________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ યાત્રાએ પધાર્યા. ત્યાં માર્ગમાં કોઈ મિથ્યાત્વી દેવે મોટો ઉપસર્ગ કર્યો. શ્રી સંઘને દિગમૂઢ કરીને તેમના માર્ગમાં મોટો ડુંગર નિર્માણ કર્યો. આથી શ્રીસંઘ માટે આવવા-જવાનો માર્ગ બંધ થઈ ગયો.
આ ઉપસર્ગનું નિવારણ કરવા શ્રી વજસ્વામીજીએ શાસનદેવતાનું ધ્યાન ધર્યું. એ જ સમયે નવા જન્મેલા પેલા કપર્દી યક્ષે વિચાર કર્યો : “આવું દિવ્ય-સુખ મને શાનાથી મળ્યું? પૂર્વભવમાં મેં એવું તે શું પુણ્યકર્મ કર્યું હતું?” અને અવધિજ્ઞાનના પ્રભાવથી તેને જોયું અને જાણ્યું કે “વજસ્વામીજીએ આપેલ પચ્ચકખાણના ફળનો જ આ પ્રભાવ છે. આથી તે તરત જ પોતાના ઉપકારી ગુરુ ભગવંત પાસે આવ્યો. “મન્થણ વંદામિ” સુખશાતામાં છો. સાહેબ ! આપે મને ઓળખ્યો ?” યક્ષે વિનયથી પૂછ્યું.
વજસ્વામીજી પૂર્વધર હતા. જ્ઞાનના પ્રભાવથી તેમણે તેનો પૂર્વભવ જાણ્યો અને કહ્યો. સાંભળીને યક્ષે બે હાથ જોડીને કહ્યું : “હે ઉપકારી ભગવંતુ ! આપની સેવા કરવાનો મને અવસર આપો.' ગુરુ મહારાજે કહ્યું : “કોઈ મિથ્યાત્વી દેવે આ સંઘ ઉપર ઉપસર્ગ કર્યો છે તો તેને તું દૂર કર.'
આપની આજ્ઞા શિરોધાર્ય એમ નમન કરીને કપર્દી યક્ષ સિદ્ધગિરિ પહોંચ્યો. ત્યાં તેણે પેલા દેવને જીતીને તેને ભગાડી મૂક્યો. ઉપદ્રવ દૂર થતાં જ શ્રી સંઘ ગિરિરાજ પર ઉમંગથી આવ્યો. ત્યારે શ્રી વજસ્વામીજીએ કપર્દી યક્ષની શ્રી શત્રુંજય ગિરિરાજના અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપના કરી.
ભવ્ય જીવોએ આ આગમ-પ્રમાણ ઘટના વાંચીને ગંઠશીનું પચ્ચકખાણ કરવા ઉદ્યમ અને પ્રયત્ન કરવો.
દસમું નિવિપ્રત્યાખ્યાન છે. તેમાં સર્વ વિગઈનો ત્યાગ કરવાનો છે. તેમાં આઠ કે નવ આગાર છે. તેમાં કઠણ, માખણ, ગોળ આદિ ઉખેડી શકાય તે યુક્ત “ઉખિત વિવેગેણે આગાર સહિત નવ આગાર સમજવા અને પ્રવાહરૂપ ઉખેડી ન શકાય તેવી વિગઈનું પચ્ચકખાણ કરે તેને તે આગાર વિનાના બાકીના આઠ આગાર હોય છે. જિજ્ઞાસુઓએ વધુ સમાજ માટે પ્રવચન સારોદ્ધારની વૃત્તિ વાંચવી.
દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને મીઠાઈ આ છ વિગઈ કહેવાય છે. તે દરેકના પાંચ પાંચ નિવિયાતા થાય છે. દા.ત. ખીર, દૂધપાક, બાસુંદી વગેરે. વિગઈ અંગે પચ્ચખાણ ભાષ્યમાં કહ્યું
વિગઈ કે નિવિયાતાને વિગતિ (નરકાદિ ગતિ)થી ભય પામેલો સાધુ (સાધક) વાપરે તો વિકૃતિના સ્વભાવવાળી આ વિગઈ જીવને ઢસડીને દુર્ગતિમાં લઈ જાય છે. અર્થાત્ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન ખાવાથી સરવાળે મન વિકારી ને વિકૃત બને છે. આ તેનો મૂળભૂત