SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ ૨૭૫ સાથે તુરત પ્રાણનો નાશ કરે છે તેમ, આ અનુષ્ઠાન પણ સત્ ચિત્તનો તુરત નાશ કરે છે. (૨) ભવાંતરમાં દેવસંબંધી ભોગની પ્રાપ્તિની ઇચ્છાથી આચરેલું અનુષ્ઠાન તે ગરલ અનુષ્ઠાન કહેવાય. જેમ હડકાયા કૂતરાનું વિષ અથવા ખરાબ દ્રવ્યના સંસર્ગથી ઉત્પન્ન થયેલું ગરલ જાતિનું વિષ કાળાંતરે હણે છે તેમ આ અનુષ્ઠાન પણ અદષ્ટ પુણ્યફળની પ્રાપ્તિ થયા છતાં પણ કાળાંતરે અશુભ ફળ આપનાર બને છે. (૩) પ્રણિધાનાદિના અભાવે-ઉપયોગાદિને અભાવે સંમૂચ્છિમ જીવની વૃત્તિ જેવાં અનુષ્ઠાનને અન્યોન્યાનુષ્ઠાન કહે છે. આ પણ ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞાના ભેદવાળું છે. (અ) સૂત્ર તથા ગુરુમહારાજના વાક્યની અપેક્ષા વિના અધ્યવસાય રહિત શૂન્ય ચિત્તે જ્ઞાન વિના જે અનુષ્ઠાન કરવું તે ઓ સંજ્ઞા અને (ક) “વર્તમાન કાળમાં શુદ્ધ ક્રિયા શોધવા જઈએ તો. તીર્થના ઉચ્છેદનો ભય ઊભો થાય માટે જેમ કરતા હોઈએ તેમ કરીએ.” એમ સમજીને બધા લોકો કરે તેમ અનુષ્ઠાન કરે તે લોકસંજ્ઞા અનુષ્ઠાન કહેવાય. તીર્થોચ્છેદના ભયથી બધા સાથે અશુદ્ધ કરવી તે તો ગતાનુગતિક થયું. તેથી તો સૂત્રમાં જણાવેલી ક્રિયાનો જ લોપ થયો તથા આ ધર્મક્રિયાને ઘણા લોકો કરે છે, માટે અમે પણ કરીએ છીએ એવું કહીએ-માનીએ તો મિથ્યાત્વીઓની ક્રિયા ને ધર્મ કોઈ વખત પણ છૂટશે નહીં માટે ગતાનુગતિથી સૂત્ર વર્જિત ઓઘસંજ્ઞાથી અથવા લોકસંજ્ઞાથી કરવામાં આવતી ક્રિયા તે અન્યોન્યાનુષ્ઠાન પણ અસત્ અનુષ્ઠાન જાણવું. આ અનુષ્ઠાન અકામનિર્જરાને કરનારું ને કાયફલેશનું કારણ જાણવું. (૪) માર્થાનુસારીપણું પામી ઉપયોગપૂર્વક શુભક્રિયામાં રોગયુક્ત અનુષ્ઠાન કરે તે તદ્ધતુ અનુષ્ઠાન કહેવાય. આ ચોથું અનુષ્ઠાન પણ એક પુલ પરાવર્તન કાળ સંસાર શેષ રહે ત્યારે જ પ્રાપ્ત થાય છે. આને ચરમાવર્તની યુવાવસ્થા કહી છે, તેથી અન્યને બાલ્યાવસ્થા કરી છે. જેમ યુવાવસ્થાને પામેલ માણસને બાલ્યકાળની ક્રિયાઓ લજ્જાસ્પદ લાગે છે તેમ ધર્મ રાગથી યુવાન બનેલ જીવને અસતુ ક્રિયાઓ લજ્જાને માટે જ થાય છે. (૫) સ્યાદ્વાદ પક્ષની આજ્ઞા માન્ય કરવાપૂર્વક અંતઃકરણમાં સંવેગ ધારણ કરીને ચિત્તની શુદ્ધિથી જે ક્રિયામાં આદર થાય તે અમૃતાનુષ્ઠાન કહેવાય. આ પાંચમાં અનુષ્ઠાનવાળા જીવને સમ્યક પ્રણિધાન અને કાલાદિક પાંચે હેતુનું યથાર્થ ગ્રાહ્યપણું હોય છે. સર્વ શુભ ક્રિયાઓ અનુષ્ઠાનો સમ્યકત્વ સહિત હોય તો જ ફળ આપનાર બને છે. કહ્યું છે કે – सम्सक्त्वहिता एव शुद्धा दानादिकाः क्रियाः । तासां मोक्षफलं प्रोक्ता, यदस्य सहचारिता ॥१॥ અર્થ - જો સમ્યકત્વ યુક્ત હોય તો જ દાનાદિ સર્વ ક્રિયા શુદ્ધ છે ને તો જ તેનું મોક્ષ ફળ છે. કારણ કે તે ક્રિયામાં સમ્યત્વનું સહચારીપણું છે. સમક્રિયાની અભિલાષાવાળાએ ચિત્તશુદ્ધિ પર અવશ્ય ધ્યાન આપવું જોઈએ. કહ્યું उचितमाचरणं शुभमिच्छता, प्रथमतो मनसः खलु शोधनम् । गदवतां ह्यकृते मलशोधने किमुपयोगमुपैति रसायनम् ॥१॥
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy