SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ નહીં અને માન-મર્યાદા ઊંચે મૂકીને આહાર આદિ કરવા કરાવવા ને બોલવા લાગ્યા. આથી આચાર્યશ્રી ઉદ્વિગ્ન થયા અને કંટાળીને એક રાત્રિએ શય્યાતર શ્રાવકને પરમાર્થ સમજાવી, શિષ્યોને સૂતા મૂકી તેઓ એકલા ગુપચુપ વિહાર કરી ગયા. વિહાર કરતાં ક્રમે કરી તેઓ સ્વર્ણભૂમિએ પધાર્યા. તે વખતે તેમના પ્રશિષ્ય સાગરચંદ્રમુનિ ત્યાં બિરાજતા હતા, ત્યાં આવી ઈરિયાવહી પડિક્કમી કાજો લઈ સ્થાને બેઠા, સાગરમુનિએ તેમને કોઈ દિવસ જોયેલા જાણેલા ન હોઈ તેમને આદર કે વંદના ન આપ્યાં. થોડીવારે તે બોલ્યા “વૃદ્ધ મુનિ, તમે ક્યાંથી આવો છો?” બધું જાણવા છતાં કાલિકાચા ગાંભીર્યપૂર્વક જરાય ઉગ્ર થયા વિના શાંતિથી કહ્યું હું અવંતીનગરીથી આવું છું.” પછી તેમને જ્ઞાનપૂર્વક સમગ્રક્રિયા કરતા જોઈ સાગરમુનિએ વિચાર્યું. “આ વૃદ્ધ ખરેખર બુદ્ધિમાન અને કુશળ જણાય છે.” પછી પોતાના શિષ્યોને ભણાવતાં અભિમાનપૂર્વક તેમણે કહ્યું : વૃદ્ધ મહારાજ ! હું આ બધાંને શ્રુતસ્કંધ ભણાવું છું. તમે પણ સાંભળો.” તેમણે ગંભીરતા જાળવી. સાગરમુનિ બુદ્ધિકૌશલ્ય બતાવવા ઊંડાણપૂર્વક પર્યાલોચન અને અર્થવિજ્ઞાન કહેવા લાગ્યા જે સામાન્ય બુદ્ધિવાળાને ગ્રાહ્ય પણ ન થઈ શકે. વાંચનામાં મગ્ન થઈ જવાથી તેમને કાળનો ખ્યાલ પણ રહ્યો નહીં. “અજ્ઞાન સમાન શત્રુ નથી.” આ તરફ ઉજ્જયિની નગરીમાં પ્રાતઃકાળે બધા સાધુઓ ઊઠી ઘણી પ્રતીક્ષા કરવા છતાં ગુરુ મહારાજ ન આવ્યાથી અજંપો અનુભવવા લાગ્યા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમની વ્યાકુળતા વધતી ગઈ. અંતે ઉપાશ્રયના સ્વામી શ્રાવક પાસે જઈ પૂછ્યું કે “અમારા ગુરુમહારાજ ક્યાં ગયા? વહેલી સવારથી તેમનો પત્તો નથી.” શ્રાવકે ખિજાઈને કહ્યું: “તમારા માટે ઘણી શરમની વાત છે. શ્રીમાનું આચાર્યદેવે તમારા હિત માટે તમને કેટલો હિતોપદેશ આપ્યો. ખૂબ સમજાવ્યા, પ્રેરણા પણ ઘણી કરી તેમ છતાં તમને સદાચારનાં મૂલ્ય ન સમજાયાં. તમારા જેવા પ્રમાદી શિષ્યોથી ગુરુના કયા પ્રયોજનની સિદ્ધિ થવાની હતી? અંતે તેઓશ્રી તમને ત્યજીને ચાલી ગયા છે.” આ સાંભળી તે સાધુઓ લજ્જિત અને ખિન્ન થઈ ગયા. તેમને ગુરુમહારાજની મહાનતા અને વ્યથા સમજાઈ. અંતે ઘણા દુઃખિત થઈ તેમણે શ્રાવકને વિનંતી કરી કે “અમારા પર પ્રસન્ન થઈ તમે એકવાર એટલું કહો કે અમારા પરમ ઉપકારી ગુરુમહારાજ કઈ તરફ ગયા છે ? એમના વિના અમે અનાથ થઈ ગયા છીએ. અમારી ભૂલ અમને સમજાઈ છે. અમારાં કર્યાનું ફળ અમને મળી ગયું છે. હવે માત્ર અમારા ગુરુભગવંતની ભાળ આપો, જેથી તેમને પામી અમે સનાથ થઈએ. આ પ્રમાણે શિષ્યો ઘણા કરગર્યા ને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. અંતે ઘણા પ્રયત્ન શ્રાવકે વિહારની દિશા બતાવી. બધા ભેટ બાંધી ઉગ્ર વિહારે નીકળી પડ્યા ને ગુરુને શોધતાંશોધતાં સાગરમુનિના ઉપાશ્રયે આવી પહોંચ્યા. પોતાના ગુરુજીની તપાસ કરતાં તેમણે સાગરમુનિને પૂછ્યું કે “અમારા પૂજ્ય ગુરુવર્ય શ્રી કાલકાચાર્ય અહીં આવ્યા છે કે આવ્યા હતા?’ સાગરમુનિએ કહ્યું: “તેઓશ્રી તો મારા દાદાગુર થાય. એ સમર્થ વ્યક્તિ કાંઈ અજાણી રહે? જો કે હું તેમને દીઠે
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy