SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ આમ તે મુનિરાજ પાસેથી પાપના પ્રતિકારની પ્રક્રિયા જાણી દઢપ્રહારીએ તરત જ ત્યાં ને ત્યાં દીક્ષા લીધી. તે જ વખતે તેણે એક અભિગ્રહ પણ લીધો કે “આક્રોશ પરિષદને સહવા હું આ ગામમાં જ રહીશ. જયાં સુધી મારા પાપને લોકો યાદ કરાવે, ત્યાં સુધી મારે આહાર લેવો નહીં.” આવો ઘોર અભિગ્રહ લઈ દઢપ્રહારી દુષ્કર્મના નાશ માટે તે ગામમાં વિચારવા લાગ્યા. તેમને આવતા જોઈને જ લોકો બરાડી ઊઠ્યા; “જુઓ આ ધર્માત્મા આવ્યો. બ્રાહ્મણ-સ્ત્રી-ગાય જેવી ઘોર હત્યા કરી હવે સાધુ થયો છે.” કોઈ કહેતું અરે આવી તો કાંઈક હિંસા કરી છે ને ગામનાં ગામ લૂટ્યાં છે, સાધુ બન્યો છે, નહીં તો હમણાં એના જોવા જેવા હાલ થયા હોત. આમ અનેક રીતે લોકો તર્જનાદિ કરતા કોઈ વળી લાકડી કે પથરાનો ઘા પણ કરતા. આવા ઘણા પરિષહઉપદ્રવ પૃથ્વીની જેમ તે મુનિએ સહ્યા. ખૂબ શાંતરસમાં રમણ કરતા રહ્યા. લોકોના યાદ કરવાથી યાદ સાંભરી આવતું, ને મહાત્મા ભોજન લેતા પણ નહીં. આમ છ મહિના વીતી ગયા. સમતા દિવસો દિવસ વધતી ગઈ. તેમના પાપસમૂહનો નાશ થવા લાગ્યો. એક દિવસ શુદ્ધ ભાવનામાં તે આરૂઢ થયા-હે જીવ! ફળ તો બીના આધારે જ મળે. આમાં બિચારી આ જનતાનો શો દોષ? આ લોકો તો મારા દુષ્કર્મની ગ્રંથિ તોડવા માટે જ કઠોર ભાષા અને તાડનાદિનો પ્રયોગ કરે છે. ખરેખર તો આ લોકો તો મિત્ર સમાન આચરણ કરે છે. આ લોકોની તાડના-તર્જના તો અગ્નિથી સુવર્ણની જેમ મારા મેલને દૂર કરી શુદ્ધ જ આપે છે. આ બિચારાઓ તો મને દુર્ગતિમાંથી બહાર ખેંચી પોતે ત્યાં પડવા તૈયાર થયા છે. આવા મહાન ઉપકારીઓ પર શા માટે ક્રોધ કરવો ! તેમના પુણ્ય તેઓ મારાં પાપ ધોવે છે, આવા બાંધવ ક્યાં મળશે? મારે તેમને દોષ આપવાનો ન હોય. તેમના વધ-બંધન તો મારી મુક્તિ માટે જ છે. તો પછી હર્ષ સ્થાને વિષાદ શાને ? વિષાદ એટલો જ કે આ બિચારાઓને સંસાર વધશે. ઘણા લોકોએ તો માત્ર પકો તર્જના જ આપ્યા છે પણ માર્યો તો નથી. કોઈએ માર માર્યો પણ પ્રાણથી તો નથી જ માર્યો. કદાચ કોઈ જીવિતનો નાશ કરે પણ મારા ધર્મનો તો નાશ નથી જ કરવાના. ઊલટાનો તેઓ તો મારા આત્મામાં ઘર કરીને બેઠેલા ભાવચોરો કાઢવામાં મહાન સહાયક થયા છે. ઇત્યાદિ શુભ ભાવનામાં લીન થયેલા તે મુનિએ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ કેવળજ્ઞાનરૂપી સૂર્યની કાંતિથી આત્માને પ્રકાશિત કર્યો - અહો નોવેલોત્તર: શોપિ, તપ: મોતવડ મુકા नाविर्भवेत्पुनर्येन शोषितः कर्मवारिधिः ॥१॥ અર્થ:- અહો આશ્ચર્ય છે - કે આ તપસ્યારૂપી અગમ્યઋષિ કોઈ અલૌકિક જ છે, કે જેનાથી સુકાઈ (પીવાઈ ગયેલો સાગર ફરીથી પ્રકટ થતો નથી. मृत्तिका यस्य तत्रैव, पततीत्यन्यथा न हि । येन यत्रार्जितं कर्म, स्थाने तत्रैव निष्ठितम् ॥२॥
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy