SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૧૨૭ મંગલ પ્રસંગે સિંહકેસરિયા લાડવાની પ્રભાવના થઈ રહી હતી. લોકો મોટેથી આ પ્રભાવનાની અનુમોદના કરી રહ્યા હતા. તપસ્વી મુનિએ એકથી વધુવાર સિંહકેસરિયા લાડવાનું નામ સાંભળ્યું. આથી તેમણે મનમાં નિર્ણય (અભિગ્રહ) કર્યો કે “આજે ગોચરીમાં માત્ર સિંહકેસરિયા લાડવા જ વહોરવા.” ધર્મલાભ.” શ્રાવકે તપસ્વી મુનિનું ભાવથી સ્વાગત કર્યું. “પધારો ભગવંત!અને તેમને વહોરાવા માટે એકથી વધુ વાનગીઓ કાઢી. મુનિ મૌનભાવે ગોચરી લીધા વિના જ પાછા ફરી ગયા. શ્રાવકે માન્યું કે મુનિને કોઈ અભિગ્રહ હશે તેથી જ ગૌચરી લીધા વિના પાછા ફરી ગયા હશે. ત્યાંથી મુનિ બીજા શ્રાવકને ત્યાં ગયા. તેને ત્યાં પણ સિંહકેસરિયા લાડુ ન મળ્યા. ત્યાંથી ત્રીજા ઘરે ગયા. ત્યાંથી ગોચરી લીધા વિના પાછા ફર્યા. આમ ફરતાં-ફરતાં સાંજ પડવા આવી છતાં ય તે ગોચરી માટે ફરતા જ રહ્યા. તેમના મનમાં હવે સિંહકેસરિયા લાડુ જ રમતા હતા. અત્યાર સુધી ક્યાંયથી તે ન મળ્યા તેથી તે ખિન્ન અને ઉદાસ પણ બન્યા. છતાંય સિંહકેસરિયા વહોરવા માટે સાંજ પછી પણ તે ગોચરી માટે ફરતા રહ્યા ફરતા જ રહ્યા. સૂર્ય આથમી ગયો. સંધ્યાના રંગો પણ વીખરાઈ ગયા. આકાશમાં તારલા ચમકવા લાગ્યા. તપસ્વી મુનિ એક શ્રાવકના ઘરના આંગણે જઈ ઊભા રહ્યા. બોલ્યા: ‘સિંહકેસરિઆ...” શ્રાવક વિચારમાં પડી ગયો. આંગણે સિંહકેસરિયા કોણ બોલે છે? તે ઊભો થયો. બહાર આવ્યો, તેની આંખો વિશ્વાસ ન કરી શકી. સામે કૃશકાય અને તેજસ્વી સાધુ ઊભા હતા. તેના આશ્ચર્યની અવધિ ન રહી. આ સાધુ! ધર્મલાભના બદલે “સિંહકેસરિયા” કેમ બોલ્યા હશે? શ્રાવક વિવેકી અને જ્ઞાની હતો. મશાલના અજવાળામાં તેણે ધ્યાનથી જોયું. મનમાં જ તે બોલી ઊઠ્યો : “અરે ! આ તો મહાતપસ્વી સુવ્રતમુનિ ! માસક્ષમણના પારણે માસક્ષમણ કરે છે. ખૂબ જ જ્ઞાની અને ધ્યાની છે આ તો.” તેનું મન તેને પૂછી રહ્યું : “આવા વૈરાગી, જ્ઞાની અને તપસ્વી આ રાતના સમયે ગોચરી માટે કેમ નીકળ્યા હશે?” શ્રાવક વિચારમાં પડી ગયો. કંઈક ક્યાંક કશું ખોટું થયું છે તે એ પામી ગયો. શ્રાવક શ્રમણોપાસક હતો. સાધુઓ પ્રત્યે તેને અનહદ આદર અને ભક્તિ હતાં. તપસ્વી સાધુઓની તે તન્મયતાથી વૈયાવચ્ચ કરતો. જ્ઞાની સાધુઓ પાસે સ્વાધ્યાય પણ કરતો. આથી એ શ્રાવકે તેમના દેખીતા દોષિત વ્યવહાર અંગે સીધું પૂછવાના બદલે સાધુનું સન્માન અને સ્વમાન બન્નેય સચવાય તેવી રીતે વર્તવાનું નક્કી કર્યું. શ્રાવકે ઉમળકાથી સાધુનું સ્વાગત કર્યું. “પધારો ભગવંત!અને પછી તેમને વહોરાવા માટે થાળ ભરીને વિવિધ વાનગીઓ લઈ આવ્યો. એક પછી એક વહોરવા માટે આગ્રહ કરતો ગયો. સાધુ બોલતા રહ્યા: “ખપ નથી.” શ્રાવકની મૂંઝવણ વધુ વધી ગઈ. સાધુ દરેક વાનગીની ના પાડે છે. લાગે છે કે તેમણે કોઈ અભિગ્રહ કર્યો છે. પરંતુ એ અભિગ્રહ જાણવો કેવી રીતે? ત્યાં તેને યાદ આવ્યું કે સાધુ
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy