SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૨૯૫ કોઈ જીવ મરીચિની જેમ અહંકારથી “જાતિ આદિથી મારા જેવો ઉચ્ચ કોઈ બીજો નથી.” ઇત્યાદિ કહેવું તે માનદોષ જાણવો (૨). શ્રી મલ્લીનાથપ્રભુના પૂર્વભવની જેમ અથવા અભયકુમારને પકડવા ચંડપ્રદ્યોતે મોકલેલ વેશ્યાની જેમ અન્યને છેતરવા માયા-કપટ આચરવા તે માયા દોષ જાણવો (૩). ધર્મબુદ્ધિ, પાપબુદ્ધિ કે લોભાનંદી શઠની જેમ અન્યની થાપણ, ભાંડાદિકને પોતાના કહેવા તે લોભદોષ કહેવાય (૪). “મહાવિદેહક્ષેત્રમાં વિચરતા તીર્થંકરો અહીં ઉપકાર કરવા કેમ આવતા નથી. અહીં થોડીવાર આવી, લોકોના સંદેહ દૂર કરી પાછા જવું હોય તો ચાલ્યા જાય.” આમ મશ્કરી આદિથી બોલવું તે હાસ્યદોષ (૫). કોઈપણ અપરાધાદિ કરી સામો પૂછે ત્યારે ભયથી ના પાડે કે મેં આ નથી કર્યું કોઈ બીજાએ કર્યું હશે? આ ભયદોષ જાણવો (૬). જેનું ઉદાહરણ અહીં આપવામાં આવી રહ્યું છે તે રજ્જાસાધ્વીની જેમ મુખરતા (વાચાળપણા)થી વગર વિચારે અન્યના અવર્ણવાદ બોલવા તે મુખરતા દોષ સમજવો (૭). સ્ત્રીકથા આદિમાં અહો ફલાણી બાઈના કટાક્ષ-વિક્ષેપ લાવણ્યાદિ કે હાવભાવ ઘણા સારા છે, ઇત્યાદિ બોલવું કે ભુવનભાનુ કેવળીના જીવ રોહિણીની જેમ બોલવું તે વિકથા-દોષ જાણવો (૮). અહીં મુખરતા દોષ ઉપર રજ્જાસાધ્વીનું દષ્ટાંત આપવામાં આવે છે. રજ્જાસાધ્વીનું દત - શ્રી મહાનિશીથમાં એક પ્રસંગ ટાંકતાં કહ્યું છે કે શ્રી મહાવીર મહારાજે એકવાર દેશનામાં કહ્યું કે, “માત્ર એક જ કુવાક્ય બોલવાથી રજ્જાનામક આર્યા (સાધ્વી) ઘણું દુઃખ પામી !' આ સાંભળી ભગવાન મહાવીરદેવના પ્રધાન શિષ્ય શ્રી ગૌતમસ્વામીએ વંદના કરી વિનયપૂર્વક પ્રભુને પૂછ્યું “ભગવાન્ ! કોણ હતી એ રજ્જાસાધ્વી, જેણે વચનમાત્રથી આવું ઘોર પાપ ઉપાર્યું કે તેનો દારુણ વિપાક આપના શ્રીમુખે સાંભળી ગ્લાનિ થાય છે.” તેનું જીવન સંક્ષેપમાં જણાવતાં ભગવાને કહ્યું, “સાંભળ ગૌતમ ; ઘણા વખત પૂર્વેની આ વાત છે. આ ભરતમાં ભદ્ર નામના આચાર્ય મહારાજ વિચરતા હતા. તેમના સમુદાયમાં-તેમના આજ્ઞાવર્તી પાંચસો સાધુ મહારાજો અને બારસો સાધ્વીઓ હતાં. તેમના સંઘાડામાં ત્રણ ઉકાળાવાળું ઊનું, આયામ (ઓસામણ) અને સૌવીર (કાંજી) એમ ત્રણ પ્રકારનું પાણી લેવાતું હતું. તે સિવાયનું પાણી વાપરવાનો ત્યાં વ્યવહાર નહોતો. તેમના સમુદાયમાં એક રજા નામનાં ઉત્કૃષ્ટ તપ-સંયમ આચારનારાં સાધ્વી હતાં. પૂર્વ કર્મના દોષથી તેમને દુષ્ટ કોઢનો વ્યાધિ થયો. કોઈ સાધ્વીએ પૂછ્યું; “ઓ દુષ્કર સંયમ-તપને આચરનારા તમને આ શું થયું? પાપોદયવાળા રાસાધ્વીએ કહ્યું; “આપણે ત્યાં જે પાણી વ્યવહારમાં લેવાય છે ને? તેથી મારા શરીરની આવી દશા થઈ. આ સાંભળી એક પછી એક બધી સાધ્વીએ વિચાર કરી લીધો કે; “આપણે આવું પ્રાસુક પાણી ન લેવું.” છતાં તેમાંના એક સાધ્વીએ વિચાર્યું કે શરીરનું ગમે તે થાય. ભલે વ્યાધિથી હમણાં જ નષ્ટ થાય, પણ હું માસુક પાણી તો નહીં જ છોડું. પરમ દયાળુ ભગવાન તીર્થકરોએ ઉકાળેલું જળ પીવાનો અનાદિ-અનંત ધર્મ ફરમાવેલો છે. અમૃત પીવાથી મૃત્યુ થાય જ નહીં. આ વ્યાધિ પાણીથી ઉ.ભા.-૪-૨૦,
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy