________________
૨૮૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
અર્થાત્ જે બાધક કારણો છે તે કોઈ વખત સાધકને સંવ૨૫ણે પણ પરિણામ પામે છે, ને ક્યારેક અન્યથા પરિણામ પણ પામે છે.
માટે બાહ્ય હેતુમાં કોઈપણ પ્રકારનો નિશ્ચિત નિયમ જ નથી. પણ નિશ્ચયે કરી આત્મા પોતે જ ભાવની વિચિત્રતાને લઈ આશ્રવ-સંવરરૂપ છે. વ્યવહારદક્ષ માણસો શાસ્ત્ર અને ગુરુ આદિકના વિનયને તેમજ આવશ્યક ક્રિયાઓને સંવરના અંગરૂપ કહે છે. વળી તેઓ પ્રશસ્ત રાગવાળા ચારિત્રાદિક ગુણોના વિષયમાં પણ શુભ આશ્રવનો આરોપ કરે છે, અને તેના ફળમાં ભેદ રહે છે. અશુદ્ધ નયના આધારે આશ્રવ અને સંવરના ભેદ છે, પણ તે બન્ને સંસારના જ હેતુ હોઈ શુદ્ધ નયમાં તેવો ભેદ નથી. શુદ્ધ નયે તો સંસારને સિદ્ધ બન્ને સરખાં જ છે.
કર્મનો નાશ તેનું નામ નિર્જરા, તે પણ આત્મા નથી પણ કર્મનો પર્યાય છે. જે ભાવથી કર્મની નિર્જરા થાય છે તે ભાવ-વસ્તુ આત્મા જ છે, જે શુદ્ધ જ્ઞાનથી યુક્ત છે. આત્માની શક્તિથી ઉત્પન્ન થયેલું અને જે ચિત્તવૃત્તિનો નિરોધ કરે છે તેનું નામ તપ છે, તે તપના બાર ભેદ છે. જેમાં કષાયોનો નિરોધ થતો હોય ને જેમાં આત્મતત્ત્વ અને જિનેશ્વરનું ધ્યાન થતું હોય તે શુદ્ધ તપ સમજવું, બાકીનું લાંઘણ કહ્યું છે. કારણ કે માત્ર ભૂખે રહેવું-શરીર ગાળવું એ જ તપનું લક્ષણ નથી, પણ પરીષહાદિ સહવા, બ્રહ્મચર્ય, ગુપ્તિ-સમિતિ આદિ સ્થાપના જ્ઞાનને, તપના શરીરની ઉપમા આપી છે. કર્મને તપાવનાર હોવાને કારણે જ્ઞાનને જ તપ કહ્યું છે, આ બાબતને જે જાણતો નથી, ને જેનું અંતઃકરણ વિદ્યાત પામ્યું છે, તેવા જીવો વિપુલ નિર્જરા શી રીતે કરી શકે ? મુનિશ્રેષ્ઠો તો જ્ઞાનયોગને જ શુદ્ધ તપ કહે છે. ને તેવા તપથી નિકાચિત કર્મનો ક્ષય થઈ શકે છે. કારણ કે જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે અપૂર્વકરણ અને શુદ્ધ શ્રેણિ પ્રાપ્ત થાય છે. તેથી નિશ્ચયે પૂર્વકર્મનો સ્થિતિક્ષય થાય છે. માટે જ્ઞાનમય શુદ્ધ તપસ્વી જ ભાવનિર્જરા કરે છે. શુદ્ધ નિશ્ચયનયે જોતાં તો સર્વદા શુદ્ધ એવા તપસ્વીને તે ભાવનિર્જરા પણ કાંઈ જ નથી, સહેલ છે.
કર્મ અને આત્માનું તાદાત્મ્ય થવું તે દ્રવ્ય બંધ કહેવાય, તેના ચાર પ્રકાર છે. તે બંધના હેતુરૂપ આત્માના અધ્યવસાયને ભાવબંધ કહેવાય. જેમ પોતાના શરીરથી જ પોતાના શરીરને વીંટે છે. તે જ પ્રમાણે ને તે ભાવથી પરિણામ પામેલો આત્મા પોતાના આત્મા દ્વારા જ આત્માને બાંધે છે. જેમ શંખનો રંગ સફેદ છતાં નેત્ર વ્યાધિ (કમળો આદિ)થી પીળો જણાય છે, તેમ શાસ્ત્રજ્ઞાન છતાં મિથ્યાબુદ્ધિના સંસ્કારથી જીવને બંધની બુદ્ધિ થાય છે જે માણસો સાંભળીને માનીને તથા વારંવાર સ્મરણ કરીને તત્ત્વનો સાક્ષાત્ અનુભવ કરે છે, તેઓને બંધની બુદ્ધિ રહેતી નથી. તેમનો બંધરહિત એવો આત્મા પ્રકાશ પામે છે.
કર્મ-દ્રવ્યના ક્ષયને દ્રવ્ય મુક્તિ કહેવામાં આવે છે. તે આત્માનું લક્ષણ નથી અને તે કર્મદ્રવ્યનો ક્ષય કરવામાં હેતુભૂત જે રત્નત્રયીમય આત્મા તે ભાવમોક્ષ કહેવાય છે. તે આત્માનું લક્ષણ છે. જ્યારે આત્મા જ્ઞાન-દર્શન-ચારિત્રથી એકાકાર થાય છે ત્યારે જાણે બધાં કર્મો ખૂબ જ ખિજાયાં હોય તેમ તત્કાળ તેનાથી દૂર ભાગે છે. આમ થવાથી ભિન્ન લિંગ ધારણ કરવા છતાં આત્મા