SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૧૧ તને તારા મહેમાનોનો મેળાપ ન થાય, પરંતુ તારે બીજે ગામ આજે જવું જ પડશે.' આમ બોલીને ક્ષેમંકરે પણ કર્મ બાંધ્યું. તેવામાં કોઈ બે મુનિ ગોચરી (ભિક્ષા) માટે પધાર્યા. તેમને જોઈને ક્ષેમંકર અને સત્યશ્રી બન્નેએ પ્રેમથી ગોચરી વહોરાવી. તેમનો ભક્તિભાવ જોઈને ચંદ્રસેને અનુમોદના કરી : ‘આ દંપતીને ધન્ય છે કે તેઓ આવી અનુપમ ગુરુભક્તિ કરે છે' એ જ સમયે ત્રણે ૫૨ વીજળી પડી અને ત્રણેય એક સાથે જ મૃત્યુ પામ્યા. એ ક્ષેમંકરનો જીવ તે તું અમરદત્ત, સત્યશ્રી તે તારી પત્ની રત્નમંજરી અને ચંદ્રસેન ચાકર તે આ ભવે તારો મિત્ર મિત્રાનંદ થયો. ચાકરે મુસાફરને ઊંચો બાંધવાનું કહ્યું હતું તે મરીને પેલા વડ પર વ્યંતર થયો. પૂર્વભવનું વૈર યાદ કરીને તે આમ બોલ્યો હતો. પોતાનો પૂર્વભવ સાંભળીને અમરદત્ત અને રત્નમંજરીને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પછી તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. પુત્રને રાજ સોંપીને બન્નેએ દીક્ષા લીધી અને કાળક્રમે મોક્ષે ગયા. આ કથામાંથી ભવ્ય જીવોએ શીખવાનું છે કે ક્યારેય પણ કોઈના ઉપર ગુસ્સો ન કરવો. ગુસ્સામાં પણ કદી આકરાં ને કડવાં વચન બોલવાં નહિ. કડવી અને ક્રૂર વાણી બોલવાથી નિકાચિત કર્મ બંધાય છે અને તેને લીધે અનંતા ભવમાં ભમવું ને ભટકવું પડે છે. આથી દરેક પ્રસંગે સમતાભાવ રાખવો અને દરેકની સાથે, દરેક પ્રસંગે હંમેશાં પ્રિય અને હિતકારી જ બોલવું. ૨૪૨ માનનો ત્યાગ કરવો मानत्यागान्महौजस्वी, तत्त्वज्ञानी सुदक्षताम् । दधन् दधौ महज्ज्ञानं, बाहुबली मुनीश्वरः ॥ “મોટા પરાક્રમી, તત્ત્વજ્ઞાની અને અતિદક્ષપણાને ધારણ કરનાર બાહુબલી મુનીશ્વરે માનનો ત્યાગ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું,” બાહુબલીનું દૃષ્ટાંત ભગવાન ઋષભદેવને સો પુત્ર હતા. ભરત તેનો પાટવીકુંવર હતો. બધા પુત્રોને અલગ અલગ રાજ્યોની વ્યવસ્થા સોંપીને ઋષભદેવે દીક્ષા લીધી. તે પછી ભરત ચક્રવર્તી થવા છ ખંડ ઘૂમી વળ્યો. સાઠ હજાર વરસે તે છ ખંડનો વિજેતા બન્યો. ચક્રવર્તીનો રાજ્યાભિષેક કરવાનો સમય થયો ત્યારે તેણે પોતાના ભાઈઓને જ ન જોયા. આથી તેણે દૂત મોકલીને એ સૌને પોતાની આજ્ઞા માનવા કહેવડાવ્યું. ભાઈઓએ વળતું કહેવડાવ્યું : ‘પિતાજીએ અમને રાજ્ય આપ્યું છે પછી અમે શા માટે
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy