SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ किं करोति गुरुः प्राज्ञः, मिथ्यात्वमूढचेतसाम् । शिष्याणां पापरक्तानां, मङ्खलीपुत्रसदृशाम् ॥ “મિથ્યાત્વથી મૂઢ બુદ્ધિવાળા ને પાપકર્મમાં આસક્ત થયેલા ગોશાળક જેવા કુશિષ્યને માટે જ્ઞાની ગુરુ પણ શું કરી શકે?” સાર : સદુગરનો સંગ થયા પછી તેમનાં વચનોમાં કદી ય અશ્રદ્ધા ન કરવી. સદ્ગુરુનું અપમાન ન કરવું. કદાગ્રહી બનીને ગુરુને જૂઠા પાડવાનો પ્રયત્ન ન કરવો. ૨૫૫ પરમાત્માની આશાતનાનું ફળ प्रभोराशातनां. तन्वन्, अल्पधीर्मङ्गुलीसुतः । निजात्मानं भवौधेषु, न्यधादहो कुतर्कता ? ॥ “પરમાત્માની આશાતના કરતાં અલ્પબુદ્ધિવાળા મંખલીપુત્ર ગોશાળે પોતાના આત્માને જ ભવસાગરમાં નાંખ્યો. જુઓ તો ખરા? આ તે કેવી કુતર્કતા?” શ્રી ગૌતમસ્વામીએ વિનયથી પૂછ્યું: “હે ભગવંત! દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી મખલીપુત્રની શી ગતિ થશે?” ભગવાન શ્રી મહાવીર બોલ્યા: “હે ગૌતમ ! સાંભળ. ગોશાળક દેવલોકમાંથી આવીને, આ ભરતક્ષેત્રમાં શતદ્વાર નામના શહેરમાં સુમતી રાજાની રાણી સુભદ્રાની કુક્ષિએ પુત્રરૂપે ઉત્પન્ન થશે. તેનું નામ મહાપદ્મ પાડવામાં આવશે. તે આ નામ ઉપરાંત દેવસેન અને વિમલા વાહન નામોથી પણ વિખ્યાત થશે. મોટી ઉંમરે તેને ચાર દાંતવાળો સફેદ હાથી પ્રાપ્ત થશે અને રાજા બનશે. રાજા બનીને ગોશાળકનો જીવ શ્રમણો અને સાધુઓની અવહેલના અને અનાદર કરશે. સમજુ લોકો તેને વિનયથી તેમ નહિ કરવા સમજાવશે. આથી તેમ કરતાં તે સંકોચ અનુભવશે. ત્યાં એક દિવસ મહાપા રથમાં બેસીને જઈ રહ્યો હશે ત્યારે તેની નજર માર્ગની એક બાજુએ છઠ્ઠના પારણે છઠ્ઠ કરનાર ત્રણ જ્ઞાનધારક સુમંગલ મુનિને આતાપના લેતા જોશે. તેમને જોઈ તે દ્વેષથી રથને જોરથી હંકારીને એ મુનિને ઇરાદાપૂર્વક પટકી પાડશે. મુનિ ઊભા થશે. ફરી પાછા તેમને ભોંય પછાડશે. ફરી ઊભા થઈને મુનિ વિચારશે કે આ મને આમ અકારણ કેમ સતાવતો હશે? અને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકશે અને જાણશે કે “અરે ! આ તો તીર્થંકર
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy