________________
um
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ભાવાર્થ - “જિનેશ્વરદેવની પાસે આનંદથી દીપ પૂજા કરનાર માણસ નિધન ધનાની જેમ વિશાળ રાજ્ય સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે.”
દીપપૂજા વિષે ધનાનું દૃષ્ટાંત મગધ દેશમાં પદ્મપુર નામના નગર પર કલાકેલિ નામના રાજાનું શાસન હતું. પૂર્વભવના પુણ્યોદયથી તેની પાસે પાંચ લાખ ઘોડા, છસો મદોન્મત્ત હાથી અને અસંખ્ય રથ વગેરે હતા. • આ નગરના રળિયામણા પદ્મવનમાં એક ભવ્ય જિનમંદિર હતું. એક દિવસે આ વનમાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ પોતાના વિશાળ શિષ્ય પરિવાર સહિત પધાર્યા. ભગવંત માટે દેવોએ સમવસરણની રચના કરી. તેની બાર પર્ષદામાં કલાકેલી રાજા અને નગરજનો ભગવંતની ધમદશના સાંભળવા બેઠા. ભગવંતે માલકોષ રાગમાં દેશનાનો પ્રારંભ કર્યો :
મહ જિણાણે આણં, મિચ્છુ પરિહર ધરહ સમ્માં; છવિહ આવત્સયંમિ, ઉજ્જતો હોઈ પઈ દિવસ.
“હે ભવ્ય જીવો! જિનેન્દ્રની આજ્ઞાનો અમલ કરો. મિથ્યાત્વનો ત્યાગ કરો, સમ્યકત્વનો સ્વીકાર કરો અને દરરોજ છ પ્રકારના આવશ્યક કરવા માટે ઉદ્યમી બનો.”
પલ્વેસુ પોસહવયં, દાણું સીલ તવો આ ભાવો અ; સઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા અ.
“પર્વ તિથિએ પૌષધવ્રત કરો અને દાન, શીલ, તપ, ભાવના, સ્વાધ્યાય, નમસ્કાર, પરોપકાર અને યતના (જયણા) કરો.”
જિણપૂઆ જિણથુણણ, ગુરુથુઆ સાહમિઆણ વછલ્લ સવ્યવિરઈ મણીરહ, એમાઈ સઢ કિચ્ચાઈ.
જિનપૂજા, જિનેશ્વરની સ્તુતિ, ગુરુની સ્તુતિ, સાધર્મિક વાત્સલ્ય અને સર્વવિરતિનો મનોરથ કરો. શ્રાવકનાં આ કર્તવ્યો છે.”
શ્રાવકનાં છ આવશ્યક નિત્ય કર્તવ્યો સમજાવીને, શ્રી પાર્શ્વપ્રભુએ કર્મ અને આત્માના સ્વરૂપની સમજણ આપી; તેઓશ્રીએ ફરમાવ્યું કે જીવ આઠ કર્મોથી લેપાયેલો છે. કર્મના કારણે તે સંસારમાં વિવિધ ગતિઓમાં, વિવિધ સમય માટે પરિભ્રમણ કરતો રહે છે. સકલ કર્મનો નાશ થાય તો જ આત્માનું આ ભવભ્રમણ અટકે. જીવે પાપકર્મથી પણ મુક્ત થવાનું છે અને પુણ્યકર્મથી પણ મુક્ત થવાનું છે. આત્મા જયારે સ્વ-સ્વરૂપને પામે છે ત્યારે તેના સંસારનો-ભવ પરંપરાનો અંત આવે છે.
શ્રી વીતરાગ ભગવંતની પ્રેરક દેશના સાંભળીને ઘણાંએ તે જ સમયે ચારિત્ર અંગીકાર કર્યું (દીક્ષા લીધી). ઘણાએ શ્રાવકના બાર વ્રતના નિયમ લીધા. આ સમયે કલાકેલી રાજાએ