા ધર્મબંધુ છો. પછી પોતે ભીમાશાને પોતાની ગાદી પાસે લઈ આવ્યા. ભીમો ખચકાતો ખચકાતો ચાલ્યો ને મંત્રીએ તેને ખેંચીને પોતાની પાસે બેસાડ્યો અને બધા વચ્ચે ભીમાની પ્રશંસા કરી પોતાની પાસે બેસાડ્યો. ભીમાએ વિચાર્યું “અહો પ્રભુનો ધર્મ કેટલો મહાન છે. પૂજાનો મહિમા પણ અપાર છે. તેથી મારા જેવા સામાન્ય માણસને પણ કેટલું માન-સન્માન મળે છે.” તે વખતે શેઠિયાઓ મંત્રી સાથે મીઠી રકઝક કરતા કહી રહ્યા હતા કે : प्रभविष्णुस्त्वमेकोऽपि, तीर्थोद्धारेऽसि. धीसख । बन्धुनिव तथाप्यस्मान्, पुण्येऽस्मिन् योक्तुमर्हसि ॥१॥ અર્થ હે મંત્રીશ્વર ! જો કે તમે એકલા જ આ તીર્થનો ઉદ્ધાર કરવામાં સમર્થ છો, છતાં અમારી વિનંતી છે કે આ પુણ્યકાર્યમાં બંધની જેમ તમે અમને પણ સાથે રાખો. અર્થાત્ અમને પણ આ જીર્ણોદ્ધારના કાર્યમાં લાભ આપો, पित्रादयोपि वञ्च्यन्ते, कदापि क्वापि धार्मिकैः । न तु साधर्मिका धर्म-स्नेहपाश-नियन्त्रणात् ॥२॥ અર્થ - કોઈકવાર ધર્મી પુરુષો માતા-પિતા આદિને છેતરી લે છે પણ ધર્મકાર્યમાં સ્નેહપાસથી બંધાયેલા હોવાને લીધે તેઓ સાધર્મિકબંધુને છેતરી શકતા નથી. માટે અમારું ધન પણ આ ગિરિરાજના ઉદ્ધારમાં અવશ્ય લાગવું જોઈએ.' આમ બોલતા તે શ્રાવકો પોતાની રકમ નોંધાવવા Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ લાગ્યા. પણ ‘સહુ પ્રથમ કોનું નામ લખવું' એની વિમાસણ થઈ. ભીમાશાએ પણ વિચાર્યું ‘આ બધા તો મહાસૌભાગ્યશાલી છે ને મોટા મોટા લાભ લેશે. મારે પણ આ અવસ૨ ખોવો જોઈએ નહીં.' તેની ચેષ્ટાથી મંત્રીએ પૂછ્યું : ‘મહાનુભાવ શું વિચારો છો ?’ તેણે કહ્યું ‘મને પણ લાભ લેવાની ઘણી ભાવના થાય છે. પણ મારી પાસે તો માત્ર સાત જ રૂપિયા છે ને જીવનભરની આ જ કમાણી છે.' : આ સાંભળી મંત્રી ભીમાને ભેટી પડ્યા ને બોલ્યા : “શેઠિયા ! ધન્ય છે તને, પ્રથમ નામ કોનું લખવું ? હું તેની વિમાસણમાં હતો. અમે શું ખરચવાના હતા ? તેં તો તારી બધી જ મૂડી આપી દીધી. પહેલું નામ તમારું. શેઠ ભીમા કુંડલિયા રૂપિયા સાત અમે બધાં અહીં ભેગા થઈ વાત તો ઘણી કરી પણ કોઈએ પોતાની મૂડીનો મોટો ભાગ કાઢ્યો નથી ત્યારે તમે તમારી બધી જ કમાણી આપી દીધી” સાંભળી બધા શેઠિયાઓ હર્ષ અને લજ્જા પણ પામ્યા. મંત્રીએ બહુમાન કરતાં ભીમાને ૫૦૦ રૂપિયા અને ત્રણ ઉત્તમ વસ્ત્રના તાકા આપવા માંડ્યા. પણ ભીમાએ તે ઘણો આગ્રહ છતાં ન લીધા ને ઘરે આવ્યો. તેની પત્ની સ્વભાવની જરા આકરી હતી છતાં ભીમાએ ધીરે ધીરે તેને બધી વાત કરી. પુણ્યોદયે સ્ત્રીને પણ સારા ભાવ પ્રગટ્યા. તે બોલી “સિદ્ધગિરિના જીર્ણોદ્ધારના ભાગી થવાનું સૌભાગ્ય મેળવ્યું તે તો ઉત્તમ કામ કર્યું પણ મંત્રીશ્વરનું દ્રવ્ય ન લઈને તો તમે ઘણું જ સારું કર્યું.” આ સાંભળી ભીમાને સંતોષ થયો એકવાર ગાય બાંધવા ખીલો ખોદવા જતાં ધરતીમાંથી ચરૂ નીકળ્યો. તેમાંથી ચાર હજાર સુવર્ણમુદ્રા નીકળી. તેણે પત્નીને કહ્યું “આ જો પુણ્યોદય ! આ ધન પણ આપણે ધર્મ-પુણ્યમાં જ ખરચીએ તો કેમ ?” પત્ની સંમત થઈ ને ભીમાશા ચરૂ લઈ પહોંચ્યા મંત્રીશ્વર પાસે. બધી વાત જણાવી તીર્થોદ્ધાર માટે આપવા લાગ્યા. મંત્રીએ ના કહી. ભીમાશાએ આગ્રહ કર્યો. મંત્રીએ કહ્યું કે “પર્યાપ્ત ધન થઈ ગયું છે માટે હવે તમે ઘેર જાવ.” આ રકઝકમાં રાત પડી ગઈ. બેમાંથી એકે માનતા નથી. ત્યાં કપર્દીયક્ષ પ્રગટ થઈ બોલ્યો “ભીમાશા ! તમારી પ્રભુભક્તિ ને પુષ્પોથી ઉત્તમ પૂજા જોઈ હું ઘણો આનંદિત થયો છું. આ સોનામુદ્રાનો ચરૂ તમને જ આપ્યો છે. તમે ઘરે જાવ ને સુખે રહો” યક્ષ પછી અદૃશ્ય થયો. બન્ને વિસ્મય-આનંદ પામતાં સૂઈ ગયાં. સવારે ભીમાશાએ શ્રી આદીશ્વર ભગવાનની પુષ્પો ને રત્નોથી પૂજા કરી પછી ચરૂ લઈ ઘરે આવ્યો. સગૃહસ્થની જેમ તે રહેવા ને દાનપુણ્યમાં સંપત્તિ વાપરવા લાગ્યો. આ તરફ મંત્રીશ્વરે શુભ મુહૂર્તમાં પ્રાચીન કાષ્ઠના જિનાલયનું વિસર્જન કરાવી ખાતમુહૂર્ત કરી સોનાની વાસ્તુમૂર્તિ વિધિવત્ પધરાવી અને મોટી શિલા સ્થાપન કરી. જિનમંદિરનું કામ જોરશોરથી આરંભ્યું તે પાષાણમય દહેરાસર બે વર્ષે તૈયાર થયું. ચૈત્ય પૂર્ણ થયાના સમાચારવધામણી આપનારને મંત્રીએ સોનાની ૩૨ જીભ આપી ને આનંદ વ્યક્ત કર્યો. તે આનંદોત્સવ ચાલતો હતો ત્યાં એક બીજા માણસે આવીને ખબર આપ્યા કે “દુઃખની વાત છે કે ગમે તે કારણે Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ તે દહેરાસરની ભીંતમાં મોટી તિરાડ પડી ગઈ છે.” આ સાંભળી વિચારમાં પડેલ મંત્રીએ તે માણસને ૬૪ જીભ સોનાની આપી. આથી આશ્ચર્ય પામેલા લોકોએ કારણ પૂછ્યું. મંત્રીએ ઉત્તર આપતાં કહ્યું “મારી હયાતીમાં આ પ્રાસાદમાં તિરાડ પડી તે હું તરત સમરાવી લઈશ, પણ પાછળથી થતે તો કોણ જાણે ક્યારે ને કેમ સુધરતે? હું તે ફરીવાર અને ઘણી સુદઢ કરાવીશ. મંત્રીએ શિલ્પી-સલાટોનો પ્રાસાદ ફાટવાનું કારણ પૂછતાં તેમણે કહ્યું “આવા મોટા પર્વત પર પવનનું તો જોર હોય જ. તે પવન દહેરાસરની ભમતીમાં પેઠો પણ નીકળવાનો રસ્તો ન હોઈ તેણે દીવાલ તોડી. ભમતી વિનાનું દહેરાસર કરીએ તો શિલ્પશાસ્ત્ર એમ કહે છે કે તેથી કરાવનારને સંતાન ન થાય. આ સાંભળી મંત્રી વિચારે છે કે - सन्तानः सुस्थिरः कस्य ? स च भावी भवे भवे । साम्प्रतं धर्मसन्तान, एवास्तु मम वास्तवः ॥१॥ અર્થ - સ્થિર સંતતિ કોની રહી (કે મારી રહેશે ?) તે તો ભવભવ સુલભ છે. માટે વર્તમાનમાં તો ધર્મસંતાન જ વાસ્તવમાં સ્થિર સંતતિ છે. મંત્રીએ ભમતમાં બન્ને બાજુની ભીંતમાં મોટી શિલાઓ જડાવી. ત્રણ વર્ષે દહેરાસર પૂર્ણ થયું. જીર્ણોદ્ધારમાં બે કરોડ સત્તાણું લાખ રૂપિયાનું ખર્ચ થયું. તે મહાપ્રાસાદની પ્રતિષ્ઠા સંવત ૧૨૧૧ ની સાલે શનિવારના દિવસે મહામહોત્સવપૂર્વક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના વરદ્હસ્તે કરાવી. સોનાના ધ્વજદંડ-કલશ પ્રતિષ્ઠાપન કર્યા. લાખો શ્રાવક-શ્રાવિકાએ મહામહોત્સવમાં ઉમંગપૂર્વક ભાગ લીધો ને ધર્મનો જયજયકાર થયો. પ્રભુજીની પૂજા માટે ચોવીશ બગીચા તેમજ ચોવીશ ગામ અર્પણ કર્યા ને તળેટીમાં બાહડપુર ગામનું ગામ વસાવ્યું. ત્યાં શ્રી પાર્થપ્રભુનું સુંદર દહેરાસર બંધાવી ત્રિભુવનપાળવિહાર નામ આપ્યું. મંત્રીશ્વરના આવા અદ્ભુત ઉત્તમ ચરિત્રથી પ્રસન્ન થયેલા શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી બોલ્યા કે – जगद्धर्माधारः स गुरुतरतीर्थाधिकरणस्तदप्यर्हन्मूलं स पुनरधुना तत्प्रतिनिधिः । तदावासश्चैत्यं सचिव ! भवनोद्धृत्य तदिदं, समं स्वेनोद्दधे भुवनमपि मन्येऽहमखिलम् ॥१॥ અર્થ :- જગતના ધર્મનો આધાર તે મોટા મોટા તીર્થનું અધિકરણ , ને તેનું મૂળ અહતુ પરમાત્મા છે. પરંતુ વર્તમાનમાં તેમનું પ્રતિનિધિત્વ તેમના પ્રતિમાજી કરે છે. તેમનો આવાસ એ આ ચૈત્ય છે, તો જિનભવનનો ઉદ્ધાર કરીને તે મંત્રી ! હું માનું છું કે તમે તમારા આત્મા સાથે અખિલ ભુવનના આખા સંસારનો ઉદ્ધાર કર્યો છે. આમ આખા સંઘથી પણ સ્તવાયેલા વાગભટ્ટ (બાયડ) મંત્રીએ પાટણમાં આવી રાજાને પ્રસન્ન કર્યા. Page #277 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૬૭ આ તરફ આઝભટ્ટ (આંબડે) પિતાના શ્રેય કાજે ભૃગુપુર એટલે ભરૂચમાં શકુનિકા વિહાર નામે શ્રી મુનિસુવ્રત ભગવાનના મહાપ્રાસાદનો સંવત ૧૨૨૦ માં ઉદ્ધાર કરાવ્યો. વડના ઝાડ નીચે પડેલી સમળીને નવકાર સંભળાવતા મુનિરાજના દશ્યવાળી લેપ્યમયમૂર્તિ કરાવી. મહારાજા કુમારપાળ સહિત સમસ્ત સંઘને આમંત્રી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના વરદ્હસ્તે શ્રી મુનિસુવ્રતસ્વામીની મોટા મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. પહેલા કુમારપાળે દક્ષિણના દંડનાયકે આદ્મભટ્ટ (આંબડ)ને નીમ્યા હતા ને આમ્રભટ્ટે ત્યાંના યુદ્ધમાં વિજય મેળવી મલ્લિકાર્જુનને જીત્યો હતો ને તેનો દ્રવ્યકોશ લઈને આવ્યા હતા. તે કોષ રાજા કુમારપાળ દંડનાયકને જ અર્પણ કર્યો હતો ને પિતામહની પદવી પણ આપી હતી. બત્રીશ ધડી સોનાના કળશ ને ધ્વજાદંડ કરાવી પ્રાસાદના શિખરો પર પ્રતિષ્ઠિત કર્યા હતા ને પટ્ટકુળની ધ્વજાઓ લહેરાવી હતી. બધું કાર્ય સારી રીતે પાર પડ્યા પછી હર્ષાવેશથી ઉલ્લસિત હૃદયવાળા આદ્મભટ્ટ મલ્લિકાર્જુનનો ખજાનો લઈ દહેરાસરના શિખર પર ચડ્યા અને સુવર્ણ-રત્નમણિ-મુક્તાની ખોબે ખોબે વૃષ્ટિ કરી. આથી તેમની ઘણી પ્રશંસા થઈ. એક કવિએ કહ્યું : निरीक्षिता पुराप्यासीत्, वृष्टिर्जलमयी जनैः । तदा तु ददृशे क्षौम-स्वर्णरत्नमयी पुनः ॥१॥ અર્થ:- લોકોએ પહેલાં પણ જળની વૃષ્ટિ તો જોઈ જ હતી, પણ ક્ષૌમ (મૂલ્યવાન વસ્ત્રો) સોના ને રત્નનો વરસાદ તો ત્યારે (પ્રતિષ્ઠા વખતે) જ જોવામાં આવ્યો. પછી મોટા ઉછરંગપૂર્વક ચૌલુક્યવંશ વિભૂષણ મહારાજા કુમારપાળ તેમજ આદ્મભટ્ટ આદિએ શ્રી મુનિસુવ્રત ભગવાનની આરતી ઉતારી. તે વખતે બોંતેર સામંતો સોનાની દાંડીવાળા ચામર વીંજવા ઊભા રહ્યા. વાગુભટ્ટ આદિ મંત્રીઓ પૂજાવિધિની સામગ્રીની તૈયારી કરવામાં સાવધાન થયા. આરતી પછી મંગળદીવો પ્રગટ થયો. ત્યારબાદ પ્રભુજીના ગુણગાન ગાનાર સંગીતકાર આદિને બત્રીસ લાખ દ્રવ્યનું દાન આપ્યું. આવું વિસ્મયકારી ચરિત્ર આદ્મભટ્ટનું જાણીમાણસની સ્તુતિ કદી ન કરનારા આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી એકાએક બોલી ઊઠ્યા કે – किं कृतेन यत्र हि त्वं, यत्र त्वं किमसौ कलिः । कलौ चेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किम् ॥१॥ અર્થ :- ઓ આંબડ ! જ્યાં તું છે ત્યાં કૃતયુગ-સતયુગથી શું પ્રયોજન છે? અર્થાત્ તું છે ત્યાં સતયુગ જ છે. જયાં તું છે ત્યાં શું કળિયુગ છે? અર્થાત્ કળિયુગનો તારી સામે કોઈ પ્રભાવ જ નથી. તારા જેવાનો જન્મ જો કળિયુગમાં જ થતો હોય તો કળિયુગ ભલે રહ્યો, અમારે કૃતયુગની કાંઈ આવશ્યકતા નથી. કેમ કે - कते वर्षसहस्त्रेण, त्रेतायां हायनेन च । द्वापरे यच्च मासेन, अहोरात्रेण तत् कलौ ॥२॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ અર્થ - સતયુગમાં જે કાર્ય હજાર વર્ષે થાય છે, ત્રેતાયુગમાં એક વર્ષે થાય છે, તે કાર્ય દ્વાપરમાં એક મહિને થાય છે ત્યારે કળિયુગમાં તે માત્ર એક દિવસ રાતમાં જ સિદ્ધ થાય છે. આમ આદ્મભટ્ટની ગુરમહારાજે ને રાજાએ પણ પ્રશંસા કરી. સહુ પોતાને સ્થાને આવ્યા. થોડીવારે આંબડને ઘોર મૂછ આવી ગઈ. તે જાણે મરણ પામ્યા હોય તેમ અચાનક લાકડું થઈ પડ્યા. હાહાકાર થઈ ગયો. શ્રી હેમચંદ્રાચાર્યે જાણી લીધું કે જ્યારે પ્રાસાદના શિખર પર ચડી આંબડ આનંદોલ્લાસના અતિરેકથી નાચતો હતો ત્યારે મિથ્યાત્વીદેવીની દૃષ્ટિ લાગી ગઈ છે. ઉપાધ્યાય યશશ્ચંદ્ર નામના શિષ્યને લઈ સંધ્યા સમયે આચાર્યશ્રી ભરૂચની સીમા ભૂમિમાં આવ્યા. ઉત્પાત કરનાર સિંધુદેવીનું આહ્વાન કરી આચાર્યદેવે કાઉસ્સગ્ન કર્યો. દેવી આવી પણ કાંઈ બોલ્યા વિના જાણે ગુરુની અવગણના કરી ચાલતી થઈ. ત્યારે શિષ્ય યશશ્ચંદ્રગણીએ પોતાની કામળી ખારણીમાં નાંખી ફૂટવા માંડી. પ્રથમ પ્રહારે દેવીનું સ્થાન ધમધમી ઊઠ્યું. બીજા પ્રહાર તો તે દેવીના બરડામાં એવો ઘા વાગ્યો કે “મને બચાવો બચાવો. આ વજનો ભાર નથી ખમાતો... ઓ મા... રે મરી ગઈ” કહેતી તે શ્રી મુનિસુવ્રત ભગવાનના મંદિરના ઉમરામાં ઢગલો થઈ પડી ને પ્રભુનું શરણું લીધું. તે દુષ્ટ વ્યંતરીને સાત્ત્વિક વિદ્યાથી શિક્ષા આપી ફરી આવું ન કરવા સમજાવી વિદાય કરી અને આદ્મભટ્ટ મંત્રીને સ્વસ્થ કર્યા. ગુરુમહારાજ સ્વસ્થાને આવ્યા. ભવ્યજીવો પર ઉપકાર કરતા વિચરતા રહ્યા ને શાસનની ભવ્ય પ્રભાવનામાં અગ્રેસર રહ્યા. ધર્મ-શાસનનાં મહાન કાર્યોમાં આદ્મભટ્ટ સદા આગળ રહેવા લાગ્યા. શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ તેમની પ્રશંસા કરી. જેમ હેમચંદ્રસૂરિજીએ આમ્રભટ્ટ-આદિ સચિવો ને કુમારપાળ જેવા રાજાની ધર્મભાવનાની વૃદ્ધિ અર્થે પ્રશંસા કરી તેમ ધર્મપ્રભાવક શ્રાવક-શ્રાવિકા આદિની શ્લાઘાપ્રશંસા અવશ્ય કરવી. ૨૦૪ દર્શનાચારનો છઠ્ઠો આચાર-સ્થિરીકરણ मनोविपरिणामेन, गुर्वादिष्टक्रियादिषु ।। स्थिरतापादनं तेषां, सीदतां स्मरणादिभिः ॥ અર્થ - મનના પરિણામ વિપરીત થવાને કારણે ગુરુ આદિએ બતાવેલ ક્રિયા આદિમાં સીદાતા-અસ્થિર થતા શિષ્યાદિકને સ્મારણાદિ દ્વારા સ્થિરતા ઉપજાવવી તેનું નામ સ્થિરીકરણ છે. નીચેના વિવેચન અને દષ્ટાંતથી આનો આખો ભાવાર્થ સમજી શકાશે. ગુરુમહારાજે બતાવેલ વિનય-વૈયાવચ્ચ, કઠિન વિહાર તેમજ દુષ્કવ્રતોનું પાલન આદિ ક્રિયામાં પ્રમાદાદિ કારણે સીદાતા શિષ્યાદિકને યોગ્યતા પ્રમાણે સંસારના ભય (કષ્ટ) આદિ બતાવવા Page #279 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ૨૬૯ દ્વારા હિતોપદેશ દેવાપૂર્વક સ્મારણા, વારણા, નોદના, પ્રતિનોદના આદિ કરી તેમને મોક્ષમાર્ગમાં સ્થિર કરવા. જેમ કે – દીક્ષાના દિવસે જ – સંથારો છેલ્લે અને દ્વાર પાસે કરવાનો વારો આવ્યો. જતાં-આવતાં સાધુઓના પગસંઘટ્ટનથી તેમજ ચરણરજથી મગધના રાજકુમાર મેઘકુમાર મુનિને ખેદ ઊપજયો કે આવું કઠોર જીવન, જીવનભર કઈ રીતે જીવી શકાશે? તેમને વિપરીત પરિણામ થતાં સ્થિર કરવા માટે ભગવાને કહ્યું, “મેઘ તે પરભવે હાથીના જીવનમાં ઘણાં દુઃખો વેઠ્યાં છે.” ઇત્યાદિ કહી તેને ધર્મમાં સ્થિર કર્યા. તેમ બીજાએ પણ કરવું. સ્મારણાદિનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે - पम्हढे सारणा वुत्ता, अणायारस्स वारणा । चुक्काणं चोअणा भुज्जो, निठुरं पडिचोअणा ॥१॥ અર્થ - વ્રતના પાલન માટે પ્રમાદીને માટે સારણા (સ્મારણા) કહી છે. (જેમ કે તમો કોણ છો? બધું છોડીને સંયમ લીધું છે. મહાભાગ ! એ ભવ્ય ભાવનાનું સ્મરણ કરો.) અનાચારીને માટે વારણા, અલન પામનાર માટે ચોયણા (પ્રેરણા) અને નિષ્ફર જીવ માટે ફરી ફરી પ્રેરણારૂપ પડિચોયણા કહી છે. थिरकरणं पुण थेरो, पवत्ति वावारिएसु अत्थेसु । जो जत्थ सीअइज्जइ, संतबलो तं थिरं कुणइ ॥१॥ અર્થ:- સદા કરવાના ધર્મકરણીરૂપ વ્યાપારમાં જે સીદાતો હોય, ઉત્સાહન રાખતો હોય, ત્યાં તેને સ્થિર કરવાની પ્રવૃત્તિ સ્થવિરો કરે છે. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ જેમ કુમારપાળ રાજાને ધર્મમાં સ્થિર કરેલ, તેમ. તે સંબંધ નીચે પ્રમાણે છે – મહારાજા કુમારપાળનો પ્રબંધ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી કુમારપાળે એવી પ્રતિજ્ઞા કરી હતી કે શ્રી હેમચંદ્રસૂરિજી વિરચિત વીતરાગસ્તોત્રના ૨૦ અને યોગશાસ્ત્રના ૧૨ એમ કુલ ૩૨ પ્રકાશનો સ્વાધ્યાય કરીને જ મુખશુદ્ધિ (દાતણ) કરવી. યોગશાસ્ત્રની વ્યાખ્યા ગુરુમહારાજ પાસે રાજા સાંભળી રહ્યા હતા. તેમાં ચોથા વ્રતના અધિકારમાં શ્લોક આ પ્રમાણે આવ્યો - प्राप्तुं पारमपारस्य, पारावारस्य पार्यते । स्त्रीणां प्रकृतिवक्राणां स्त्रीचरित्रस्य नो पुनः ॥१॥ Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અર્થ - જેનો પાર નથી એવા પારાવાર (સમુદ્ર)નો પાર પામી શકાય છે - કિંતુ સ્વભાવથી જ વક્ર એવી નારીના સ્ત્રીચરિત્રનો પાર પામી શકાતો નથી. આ સાંભળી હસતાં રાજાએ કહ્યું “ભગવન્! કવિઓનો વિહાર અગમ્ય છે. તેઓ મેરુને કાંકરા તુલ્ય અને કાંકરાને મેરુ તુલ્ય કરી શકે તે વાત સત્ય લાગે છે. કહ્યું છે કે – कविजन कबहु न छोडिये, जो होय हियडे सान । मेरु टाली कर्कर करे, कर्कर मेरु समान ॥ અર્થ:- આ ઉક્તિ પ્રમાણે આપે પણ આપના કવિહૃદયનો જ પરિચય આપ્યો છે. કેમ કે સ્વભાવથી જ ડરપોક આ અબળાનું ચરિત્ર અતિગહન બતાવી આપે કવિજનોની કાવ્યકુશળતાનો સુંદર ચિતાર કર્યો છે. આ બાબત રાજાની જીદ જાણી ગુરુશ્રીએ કહ્યું: રાજા! આ કવિત્વનું કૌશલ્ય નથી પણ નિર્ભેળ સત્ય છે. પૂર્વના અનેક આચાર્યોએ આ બાબત ઘણું નિરૂપણ કર્યું છે. ઇતિહાસમાં પણ ઘણા કિસ્સાઓ બનેલા છે. તમારી ઇચ્છા હોય તો એકાદ સાંભળો - પરકાયપ્રવેશ આદિ અનેક વિદ્યાવાળા મહારાજ વિક્રમ અવંતીનગરીમાં રાજ્ય કરતા હતા. તેમની સભામાં એકવાર એક પંડિતે કહ્યું કે - अश्वप्लुतं माधवगर्जितं च, स्त्रीणां चरित्रं पुरुषस्य भाग्यम् । अवर्षणं चापि च वर्षणं च, देवो न जानाति कुतो मनुष्यः ॥१॥ અર્થ - ઘોડાનો અવાજ, વૈશાખની ગર્જના, સ્ત્રીનું ચરિત્ર, પુરુષનું ભાગ્ય, સુકાળ અને દુષ્કાળ આવી બાબતમાં દેવ પણ કાંઈ જાણી શકતા નથી તો માણસનું શું ગજું? આ સાંભળી વિદ્વાન રાજાએ કહ્યું : “પંડિત ! બીજું બધું તો ઠીક પણ સ્ત્રીચરિત્રની તમે ગહનતા કહી તેમાં ન જાણવા જેવું શું છે? આ વાત મારા ગળે ઊતરતી નથી.” પંડિતે કહ્યું: “આ શ્લોકમાં શંકા રાખવા જેવું નથી.' રાજાએ કહ્યું: “હું આ બાબતની પરીક્ષા કરી તમને પારિતોષિક આપીશ.” પંડિતે “સારું' કહી વિદાય લીધી. રાજા એકવાર રાતે નગરચર્યા જોવા નીકળ્યા. અંધારામાં ફરતા રાજાએ એક હવેલીની છત પર તિલકશ્રી અને કનકશ્રી નામની બે સખીનો આ પ્રમાણે વાર્તાલાપ સાંભળ્યો. તિલકશ્રીએ પૂછયું : “કનકશ્રી તું પરણી પતિના ઘરે જઈશ પછી ત્યાં શું કરીશ? તેણે ઉત્તરમાં કહ્યું - शय्योत्पाटनगेहमार्जनपयःपावित्र्यचुल्लीक्रियास्थालक्षालनधान्यपेषणभिदागोदोहतन्मन्थनैः । पाकैस्तत्परिवेषणैः समुदितैर्भाण्डादिशौचक्रियाकार्यैर्भर्तृननान्दृदेवृविनयैः कष्टं वधूर्जीवति ॥१॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૭૧ અર્થ :- પથારી પાથરવી-ઉપાડવી, વાસીદુ વાળવું, પાણી ગળવું, સગડી-ચૂલો સળગાવવો, વાસણ ધોવાં, અનાજ સાફ કરવાં, ખાંડવાં, દળવાં, ભરડવાં આદિ કરવું. ગાય દોહવી, દૂધ-દહીં, છાશ આદિની પળોજણ કરવી. રાંધવું, પીરસવું, બધાં વાસણો માંજવાં આદિ શૌચક્રિયા કરવી. ધણી, નણંદ, દેવર આદિનો વિનય કરવો. આ બધું જોતાં એમ લાગે છે કે ઘરની વહુ દુઃખે કરી જીવે છે. અર્થાતુ વહુનું જીવન દુઃખમય હોય છે. પણ કુળવધૂએ પોતાના અને કુળના ગૌરવ માટે બધું કરવું જ રહ્યું. હું તો બધી રીતે મારા પતિના ચિત્તને અનુકૂળ વર્તન કરીશ. તેમને ને ઘરને સારી રીતે સાચવીશ.” આ સાંભળી તિલકશ્રી બોલી : “તું તો સાવ ભોળી છે. તે જોજે તો ખરી? કે હું કેવા કલ્લોલ કરું છું. હું તો તારા કહ્યાથી સાવ વિપરીત જ કરીશ.” આ બધી વાત સાંભળી રાજા મહેલમાં આવ્યો ને સવારે તિલકશ્રીનું માગું કરી પરણ્યો. તેના વાણી વર્તનથી તે સ્વચ્છેદ જણાતી હતી ને તેના ચરિત્રની રાજએ પરીક્ષા કરવી હતી. તેને એક થાંભલા પર બનેલા મહેલમાં રાખી અને તે મહેલમાં પુરુષ માત્રનો પ્રવેશ નિષેધ્યો. ત્યાં દરેક કાર્ય સ્ત્રીઓ જ કરતી. પુરુષનો પડછાયો પણ મહેલ પર ન પડી શકતો. એકવાર તે મહેલની નીચે કોઈ કામાનંદ નામના સાર્થવાહે વિસામો કર્યો. તિલકશ્રી અને યુવાન સાર્થવાહની નજર મળી ને અનુરાગ થયો. તેણે સંકેત કર્યો, તે મુજબ કામાનંદે ધરતીમાં સુરંગ કરાવીને તે માર્ગે રાજાની અનુપસ્થિતિમાં તે મહેલમાં જવા લાગ્યો અને રાણી તિલકશ્રી જોડે રમવા લાગ્યો. આમ એ બન્નેનો સમય સુખમાં વિતવા લાગ્યો. એકવાર રાજા સભામાં બેઠો હતો. તે વખતે ધનનાથ નામનો યોગી ભિક્ષા માટે ચૌટામાં ભ્રમણ કરતાં બોલવા લાગ્યો કે “સબ જગ ભીના એક જ કોરી.” આ વારે વારે એક જ વાત સાંભળી રાજાએ એના મર્મનો અર્થ તારવ્યો કે ખરે જ આ યોગી પોતાની એકમાત્ર સ્ત્રીને જ સતી માનતો આમ બોલી રહ્યો છે. માટે આની ચર્યા જેવી જોઈએ. સાંજે જ્યારે ભિક્ષા લઈ એ યોગી પોતાના રહેઠાણ તરફ પાછો ફર્યો ત્યારે રાજા પણ માખીનું રૂપ લઈ તેની પાછળ પડી ગયો. યોગીના હાથમાં પુષ્પ, અત્તર, તાંબુલ, પકવાન આદિ હતાં. આગળ યોગી ને પાછળ ઊડતી માખી બને ચાલ્યા જાય છે. ગામની સીમાથી થોડે દૂર સિદ્ધવડની નીચેની મોટી શિલા ઊંચી કરી તેની નીચેના ભોંયરામાં યોગી ને તેની પાછળ માખી બનેલો રાજા પેઠો. હાથની વસ્તુ ઉચિત સ્થાનમાં મૂકી યોગીએ જટામાંથી એક માદળિયું કાઢ્યું. તેમાંની ભસ્મમાંથી એક યુવતી પ્રગટ કરી, તેની સાથે ઈચ્છાપૂર્વક આનંદ-કીડા કરી થાકેલો યોગી સૂઈ ગયો. યોગીને ઊંઘ આવતાં જ એ યુવતી ઊભી થઈ. તેણે પોતાના ગળામાં રહેલા માદળિયામાંથી એક યુવાન ઉત્પન્ન કર્યો ને તેની સાથે આખી રાત ક્રીડા કરી. યોગી જાગે તે પૂર્વે તે પુરુષને પાછો ભસ્મરૂપે બનાવી માદળિયામાં નાંખ્યો ને તેને ગળામાં પહેરી લીધું, ને યોગીની પાસે સૂઈ ગઈ. યોગીએ પણ સ્ત્રીને ભસ્મ કરી માદળિયું જટામાં ગોષવી દીધું. આ બધું જોઈ રાજાના આશ્ચર્યનો પાર જ ન રહ્યો, રાજા પાછો ફર્યો ને પોપટનું રૂપ લઈ તિલકથ્વીના મહેલમાં આવી બેઠો. થોડીવારે રાણીએ સાંકળ ખખડાવી તેથી કામાનંદ અંદર આવ્યો ને રાણી તેની સાથે વિલાસ કરવા લાગી. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પંડિતના વચનને સત્ય માનતો રાજા ઊડીને સ્વસ્થાને આવ્યો. રાજા સભામાં આવીને બેઠો જ હતો ત્યાં પાછો પેલા યોગીનો અવાજ સંભળાયો. રાજાએ બોલાવી તેને જમવાનું આમંત્રણ આપ્યું ને તેને સાથે લઈ તિલકશ્રીના મહેલે જમવા આવ્યો. જમવાની તૈયારી થવા લાગી, છ પાટલા બાજોઠ અને થાળ મંડાયા. પછી સાહસી રાજાએ તલવાર ઉગામી યોગીની જટા પકડી કહ્યું “પેલી સ્ત્રીને પ્રગટ કર.” એટલે ગભરાઈ ગયેલા યોગીએ સ્ત્રીને પ્રગટ કરી પછી રાજાએ તેવી જ રીતે તે બાઈને પુરુષ પ્રગટ કરવા કહ્યું એટલે એણે પણ પુરુષ પ્રગટ કર્યો. પછી રાજાએ રાણીને કહ્યું “સાંકળ ખખડાવ,” તેણે એમ કર્યું. એટલે કામાનંદ બારણું ખોલી અંદર આવ્યો. રાજા સિવાય બધા ભય અને વિસ્મયથી જોઈ રહ્યા. રાજાએ બધાંને જમવા કહ્યું. જેમ તેમ તેમણે ખાધું. પછી પેલા યોગીએ તે સ્ત્રી તેના પ્રિયતમને આપી ને પોતે વૈરાગ્ય પામી સદાચારી યોગી બન્યો. રાજાએ પણ તિલકમંજરીને કામાનંદ સાથે રવાના કરી. પછી ભરી સભામાં અશ્વપ્લત આદિ શ્લોક કહેનાર પંડિતને સોનું ઝવેરાત આપી સત્કાર્યા. विक्रमप्रियतमापि यदेकस्तम्भसौधमुषिता कुलटाभूत् । स्त्रीजनस्तदुचितोप्यतियलात् स्वरतिं न विजहात्यतिलोलः ॥ અર્થ - એકતંભવાળા મહેલમાં રહેલી વિક્રમ જેવા રાજાની રાણી પણ કુલટા થઈ, કારણ કે અતિ પ્રયત્નપૂર્વક રાખી હોય છતાં સ્ત્રીઓ અતિલોલુપ હોવાને કારણે પરપુરુષની રતિ છોડી શકતી નથી. આ પરદર્શની (પરધર્મી)નું દષ્ટાંત કુમારપાળ રાજાએ શ્રી હેમચંદ્રસૂરિજીએ સંભળાવી કહ્યું કે “રાજા, સ્ત્રીચરિત્રની બાબતમાં તમે આગ્રહ છોડી દો.” છતાં જયારે રાજાએ જીદ કરી તો આચાર્યશ્રીએ કહ્યું “ઠીક રાજા, આજે સાંજે આ નગરમાં વસુદત્ત નામનો બ્રાહ્મણ મૃત્યુ પામશે, તેની પાછળ બળી મરીને સતી થનાર તેની પત્નીનું ચરિત્ર મહાદેવના મંદિરમાં જઈ જે જોશે તેને સ્ત્રીચરિત્ર સમજાશે.” આ સાંભળી રાજાએ તે જોવાની ઇચ્છા જણાવી. ગુરુમહારાજે ઘણો સમજાવ્યો પણ રાજા ન માન્યો ને મહાદેવના મંદિરમાં જવા તૈયાર થયો. આ તરફ ખરેખર જ તે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો ને તેની પછવાડે તેની સ્ત્રી બળીમરી સતી થવા તૈયાર થઈ. તેને સમજાવવાની રઝકમાં રાત્રિ થઈ જતાં મૃતકની ક્રિયા સવારે કરવાનું રાખી સહુ વિખરાયા. પેલી સતી તો શંકરના મંદિરમાં પતિના શબને ખોળામાં લઈ બેઠી રહી. રાજા પણ પૂર્વથી જ મંદિરમાં ગુપ્ત સ્થાને આવી સંતાઈ ગયો. રાત જામી ગઈ. ત્યાં કોઈ સુંદર-સુરીલા કંથી ગાતો જવાન ત્યાં રાતવાસા માટે આવ્યો. તેના કંઠની મોહક હલકથી તે સ્ત્રી મુગ્ધ થઈ ને પતિનું માથું જમીન પર મૂકી તેની પાસે આવી બેઠી. થોડી જ વારમાં તેઓ એકબીજા પર મુગ્ધ થઈ ગયાં. ને તે સ્ત્રી પતિના શબની સામે જ તે ગાયક સાથે વિકારથી ઉત્તેજિત થઈ વિલાસ કરવા લાગી. સાવ બેહૂદુ ને બીભત્સ દશ્ય નજરે જોઈ રાજા ગુરુના ગુણ ગાતો ત્યાંથી નીકળ્યો અને મહેલમાં આવી શાંતિથી સૂઈ ગયો. સવારે તો તે સ્ત્રી ચિતા રચાવી Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૭૩ પતિ સાથે બળી મરવા તૈયાર થઈ, ત્યારે રાજાએ આવી તેને સમજાવતાં કહ્યું “બાઈ ! માત્ર લોકોને છેતરવા માટે તું આવું અજ્ઞાની જીવને યોગ્ય આચરણ કેમ કરે છે?” આનંદઘનજી મહારાજે પણ કવિત ગાયું છે કે – કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મીલશું કંતને ધાય; એ મેળો કદીય ન સંભવે રે, મેલો ઠામ ન થાય. ઋષભo ! હે ભોળી ! આમ બળી મરવાથી ઇચ્છિતની પ્રાપ્તિ થતી હોય તો દીપકની જ્યોતમાં પડી બળી મરનાર પતંગિયાનો તો ઉદ્ધાર જ થઈ જાય. પૂર્વોપાર્જિત કર્માનુસાર જીવો મરીને અન્ય ગતિ-જાતિમાં ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે પતિ-પત્ની પણ મરીને ઉચ્ચ-નીચ ગતિને પામે છે ને તેમને સંખ્યાતા કે અસંખ્યાતા યોજનાનું પરસ્પર અંતર પણ પડી જાય છે. પરિણામે તેઓ ભેગા થવાની સંભાવના પણ રાખી શકતા નથી તો શા માટે સળગીને જીવતા રાખ થાય છે? તારા અજર-અમર આત્માનો અવિનાશી ભગવાન સાથે સંબંધ બાંધ ઈત્યાદિ ઘણી રીતે સમજાવવા છતાં તે સ્ત્રીએ હઠ ના છોડી ત્યારે રાજાએ ધીરે રહી કાનમાં ઠપકો આપતાં કહ્યું “રાતે તો પેલા આચારહીન ગવૈયા સાથે ગેલ કરતી'તી ને અત્યારે સતી થવા તૈયાર થઈ છે? - - આ સાંભળતાં જ વિફરીને વિકરાળ થયેલી તે બાઈએ ઊભા થઈ લોકો સમક્ષ જોરથી કહ્યું “અરે નગરજનો ! હું તો સમજતી હતી કે રાજા કુમારપાળ જેવો ધર્મી કોઈ થયો નથી. પણ આણે તો ગજબ કર્યો. મને કાનમાં કહે છે કે તું આવી સુંદર ને યુવાન થઈ શા માટે બળી મરે છે. તું મારે ત્યાં રહે હું તને પટરાણી કરીશ. પણ ઓ રાજા ! કાન ખોલીને સાંભળી લો. હું બાળપણથી જ પતિવ્રતા ને સીતા આદિ સતીની હરોળને યોગ્ય છું. મને તો કદી ભોગની ઇચ્છા જ થઈ નથી. તમે રાજા થઈ આટઆટલું સુખ પામી ને હજી સંતોષ નથી. શરમ આવવી જોઈએ.” આટલું કહી તે ચિતા ઉપર ચડી ને લોકોમાં રાજાની નિંદા થવા લાગી. રાજાએ વજાઘાતનો આંચકો અનુભવ્યો ને વ્યથા પામી મહેલમાં આવ્યો. વાયુની જેમ નગરમાં વાત પ્રસરી ગઈ કે સતી માતાને પણ રાજાએ હલકાં વચનો કહ્યાં. લોકો ટોળે મળી વાતો કરતા કે અમે રાજાને આવા ધાર્યા નહોતા. રાજાના દુઃખનો પાર નહોતો. ગુરુમહારાજે મહેલમાં આવી રાજાને પૂછ્યું “કેમ રાજા ! જોયું ને સ્ત્રીચરિત્ર ?” રાજાએ કહ્યું, “ગુરુભગવંત ! આપની આજ્ઞાભંગ કરવાનું ફળ મળી ગયું, આ કલંકિત જીવનથી તો મૃત્યુ જ સારું છે, માટે અનશન કરવું જ ઉચિત છે.' ગુરુમહારાજે કહ્યું : “રાજા! તમે શા માટે ખેદ કરો છો? તમે તો જન્મથી જ પરનારી સહોદર છો. પરમાર્થ એટલો જ છે કે તમે હવે પરમાત્માના વચનમાં દઢ પ્રતીતિ રાખો અને સ્વમતિની સ્વચ્છંદતાનો ત્યાગ કરી શાસ્ત્રનાં વચનો ઉપર શ્રદ્ધાવાન બનો. એક સામાન્ય વાતને લઈ, એક નાના વાક્યને લઈ, આવી અસ્થિરતા તમે બતાવી. તમે આટલા ચંચળ થઈ ગયા તો પછી શાસ્ત્રના સૂક્ષ્મ પદાર્થોના સ્વરૂપમાં - જ્યાં અતિનિપુણ બુદ્ધિ પણ પોતાનું નૈપુણ્ય નથી બતાવી શકતી ત્યાં તમારા મનની સ્થિરતા રહેશે કેવી રીતે ?' રાજાએ કહ્યું : ભગવંત મારો અપરાધ ક્ષમા કરો. વારે વારે હું ક્ષમા માંગું છું Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ને પશ્ચાત્તાપ કરું છું. હવે મને જીવવામાં જરાય રુચિ નથી. આ કલંક મારાથી જીરવાતું નથી. તમે દયાળુ છો ને મને જિવાડવો હોય તો આ કલંકમાંથી મને ઉગારો.” ગુરુમહારાજે કહ્યું “મહાદેવના મંદિરનો પંગુ ચોકીદાર બધું જાણે છે. તેને બોલાવી હું બધા સમક્ષ પૂછીશ.” ભરી સભામાં આચાર્ય મહારાજશ્રીએ તે પંગુને બોલાવી પૂછતાં તેણે તે રાત્રે બનેલું તે સતી બનેલી સ્ત્રીનું ચરિત્ર યથાસ્થિત કહી બતાવ્યું. રાજામાં રહેલા અલૌકિક ગુણો તેમજ સ્ત્રીચરિત્રના અવિશ્વાસે રાજા આ કાર્યમાં ઉપસ્થિત રહ્યા આદિ બાબત પણ ગુરુમહારાજે જણાવી. તેથી લોકો સ્ત્રીચરિત્રની ગહનતાથી વિસ્મય પામ્યા અને તે સ્ત્રીની ઘણી નિંદા કરી અને રાજાની ઘણી પ્રશંસા થઈ, તેના મહાન ગુણોનું કીર્તન થયું. યોગશાસ્ત્રની વ્યાખ્યા વખતે સ્ત્રીચરિત્રની વાતને કુમારપાળ રાજાએ “આ તો કવિની ચતુરાઈ છે, કાવ્યકૌશલ્યનો સુંદર ચિતાર છે.” એમ કહી અશ્રદ્ધા કરી, તેને શ્રી હેમચંદ્રસૂરિજીએ સ્ત્રીચરિત્ર બતાવી. ધર્મમાર્ગ-આગમમાર્ગમાં સ્થિર કર્યા, આનું તાત્પર્ય એ છે. ૨૦૫. સ્થિરીકરણ सदनुष्ठानसम्यक्त्वमनोशुद्धादयो गुणाः । तेषां तत्त्वार्थमाख्याय धर्मे मापः स्थिरीकृतः ॥१॥ અર્થ :- સત્ અનુષ્ઠાન-શુભક્રિયા, સમ્યક્ત્વ અને મનની શુદ્ધિ આદિ ગુણો તેમજ તેના તત્ત્વ અને પરમાર્થ સમજાવી ગુરુમહારાજે કુમારપાળરાજાને ધર્મમાં સ્થિર કર્યા હતા. તેનું ઉદાહરણ નીચે પ્રમાણે સમજવું. કુમારપાળરાજાનું દષ્ટાંત પાટણના મહારાજા કુમારપાળે એકવાર કલિકાલસર્વજ્ઞ બાલબ્રહ્મચારી ગુરુમહારાજ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીને એકવાર પૂછ્યું કે : “ભગવંત ! સાંખ્ય, બૌદ્ધ, કપિલાદિ બધા જ દર્શનકારો પોતપોતાના પક્ષને સત્ય પ્રમાણિત કરે છે ને પ્રશંસા કરે છે, પોતપોતાની ક્રિયાઓ કરે છે ને તેનું રહસ્ય સમજાવે છે. આવી સ્થિતિમાં કયો ધર્મ-વાદ પ્રમાણભૂત માનવો?” ગુરુમહારાજે કહ્યું “રાજા! સર્વજ્ઞ વીતરાગદેવે કહેલા તત્ત્વથી સમસ્ત એકાંતવાદીઓને પરાશમુખ જાણવા. અનુષ્ઠાન પાંચ પ્રકારનાં છે. (૧) આહાર, ઉપાધિ (વસ્ત્રાદિ ઉપકરણ) પૂજા અને ઋદ્ધિ વગેરે ઐહિક સુખભોગની ઇચ્છાથી કરેલું અનુષ્ઠાન તે સ્વસ્થ ચિત્તની સમાધિને શીધ્ર હણનાર કોઈ વિષાનુષ્ઠાન કહેવાય છે. જેમ અફીણ, વચ્છનાગ આદિ સ્થાવર વિષ અને સર્પ આદિ જંગમ વિષ ખાતાની Page #285 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ૨૭૫ સાથે તુરત પ્રાણનો નાશ કરે છે તેમ, આ અનુષ્ઠાન પણ સત્ ચિત્તનો તુરત નાશ કરે છે. (૨) ભવાંતરમાં દેવસંબંધી ભોગની પ્રાપ્તિની ઇચ્છાથી આચરેલું અનુષ્ઠાન તે ગરલ અનુષ્ઠાન કહેવાય. જેમ હડકાયા કૂતરાનું વિષ અથવા ખરાબ દ્રવ્યના સંસર્ગથી ઉત્પન્ન થયેલું ગરલ જાતિનું વિષ કાળાંતરે હણે છે તેમ આ અનુષ્ઠાન પણ અદષ્ટ પુણ્યફળની પ્રાપ્તિ થયા છતાં પણ કાળાંતરે અશુભ ફળ આપનાર બને છે. (૩) પ્રણિધાનાદિના અભાવે-ઉપયોગાદિને અભાવે સંમૂચ્છિમ જીવની વૃત્તિ જેવાં અનુષ્ઠાનને અન્યોન્યાનુષ્ઠાન કહે છે. આ પણ ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞાના ભેદવાળું છે. (અ) સૂત્ર તથા ગુરુમહારાજના વાક્યની અપેક્ષા વિના અધ્યવસાય રહિત શૂન્ય ચિત્તે જ્ઞાન વિના જે અનુષ્ઠાન કરવું તે ઓ સંજ્ઞા અને (ક) “વર્તમાન કાળમાં શુદ્ધ ક્રિયા શોધવા જઈએ તો. તીર્થના ઉચ્છેદનો ભય ઊભો થાય માટે જેમ કરતા હોઈએ તેમ કરીએ.” એમ સમજીને બધા લોકો કરે તેમ અનુષ્ઠાન કરે તે લોકસંજ્ઞા અનુષ્ઠાન કહેવાય. તીર્થોચ્છેદના ભયથી બધા સાથે અશુદ્ધ કરવી તે તો ગતાનુગતિક થયું. તેથી તો સૂત્રમાં જણાવેલી ક્રિયાનો જ લોપ થયો તથા આ ધર્મક્રિયાને ઘણા લોકો કરે છે, માટે અમે પણ કરીએ છીએ એવું કહીએ-માનીએ તો મિથ્યાત્વીઓની ક્રિયા ને ધર્મ કોઈ વખત પણ છૂટશે નહીં માટે ગતાનુગતિથી સૂત્ર વર્જિત ઓઘસંજ્ઞાથી અથવા લોકસંજ્ઞાથી કરવામાં આવતી ક્રિયા તે અન્યોન્યાનુષ્ઠાન પણ અસત્ અનુષ્ઠાન જાણવું. આ અનુષ્ઠાન અકામનિર્જરાને કરનારું ને કાયફલેશનું કારણ જાણવું. (૪) માર્થાનુસારીપણું પામી ઉપયોગપૂર્વક શુભક્રિયામાં રોગયુક્ત અનુષ્ઠાન કરે તે તદ્ધતુ અનુષ્ઠાન કહેવાય. આ ચોથું અનુષ્ઠાન પણ એક પુલ પરાવર્તન કાળ સંસાર શેષ રહે ત્યારે જ પ્રાપ્ત થાય છે. આને ચરમાવર્તની યુવાવસ્થા કહી છે, તેથી અન્યને બાલ્યાવસ્થા કરી છે. જેમ યુવાવસ્થાને પામેલ માણસને બાલ્યકાળની ક્રિયાઓ લજ્જાસ્પદ લાગે છે તેમ ધર્મ રાગથી યુવાન બનેલ જીવને અસતુ ક્રિયાઓ લજ્જાને માટે જ થાય છે. (૫) સ્યાદ્વાદ પક્ષની આજ્ઞા માન્ય કરવાપૂર્વક અંતઃકરણમાં સંવેગ ધારણ કરીને ચિત્તની શુદ્ધિથી જે ક્રિયામાં આદર થાય તે અમૃતાનુષ્ઠાન કહેવાય. આ પાંચમાં અનુષ્ઠાનવાળા જીવને સમ્યક પ્રણિધાન અને કાલાદિક પાંચે હેતુનું યથાર્થ ગ્રાહ્યપણું હોય છે. સર્વ શુભ ક્રિયાઓ અનુષ્ઠાનો સમ્યકત્વ સહિત હોય તો જ ફળ આપનાર બને છે. કહ્યું છે કે – सम्सक्त्वहिता एव शुद्धा दानादिकाः क्रियाः । तासां मोक्षफलं प्रोक्ता, यदस्य सहचारिता ॥१॥ અર્થ - જો સમ્યકત્વ યુક્ત હોય તો જ દાનાદિ સર્વ ક્રિયા શુદ્ધ છે ને તો જ તેનું મોક્ષ ફળ છે. કારણ કે તે ક્રિયામાં સમ્યત્વનું સહચારીપણું છે. સમક્રિયાની અભિલાષાવાળાએ ચિત્તશુદ્ધિ પર અવશ્ય ધ્યાન આપવું જોઈએ. કહ્યું उचितमाचरणं शुभमिच्छता, प्रथमतो मनसः खलु शोधनम् । गदवतां ह्यकृते मलशोधने किमुपयोगमुपैति रसायनम् ॥१॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અર્થ - ઉચિત એવી શુભ ક્રિયાને ઇચ્છતા માણસે સહુથી પહેલાં મનની શુદ્ધિ કરવી જોઈએ. કારણ કે રોગી માણસની મળશુદ્ધિ કર્યા વિના આપેલું રસાયણ પણ કાંઈ ગુણ કરી શકતું નથી. મનરૂપી પવન એવો બળવાન છે કે તે જિનેશ્વરદેવના વચનરૂપી ઘનસારને ચોરી જાય છે. કામદેવરૂપી આગને અજવાળે છે અને શુભમતિરૂપ વૃક્ષોને ઉખેડી ફેંકે છે. મન જ્યારે અતિ ચપળ હોય છે ત્યારે આંખ, મોટું વચન અને હાથ આદિની ચેષ્ટા ઊંધી જ થતી હોય છે. અહો ઘોર દંભને આચરનારા માણસોએ આવી ધૂર્તતાથી જ આખા સંસારની આંખમાં ધૂળ નાંખી છે. માટે પ્રથમ તો વ્યવહારનયમાં રહીને અશુભવિકલ્પની નિવૃત્તિ કરવી કેમ કે શુભ વિકલ્પમય વ્રતની સેવનાથી અશુભ વિકલ્પ દૂર થાય છે, જેમ એક કાંટો બીજા કાંટાને કાઢે છે તેમ. ત્યાર બાદ સુવર્ણની જેવા નિશ્ચયનયની દઢતા થવાથી વ્યવહારનયની મર્યાદા દૂર થાય છે, ને કોઈપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પ વિના સર્વ નિવૃત્તિઓ સમાધિને માટે જ થાય છે. પરંતુ કદાગ્રહના વશ પડવાથી ચિત્તશુદ્ધિ થતી નથી, મિથ્યાત્વની હાનિ થતી નથી ને તત્ત્વની પ્રાપ્તિ પણ થતી નથી. જેના અંતઃકરણમાં કદાગ્રહનો અગ્નિ બળતો હોય ત્યાં, તત્ત્વવિચારણા સ્વરૂપ વેલડી ક્યાંથી ટકી શકે ? ત્યાં શાંતિરૂપ ફૂલ અને હિતોપદેશરૂપ ફળ તો હોય જ ક્યાંથી? નિતવોએ અનેક વ્રતો આચર્યા, વિભિન્ન તપસ્યાઓ કરી, પ્રયત્નપૂર્વક શુદ્ધ આહારાદિની ગવેષણા (ગ્રહણ) કરી, છતાં તેમને કશી જ ફળપ્રાપ્તિ થઈ નહીં. અહીં માત્ર કદાગ્રહનો જ દોષ છે. માટે કદાગ્રહના ત્યાગથી જ ક્રિયાયોગ અને જ્ઞાનયોગ શુદ્ધિ થાય છે. ક્રિયાયોગ શરીરાદિની અસ્થિરતાનો નાશ કરવામાં સમર્થ છે તો જ્ઞાનયોગ મનોનિયંત્રણ અને ઇન્દ્રિયોનું દમન કરી આત્મસ્વરૂપમાં રમણતા લાવનાર છે. અપ્રમત્ત ગુણઠાણે વર્તતા મુનિરાજો ધ્યાનથી જ શુદ્ધ છે તેથી તેમને આવશ્યકાદિ ક્રિયા કરવાનું નિયતપણું નથી. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે – यश्चात्मरतिरेव, स्यादात्मतृप्तश्च मानवः । आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥१॥ અર્થ - જે આત્માનંદી છે, જેનો આત્મા જ તૃપ્ત થયેલો છે, ને જે પોતાના આત્મામાં જ સંતુષ્ટ છે તેને કાંઈપણ કરવાનું શેષ રહેતું નથી. જ્ઞાનયોગમાં ગમા-અણગમારૂપ રતિ-અરતિનો પ્રવેશ જ નથી. જ્ઞાનયોગમાં આનંદ-ગ્લાનિનો અવકાશ શાસ્ત્રમાં નિષિદ્ધ જણાવ્યો છે. કારણ કે તેને ધ્યાનનું જ આલંબન હોઈ રતિ-અરતિરૂપ ક્રિયાનો વિકલ્પ જ નથી. તથા માત્ર શરીર નિર્વાહ અર્થે ગોચરી આદિ જે કાંઈ ક્રિયાઓ જ્ઞાનિ પુરુષો કરે છે, તે પોતે નિઃસંગ હોવાને લીધે ધ્યાન વિઘાત કરનારી નથી થતી. માટે સુબુદ્ધિશાળી જ્ઞાનીઓએ મનની નિશ્ચલતાપૂર્વક સમગ્ર વિષયોનું દમન કરવા માટે શાસ્ત્રવિધિ અનુસાર ક્રિયાઓ કરી છે. કેમ કે નિશ્ચયમાં લીન થયેલા જ્ઞાનીને ક્રિયાનું અત્યંત પ્રયોજન નથી, પણ વ્યવહાર દશામાં રહેલા જીવોને માટે તો તે તે ક્રિયાઓ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ અતિશય ગુણકારી છે. જ્ઞાનયોગ સાધનાર શુદ્ધ એવી ધ્યાનની મગ્નતાને પામે છે. આમ જ્ઞાનયોગના પ્રતાપે નિર્ભય બનેલા ને વ્રતોમાં સ્થિત એવા મુનિઓ સુખાસને બેસી, નાસાગ્રમાં દષ્ટિ રાખી એવા સ્થિર થાય છે કે અન્ય જગ્યાએ દષ્ટિ પણ જતી નથી. શરીરના મધ્યને, ગ્રીવાને તેમજ મસ્તકને સીધા-ઉન્નત રાખે છે. તેમજ દાંત ન અડે તે રીતે ઓષ્ઠ સંપુટ બંધ રાખે છે. આર્તિ ને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી પ્રમાદ રહિત થઈ ધર્મધ્યાન તેમજ શુક્લધ્યાનમાં બુદ્ધિને સ્થિર કરે છે. આર્તધ્યાનમાં કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યા સંભવે છે. તે અનતિક્લિષ્ટ ભાવવાળા કર્મના પરિણામથી ઊપજે છે. આ ધ્યાન છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનક સુધી હોય છે ને તિર્યંચ ગતિ આપે છે. માટે પ્રમાદના કારણભૂત આર્તધ્યાનનો પ્રયત્નપૂર્વક મહાત્માઓએ ત્યાગ કરવો. રૌદ્રધ્યાન અતિસંક્લિષ્ટ ભાવવાળા કર્મના પરિણામથી ઉત્પન્ન થાય છે. અહીં પ્રથમથી ત્રણે વેશ્યા હોઈ શકે છે, તે અવશ્ય નરકની ગતિ આપે છે તે પાંચમા દેશવિરતિ ગુણસ્થાનક સુધી રહે છે, આ ધ્યાન પણ ધીરપુરુષોએ પ્રયત્ન-સાવધાનીપૂર્વક વર્જવું. ઉત્તમ આત્માઓએ લોકોત્તર તેમજ પ્રશસ્ત એવા છેલ્લા બે (ધર્મ-શુક્લ) ધ્યાનનો સ્વીકારઅભ્યાસ કરવો આ ધ્યાનવાળાને ઇન્દ્રપણાની પણ ઇચ્છા હોતી નથી. કહ્યું છે કે – यत्र गच्छति परं परिपाकं, पाकाशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयं, तद्ध्यानमेव भवनाशि भजध्वम् ॥ અર્થ - જયાં શ્રેષ્ઠ કોટિના પરિપાક-વિકાસને આત્મા પામીને સંતુષ્ટ થાય છે, અને ઇન્દ્રની પદવી સમૃદ્ધિને પણ તણખલું સમજે છે, તેમજ આત્મીય પ્રકાશ-સુખ-બોધમય છે ને ભવનો નાશ કરનાર છે તે ધ્યાનને હે ભવ્યો ! તમે નિત્ય ભજો. . . રોગી અને મૂર્ખ મનુષ્યો પણ સાક્ષાત્ વિષયોનો તો ત્યાગ કરી શકે છે, પરંતુ વિષયનો અનુરાગ છોડી શકતા નથી. ત્યારે પરમાત્મસ્વરૂપને જાણનાર-જોનાર ધ્યાની મહાત્મા તૃપ્તિ પામેલ હોઈ ફરી તે વિષયાદિમાં અનુરાગી બનતા નથી. આત્મા અને પરમાત્મામાં ભેદબુદ્ધિ જન્ય વિવાદ છે. ધ્યાની જીવ તે વિવાદ છોડી તરત જ આત્મા પરમાત્માનો ભેદનાશ કરી અભેદત્વ નિપજાવે છે. બધાં ધ્યાનમાં આત્મધ્યાન જ શ્રેષ્ઠ છે. કારણ કે અધ્યાત્મજ્ઞાનનું ફળ આત્મજ્ઞાન અને તેનું ફળ મુક્તિ છે. માટે સમજુ જીવોએ આત્મજ્ઞાન માટે સતત પ્રયત્ન કરવો. આત્માનું જ્ઞાન થતાં બીજું જ્ઞાન અવશિષ્ટ રહેતું જ નથી. આત્મજ્ઞાન વિનાના સર્વજ્ઞાન વ્યર્થ જ છે. નવતત્ત્વનું જ્ઞાન પણ આત્મજ્ઞાનના પ્રકાશ માટે જ છે. અજીવ આદિ પદાર્થનું સ્વરૂપ આત્મસ્વરૂપની ભિન્નતાના બોધ માટે જ જણાવવામાં આવ્યું છે. ધર્માસ્તિકાયાદિ અજીવ પદાર્થો ચાલવા આદિ ક્રિયામાં જીવને ઉપકારી છે. જેમ રત્નની કાંતિ; નિર્મળતા અને શક્તિ રત્નથી જુદી નથી તેમ આત્માના જ્ઞાન-દર્શન અને ચારિત્ર આદિ લક્ષણ આત્માથી ભિન્ન નથી. માત્ર “આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ત્રણે લક્ષણ તથા ગુણો છે; એ વાક્યમાં આત્મા શબ્દને છઠ્ઠી વિભક્તિ છે ને જ્ઞાનાદિકને પ્રથમ વિભક્તિ છે, તેથી વ્યવહાર દષ્ટિએ ભિન્નતા ગણાય પણ નિશ્ચયનયે તો અભિન્ન જ છે. તેનો ભેદ માનવાથી આત્મા અનાત્મા થઈ જાય તે જ્ઞાનાદિક ગુણો પણ જડપણું પામે એટલે જ નિશ્ચયનયને આધારે ચૈતન્ય લક્ષણવાળો એક આત્મા જ મહાસત્તાવાળો સામાન્યથી જાણવો. પણ વ્યવહારનયને આધારે એકેન્દ્રિયાદિના ભેદ કરી અનેક પ્રકારનો માનવામાં આવે છે. તે નિશ્ચયમાં ઘટી શકતું નથી. તે નામકર્મથી થયેલો ઉપાધિજન્ય ભેદ જાણવો. વળી આત્મા કર્મની સાથે એક જ ક્ષેત્રમાં રહેવા છતાં કર્મરૂપ કર્મત્વને પામતો નથી. કારણ કે તે આત્મા ધર્માસ્તિકાયાદિની જેમ સ્થિર સ્વભાવી છે. એટલે કે આત્માનો મૂળ સ્વભાવ બદલાતો નથી. જે ઉષ્ણ અગ્નિના સંયોગે “ધી ઊનું થયું” જણાય છે તેમ મૂર્ત કર્મના સંયોગે આત્મામાં મૂર્તિપણાનો ભ્રમ થાય છે. આત્મા નજરે દેખાતો નથી. હૃદયથી ગ્રાહ્ય પણ નથી. વાણીથી વર્ણવી શકાય તેમ પણ નથી. તથા જેનું સ્વરૂપ સ્વયં પ્રકાશી છે એવો આત્મા મૂર્ત કેવી રીતે હોઈ શકે? મનોવણા, ભાષાવર્ગણા અને કાર્મણવર્ગણાના પુદ્ગલો આત્માની પાસે અને ધનાદિકથી દૂર હોય છે. છતાં તે બધાં પુદ્ગલો આત્માથી તો અકસરખાં ભિન્ન જ છે. જેમ આત્મા પાંચે અજીવદ્રવ્યથી ભિન્ન છે, તેમ બીજા નયની અપેક્ષાએ આત્માનું અજીવપણું પણ માનેલું છે. સિદ્ધના જીવો દશ દ્રવ્ય-પ્રાણરૂપ જીવથી રહિત છે અને જ્ઞાનાદિક ભાવપ્રાણથી યુક્ત છે, માટે તેને અજીવ પણ કહ્યા છે. તેમ તે આત્માઓ પુદ્ગલમય પુણ્યપાપાદિથી પણ રહિત છે, અહીં કોઈને શંકા થઈ શકે કે પુણ્યકર્મ શુભ છે તો તે જીવને સંસારમાં કેમ રખડાવે છે? શા માટે જન્માદિ આપે છે? તેનું સમાધાન આ છે કે બેડી-લોઢાની હોય કે સોનાની પણ એ જેને વળગી હોય તેને પરતંત્રપણું સમાન હોઈ બંધનરૂપ ફળમાં કશો જ ફરક પડતો નથી. તેમ પુણ્યફળ કર્મોદય કરનાર હોઈ દુઃખરૂપ જ છે પણ મૂઢ જીવોને શુભકર્મના ઉદયથી દુઃખનો પ્રતિકાર થાય છે. તેથી તે સુખરૂપ ભાસે છે. ડુક નામના બ્રાહ્મણે પોતાના પોષણ માટે પુષ્ટ કરેલા બકરાની જેમ, નરેન્દ્ર દેવેન્દ્રનાં સુખ પણ પરિણામે દારૂણ વિપાકવાળાં છે, એટલે કે અંતે અતિ દુઃખદાયી છે. લોહીના પાનમાં સુખ માનતી જળોની જેમ વિષયોથી સુખ માનતા મનુષ્યો પરિણામે મહાઅનર્થને જ પામે છે. જેમ અત્યંત તપેલા તવા ઉપર પાણીનું બિન્દુ પડતાં જ સુકાઈ જાય છે તેમ સતત ઉત્સુકતાથી તપેલ ઈન્દ્રિયોને સુખનો લેશ પણ ક્યાંથી હોય ! અર્થાત્ ઔસુક્યથી ઈન્દ્રિયો સતત અસંતપ્ત રહેતી હોય છે. જેમ કોઈ માણસ પોતાના એક ખભા પરથી ભાર બીજા ખભા ઉપર મૂકે છે. જેથી ઉપાડવામાં રાહત રહે છે પણ તેથી કાંઈ ભાર ઓછો થઈ જતો નથી. તેમ દુઃખનું વિસ્મરણતા થતાં ઇન્દ્રિયસુખનો અનુભવ થયો પણ ખરેખર તો દુઃખના સંસાર ગયા ન હોવાથી દુઃખ તો પાછું આવવાનું જ છે. કારણ કે તાત્વિક રીતે દુઃખ ગયું જ નથી. ઇન્દ્રિય સંબંધી ભોગોને જ્ઞાનીઓએ ક્રોધિત થયેલા સર્પની ફણાની ઉપમા આપી છે. તે કારણે ભોગથી ઊપજેલાં સમસ્ત સુખ, વિલાસના ચિહ્નરૂપ હોવા છતાં વિવેકી જીવો માટે તો ભયના જ હેતુઓ છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૭૯ આ પ્રમાણે પુણ્ય કે પાપ તેના ફળથી જુદા નથી, પણ એકરૂપ છે. એમ સિદ્ધ થાય છે. નિશ્ચયથી તો ચિદાનંદ સ્વરૂપ આત્મા પુણ્ય અને પાપથી ભિન્ન છે, એમ પણ સિદ્ધ થાય છે. વાદળાં ખસી જતાં જેમ સૂર્યનો ઉષ્માભર્યો પ્રકાશ પ્રસરી ઊઠે છે તેમ કર્મના આવરણનો નાશ થતાંની સાથે આત્માનું ચિદાનંદ સ્વરૂપ ચોથી (તુરીય) દશામાં સ્પષ્ટ રીતે પ્રકાશિત થઈ ઊઠે છે. એટલે કે ચૌદમા અયોગી ગુણસ્થાને સર્વકર્મનો નાશ થતાં, ઉજ્જાગૃતા નામની ચોથી દશા પ્રાપ્ત થાય છે, વળી કર્મબંધનું મૂળ કારણ રાગ-દ્વેષ છે, જેમ લોહચુંબક લોઢાને ખેંચે છે તેમ આત્મામાં રહેલા રાગ-દ્વેષ સર્વપ્રકારનાં કર્મોને ખેંચે છે. તેથી આત્મા સાથે કર્મ એકમેક થતાં બંધ થાય છે. શુદ્ધ સ્ફટિક પારદર્શક હોય છે. પણ લાલ-પીળા-કાળા પુષ્પાદિના સંસર્ગથી તે સ્ફટિક પણ લાલપીળો કે કાળો થઈ જાય છે તેમ પુણ્ય તથા પાપના સંસર્ગથી આત્મા રાગી કે દ્વેષી થાય છે. પુણ્યપાપ રહિત શુદ્ધસ્વરૂપ ભગવંતનું જ છે. તેનું ચિંતન-મન-ધ્યાન કરવું એ જ ભગવાનની સ્તુતિ છે, તે જ ભક્તિ છે. ભગવંતના રૂપ લાવણ્ય શરીરનું વર્ણન, સમવસરણરૂપ ત્રણ કિલ્લા, છત્ર, ચામર ધ્વજા આદિ પ્રાતિહાર્યનું વર્ણન જે વીતરાગદેવનું કરેલું છે, તે વસ્તુતઃ પ્રભુના ગુણનું વર્ણન નથી. તે તો માત્ર વ્યવહારથી સ્તુતિ કરવામાં આવી છે, પરંતુ જિનેન્દ્રદેવમાં રહેલા જ્ઞાનાદિ રત્નત્રયીનું વર્ણન કરવું તે જ તેમની વાસ્તવિક સ્તુતિ છે; તત્ત્વથી નિર્વિકલ્પ તથા પુણ્ય-પાપ રહિત એવા આત્મતત્ત્વનું નિરંતર ધ્યાન કરવું તે શુદ્ધનયની સ્થિતિ છે. આશ્રવ અને સંવર તે આત્મવિજ્ઞાનનું લક્ષણ નથી, અર્થાત્ આશ્રવ ને સંવર આત્માને નથી હોતા, કર્મનાં પુદ્ગલોનું ગ્રહણ કરવું તે આશ્રવ અને તે પુગલોનો નિરોધ તે સંવર કહેવાય. આત્મા જે જે ભાવે કર્મ ગ્રહણ કરે છે, તે તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયને યોગરૂપ આશ્રવ કહેવાય છે અને બાર ભાવના, દશ પ્રકારનો યતિધર્મ, પાંચ પ્રકારના ચારિત્ર તથા બાવીશ પરિષહ સહન કરવા, ઇત્યાદિ જે આશ્રવનો નાશ કરનાર ભાવો છે તે આત્માના સંબંધમાં ભાવસંવર કહેવાય. આશ્રવનો નિરોધ કરનાર સંવરના સત્તાવન ભેદ છે. આશ્રવનો રોધ કરનાર જે ક્રિયા તે પણ આત્મા નથી; કેમ કે આત્મા તો પોતાના ભિન્ન આશયે કરીને અન્યની અપેક્ષા રાખતો નથી, તે તો હંમેશાં પોતે જ સામર્થ્યવાન છે. હિંસા-અહિંસાદિ જે પરપ્રાણીના પર્યાયો છે. તે તો નિમિત્ત માત્ર જ છે. પણ આત્મફળના હેતુ નથી. એટલે કે પરજીવને મારવો તે હિંસા અને તેનું રક્ષણ કરવું તે અહિંસા કહેવાય છે ઇત્યાદિ હિંસા-અહિંસાદિ પરપ્રાણીના પર્યાયો છે. તેથી પર જીવનની હિંસા-અહિંસા કરવાના સમયે તેમાં પરની અપેક્ષા આવે છે માટે તે આત્માના ચિતૂપને પ્રગટ કરવામાં કારણભૂત નથી, આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં તો આત્મા પોતે જ સમર્થ છે. તેનો ધર્મ અન્યની અપેક્ષા રાખતો નથી. કિન્તુ હિંસા-અહિંસાદિ નિમિત્તભૂત હોઈ તેને સર્વથા નિષિદ્ધ માનેલ નથી. માત્ર વ્યવહારનયમાં જ મગ્ન રહેતા જીવો આત્મસ્વરૂપ પ્રકટ કરવામાં તે અહિંસાદિકને જ હેતુ માને છે તેથી તેઓ બાહ્યક્રિયામાં જ આસક્ત રહેતા હોય છે. અર્થાત્ તેઓ તેના મર્મભૂત ગૂઢ તત્ત્વને જોઈ શકતા નથી. નિશ્ચય પક્ષવાળા કોઈવાર શુભ-અશુભના કારણભૂત હિંસાદિક હેતુઓને માને છે, ને કોઈવાર નથી પણ માનતા, કારણ કે આશ્રવ જેટલાં જ પરિશ્રવ કહ્યાં છે. ઉ.ભા.જ-૧૯ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ અર્થાત્ જે બાધક કારણો છે તે કોઈ વખત સાધકને સંવ૨૫ણે પણ પરિણામ પામે છે, ને ક્યારેક અન્યથા પરિણામ પણ પામે છે. માટે બાહ્ય હેતુમાં કોઈપણ પ્રકારનો નિશ્ચિત નિયમ જ નથી. પણ નિશ્ચયે કરી આત્મા પોતે જ ભાવની વિચિત્રતાને લઈ આશ્રવ-સંવરરૂપ છે. વ્યવહારદક્ષ માણસો શાસ્ત્ર અને ગુરુ આદિકના વિનયને તેમજ આવશ્યક ક્રિયાઓને સંવરના અંગરૂપ કહે છે. વળી તેઓ પ્રશસ્ત રાગવાળા ચારિત્રાદિક ગુણોના વિષયમાં પણ શુભ આશ્રવનો આરોપ કરે છે, અને તેના ફળમાં ભેદ રહે છે. અશુદ્ધ નયના આધારે આશ્રવ અને સંવરના ભેદ છે, પણ તે બન્ને સંસારના જ હેતુ હોઈ શુદ્ધ નયમાં તેવો ભેદ નથી. શુદ્ધ નયે તો સંસારને સિદ્ધ બન્ને સરખાં જ છે. કર્મનો નાશ તેનું નામ નિર્જરા, તે પણ આત્મા નથી પણ કર્મનો પર્યાય છે. જે ભાવથી કર્મની નિર્જરા થાય છે તે ભાવ-વસ્તુ આત્મા જ છે, જે શુદ્ધ જ્ઞાનથી યુક્ત છે. આત્માની શક્તિથી ઉત્પન્ન થયેલું અને જે ચિત્તવૃત્તિનો નિરોધ કરે છે તેનું નામ તપ છે, તે તપના બાર ભેદ છે. જેમાં કષાયોનો નિરોધ થતો હોય ને જેમાં આત્મતત્ત્વ અને જિનેશ્વરનું ધ્યાન થતું હોય તે શુદ્ધ તપ સમજવું, બાકીનું લાંઘણ કહ્યું છે. કારણ કે માત્ર ભૂખે રહેવું-શરીર ગાળવું એ જ તપનું લક્ષણ નથી, પણ પરીષહાદિ સહવા, બ્રહ્મચર્ય, ગુપ્તિ-સમિતિ આદિ સ્થાપના જ્ઞાનને, તપના શરીરની ઉપમા આપી છે. કર્મને તપાવનાર હોવાને કારણે જ્ઞાનને જ તપ કહ્યું છે, આ બાબતને જે જાણતો નથી, ને જેનું અંતઃકરણ વિદ્યાત પામ્યું છે, તેવા જીવો વિપુલ નિર્જરા શી રીતે કરી શકે ? મુનિશ્રેષ્ઠો તો જ્ઞાનયોગને જ શુદ્ધ તપ કહે છે. ને તેવા તપથી નિકાચિત કર્મનો ક્ષય થઈ શકે છે. કારણ કે જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે અપૂર્વકરણ અને શુદ્ધ શ્રેણિ પ્રાપ્ત થાય છે. તેથી નિશ્ચયે પૂર્વકર્મનો સ્થિતિક્ષય થાય છે. માટે જ્ઞાનમય શુદ્ધ તપસ્વી જ ભાવનિર્જરા કરે છે. શુદ્ધ નિશ્ચયનયે જોતાં તો સર્વદા શુદ્ધ એવા તપસ્વીને તે ભાવનિર્જરા પણ કાંઈ જ નથી, સહેલ છે. કર્મ અને આત્માનું તાદાત્મ્ય થવું તે દ્રવ્ય બંધ કહેવાય, તેના ચાર પ્રકાર છે. તે બંધના હેતુરૂપ આત્માના અધ્યવસાયને ભાવબંધ કહેવાય. જેમ પોતાના શરીરથી જ પોતાના શરીરને વીંટે છે. તે જ પ્રમાણે ને તે ભાવથી પરિણામ પામેલો આત્મા પોતાના આત્મા દ્વારા જ આત્માને બાંધે છે. જેમ શંખનો રંગ સફેદ છતાં નેત્ર વ્યાધિ (કમળો આદિ)થી પીળો જણાય છે, તેમ શાસ્ત્રજ્ઞાન છતાં મિથ્યાબુદ્ધિના સંસ્કારથી જીવને બંધની બુદ્ધિ થાય છે જે માણસો સાંભળીને માનીને તથા વારંવાર સ્મરણ કરીને તત્ત્વનો સાક્ષાત્ અનુભવ કરે છે, તેઓને બંધની બુદ્ધિ રહેતી નથી. તેમનો બંધરહિત એવો આત્મા પ્રકાશ પામે છે. કર્મ-દ્રવ્યના ક્ષયને દ્રવ્ય મુક્તિ કહેવામાં આવે છે. તે આત્માનું લક્ષણ નથી અને તે કર્મદ્રવ્યનો ક્ષય કરવામાં હેતુભૂત જે રત્નત્રયીમય આત્મા તે ભાવમોક્ષ કહેવાય છે. તે આત્માનું લક્ષણ છે. જ્યારે આત્મા જ્ઞાન-દર્શન-ચારિત્રથી એકાકાર થાય છે ત્યારે જાણે બધાં કર્મો ખૂબ જ ખિજાયાં હોય તેમ તત્કાળ તેનાથી દૂર ભાગે છે. આમ થવાથી ભિન્ન લિંગ ધારણ કરવા છતાં આત્મા Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૮૧ ભાવલિંગથી મુક્તિ પામે છે, એ સિદ્ધ થાય છે. માટે સમજુ માણસે કદાગ્રહ છોડી દઈ ભાવલિંગની અભિલાષા કરવી. આનાથી સમજાય છે કે આત્માને બાંધનાર તેમજ મુક્ત-કરનાર વ્યવસ્થા અશુદ્ધ નયને આધારે જ ઘટે છે, કિંતુ શુદ્ધનયને આધારે આત્માનો બંધ કે મોક્ષ કશું જ ઘટતું નથી. આ પ્રમાણે અન્વય-વ્યતિરેકથી આત્મતત્ત્વનો નિશ્ચય કરેલો છે. એવી જ રીતે બુદ્ધિમાન પંડિતોએ નવે તત્ત્વોથી આત્મતત્ત્વનો નિશ્ચય કરવો. સૂક્ષ્મનય પર આધારિત આ ગુહ્યાતિગૃહ્ય તત્ત્વ કોઈ અલ્પ બુદ્ધિવાળાને ન આપવું, કેમ કે તેને તે આ તત્ત્વ વિડંબનારૂપ જ થઈ પડે. અર્થાત્ અલ્પબુદ્ધિવાળો તો આ અધ્યાત્મતત્ત્વને દૂષણ જ લગાડશે. જેમ ઘણો ભૂખ્યો થયેલો દુર્બળ માણસ જો ચક્રવર્તીનું ભોજન કરે તો તેથી અનર્થ જ થાય. તેમ અલ્પબુદ્ધિવાળા માણસને આ અધ્યાત્મતત્ત્વ પણ અહિત કરનારું બને છે. જેમ અશુદ્ધ મંત્રજાપ દ્વારા સર્પની મણિ લેવાની ઇચ્છા અનર્થકારી બને છે. તેમ લેશમાત્ર જ્ઞાનથી દુર્વિદગ્ધ થયેલા કુપંડિતોને આ અધ્યાત્મતત્ત્વ અનર્થકારી જ છે. કારણ કે તેઓ પરમાર્થથી વસ્તુતત્ત્વ જાણી શકતા નથી. હે રાજા, કુમારપાળ ! સર્વ નયો પોતાના એકાંત પક્ષનો જ આધાર રાખીને સ્યાદ્વાદને દૂષિત કરે છે, પણ તીર્થંકર ભગવંતોની વાણી તો સર્વનયમય જ. કહ્યું છે કે - बौद्धानां ऋजुसूत्रतोमतमभूद् वेदान्तिनां सङ्ग्रहात्, साङ्ख्यानां तत एव नैगमनयाद् योगश्च वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुम्फिता, जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुद्वीक्ष्यते ॥ અર્થ :- બૌદ્ધમત ઋજુસૂત્ર નામના નયથી ઉદ્ભવ્યો છે. વેદાન્તીઓનો મત સંગ્રહનયથી થયેલ છે, સાંખ્યનો યોગરૂપી મત નૈગમનયથી ઉત્પન્ન થયો છે, વૈશેષિકનૈયાયિકનો મત પણ નૈગમનયથી થયો છે, તેમજ શબ્દબ્રહ્મના માનનારાનો મત શબ્દનયથી થયેલો છે, ત્યારે ભગવાન જિનેન્દ્રદેવની દૃષ્ટિ તો સર્વનયથી ગુંફિત થયેલી છે. તેથી તેમાં અત્યંત સારતરપણું પ્રત્યક્ષ જ જણાય છે. આ પ્રમાણે ગુરુમહારાજના મુખકમળથી આપ્ત વચનો સાંભળી મહારાજા કુમારપાળ રાજા નિઃશંક થયા ને જિનધર્મના દૃઢ અનુરાગી બન્યા. સર્વતત્ત્વથી ભિન્ન અને આત્મતત્ત્વમાં લીન થયેલું એવું ગુરુમહારાજે કહેલું અધ્યાત્મતત્ત્વનું રહસ્ય સાંભળીને પરમાર્હત્ કુમારપાળ રાજા સંકલ્પથી રહિત જ્ઞાનવ્યાપ્ત થઈ ધર્મમાં સુસ્થિર થયા. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ " ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ દર્શનાચારનો સાતમો ભેદ-સાધમવાત્સલ્ય जिनैः समानधर्माणः साधर्मिका उदाहृताः । द्विधापि तेषां वात्सल्यं कार्यं तदिति सप्तमः ॥१॥ समानधार्मिकान् वीक्ष्य, वात्सल्यं स्नेहनिर्भरम् । मात्रादिस्वजनादिभ्योप्यधिकं क्रियते मुदा ॥२॥ અર્થ:- શ્રી જિનેશ્વર ભગવંતોએ સરખા (સમાન) ધર્મવાળાને સાધર્મિક કહ્યા છે. તે સાધર્મિકનું દ્રવ્ય અને ભાવ એમ બન્ને રીતે વાત્સલ્ય કરવું, તે વાત્સલ્ય નામનો સાતમો દર્શનાચાર સમજવો. (૧) માતા-પિતાદિ સ્વજનો કરતાં પણ અધિક સ્નેહપૂર્વક હર્ષથી સાધર્મિકનું વાત્સલ્ય કરવું. (૨) ઉપર કહેલ વાતનું તાત્પર્ય એ છે કે – જે સમાન ધર્મવાળા હોય તે સાધર્મી કહેવાય. તેમાં પ્રવચન અને લિંગ (વેષ) તે બન્નેની સમાનતાથી સાધુ-સાધ્વી તથા માત્ર પ્રવચન (જિનમત) થી શ્રાવક-શ્રાવિકા સાધર્મિક કહેવાય તેમાં સાધુ-સાધ્વીએ આચાર્ય-ગ્લાન, પાહુણા વિહાર કરી પધારેલા મુનિઓ), તપસ્વી, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત શિષ્યાદિનું વિશેષે કરી વાત્સલ્ય કરવું, તેમજ પુષ્ટ આલંબનાદિ અપેક્ષાએ શ્રાવક-શ્રાવિકાનું પણ સર્વ શક્તિએ દ્રવ્ય-ભાવ-ઉભય પ્રકારે વાત્સલ્ય કરવું - તેમને ઉપકારક થઈને વાત્સલ્ય કરવું અને શ્રાવકે શ્રાવક-શ્રાવિકાનું કુમારપાળ રાજા આદિની જેમ યોગ્ય અને ઉચિત રીતે વાત્સલ્ય કરવું. રાજા કુમારપાળનું દષ્ટાંત પાટણ નરેશ મહારાજા કુમારપાળ રાજા સદા ધર્મકરણીમાં તત્પર રહેતા. તેઓ સ્નાત્રપૂજાદિ-સામાયિક-પૌષધાદિ ધર્મક્રિયા કરવા જતા ત્યારે તે કરણી-ક્રિયામાં એક હજાર આઠસો શેઠિયાઓ તેમની સાથે જોડાતા. રાજાની સહાયથી તે બધા આગળ આવેલા ને સુખી થયેલા. કુમારપાળ રાજા શ્રાવકો પાસેથી કર લેતા જ નહીં. આથી તેમને વરસ દહાડે બોંતેર લાખ રૂપિયા ઓછા આવતા. આર્થિક સંકટમાં સપડાયેલ કોઈપણ શ્રાવક કુમારપાળ રાજાને ઘરે જઈ સહાય માંગતો. તો તેને ઓછામાં ઓછી એક હજાર મહોર તો અવશ્ય મળતી જ. આમ સાધર્મી કાજે તેઓએ એક વર્ષમાં એક કરોડના ખર્ચની સગવડ રાખેલી ને તે પ્રમાણે તેમણે ચૌદ વર્ષમાં ચૌદ કરોડ દ્રવ્યનો વ્યય કરેલો. એકવાર કોઈ માહેશ્વરી (મસરી) વાણિયાએ કરચોરી કરી, ને અધિકારી રાજા પાસે લઈને ચાલ્યો. ચાલાક મેસરીએ વિચાર્યું હવે આપત્તિનો પાર નહીં રહે. હવે બચાવનાર Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ કોણ? ત્યાં રાજાની સાધર્મ ભક્તિની વાત યાદ આવતાં તેણે કોઈ દહેરે દર્શન કરવાની ઇચ્છા કરી. અધિકારી સાથે જઈ કપટદર્શન કરી તેણે કપાળમાં કેશરનો ચાંદલો કરી ખભે ખેસ નાંખ્યો. અધિકારીએ રાજા સામે તેને ઊભો કરી કહ્યું “પૃથ્વીનાથ ! આ વણિકે આપની આજ્ઞાનું ઉલ્લંઘન અને દાણચોરી કરી છે. ફરમાવો તે દંડ કરું.” ભયથી ધ્રૂજતા તેની સામે જોઈ રાજાએ વિચાર્યું ખરેખર આ વીતરાગનો ભક્ત લાગે છે, કેવો સરસ મજાનો ચાંદલો કર્યો છે! શ્રાવકના કરનો મારે નિયમ છે” એમ વિચારી તેમણે કહ્યું “આમને છોડી મૂકો, એ નિરપરાધી છે.” સેવકોએ કહ્યું આ તો કંદમૂળ આદિ ખાતા હતા. તેમના લક્ષણથી આ તો માહેશ્વરી છે. આ બધો તો કપટક્રિયાનો ખેલ છે. રાજાએ કહ્યું “જે હોય તે હવે તમે તેમને કટુ વચન ન કહો. તેઓ ધન્ય-કૃતપુણ્ય છે, તેમ ન હોય તો આ કપાળમાં તિલક જોઈ મને “આ જિનભક્ત છે” એવો ખ્યાલ કેમ આવત? મેં તો તેને છોડી મૂક્યા છે. તે સુખેથી ઘરે જાય. તે વાણિયો રાજી થયો. શ્રાવક વેષ અને આચાર પ્રશંસા કરતો રાજાને નમી પોતાને ઘેર ગયો. આ બાબતને અનુલક્ષી કહેવાયું છે કે – साधर्मिकस्वरूपं यत्, व्यलीकमपि भूभृता । सन्मानित सभायां तत्, तर्हि सत्यस्य का कथा ? ॥१॥ અર્થ:- બનાવટી સાધર્મિકના સ્વરૂપને પણ રાજાએ ભરસભામાં સન્માન આપ્યું, ત્યારે સાચા સાધર્મિકની તો શી વાત? ઈત્યાદિ સમજી સાંભળીને સર્વ શક્તિપૂર્વક સાધર્મિકનું વાત્સલ્ય અવશ્ય કરવું. પૂર્વે ઉદાયી રાજાએ ચંડપ્રદ્યોતને કપાળે “દાસીપતિ” લખાવી કારાવાસમાં નાંખ્યો હતો પણ જ્યારે સેવક પાસેથી સાધર્મિકપણું જાણ્યું એટલે તરત જ આદર-બહુમાનાદિ કર્યા. એટલે કે સાધર્મિકનું સ્વજન કરતાં અધિકું સન્માન કરવું. કહ્યું છે કે - सुहिसयणमाइयाणं उवयरणं भवपबंध बुड्डिकरं । जिणधम्मपवन्नाणं तं चिय भवभंगमुवणेइ ॥१॥ અર્થ - મિત્ર સ્વજનાદિનું ઉપકરણ-સન્માનાદિ ભવપ્રબંધ ભવપરંપરાની વૃદ્ધિ કરનારું બને છે ત્યારે શ્રી જિન-ધર્મ પામેલાને માટે સાધર્મિકની બુદ્ધિથી કરેલું સન્માનાદિ ભવના નાશનું કારણ બને છે. સાધુ મહારાજના અધિકારમાં સ્વામીવાત્સલ્યના સંબંધમાં જણાવે છે કે અતિઘોર દુષ્કાળમાં જ્યારે સર્વ માર્ગ રુંધાઈ ગયા ત્યારે શ્રી વજસ્વામીએ વિદ્યાબળથી સહુને પટ દ્વારા સુભિક્ષનગરમાં લાવ્યા હતા, આ જ પ્રમાણે વિષ્ણુકુમાર મુનિ આદિનાં ઉદાહરણો સમજી લેવાં. એક શ્રાવિકા પણ પોતાના પતિનું લોકોત્તર વાત્સલ્ય કરી શકે છે - તે પ્રસંગ નીચે પ્રમાણે છે - Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પત્નીનું પતિવાત્સલ્ય - પૃથ્વીપુરનગરમાં સુભદ્ર નામના શેઠ હતા. તેઓ બારવ્રતધારી શ્રાવક હતા. તે રાજપુરનગરમાં વ્યાપાર અર્થે ગયા. ત્યાં જિનદાસ નામે શેઠ રહે. તેમનું આખું કુટુંબ ઘણું ધર્મિષ્ઠ હતું. તેની એક દીકરી હતી. તે સાધર્મિકને જ આપવી એવો તેમનો નિશ્ચય હતો. જિનદાસ સુભદ્રના સંપર્કમાં આવ્યા. સુભદ્રની ગતિવિધિ, રીતિ-નીતિ, ઊઠવું-બેસવું, ચાલવું-બોલવું, જમવું આદિ સારા આચરણથી તેમણે જાણ્યું કે આ ખરેખર ઉત્તમ શ્રાવક છે, છેવટે સારી ધામધૂમથી તે પોતાની પુત્રી તેને પરણાવી તે નામ અને ગુણથી સુશીલા હતી. ઘરનાં કામ-કાજ ઉપરાંત તે પતિની ભક્તિ નિર્મળ અંતઃકરણથી કરતી. સુશીલાની કોઈ સુંદર સખી તથા પ્રકારનો ઉદ્ભટ વેષ પહેરીને સુભદ્રના ઘરે આવી. સુભદ્ર તેને જોતાં જ અનુરાગી થયો. પણ કુળવાન હોઈ લજજાથી કાંઈ બોલ્યો નહીં, પણ દિવસે દિવસે દુર્બળ થતો ગયો. તેની આવી સ્થિતિ જોઈ પત્નીએ વારંવાર કારણ પૂછ્યું. અતિ આગ્રહથી તેણે ખરી વાત કહી દીધી, કે જ્યાં સુધી તે સ્ત્રીનો સમાગમ નહીં થાય ત્યાં સુધી મને કળ વળવાની નથી. સુશીલા ઘણી ચતુર અને ધીર હતી. તેણે કહ્યું “તમારી એવી જ ઈચ્છા છે તો તે હું પૂરી કરીશ. મારી સહેલી હું જે કહું તે ટાળે જ નહીં. હું શીઘ જ આ કામ કરી આપીશ.” એક દિવસે સુશીલાએ પતિને કહ્યું “જુઓ, મારી સહેલી તૈયાર તો થઈ છે, પણ તેને શરમ ઘણી આવે છે. તમારાથી તો – અને તેમાં આવા પ્રસંગે તેને ઘણી જ શરમ આવશે. તે પોતે જ એમ કહેતી હતી. તેણે આગ્રહપૂર્વક કહ્યું છે કે હું શયનગૃહમાં આવું તરત જ દીવો ઓલવી નાંખે - નહીં તો હું ઓલવી દઈશ.” સુભદ્ર બધું કબૂલ કર્યું. સુશીલાએ કહ્યું “તે આજે સાંજે જ આવશે.” સમય થતાં સુશીલાએ સહેલીના શણગાર પોતે સયા. તે વિચારવા લાગી ! ખરે જ વિષયરૂપી મહાવ્રતના આવેશવાળો જીવ દીનતા ધરવી, બગાસાં ખાવાં, નિસાસા નાખવા અને પારકી નારીના વિચારોમાં ડૂબી જવું આદિ બધી જ કુચેષ્ટાઓ કરે છે ને ચંચળ વૃત્તિવાળો થઈ રહે છે, અરે રે? અનંત સુખ આપનાર વ્રતને પણ તે ગણકારતો નથી. લીધેલા વ્રતની પણ ઉપેક્ષા કરે છે. સુશીલ ને સમજુ એવો મારો ધણી જ વિષયાધીન થઈ ગયો તો બીજા બાપડાની કઈ દશા ? આ વિષય દશાને અને બીજાની આશાને ધિક્કાર છે. ગમે તેમ થાય પણ મારા પતિનું વ્રત તો નહીં જ ખંડિત થવા દઉં. બાર વ્રતધારી શ્રાવક ને પરસ્ત્રીની અભિલાષા !! રાત પડવા આવી ને કાંઈ બહાનું કરી બોલાવેલી સહેલી સુંદરી આવી. બન્ને ખૂબ હળી મળી આનંદ કરવા લાગી. સુભદ્રને ભરોસો થઈ ગયો કે “સાચે જ આજે લાંબા કાળની અભિલાષા પૂર્ણ થશે.” સુંદરીએ સુશીલા અને સુશીલાએ સુંદરીનાં કપડાં-અલંકાર આદિ પહેરેલાં અને ચાલ-રંગ-ઢંગનો પૂરો અભિનય કરેલો. ત્યાં સુગંધી પુષ્પ, ધૂપ-ચંદન-કપૂર-કસ્તુરી-તાંબૂલ આદિ સમગ્ર ભોગ સામગ્રીથી યુક્ત પુષ્પ શય્યાવાળા પલંગ પર સુભદ્ર બેઠો હતો. આખું શયનાગાર સજાવેલું હતું ને દીપકનો Page #295 -------------------------------------------------------------------------- ________________ man ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ સોનેરી પ્રકાશ રેલાતો હતો. ત્યાં સુશીલા પોતાની સહેલીની જેમ લટક મટક કરતી આવી. સુભદ્ર પોતે જ દીવો બૂઝવી નાંખ્યો ને પલંગ પાસે આવતાં સુભદ્રે તેને ખેંચી ઉત્કંગમાં લીધી અને સુભદ્ર પ્રેમગોષ્ટિ કરવાપૂર્વક તેની સાથે ક્રીડા કરી, પ્રાત:કાળ થતાં પૂર્વે તે પલંગ પરથી ઊઠીને ઘરે જવાનું કહી ચાલતી થઈ. તેના ગયા પછી સુભદ્રને વિચાર આવ્યો. सयलसुरासुरपणमियचलागेहिं जिणेहिं जंहियं भणियं । तं परभव संबलयं, अहह ! मए हारियं सीलं । અર્થ:- સકલ સુર-અસુરની જેમના ચરણ કમલ પ્રણમિત છે, એવા જિનેશ્વરદેવોએ જે પરમહિત માટે કહ્યું છે, તે પરલોકના ભાતા (પાથેય) સમાન શીલને હું આજે હારી ગયો છું. मनस्यन्यत्-वचस्यन्यत्, क्रियायामन्यदेव च । यस्यास्तामपि लोलाक्षी साध्वीं वेत्ति ममत्त्ववान् ॥१॥ અર્થ:- જેના મનમાં કાંઈ ઓર હોય, વચન વળી જુદું જ કાંઈ હોય, ત્યારે વ્યવહારમાંઆચરણમાં તો કંઈ ત્રીજું જ હોય, એવી ચંચળ નેત્રવાળી સ્ત્રીને મમતાવાળો માણસ ઉત્તમ માને છે. चर्माच्छादितमांसास्थि-विण्मूत्रपिठरीष्वपि । वनितासु प्रियत्वं यत्, तन् ममत्व विजृमितम् ॥२॥ અર્થ:- જેના શરીરનાં માંસ-હાડકાં ચામડીથી મઢેલાં છે, જે વિષ્ટા અને પિશાબની હાંડી જેવી છે, આવી સ્ત્રીઓમાં જે પ્રિયત્ન છે તે માત્ર મમત્વનો જ વિસ્તાર છે. गणयन्ति जनुः समर्थवत्, सुरतोल्लाससुखेन भोगिनः । मदनाहि विषोग्रमूर्छनामयतुल्यं तु तदेव योगिनः ॥३॥ અર્થ:- ભોગી જીવો ભોગ-વિલાસથી ઉલ્લસિત સુખથી પોતાના જન્મને સફળ ગણતા હોય છે, ત્યારે તે જ સુખ યોગી પુરુષો વિષયરૂપ વિષથી ઊપજેલી ઉગ્ર મૂછરૂપ મહાવ્યાધિ સમાન માને છે. દરેક પદાર્થોમાં પ્રિય કે અપ્રિયપણું એ સ્વયંના મનની કલ્પના માત્ર છે. ખરેખર તો કોઈ જ વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ હોતી જ નથી. કારણ કે બધા જ વિકલ્પનો નાશ થવાથી મતિનો ભેદ પણ નાશ પામે છે. કહ્યું છે કે – समतापरिपाके स्यात् विषयग्रहशून्यता । यया विशदयोगानां, वासीचन्दनतुभ्यता ॥१॥ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અર્થ - તે સમતાનો પરિપાક થતાં વિષયની પકડ નાશ પામે છે, જેના દ્વારા એ ઉજ્વળ યોગવાળા મહાત્માને ફરસી (કુહાડી જેવું હથિયાર) અને ચંદનમાં સરખાપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ બન્નેની ભિન્નતા નાશ પામે છે.. આ ભાવનાથી સુભદ્રનું અંતઃકરણ સંવેગમય થઈ પશ્ચાત્તાપથી જાણે બળવા લાગ્યું. ત્યાં સુધી કે તે પત્ની સાથે આંખ પણ મેળવી ન શકતો-તેની આંખો ઢળી પડતી. તેની આ સ્થિતિ જોઈ પત્નીએ વિચાર્યું “મારા પતિ લજ્જાવાન છે માટે સરળતાથી ધર્મ પામશે, જે સાવ નિર્લજ્જ અને વાચાળ હોય છે તેમને ધર્મને માટે અયોગ્ય કહ્યા છે, તે આવા નથી.” પછી તો સુશીલા સામાયિકમાં સ્વાધ્યાય કરતી વેળા વ્રત-પાળવા ન પાળવાના પ્રસંગો વાંચતી ને તે પણ સુભદ્ર સાંભળે એવી રીતે બોલતી તેમાં વ્રતભંગથી થતી હાનિ તો માથું ધુણાવીને બોલતી જેમ કે વ્રત લેવું તે સહેલું છે પણ પાલન કરવું દુષ્કર છે. તેઓ ધન-કૃતપુણ્ય છે જેઓ વ્રત લઈને પ્રાણની જેમ પાળે છે. વ્રત લેવા-પાળવાની ચઉભંગી છે. જેમ લેવું સરળ પણ પાળવું મુશ્કેલ. લેવું કઠિન પણ પાળવું સરળ, લેવું સહેલું ને પાળવું સહેલું અને લેવું પાળવું બને મુશ્કેલ. આમાં ત્રીજો ભાંગો ઉત્તમ ને ચોથો અનિષ્ટ. આ બધું સાંભળી સુભદ્ર પોતાની પત્નીની ભાવનાનાં મનોમન વખાણ કરવા લાગ્યો છતાં મનમાં વ્રતભંગનું દુઃખ તો તેને સાલ્યા જ કરતું હતું. તે દિવસે દિવસે દૂબળો થવા લાગ્યો, પત્નીએ આગ્રહ કરી કારણ પૂછ્યું. ત્યારે તે ખિન્ન થઈ બોલ્યો “હે સુભગે ! મોક્ષ પ્રાપ્તિના અવંધ્ય કારણરૂપ તે વ્રત મેં લાંબા કાળથી પાળ્યું હતું પણ તે મન કલ્પિત સુખને માટે ક્ષણવારમાં મેં નષ્ટ કરી મૂર્ખ પણ ન કરે તેવું અકાર્ય કર્યું. આથી હું દિવસે દિવસે સુકાતો જાઉં છું. હવે આ પાપનું પ્રાયશ્ચિત્ત કોણ આપશે? મારી ભ્રષ્ટની સ્થિતિ-ગતિ કઈ થશે? વ્રતનો નાશ ને ખરાબ આચરણ કરી કહેતા ફરવું કે મેં મોટું પાપ કર્યું, મેં મોટું પાપ કર્યું! ને ધ્યાન વૈરાગ્ય લઈને બેસવું તે તો વ્યર્થ છે, ને કુંભારને મિથ્યા દુષ્કૃત આપનાર ક્ષુલ્લક મુનિ જેવી તેની સ્થિતિ છે.” આમ શુદ્ધ અંતઃકરણ ને શુભ પરિણામ જાણી - આ માત્ર પત્ની સમક્ષનો ઉપચાર નથી એમ સમજી, તથા સંવેગ રંગથી રંગાયેલું આ હૃદય હવે ઇન્દ્રની અપ્સરાથી પણ હારે એવું નથી એવો વિશ્વાસ થવાથી તેણે નિશાનીઓ, વાતો, સંકેતોપૂર્વક બધી સાચી વાત બતાવી સમજાવ્યું કે તે મારી સહેલી નહીં પણ હું પોતે જ હતી.” આ વાતની સચ્ચાઈની સાબિતીથી વિશ્વાસ થતાં તેણે વિચાર્યું “અહો ! લોકોત્તર ધર્મમાં નિપુણ આ નારીને ધન્ય છે.” “મારો ધણી પરનારીના સંગથી નરકમાં ન જાય.” - એવા શુદ્ધ આશયથી તેણે કેવી ચતુરાઈ અને ધીરતાથી કામ લીધું! મારું એટલું સૌભાગ્ય છે કે અંતઃકરણથી મારી હિતચિંતા કરનાર સુશીલ પત્ની મળી છે. તેની સ્થિરતા ને ગંભીરતા તો વાણીનો વિષય નથી. ઇત્યાદિ તેણે અંતરથી સ્ત્રીની સ્તુતિ કરી. પત્નીના કહેવાથી તેણે ગુરુમહારાજ પાસે પરસ્ત્રી સેવનનો સર્વથા ત્યાગ કર્યો. પાપની આલોચના કરી ને ધર્મમાં આદરવાળો થયો. Page #297 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ કાળાંતરે પુત્રને વ્યવહાર ભાર સોંપી પતિ-પત્નીએ ચારિત્ર લીધું. ઉત્કટ આરાધના-તપ-સંયમથી તે બન્ને કેવળી થઈ મોક્ષે સિધાવ્યાં. આમ સાધર્મિક વાત્સલ્યના ઘણા ભેદો છે, સમજુ માણસો લાભ જોઈ પ્રવર્તી કરે છે. આ સાતમા દર્શનાચારને પાલન કરનારે સર્વ શક્તિને યુક્તિપૂર્વક સાધર્મિકની સદા સેવા-ભક્તિ કરવી, બહુમાન કરવું. *0* ૨૮૭ ૨૦૦ દર્શનાચારનો આઠમો આચાર-પ્રભાવના अष्टौ प्रोक्ता निशीथादौ शासनस्य प्रभावका । मार्गानुसारिण्या शक्त्या, त एवोद्भासयन्ति तत् ॥१॥ અર્થ :- નિશીથ આદિ શાસ્ત્ર ગ્રંથોમાં શ્રી જિનશાસનની પ્રભાવના કરનાર આઠ પ્રકારના -- પ્રભાવક કહ્યા છે. તેઓ જ માર્ગાનુસારી શક્તિથી શાસનને પ્રભાવશાલી રાખે છે, શોભાવે છે. આ આઠ પ્રભાવક શ્રી નિશીથ સૂત્રમાં આ પ્રમાણે બતાવેલા છે. (૧) અત્તેસિટ્ટુિ, (૨) ધમ્મદ્દી, ( રૂ ) વા, (૪) આયરિય, ( - ) હવTM, ( ૬ ) નૈમિત્તિ, (૭) વિગ્ગા, (૮) રાયશĪસમ્બઓ ગ, તિસ્થળમાવિંતિ । અર્થ :- (૧) અતિશયશાલી ઋદ્ધિમાન, (૨) ધર્મકથી, (૩) વાદી, (૪) આચાર્ય, (૫) તપસ્વી, (૬) નૈમિત્તિક, (૭) વિદ્યાવાન, (૮) રાજાના ગણમાં-સમૂહમાં સંમત-સન્માન પામેલા. આ આઠે શ્રી જિનમતને પ્રભાવશાલી રાખે છે. જેમને બીજાઓથી ઉત્કૃષ્ટ ઋદ્ધિ એટલે તેોલેશ્યાદિ લબ્ધિઓ હોય તે અતિશયિત ઋદ્ધિ કહેવાય. આ સંબંધમાં કુંચિક નામના શેઠને શિક્ષા આપનાર શ્રી મુનિપતિ નામે અણગારનું અથવા ભાવિકાળમાં થનાર શ્રી સુમંગલમુનિનું દૃષ્ટાંત શ્રી ભગવતીજી સૂત્રના પંદરમા શતકમાંથી જાણી લેવું. બીજા પ્રભાવક ધર્મકથી. એટલે વ્યાખ્યાનની અદ્ભુત શક્તિ-લબ્ધિવાળા જેમ શ્રી નંદિષેણ મુનિ. નંદિષેણ કર્મવશ મુનિપણું છોડી વેશ્યાને ઘરે રહ્યા. ત્યાં રહીને પણ દ૨૨ોજ દસ જીવોને ધર્મકથા ઉપદેશાદિથી પ્રતિબોધ પમાડતા અને પ્રભુ મહાવીરદેવ પાસે દીક્ષા લેવા મોકલતા. આમ બાર બાર વર્ષસ વીત્યાં, બાર વર્ષમાં બેંતાલીશ હજાર બસો પુરુષો કે જેઓ વિલાસ માટે વેશ્યાને ત્યાં આવતા તેમને પ્રતિબોધી ભગવાન પાસે મોકલતા. તેમને એવો નિયમ હતો કે કર્મવશ હું તો Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પતન પામ્યો, પણ દસ જણને જ્યાં સુધી પ્રતિબોધ ન પમાડે ત્યાં સુધી જમવું નહીં અને આ અભિગ્રહ તેમણે પરિપૂર્ણ રીતે પાળ્યો. તેમની પ્રભાવકતાના પ્રતાપે તેમનો પ્રત્યક્ષ દોષ પણ કોઈ ગ્રહણ ન કરતું કે પોતે તો રંગ-રાગમાં મદમસ્ત છે ને બીજાને ઉપદેશ આપે છે? ઊલટાનું સહુ એમ વિચારતા કે ખરેખર આ કોઈ અસામાન્ય મહાત્મા છે, જે મોહજાળમાં પડવા છતાં આત્માને સાચવીને બેઠા છે. પોતાના ગુણોનો નાશ કર્યો નથી માટે જ આવો અપૂર્વ બોધ આપે છે. કાજળની કોટડીમાં રહેવા છતાં, આત્મસ્વભાવને ઊજળો રાખ્યો છે. તેમના આત્માને વારંવાર ધન્યવાદ છે. કોઈ સંયોગવશ તેઓ અહીં આવી ચડ્યા છે પણ આ અવશ્ય મહાનતાએ પહોંચશે. આમણે તો અમારાં જ્ઞાન-નેત્રો ઉઘાડી મહાપ્રકાશ આપ્યો છે. મોહસાગરમાં પડ્યા છતાં તેઓ ડૂબી નથી ગયા. આમની તુલના કરી શકાય એવા કોઈ મહાત્મા જણાતા નથી તો કોની સાથે આમને સરખાવીએ? ખરી વાત તો એ લાગે છે કે અમ જેવા પાપીઓને તારવા માટે જ આ વેશ્યાના ઘરમાં અમારા માટે નાવ જેવા થઈ આવી ચડ્યા છે. આ સિવાય તો કોઈ બીજું કારણ જણાતું નથી. આમ સર્વે નંદિષેણની સ્તુતિ કરતા પણ કાંઈ અઘટિત વિચારતા નહીં. ત્રીજા પ્રભાવક વાદી, એટલે કે પરવાદીને પરાજિત કરનાર. આ સંબંધમાં વૃદ્ધવાદી, મલવાદી, દેવસૂરિજી સિદ્ધસેનદિવાકરસૂરિજી, વાદિવેતાલ શાંતિસૂરિજી મહારાજ આદિનાં દૃષ્ટાંતો પ્રભાવક ચરિત્ર આદિ ગ્રંથોથી જાણવાં. ચોથા પ્રભાવક આચાર્ય-એટલે ગચ્છના આધારભૂત ૧૨૯૬ ગુણોથી શોભતા. (છત્રીશ છત્રીશીથી અલંકૃત) શ્રી પ્રભવસ્વામી તથા શäભવસૂરિજી આદિનાં દૃષ્ટાંતો જાણવાં. પાંચમા પ્રભાવક પક એટલે ઘોર તપસ્વી. આના ઉદાહરણમાં છ હજાર વર્ષ સુધી છઠનો તપ કરનાર વિષ્ણુકુમારમુનિ, છમાસી તપ કરનાર ઢંઢણકુમારમુનિ, સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરનાર સુંદરી, એક વર્ષ સુધી કાઉસ્સગ્નમાં રહેનાર બાહુબલીજી, વિષમ પ્રકારના અભિગ્રહ ધારનારા બહુધામુનિ, અગિયાર લાખ એંસી હજાર ને પાંચસો માસક્ષમણ કરનાર નંદનમુનિ, સોળ વર્ષ સુધી આયંબિલ તપ કરનાર જગચંદ્રસૂરિજી તથા ગુણરત્ન, સંવત્સર તપ કરનાર સ્કંધકમુનિ આદિના ઉલ્લેખો છે. છઠ્ઠા પ્રભાવક નૈમિત્તિક એટલે નિમિત્ત (જયોતિષાદિ) બળથી ભૂત-ભવિષ્યનું જ્ઞાન રાખનારા. આ બાબતમાં વરાહમિહિરની સામે સાચું નિમિત્તજ્ઞાન જણાવનાર શ્રી ભદ્રબાહુસ્વામીજી તથા પોતાના સંસારી ભાણેજ દત્તનું સાતમે દિવસે મૃત્યુ ભાખનારા શ્રી કાલિકાચાર્ય આદિનાં ચરિત્રો જાણવાં. સાતમા પ્રભાવક વિદ્યાવાનું - એટલે વિદ્યા, મંત્ર, યંત્ર, બુદ્ધિ, સિદ્ધિ, ચૂર્ણ, અંજન, યોગ, ઔષધ તેમજ પગમાં લેપ આદિ પ્રયોગથી સિદ્ધ પુરુષ. તેમાં પાડાનો ભોગ લેનાર કંટકેશ્વરીદેવીને વશ કરનાર શ્રી હેમચંદ્રસૂરિજી મંત્રવિદ્યાવાળા સમજવા. શ્રીપાળ રાજાને શ્રી Page #299 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ૨૮૯ સિદ્ધચક્રનું યંત્ર અને તેનો આમ્નાય આપનાર ધર્મગુરુને યંત્રવિદ્યાના જાણ સમજવા. વળી એક નગરના રાજાએ નવયુવા અતિસ્વરૂપવાન સાધ્વીને મહેલમાં ઊંચકાવી મંગાવી. રાજાને ઘણી રીતે સમજાવ્યો કે તું સાધ્વીને છોડી દે. આ તેં આગ સાથે રમત આદરી છે. આનાં પરિણામ સારાં ન આવે. પણ રાજા ન માન્યો. ત્યારે એક મંત્રસિદ્ધ મુનિએ રાજમહેલના આંગણામાં પડેલા ઘડેલા થાંભલા ને મહેલ ઉડાડ્યા. તે થાંભલામાંથી અવાજ નીકળવા લાગ્યો ને તેથી મહેલના ઊભા થાંભલા પણ હાલવા-ધ્રૂજવા લાગ્યા. આથી ગભરાઈ ગયેલો રાજા બધું મૂકી બહાર ભાગ્યો ને સાધ્વીને પગે લાગી ક્ષમા યાચવા લાગ્યો. પદ્મિસૂત્રમાં ચોથા મહાવ્રતના આલાવામાં જણાવ્યું છે કે રાગથી કે દ્વેષથી મૈથુન સેવવું નહીં. ત્યારે શંકા થઈ કે મૈથુન તો રાગથી જ સેવાય છે, દ્વેષથી કેવી રીતે બને? તો દ્વેષ શબ્દનું શું તાત્પર્ય છે? તેનો ઉત્તર આપતાં પખિસૂત્રની વૃત્તિમાં જ જણાવ્યું છે કે કોઈ નગરમાં એક પરિવ્રાજિકા રહેતી હતી. તેણે મંત્ર પ્રયોગથી મહાપ્રભાવ પેદા કરેલો. રાજા-પ્રજા બધા તેના વશવર્તી હતા. “જૈન સાધુ ઉત્કૃષ્ટ તપોબળ ને લબ્ધિશાળી હોય છે.” એવી માન્યતા પ્રચલિત છતાં સાધુઓ પોતાના રસ્તે જાય ને પોતાના રસ્તે આવે, ત્યારે લોકો તેમને નિસ્તેજ ને પ્રતાપહીન કહે. આમ કોઈ નિંદા કરે પણ કોઈ પ્રશંસાની વાત ક્યાંય થાય જ નહીં. એકવાર રાજાએ રાણી પાસે પરિવ્રાજિકાનાં ઘણાં વખાણ કર્યા ને કહ્યું “તેનું શીલ અતિ ઉત્તમ છે. કારણ કે શીલ ગુણ વિના કોઈ ઉત્તમ તત્ત્વ વિકાસ પામતું નથી.” આમ વારંવાર કહ્યું. રાણી જિનમતની ઉપાસિકા હતી, તેથી તેણે આ વાતને કશી મહત્તા ન આપી. સમય વીતવા લાગ્યો. એકવાર ઉદ્યાનમાં પધારેલા જ્ઞાની ગુરુમહારાજ પાસે આવી રાણીએ તાપસીની વાત જણાવતાં કહ્યું “ભગવાન્ ! અમારા ગામમાં એક તાપસી રહે છે, તેણે પોતાના શીલ આદિ ઉત્તમ દેખાવથી-વ્યવહારથી રાજા સહિત સમસ્ત નગરને વશ કરી લીધું છે. તેથી લોકો જૈન મુનિઓની છડે ચોક ટીકા-નિંદા કરતા થઈ ગયા છે. મુનિઓ તરફ આદર, આહારાદિ વહોરાવવામાં ભક્તિ ન હોઈ, કોઈ સારા સાધુઓ આ તરફ વિચરતા પણ નથી. પરિણામે આખું નગર મિથ્યાત્વી થઈ ગયું છે. આપ જેવા સમર્થ જ તેનો ઉદ્ધાર કરી શકે.” ' આ સાંભળી એક મંત્રસિદ્ધ મુનિને ક્રોધ આવ્યો કે પોતાના આચાર આત્માના ઉદ્ધાર કાજે છે, નહીં કે કોઈને ઉતારી પાડવા કે વટાવી ખાવા માટે. રાણીના ગયા પછી તેણે આકર્ષક વિદ્યાનો પ્રયોગ કર્યો. પરિણામે એકાંતમાં રહેલા તે સાધુ પાસે તે તાપસી આવી ને કામવિહ્વળ થઈ કંપવા લાગી. નમ્ર ને વિનીત થઈ કરગરતી કહેવા લાગી તમે મહાન અને સમર્થ છો, મારી ઇચ્છા તમે જ પૂરી કરી શકશો. મારા કામ વ્યાધિનું શમન કરો એમ કહેતી તેણે સાધુને આલિંગનમાં લીધા. કામવશ તે ઉત્તેજિત થઈ; મુનિએ પણ ધર્મનિંદક પરિવ્રાજિકાનું મહત્ત્વ નષ્ટ કરવા જરાપણ અનુરાગ વિના દ્વેષ બુદ્ધિથી જ તેની સાથે ગમન કર્યું, ને તેના માનનું મર્દન થયું, પછી તાપસી ત્યાંથી પાછી આવી. ને તે સગર્ભા થઈ. લોકોમાં વાત પ્રસરી ગઈ, જેવી પ્રશંસા હતી તેવી નિંદા Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ થઈ. રાણીએ પણ રાજાને કહ્યું “જોયું તમારી તાપસીનું બ્રહ્મચર્ય? દંભ અને પાપ આખરે તો ફૂટે જ છે.” આ સાંભળી રાજાએ કહ્યું “રાણી, ઉતાવળાં ન થાવ. કોઈક વખતે તમારા ગુરુઓનું સ્વરૂપ તમને બતાવીશ.” પછી રાજાએ પોતાના એક ચતુર સેવકને શીખવ્યું કે તું સૂર્યકાંતા વેશ્યાને ઉપવનમાં કામદેવ ચૈત્યમાં જવા અને સાધુને ઠીક કરવા સમજાવી દેજે. પ્રથમ તો અપ્સરા જેવી તેની સામે જોતાં જ કોઈપણ ચક્રાવે ચડે, પાછી તે એવી કામ કળામાં નિપુણ છે કે જોટો નહીં. તેને મૂર્તિ પાછળ સંતાવા જણાવી બધું સમજાવી દેજે, પછી તું પેલા સાધુને કોઈ ધર્મના બહાનાથી રાત્રિ પહેલાં ત્યાં લઈ આવજે. ધર્મકાર્યના અતિ ઉત્સાહથી તે ત્યાં આવે એટલે તું બહાર નીકળી દરવાજા વાસી દેજે-ને તાળું બંધ કરજે, અને પહેલેથી જ પલંગ અને તાંબૂલ-ફૂલ-અત્તર આદિ ભોગ સામગ્રી મૂકી રાખજે, સેવકે કહ્યું; “આપ નિશ્ચિંત રહેજો. આપની ઇચ્છા પ્રમાણે બધું થઈ રહેશે.” રાજાના કહ્યા પ્રમાણે સેવકે બધું તરકટ ગોઠવ્યું. મુનિને પણ ધર્મઉદ્યોતનું ખોટું બહાનું બતાવી તે લઈ આવ્યો. ભોળે ભાવે મુનિશ્રી મંદિરમાં પેઠા ને પેલાએ બહાર નીકળી તરત બારણું વાસી દીધું. મુનિએ બહાર નીકળવા યત્ન તો ઘણા કર્યા પણ તેમને સફળતા ન મળી. તે વિમાસણમાં પડી વિચારવા લાગ્યા “અરે રે ! ઉપયોગ ન રાખ્યો તેથી હું આ અપયશના કાર્યમાં સપડાયો છું. મને આ વેશ્યાદિકનો તો કશો ભય નથી પણ સવારે અવશ્ય શ્રી જિનશાસનની અપભ્રાજના થશે, તેનો જ ભય છે. પછી તો વેશ્યાએ પોતાની બધી જ ચતુરાઈ અજમાવી જોઈ પણ મુનિએ ધીરતા ન છોડી. મુનિ તો વિચારમાં ઊંડા ઊતરી ગયા કે પૂર્વે પરિવ્રાજિકા સાથે જે અકાર્ય કર્યું હતું તેમાં લેશ માત્ર અનુરાગ નહોતો અને રાગથી તો તરત વ્રત નાશ પામે. પછી તેમને રસ્તો સૂઝી આવતાં તેમણે રજોહરણ ડાંડો-કામળી આદિ દીપકની જયોતથી સળગાવી નાંખ્યાં. તેની ભભૂત આખા શરીરે લગાવી. પોતે લંગોટ લગાવી ઈન્દ્રિયો ગોપવી આખી રાત ધ્યાનમાં તત્પર રહ્યા. આ તરફ વેશ્યા પોતાની બધી કળા કરામત અજમાવી થાકી ગઈ ને છેવટે કંટાળી સૂઈ ગઈ. અહીં સવારના પહોરમાં રાજાએ જાણે વાઘ પકડ્યો હોય તેમ ઘોંઘાટ કરી મૂક્યો ને રાણીઓ, કુટુંબીઓ, રાજપુરુષો, મુખ્ય નાગરિકો અને સામાન્ય જનસમૂહ સાથે ઉદ્યાનમાં આવ્યો. સેવકને કહ્યું “ખરો ચોર પકડાયો છે. તાળું ઉઘાડ.” તાળું ખોલી બારણાં ઉઘાડતાં કોપીન ધારી કોઈ અવધૂત બાવા “અલખ-નિરંજન-જય-શિવશંકર” કરી બહાર નીકળ્યા. યોગી અવિકારી, અવધૂતને જોઈ બધા ચમક્યા. રાણી બોલી, “રાજાજી ! તમે તો ઘણી મોટી વાત કરતા હતા. આ તો કોઈ તમે જેને માનો છો એમની જમાતના નીકળ્યા. આ જૈન સાધુ ન હોય !” ખિજાયેલા રાજાએ સેવકને પૂછ્યું, “આ અવળું કેમ વેતરાયું?” તેણે કહ્યું; “મેં તો આપની આજ્ઞા પ્રમાણે જ કર્યું હતું. આ અંદર ને અંદર શું ચમત્કાર થયો તે સમજાતું નથી.” Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪) રાજાએ વેશ્યાને પૂછ્યું “તેં શું કર્યું?” તે બોલી હું શું કરું? મેં તો આવા પાકા હૃદયનો તો માણસ જોયો નથી. હું મારી બધી કળા ને સામર્થ્ય બતાવી થાકી. જગમાં પણ જાગૃતી આવે એવી મારી યુક્તિઓ આજે જીવનમાં પ્રથમવાર નિષ્ફળ ગઈ. આ તો કોઈ જબરો જોગીંદર છે. કોઈ ઈન્દ્રની પટરાણી પણ આને ચલાવી શકે નહીં. ત્રણે લોકમાં આના જેવો તો કોઈ પ્રબલ ઇચ્છા શક્તિવાળો માણસ નહીં હોય. આ પ્રમાણે બધી વાત સાંભળી રાજાને યથાર્થ વસ્તુનો બોધ થયો. તે પ્રતિબોધ પામ્યો. તેણે પોતાનાં ચિત્ત, વિત્ત અને પરિવાર સહિત સમગ્ર નગરવાસીઓને જિનધર્મમય કરી દીધાં. સહુએ જૈન સાધુ-સાધ્વીના સંપર્કથી તેમનું જીવન પાવન જાણ્યું, તેથી તેમનું જ્ઞાન, ધ્યાન, આચાર, વ્યવહાર, ત્યાગ, સમતા અને નિઃસ્પૃહતા ગુણો નગરમાં ન સમાયા. અર્થાત્ તેમના ગુણોની પ્રશંસા દૂર સુદૂર સુધી પહોંચી ગઈ. આમ તે સાધુએ જિનશાસનની અપભ્રાજના થતી બચાવી અને પરમ પ્રભાવના કરી, ફરીથી મુનિવેષ અંગીકાર કર્યો. થોડા જ સમયમાં આત્મવિકાસ સાધ્યો. આ વિદ્યાસિદ્ધિનું દૃષ્ટાંત જાણવું. બુદ્ધિસિદ્ધ ઉપર અભયકુમાર આદિનાં દાંતો, યોગસિદ્ધિ પર સુવર્ણસિદ્ધિ કરનાર નાગાર્જુન, પારલેપમાં પાદલિપ્તાચાર્ય જાણવા. વજસ્વામી, કાલિકાચાર્ય આદિને વિદ્યા પ્રભાવકમાં ગણવા. આઠમા પ્રભાવક રાજસમૂહમાં સંમત એટલે સિદ્ધસેન દિવાકરજી, હેમચંદ્રસૂરિજી જગશ્ચંદ્રસૂરિજી અને વિજયહીરસૂરિજી આદિને રાજા આદિ સમગ્ર મુખ્ય લોકોમાં માન્ય જાણવા. આ આઠે પ્રભાવક જૈન ધર્મના ઉદ્યોતક છે, તેમના અભાવે શ્રી જિનશાસન ઝાંખું જણાય છે, ધર્મનો મહિમા વિસ્તાર પામતો નથી માટે આ બધા મહાભાગને જિનશાસનરૂપ મહેલના સ્તંભ સમાન ગણવા. દર્શનાચારના વિચારને જાણનારા, અને શાસનના પાયા જેવા પ્રભાવકોએ શાસનના કાર્યમાં પોતાની શક્તિને જરાય ગોપવવી નહીં. બધી શક્તિથી શાસનના ઉદ્યોતમાં પ્રયત્ન કરવો, જેથી શ્રી જિનશાસનનો જયજયકાર થાય. ૨૦૮ ચારિત્રાચારના આઠ પ્રકાર-પ્રથમ ઈચસિમિતિ પાશ વારિત્રપુચ માતરો પ્રવર્તિતા ता एव चरणाचाराः, समुपास्या मुमुक्षुभिः ॥१॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અર્થ - ચારિત્રરૂપી પુત્રની જે આઠ માતાઓ કહી છે, તે જ આઠે પ્રકારના ચારિત્રાચાર છે. મુમુક્ષુ જીવોએ તેને સમ્યફ પ્રકારે સેવવા. ચરણ ચારિત્ર)નું આચરણ તેનું નામ ચારિત્રાચાર. તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ આઠ પ્રકારનો છે. કહ્યું છે કે – पणिहाणजोगजुत्तो, पञ्चहिं समिइहिं तिहिं गुत्तिहिं । एस चरित्तायारो, अट्ठविहो होइ नायव्यो । અર્થ:-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ દ્વારા પ્રણિધાન યોગથી યુક્ત થયેલો આ ચારિત્રાચાર આઠ પ્રકારનો છે. પ્રથમ પાંચ સમિતિરૂપ ચારિત્રાચારમાંથી ઇર્યાસમિતિ નામક પ્રથમ આચારનું વર્ણન કરવામાં આવે છે. युगमात्रावलोकिन्या, दृष्ट्या सूर्यांशुभासिता । पथि यत्नेन गन्तव्यं, इतीर्यासमितिर्भवेत् ॥१॥ અર્થ:- સૂર્યનાં કિરણોથી પ્રકાશિત રસ્તા ઉપર ગાડાની ધૂંસરી પ્રમાણ આગળનો માર્ગ દૃષ્ટિથી જોઈ યતનાપૂર્વક ચાલવું, તેનું નામ ઇર્યાસમિતિ કહેવાય. આમાં યતનાપૂર્વક ચાલવું એમ કહ્યું તેમાં એમ સમજવું કે મુખ્યતાએ સાધુ નિરવદ્યસ્થાનમાં રહે ને સ્વાધ્યાયાદિ ધર્મકૃત્ય કરે. અહીં શંકા થાય કે “મુનિએ જો નિરવદ્યસ્થાનમાં રહી ધર્મકૃત્ય કરવાનું, તો ભગવાને સાધુઓને નવકી વિહાર કરવાનો ઉપદેશ શાને આપ્યો?” ઉત્તરમાં કહે છે કે; “ઘણા જ ગુણોનું અને ધર્મની વૃદ્ધિનું કારણ હોઈ ભગવાને નવકલ્પ વિહારનું વિધાન કહ્યું. તેમાં પણ રાત્રિના સમયમાં ચક્ષુની શક્તિ પરિપૂર્ણ જોવાની ન હોઈ અતિ પુષ્ટ આલંબન (કારણ) વિના ચાલવા-ફરવાની છૂટ આપી નથી. દિવસે પણ છ જવનિકાયની વિરાધનાથી બચવા ખાતર, જે માર્ગે ઘણા લોકો ચાલતા હોય તે માર્ગે ચાલવું પણ એકાંતે કે આડે માર્ગે ચાલવું નહીં. તેમાં પણ સાડા ત્રણ હાથ જેટલી પગથી આગળની ભૂમિ જોઈને, કાચી માટી, પાણી, વનસ્પતિ અને બી વગેરે સ્થાવર અને કુંથુવા કીડી આદિ ત્રસ જંતુની રક્ષા કરતાં પગલે-પગલે સારી રીતે જોઈને ચાલવું. “ફરી ' ઈર્યા એટલે ગતિ. તેની સમિતિ એટલે સમ્યક રીતે જિન વચનાનુસારે ઈતય એટલે આત્માની પ્રવૃત્તિરૂપ ચેષ્ટા કરવી તે ઈર્યાસમિતિ. આગળ કહેવાતી ત્રણ ગુપ્તિ ને સમિતિમાં પ્રવૃત્તિ-નિવૃત્તિના હિસાબે ભેદ કહ્યા છે. ગતિ કરવી તે પણ આલંબન, કાળ, માર્ગ અને યતના એ ચાર કારણે નિયમિત રીતે કરવી. આલંબન જ્ઞાનાદિકનું સમજવું. જ્ઞાન એટલે સૂત્ર ને અર્થ બન્ને રૂપ આગમ, દર્શન અને ચારિત્રરૂપ તે પ્રત્યેક જ્ઞાનાદિકને આશ્રય કરીને અથવા બેના સંયોગે (એટલે જ્ઞાન ને દર્શન, જ્ઞાન ને ચારિત્ર, અથવા Page #303 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૯૩ દર્શન અને ચારિત્રના આલંબને) કરીને ગમન કરવાની અનુજ્ઞા આપી છે. પણ જ્ઞાનાદિના આલંબન વિના ગતિ (વિહારાદિ-ગમન-ગમન) થઈ શકે નહીં (૧). “કાળ' એટલે ગમનનું પ્રકરણ હોઈ ગમનના વિષય માટે દિવસ જ જિનેશ્વરોએ કહેલો છે (૨). માર્ગ એટલે ઉન્માર્ગનો ત્યાગ કરી પુષ્કળ માત્રામાં લોકો આવતા હોય તેવો “માર્ગ' (૩). અને “યતના' એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદે ચાર પ્રકારની છે (૪). દ્રવ્યને આશ્રયી યતના કરવી યુગ (સાડાત્રણ હાથ) પ્રમાણ પૃથ્વીમાં રહેલા જીવાદિ દ્રવ્યને નેત્ર દ્વારા જોવાં, ક્ષેત્રથી યતના એટલે યુગ પ્રમાણ ધરીને જોઈને ચાલવું તે, કાળથી યતના કરવી એટલે, જેટલો સમય ગતિ કરવી તેટલો સમય ઉપયોગ રાખવો તે અને ભાવથી યતના કરવી એટલે ઉપયોગપૂર્વક ચાલવું તે. અર્થાત્ શબ્દ આદિ ઇન્દ્રિયોના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને પણ ત્યજીને ચાલવું. કારણ કે તેનો ત્યાગ નહીં કરવાથી ગતિના ઉપયોગનો ઘાત થાય છે. ગતિ વખતે બીજો કોઈ પણ વ્યવહાર ઉચિત નથી. પાછળ, આજુ-બાજુ ઉપયોગ રાખવાથી કે અતિદૂર જોવાથી માર્ગમાં રહેલા જીવ-જંતુઓ પણ જોઈ શકાતા નથી. તેમજ અતિ સમીપ જોવાથી સામેથી ચાલ્યાં આવતાં ઢોર ઢાંખર કે ભીંતથી ભટકાવાનો સંભવ રહે છે. માટે ઉપયોગપૂર્વક ચાલવું તે જ યોગ્ય છે. આવી રીતે ઉપયોગપૂર્વક ગતિ કરનાર મુનિ કદાચિત્ કોઈ જીવનો વધ થઈ જાય તો પાપ લાગતું નથી. અહીં માત્ર ગતિ વખતે જ ઇર્યાસમિતિ રાખવી એમ નહીં. પરંતુ બેઠાં બેઠાં પણ ઘણા ભાંગાવાળા સૂત્રની આવૃત્તિ કરતી વખતે ભાંગાની ગણતરી કરવા હાથ-આંગળી આદિની જે ચેષ્ટ થાય તે પણ સ્પંદન-કંપન-સ્વરૂપ હોવાથી તેમાં પણ ઈર્યાસમિતિની જરૂર હોય છે. આ સમિતિ સારી રીતે પાળનાર વરદત્ત મુનિનું દાંત નીચે પ્રમાણે છે. શ્રી વરદત્તમુનિનું ઉદાહરણ વરદત્ત નામના મુનિ ઇર્યાસમિતિમાં સદા તત્પર રહેતા. તેમના ઉપયોગની શક્રેન્દ્ર પોતાની સભામાં પ્રશંસા કરી. આ વાત એક દેવને ગળે ન ઊતરી. તે મુનિનું પારખું કરવા આવ્યો, ને મુનિના માર્ગમાં માખી જેવડી ઝીણી અસંખ્ય દેડકી વિકર્વી. તેનાથી આખો માર્ગ છવાઈ ગયો. પગ મૂકવાની પણ જગા ન જોઈ. મુનિ ઈર્યાસમિતિમાં સાવધાન થઈ ત્યાં સ્થિર થઈ ગયા. દેવે લડતા હાથીઓ વિદુર્ગા. જાણે હમણાં ઉપર જ આવી પડશે, એમ લાગવા છતાં સ્વયંને બચાવવા ખસ્યા જ નહીં. દેવે વિદુર્વેલા માણસો રાડો પાડી કહેવા લાગ્યા “ઓ મહારાજ! જલદી માર્ગમાંથી ખસી જાઓ. અરે ખસી જાઓ, આ હાથીઓ કચરી નાંખશે પણ તેઓ તો સ્વભાવદશામાં રમતા રહ્યા. ત્યાં તો હાથી દોડતો આવ્યો ને માર્ગમાં ઊભેલા મુનિને સુંઢથી પકડી આકાશમાં ઉલાળ્યા. ઉપરથી નીચે પડતા મુનિ વિચારે છે કે ધરતી પર તો દેડકીઓ છવાઈ ગઈ છે. ભૂમિનું પ્રમાર્જન પણ નહીં કર્યું હોય ત્યાં આ મારું શરીર પડશે ને કોણ જાણે કેટલીય દેડકીઓનો કચ્ચરઘાણ નીકળી જશે !!! Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ દેવે ઘણી રીતે વ્યથિત કર્યા પણ તેઓ ઈર્યાસમિતિથી ભ્રષ્ટ થયા નહીં. તેથી સ્વયંના શાને અને ઈન્દ્રમહારાજના વચનથી તેણે મુનિની અડગતા, ભાવની નિર્મળતા ભાળી દેવ પ્રગટ થયો ને પ્રણામ કરી બધી વાત નમ્રતાપૂર્વક જણાવી પોતે કરેલ અપરાધની ક્ષમા માંગી ને મુનિની ઘણી પ્રશંસા કરી. તેના મિથ્યાત્વનો નાશ થતાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. ઘણો પ્રસન્ન થઈ. તે દેવ સ્વર્ગે ગયો. આ પ્રમાણે વરદત્ત મુનિની જેમ ઈર્યાસમિતિ નામનો પ્રથમ ચારિત્રાચાર સર્વે મુનિઓએવિરતિવંતોએ પાળવો. તે મુનિરાજનું યતનામય જીવન જોઈ મિથ્યાત્વી દેવ પણ સમ્યકત્વ પામ્યો. ૨૦૯. ચારિત્રાચારનો બીજો આચાર-ભાષાસમિતિ, हितं यत् सर्वजीवानां त्यक्तदोषं मितं वचः । तद् धर्महेतोर्वक्तव्यं, भाषासमितिरित्यसौ ॥१॥ અર્થ:- જે સર્વ જીવોને હિતકારી દોષ વિનાનું અને માપસર વચન ધર્મને માટે બોલવું તે ભાષાસમિતિ કહેવાય છે. અહીં દોષરહિત એટલે ક્રોધાદિક આઠ પ્રકારના દોષ છે. આ બાબતમાં જણાવતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચોવીસમા અધ્યયનમાં કહ્યું છે કે – कोहे माणे अ मायाइ, लोभे अ उवउत्तया । हासे भये मोहरीए, विगहासु तहेव य ॥१॥ एआइ अट्ठ ठाणाई, परिवज्जित्तु संजए । असावज्जं मिअकाले, भासं भासिज्ज पन्नवं ॥२॥ અર્થ - ક્રોધ-માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા તેમજ વિકથા આ આઠ સ્થાન છોડી, પ્રજ્ઞાવાન સંયતે યથાયોગ્ય કાળે અસાવદ્ય-નિર્દોષ ભાષા બોલવી. વિશેષાર્થ - કોઈ બાપ પોતાના દીકરા ઉપર અતિ ક્રોધ કરતાં કહે “તું મારો પુત્ર નથી.” અથવા બીજાને ઉદ્દેશી કહે “આ મારા પુત્રને પકડો, બાંધો.” આ ક્રોધદોષ કહેવાય. આના ઉપર અમરદત્ત, મિત્રાનંદ આદિનાં ઉદાહરણો સમજવાં. (૧). Page #305 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૯૫ કોઈ જીવ મરીચિની જેમ અહંકારથી “જાતિ આદિથી મારા જેવો ઉચ્ચ કોઈ બીજો નથી.” ઇત્યાદિ કહેવું તે માનદોષ જાણવો (૨). શ્રી મલ્લીનાથપ્રભુના પૂર્વભવની જેમ અથવા અભયકુમારને પકડવા ચંડપ્રદ્યોતે મોકલેલ વેશ્યાની જેમ અન્યને છેતરવા માયા-કપટ આચરવા તે માયા દોષ જાણવો (૩). ધર્મબુદ્ધિ, પાપબુદ્ધિ કે લોભાનંદી શઠની જેમ અન્યની થાપણ, ભાંડાદિકને પોતાના કહેવા તે લોભદોષ કહેવાય (૪). “મહાવિદેહક્ષેત્રમાં વિચરતા તીર્થંકરો અહીં ઉપકાર કરવા કેમ આવતા નથી. અહીં થોડીવાર આવી, લોકોના સંદેહ દૂર કરી પાછા જવું હોય તો ચાલ્યા જાય.” આમ મશ્કરી આદિથી બોલવું તે હાસ્યદોષ (૫). કોઈપણ અપરાધાદિ કરી સામો પૂછે ત્યારે ભયથી ના પાડે કે મેં આ નથી કર્યું કોઈ બીજાએ કર્યું હશે? આ ભયદોષ જાણવો (૬). જેનું ઉદાહરણ અહીં આપવામાં આવી રહ્યું છે તે રજ્જાસાધ્વીની જેમ મુખરતા (વાચાળપણા)થી વગર વિચારે અન્યના અવર્ણવાદ બોલવા તે મુખરતા દોષ સમજવો (૭). સ્ત્રીકથા આદિમાં અહો ફલાણી બાઈના કટાક્ષ-વિક્ષેપ લાવણ્યાદિ કે હાવભાવ ઘણા સારા છે, ઇત્યાદિ બોલવું કે ભુવનભાનુ કેવળીના જીવ રોહિણીની જેમ બોલવું તે વિકથા-દોષ જાણવો (૮). અહીં મુખરતા દોષ ઉપર રજ્જાસાધ્વીનું દષ્ટાંત આપવામાં આવે છે. રજ્જાસાધ્વીનું દત - શ્રી મહાનિશીથમાં એક પ્રસંગ ટાંકતાં કહ્યું છે કે શ્રી મહાવીર મહારાજે એકવાર દેશનામાં કહ્યું કે, “માત્ર એક જ કુવાક્ય બોલવાથી રજ્જાનામક આર્યા (સાધ્વી) ઘણું દુઃખ પામી !' આ સાંભળી ભગવાન મહાવીરદેવના પ્રધાન શિષ્ય શ્રી ગૌતમસ્વામીએ વંદના કરી વિનયપૂર્વક પ્રભુને પૂછ્યું “ભગવાન્ ! કોણ હતી એ રજ્જાસાધ્વી, જેણે વચનમાત્રથી આવું ઘોર પાપ ઉપાર્યું કે તેનો દારુણ વિપાક આપના શ્રીમુખે સાંભળી ગ્લાનિ થાય છે.” તેનું જીવન સંક્ષેપમાં જણાવતાં ભગવાને કહ્યું, “સાંભળ ગૌતમ ; ઘણા વખત પૂર્વેની આ વાત છે. આ ભરતમાં ભદ્ર નામના આચાર્ય મહારાજ વિચરતા હતા. તેમના સમુદાયમાં-તેમના આજ્ઞાવર્તી પાંચસો સાધુ મહારાજો અને બારસો સાધ્વીઓ હતાં. તેમના સંઘાડામાં ત્રણ ઉકાળાવાળું ઊનું, આયામ (ઓસામણ) અને સૌવીર (કાંજી) એમ ત્રણ પ્રકારનું પાણી લેવાતું હતું. તે સિવાયનું પાણી વાપરવાનો ત્યાં વ્યવહાર નહોતો. તેમના સમુદાયમાં એક રજા નામનાં ઉત્કૃષ્ટ તપ-સંયમ આચારનારાં સાધ્વી હતાં. પૂર્વ કર્મના દોષથી તેમને દુષ્ટ કોઢનો વ્યાધિ થયો. કોઈ સાધ્વીએ પૂછ્યું; “ઓ દુષ્કર સંયમ-તપને આચરનારા તમને આ શું થયું? પાપોદયવાળા રાસાધ્વીએ કહ્યું; “આપણે ત્યાં જે પાણી વ્યવહારમાં લેવાય છે ને? તેથી મારા શરીરની આવી દશા થઈ. આ સાંભળી એક પછી એક બધી સાધ્વીએ વિચાર કરી લીધો કે; “આપણે આવું પ્રાસુક પાણી ન લેવું.” છતાં તેમાંના એક સાધ્વીએ વિચાર્યું કે શરીરનું ગમે તે થાય. ભલે વ્યાધિથી હમણાં જ નષ્ટ થાય, પણ હું માસુક પાણી તો નહીં જ છોડું. પરમ દયાળુ ભગવાન તીર્થકરોએ ઉકાળેલું જળ પીવાનો અનાદિ-અનંત ધર્મ ફરમાવેલો છે. અમૃત પીવાથી મૃત્યુ થાય જ નહીં. આ વ્યાધિ પાણીથી ઉ.ભા.-૪-૨૦, Page #306 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૯૬ નહીં પણ પૂર્વના પાપકર્મથી થયેલ છે. છતાં આ વાત વિચાર્યા વિના અનંત તીર્થંકરોની આજ્ઞાનો લોપ કરનાર ને તેથી જ મહાઘોર દુઃખ આપનાર કેવું દુષ્ટ વચન આ રાસાધ્વી બોલ્યાં ! ઇત્યાદિ શુભ ધ્યાને સવિશેષ શુદ્ધિ થતાં તે સાધ્વી કેવળજ્ઞાન પામ્યાં. દેવોએ તરત કેવળીનો મહિમા કર્યો. ધર્મદેશનાને અંતે રજ્જાસાધ્વીએ વંદન-વિનયપૂર્વક પૂછ્યું કે “મને શાથી આવો રોગ થયો ?” કેવળીએ કહ્યું; “રજ્જા ! તમને રક્તપિત્તનો રોગ છતાં સ્નિગ્ધ આહાર વધારે પડતો લેવાથી, ને એ આહારમાં કરોળિયાની લાળ મિશ્રિત હોવાથી. વળી તે શ્રાવકના બાળકના નાકે લાગેલા સેડા-લીંટને તમે સચિત્ત પાણીથી સાફ કરેલ, જે શાસનદેવીથી સહેવાયું નહીં. બીજા પણ આવું અકાર્ય ન કરે એવા ઉદ્દેશથી તે કર્મનું ફળ તમને તરત આપવામાં આવ્યું. આમાં પ્રાસુક પાણીનો જરાય દોષ નથી. આ સાંભળી રજ્જાસાધ્વીએ પૂછ્યું; “ભગવન્ ! વિધિપૂર્વક હું પ્રાયશ્ચિત્ત લઉં તો મારું શરીર સારું થાય ને ?” કેવળીએ કહ્યું “હા, જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો અવશ્ય સારું થાય.” રજ્જાએ કહ્યું; તો “આપ જ આપો. આપના જેવા ક્યાં મળવાના છે ?” કેવળી બોલ્યા તમને બાહ્યરોગની ચિંતા લાગી છે, ત્યારે તમારા અંતરંગ રોગો ઘણી વૃદ્ધિ પામ્યા છે. તે શી રીતે જશે ? છતાં હું તમને પ્રાયશ્ચિત્ત આપું છું. પણ એવું કોઈ જ પ્રાયશ્ચિત્ત જ નથી જેથી તમારા આત્માની શુદ્ધિ થાય. કારણ કે તમે સર્વ સાધ્વીઓને કહ્યું કે “આ અચિત્ત જળ પીવાથી મને રોગ થયો.” આ દુષ્ટ વચનોથી તે સર્વ સાધ્વીના મનને ડહોળી નાંખ્યું ને શ્રદ્ધામાં ક્ષોભ ઉત્પન્ન કર્યો. તેથી તેં મહાપાપ જ ઉપજાવ્યું છે. તેથી તારે કોઢ, ભગંદર, જળોદર, વાયુ, ગુલ્મ, શ્વાસ, અટાં, ગંડમાળ આદિ અનેક મહારોગથી અનંત ભવના દીર્ઘકાળ સુધી દુ:ખ વેઠવું પડશે. નિરંતર દુઃખ, દારિત્ર્ય, દુર્ગતિ, અપયશ, સંતાપ અને ઉદ્વેગનું પાત્ર થવું પડશે. ઇત્યાદિ કેવળીનું વચન સાંભળી બધી સાધ્વીઓએ મિથ્યા દુષ્કૃત આપી પાપથી છુટકારો મેળવ્યો. માટે હે ગૌતમ ! જેઓ ભાષાસમિતિથી શુદ્ધ વાક્ય બોલે છે, તે કેવળજ્ઞાન પામે છે ને જે ભાષા સમિતિ નથી જાણતા તે વિના વિચારે બોલે છે, તે આચાર અને કદીક શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ રજ્જાસાધ્વીની જેમ કુગતિઓમાં અનેક પ્રકારની વિડંબના અને દુઃખના ડુંગરા પામે છે. માટે ભાષા સમિતિમાં ઉપયોગવંત થવું. ૨૦૦ ચારિત્રાચારનો ત્રીજો આચાર એષણા સમિતિ · सप्तचत्वारिंशता यद् दोषैरशनमुज्झितम् । भोक्तव्यं धर्मयात्रायै, सैषणासमितिर्भवेत् ॥१॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ 39 અર્થ - સુડતાલીશ દોષથી રહિત એવો આહાર ધર્મ-સંયમ યાત્રાના નિર્વાહ અર્થે લેવો તે એષણાસમિતિ કહેવાય. નીચેના દાંતથી તે સારી રીતે સમજી શકાય છે. મુનિ ધનશર્માનું દષ્ટાંત અવંતીનગરીમાં ધનમિત્ર નામે વણિક રહે. ગુરુમહારાજના ઉપદેશથી તેને વૈરાગ્યે થયો. ને પોતાના પુત્ર ધનશર્મા સાથે તેણે દીક્ષા લીધી. સતત પ્રયત્ન ને સાવધાનીથી સંયમ-જ્ઞાન-ધ્યાનની આરાધના કરતાં તેઓ થોડા જ સમયમાં ધર્મશાસ્ત્રમાં કુશળ થયા. એકવાર કેટલાક સાધુઓ સાથે તેઓ એગલપુર જઈ રહ્યા હતા. મધ્યાહ્ન સમય થઈ ચૂક્યો હતો. ગ્રીષ્મકાળનો સૂર્ય જાણે આગ વરસાવી રહ્યો હતો. ધરતી પણ તપી ગઈ હતી. બાળસાધુ ધનશર્માને ઘણી તરસ લાવી. તાળવું સુકાવા લાગ્યું. પગ ઢીલા પડ્યા. તે ચાલવામાં પાછળ રહી ગયા. પિતા મહારાજ ધનમિત્ર તેની સાથે રહ્યા પણ બીજા ઉતાવળે-ઉતાવળે આગળ ચાલ્યા. રસ્તામાં નિર્મળ જળની નદી આવતાં પિતા સાધુએ ધનશર્મા મુનિને કહ્યું, “વત્સ! મને લાગે છે કે તને અસહ્ય તરસ લાગી છે. પ્રાસુક પાણી તો આપણી પાસે નથી. યોગ, ક્ષેત્ર અને કાળ વિનાનું પાણી મુનિઓને કલ્પતું નથી. હવે માર્ગ એક જ છે કે તું આ નદીનું પાણી પી તારી તરસ દૂર કર. કારણ કે આપત્તિકાળમાં તો નિષિદ્ધ કાર્ય પણ કરવું પડે છે. કહ્યું પણ છે કે – निषिद्धमप्याचरणीयमापदि, क्रिया सती नावति यत्र सर्वथा । धनाम्बुना राजपथेऽतिपिच्छले, क्वचिबुधैरप्यपथेन गम्यते ॥१॥ અર્થ - નિષેધ કરેલું કાર્ય આપત્કાલમાં કરી શકાય છે. સક્રિયા સર્વથા સર્વત્ર રક્ષણ કરતી નથી. જેમ વર્ષાના કારણે રાજમાર્ગ અતિ કાદવ-કીચડવાળો થઈ ગયો હોય ત્યારે સમજુ માણસો રાજમાર્ગ છોડી અન્ય માર્ગે-ગલી વગેરેમાં થઈ ગમન કરે છે. માટે હે વત્સ! આ પ્રાણાંત આપત્તિને કોઈપણ રીતે પાર કરી જા. પછી તેની શુદ્ધિ માટે આચાર્યદેવ પાસે આલોચના કરી લેજે, ઇત્યાદિ કહી ધનમિત્ર મુનિ નદી ઊતરી આગળ વધ્યા. એમણે વિચાર્યું કે મારી શરમથી આ નદીનું પાણી નહીં પીવે. કેમ કે લજ્જાવાળા માણસો પોતાના પડછાયાથી પણ શક્તિ રહે છે. માટે હું તેના દષ્ટિપથથી દૂર જતો રહું. એમ વિચારી તે દૂર ચાલ્યા. બાળમુનિ નદીના કાંઠે આવ્યા એટલે તે વિચારવા લાગ્યા કે “અનેષણીય અન્નપાન લેવાનું ભગવાને નિષેધ કર્યું છે. તે કેમ લેવાય? ગવેષણા, ગ્રહણષણા અને પરિભોગૈષણા એમ ત્રણ પ્રકારે ગવેષણા કહી છે. આ ત્રણ એષણા આહાર, ઉપાધિ અને શયાદિ સર્વ વિષયમાં શોધવી જોઈએ. તેમાં પ્રથમ આધાકદિ સોળ ઉત્પાદન દોષ જણાવ્યા છે અને ધાત્યાદિ સોળ ઉદ્દગમદોષ કહ્યા છે. આ બત્રીશ દોષો પ્રથમ ગવેષણામાં શોધવાના છે, બીજી ગ્રહણષણામાં અંકિતાદિ દશ દોષ શોધવાના છે અને ત્રીજી પરિભોગેષણામાં અંગારાદિ પાંચ દોષ શોધવાના છે. આ રીતે Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ યતનાવાળા મુનિઓ સુડતાલીશ દોષ રહિત નવકોટિ શુદ્ધ આહારને ગ્રહણ કરે છે તેમજ ઔધિક અને ઉપગ્રહિક એમ પ્રકારે ઉપધિ અને વસતિ ગ્રહણ કરે છે, આ એષણા સમિતિ કહેવાય. આ પાણી તેવી શુદ્ધિવાળું ન હોઈ અગ્રાહ્ય છે, મારી ઇચ્છા આપીવા થતી નથી પણ અતિ ખિન્ન થઈ ના છૂટકે પીવું પડે છે. પછી ગુરુમહારાજશ્રી પાસે આલોચના લઈશ. આમ વિચારી તેણે ખોબો પાણીથી ભરી મુખ પાસે લાવતાં પાછું વિચાર્યું, મારા માટે શું ઉચિત છે? આ જળના જીવોને અભયદાન આપવું કે તૃષાનું નિવારણ કરી મારા જીવને સુખ આપવું? જો મારા જીવને લૌકિક સુખ આપું છું તો બીજા જીવોનો ઘાત થાય છે. આથી ચારગતિમય સંસારની વૃદ્ધિ અને અનંત તીર્થકર ભગવંતની આજ્ઞાનો લોપ થશે. આ જીવો મારા જેવા જ છે. હું પણ આ અપ્લાયમાં – આ જીવોના જ કુળમાં અનેકવાર રહ્યો હોઈ આ બધા મારા સંબંધી છે. પરમ દયાળુ ભગવાને તો છકાય જીવોની દયા દયાળુ-સંયમી સાધુના ખોળામાં મૂકી છે. વળી આ દુઃખ કાંઈ ઘણું મોટું દુઃખ નથી. નરકના જીવોને તો મારી તરસ કરતાં અનંતગણી તરસ સર્વદા હોય જ છે ને તે હું પરાધીનપણે મેં અનંતીવાર સહન કર્યું છે. હમણાં હે જીવ! આટલો સ્વતંત્ર થઈ તું આવા અકાર્યમાં પ્રવૃત્તિ કરવા તૈયાર થયો છે ! હે જીવ! આત્મગુણથી ભ્રષ્ટ ન થા. તારા એક જીવ માટે અનેક જીવોનો વધ કરવાના મહાપાપથી તું ડરતો કેમ નથી? મારી મૂઢતાને ધિક્કાર છે. તૃષાની શાંતિરૂપ પ્રત્યક્ષ રીતે એક ક્ષણ સુખ આપનાર આ નિર્મળ અને શીતળ જળને તું અમૃત સમાન માને છે, પણ તે ખરેખર અમૃત નથી, પણ વિષની ધારા છે. જળના એક બિંદુમાં જિનેશ્વરોએ અસંખ્ય જીવો કહેલા છે. ને તે જ બિંદુમાં સેવાળનો અંશ પણ હોય તો તે અનંત જીવરૂપ હોય છે. કહ્યું છે કે - त्रसाः पूतरमत्स्याद्याः स्थावराः पनकादयः । . नीरे स्युरिति तत्पाता, सर्वेषां हिंसको भवेत् ॥१॥ અર્થ - પાણીમાં પૂરા (પોરા) માછલા આદિ ત્રસ અને પનક-શેવાળ ફૂગ પનક આદિ સ્થાવર જીવો હોય છે. એટલે તે પાણી પીનારને આ તમામ જીવની હિંસા થાય છે. तत् कियद्भिर्दिनेयान्ति, रक्षिता अपि ये ध्रुवम् । तान् प्राणान् रक्षितुं दक्षः परप्राणान् निहन्ति किम् ? ॥२॥ અર્થ - તે તે પ્રકારે પ્રાણીની રક્ષા કરવા છતાં પણ થોડા જ દિવસોમાં તો પ્રાણ જવાના જ છે, તો તે પ્રાણની રક્ષા કાજે કયો સમજુ માણસ પરના પ્રાણ લે? માટે આ સચિત્ત પાણી હું કોઈ રીતે પી શકે નહીં. આવા દઢ નિશ્ચય અને ધૈર્ય બળવાળા તે બાળમુનિએ ખોબામાં રહેલું પાણી અનેક જીવોને બાધા ન થાય એવી રીતે વિવેકપૂર્વક ધીરેથી પાછું પાણીમાં ભેળવી દીધું. હિંમત કરી તે આગળ ચાલ્યા ને નદી ઊતર્યા. Page #309 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૨૯૯ પણ તૃષાથી હવે એક ડગલું પણ આગળ ભરાયું નહીં ને નદીના કાંઠે જ પડી ગયા, ને વિચાર્યું આ તૃષા વેદનીયકર્મ-કંઠ-તાળવા આદિનું શોષણ કરવા ઇચ્છે છે - પણ તે કર્મ શું તું મારા આત્મામાં રહેલ રત્નત્રયરૂપ અમૃતનું પણ શોષણ કરશે ! પણ ઓ કર્મ ત્યાં તારો જરાય પ્રવેશ થઈ શકે તેમ નથી. કારણ કે સમાધિ અને સંતોષથી હું આત્મસ્વરૂપમાં એવો લીન થયો છું કે ત્યાં તારી કોઈ શક્તિ સફળ થઈ શકે તેમ નથી. અહો પૂર્વજોએ પૂર્વના ઉપકારીઓએ આત્માની રક્ષા માટે કેવી સરસ વ્યવસ્થા આપી છે? ઇત્યાદિ શુભ ભાવનામાં કાળ કરી તે સાધુ સ્વર્ગમાં દેવ થયા. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનનો ઉપયોગ દઈ જોયું કે પોતાના પિતા નદીથી થોડે દૂર જઈ પુત્રની વાટ જોઈ ઊભા છે, ને પોતાનું શરીર સમુદ્રકાંઠે પડ્યું છે. તરત દેવે પોતાના પૂર્વના શરીરમાં પ્રવેશ કર્યો ને ઊભા થઈ પિતા તરફ ચાલવા માંડ્યું. તેને આવતો જોઈ ધનમિત્ર સંતુષ્ટ થયા ને આગળ ચાલવા માંડ્યા. આગળ જતાં બીજા સાધુઓ પણ તરસથી વ્યથિત થવા લાગ્યા. તેમની ભક્તિ માટે દેવતાએ તે માર્ગમાં ગોકુલ વિકુર્લા (ઉપજાવ્યા) ત્યાંથી છાશ વગેરે લઈ સાધુઓ સ્વસ્થ થયા. તેઓ જ્યાં બેસી છાશ આદિ વાપરતા હતા, તે જગ્યાએ એક સાધુનું વીટીયું (વસ્ત્રોની ઓશીકા જેવી પોટલી) ત્યાં ભુલાવડાવી દીધી. કેટલેક દૂર ગયા બાદ તે સાધુને પોતાનું વિટીયું યાદ આવ્યું ને તે લેવા પાછા ફર્યા. થોડીવારે પાછા ફરી તેમણે કહ્યું; “વીટીયું તો મળ્યું, પણ કયાંય ગોકુળ દેખાયું નહીં ! આવડી મોટી વસાહત ને સેંકડો ગાય-ભેંસો અચાનક ક્યાં અદશ્ય થઈ ગયાં? અચરજની વાત !!” આ સાંભળી સહુને ઘણું જ વિસ્મય થયું, ને તેઓ વિચારવા લાગ્યા કે નક્કી આ દેવોની માયા હશે. એટલામાં દેવે પ્રગટ થઈ બધાને વંદન કર્યું પણ પોતાના પિતાને વંદન કર્યું નહીં. આનો પરમાર્થ પૂછતાં દેવે આખી વાત કહી ઉમેર્યું - હું સચિત્ત જળ પીવું, એવું તેમણે ઈચ્છર્યું અને સંમતિ આપી. આ મારા પિતા હતા પણ નેહવશ તેમણે શત્રુનું જ કામ કર્યું. જો મેં તેમના કહેવા પ્રમાણે નદીનું પાણી પીધું હોત તો અનંત ભવભ્રમણ ઊભું થાત. માટે પ્રણામ ન કર્યાં. કહ્યું છે કે – स एव हि बुधैः पुज्यो, गुरुश्व जनकोपि च । शिष्यं सुतं च यः क्वापि, नैवोन्मार्गे प्रवर्तयेत् ॥१॥ અર્થ :- જ ગુરમહારાજ અને તે જ પિતાશ્રી સમજુ માણસો દ્વારા પૂજય છે કે જેણે પોતાના શિષ્ય કે પુત્રને ઉન્માર્ગે પ્રવર્તાવ્યા નથી. ઇત્યાદિ કહી તે દેવે સ્વર્ગ ભણી પ્રયાણ કર્યું ને સાધુઓ તેનાં વખાણ કરતા આગળ વધ્યા. જેમ ધનશર્મા નામના બાળમુનિએ પ્રાણાંત સંકટમાં પણ અનેષણીય જળપાન કર્યું નહીં. તેમ સર્વ સાધુઓએ પાપ રહિત થઈને આ ચારિત્રાચારનું પાલન કરવું ને સદા જાગૃતિ રાખવી. O Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ૨૮૧ ચોથો-પંચમો ચારિત્રાચાર ग्राह्यं मोच्यं च धर्मोप-करणं प्रत्युपेक्ष्य यत् । प्रमार्य चेयमादान-निक्षेपसमितिः स्मृता ॥१॥ અર્થ:- ધર્મનાં ઉપકરણોને જોઈ-માર્જીને લેવા-મૂકવાં તેનું નામ આદાનનિક્ષેપ નામની ચોથી સમિતિ-ચારિત્રાચારનો ચોથો આચાર છે. ઔથિક એટલે રજોહરણ (ઓશો) મુહપત્તિ આદિ અને ઔપગ્રહિક એટલે સંથારો-દાંડો આદિ બીજું પણ કાંઈ ધૂળનું તેડું, રાખ, પાટ-પાટલાદિ જોઈ પ્રમાર્જિને લેવાં અને પૃથ્વી પર મૂકવાં. કોઈપણ વસ્તુ લેવા પૂર્વે આંખોથી જોવી અને રજોહરણ આદિથી પ્રમાર્જીને જ લેવી કે મૂકવી. જોયા-પ્રમાર્યા વિના લેવા મૂકવાથી સૂક્ષ્મ પનક (લીલ-ફૂગ) તથા કુંથુવા કીડી મકોડી આદિ જીવોની હિંસા થાય છે, પરિણામે ચારિત્રની વિરાધના થાય છે ને ક્યારેક તો વળી વીંછી આદિ ઝેરી જંતુ કરડી જાય તો આત્માની વિરાધનાનો પણ સંભવ ઊભો થાય છે. વસ્ત્રાદિની પ્રતિલેખણા પણ વાયુકાય વગેરેને જરાપણ પીડા ન થાય તે પ્રમાણે કરવી જોઈએ. કારણ કે આ પ્રમાર્જના કે પડિલેહણા જીવની દયા માટે કરવાની હોય છે. માટે આ ક્રિયાઓમાં સાધુઓએ સાવધાનીપૂર્વક પ્રમાદથી બચવું. કહ્યું છે કે – पडिलेहणकुणंतो मिहो कहं कुणह जणवयकहं वा । देह च पच्चक्खाणं, वाएइ सयं पडिच्छइ वा ॥१॥ पुढवी आउक्काए, तेउ-वाउ-वणस्सइ-तसाणं । पडिलेहणपमत्तो, छन्नपि विराहणो होइ ॥२॥ અર્થ - પડિલેહણ કરતાં પરસ્પર વાતો કરે કે દેશ-કથાદિ કરે, પચ્ચકખાણ આપે, કોઈને વિંચાવે અથવા પોતે વાંચના લે તો તેમ કરતાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા ત્રસકાયની વિરાધના-પડિલેહણની ક્રિયામાં તે પ્રમાદી સાધુ કરે છે. આવી રીતે શરીર પ્રમાર્જમાં પણ અપ્રમત્ત થવું. પ્રસન્નચંદ્ર રાજર્ષાના ભાઈ વલ્કલચીરી ધૂળથી ખરડાયેલાં વસ્ત્ર-પાત્રની પ્રાર્થના કરતાં કેવળજ્ઞાન પામ્યા હતા. દીક્ષિત થયેલા સોમિલ નામના બ્રાહ્મણને ગુરુએ કહ્યું, પાત્રાદિકની પડિલેહણા કરો આપણે આજે વિહાર કરીશું. સોમિલમુનિએ તેમ કર્યું, પણ કારણવશ વિહાર લંબાયો એટલે ગુરુશ્રીએ કહ્યું; “પાત્રાની પ્રાર્થના કરી પાછા મૂકી દો.” સોમિલે ઉત્તર આપતાં કહ્યું “હમણાં જ તો Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પ્રમાર્જના કરી હતી, એટલીવારમાં શું આમાં સર્પ ઘૂસી ગયો.” તેની ક્રિયા પ્રત્યેની અરુચિ અને . વચનની અયોગ્યતાથી છેડાયેલા શાસનદેવે તેના પાત્રમાં નાનકડો સર્પ વિકર્યો. પાત્ર પલેવવા જતાં તેમાં સર્પ જોઈ સોમિલ ભયભીત થઈ દૂર ભાગ્યો ને ગુરુજીની ક્ષમા માંગી કે “આપનો સર્પ પાછો લઈ લો, આવું હવે નહીં બોલું,” ત્યારે ગુરુશ્રીએ કહ્યું “આ મેં નથી કર્યું.” ત્યાં અધિષ્ઠાયકે પ્રગટ થઈ કહ્યું. આ સાધુ મહારાજને બોધ થાય ને બીજા પણ સમજે તે માટે આ સર્પ મેં જ વિકર્યો છે. મેં અહીં અનેક આચાર્યોના મુખે સાંભળ્યું છે કે મુનિએ દરેક કાર્ય પ્રમાર્જનાપૂર્વક કરવાનાં છે. જ્યાં યતના નથી ત્યાં ધર્મ પણ નથી, ઈત્યાદિ આ સાંભળી સોમિલ સમજયા અને સમિતિમાં આદર બુદ્ધિવાળા થયા. અંતે કેવળજ્ઞાન પામ્યા અને મુક્તિએ ગયા. હવે પારિષ્ઠાપનિકા નામની સમિતિરૂપ પાંચમો ચારિત્રાચાર કહેવાય છે. निर्जीवेऽशुषिरे देशे, प्रत्युपेक्ष्य प्रमाय॑ च । यत् त्यागो मलमूत्रादेः, सोत्सर्गसमितिः स्मृता ॥१॥ અર્થ - જીવ-જંતુ વિનાના છિદ્રાદિ રહિત ભૂમિ પ્રદેશમાં જોઈ, પંજીને મળ-મૂત્રાદિકનો ત્યાગ કરવો તેનું નામ ઉત્સર્ગ સમિતિ કે પારિષ્ઠાપનિકા સમિતિ કહેવાય છે. મુનિરાજે મળ, મૂત્ર, શ્લેષ્મ, (બળખો) થંક-કાન-આંખ-નાકનો મેલ આદિ, આહાર, પાણી, વસ્ત્ર-પાત્ર આદિ જે કાંઈ પણ વોસિરાવવા જેવી હોય તે બધી વસ્તુ લીલી વનસ્પતિ,બી, અંકુર, સૂક્ષ્મ કુંથવા, કીડી, મકોડી આદિ જ્યાં ન હોય તેવી નિર્જીવ ભૂમિમાં યતના-જયણાપૂર્વક પરઠવવી તે પાણી આદિના રેલા ન ચાલે તે રીતે પૃથ્વી પર થોડી-થોડી અલગ-અલગ જગ્યાએ છાંટીને પરઠવવી જેથી તરત સુકાઈ જાય. અશનાદિ રાખ આદિમાં ચોળીને પરઠવવું. જેથી કીડી આદિ ન આવે. વસ્ત્ર-પાત્રાદિના ઝીણા કકડા કરવા જેથી ગૃહસ્થીએ વાપરવારૂપ દોષ ન લાગે. અંડિલ ઠલ્લે જવાની) ભૂમિના ગુણો ઉત્તરાધ્યયન સૂત્રમાં “ગણાવાયમસંતોય' આદિ પાઠમાં આ પ્રમાણે બતાવેલ છે, ‘મનાપતિ' એટલે સ્વ અથવા પરને જ્યાં વારે વારે જવું આવવું પડતું નથી તે સ્થાન અનાપાત અંડિલ કહેવાય. ‘અસંતો' એટલે પોતે દૂર છતાં પણ વૃક્ષાદિકના વ્યવધાનને લઈ જયાં પોતાના સમુદાયના સાધુ પણ જોઈ ન શકે તેવું સ્થાન, અહીં અનાપાત અને અસંલોક એ બેના ચાર ભાંગા કરવા (અનાપાત અસંલોક, અનાપાતસંલોક, આપાતઅસંલોક અને આપાતસંલોક) તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે. જેમાં બેમાંથી એકે દોષ લાગતો નથી. તેવા સ્થાનમાં પરઠવવું. (૧) “અનુપઘાતિક” એટલે જ્યાં કોઈ ઘાતાદિક કરે તો સાધુનું લાઘવ અને શાસનની હિલના થાય, તેવું ઉપઘાતિક સ્થાન ન હોય તે અનુપઘાતિક કહેવાય. ઉપઘાત-સંયમનો-શાસનનો અને સ્વયંનો એમ ત્રણ પ્રકારનો હોય છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ (૨) “સમÚડિલ” એટલે ઊંચું નીચું નહીં પણ સરખું સ્થાન. ઊંચા-નીચા સ્થાનમાં લઘુ-વડી નીતિ કરતાં છકાયની હિંસા ને સંયમની વિરાધનાનો ભય રહે છે. (૩) “અશષિર” એટલે ઢેફાવાળી કે ઘાસના પૂળા-લાકડાં કે છાણાં આદિ પદાર્થોથી પૃથ્વી ઢંકાયેલી ન હોય તેવી ભૂમિ અશુષિર કહેવાય, શુષિર સ્થાનમાં વીંછી આદિ જંતુ પણ હોય છે. (૪) “અચિરકાલકૃત” એ જે સ્થાનો જે ઋતુ વિશેષમાં અગ્નિ આદિ લગાડવાના કારણે નિર્જીવ થયાં હોય તે જ ઋતુમાં તે સ્થાનો અચિરકાલકૃત કહેવાય છે. એટલે કે બે મહિનાના પ્રમાણવાળી તે ઋતુમાં તે સ્થાનો શુદ્ધ ગણાય. ત્યાર પછીની ઋતુમાં તે સ્થાનો મિશ્ર કહેવાય. તેમજ જે સ્થાનમાં એક વર્ષાકાળ સુધી ગૃહસ્થી યુક્ત ગામ વસેલું હોય તો તે સ્થાન બાર વર્ષ સુધી અંડિલાદિ માટે શુદ્ધ ને ત્યારબાદ અશુદ્ધ. (૫) “વિસ્તીર્ણ” એટલે જઘન્યથી આયામ અને વિખંભ એક હાથનો હોય ને ઉત્કૃષ્ટથી બાર યોજનનો હોય તે સ્થાન વિસ્તીર્ણ કહેવાય. તેમાં ઉત્કૃષ્ટ પ્રમાણ તો ચક્રવર્તીની સેનાના પડાવમાં અન્યથા મધ્યમ પ્રમાણ જાણવું. (૬) “દૂરવગાઢ” એટલે જે ગંભીર (G) સ્થાન હોય છે. તેમાં નીચે બાર આંગળ સુધી અગ્નિ અથવા સૂર્યના તાપથી થયેલી અચિત્તભૂમિનું જઘન્ય પ્રમાણ ને પાંચ આંગળથી માંડીને વિશેષ હોય તે ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. (૭) “અનાસન્ન” વસતિ-ઉપવન (રહેઠાણ)થી અતિ નજીક ન હોય તે અનાસન સ્થડિલ . કહેવાય. આના દ્રવ્યાસન અને ભાવાસન્ન એવા બે ભેદ છે. તેમાં દ્રવ્યાસન એટલે દેવાલય, હવેલી, ગામ, ઉદ્યાન, ખેતર, માર્ગ આદિની સમીપ હોય તે, આ સ્થાનોમાં પારિષ્ઠાપન કરવાથી - પરઠવવાથી સંયમ અને સ્વયંનો ઘાત થવારૂપ બે પ્રકારના દોષનો સંભવ છે. કારણ કે તે તે સ્થાનકોનો સ્વામી ત્યાં પરઠવેલા મળ-આદિને પોતાના નોકર પાસે ઉપડાવે, પાણી આદિથી તે જગ્યા-નોકરના હાથ આદિ ધોવરાવે તેથી સંયમનો ઉપઘાત થાય અથવા સ્થાનના ધણીને સાધુ આદિ ઉપર ક્રોધ દ્વેષ થાય તો તે તાડના-તર્જના કરે તેથી પોતાનો ઉપઘાત થાય. ભાવાસન એટલે ઉતાવળાદિ કારણે નજીકમાં જ પરઠવે (૮) “બિલવર્જિત” એટલે બીલ-દર વગેરે કોઈપણ છિદ્ર કાણાં ન હોય તેવી ભૂમિ. (૯) તથા “ત્ર-પ્રાણ-બીજ રહિત” એટલે સ્થાવર કે જંગમ સમગ્ર જંતુ જાતથી રહિત સ્થાન, હોય તે. (૧૦) આ દશ પદોના એક સંયોગી, બે સંયોગી, આદિ ભાંગા કરતાં એક હજાર ને ચોવીશ Page #313 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૩૦૩ ભાંગા થાય છે. તેમાં છેલ્લો દશ પદનો થયેલો ભાંગો મુખ્યતાએ શુદ્ધ છે. તેવી જગ્યાએ મૂત્રાદિ પરઠવવા. આ પ્રમાણે પારિષ્ઠાપન સમિતિ શ્રી જ્ઞાતાજી સૂત્રમાં વર્ણત ધર્મરૂચિ અણગારની જેમ પાળવી. શ્રી ધર્મરુચિનું ઉદાહરણ ધર્મઘોષસૂરિના શિષ્ય ધર્મરુચિમુનિ એક દિવસ ગોચરી ગયા હતા. ત્યાં નાગશ્રી નામની બ્રાહ્મણીએ તેમને કડવી તુંબડીનું શાક વહોરાવ્યું. ગુરુમહારાજે તે શાક ખાવાને અયોગ્ય અને વિઘાતક જણાવી ધર્મરુચિને શુદ્ધ જગ્યામાં પરઠવવા કહ્યું. ધર્મરુચિ ઉપર જણાવ્યા પ્રમાણે શુદ્ધ અંડિલે જઈ વિચાર્યું આવા સારા દેખાતા શાકમાં શું અશુભ હશે કે ગુરુમહારાજે પાઠવવા આજ્ઞા કરી. એમ વિચારી તેની પરખ કરવા તેમાંથી એક ટીપું પૃથ્વી પર નાંખ્યું. તેની ગંધથી ખેંચાઈને ત્યાં કીડીઓ આવી. ને તે ચાખતાં જ મૃત્યુ પામી. દયાળુ સાધુએ વિચાર્યું આ શુદ્ધ ચંડિલ ભૂમિમાં દૂરથી કીડીઓ આવી નાશ પામે છે, આ વિચારતાં જણાય છે કે ગુરુમહારાજની આજ્ઞા મુજબની શુદ્ધ ભૂમિ ક્યાં હશે? પણ.. હા ! મારા શરીર-મારા કોઠા જેવી શુદ્ધ જગ્યા છે જ, પછી બીજે ક્યાં જવાનું? એમ વિચારી તે સાધુ મહારાજે તે કડવી તુંબડીનું શાક પોતે જ વાપરી (ખાઈ) લીધું. તરત અનશન-શરણાદિ લઈ આત્મધ્યાનમાં લીન થયા. થોડી જ વારમાં કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવ થયા. આ સમિતિના સંબંધમાં બીજું પણ ઘણું વિવેચને સમજવા જેવું છે તે જ્ઞાતા ધર્મકથા આદિ શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. આ સમિતિ ઉપર ઢંઢણઋષિ અને સિંહકેસરિયાવાળા મુનિ આદિનું દષ્ટાંત પ્રસિદ્ધ જ છે. જેમાં મોદક ને પરઠવવાની વાત છે. પુષ્પમાલા પ્રકરણમાં ધર્મરુચિનું ઉદાહરણ આ પ્રમાણે છે - કોઈ સંઘાડામાં ધર્મરુચિ નામના એક સાધુ હતા. બીજા બીજા અનેક ધર્મકાર્યમાં વ્યગ્ર રહેવાથી સાંજે ચંડિલભૂમિ શોધવી-પ્રતિલેખણ ભૂલી ગયા. રાત્રે લઘુશંકા (પેશાબ)ની હાજત વધતાં પીડા થવા લાગી ને પીડા અસહ્ય થઈ ગઈ. જાણે હમણાં પ્રાણ જશે. પણ મુનિ પ્રતિલેખેલ વગરની ભૂમિમાં માતરું કરવા-પરઠવવા ન ગયા. સમીપના કોઈ દેવતાએ દેવમાયાથી પ્રકાશ બતાવ્યો, તેના પ્રકાશમાં સ્થડિલ ભૂમિની શુદ્ધિ-નિર્જીવપણું આદિ જાણી લઘુશંકાનું નિવારણ કર્યું. પાછું ઓચિંતુ અંધારું થતાં તેમને શંકા થઈ કે “કોઈ દેવે પ્રકાશ કર્યો હશે.” એમ વિચારી મિથ્યા દુષ્કત દીધું. ઈત્યાદિ અનેક ઉદાહરણો ભિન્ન-ભિન્ન ગ્રંથોથી જાણવાં. અહીં જે દશ વિશેષણોથી શુદ્ધ ચંડિલનું સ્વરૂપ જણાવ્યું તેવી ચૅડિલભૂમિ શોધી ધર્મચિની જેમ મુમુક્ષુ મુનિઓએ આ પાંચમી સમિતિનું પરિપાલન કરવું. આમાં જરાય પ્રમાદી બનવું સારું નથી. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ~ ૨૮૨ ત્રણ ગુપ્તિ कल्पनाजालनिर्मुक्तं, सद्भूतवस्तुचिन्तनम् । विधेयं यन् मनःस्थैर्य, मनोगुप्तिर्भवेत् त्रिधा ॥१॥ અર્થ - કલ્પનાની પરંપરાથી રહિત, સત્ય વસ્તુનું ચિંતનવાળું જે મનનું ધૈર્ય છે તે જ મનોગુપ્તિ કહેવાય, તેના ત્રણ ભેદો સમજવાના છે. તે આ પ્રમાણે – આર્ત અને રૌદ્રધ્યાનના અનુબંધવાળી જે કલ્પના તેના સમૂહથી રહિત તે પ્રથમ મનોગુપ્તિ. આગમાનુસારી, સમસ્ત લોકને હિતકારી, ધર્મધ્યાનના અનુબંધવાળી અને મધ્યસ્થ બુદ્ધિના પરિણામવાળી તે બીજી મનોગુપ્તિ છે અને શુભા-શુભ મનની સમગ્ર વૃત્તિઓનો નિરોધ કરીને યોગનિરોધ અવસ્થામાં પ્રાપ્ત થનાર આત્મામાં જ રમણ કરવારૂપ મનોગુપ્તિનો ત્રીજો અને શ્રેષ્ઠ પ્રકાર છે. તે ઉપર જિનદાસ શેઠનું ઉદાહરણ આ પ્રમાણે છે. મનોગુપ્તિ પર જિનદાસ શેઠનું દષ્ટાંત ચંપાનગરીમાં જિનદાસ નામે શેઠ રહેતો હતો. એકવાર પૌષધ વ્રત હોઈ તેઓ રાત્રે પોતાના શૂન્ય ઘરમાં કાઉસ્સગ્ન રહ્યા. ત્યાં પાસે જ લોઢાના ખલા જેવા તીક્ષ્ણ પાયાવાળો ખાટલો પડ્યો હતો. શેઠની ઉપસ્થિતિથી અજાણ તેમની કુલટા સ્ત્રી પોતાના જાર (યાર) પુરુષ સાથે ક્રીડા કરવા ત્યાં આવી, ને પલંગ પાથરતાં તેનો એક પાયો બરાબર જિનદાસ શેઠના પગ પર આવ્યો. પછી તે પલંગ પર બન્ને ચડી જતાં તે પાયો પગમાં ઊતર્યો ને વ્યથા કરવા લાગ્યો. તેઓ ક્રિીડા કરવા લાગ્યા ને પલંગનો પાયો પગમાં ઊતરી મહાવ્યથા ઉપજાવવા લાગ્યો. છતાં શ્રેષ્ઠીએ મનનું ચિંતન જરાય બગાડ્યું નહીં ને મનોગુપ્તિ પાળી ને મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા. સાતમો ચારિત્રાચાર-વચનગુપ્તિ मौनावलम्बनं साधोः, संज्ञादिपरिहारतः । वाग्वृत्तेर्वा निरोधो यः, सा वाग्गुप्तिरिहोदिता ॥१॥ અર્થ :- સંજ્ઞાદિને પણ છોડીને સાધુપુરુષનું મૌનનું અવલંબન અથવા વચનવૃત્તિનો જે નિરોધ તે વચનગુપ્તિ કહેવાય. આ વચનગુપ્તિ બે પ્રકારે છે - એક તો મુખ-નેત્ર ભૂકુટિનો વિકાર, આંગળીની ઇંગિત ચેષ્ટા, મોટેથી ખોંખારો ખાવો, હુંકારો કરવો, કાંકરો હું આદિ નાખવા. ઇત્યાદિ કામનું સૂચન કરનારી બધી સંજ્ઞા (ઇશારા)નો ત્યાગ કરી આજે મારે કશું જ બોલવું નહીં, એવો અભિગ્રહ લેવો Page #315 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૩૦૫ તે પ્રથમ વચનગુપ્તિ પરંતુ ઇશારાથી પોતાનું કામ જણાવવું, અને મૌનનો અભિગ્રહ કરવો તે ઉચિત નથી. તથા વાચના પૃચ્છના તેમજ બીજાના પ્રશ્નના ઉત્તરમાં લૌકિક આગમના વિરોધ રહિત મુખવસ્તિકા મુખ પર રાખી બોલવા છતાં વાવૃત્તિનું નિયમન કરવું તે બીજી વચનગુપ્તિ છે. આથી એમ સિદ્ધ થયું કે સર્વથા વચનનો નિરોધ અથવા યથાર્થ અને સમ્યક્ પ્રકારે બોલવું તે વચનગુપ્તિ છે. ત્યારે ભાષાસમિતિમાં તો માત્ર નિરવઘવાણીની પ્રવૃત્તિની વાત છે. વચનગુપ્તિ અને ભાષાસમિતિનો આટલો ફરક જાણવો. કહ્યું છે કે - समियो नियमा गुत्तो, समियत्तणंमि भयणिज्जा । कुशलवयमुदीरंतो, जं वइगुत्तो वि समियो वि ॥१॥ -- અર્થ :- સમિતિવાળો અવશ્ય ગુપ્તિવાળો હોય છે ત્યારે ગુપ્તિવાળાને સમિતિની ભજના હોય છે, માટે જે કુશલ વચન બોલનારો હોય છે તે વચનગુપ્તિવાળો અને સમિતિવાળો પણ કહેવાય છે. આના સમર્થનમાં અન્યદર્શનીનું ઉદાહરણ આપવામાં આવે છે. વિષ્ણુપુરના ઉદ્યાનમાં શિવશર્મા, દેવશર્મા અને હરિશર્મા નામના ત્રણ તાપસો ઉગ્ર તપ કરતા રહેતા હતા. તેમના તપનો મહિમા અનેક રીતે ગવાતો. એવી પણ માન્યતા હતી કે તેમનાં ધોતિયાં ધોવાઈને આકાશમાં નિરાધાર સુકાતાં રહેતાં ને આ જોગીઓ ઇચ્છતા ત્યારે તેમના હાથમાં આવી જતાં. એકવાર આ ત્રણે તાપસો સરોવરમાં ન્હાવા ગયા હતા તેમનાં ધોતિયાં અધ્ધર આકાશમાં સુકાઈ રહ્યાં હતાં. ત્યાં એક બગલાએ તળાવ કાંઠે એક માછલું પકડ્યું તે જોઈ શિવશર્માએ રડારોળ કરી મૂકી, ‘અરે આ પાપીએ નિરપરાધી માછલાને પકડ્યું. ઘણું ખરાબ થયું - ઘણું ખરાબ ! અરે મૂકી દે ! મૂકી દે !, આમ બોલી માછલા ઉપર દયા અને બગલા પર નિર્દયતા બતાવનાર શિવશર્માનું ધોતિયું આકાશથી હેઠું પડ્યું. આ બાજુ દેવશર્માએ પણ સાથે ને સાથે જ બગલા ઉપર દયા ખાતાં કહ્યું ‘બિચારું ભૂખ્યું બગલું ક્યારનું ઊભું છે. એલા મૂકતો નહીં, નહીં તો ભૂખ્યો મરી જઈશ.' આમ બગલા પર દયા અને તે માછલા પર નિર્દયતા જણાવનાર તેનું ધોતિયું પણ પડ્યું. આ જોઈ બન્ને પર સમાનભાવવાળા હિ૨શર્માએ કહ્યું - मुञ्च मुञ्च पतत्येको, मा मुञ्च पतितो यदि । उभौ तौ पतितौ दृष्ट्वा, मौनं सर्वार्थसाधकम् ॥१॥ અર્થ :- છોડ છોડ એમ કહેવાથી એકનું ધોતિયું પડ્યું, બીજાનું ના છોડ ના છોડ કહેવાથી પડ્યું - આમ બન્નેનાં પડેલાં જોઈ લાગે છે કે મૌન જ સર્વ અર્થનું સાધક છે. આમ પ્રાજ્ઞ-સમજુને માટે મૌન શ્રેયસ્કાર છે તેમ કોઈકવાર અલ્પજ્ઞ કે અજ્ઞ માટે પણ મૌન હિતનું કારણ બને છે. કહ્યું છે કે - Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ स्वायत्तमेकान्तगुणं विधात्रा, विनिर्मितं छादनमज्ञतायाः । विशेषतः सर्वविदां समाजे, विभूषणं मौनमपण्डितानाम् ॥१॥ અર્થ ::- આપણા આધીન અને એકાન્તે ગુણકારી અને અજ્ઞતાને છુપાવી શકાય તેવું ઢાંકણું વિધાતાએ બનાવ્યું છે. તેનું નામ છે મૌન. તે પણ વિશેષે કરીને વિદ્વાનોની સભામાં અપંડિતો માટે તો તે મોટા આભૂષણ જેવું લાગે છે. ૩૦૬ રાગ-દ્વેષથી પ્રેરિત તે વચન તાપસોના મહિમાનો નાશ કરનારું અને વસ પાડનારું બન્યું એમ વિચારી સમભાવે મૌન રાખનાર હરિશર્માનું વસ્ત્ર આકાશમાં જ રહ્યું, ને તેનો પ્રભાવ વિસ્તાર પામ્યો. આ તો લૌકિક દૃષ્ટાંત છે, ત્યારે સ્યાદ્વાદ ધર્મના જ્ઞાતા એવા મુનિએ લાભાલાભનો વિચાર કરીને અવશ્ય વચનગુપ્તિ ને ભાષાસમિતિનો ખપ કરવો. ચારિત્રાચારનો આઠમો અતિચાર-કાયાગુપ્તિ कायगुप्तिर्द्विधा प्रोक्ता, चेष्टानिर्वृत्तिलक्षणा । यथागमं द्वितीया च, चेष्टानियमलक्षणा ॥१॥ અર્થ :- કાયગુપ્તિ બે પ્રકારની છે, પ્રથમ તો સર્વથા ચેષ્ટાના અભાવવાળી ને બીજી આગમમાં જણાવ્યા પ્રમાણે ચેષ્ટાના નિયમવાળી. અર્થાત્ - દેવ-મનુષ્ય-તિર્યંચ અને સ્વ-(મનુષ્ય)એ કરેલ આસ્ફાલન પતન આદિ ચારે પ્રકારના ઉપસર્ગનો તેમજ ક્ષુધા-પિપાસા આદિ પરિષહોનો સંભવ હોવા છતાં કાયોત્સર્ગ દ્વારા દેહને નિશ્ચલ રાખવો તે, તથા સર્વયોગનો નિરોધ કરવાની અવસ્થાએ સર્વથા ચેષ્ટાનો નિરોધ ક૨વો તે પ્રથમ કાયગુપ્તિ છે અને શયન આશન, આદિ લેવા-મૂકવા આદિમાં સ્વચ્છંદપણાનો ત્યાગ કરી, શાસ્ત્રોક્ત ક્રિયા કરવાપૂર્વક કાયાની ચેષ્ટાને નિયમમાં રાખવી તે બીજી કાયગુપ્તિ છે. શયન પણ કારણ વિના દિવસે ન થાય, રાત્રે જ થાય, રાતે પણ એક પહોર વીત્યા પછી, ગુરુમહારાજની આજ્ઞા લઈને, ધરતીનું પ્રેક્ષણ-પ્રમાર્જન કરી, સંથારાનાં બે પડ ભેળાં કરી, મસ્તક, શરીર, પગ આદિ ઓધા મુહપત્તિથી પૂંજી પછી આજ્ઞા આપેલા સંથારા પર બેસી સંથારા પોરિસી ભણાવવી. બાવડાને જ ઓશીકાની જગ્યાએ રાખી પગ સંકોચીને સૂવું. અર્થાત્ બન્ને જંધાઓ કૂકડીની જેમ સંકોચવી અને સૂવું. જ્યારે જ્યારે હાથ-પગને સંકોચવા પસારવા હોય ત્યારે પ્રમાર્જના કરવી. ડાંસ-મચ્છર આદિ ઉડાડતાં કે શરીર ખણજતાં પણ મુહપત્તિ આદિથી પ્રમાર્જના કરવી. આ પ્રમાણે પોતાના દેહ પ્રમાણ (સાડા ત્રણ હાથ) ભૂમિમાં અલ્પનિદ્રા કરતાં સૂવું જે સ્થાને બેસવાનું હોય તે સ્થાન પણ નજરે જોઈ, પૂંજીને ત્યાં આસન પાથરવું પછી બેસવું. સ્થંડિલ ભૂમિ અશુદ્ધ-દોષવાળી હોય તો વિશેષે કાયગુપ્તિ આદરવી. તે ઉપર દૃષ્ટાંત કહે છે કે – કોઈ એક સાધુ Page #317 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ૩૦૭ મહારાજે કોઈ સાથેનો સંગાથ મળવાથી વિહાર કર્યો. એક દિવસ જંગલમાં પડાવ નંખાયો. જીવાકુલભૂમિ હોઈ શુદ્ધ ચંડિલ ન મળતાં એક જ પગ જમીન પર રાખી ઊભા રહ્યા. ઇન્દ્રમહારાજે તેમની પ્રશંસા કરી પણ એક દેવને વિશ્વાસ બેઠો નહીં. તે આવ્યો સિંહ થઈ પરીક્ષા કરવા. સિંહે તેમને પગના પ્રહાર વડે પાડી નાંખ્યા. સાધુ મહારાજ તો પોતાની કાયાથી પૃથ્વીના જંતુ મર્યાનો સંભવ જાણી વારેવારે મિથ્યાદુષ્કૃત દેવા લાગ્યા. આથી પ્રભાવિત થયેલો દેવ પ્રગટ થયો અને બધો વૃત્તાંત કહી ખમાવી પાછો ફર્યો. બીજા બધાએ પણ આ મુનિરાજની ઘણી-ઘણી પ્રશંસા કરી. માટે મુનિરાજોએ કાયગુપ્તિમાં અવશ્ય આદર કરવો. ઉપર જણાવેલ યુક્તિ પ્રમાણે ત્રણે ગુપ્તિનું સાધુઓએ પાલન કરવું. તે બાબત દષ્ટાંત આ પ્રમાણે છે. કોઈ નગરમાં એક સાધુ મહારાજ શ્રાવકના ઘરે ગોચરીએ ગયા. શ્રાવકે વંદન કરીને પૂછ્યું “હે પૂજ્ય ! તમે ત્રણ ગુપ્તિએ ગુપ્ત છો ?” ઉત્તરમાં મુનિએ કહ્યું “ના હું ત્રણ ગુપ્તિએ ગુપ્ત નથી.' શ્રાવકે કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે; “એકવાર એક ગૃહસ્થને ત્યાં હું ગોચરીએ ગયેલ ત્યાં ગૃહિણીની વેણી જોઈ સરખાપણાને લીધે મને મારી સંસારી પત્ની સાંભરી આવી. માટે મારી મનોગુપ્તિ ક્યાં રહી ! એકવાર શ્રીદત્ત નામના શ્રાવકના ઘરે ગોચરી ગયો હતો. તેણે કેળાં વહોરાવ્યાં. ત્યાંથી બીજા ઘરે જતાં તે ઘરવાળાએ પાતરામાં કેળાં જોઈ “કેળાં ક્યાંથી વહોર્યા?” એમ પૂછ્યું. મેં સાચી વાત કરી, પણ એ શ્રાવક પહેલાનો દ્વેષી હોઈ તેણે રાજાને ફરિયાદ કરી કે “આપની વાડીનાં કેળાં શ્રીદત્તને ઘરે રોજ જાય છે.' રાજાએ પ્રમાણ માંગતાં કહ્યું કે “મુનિના મુખે સાંભળ્યું, એવાં કેળા બીજે ક્યાંય થતાં પણ નથી.” આથી રાજાએ શ્રીદત્તને શિક્ષા કરી. મારા વચને જ શેઠને શિક્ષા થઈ. આથી મારી વચનગુપ્તિ પણ રહી નહીં. એકવાર વિહાર કરતાં હું અરણ્યમાં પહોંચ્યો ને થાકી જવાથી સૂઈ ગયો. ત્યાં સાંજે સાર્થે મુકામ કરેલો, સાર્થપતિએ રાત્રે સહુને કહ્યું “સવારે વહેલા ચાલવું છે માટે રસોઈ આદિ અત્યારે જ બનાવી લો.”બધા રસોઈ કરવામાં પડ્યા. તે વખતે અંધારું હોઈ એક માણસે મારા માથાની પાસે બીજો પથરો ગોઠવી ચૂલો બનાવ્યો. અગ્નિ લાગતાં જ હું ઊઠીને ઊભો થયો માટે કાયગુપ્તિ પણ રહી નથી. માટે ખરેખર તો ભિક્ષા લેવા યોગ્ય મુનિ નથી ! સત્ય સાંભળી શ્રાવક રાજી થયો ને ભાવપૂર્વક આહાર વહોરાવ્યો. તે મુનિની અતિ અનુમોદના કરવાથી તે શ્રાવકે અનુત્તર વિમાનનું પુણ્ય બાંધ્યું. મુનિ પણ પોતાની કાયરતાને નિંદતો-લાંબો સમય સંયમ પાળી સ્વર્ગ પામ્યા. આ પ્રમાણે ત્રણ ગુપ્તિનું સ્વરૂપ સમજવું. આ પાંચે સમિતિ પ્રતિચાર એટલે પ્રવૃત્તિરૂપ છે, ત્યારે ત્રણે ગુપ્તિઓ પ્રતિચાર-અપ્રતિચાર પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ છે. પ્રતિચાર એટલે શરીર કે વચનનો વ્યાપાર. આમ જોતાં ગુપ્તિઓમાં સમિતિ સમાઈ જાય છે. એષણાસમિતિ મનના ઉપયોગથી થાય છે. કારણ કે સાધુનો એષણામાં ઉપયોગ હોય ત્યારે કર્ણેન્દ્રિયાદિ દ્વારા વહોરાવનાર સ્વયંના હાથ ધોવે કે વાસણ આદિ લે-મૂકે છે Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ત્યારે થતા શબ્દાદિમાં ઉપયોગ રાખે છે, માટે તેનો મનોગુપ્તિમાં સમાવેશ થાય છે. બાકીની ત્રણે સમિતિઓ કાયાની ચેષ્ટાથી સંબંધિત છે, તેથી તેનું કાયગુપ્તિમાં ઐક્યપણું છે, અથવા એક મનોગુપ્તિ જ પાંચે સમિતિઓમાં અવિરુદ્ધ છે. આ આઠે પ્રવચનની માતા કહેવાય છે. આજ સમગ્ર દ્વાદશાંગીને ઉત્પન્ન કરનાર છે. કારણ કે આ આઠેમાં સમસ્ત પ્રવચનનો અંતર્ભાવ પામે છે. તે આ પ્રમાણે પ્રથમ સમિતિમાં પહેલા મહાવ્રતનો સમાવેશ થાય છે. ત્યારે તે પ્રથમ વ્રતની વાડ જેવાં બાકીનાં બધાં વ્રતો હોવાથી તેનો પણ તેમાં જ અંતર્ભાવ થાય છે. ભાષાસમિતિ સાવઘવાણીના નિષેધ અને નિરવદ્ય વાણીના વ્યાપારરૂપ છે. તેથી તે સમિતિમાં વચનના બધા જ પર્યાય આવી ગયા. કારણ કે વચનપર્યાયથી દ્વાદશાંગ અભિન્ન છે. આવી જ રીતે એષણા સમિતિ આદિમાં પણ પોતાની બુદ્ધિથી યોજના કરવી. અથવા તો આ આઠે પ્રકાર ચારિત્રરૂપ જ છે. કહ્યું છે કે - अथवा पञ्चसमिति-गुप्तित्रय पवित्रितम् । चारित्रं सम्यक् चारित्रमित्याहुर्मुनिपुङ्गवाः ॥ અર્થ :- અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવું ચારિત્ર તે જ સમ્યફચારિત્ર છે, એમ મુનિશ્રેષ્ઠો કહે છે. જ્ઞાન-દર્શન વિના ચારિત્ર હોઈ શકે નહીં અને અર્થથી તે દ્વાદશાંગી પણ જ્ઞાન-દર્શનચારિત્રથી ભિન્ન નથી. એટલે આ આઠે પ્રકારમાં સર્વ પ્રવચનનો સમાવેશ થાય છે.” માટે ચારિત્રધારી મુનિઓએ પ્રમાદ છોડી આ આઠે પ્રવચન માતાની ઉપાસના કરવી. કારણ કે આ આઠે પ્રવચન માતામાં સર્વ પ્રવચનનું-સમસ્ત જિનશાસનનું રહસ્ય સમાયેલું છે. ૨૮૩ પાચાર अनादिसिद्धदुष्कर्म-द्वेषिसङ्घातघातकम् । इदमाद्रियते वीरैः खड्गधारोपमं तपः ॥१॥ અર્થ - અનાદિ સિદ્ધ એવા દુષ્કર્મરૂપી વૈરીના સમૂહનો નાશ કરનાર, ખગધારા સમાન આ તપને વીર પુરુષો આદરે છે. तत्तपः सेव्यतां दक्षाः, दुष्कर्मक्षालनोदकम् । यत् सेवनादभूद्देवसेव्यः क्षेमर्षि संयमी ॥२॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૩૦૯ અર્થ - હે દક્ષ પુરુષો દુષ્કર્મને ધોનાર જળરૂપ આ તપને તમે સેવો, કારણ કે આના સેવનથી લેમર્ષીમુનિ દેવોને પણ સેવવા યોગ્ય થયા. ક્ષેમર્ષીમુનિનું દષ્ટાંત ચિતોડગઢની પાસેના ગામમાં એક નિર્ધન શ્રાવક રહેતો. તેનું નામ હતું બોહ. એકવાર પાંચસો દ્રમ્પ (પાંચ રૂપિયા)નું તેલ કુલડામાં લઈ ચિતોડ તરફ વેચવા જતો હતો ત્યાં પગ લપસવાથી પડ્યો. માટીનું વાસણ ભાંગી ગયું. તેલ ઢોળાઈ જવાથી વિષણ મનવાળો તે ઘરે પાછો ફર્યો. તેની સ્થિતિ પર દયા આવવાથી લોકોએ ફાળો કરી પાંચ રૂપિયા તેને આપ્યા. ફરીવાર પાછો એ તેવી જ રીતે તેલ લઈ જતો હતો ને પાછો પડ્યો. વાસણ ફૂટ્યું ને તેલ ઢોળાઈ ગયું. તેને વૈરાગ્ય ઊપજ્યો. ત્યાં યશોભદ્રસૂરિજીની વૈરાગ્યવંતી ધર્મદેશના સાંભળી, તેનો વૈરાગ્ય દઢતર થયો ને દીક્ષા લીધી. ગુરુએ ગ્રહણાસવના બન્ને પ્રકારની શિક્ષાઓ શીખવી. ક્રમે કરી તે ગીતાર્થ થયા. એકવાર ગુરુમહારાજને વિનંતી કરી, “હે ભગવન્! મારો વૈરાગ્યભાવ વૃદ્ધિ પામે છે. વૈરાગ્યથી મેળવેલી આ દીક્ષાની મન-વચન અને કાયાની શુદ્ધિથી પ્રતિપાલના કરવા ચાહું છું. તો આપશ્રીની આજ્ઞા હોય તો જે સ્થાને અતિ ઉપદ્રવ થવાનો સંભવ હોય ત્યાં જાઉંને કાયોત્સર્ગમાં રહું.” ગુરુમહારાજે લાભ જાણી તેમને અનુમતિ આપી ને તે માટે યોગ્યક્ષેત્ર માલવા જણાવ્યું. એટલે તેમણે આખા સમુદાય તેમજ સંઘને ખમાવી માલવદેશનો માર્ગ લીધો. માલવાના થામણોદ નામના ગામ બહારના તળાવ કાંઠે તેઓ કાઉસ્સગ્ન રહ્યા. ત્યાં ગામના કેટલાક બ્રાહ્મણ પુત્રોએ તેમને જોઈ વિચાર્યું કે, આ ઉપદ્રવ વળી આ ગામમાં ક્યાંથી આવ્યું? તે બ્રાહ્મણોએ મહારાજને લાત-મુદ્ધિ-લાકડીના પ્રહાર કર્યા. મુનિએ પરિષહને શાંતિથી સહ્યા પણ તે સરોવરના અધિષ્ઠાયકથી સહન ન થયું ને તેણે બ્રાહ્મણ પુત્રોને મયૂર બંધનથી બાંધી દીધા. તેઓ જમીન પર પડી તરફડવા લાગ્યા ને મોઢેથી લોહી ઓકવા લાગ્યા. તેમનાં મા-બાપ અને નાગરિકો ત્યાં ભેગા થયા ને સાધુજી પાસે ક્ષમા માંગવા લાગ્યા ને કહ્યું “તમે તો દયાળુ છો. બાળકો તો અણસમજુ હોય કૃપા કરી તમે આમને છોડી દો.” મુનિ તો ધ્યાનમાં હતા, શું થયું થઈ ગયું છે તે તેમને ખબર જ નહોતી. ત્યાં દેવે એક છોકરાના શરીરમાં પ્રવેશ કરી કહ્યું, “આ સાધુ મહારાજે કાંઈ કર્યું નથી. મેં જ કર્યું છે. આનો એક જ રસ્તો છે કે “આ મહાભાગ સાધુના ચરણ પખાળી તે પાણી આ લોકો પર છાંટો તો બધા સ્વસ્થ થશે.” તેમણે એમ કર્યું તેથી બાળકો સ્વસ્થ થઈ ઊભાં થયાં. એટલે તેમનાં મા-બાપે ને અન્ય લોકોએ દ્રવ્ય આદિ અનેક વસ્તુઓ તે મહાત્માના પગમાં અર્પણ કરી. ઘણી વિનંતી કરી પણ સાધુ મહારાજે કહ્યું, “મહાનુભાવો ! આ દ્રવ્યથી મને કાંઈ જ પ્રયોજન નથી. તમારે વાપરવું હોય તો જીર્ણોદ્ધારમાં વાપરો.” આ સાંભળી સર્વેએ મુનિની નિઃસ્પૃહતાના ગુણ ગાયા. ને લેમર્થી નામ પાડ્યું. ત્યાં તેમનો Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૩૧૦ મહિમા ઘણો વિસ્તર્યો ને લોકો ભક્ત થયા. તેથી મુનિ ગિરિકંબલ નામના પર્વત પર ચાલ્યા ગયા ને વિવિધ તપસ્યા-પ્રતિમા-ધ્યાન આચરવા લાગ્યા. માલવાની પાટનગરી ધારામાં સિંધુલ નામનો રાજા રાજ્ય કરતો હતો. અહીં ક્ષેમર્ષી મુનિએ વિભિન્ન તપના પારણામાં વિવિધ અભિગ્રહો કરવા માંડ્યા. જેમ જે કકારના નામની સાત વાનગી જેવી કે ક્રૂર, કંસાર, કરંબો, કોદરા, કેર, કાંગ, કાકડીનું શાક-આદિ મળે તો પા૨ણું કરવું, નહીં તો તપની વૃદ્ધિ. એવી જ રીતે કોઈવાર ‘ખ’થી શરૂ થતા નામવાળી પાંચ વસ્તુઓ જેમ કે-ખારેક, ખુડહડી, ખજૂર, ખાજા અને ખાંડ આદિ. કોઈ વખત ‘ગ’ થી શરૂ થતા નામવાળી સાત વસ્તુઓ જેમ કે - ગેહૂં (ઘઉં), ગોળ, ગુંદા, ગોરસ આદિ. આમ બીજા બીજા વર્ણવાળી વસ્તુના તેઓ અભિગ્રહ ધારતા ને તપ પ્રભાવથી તે પૂરા પણ થતા. આથી મુનિએ વિચાર્યું ‘આ અભિગ્રહો જરાય દુષ્કર નથી. હવે મારે દુષ્કર અભિગ્રહો ધારવા જોઈએ.' એમ વિચારી તેમણે ઉગ્ર અભિગ્રહ લેવા માંડ્યા. એક વાર ધારણા કરી કે કોઈ મિથ્યાત્વી રાજા રાજ્યથી ભ્રષ્ટ થયેલો હોય, મધ્યાહ્ન સમયે તે કોઈ કંદોઈની દુકાને પલાંઠીવાળી બેઠો હોય, રાજાના પાયદળમાં સૈનિક થયો હોય, પોતાના કાળા વાળને વિખેરતો ભાલાની તીક્ષ્ણ એવા અગ્રભાગથી એકવીશ માલપુઆ લઈ મને વહોરાવશે (આપશે) તો પારણું કરીશ.’ આ અભિગ્રહમાં ત્રણ માસને આઠ દિવસ વ્યતીત થઈ ગયા. એકવાર મધ્યાહ્ન સમયે કૃષ્ણ નામનો એક સૈનિક એવી જ રીતે કંદોઈની દુકાને બેઠો હતો. તેણે મુનિને બોલાવી કહ્યું ‘લો તમને ભોજન આપું' એમ કહી તેણે માલપુઆની થપ્પીમાં ભાલો ઘાલ્યો ને તેમાં ભરાયેલા માલપુવા આપવા લાગ્યો. મુનિએ કહ્યું ‘તમે ગણો કેટલા છે ?’ તેણે કહ્યું, ‘ગણવાથી શું પ્રયોજન ? જે છે તે તમારા ભાગ્યના.' મુનિ બોલ્યા ‘એમ નહીં એકવીસ હોવા જોઈએ.' તેણે ગણ્યા તો પૂરા એકવીસ હતા. વિસ્મય પામેલા તેણે કહ્યું ‘અહો, તમો તો મહાન જ્ઞાની જણાવ છો. મારું આયુષ્ય કેટલું છે તે કહો ? મારા પિત્રાઈઓએ મને મારા મોટા રાજ્યથી ભ્રષ્ટ કર્યો છે. તેમને જીતવા માટે હું હાલમાં અહીંના રાજા સિંધુલની સેવામાં રહ્યો છું. મારે મારું રાજ્ય જોઈએ.’ મુનિએ કહ્યું : ‘રાજ્યથી શું સરવાનું છે ? તું માત્ર છ જ મહિના જીવવાનો છું.' આ સાંભળી કૃષ્ણને વૈરાગ્ય થયો. તેણે દીક્ષા લીધી અને છ મહિનામાં ઉત્કૃષ્ટ તપ કરી સ્વર્ગે ગયા. ક્ષેમÚએ પાછો વિચિત્ર અભિગ્રહ લીધો खंभ उम्मूलिय गयवर धाइ, मुनिवर देखी पसन्नो थाइ । मोदक पंचक सूंडीहिं देइ, नो खिम रीषी पारणं करइ ॥१॥ અર્થ :[:- આલાન સ્તંભ તોડી દોડતો હાથી મુનિને જોઈ આનંદિત થાય ને પોતાની સૂંઢથી પાંચ લાડવા ઉપાડીને આપે તો ક્ષેમર્પી પારણું કરે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૩૧૧ આ અભિગ્રહ લઈ વિચરતા મુનિને તો પાંચ મહિના ને અઢાર દિવસ થયા. ત્યાં કોઈ મત્ત થયેલો હાથી આલાન તોડી નાઠો ને કંદોઈની દુકાને આવી ઊભો. તેણે સુંઢમાં પાંચ લાડુ ઉપાડી મુનિ તરફ ધર્યા. પાંચ પૂરા જોઈ મુનિએ પાત્ર ધર્યું ને હાથીએ લાડવા મૂકી દીધા. દાનથી જાણે આનંદિત થયો હોય તેમ ત્યાં ઝૂમવા લાગ્યો. મુનિના તપ પ્રભાવે શાંત થયો. મહાવત આવ્યો ને તેની સાથે તે ઠેકાણે ગયો. વળી મુનિએ અભિગ્રહ લીધો કે “સાસુથી દુભાયેલી મોટી વહુ ત્રણ દિવસની ઉપવાસી, આંખમાં આંસુની ધારા, લાકડા લેવા આવેલા ગરીબ માણસે આપેલ ગોળ ઘીવાળા માંડા (જાડી રોટલી) વહોરાવે તો પારણું કરવું. આ કેટલોક સમય વીતી ગયો. એકવાર તે પારણા નિમિત્તે પર્વત પરથી ઊતરતા હતા. ત્યાં બાજુના ગામની બ્રાહ્મણી સાસુના કજિયાથી કંટાળી બાપના ઘેર જતી હતી. તે માર્ગ ભૂલી, આડા રસ્તે વનમાં આવી ચડી. ત્યાં ગરીબ કઠિયારાએ તેને ઘી-ગોળવાળા માંડા ખાવા આપ્યા. તે ખરે જ ત્રણ દિવસની ઉપવાસી અને દુઃખને યાદ કરી રડતી હતી. ઘરની મોટી વહુ હતી. તેણે મુનિને જોઈ વિચાર્યું “આઠ ગણું પુણ્ય થશે.” એમ વિચારી મુનિને વહોરાવ્યા ને આનંદિત થઈ બાપને ઘરે ગઈ અને સુખી થઈ. પાછો મુનિએ અભિગ્રહ કર્યો કે - कालो कंबल धवलो सांढ, नाकिं तुट पुच्छहिं बंड । सिंग करी गुड भेलो देइ, तो खिमरिषी पारणं करइ ॥१॥ એટલે કે – ગળાથી કાળો અને શરીરે ધોળો નાક વીંધેલો ને પૂંછડે બાંડો એવો સાંઢ શીંગડાથી ગોળની થેલી આપે તો તેથી પારણું કરવું. વળી એકવાર મુનિ પારણા નિમિત્તે ધારાનગરીમાં ગયા. ત્યાં ઉપર મુજબ વર્ણનવાળા બળદે કોઈ વણિકની દુકાનમાં આગળ જ પડેલો ગોળનો મોટો ગાંગડો શિંગડામાં ભરાવ્યો ને પાછો ફર્યો. ત્યાં મુનિને જોઈ તેમની સામે ધરી દીધો. મુનિએ લીધો ને અભિગ્રહ પૂરો થયો. આ જોઈ ચકિત થયેલા વણિકે વિચાર્યું. આ બળદ સામાન્ય નથી, કેવો પારણાનો લાભ લીધો ! મેં ગોળની મોટી વખારો ભરી બીજું શું કર્યું? “મારો તો ભવ નિરર્થક ગયો. પછી તેણે બધો ગોળ વેચી તે દ્રવ્યમાંથી પાર્થપ્રભુનું ચૈત્ય કરાવ્યું અને યશોભદ્રસૂરિજી પાસે તેણે દીક્ષા લીધી. ચારિત્ર પાળી સ્વર્ગે ગયો તે દહેરાસર ગુડપીંડ તીર્થને નામે પ્રસિદ્ધ થયું. વળી વસંતઋતુમાં તેમણે અભિગ્રહ કર્યો કે સાંકળે બાંધેલો કોઈ વાનર નગરમાં આવી આંબાનો રસ આપે તો પારણું કરવું. એકવાર એક વણિકે ઘીના ગાડવામાં આંબાનો રસ ભર્યો હતો ત્યાં સાંકળવાળો કોઈ વાંદરો આવ્યો ને તેને ઉડાવી ચાલતો થયો. વણિકે બૂમ પાડી આગળ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ આવતાં લેમર્ષીની સામે તેણે તે ધરી દીધું. મુનિનો અભિગ્રહ પૂરો થયો. આ મહાશ્ચર્ય જોઈ ઘણા જીવો જૈન ધર્મ પામ્યા. પેલા કૃષ્ણ નામના સૈનિક બનેલા રાજાએ છ માસનું આયુષ્ય સાંભળી દીક્ષા લીધેલી ને સ્વર્ગે દેવ થયેલા તેમણે અવધિજ્ઞાનથી નિહાળી લેમર્થી પાસે આવી વંદના કરી. પછી કહ્યું “હે પરમ ઉપકારી ! ભગવાનું ! સિંધુલ રાજાના હાથીને સ્વસ્થ કરવા તમારું ચરણોદક કોઈ લે તો ના નહીં કહેતા. તેથી શાસનની મહાન ઉન્નતિ થશે.” એમ કહી તે ચાલી ગયા. સિંધુલ રાજાના ચૌદસો હાથીઓ વ્યાધિથી ઘણા પીડાતા હતા. ઘણા ઉપચાર કર્યા પણ બધા નિષ્ફળ નીવડ્યા. કંટાળી રાજાએ ઉપચાર બંધ કર્યા, પણ તેથી તો તેમની ચિંતા વધતી જ ગઈ. શાણા માણસોની સલાહથી રાજાએ ઘોષણા કરાવી કે “આ હાથીઓને જે સ્વસ્થ કરશે તેને રાજા અડધું રાજ આપશે.” જ્યાં ઘોષણા થતી હતી તે ચોકમાં આકાશવાણી થઈ કે ગિરિકંબલ પર્વત પર ક્ષેમર્ષી નામના મહાતપસ્વી તપસ્યા કરે છે, તેમના ચરણપખાળનાં પાણીથી હાથી સ્વસ્થ થશે. રાજસેવકોએ તેમના ચરણ પ્રાસુક પાણીથી પખાળ્યા. દેવે મુનિના શરીરમાંથી કહ્યું, “આ જળ પટ્ટહસ્તી સિવાય બધા હાથીને પાજો, તે નીરોગી થશે. પણ પટ્ટહસ્તી માટે કોઈ બીજા ધર્મના મહાત્માનું ચરણોદક મેળવજો.” તે પ્રમાણે તે જળ પટ્ટહસ્તી સિવાય બધાંને પાયું ને બધા સ્વસ્થ પણ થઈ ગયા. પટ્ટહસ્તીને અન્ય તીર્થિકોનું જળ પાયું ને પીતાં જ હાથી મરણ પામ્યો. રાજાએ મુનિ પાસે જઈ અડધું રાજય ગ્રહણ કરવાની વિનંતી કરી. મુનિ બોલ્યા “ભલા રાજા !, રાજ અમારે શા ખપનું? રાજ તો અંતે નરક અપાવે છે, ધર્મ સિવાય અમારે શું જોઈએ !” રાજા ઘણા વિસ્મિત ને આનંદિત થઈ ઘરે આવ્યા. મુનિની પાદુકા કરાવી એક દહેરીમાં પધરાવી. એકદા સામેથી આવતા શબને જોઈ મુનિએ કોઈને પૂછ્યું “આ શું છે?” તેણે કહ્યું ધનશ્રેષ્ઠીના પુત્રને છ મહિના પૂર્વે સર્પ ડસ્યો હતો તે આજે મૃત્યુ પામ્યો છે. મુનિએ કહ્યું “અરે આ તો જીવતા માણસને બાળવા ચાલ્યા.” આ સાંભળી તેણે ધનશ્રેષ્ઠીને આ વાત જણાવી. શેઠે વંદન કરીને મુનિને પ્રાર્થના કરી કે “જો જીવતો જ હોય તો મારા પુત્રને બેઠો કરો.” મુનિએ નવકાર ગણી પ્રાસુક જળ છાંટ્યું ને તે તાળવે પ્રાણવાળો યુવાન બેઠો થયો, બધે ધર્મનો જયજયકાર થયો. મુનિ તો પોતાને માર્ગે ચાલ્યા ગયા. એકવાર તો વળી એવો અભિગ્રહ તેમણે લીધો કે - જંગલમાં જેને પ્રસવ થયો છે તેવી વાઘણ નગરમાં આવી મને વીસ વડાં આપે તો મારે પારણું કરવું. नव प्रसूत वाघिणी विकराल, नगरमांहि बीहावे बाल । वडां वीस जो पणमि दिये, तो खिम ऋषि पारणुं करे ॥१॥ Page #323 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ ૩૧૩ આ અભિગ્રહ ધાર્યે ઘણા દિવસો વ્યતીત થઈ ગયા, ત્યાં કોઈ મુનિના તપ પ્રભાવે જ જાણે એક નવા પ્રસવવાળી (મા બનેલી) વાઘણ નગરમાં આવી ચડી. નગર દરવાજે વડાંના જ વેપારી હતા. તેઓ વાઘણ જોઈ દૂરથી જ નાઠા. ત્યાં મુનિને આવેલા જોઈ વાઘણને જાણે હર્ષ થયો હોય તેમ તેણે બે પંજા ભેગા કરી વડાં ઉપાડ્યાં ને મુનિને આપવા લાગી. વડાં ખરેખર વીસ હતાં. મુનિએ લીધાં. તપ તથા ધર્મનો ઘણો મહિમા વધ્યો. હવે મુનિએ પાછા ગુરુ મહારાજ પાસે જવાનો વિચાર કર્યો અને “પાટણ બિરાજતા ગુરુમહારાજને વાંદીને જ મારે અન્ન-જળ લેવાં” એવો ઘોર અભિગ્રહ કરી મુનિશ્રીએ વિહાર કર્યો ને પાટણ પહોંચીને જ વંદન કરીને જ પારણું કર્યું. થોડા દિવસ પછી પાછો તેમણે અભિગ્રહ કર્યો કે મદથી ઉન્મત્ત બનેલા હાથીને કોઈ ડોશી વશ કરે ને એ હાથી ખીચડી, ખારેક, ખડહડી, ખાજા અને ખાંડ આ પાંચ ખમ્બાવાળી વસ્તુ આપે તો પારણું કરવું. મહિના ઉપર વીત્યું ત્યારે શાસનદેવે તેવી વૃદ્ધાનું રૂપ લીધું ને રાજહસ્તી વશ કર્યો અને મુનિને પારણું કરાવ્યું. આવી રીતે તે મુનિએ ૮૪ પ્રકારના અભિગ્રહો ધારી પારણાં પૂર્ણ કર્યા અને અનશન કરી સ્વર્ગે ગયા. ૨૮૪ તપસ્યાની યથાર્થતા निर्दोषं निर्निदानाढ्यं, तन्निर्जराप्रयोजनम् । चित्तोत्साहेन सद्बुद्धया, तपनीयं तपः शुभम् ॥१॥ અર્થ:- નિર્દોષ, નિયાણા વિનાનું ને કેવલ નિર્જરાના હેતુવાળું શુભ તપ સ્વસ્થ બુદ્ધિ અને મનના ઉમંગપૂર્વક કરવું જોઈએ. જેનાથી શરીર અને કર્મ તપે તે તપ. કહ્યું છે કે - रसरुधिरमांसमेदोऽस्थिमज्जाशुक्राण्यनेन तप्यन्ते । कर्माणि चाशुमानीत्यतस्तपो नाम नैरुक्तम् ॥१॥ અર્થ - રસ, લોહી, માંસ, મેદ (ચરબી), હાડકાં, મજ્જા અને વીર્ય તથા અશુભ એવાં કર્મો જેનાથી તપે છે, તેનું નામ તપ કહ્યું છે. આ તપ નિર્દોષ એટલે આ કે પરલોકમાં સુખ પામવાની ઇચ્છા વિના-નિયાણા વિના કરવો. કહ્યું છે કે – Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ यः पालयित्वा चरणं विशुद्धं, करोति भोगादिनिदानमज्ञः । स वर्द्धयित्वा फलदानदक्षं, कल्पद्रुमं भस्मयतीह मूढः ॥१॥ અર્થ:- જે અજ્ઞ માણસ લાંબાકાળ સુધી શુદ્ધ ચારિત્રનું પાલન કરી ભોગ વગેરે મેળવવા નિદાન કરે છે, તે મૂઢ ફળ આપવામાં દક્ષ એવા કલ્પવૃક્ષને વધારી સક્ષમ કરી પછી ભસ્મસાત્ કરે છે એમ જાણવું. નિદાન એટલે નિયાણાં નવ પ્રકારનાં હોય છે, તે આ ગ્રંથમાં અન્યત્ર જણાવેલ છે. આ તપ પણ મનના ઉલ્લાસપૂર્વક કરવાનું કહ્યું છે. પણ રાજાની વેઠ-એટલે રાજાની આજ્ઞાથી અનિચ્છાએ કરવું પડતું હોય તેમ અણગમાએ ન કરવું. જેટલી શક્તિ હોય તેટલું જ કરવું. કહ્યું છે કે - सो अतवो कायव्वो जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी, जेण जोगा न हायति । (तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । ચેન યોરા રીયો, ક્ષયને નેન્દ્રિય ર ) (જ્ઞાનસાર) અર્થ:- તે જ તપ કરવું જોઈએ કે જેથી મન અશુભ ન ચિંતવે, ઇન્દ્રિયોની હાનિ ન થાય અને યોગ પણ હણાય નહીં. સબુદ્ધિથી તપ કરવું એટલે - પરાધીનપણે, દીનતાથી, અનાદિના અભાવથી આહાર ત્યાગરૂપ અજ્ઞાન તપ કરે તો તે આશ્રવનું કારણ હોઈ તથા ક્રોધાદિ કષાયોદયનું આશ્રિત હોઈ તે વાસ્તવમાં તપ નથી પણ પૂર્વભવે બાંધેલા અંતરાયકર્મનો ઉદય છે, જે અશાતાવેદનીયનો વિપાક થયો છે. કારણ કે આહારનો ત્યાગ તે બાહ્ય તપ છે અને આત્મસ્વરૂપની એકાગ્રતા તે ભાવતા છે. તે ભાવતા તો સદા પણ હોઈ શકે છે, પણ દ્રવ્યતાપૂર્વકનું ભાવતપ તે જ ઉત્તમ તપ છે એવું શ્રી જિનશાસનનું નૈપુણ્ય વીસરવું નહીં. જ્ઞાનસારમાં કહ્યું છે કે – धनार्थिनां यथा नास्ति शीततापादिदुःसहम् । तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥१॥ અર્થઃ- ધનની ઇચ્છાવાળાને જેમ ટાઢ-તડકો આદિ દુઃસહ નથી તેવી જ રીતે સંસારથી વૈરાગ્ય પામેલા તત્ત્વજ્ઞાનના અર્થીને પણ તે ટાઢ-તડકાદિ દુસહ નથી. તપાચારના બાર ભેદ આ પ્રમાણે જણાવ્યા છે. द्वादशधास्तपाचाराः, तपोवद्भिर्निरूपिताः । अशनाद्याः षड बाह्याः षट्, प्रायश्चित्तादयोऽन्तगाः ॥१॥ Page #325 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૩૧૫ અર્થ :- તપસ્વી એવા શ્રમણભગવાન મહાવીર દેવે બાર પ્રકારનો તપાચાર કહ્યો છે. તેમાં અનશનના ત્યાગરૂપ છ પ્રકારે બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્તાદિ છ પ્રકારનો આંતરિક તપ જણાવ્યો છે. બાહ્ય તપના સૂત્રમાં આ પ્રમાણે જણાવેલ છે. अणसणमुणोअरीआ, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीण-याय बज्झो तवो होइ ॥ १ ॥ અર્થ :- (૧) અનશન, (૨) ઊણોદરિકા, (૩) વૃત્તિનો સંક્ષેપ, (૪) રસનો ત્યાગ, (૫) કાયાનો ક્લેશ અને (૬) શરીરની સંલીનતા આ બાહ્ય તપ છે. અત્યંતર તપના આ પ્રમાણે છ ભેદ છે. पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । ' झाणं उस्सग्गो विअ, अब्धिंतरओ तवो होइ ॥ २ ॥ અર્થ :- (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાયોત્સર્ગ, એ છ પ્રકારનો આંતરિક તપ છે. આ બધી બાબતનો વિસ્તાર આચારપ્રદીપ આદિ ગ્રંથના આધારે યુક્તિ પુરસ્કાર આગળ કરવામાં આવશે. પહેલો તપાચાર-અનશન तत्राशनं द्विधा प्रोक्तं, यावज्जीविकमित्वरम् । द्विघटिकादिकं स्वल्पं, चोत्कृष्टं यावदात्मिकम् ॥१॥ અર્થ :- જીવનપર્યંતનું અને ઈત્વર એમ બે પ્રકારે અનશન તપ કહેલ છે. તેમાં બે ઘડી આદિ કાળ મર્યાદાનું સ્વલ્પ અનશન તપ અને જીવન પર્યંતનું ઉત્કૃષ્ટ અનશન તપ છે. ઈત્વર એટલે નવકાર સહિતનું બે ઘડીનું પચ્ચક્ખાણ કરવું તે, તેથી નાનું પચ્ચક્ખાણ શાસ્ત્રમાં જણાવેલ નથી. તે પછી વધતાં વધતાં ઉત્કૃષ્ટ તપ થાય છે. શ્રી મહાવીરદેવના તીર્થમાં છ મહિના સુધીનું, શ્રી ઋષભદેવસ્વામીના તીર્થમાં બાર મહિના સુધીનું, તથા બીજા તીર્થંકરથી માંડી તેવીશમા તીર્થંકર ભગવાનના તીર્થમાં આઠ માસનું ઉત્કૃષ્ટ અનશન (ઉપવાસ) તપ કહ્યું છે. અહીં ઇન્દ્રિયજય તપ, કષાયજય તપ, સમવસરણ તપ, રત્નત્રયી તપ, અશોકવૃક્ષ તપ, શ્રેણિ તપ, કનકાવલિ, રત્નાવલિ, જિનકલ્યાણક તપ આદિ અનેક પ્રકારો તપના છે. આચારદિનકર ગ્રંથના બીજા ખંડમાં જણાવેલ છે. વર્ધમાન આયંબિલ તપ લાગ-લગાટ ચૌદ વર્ષ ત્રણ મહિના ને વીસ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દિવસે પૂર્ણ થાય છે. તે શ્રીચંદકેવળીએ કર્યું હતું તેમ કરવું. આ અને આવા જ પ્રકારના વિવિધ તો ઈવર કાળવાળા કહેવાય છે. માવજીવ-(જીવન પર્વતનું) અનશન તપ પાદપોવગમ, ઇગિની અને ભક્ત પરિણા. એમ ત્રણ પ્રકારનું છે. આ ત્રણેનું સ્વરૂપ સત્તર પ્રકારના મૃત્યુનું સ્વરૂપ જાણ્યા વિના સારી રીતે સમજાય તેવું ન હોઈ પ્રથમ મૃત્યુના પ્રકારો ને સ્વરૂપ સમજાવવામાં આવે છે. (૧) “માવી વિરમરમ્' વીચિનો (અંતરનો) અભાવ તે અવીચિ. એટલે કે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવની ગતિમાં ઉત્પત્તિથી માંડી પોતપોતાના આયુકર્મના દલિકો પ્રતિસમય વેદીને ઘટાડવાં તે (પ્રતિ સમયના) મરણને આવીચિરમરણ કહ્યું છે. (૨) ‘મધમર' અવધિ એટલે મર્યાદા. નારકાદિભવના આયુકર્મના દળીયાનો અનુભવ કરી મૃત્યુ પામે, ને મૃત્યુ પામીને પાછો ફરી તે જ દળીયાનો અનુભવ કરીને મરે, ત્યારે તે દ્રવ્યથી અવધિમરણ કહેવાય. કારણ કે પરિણામની વિચિત્રતા હોઈ ગ્રહણ કરી છોડેલા કર્મ દળીયાનું ફરી ગ્રહણ શક્ય છે. એ જ પ્રમાણે ક્ષેત્રાદિકમાં પણ ભાવના કરવી. (૩) “અતિવમળમૂ' એટલે છેલ્લું થયેલું. અર્થાતુ - નરકાદિ ગતિના આયુકર્મના દળીયાને અનુભવીને મૃત્યુ પામ્યા પછી ફરીથી કોઈપણ વખતે તે દળીયાને અનુભવીને મરવાનું જ ન હોય તે દ્રવ્યથી અંતિકમરણ છે. એ પ્રમાણે ક્ષેત્રાદિકથી પણ જાણવું. (૪) “વત્તળનું વલનુ એટલે ચારિત્રથી પાછા વળતાં મરણ થાય છે. અર્થાતુ મુનિ જીવનસંબંધી દુષ્કર-તપ-ચારિત્રનું પાલન કરવું. અથવા તેને ચારિત્રને) છોડી દેવું તે બન્નેમાં અસમર્થ થઈને “હવે તો આમાંથી જલદી છૂટાય તો સારું.” આવી ભાવનામાં મૃત્યુ થાય તે વલનુમરણ કહેવાય. જે વ્રતના પરિણામથી ભ્રષ્ટ હોય તેને જ આ સંભવે છે. (૫) વરાતિંમરણમ્' એટલે વિષય વશ થઈને, દીપક જ્યોત જોઈને આકુળ-વ્યાકુળ થયેલા પતંગિયાની જેમ મરણ પામે તે વશાર્તમરણ કહેવાય. (૬) “મન્ત:ચમમ્' પૂર્વે થયેલા દુરાચરણ અને શરમ આદિ કારણે આલોચના ન કરવી તે અન્તઃશલ્ય કહેવાય. તેવા શલ્યવાળાનું મરણ અન્તઃશલ્ય મરણ કહેવાય. આ અતિદુષ્ટ મરણ કહેવાય છે. વમળમ્' વર્તમાન જે ભવ હોય ફરી તે જ ભવ યોગ્ય આયુષ્ય બાંધીને મરવું તે તદ્ભવમરણ કહેવાય. આ મૃત્યુ સંખ્યાતા વર્ષના આયુવાળા મનુષ્ય તેમજ તિર્યંચને જ સંભવે છે. પરંતુ અસંખ્યાતા વર્ષાયુવાળા (યુગલિક) મનુષ્ય કે તિર્યંચને તથા દેવ કે નારકીને આંતરા વિના તદ્ભવનો અભાવ હોઈ આ મરણ ન હોય. (૮) વાતરમ્' બાળ એટલે મિથ્યાત્વીનું કે અવિરતિ સમ્યફદષ્ટિનું મરણ તે બાળમરણ. Page #327 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ (૯) ‘પણ્ડિતમળપ્’ સર્વવિરતિ પામેલ શ્રમણનું મૃત્યુ તે પંડિતમરણ. (૧૦) ‘મિશ્રમરળમ્' બાલ-પંડિત એવા દેશવિરતિ શ્રાવકનું મરણ તે મિશ્રમરણ. (૧૧) ‘છદ્મસ્થમરળમ્’ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ આ ચાર જ્ઞાનવાન મુનિનું મરણ તે છદ્મસ્થમરણ. ૩૧૭ (૧૨) ‘વત્તિમરણમ્’ જેમણે ભવના વિસ્તારનો સર્વથા અપુનર્ભવપણે નાશ કર્યો હોય એવા કેવળજ્ઞાનીનું મરણ તે કેવળીમરણ કહેવાય. (૧૩) ‘વૈહાયસમરળમ્’ વિહયસ એટલે પક્ષીની જેમ આકાશમાં-પૃથ્વીથી અધ્ધર થયેલું મરણ વૈહાયસમરણ કહેવાય. ઝાડની ડાળે ફાંસો ખાનાર, ઊંચેથી નીચે પડતું મૂકનાર આવી કોઈ રીતે પ્રાણાંત કરનારનું મૃત્યુ તે વૈહાયસમરણ. (૧૪) ‘તૃપ્રસૃષ્ટમĪમ્' ગૃધ્ર એટલે ગીધ, ઉપલક્ષણથી સમળી, શિયાળ આદિએ જેમાં સ્પર્શ કર્યો છે. એવું મરણ પામનાર હાથી વગેરે ઢોરના શરીરે ગીધ આદિ ચોંટ્યા હોય કે શરીરમાં પણ પેઠા હોય એવાનું મરણ તે ગૃઘ્ધસૃષ્ટ મરણ કહેવાય. (૧૫) ‘મતરિશામળમ્' ભક્ત એટલે ભોજન ઉપલક્ષણથી પાણી આદિ અર્થાત્ “આ ભોજનપાણી આદિ મેં ઘણીવાર અનંતીવાર ખાધાં પીધાં, આ બધાં તો પાપનાં નિમિત્ત છે, તેનો ત્યાગ કરવો જોઈએ.’’ એમ ‘જ્ઞ’ પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા ભોજનાદિનો ત્યાગ કરીને મરણ પામે તે ભક્તપરિજ્ઞામરણ. (૧૬) ‘જ્ઞિનીમરણમ્’ નિયમિત કરેલા પ્રદેશમાં જ ચેષ્ટા કરતા મરવું તે ઇંગિની મરણ કહેવાય. આવું મરણ ચારે આહારનું પચ્ચક્ખાણ કરીને નિયમિત પ્રદેશમાં સ્વયં ઉર્તનાદિ કરતા મુનિઓને હોય છે. (૧૭) ‘પાપોપનમમરળમ્' પાદપ એટલે વૃક્ષ. ઉપ એટલે સરખું અને ગમ એટલે પામવું. અર્થાત્ જેમ પડેલું વૃક્ષ સમ-વિષમ સ્થાનાદિના વિચાર વિના જેમનું તેમ પડ્યું રહે, માત્ર બીજાના કંપાવ્યાથી કંપે તેમ આવા પ્રકારના અનશનને અંગીકાર કરેલા પૂજ્ય મુનિરાજો પોતાના સ્થિર અંગોને સમ-વિષમ જે સ્થાનમાં પડ્યા હોય, ત્યાં તેમના તેમ રહે પણ હાલે-ચાલે નહીં. આ રીતનું મરણ પાદપોપગમમરણ કહેવાય. આમાં છેલ્લા ત્રણ મરણનું ફળ મુક્તિ અથવા વૈમાનિકદેવપણું છે. ત્રણેમાં સરખું ફળ બતાવવા છતાં વિશિષ્ટ, વિશિષ્ટતર, વિશિષ્ટતમ ધીરજવાળાને ઉત્તરોત્તર ફળ સમજવું જોઈએ. વિશેષભાવ હોવાથી ત્રણમાં પ્રથમ મરણ નાનું-બીજું મધ્યમ અને ત્રીજું જ્યેષ્ઠ કહેવાય. સાધ્વીજીને ત્રણ પૈકી પ્રથમમરણ હોય છે. કહ્યું છે કે - Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ सव्वावि अ अज्जाओ, सव्वेवि य पढम संघयणवज्जा । सव्वेवि देसविरया, पच्चक्खाणेण उ मरंति ॥१॥ અર્થ:- સર્વ સાધ્વીઓ, પ્રથમ સંઘયણ વિનાના સર્વ જીવો અને સર્વે દેશવિરતિવાળા જીવો પ્રત્યાખ્યાનને જ મૃત્યુ પામે છે. અહીં પ્રત્યાખ્યાનનો અર્થ ભક્ત પરિજ્ઞા સમજવી. ઇંગિની નામનું અનશન અતિવિશિષ્ટ વૈર્યવાળાને જ હોય છે, એમ આ સાધ્વી આદિના નિષેધથી સમજાય છે. ત્યારે પાદપોપગમ તો વયના પરિપાકે દેવ-ગુરુને વંદનાદિપૂર્વક તેમની પાસે અનશન ગ્રહણ કરીને પર્વતની ગુફા આદિ નિર્જન તેમજ ત્રણ સ્થાવર જીવોથી રહિત જગ્યામાં વૃક્ષની જેમ નિશ્ચલ આંખના પલકારા વિના નિષ્ટ થઈને પ્રથમ સંહનનવાળાને, શરીરની કોઈપણ સાર-સંભાળ વિના, કોઈપણ સંસ્થાનમાંઆસનમાં સ્થિર થઈ પ્રશસ્ત ધ્યાન ધ્યાતાં પ્રાણાંત સુધી નિશ્ચળ રહેવું તે કહેવાય છે. આ બાબતમાં કહ્યું છે કે – पढमंमि अ संघयणे, वटुंतो सेलकुट्टसमाणो । तेसिं पि अ वुच्छेओ, चउदसपुटवीण वुच्छेए ॥१॥ અર્થ - પ્રથમ સંઘયણવાળા અને પર્વના શિખરની જેમ જેઓ અચળ હોય તેમને જ પાદપોપગમ નામનું અનશન હોય છે, ચૌદ પૂર્વોના ઉચ્છેદમાં તેમનો પણ ઉચ્છેદ થાય છે. આ ત્રણે પ્રકારના અનશન નિર્વાઘાતપણામાં લેખનાપૂર્વક જ કરવામાં આવે છે. નહીં તો આર્તધ્યાનનો સંભવ રહે છે. પરંતુ કોઈ જીવલેણ જેવી મોટી, વ્યાધિ, વીજળી ભીંત કે ગિરિશિખરનું પડવું કે સર્પાદિનું કરડવું વગેરે વ્યાઘાત પ્રાપ્ત થતાં સંલેખના વિના પણ આ અનશન લઈ શકાય છે. ઈવર કે માવજીવ આ બન્ને પ્રકારના અનશન તપ સમગ્ર કર્મનો ક્ષય કરનાર છે, તે બાબત દષ્ટાંત જણાવે છે. ધન્યમુનિનું દષ્ટાંત કાકંદીનગરીમાં ધના નામે શેઠને ધન્ય નામે પુત્ર હતો. યુવાવસ્થામાં તેની ભદ્રા માતાએ તેને બત્રીશ હવેલીઓ આપી અને બત્રીશ વણિકપુત્રીઓ સાથે એક જ દિવસે પરણાવ્યો. તે સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતાં પાણીના રેલાની જેમ કેટલોક સમય વીતી ગયો. તેના પરમ પુણ્યોદયે કાકંદીમાં પરમજ્ઞાની મહાઅતિશયશાલી ભગવાન મહાવીરદેવ પધાર્યા-ધન્યને પણ પ્રભુદર્શનની ઉત્કંઠા થઈ. તે પણ પગપાળો ભગવાનના દર્શને ગયો. પ્રશમરસના પ્રશાંત મહાસાગર દયાના અપૂર્વ નિધાન પરમાત્માને વંદન કરી ભવસંતાપનાશિની દેશના સાંભળવા બેઠો. તેનું ઊંડાણથી Page #329 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ૩૧૯ ચિંતન કરતાં તે વિરક્ત થયો. ઘેર આવી માતાને તેણે કહ્યું “હે માડી ! મને ઘણું મળ્યું છે. પણ શાંતિ નથી. ભગવાન કહે છે તેમ આ બધા સંયોગો સુખના નહીં પણ દુઃખના કારણ છે. મને આ ભોગ-ઉપભોગ-વિષયથી ઉગ થયો છે. સુખી થવાનો માર્ગ મહાવીરદેવ પાસે જ છે, માટે મને દીક્ષાની અનુમતિ આપો.” આ સાંભળી છળી ઊઠેલી માએ કહ્યું; “શું કહે છે બેટા? તે મારાથી કેવી રીતે બની શકે? નહીં, નહીં, દીક્ષા કાંઈ રમત છે? એ તો ઘણું જ કપરું કામ છે. ઇત્યાદિ કહી તેણે મુનિ જીવનની કઠોરતા, પરિષહોની વિશેષતા, ઉપસર્ગની ભયાનકતા, રસકસ વિનાનો-સ્વાદ વિનાનો ઠંડો આહાર, ઇત્યાદિ અનેક પ્રકારની કઠિનાઈ સમજાવી છતાં ધન્યને ગંદકીની જેમ વિષયભોગથી જાણે ધૃણા થઈ ગઈ હતી. તેની દઢ ભાવનાથી પ્રભાવિત થઈ ભદ્રામાતાએ તેની દીક્ષાનો ભવ્ય મહોત્સવ કર્યો ને આનંદિત થઈ પુત્રને દિક્ષા અપાવી. દીક્ષાના દિવસે જ ધન્યમુનિએ ભગવાનની સમક્ષ અભિગ્રહ કર્યો કે આજથી હે પ્રભુ ! આપની આજ્ઞાથી છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ. પારણામાં ગૃહસ્થ કાઢી નાખેલ રુક્ષ આહારથી આયંબિલ કરીશ. ભગવાને કહ્યું “હે ધન્ય ! જેમ સુખ ઊપજે તેમ તપોધર્મમાં ઉદ્યમ કર.” ભગવાનની આજ્ઞા પામી તે ધન્ય ધન્ય બની ગયા અને તપોધર્મમાં પ્રવર્યા. - પ્રથમ છઠ્ઠના પારણાના દિવસે પહેલી પોરિસીમાં સ્વાધ્યાય, બીજી પોરિસીમાં ધ્યાન કરી ત્રીજી પોરિસીમાં વંદનપૂર્વક પ્રભુજીની આજ્ઞા લઈ ભિક્ષા માટે ઊપડ્યા અને આયંબિલ યોગ્ય રુક્ષ આહાર લઈ પાછા ફર્યા પણ બીજી કશી જ અભિલાષા આહાર બાબત કરી નહીં. આ પ્રમાણે પારણાના દિવસે ગોચરીમાં આહાર-પાણી મળે કોઈવાર માત્ર જળ મળે તો પણ ખેદ કરતા નહીં, પણ તપોવૃદ્ધિની ભાવના ભાવતા, યોગ્ય આહાર મળે તો ભગવંતને બતાવી તેમની આજ્ઞાથી માત્ર શરીરને ટકાવવા પૂરતો આહાર કરતા, આવું ઘોર તપ કરતાં તેમનું શરીર ઘણું કૃશ થઈ ગયું. જાણે શરીરમાંથી માંસ તો સુકાઈ જ ગયું. હાડકાંના માળા જેવું શરીર તેઓ ચાલતા ત્યારે કોલસાથી ભરેલા ગાડાની જેમ ખખડતું. તે વિચરતાં વિચરતાં મહાવીર મહારાજા એકવાર રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં સમવસર્યા. શ્રેણિક રાજા અને પ્રજા ભગવાનને વાંદી કલ્યાણી વાણી સાંભળવા બેઠા. દેશનાના અંતે મગધસમ્રાટ શ્રેણિકે પૂછ્યું કે “હે ભગવાન્ ! આ બધા મુનિરાજોમાં દુષ્કરકારક કોણ છે?” ભગવાને કહ્યું આ ગૌતમ આદિ ચૌદ હજાર મુનિઓમાં આ ધન્યમુનિ મહાન નિર્જરા કરનાર દુષ્કરકારક છે. આ ભદ્રાદેવીના પુત્ર કાકંદીના ધન્ના અણગાર નિરંતર છઠ્ઠને પારણે આયંબિલથી પારણું કરે છે.” ઇત્યાદિ કથન સાંભળી શ્રેણિક ઘણા રાજી થયા ને તેમની પાસે જઈ કહ્યું, “હે મહામુનિ ! તમે ધન્ય છો, કૃતપુણ્ય છો,” ઈત્યાદિ અંત:કરણથી સ્તુતિ કરી પાછા ફર્યા. એકવાર રાત્રે જાગી જવાથી ધર્મજાગરિકા કરતાં ધન્ય મુનિએ નિર્ણય કર્યો કે “સુકાઈ ગયેલા શરીરવાળો હું સવારમાં ભગવાનની આજ્ઞા લઈ વિપુલગિરિ પર જઈ માસિક સંલેખનાપૂર્વક Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ શરીર શોષવી જીવિત-મરણમાં સમાન ભાવ રાખીને રહીશ.” અને પ્રભાતે તેમણે તે પ્રમાણે કર્યું. અંતે શુભ અધ્યવસાયમાં કાળ કરી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઊપજ્યા. તેમના કાળધર્મના વૃત્ત ભગવાનના સમવસરણમાં જાણી શ્રી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું, “ભંતે! આપના શિષ્ય શ્રી ધન્યમુનિ કાળ કરીને કઈ ગતિ પામ્યા?” ભગવંતે કહ્યું “હે ગૌતમ ! અહીંથી કાળ કરી ધન્યમુનિ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઊપજ્યા છે. ત્યાં તેત્રીશ સાગરોપમની આયુસ્થિતિ ભોગવી મહાવિદેહક્ષેત્રમાં ઉચ્ચકુળમાં ઉત્પન્ન થશે, ત્યાં દીક્ષા લઈ કેવળી થશે ને મુક્તિ પામશે. આ પ્રમાણે ધન્યમુનિ સમતાપૂર્વક પાપકર્મની નિર્જરા માટે બન્ને પ્રકારના અનશન તપનું આસેવન કરતા હતા અને દીક્ષા લેતાંની સાથે જ તેમણે તમામ પૌદ્ગલિક સુખની ઇચ્છા સમૂળગી છોડી દીધી હતી. “ધન્ય ધન્ના અણગાર.” ૨૮૫ બીજી તપાચાર - ઊણોદરી उनोदरितपोद्रव्य-भावभेदात्मकं परैः । विशिष्यज्ञायमानत्वात्, महत्फलं निरन्तरम् ॥१॥ અર્થ - દ્રવ્ય અને ભાવના ભેદવાળું ઊણોદરી તપ બે પ્રકારનું છે, તેની વિષતાને જાણવાથી તે સદા મહાન ફળને આપનારું થાય છે. આ અર્થમાં સમર્થન માટે આમ ભાવના કરવી કે રોજ આહાર કરવા છતાં સાધુ અને શ્રાવક આદિને ઊણોદરી તપથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે તેમાં ઉપકરણ અને ભોજન-પાણી સંબંધી ઊણોદરી તે દ્રવ્યથી ઊણોદરી અને ક્રોધાદિકનો ત્યાગ કરવો તે ભાવથી ઊણોદરી તપ જાણવું. સાધુ કે શ્રાવકાદિએ વિચિત્ર ઓડકાર આવે એટલું ઠાંસીને તો કદી પણ ખાવું જ નહીં. બ્રહ્મચર્યની નવ વાડના અધિકારમાં પણ વધારે ખાવાનો નિષેધ કરેલ છે, જો કે ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, અઠ્ઠાઈ, માસક્ષમણાદિ વિભિન્ન તપોમાં દ્રવ્યથી તો અનશનાદિનો નિષેધ કર્યો છે, પણ તે તપ કરનારે ભાવથી ક્રોધાદિકના ત્યાગરૂપ ઊણોદરી તપ અવશ્ય કરવું જોઈએ. નહીં તો ઉપવાસાદિકને માત્ર લાંઘણરૂપ ગણાવ્યું છે. કહ્યું છે કે – कषायविषयाहारत्यागो यत्र विधीयते । उपवासः स विज्ञेयः, शेषं लङ्घनकं विदुः ॥१॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૩૨૧ અર્થ:- જે ઉપવાસાદિકમાં કષાય, વિષય અને આહારાદિકનો ત્યાગ કરવામાં આવે તે જ તપ સમજવું ને અન્ય લાંઘણ જાણવી. દ્રવ્યથી ઊણોદરી તપનો આ પ્રકાર છે – એક કોળિયાથી માંડી આઠ કોળિયા સુધી જમવું તે પૂર્ણ ઊણોદરી કહેવાય. તેમાં એક કોળિયાનું પ્રમાણ જઘન્ય, આઠ કોળિયાનું પ્રમાણ ઉત્કૃષ્ટ અને બેથી સાત કોળિયાનું પ્રમાણ મધ્યમ છે. (૧) નવ કોળિયાથી માંડી બાર કોળિયા સુધી ખાવું તે અપાઈ ઊણોદરી. (૨) તેરથી માંડી સોળ કોળિયા સુધી ખાવું તે વિભાગ ઊણોદરી કહેવાય. (૩) સત્તરથી લઈ ચોવીશ કોળિયા સુધીનું જમવું તે પ્રાપ્ત ઊણોદરી કહેવાય. (૪) અને પચ્ચીશથી માંડી એકત્રીશ કોળિયા સુધી ખાવું તે કિંચિત્ ઊણોદરી કહેવાય. (૫) અહીં સર્વત્ર જઘન્ય આદિ ત્રણ ભેદ પહેલા પૂર્ણ ઊણોદરીની જેમ જ જાણવા. આવી રીતે પાણીની પણ ઊણોદરીની ભાવના કરવી. કોળિયાનું માપ બતાવતાં જણાવે છે કે – बत्तीसं कीर कवला, आहारो कुच्छिपूरओ भणिओ। पुरिसस्स महिलियाए, अट्ठावीसं भवे कवला ॥१॥ कवलस्स य परिमाणं, कुक्कुडिअंडगपमाणमित्तं तु । जं वा अविगिअवयणो, वयणमि छुभिज्ज विसंतो ॥२॥ અર્થ - બત્રીશ કોળિયા આહાર પુરુષનું પેટ ભરનાર થાય છે. સ્ત્રીઓ અઠ્ઠાવીશ કોળિયે ધરાય. (૧) કોળિયાનું પરિમાણ કૂકડીના ઈંડા જેટલું અથવા સ્વાભાવિક મોઢું ઉઘાડીને ભૂખ્યો માણસ મોઢામાં કોળિયો મૂકી શકે તેટલું કોળિયાનું પરિમાણ સમજવું. છ8-અટ્ટમ આદિ વિશેષ તપના પારણે પણ ખાસ ઊણોદરી કરવી તેથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેમ નખ હથેળીને અડે એવી મુઠ્ઠી ભરીને અડદ તથા એક ચળુ પાણી હંમેશાં છઠ્ઠને પારણે લેવામાં આવે તો છ મહિને તેજોલેશ્યા ઉત્પન્ન થાય છે, એમ શ્રી ભગવતીજી સૂત્રમાં લખ્યું છે. શ્રી મહાવીરદેવના મોઢે આવું સાંભળવાથી ગોશાલકે તેજોલબ્ધિ મેળવી હતી. આ ઊણોદરી તપ ઘણા લાભનું કારણ સમજી આહાર તેમજ અનાહારને દિવસે દ્રવ્ય-ભાવથી સદા સેવવું. તપાચારનો ત્રીજો આચાર - વૃત્તિસંક્ષેપ वर्तते ह्यनया वृति-र्भिक्षाशनजलादिका । तस्याः संक्षेपणं कार्य, द्रव्याद्यभिग्रहाञ्चितैः ॥१॥ અર્થ - જીવિકાનું નામ વૃત્તિ છે. જેનાથી જીવન ચાલે છે. ભિક્ષાથી મેળવેલા ભોજનપાણી સ્વરૂપ તે વૃત્તિ છે. આ વૃત્તિનો સંક્ષેપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ દ્વારા કરવો. તેનું નામ વૃત્તિસંક્ષેપ તપ કહેવાય. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ દ્રવ્યાદિક અભિગ્રહ - જેમ મુનિ ગોચરી જતાં ચાર પ્રકારનો અભિગ્રહ કરે, તેમાં દ્રવ્યથી પાત્ર ખરડાય નહીં તેવી લૂખી વસ્તુ લેવી અથવા ભાલાની અણીથી પરોવીને રોટલી આદિ આપે તે લેવું ઇત્યાદિ આ વિષયમાં મર્ષ આદિનાં દષ્ટાંતો જાણવા (૧) ક્ષેત્રથી એવો અભિગ્રહ ધારે કે એક ઘરથી કે બે ઘરથી કે અમુક ઘરથી જ લેવું. યા આ ગ્રામ કે પેલા ગ્રામથી જે મળે તે લેવું, અથવા ઘરની ડેલીમાં બે પગ વચ્ચે ઉંબરો રાખીને બેઠી બેઠો) હોય ને તે આપે તો જ લેવું. ઈત્યાદિ. કાળથી એવો અભિગ્રહ ધારે કે દિવસના અમુક ભાગમાં, કે બધા ભિક્ષુકો પાછા ફરી ગયા હોય પછી હું ગોચરીએ જઈશ. ઈત્યાદિ. (૩) ભાવથી એવો અભિગ્રહ કરે કે કોઈ હસતાં ગાતાં કે રોતાં આહાર આપે તો લેવો, કે કોઈ બંધાયેલો આપે તો આહાર લેવો-અન્યથા નહીં. ઇત્યાદિ. (૪) આ રીતે સાધુ સદા અભિગ્રહન કરે તો તેને પ્રાયશ્ચિત્ત લાગે છે, શ્રાવકો પણ સચિત્તાદિકનો અભિગ્રહ કરે છે. આ તપ છટ્ટ-અટ્ટમ વગેરે તપ કરતાં પણ અતિ દુષ્કર અને દુઃસાધ્ય છે. ને અધિક ફળદાયી પણ છે. કેમ કે છઠ-અક્રમ આદિ તો નિયત તપ છે, એટલે કે કાળ પૂરો થતાં જ પારણું થઈ શકે, ત્યારે આ તો દ્રવ્યાદિક અભિગ્રહ પૂર્ણ થશે કે કેમ? તે કોઈ જ જાણી શકતું નથી. માટે આ અનિયત છે. ભિક્ષા માટે ફરતાં મનની ધારણા ફળો, એવી ભાવના ન રાખવી. સ્વસ્થતાદિ ભિક્ષાટન કરવું પણ આહાર ગ્રહણમાં અતિપ્રીતિ રાખવી નહીં. આ તપ ઉપર શ્રી મહાવીર પરમાત્મા, ઢંઢણમુનિ, દઢપ્રહારી, શાલિભદ્ર, પાંડવ આદિનાં ઘણાં દષ્ટાંતો છે. ભીમસેને પણ દિક્ષા લઈ એવો અભિગ્રહ કર્યો હતો કે ભાલાની અણીથી જો મળે તો જ લઈશ અન્યથા નહીં લઉં. તે ભાગ્યવંતનો અભિગ્રહ પણ છ મહિને પૂરો થયો હતો. જ્યાં વૈર્ય છે ત્યાં સફળતા છે. ધૈર્યવાનને કાંઈપણ દુર્લભ નથી, તે ઉપર દઢપ્રહારીનું દૃષ્ટાંત છે. દઢપ્રહારીની કથા વસંતપુરનગરમાં દુર્ધર નામે બ્રાહ્મણ રહેતો જે સાતે વ્યસનમાં આસક્ત હતો. તેણે પોતાનું બધું જ ધન વ્યસનાદિમાં નષ્ટ કર્યું. છતાં તેની લત ન છૂટી. વ્યસન સેવવા તેણે ચોરીનો રસ્તો લીધો, તે કેટલીકવાર પકડાઈ જતો, લોકો શિખામણ આપતા પણ તેને કશી જ અસર થતી નહીં. રાજાએ પણ વારંવાર પકડાઈને આવતા આ બ્રાહ્મણને બીજી કોઈ સજા ન કરતાં સીમાપાર કર્યો. ભાગ્ય જોગે જંગલમાં જતાં તેને ચોરોની ટોળીની સંગત થઈ, ને તે ચોરો સાથે ચોર થઈ પલ્લીમાં રહેવા લાગ્યો. આગળ જતાં તે ટોળીનો આ બ્રાહ્મણ નાયક થયો. દુર્ધર ઘણો બળવાન હતો. તેનો પ્રહાર એટલો બધો પ્રબળ રહેતો કે ઊભા ને ઊભા માણસોને વાઢી નાંખતો, તેથી Page #333 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૩૨૩ “દઢપ્રહારી' એ નામે તે પ્રસિદ્ધ થયો. એકવાર તે પોતાની ટોળી સાથે કુશસ્થળ નામના નગરમાં લૂંટ કરવા ગયો. - તે ગામમાં ઘણા પુત્રાદિવાળો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. બાળકો ઘણા દિવસથી ખીર ખીર કરતાં હતાં. આજે ઘણી કઠિનાઈથી તેણે દૂધ-સાકર-ચોખા માંગીને ભેગા કર્યા હતા, ને બ્રાહ્મણીએ ખીર રાંધી હતી. ઘણા વખતે આજ ખીરના ભોજનને મહોત્સવ માનતો બ્રાહ્મણ નદીએ નહાવા ગયો. વિચાર્યું નાહીને શાંતિથી ખીર ખાઈશું. આ તરફ પેલા લૂંટારાની ટોળી ગામમાં પેઠી. તેમાંથી કેટલાક તે ગરીબ બ્રાહ્મણના ઘરમાં ઘૂસ્યા, ઘરમાં કાંઈ માલ તો મળ્યો નહીં. રાંધેલી ઊની ઊની ખીર હાથ લાગી. તે ભૂખ્યા થયા હતા. આ જોઈ બ્રાહ્મણ છોકરાઓ પોતાની ખીર જતી જોઈ રડારોળ કરવા લાગ્યા. એટલામાં બ્રાહ્મણ નાહીને ત્યાં આવ્યો. તેણે ખીર પડાવા અર્ગલા ઉપાડી ચોરોને ઝીંકવા માંડી. ચોરોમાં નાસભાગ થઈ ગઈ. દૃઢપ્રહારીએ જોયું કે આણે મારા ચોરોને માર્યા એટલે એ દોડતો ત્યાં આવ્યો, ને બ્રાહ્મણનું માથું એક ઝાટકે જુદું કરી નાંખ્યું. ત્યાં વળી તેના માર્ગમાં ગાય આવી. ગુસ્સામાં દઢપ્રહારીએ એક જ પ્રહારમાં ગાયને પણ ગરદને મારી, આ જોઈ રોતી પુકારતી બ્રાહ્મણી આવી. પોતાના પતિને મરેલો કપાઈ ગયેલો જોઈ તેણે હાહાકાર કરી મૂક્યો ને જોર જોરથી ગાળો દેવા લાગી કે “રે હત્યારા, પાપી ! તારું નાશ જજો. બ્રાહ્મણ-ગાયની હત્યા કરી ક્યાં છૂટવાનો છું? તારો કાળ જ આવ્યો છે.” ઇત્યાદિ તેની ગાળ અને શ્રાપ સાંભળી ઊકળી ઊઠેલા દઢપ્રહારીએ તે બાઈના પેટ પર એક ઝાટકો તલવારનો માર્યો.બાઈ સગર્ભા હોઈ તેનું બાળક પણ કપાઈને ધરતી પર તરફડવા લાગ્યું. આમ ગાય, બ્રાહ્મણ, સ્ત્રી અને બાળકની કરપીણ દશા જોઈ બ્રાહ્મણપુત્રો ઓ મા ! હા તાત! કહેતાં કરૂણ કલ્પાંત કરવા લાગ્યા. આ જોઈ દઢપ્રહારી વિચારવા લાગ્યો કે આ ઘોર દુષ્કર્મ કરનાર મને ધિક્કાર છે. આવા પાપીને તો નરકમાં પણ જગ્યા મળવી કઠણ છે. અરે રે ! બાપડા આ બાળકોનું હવે કોણ? આમનું શું થશે? આ પાપથી શી રીતે છૂટીશ? બળી મરું કે પર્વત પરથી પડું? આખો સંસાર ચીવટપૂર્વક સદાચારને સાચવે છે ત્યારે મેં દુરાચારને જ પાળ્યોપોપ્યો. આમ ઊંડા વૈરાગ્યમાં તરબોળ થઈ શુભ ધ્યાનમાં ત્યાંથી નાઠો, ગામથી થોડે દૂર જઈને તેણે ધ્યાનમાં રહેલા શાંત મુનિને જોયા. નમન કરી બોલ્યો; “મેં ઘણાં ઘોર પાપ કર્યા છે. મારો છુટકારો કેવી રીતે થશે? તમે બચાવી શકો. મારી રક્ષા કરો. મુનિએ કહ્યું, “આવા પાપથી તો તને ચારિત્ર જ બચાવી શકે ચારિત્રનો મહિમા મોટો છે. કહ્યું છે કે – एग दिवसं पि जीवो, पव्वज्जमुवागओअणूणमणो । जइवि न पावए मुक्खं, अवस्स वेमाणिओ होइ ॥१॥ અર્થ:- એક દિવસ પણ જો કોઈ શુદ્ધ ભાવથી સંયમને પામે તો તે કદાચ મુક્તિએ ન જાય તો વૈમાનિક દેવપણું તો અવશ્ય પામે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ આમ તે મુનિરાજ પાસેથી પાપના પ્રતિકારની પ્રક્રિયા જાણી દઢપ્રહારીએ તરત જ ત્યાં ને ત્યાં દીક્ષા લીધી. તે જ વખતે તેણે એક અભિગ્રહ પણ લીધો કે “આક્રોશ પરિષદને સહવા હું આ ગામમાં જ રહીશ. જયાં સુધી મારા પાપને લોકો યાદ કરાવે, ત્યાં સુધી મારે આહાર લેવો નહીં.” આવો ઘોર અભિગ્રહ લઈ દઢપ્રહારી દુષ્કર્મના નાશ માટે તે ગામમાં વિચારવા લાગ્યા. તેમને આવતા જોઈને જ લોકો બરાડી ઊઠ્યા; “જુઓ આ ધર્માત્મા આવ્યો. બ્રાહ્મણ-સ્ત્રી-ગાય જેવી ઘોર હત્યા કરી હવે સાધુ થયો છે.” કોઈ કહેતું અરે આવી તો કાંઈક હિંસા કરી છે ને ગામનાં ગામ લૂટ્યાં છે, સાધુ બન્યો છે, નહીં તો હમણાં એના જોવા જેવા હાલ થયા હોત. આમ અનેક રીતે લોકો તર્જનાદિ કરતા કોઈ વળી લાકડી કે પથરાનો ઘા પણ કરતા. આવા ઘણા પરિષહઉપદ્રવ પૃથ્વીની જેમ તે મુનિએ સહ્યા. ખૂબ શાંતરસમાં રમણ કરતા રહ્યા. લોકોના યાદ કરવાથી યાદ સાંભરી આવતું, ને મહાત્મા ભોજન લેતા પણ નહીં. આમ છ મહિના વીતી ગયા. સમતા દિવસો દિવસ વધતી ગઈ. તેમના પાપસમૂહનો નાશ થવા લાગ્યો. એક દિવસ શુદ્ધ ભાવનામાં તે આરૂઢ થયા-હે જીવ! ફળ તો બીના આધારે જ મળે. આમાં બિચારી આ જનતાનો શો દોષ? આ લોકો તો મારા દુષ્કર્મની ગ્રંથિ તોડવા માટે જ કઠોર ભાષા અને તાડનાદિનો પ્રયોગ કરે છે. ખરેખર તો આ લોકો તો મિત્ર સમાન આચરણ કરે છે. આ લોકોની તાડના-તર્જના તો અગ્નિથી સુવર્ણની જેમ મારા મેલને દૂર કરી શુદ્ધ જ આપે છે. આ બિચારાઓ તો મને દુર્ગતિમાંથી બહાર ખેંચી પોતે ત્યાં પડવા તૈયાર થયા છે. આવા મહાન ઉપકારીઓ પર શા માટે ક્રોધ કરવો ! તેમના પુણ્ય તેઓ મારાં પાપ ધોવે છે, આવા બાંધવ ક્યાં મળશે? મારે તેમને દોષ આપવાનો ન હોય. તેમના વધ-બંધન તો મારી મુક્તિ માટે જ છે. તો પછી હર્ષ સ્થાને વિષાદ શાને ? વિષાદ એટલો જ કે આ બિચારાઓને સંસાર વધશે. ઘણા લોકોએ તો માત્ર પકો તર્જના જ આપ્યા છે પણ માર્યો તો નથી. કોઈએ માર માર્યો પણ પ્રાણથી તો નથી જ માર્યો. કદાચ કોઈ જીવિતનો નાશ કરે પણ મારા ધર્મનો તો નાશ નથી જ કરવાના. ઊલટાનો તેઓ તો મારા આત્મામાં ઘર કરીને બેઠેલા ભાવચોરો કાઢવામાં મહાન સહાયક થયા છે. ઇત્યાદિ શુભ ભાવનામાં લીન થયેલા તે મુનિએ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ કેવળજ્ઞાનરૂપી સૂર્યની કાંતિથી આત્માને પ્રકાશિત કર્યો - અહો નોવેલોત્તર: શોપિ, તપ: મોતવડ મુકા नाविर्भवेत्पुनर्येन शोषितः कर्मवारिधिः ॥१॥ અર્થ:- અહો આશ્ચર્ય છે - કે આ તપસ્યારૂપી અગમ્યઋષિ કોઈ અલૌકિક જ છે, કે જેનાથી સુકાઈ (પીવાઈ ગયેલો સાગર ફરીથી પ્રકટ થતો નથી. मृत्तिका यस्य तत्रैव, पततीत्यन्यथा न हि । येन यत्रार्जितं कर्म, स्थाने तत्रैव निष्ठितम् ॥२॥ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪_ અર્થ - માટી યાની હોય ત્યાં જ પડે છે, આ વાત ખોટી નથી. કારણ કે જેણે કર્મ ઉપાર્જિત કર્યું તે કર્મ ત્યાં જ નષ્ટ કર્યું. એટલે જ્યાં કર્મ બાંધ્યું ત્યાં રહીને જ ખપાવ્યું. केवली सुरगणेन निर्मिते स्वर्णपङ्कजपदे स्थितश्व सः । तत्तपः स्तुतिवचोमृतैः शुभैः भव्यजन्तुसुमहीमसिञ्चयत् ॥३॥ અર્થ - દેવોના સમૂહે બનાવેલા સોનાના કમળ પર બિરાજી તે કેવળી ભગવંતે તપની સ્તુતિના વચનરૂપ શુભ અમૃતથી ભવ્ય પ્રાણીરૂપ ઉત્તમ પૃથ્વીને સીંચી. શ્રી વિજયલક્ષ્મસૂરિ વિરચિત ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ - ચોથો ભાગ - સંપૂર્ણ Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિરાટ પ્રકાશનના પ્રકાશનો - - - - છે ગુજરાતી હિન્દી • . (૧૨) શ્રી વર્ધમાન દેશના ............. ........ ગુજરાતી ચારુ ચારિત્ર....................................................... કુલદીપક કે કુલાંગાર? ..................... ............ ગુજરાતી શ્રાદ્ધાચારવિચાર ...હિન્દી (૫) શ્રી સમરાદિત્ય (સંપૂર્ણ) ....................................... (૬-૭) વિશાલ ભજનાવલિ ભાગ ૧-૨ ................. ............. હિન્દી (૮) વિશાલ ગીત ગુંજન. .. હિન્દી (૯-૧૦) વિશાલ સ્તવન માધુરી ભાગ ૧-૨ ...... ............હિન્દી (૧૧) રાજકુમારી સુદર્શના . ............. ...હિન્દી કુલભૂષણ........... ............ ગુજરાતી (૧૩) સિંહલની રાજકન્યા..... ............. ગુજરાતી (૧૪) સુદર્શન ચરિત્રમ્.... ................ સંસ્કૃત (૧૫) સુદંસણા ચરિયું ................ માગધી (૧૬) શ્રાદ્ધવિધિ પ્રકરણ ..... ............ ગુજરાતી (૧૭) સંબોધ પ્રકરણ (મૂળ).......... ......................... માગધી (૧૮-૨૨) ઉપદેશપ્રાસાદ ભાગ ૧ થી ૫ (પાંચમી આવૃત્તિ) ............... ગુજરાતી (૨૩) શ્રી મલયાસુંદરી ચરિત્રમ્. ................. સંસ્કૃત (૨૪) શ્રી ચંદ્રપ્રભજિન પૂજા સાથે ........ (૨૫) સુદર્શના (નવી આવૃત્તિ) .. ..હિન્દી (૨૬) સાધના સૌરભ................ ............ ગુજરાતી (૨૭) ભગવાન મહાવીરની અંતિમ દેશના ભાગ-૧-૨ (બીજી આવૃત્તિ) ગુજરાતી , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ગુજરાતી K ) •••••........... Page #337 -------------------------------------------------------------------------- ________________ ન ( ફીશ જ ર રા વ GUEET BHARAT GRAPHICS - Ahmedabad-1 Ph. 079-22134176, M : 9925020106 E-mail: bharatgraphics1@gmail.com